________________
શતક-૫, ઉદેસી-૪
૧૦૭ [૨૩૩] પ્રમાણ” તે શું ? પ્રમાણ ચાર પ્રકારનું છે. તે જેમકે, પ્રત્યક્ષ, અનુમાન, ઔપમ્પ-ઉપમાન અને આગમ. જે પ્રકારે “અનુયોગદ્વાર' સૂત્રમાં પ્રમાણ સંબંધે લખ્યું છે તે પ્રકારે જાણવું, યાવતુ ત્યારબાદનો નો આત્માગમ, નો અનન્તરાગમ, પરંપરાગમ.”
[૨૩૪] હે ભગવન્! કેવલી મનુષ્ય, છેલ્લા કમને વા છેલ્લી નિર્જરાને જાણે. જૂએ? હે ગૌતમ ! હા, જાણે, જૂએ.- હે ભગવન્! જેમ કેવલી, છેલ્લા કર્મને જાણે એ પ્રશ્નનો જેમ “અંતકર' વિષેનો આલાપક કહ્યો તેમ છેલ્લા કર્મ' ના પ્રશ્ન સાથે જાણવો.
[૨૩૫] હે ભગવન્! કેવલી મનુષ્ય, પ્રકૃષ્ટ મનને વા, પ્રકૃષ્ટ વચનને ધારણ કરે ? હા, ધારણ કરે. હે ભગવન્! કેવલી મનુષ્ય, જે પ્રકટ મનને વા, પ્રકષ્ટ વચનને ધારણ કરે છે તેને વૈમાનિક દેવો જાણે છે, જૂએ છે? હે ગૌતમ! કેટલાકો જાણે છે, જૂએ છે, કેટલાકો નથી જાણતા નથી જોતા, તે કેવી રીતે યાવત્નથી જોતા? હે ગૌતમ! વૈમાનિક દેવો બે પ્રકારના કહ્યા છે, તે જેમકેઃ માયિમિથ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા અને અમાયિસમ્યગ્દષ્ટિપણે ઉત્પન્ન થયેલા, તેઓમાં જે માયિમિથ્યાદ્રષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ નથી જાણતા નથી જોતા અને જેઓ અમાથી સમષ્ટિપણે ઉત્પન્ન થયેલા છે તેઓ જાણે છે-જૂએ છે. “અમારી સમ્યગૃષ્ટિ યાવતુ-જૂએ છે તેમ કહેવાનું શું કારણ? હે ગૌતમ ! અમાયી સમ્યગૃષ્ટિ દેવો બે પ્રકારના કહેલા છે તે જેમકે; અનંતરોપપન્નક અને પરેપરોપાનક. તેમાં જે અનન્તરોપપન્નક છે તેઓ નથી જાણતા અને જેઓ પરંપરોપનક છે તેઓ જાણે છે. હે ભગવન્! પરંપરોપનક દેવો યાવતુ-જૂએ છે તેમ કહેવાનો શો અર્થ? હે ગૌતમ ! પરંપરોપનક દેવો બે પ્રકારના કહેલા છે, તે જેમકે, પતિ અને અપર્યાપ્ત. તેમાં જેઓ પર્યાપ્ત છે તેઓ જાણે છે અને અપર્યાપ્ત નથી જાણતા. એ પ્રમાણે અનન્તર ઉત્પન્ન થયેલા, પરંપરાએ ઉત્પન્ન થએલા, પતિરૂપે ઉત્પન્ન થએલા, અપયપ્તિરૂપે ઉત્પન્ન થયેલા, ઉપયોગવાળા, અનુપયુક્ત-ઉપયોગ વિનાના, એ પ્રકારના વૈમાનિક દેવો છે, તેમાં જે ઉપયોગવાળા સાવધાનતાવાળા છે તેઓ જાણે છે, માટે તે હેતુથી તેજ-કેટલાક જાણે છે, અને કેટલાક નથી જાણતા.
[૨૩] હે ભગવન્! અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા દેવો ત્યાંજ રહ્યા છતા, અહિં રહેલા કેવલી સાથે આલાપ, સંલાપ કરવાને સમર્થ છે? હા, સમર્થ છે. તે કયા હેતુથી યાવતુ અનુત્તરવિમાનના દેવો યાવત્ કરવા સમર્થ છે? હે ગૌતમ ! ત્યાંજપોતાને સ્થાનકે રહેલાજ અનુત્તર વિમાનના દેવો જે અર્થને, હેતુને, પ્રશ્નને, કારણને કે વ્યાકરણને પૂછે છે તેનો તે અર્થનો હેતુનો યાવતુ-વ્યાકરણનો ઉત્તર અહિં રહેલો કેવલી આપે છે, તે હેતુથી. હે ભગવન્! અહિં રહેલો કેવલી અર્થનો યાવતુ જે ઉત્તર આપે તે ઉત્તરને ત્યાં રહેલાજ અનુત્તર વિમાનના દેવો જાણે, જૂએ? હા, જાણે, જૂએ. તે કયા હેતુથી યાવતુ-જૂએ? હે ગૌતમ ! તે દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણાઓ લબ્ધ છે, પ્રાપ્ત છે, વિશેષ જ્ઞાત હોય છે તે હેતુથી અહિં રહેલો કેવલી જે કહે તેને તેઓ જાણે જુએ
[૨૩૭] હે ભગવન્અનુત્તરવિમાનના દેવો શું ઉદીર્ણ મોહવાળા છે, ઉપશાંત મોહવાળે છે કે ક્ષીણમાંહવાળા છે? હે ગૌતમ! ઉદીર્ણમોહવાળા નથી, ક્ષીણમોહવાળા નથી પણ ઉપશાંતમોહવાળા છે.
| [૨૩૮] હે ભગવન્! કેવલી મનુષ્ય -ઇન્દ્રિયો વડે જાણે, જૂએ? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. તે કયા હેતુથી યાવતુ-કેવલી ઇન્દ્રિયો વડે જાણતો નથી, જોતો નથી ? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org