________________
૯દ
ભગવાઈ-૪-૧ થી ૮/૨૦૮ હે ગૌતમ ! જબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની ઉત્તરે આ રત્નપ્રભા પૃથિવી યાવતુ-ઈશાન નામે કલ્પ કહ્યો છે. તેમાં વાવતુ-પાંચ અવતંસકો કહ્યા છે. અંકાવાંસક,
સ્ફટિકાવવંસક, રત્નાવલંસક અને જાતરૂપાવતંસક, એ ચારે અવતંસ- કોની વચ્ચે ઈશાનવતંસક છે. તે ઈશાનાવતંસક નામના મહાવિમાનની પૂર્વે તિરછું અસંખેય હજાર યોજન મૂક્યા પછી- દેવેંદ્રદેવરાજ ઈશાનના સોમ મહારાજનું સુમન નામનું મહાવિમાન કહ્યું છે. તેનો આયામ અને વિખંભ સાડાબારલાખ યોજન છે, ઈત્યાદિ બધી વક્તવ્યતા ત્રીજા શતકમાં કહેલી શની વક્તવ્યના પેઠે અહીં ઈશાનના સંબંધમાં પણ કહેવી. યાવતુ-આખી અચનિકા સુધી કહેવી. એ રીતે ચારે લોકપાલોના પ્રત્યેક વિમાનની હકીકત પૂરી થાય ત્યાં એક ઉદ્દેશક જાણવો. ચારે વિમા- નની હકીકત પૂરી થતાં પૂરા ચારે ઉદ્દેશક સમજવા. વિશેષ એ કે, સ્થિતિ આવરદામાં ભેદ સમજવો.
[૨૦] આદિના બે નો-સોમની અને યમની આવરદા ત્રણ ભાગ ઉણા પલ્યોપમ જેટલી છે, વૈશ્રમણની આવરદા ત્રણ ભાગ સહિત બે પલ્યોપમની છે. તથા અપાયરૂપ દેવોની આવરદા એક પલ્યોપમની છે.
[૨૧૦] રાજધાનીઓના સંબંધમાં પણ એક એક રાજધાની સંબંધી હકીક્ત પૂરી થતાં એક એક ઉદ્દેશક પૂરો સમજવો. અને એ રીતે રાજધાનીઓના સંબંધમાં ચાર ઉદ્દેશકો પૂરા સમજવા. યાવત્ એ રીતે વરુણ મહારાજા મોટી –દ્ધિવાળો છે. | શતક-૪-ઉદેસા-૧ થી ૮નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
| (ઉદ્દેશક૯-૧૦) [૧૧] ભગવન્! મૈરયિક હોય તે, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક હોય તે. નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો વેશ્યાપદનો ત્રીજો ઉદ્દેશો અહીં કહેવો અને તે યાવત્ જ્ઞાનીની હકીકત સુધી કહેવો.
[૨૧૨] હે ભગવન્! કૃષ્ણલેશ્યા નીલલેશ્યાનો સંયોગ પામી તે રૂપે અને તે વર્ષે પરિણમે ? પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો લેશ્યાપદનો ચોથો ઉદ્દેશક અહીં કહેવો અને તે યાવતું પરિણામ’ ઇત્યાદિ દ્વાર ગાથા સુધી કહેવો.
[૨૧૩-૨૧૪] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન, અને અલ્પબદુત્વ; એ બધું વેશ્યાઓ સંબંધે કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતક ૪- ઉદ્દેસા૯-૧૦ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
| શતક-૪-ગુર્જરછાયાપૂર્ણ
(શતકપ)
- ઉદ્દેશક ૧ - [૨૧૫)ચંપાનગરીમાં સૂર્યવિશે પ્રશ્નો, વાયુ, ગ્રંથિકા, શબ્દ છદ્મસ્થો, આયુ, પુદ્ગલોના કંપન, નિર્ગથીપુત્ર, રાજગૃહ, ચંદ્ર સંબંધી આલોચના એ પ્રમાણે આ પાંચમા શતકમાં દસ ઉદ્દેશક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org