________________
૯૩
શતક-૩, ઉદેસો-૭ અપત્યરૂપ, અભિમત દેવોની આવરદા એક પલ્યોપમની છે-એવી મોટી ઋદ્ધિવાળો યાવતુ-એ યમ મહારાજા છે.
[૧૯૯] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના વરુણ મહારાજાનું સ્વયંવલ નામનું મહાવિમાન ક્યાં આવ્યું કહ્યું છે હે ગૌતમ ! સૌધમવતંસક વિમાનની પશ્ચિમે સૌધર્મકલ્પ છે, ત્યાંથી અસંખેય હજાર યોજન મૂક્યા પછી-અહીં વરુણ મહારાજાનું સ્વયંવલ નામનું મહાવિમાન આવે છે. આ સંબંધીનો સર્વ વૃત્તાંત સોમ મહારાજાની પેઠે જાણવો. તેમજ વિમાન, રાજધાની, અને યાવત્રાસાદાવાંસકો સંબંધે પણ એજ રીતે સમજવું. વિશેષ એ કે, નામનો ભેદ જાણવો. દેવેંદ્ર, દેવરાજ શકના વરુણ મહારાજાની આજ્ઞામાં થાવત્ આ દેવો રહે છે- વરુણકાયિકો, વરુણદેવકાયિકો, નાગકુમારો, નાગ- કુમારીઓ, ઉદધિકુમારો, ઉદધિકુમારીઓ, સ્વનિતકુમારો, સ્વનિતકુમારીઓ અને બીજા પણ બધા તેવા પ્રકારના દેવો તેની ભક્તિવાળા યાવતુ-રહે છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, દુષ્ટિ, પહાળની તળેટી વિગેરે ભાગમાંથી પાણીનું વહેવું. તળાવ વિગેરેમાં પાણીનો સમૂહ, પાણીના નાના રેલાઓ વાટે વહેવું, પાણીનો પ્રવાહ, ગામનું તણાઈ જવું, સંનિવેશનું તણાઈ જવું, પ્રાણક્ષય, એ બધા વરુણ મહારાજાથી અથવા વરુણકાયિક દેવોથી અજા- યા નથી. દેવેંદ્ર, દેવરાજ શક્રના વરણ મહારાજાને આ દેવો અપમત્યરૂપ અભિમત છે. કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલક પુંડ, પલાશ, મોદ, જય, દધિમુખ, અયંપુલ, અને કાતરિક, દેવરાજ દેવેન્દ્રશકના વરુણ મહારાજાની આવરદા બે પલ્યોપમ કરતાં કાંઈક ઓછી રહી છે અને તેના માનીતા દેવોની એક પલ્યોપમની કહી છે એવી મોટી ઋદ્ધિવાળો વરુણ મહારાજા છે.
[૨૦] હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાનું વલ્સ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! તેનું વિમાન, સૌધમવતંસક નામના મહાવિમાનની ઉત્તરે છે. આ સંબંધી સર્વ હકીકત સોમ મહારાજાની પેઠે જાણવી ને તે યાવતુરાજધાની તથા યાવત્રાસાદવવંસક સંબંધે પણ તેમજ જાણવું. દેવેંદ્ર, દેવરાજ શક્રના વૈશ્રમણ મહારાજાની આજ્ઞામાં, ઉપપાતમાં કહેણમાં, અને નિર્દોષમાં આ દેવો રહે છેઃવૈશ્રમણકાયિક, વૈશ્રમણદેવકાયિક, સુવર્ણકુમારો, સુવર્ણકુમારીઓ, દ્વીપકુમારો, દ્વીપકુમારીઓ, દિકુમારો, દિકુમારીઓ વાનવ્યંતર, વાનભંતરીઓ તથા તેવા પ્રકારના બીજા પણ દેવો તેની ભક્તિવાળા છે. જંબૂદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતની દક્ષિણે જે આ ઉત્પન્ન થાય છે - લોઢાની ખાણો, કલાઈની ખાણો, તાંબાની ખાણો, સીસાની ખાણો, હિરણ્યની, સોનાની, રત્નની, અને વજન ખાણો, વસુધારા, હિરણ્યની, સુવર્ણની, રત્નની, વજની, ઘરેણાની, પાંદડાની, ફુલની, ફળની, બીજની, માળાની, વર્ણની, ચૂર્ણની, ગંધની અને વસ્ત્રની, વષઓ, તથા ઓછી કે વધારે હિરણ્યની, સુવર્ણની, રત્નની, વજની, આભાર- ણની, પત્રની, પુષ્પની, ફળની, બીજની, માલ્યની, વર્ણની, ચૂર્ણની, ગંધની,વસ્ત્રની,ભાજનની,અને ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુકાળ, સોંધારત, મોંઘારત, ભિક્ષાની સમૃદ્ધિ, ભિક્ષાની હાનિ, ખરીદી, વેચાણ, ઘી અને ગોળ વિગેરેનો સંઘરો કરવો, અનાજનું સંઘરવું, તથા નિધિઓ, નિધાનો, ઘણાં જૂનાં નષ્ટ ઘણિવાળાં, જેની સંભાળ કરનાર જણ ઓછા છે એવાં, પ્રહીન માર્ગવાળાં, જેના ધણિના ગોત્રોનાં ઘરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org