________________
૧૧૩
શતક-પ, ઉસો-૭.
પ્રદેશ નથી. હે ભગવનું ! બે પ્રદેશવાળો સ્કંધ, શું સાર્ધ સમધ્ય અને સંપ્રદેશ છે કે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે? હે ગૌતમ! તે બે પ્રદેશવાળો સ્કંધ, સાર્ધ છે, સપ્રદેશ, છે અને મધ્ય રહિત છે પણ અનઈ નથી, સમધ્ય નથી અને અપ્રદેશ નથી. હે ભગવન્! ત્રણ પ્રદેશવાળો સ્કંધ (એ વિષે) એ પ્રમાણે પ્રશ્ન કરવો. હે ગૌતમ ! તે ત્રણ પ્રદેશવાળો. સ્કંધ અનઈ છે, સમધ્ય છે અને સંપ્રદેશ છે પણ સાર્ધ નથી, અમધ્ય નથી અને અપ્રદેશ નથી. જેમ, બે પ્રદેશવાળા સ્કંધને માટે સાધદિ વિભાગ દર્શાવ્યો છે, તેમ જેઓ સમ સ્કંધો છે એટલે સમસંખ્યાવાળા- સ્કંધો માટે જાણી લેવું અને જેઓ વિષમ સ્કંધો છે- તેને માટે, જેમ ત્રણ પ્રદેશવાળા સ્કંધ સંબંધે કહ્યું તેમ જાણવું. હે ભગવન્! સંખ્યયપ્રદેશવાળી સ્કંધ શું સાર્ધ છે? હે ગૌતમ! કદાચ સાર્ધ હોય, અમધ્ય હોય અને અપ્રદેસ હોય; કદાચ અનઈ હોય, સમૃધ્ય હોય અને સપ્રદેશ હોય. ની જેમ સંખ્યય પ્રદેશવાળા સ્કંધ તે અસંખ્યય અને અનંત પ્રદેશવાળા કંધ જાણવો. લેવો.
[૨૫] હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો પરમાણુ પુદ્ગલ, શું એક ભાગવડે એક ભાગનો સ્પર્શ કરે, એક ભાગવડે ઘણા ભાગોનો સ્પર્શ કરે, એક ભાગવડે સર્વનો સ્પર્શ કરે, ઘણા ભાગોદ્વારા એક દેશને સ્પર્શે, ઘણા દેશો દ્વારા ઘણા દેશોને સ્પર્શે, ઘણા દેશોદ્વારા સર્વને સ્પર્શ, સર્વવડે એક ભાગને સ્પર્શ, સર્વવડે ઘણા ભાગોને સ્પર્શે, કે સર્વવડે સર્વને સ્પર્શે ? હે ગૌતમ એકદેશથી એકદેશને ન સ્પર્શ, એકદેશથી ઘણા દેશોને ન સ્પર્શે એક દેશથી સર્વને ન સ્પર્શે ઘણા દેશોથી એકને ન સ્પર્શે, ઘણા દેશોથી ઘણા દેશોને ન સ્પ, ઘણા દેશોથી સર્વને ન સ્પ, સર્વથી એક દેશને ન સ્પર્શે, સર્વથી ઘણા દેશોને ન સ્પર્શે, પણ સર્વથી સર્વને સ્પર્શે. એ પ્રમાણે બે પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુપુદ્ગલ સાતમા અને નવમાં વિકલ્પવડે સ્પર્શે વળી, ત્રણ પ્રદેશવાળા કંધને સ્પર્શતો પરમાણુ-પુગલ છેલ્લા ત્રણ, વિક્લપવડે સ્પર્શે પ્રકારે ત્રણ પ્રદેશવાળા સ્કંધને પરમાણુપુદ્ગલનો સ્પર્શ કરાવ્યો તે પ્રકારે ચાર પ્રદેશવાળા, પાંચ પ્રદેશવાળા યાવતુ-અનંત પ્રદેશવાળા સ્કંધની સાથે પરમાણુપુદ્ગલનો સ્પર્શ કરાવવો.
હે ભગવન્! પરમાણુપુગલને સ્પર્શતો બે પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે? એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા અને નવમા વિકલ્પવડે સ્પર્શે. એવી રીતે બે પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો દ્વિપ્રદેશિકઢંધ પ્રથમ, તૃતીય, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પશે, ત્રણ પ્રદેશવાળા સ્કંધને સ્પર્શતો દ્વિઅદેશિકઢંધ પેલા ત્રણ વિકલ્પોવડે અને છેલ્લા ત્રણ વિકલ્પોવડે સ્પર્શે અને વચલા ત્રણે પણ વિકલ્પોવડે પ્રતિષેધ કરવો, જેમ દ્વિપ્રદેશિક
ધને ત્રણ પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવી એ પ્રમાણે ચાર પ્રદેશવાળા,પાંચ પ્રદેશવાળા યાવતુ-અનંત-પ્રદેશવાળા સ્કંધની સ્પર્શના કરાવવી. હે ભગવન્! પરમાણુપુદ્ગલને સ્પર્શ કરતો ત્રણ પ્રદેશવાળો સ્કંધ કેવી રીતે સ્પર્શે એ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! ત્રીજા છઠ્ઠા અને નવમા વિકલ્પવડે સ્પર્શી, દ્વિઅદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિ- કર્કંધ, પ્રથમ તૃતીય, ચતુર્થ ષષ્ઠ, સપ્તમ અને નવમા વિકલ્પવડે સ્પર્શે ત્રિપ્રદેશિકને સ્પર્શ કરતો ત્રિપ્રદેશિક સ્કંધ સર્વ સ્થાનોમાં સ્પર્શે એટલે નવે વિકલ્પવડે સ્પર્શે. જેમ ત્રિપ્રદેશિકનો
સ્પર્શ કરાવ્યો એ પ્રમાણે ત્રિપ્રદેશિકને ચાર પ્રદેશિક, પાંચ પ્રદેશિક યાવતુ-અનંત પ્રદેશિક સુધીના બધા સ્કંધો સાથે સંયોજવો અને જેમ ત્રિપ્રદેશિક સ્કંધ પરત્વે કહ્યું તેમ યાવતુ-અનંતપ્રદેશિક સુધીના સ્કંધ પરત્વે કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org