________________
૧૦૪
ભગવાઈ - ૫૩-૪/૨૨૬ અને ઉતાવળો થાય તેમ કેવળી પણ હસે અને ઉતાવળો થાય? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી હે ભગવન્! છદ્મસ્થ મનુષ્યની પેઠે યાવતુ-કેવળી હસે નહી અને ઉતાવળો થાય નહીં તેનું શું કારણ ? હે ગૌતમ! દરેક જીવો ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉતાવળા થાય છે અને કેવલિને તો ચારીત્રમોહનીય કર્મનો ઉદયજ નથી માટે તે કારણથી છઘસ્થમનુષ્યની પેઠે યાવતુ-કેવળી હસતા નથી તેમ ઉતાવળા પણ નથી. હે ભગવનું ! હસતો અને ઉતાવળો થતો જીવ કેટલા પ્રકારનાં કર્મોને બાંધે? હે ગૌતમ ! તેવા પ્રકારનો જીવ સાત પ્રકારના કર્મોને બાંધે કે પાઠ પ્રકારનાં કમને બાંધે. એ પ્રમાણે યાવત-વૈમાનિક સુધી સમજવું. તથા જ્યારે ઘણા જીવોને આશ્રીને ઉપલો પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કર્મના બંધ સંબંધી ત્રણ ભાંગા આવે. પણ તેમાં જીવ અને એકેપ્રિયો ન લેવા. હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય નિદ્રા લે-ઉંઘે અને ઉભો ઉભો ઉઘે? હે ગૌતમ! હા, તે ઉંઘે અને ઉભો ઉભો પણ ઉંધે. જેમ આગળ હસવા વગેરે વિષે કેવળી અને છદ્મસ્થ સંબંધે પ્રશ્નોત્તરો જણાવ્યા હતા. તેમ નિદ્રા સંબંધે પણ તે બન્ને સંબંધે પ્રશ્નોત્તરો જાણવા. વિશેષ એ કે, છદ્મસ્થ મનુષ્ય દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા લે છે અને ઉભો ઉભો ઉંઘે છે અને તે દર્શનાવરણીય કર્મનો ઉદય કેવળિને નથી માટે તે, છાસ્થની પેઠે નિદ્રા લેતો નથી. હે ભગવન્! નિદ્રા લેતો કે ઉભો કે ઉંઘતો જીવ કેટલી કમપ્રકૃતિનો બંધ કરે છે ગૌતમ! તે જીવ સાત કર્યપ્રકૃતિનો બંધ કરે કે આઠ કર્મપ્રકૃતિનો બંધ કરે (બાંધે). એ પ્રમાણે વાવ-વૈમાનિક સુધી જાણવું. તથા જ્યારે ઘણા જીવોને ઉપલો પ્રશ્ન પૂછાય ત્યારે તેમાં કન બંધ સંબંધી ત્રણ ભાંગા આવે. પણ તેમાં એંકેદ્રિય ન લેવા.
[૨૭] હે ભગવન્! ઈદ્રનો સંબંધી શકનો દૂત હરિનૈગમેષી નામનો દેવ જ્યારે સ્ત્રીના ગર્ભનું સંહરણ કરે છે ત્યારે શું એક ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગભશયમાં મૂકે છે ગર્ભથી લઈને યોનિદ્વારા બીજી (સ્ત્રી)ના ઉદરમાં મૂકે છે? કે યોનિદ્વારા ગર્ભને બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે? કે યોનિદ્વારા ગર્ભને પેટમાંથી કાઢીને પાછો તેજ રીતે (યોનિદ્વારાજા બીજના) પેટમાં મૂકે છે ? હે ગૌતમ ! તે દેવ, એક ગર્ભાશયમાંથી ગર્ભને લઈને બીજા ગર્ભાશયમાં મૂકતો નથી, ગર્ભથી લઈને યોનિ વાટે ગર્ભને બીજીના પેટમાં મૂકતો નથી, તેમ યોનિ વાટે ગર્ભને બહાર કાઢીને પાછો યોનિવારે (ગર્ભન) પેટમાં મૂકતો નથી. પણ પોતાના હાથ વડે ગર્ભને અડી અડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યોનિદ્વારા બહાર કાઢીને બીજા ગભશિયમાં મૂકે છે. હે ભગવનું! શકનો દૂત હરિનૈગમેષી દેવ સ્ત્રીના ગર્ભને નખની ટોચ વાટે યા તો રેવાડાના છિદ્ર વાટે અંદર મૂકવા કે બહાર કાઢવા સમર્થ છે? હે ગૌતમ! હા, તે તેમ કરવાને સમર્થ છે ઉપરાંત તે દેવ ગર્ભને કાંઈપણ ઓછી કે વધારે પીડા થવા દેતો નથી તથા તે ગર્ભના શરીરનો છેદ કરે છે અને પછી તેને ઘણો સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે કે બહાર કાઢે છે.
[૨૮] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય અતિમુક્તક નામના કુમારશ્રમ, જેઓ સ્વભાવે ભોળા અને યાવતુ-વિનયવાળા હતા. તે અતિમુક્તક કુમારશ્રમણ અન્ય કોઈ દિવસે ભારે વરસાદ વરસતો હતો ત્યારે પોતાની કાખમાં પાત્ર અને રજોહરણ લઈને બહાર ચાલ્યા. ત્યારપછી બહાર જતાં તે અતિમુક્તક કુમારશ્રમણે વહેતા પાણીનું એક નાનું ખાબોચિયું જોયું-પછી તે ખાબોચિયા ફરતી એક માટીની પાળ
બાંધી અને “આ મારી નાવ છે આ મારી નાવ છે એ પ્રમાણે નાવિકની પેઠે પોતાના પાત્ર Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org