________________
o
ભગવદ -૩-૬/૧૯૧ મનમાં એમ થાય છે કે, આ વારાણસી નગરી છે અને આ રાજગૃહ નગર છે, તથા એ બેની વચ્ચે આવેલો આ એક મોટો જનપદ વર્ગ છે, પણ તે મારી વીયલબ્ધિ, વૈક્રિયલબ્ધી કે વિર્ભાગજ્ઞાનલબ્ધી નથી, તથા મેં મેળવેલાં પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં અદ્ધિ, ઘુતિ, યશ, બળ, વીર્ય કે પુરુષાકાર પરાક્રમ નથી, તેવું તે સાધુનું દર્શનવિપરીત થાય છે તે કારણથી ભાવતુતે, તે પ્રમાણે જાણે છે અને જૂએ છે.
[૧૯૨] હે ભગવન્! વારાણસી નગરીમાં રહેલો અમાથી. સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી, અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગરનું વિકુવણ કરીને રૂપોને જાણે અને જૂએ? હે ગૌતમ ! હા, તે તે રૂપોને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે, તે રૂપોને તથાભાવે જાણે જૂએ. કે અન્યથાભાવે જાણે જૂએ? હે ગૌતમ!, તે રૂપોને તથાભાવે જાણે અને જૂએ. પણ અન્યથાભાવે ન જાણે અને જુએ. હે ભગવન્! તેમ થવાનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, વારાણસી નગરીમાં રહેલો હું રાજગૃહ નગરની વિકુવણ કરીને રૂપોને જાણું છું, તથા જોઉં છું. તેવું તેનું દર્શન વિપરીતતા વિનાનું હોય છે, તે કારણથી હે ગૌતમ! તે તથાભાવે જાણે છે અને જુએ છે એમ કહ્યું છે. બીજે આલાપક પણ એરીતે કહેવો. વિશેષ એ કે - વિફર્વણા વારાણસીની સમજવી અને રાજગૃહમાં રહીને એવું જાણવું સમજવું સમજવું.
' હે ભગવન્! અમાયી, સમ્યગ્દષ્ટિ ભાવિતાત્મા અનગાર વીર્યલબ્ધિથી, વૈક્રિયલબ્ધિથી અને અવધિજ્ઞાનલબ્ધિથી રાજગૃહ નગર અને વારાણસી નગરીની વચ્ચે એક મોટો જનપદ વર્ગ વિકર્વે અને પછી રાજગૃહ નગર અને વારણસી નગરીની વચ્ચે એક મોટા જનસમૂહવર્ગને જાણે અને જૂએ? હે ગૌતમ! હા, તે, તેને જાણે અને જૂએ. હે ભગવન્! શું તે સાધુ, તેને તથાભાવે જાણે અને જૂએ, કે અન્યથાભાવે હે ગૌતમ! તે તેને તથાભાવે જાણોઅને જૂએ.પણ અન્યથાભાવે ન જાણે ન જૂએ.હે ભગવન્તેનું શું કારણ? હે ગૌતમ ! તે સાધુના મનમાં એમ થાય છે કે, એ રાજગૃહ નગર નથી, એ વારાણસી નગરી નથી અને એ બેની વચ્ચેનો એક મોટો જનપદ વર્ગ નથી, પણ એ મારી વીયલબ્ધિ. વૈક્રિયલબ્ધિ, કે અવધિજ્ઞાનલબ્ધિ છે; એ મેં મેળ- વેલો, પ્રાપ્ત કરેલાં અને મારી પાસે રહેલાં ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય ને પુરુષાકાર પરાક્રમ છે, તેનું દર્શન અવિપરીત હોય
છે. તે કારણથી હે ગૌતમ! એમ કહેવાય છે હે ભગવન્! ભાવિતાત્મા અનગાર બહારનાં પુગલો મેળવ્યા સિવાય એક મોટા ગામના રૂપને, નગરના રૂપને, યાવતુ-સંનિવેશના રૂપને વિકુવા સમર્થ છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બીજો આલાપક કહેવો. વિશેષ એ કે, બહારનાં પુદગલોને મેળવીને તે સાધુ તેવાં રૂપૌને વિકવવાને સમર્થ છે. ભાવિતાત્મા અનગાર કેટલાં ગ્રામ રૂપોને વિદુર્વવાને સમર્થ છે? જેમ કોઈ એક યુવાન પુરુષ પોતાના હાથે યુવતિના હાથને મજબૂત પકડીને વાળે એ રીતે સાધુ ગ્રામયાવત્ સંનિવેશરૂપોને વિદુર્વે.
[૧૯૩ હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના આત્મરક્ષક દેવો કેટલા હજાર કહ્યા છે? હે ગૌતમ! ચમરના આત્મરક્ષક દેવો ૨પ૬ હજાર છે, અહીં આત્મરક્ષક દેવોનું વર્ણન સમજવું, અને સઘળા ઈદ્રોમાં જેટલા આત્મરક્ષક દેવો હોય તે બધા સમજવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી વિહરે છે.
[શતક-૩-ઉદ્દેસાઇનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org