________________
૯૨
ભગવદ - ૩૭/૧૯૫ સૂર્યગ્રહણો, સૂર્યપરિવેષો, પ્રતિચંદ્રો, પ્રતિસૂયો. ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય-ખંડિત એવું ઈદ્રધનુષ. કપિહસિત આકાશમાં વાદળાં ન હોય ને વિજળી થાય તે અમોઘ-ઉગતા અને આથમતા સૂર્યની વખતે તે કિરણના અંધકારથી થાય છે. પૂર્વ દિશાના પવનો. પશ્ચિમના પવનો, ગ્રામદાહો યાવતુ-સંનિવેશદાહો-પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, કુલક્ષય, યાવતુ-વ્યસનભૂત અનાર્ય તથા તેવાજ પ્રકારના બીજા પણ બધા, દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાથી અજાણ્યા નથી, અણજોએલા નથી, અણસાંભળેલા નથી, અણસમરેલા નથી અને અવિજ્ઞાત નથી દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજને આ દેવો અપત્યરૂપ માનીતો છેઃ- અંગારક, મંગલ, વિકોલિક લોહિતાક્ષ શનૈશ્ચર, ચંદ્ર, સૂર્ય, બુધ, બૃહસ્પતિ અને રાહુ. દેવેંદ્ર, દેવરાજ શક્રના સોમ મહારાજાની આવરદા ત્રણ ભાગ સહિત પલ્યોપમની છે અને તેના અપાયરૂપ, અભિમત દેવોની આવરદા એક પલ્યોપમની કહી છે, - એ પ્રકારની મોટી ઋદ્ધિવાળો અને યાવતું મોટા પ્રભાવશાળી સોમ મહારાજા છે.
' હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહાવિમાન ક્યાં આવ્યું કહ્યું છે ? હે ગૌતમ ! સૌધર્મવતંસક મહાવિમાનની દક્ષિણે ધર્મકલ્પ છે. ત્યાંથી અસંખ્યહજાર યોજનો મૂક્યા પછી અહીં-દેવેન્દ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહાવિમાન કહ્યું છે. તેની લંબાઈ અને પહોળાઈ સાડાબારલાખ યોજનની છે, ઈત્યાદિ બધું સોમના વિમાનની પેઠે જાણવું અને યાવતુ-અભિષેક, રાજધાની અને પ્રાસાદની પંક્તિઓ સંબંધે પણ તેજ રીતે સમજવું. દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આજ્ઞામાં યાવતુ-આ દેવો રહે છેઃ- યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારીઓ, કંદપ, નરકપાલો, અભિયોગો અને તેવા પ્રકારના બીજા પણ બધા દેવો તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા, અને તેને તાબે રહેનારા છે તે બધા દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આજ્ઞામાં યાવતુ-રહે છે. જંબૂઢીપ નામનાં દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - હિંબો, ડગરો, કલહો, બોલો, ખારો, મહાયુદ્ધો, મહાસંગ્રામો, મહાશસ્ત્રપિતનો, એ પ્રમાણે મહાપુરુષનાં મરણો, મહારુધિરનાં નિપતનોદૂભૂતો, કુલરોગો, ગ્રામરોગો, મંડલરોગો, નગરરોગો. માથાનો દુઃખાવો, આંખની પીડા, કાનની વેદના, નખનો રોગ, દાંતની પીડા, ઈદ્રના વળગાડો, સ્કંદગ્રહો, કુમારગ્રહો, યક્ષગ્રહો, ભૂતગ્રહો, એ કાંતરીઓ તાવ, બે આંતરિઓ તાવ, ત્રણ આંતરિઓ તાવ, ચોથીઓ તાવ, ઉદ્વેગો, ખાંસી, શ્વાસ, દમ, બળનાશક તાવ, દાહ, શરીરના અમુક ભાગનું સડી જવું, અજીરણ, પાંડુરોગ, હરસ, ભગંદર, છાતીનું શૂળ, માથાનું મૂળ, યોનિનું શૂળ, પડખાનું શૂળ, કાંખનું શૂળ, ગામની મરકી, ખેટ, કર્બટ, દ્રોણમુખ, મંડબ, પટ્ટન, આશ્રમ, સંબોધ, અને સન્નિવેશની મરકી, પ્રાણક્ષય, જનક્ષય, કુલક્ષય, વ્યસનભૂત અનાર્ય અને તેવા પ્રકારના બીજા બધા પણ દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાથી અથવા યમકાયિક દેવોથી યાવતુ-અજાણ્યા નથી, દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાને આ દેવો અપત્યરૂપ અભિમત છેઃ
[૧૯૬-૧૯૮] અંબ, અંબરીષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપરુદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર ધનુષ, કુંભ, વાલ, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ એમ એ પન્નર છે. દેવેંદ્ર, દેવરાજ શક્રના યમ મહારાજાની આવરદા ત્રણ ભાગ સહિત પલ્યોપમની છે અને તેના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International