________________
૧૦૬
ભગવાઈ-પ૪/૨૨૯ જાઉં અને યાવતતેજ કારણથી તું મારી પાસે અહીં શીઘ આવ્યો છે કેમ હે ગૌતમ! મેં કહ્યું એ બરાબર છેને ? ગૌતમને કહ્યું કે, હે ભગવન્! તે બરાબર છે. પછી ભગવંત મહાવીરે કહ્યું કે, તારી શંકાને ટાળવાને સારું હે ગૌતમ! તું (એ દેવોની પાસે) જા. અને એ દેવોજ તને એ સંબંધોની પૂરી માહિતી સંભળાવશે.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર તરફથી એવા પ્રકારની અનુમતિ મળવાને લીધે ભગવાન ગૌતમે શ્રમણ ભગવંતને વાંદી, નમી અને જે તરફ પેલા દેવો હતા તે તરફ જવાને સંકલ્પ કર્યો. હવે તે દેવો ભગવાન ગૌતમને પોતાની પાસે આવતા જોઈને હર્ષવાળા યાવતું તબ્દયવાળા થયા અને શીઘજ ઉભા થઈ તેઓની સામે ગયા-તે દેવો,
જ્યાં ભગવાન ગૌતમ હતા ત્યા આવ્યા અને તેઓને વાંદી, નમી તે દેવોએ આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મહાશુક નામના કલ્પથી, મહાસર્ગ વિમાનથી મોટી ઋદ્ધિવાળા થાવતુ-અમે બે દેવો અહીં પ્રાદુર્ભત થયા છીએ અને (પછી) અમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીએ છીએ નમીએ છીએ અને મનથીજ આ પ્રકારના પ્રશ્નો પૂછીએ છીએ- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના કેટલા શિષ્ય સિદ્ધ થશે યાવતુ-સર્વ દુઃખનો નાશ કરશે?” આ રીતે અમે શ્રમણ ભગવંત મહાવીરને મનથી પૂછ્યા પછી અમને પણ તે શ્રમણ ભગવંત મહાવીરે મનથીજ તેનો જવાબ આપ્યો કે- હે દેવાનુપ્રિયો! મારા સાતમેં શિષ્યો સિદ્ધ થશે ધાવતુ-સર્વ દુઃખોનો નાશ કરશે’ એ રીતે અમે મનથીજ પૂછેલા પ્રશ્નોના જવાબ પણ અમને શ્રમણ ભગવંત મહાવીર તરફથી મન દ્વારા જ મળ્યા તેથી અમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદીએ છીએ. નમીએ છીએ અને યાવત-તેઓની પર્યપાસના કરીએ છીએ, એમ કરીને (કહીને) તે દેવો ભગવાન્ ગૌતમને વાંદે છે, નમે છે અને પછી તેઓ જે દિશામાંથી પ્રગટ્યા હતા તેજ દિશામાં અંતધન થઇ ગયા.
[૨૩] હે ભગવન્!' એમ કહી ભગવાન્ ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ-આ પ્રમાણે કહ્યું કે, હે ભગવન્! દેવો સંયત કહેવાય? હે ગૌતમ ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયત કહેવા એ ખોટું છે. હે ભગવન! દેવો અસંયતાસંયત કહેવાય ? હે ગૌતમ! ના-એ અર્થ સમર્થ નથી-દેવોને સંયતાસંત કહેવા એ અછતું છતું કરવા જેવું છે-ખોટું છે. હે ભગવન્! ત્યારે હવે દેવોને કેવા કહેવા? હે ગૌતમ! દેવોને નોસંયત કહેવા.
[૨૩૧] હે ભગવન્! દેવો કઈ ભાષામાં બોલે છે? અથવા દેવો જે ભાષાનો પ્રયોગ કરે છે તે ભાષાઓમાં વિશિષ્ટરૂપ કઈ ભાષા છે? હે ગૌતમ! દેવો અર્ધમાગધી ભાષામાં બોલે છે અને ત્યાં બોલાતી ભાષાઓમાં પણ તેજ ભાષા-વિશિષ્ટરૂપ છે.
[૨૩૨] હે ભગવન્! કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમશરીરવાળાને જાણે, જૂએ? હા, ગૌતમ! જાણે અને જૂએ. હે ભગવન્! જે પ્રકારે કેવલી મનુષ્ય, અંતકરને કે ચરમ- શરીરવાળાને જાણે અને જૂએ તે પ્રકારે છવસ્થ મનુષ્ય, અંતકરને કે અંતિમશરીર- વાળાને જાણે, જૂએ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. તો પણ સાંભળીને અથવા પ્રમાણથી છવાસ્થ મનુષ્ય પણ અંતકરને કે ચરમદેહિને જાણે અને જૂએ. “સાંભળીને તે શું ? સાંભળીને એટલે કેવલી પાસેથી, કેવલિના શ્રાવક પાસેથી, કેવલિની શ્રાવિકા પાસેથી, કેવલિના ઉપાસક પાસેથી, કેવલિની ઉપાસિકા પાસેથી, કેવલિના પાક્ષિકસ્વયંબુદ્ધ- પાસેથી, સ્વયંબુદ્ધના શ્રાવક પાસેથી, સ્વયંબુદ્ધની શ્રાવિકા પાસેથી, સ્વયંબુદ્ધના ઉપાસક પાસેથી, સ્વયંબુદ્ધની ઉપાસિકા પાસેથી સાંભળીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org