________________
શતક-૫, ઉદેસો-૬
૧૧૧ કેટલી ક્રિયાવાળો છે? હે ગૌતમ! યાવતુ-તે પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે છે યાવતું તેને ફેંકે છે, યાવતું તે પુરુષ કાયિકી ક્રિયાને યાવતુ-પાંચે ક્રિયાને ફરસે છે. અને જે જીવોના શરીરો દ્વારા ધનુષ્ય બન્યું છે તે જીવો પણ યાવતુ પાંચ ક્રિયાને ફરસે છે, એ પ્રમાણે ધનુષ્યની પીઠ પાંચ ક્રિયાને ફરસે છે, દોરી પાંચ ક્રિયાને, હારે પાંચ ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને. શર, પત્ર, ફભલ અને હારું પાચે ક્રિયાને ફરસે છે.
[૨૪૭] અને હવે જ્યારે પોતાની ગુરુતા વડે, પોતાના ભારેપણાવડે, પોતાની ગરકતા અને સંભારતાવડે તે બાણ સ્વભાવથી નીચે પડતું હોય ત્યારે ત્યાં માર્ગમાં આવતાં) પ્રાણોને યાવતુ-જીવિતથી શ્રુત કરે ત્યારે તે પુરુષ કેટલી ક્રિયાવાળો હોય? હે ગૌતમ ! યાવતુ તે બાણ પોતાની ગુરુતાવડે યાવતુ જીવોને જીવિતથી શ્રુત કરે યાવતુ તે પુરષ કાયિકી યાવત ચાર ક્રિયાને ફરસે છે અને જે જીવોના શરીરથી ધનુષ્ય બનેલું છે તે જીવો પણ ચાર ક્રિયાને, ધનુષ્યની પીઠ ચાર ક્રિયાને, દોરી ચાર ક્રિયાને, હાર ચાર ક્રિયાને, બાણ પાંચ ક્રિયાને શર, પત્ર, ફલ અને હારુ પાંચ ક્રિયાને અને નીચે પડતા બાણના અવગ્રહમાં જે જીવો આવે છે તે જીવો પણ પાંચ ક્રિયાને ફરસે છે.
L[૨૪૮] હે ભગવન્! અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે યાવતુ પ્રરૂપે છે કે, જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં ગ્રહીને, (ઉભેલા) હોય અથવા જેમ આરાઓથી ભીડાએલી ચક્રની નાભી હોય એ પ્રમાણેજ યાવત્ ચારમેં પાંચસે યોજન સુધી મનુષ્યલોક, મનુષ્યોથી ખીચોખીચ ભરેલો છે, હે ભગવન્! તે એ પ્રમાણે કેમ હોઈ શકે? હે ગૌતમ! તે અત્યતીથિકો એ પ્રમાણે કહે છે તે ખોટું છે, હે ગૌતમ! હું વળી આ પ્રમાણે કહું છું કે, એજ પ્રમાણે યાવત્ ચારસો પાંચસો યોજન સુધી નિરયલોક, નૈરયિકોથી ખીચોખીચ ભરેલો છે.
૨૪૯] હે ભગવન્! શું નૈરયિકો એકપણું વિતુર્વવા સમર્થ છે? કે બહુપણ વિકુવવા સમર્થ છે? જેમ જીવાભિગમસૂત્રમાં આલાપક છે. તેમ જાણી લેવું. દુરહિયાસ', શબ્દ સુધી અહિં જાણવો.
[૨૫] ‘આધાકર્મ અનવદ્ય-નિષ્પાપ છે એ પ્રમાણે જે, મનમાં સમજતો હોય તો જો આધાકર્મ સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તે તેને આરાધના નથી અને જો તે સ્થાનવિષયક આલોચન અને પ્રતિક્રમણ કરી કાળ કરે તો તેને આરાધના છે. એ ગમ પ્રમાણે કીતકૃત-ભોજન સ્થાપિત-ભોજન, રચિત કાંતારતભક્ત- દુર્મિક્ષભક્ત દુર્દિન હોય વરસાદ આવતો હોય ત્યારે સાધુ માટે તૈયાર કરેલો આહાર તે વાદલિકાભક્ત, ગ્લાન માટે રાંધેલો આહાર, શય્યાતરપિંડ, રાજપિંડ, એ બધી જાતના આહાર માટે જાણવું. “આધાકર્મ આહાર નિષ્પાપ છે એ પ્રમાણે જે ઘણા માણસોની વચ્ચે બોલે અને પોતે આધાકર્મને ખાય તો તેમ બોલનાર તથા ખાનારા તે વિષે વાવતુ તેને આરાધના છે? એ પણ તેજ પ્રમાણે જાણવું યાવતુ-રાજપિંડ. “આધાકર્મ અનવદ્ય છે એ પ્રમાણે કહી પરસ્પર દેવરાવનાર હોય તેને આરાધના હોય? એ પણ તેજ પ્રમાણે જાણવું. યાવતુ રાજપિંડ. “આધાકર્મ નિષ્પાપ છે એ પ્રમાણે ઘણા માણસોને જે જણાવનાર હોય, તેને યાવતું આરાધના છે? યાવતું રાજીપેડ (પઠે જાણી લેવું.)
[૨૫૧] હે ભગવન્! પોતાના વિષયમાં, શિષ્યવર્ગને ખેદ રહિતપણે સ્વીકારતાં, ખેદરહિતપણે સહાય કરતા આચાર્ય અને ઉપાધ્યાય કેટલાં ભવગ્રહણો કરી સિદ્ધ થાય યાવતું અંતને કરે? હે ગૌતમ ! કેટલાક તેજ ભવનડે સિદ્ધ થાય, કેટલાક બે ભવ ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org