________________
ભગવાઈ-પ-૧/૨૧૯ શ્રમણાયુષ્યનું ! જેમ લવણસમુદ્રની હકીકત કહી તેમ કાલોદ સંબંધે પણ સમજવું. વિશેષ એ કે, લવણને બદલે “કાલોદનું નામ કહેવું. હે ભગવન્! અત્યંતર પુષ્કરાર્ધમાં સૂય ઈશાન ખૂણામાં ઉગીને ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ! ધાતકીખંડની વક્તવ્યતાની પેઠે અત્યંતર પુષ્કરાધની વક્તવ્યતા પણ કહેવી. વિશેષ એ કે, ધાતકી ખંડને બદલે અત્યંતર પુષ્કરાઈનો પાઠ કહેવો અને યાવતુ- ‘અભ્યતર પુષ્કરાર્ધમાં મંદિરોની પૂર્વ પશ્ચિમે અવસર્પિણી નથી હોતી, ઉત્સર્પિણી નથી હોતી, પણ ત્યાં અવસ્થિત કાળ હોય છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી યાવતુવિચરે છે. શતક-પ-ઉદ્દેસાનનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(ઉદ્દેશક૨:-) [૨૨] રાજગૃહ નગરમાં યાવતુ-આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્! ઈષપુરોવાત-થોડા નેહવાળા-થોડી ભીનાશવાળા-થોડા ચિકણા-વાયુ, વનસ્પતિ વગેરેને હિતકર વાયુ-પAવાત, ધીમે ધીમે વાનારા વાયુ-મંદ વાયુઓ અને મહાવાયુઓ વાય છે? હે ગૌતમ ! હા, તે વાયુઓ વાય છે. હે ભગવન્! પૂર્વમાં ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત અને મહાવાત છે? હે ગૌતમ ! હા, છે. એ પ્રમાણે પશ્ચિમમાં દક્ષિણમાં, ઉત્તરમાં, ઈશાન ખૂણામાં, અગ્નિ ખૂણામાં, નૈઋત ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં પણ તેમ સમજવું. હે ભગવન્! જ્યારે પૂર્વમાં ઈષત્પરોવાત, પAવાત, મંદવાત અને મહાવાત. વાય છે ત્યારે પશ્ચિમમાં પણ ઈષત્પરોવાત વગેરે વાય છે? અને જ્યારે પશ્ચિમમાં ઈષ~રોવાત વાય છે ત્યારે પૂર્વમાં પણ તે વાયુઓ વાય છે? હે ગૌતમ! જ્યારે પૂર્વમાં ઈષ~રોવાત વગેરે વાય છે ત્યારે તે બધા પશ્ચિમમાં પણ વાય છે અને જ્યારે પશ્ચિમમાં ઈષત્પરોવાત વગેરે વાય છે ત્યારે પૂર્વમાં પણ તે બધા વાય છે. એ પ્રમાણે બધી દિશાઓમાં અને ખૂણાઓમાં પણ સમજવું. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ દ્વીપમાં હોય છે? હા, હોય છે. હે ભગવન્! ઈષપુરોવાત વગેરે વાયુઓ સમુદ્રમાં હોય છે કે હા, હોય છે.
હે ભગવન્! જ્યારે દ્વિીપના ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાતા હોય ત્યારે સમુદ્રના પણ ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાતા હોય ? અને જ્યારે સમુદ્રના તે બધા વાયુઓ વાતા હોય ત્યારે દ્વીપના પણ તે બધા વાયુઓ વાતા હોય? હે ગૌતમ! એ વાત ઠીક નથી. હે ભગવન્! તેનું શું કારણ કે, “જ્યારે દ્વીપના ઈષતપુરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય ? અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ઈષત્પરોવાતાદિ ન વાતા હોય? હે ગૌતમ! તે વાયુઓ અન્યોઅન્ય વ્યત્યાસ્નવડે (એક બીજા સાથે નહિ, પણ નોખા નોખા) સંચરે છે જ્યારે દ્વીપના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે સમુદ્રના ન થાય અને જ્યારે સમુદ્રના ઈષત્પરોવાતાદિ વાતા હોય ત્યારે દ્વીપના ન વાય એ રીતે એ વાયુઓ પરસ્પર વિપર્યયવડે વાય છે અને તે પ્રકારે તે વાયુઓ લવણસમુદ્રની વેળાને ઉલ્લંઘતા નથી તે કારણથી પાવતુ-પૂર્વ પ્રમાણે વાયુઓ વાય છે' એ રીતે કહ્યું છે. હે ભગવન્! ઈષત્પરોવાત, પથ્થવાત, મંદવાત ને મંદાવાત છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય. છે? હે ગૌતમ! જ્યારે વાયુકાય પોતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org