________________
શતક-૫, ઉદેસો-૪
૧૦૭ તિર્યંચમાંથી કોઈ એક તિર્યંચ સંબંધી આયુષ્યબાંધે-એકેંદ્રિય તિર્યંચનું આયુષ્ય ઇત્યાદિએ સંબંધી બધો વિસ્તાર-ભેદનવિશેષ-અહીં કહેવો. જો તે, મનુષ્યનું આયુષ્ય બાંધે તો તે બે પ્રકારના મનુષ્યોમાંથી કોઈ પ્રકારના મનુષ્યનું આયુષ્ય બાંધે અને જો તે, દેવનું આયુષ્ય બાંધે તો ચાર પ્રકારના દેવોમાંથી કોઈ એક પ્રકારના દેવોનું આયુષ્ય બાંધે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! એ પ્રમાણે છે એમ કહી યાવવિહરે છે. | શતકઃપ-ઉદેસાઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશક૪-) [૨૫] હે ભગવન્! છબસ્થ મનુષ્ય, વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે, તે આ પ્રમાણે તે મનુષ્ય, શંખના શબ્દોને, રણશિંગાના શબ્દોને, શંખલીના શબ્દોને. કોહલીના શબ્દોને, મોટી કોહલીના શબ્દોને, ડુક્કરના ચામડાથી મઢેલ મોઢાવાળા-એક જાતના-વાજાના શબ્દોને, ઢોલના શબ્દોને, ઢોલકીના શબ્દોને, ઢક્કા-ડાક-ડાકલા-ના શબ્દોને, હોરંભના શબ્દોને, મોટી ઢક્કાના શબ્દોને, કલરના શબ્દોને, દુદુભિના શબ્દોને, તત-તાંતવાળા-વાજાના) શબ્દોને, વિતત-ઢોલ-વાજાના શબ્દોને, નક્કર વાજાના શબ્દોને અને પોલાં વાજાના શબ્દોને સાંભળે છે ? હે ગૌતમ ! હા, છદ્મસ્થ મનુષ્ય. વગાડવામાં આવતા શબ્દોને સાંભળે છે. અને તે પણ પૂર્વે કહ્યા એટલાં બધાં વાજાંઓના-શંખથી યાવતુ-પોલાં વાજાંઓના શબ્દને પણ સાંભળે છે. હે ભગવન્! શું તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે કે અથડાયા વિના સંભળાય છે?હે ગૌતમ! તે શબ્દો કાન સાથે અથડાયા પછી સંભળાય છે, પણ અથડાયા વિના નથી સંભળાતા. અને તે વાવતુ-અથડાયા પછી છએ દિશામાંથી સંભળાય છે. હે ભગવન્! શું છદ્મસ્થ મનષ્ય નજીક રહેલા શબ્દોને સાંભળે છે કે ઈદ્રિયોના વિષયથી દૂર રહેલ-શબ્દોને સાંભળે છે ? હે ગૌતમ! છદ્મસ્થ મનુષ્ય, નીકટ રહેલા શબ્દોને સાંભળે છે, પણ દૂર રહેલા શબ્દોને સાંભળતો નથી.
હે ભગવન! જેમ છવસ્થ મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને સાંભળતો નથી તેમ શું કેવળી મનુષ્ય ઓરે રહેલા શબ્દોને સાંભળે છે અને પરે રહેલા શબ્દોને નથી સાંભળતો ? હે ગૌતમ ! કેવળી તો ઓરે રહેલા અને પરે રહેલા આદિ અને અંત વિનાના શબ્દોને-સર્વ પ્રકારના શબ્દને જાણે છે અને જૂએ છે. હે ભગવન્! “ઓરે રહેલા અને પરે રહેલા શબ્દને પણ યાવતુ- કેવળી જાણે છે અને જૂએ છે' તેનું શું કારણ? હે ગૌતમ! કેવળી જીવ પૂર્વ દિશાની મિત વસ્તુને પણ જાણે છે અમિત વસ્તુને પણ જાણે છે, એ પ્રમાણે દક્ષિણ દિશાની, પશ્ચિમ દિશાની, ઉત્તર દિશાની, ઉર્ધ્વદિશાની અને અધોદિશાની પણ મિત વસ્તુને તથા અમિત વસ્તુને કેવળી જાણે છે અને જૂએ છે. કેવળી બધું જાણે છે અને બધું જૂએ છે. કેવળી બધી તરફ જાણે છે અને જૂએ છે. કેવળી સર્વ કાળે સર્વ પદાર્થો-ભાવો-ને જાણે છે અને જૂએ છે, કેવળીને અનંત જ્ઞાન અને અનંત દર્શન છે અને કેવળીનું જ્ઞાન અને દર્શન કોઈ જાતના પડદા (આવરણ) વાળું નથી માટે તે કારણથી યાવતુ- જૂએ છે' એમ કહ્યું છે.
[૨૨] હે ભગવન્! છદ્મસ્થ મનુષ્ય હસે અને કાંઇપણ લેવાને ઉતાવળો થાય? હે ગૌતમ! હા, તે હસે અને ઉતાવળો પણ થાય ખરો. હે ભગવન્! જેમ છાસ્થ મનુષ્ય હસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org