________________
ભગવઇ - ૫/-/૩/૨૨૩
-:ઉદ્દેશક૩ઃ
[૨૩] હે ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે, ભાષે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે, જેમ કોઇ એક જાળ હોય, તે જાળમાં ક્રમપૂર્વક ગાંઠો દીધેલી હોય, એક પછી એક એમ વગર આંતરે તે ગુંથેલી હોય, પરંપરાએ ગુંથેલી હોય, પરસ્પર ગૂંથેલી હોય એવી તે જાળજેમ વિસ્તા૨પણે, પરસ્પર ભારપણે, પરસ્પર વિસ્તાર તથા ભા૨૫ણે અને પરસ્પર સમુદાયપણે રહે છે અર્થાત્ જાળ તો એક છે પણ તેમાં જેમ અનેક ગાંઠો પરસ્પર વળગી રહેલી છે તેમ ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાંઓ ઘણા જીવો ઉપર પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં છે-યાવત્-રહે છે અને તેમ હોવાથી તેમાંનો એક જીવ પણ એક સમયે બે આયુષ્યને અનુભવે છે. તે આ પ્રમાણેઃ-એકજ જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે તેમ તેજ જીવ પર ભવનું પણ આયુષ્ય અનુભવે છે જે સમયે આ ભવનું પણ આયુષ્ય અનુભવે છે, તેજ સમયે પરભવનું પણ આયુષ્ય અનુભવે છે. યાવત્ હે ભગવન્ ! એ તે કેવી રીતે ? હે ગૌતમ ! તે અન્યતીર્થિકો જે કાંઈ કહે છે તે બધું તેઓ અસત્ય કહે છે. હે ગૌતમ ! હું તો વળી એમ કહું છું યાવત્-પ્રરુપું છું કે, જેમ કોઇ એક જાળ હોય અને તે યાવત્-અન્યોઅન્ય સમુદાયપણે રહે છે એજ રીતે ક્રમે કરીને અનેક જન્મો સાથે સંબંધ ધરાવનારાં એવાં ઘણાં આઉખાંઓ એક એક જીવ ઉપર સાંકળીના મકોડાની પેઠે પરસ્પર ક્રમે કરીને ગુંથાએલાં હોય છે અને એમ હોવાથી એક સમયે એક આયુષ્યને અનુભવે છે. તે આ રીતેઃ- જે જીવ આ ભવનું આયુષ્ય અનુભવે છે અથવા તો પરભવનું આયુષ્ય અનુભવે છે પણ જે સમયે આ ભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે પરભવનું આયુષ્ય અનુભવતો નથી અને જે સમયે પરભવનું આયુષ્ય અનુભવે છે તે સમયે આ ભવનું આયુષ્ય અનુભવતો નથી આ ભવના આયુષ્યને વેદવાથી પરભવનું આયુષ્ય વેદાતું નથી અને પરભવના આયુષ્યને વેદવાથી આ ભવનું આયુષ્ય વેદાતું નથી એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુષ્યને અનુભવે છે તે આ પ્રમાણે :આ ભવનું આયુષ્ય અનુભવે છે કે પરભવનું આયુષ્ય અનુભવે છે.
[૨૨૪] હે ભગવન્ જે જીવ નરકે જવાને યોગ્ય હોય. હે ભગવન્ ! શું તે જીવ, અહીંથી આયુષ્ય સહિત થઇને નરકે જાય ? હે ગૌતમ ! નરકે જવાને યોગ્ય જીવ અહીંથી આયુષ્ય સહિત થઇને નરકે જાય, પણ આયુષ્ય વિનાનો ન જાય. હે ભગવન્ ! તે જીવે, તે આયુષ્ય ક્યાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો ક્યાં આચર્યાં ? હે ગૌતમ ! તે જીવે, તે આયુષ્ય પૂર્વ ભવમાં બાંધ્યું અને તે આયુષ્ય સંબંધી આચરણો પણ પૂર્વ ભવમાં આચર્યાં. એ પ્રમાણે યાવત્-વૈમાનિકો સુધી દંડક કહેવો. હે ભગવન્ ! જે જીવ, જે યોનિમાં ઉપજવાને યોગ્ય હોય, તે જીવ, તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે ? જેમકે, નરક યોનિમાં ઉપજવાને યોગ્ય જીવ નરક યોનિનું આયુષ્ય બાંધે યાવત્-દેવયોનિમાં ઉપજવાને યોગ્ય જીવ દેવયોનિનું આયુષ્ય બાંધે ? હે ગૌતમ ! હા, તેમ કરે અર્થાત્ જે જીવ, જે યોનિમાં ઉપવજવાને યોગ્ય હોય, તે જીવ, તે યોનિ સંબંધી આયુષ્ય બાંધે. જો નરકનું આયુષ્ય બાંધે તો તે, સાત પ્રકારના નરકમાંથી કોઇ એક પ્રકારના નરક સંબંધી આયુષ્ય બાંધે-રત્નપ્રભાપૃથિવી-નરકનું આયુષ્ય કે યાવત્- અધઃસપ્તમ- પૃથિવીસાતમી નરકનું આયુષ્ય બાંધે. જો તે, તિર્યંચનું આયુષ્ય બાંધે તો પાંચ પ્રકારના
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org