________________
૯૫
શતક-૩, ઉદેસો-૩ પાણીથી વ્યાપ્ત હોય અને તેમાં તે ઝરામાં-કોઈ એક પુરુષ, સેંકડો નાના કાણાવાળી, અને સેંકડો મોટા કાણાવાળી, એક મોટી નાવને પ્રવેશાવે, હવે હે મંડિતપુત્ર ! તે નાવ, તે કાણાઓ દ્વારા પાણીથી ભરાતી ભરાતી પાણીથી ભરેલી થઈ જાય, તેમાં પાણી છલોછલ ભરાઈ જાય અને પાણીથી વધ્યેજ જાય અને છેવટે તે ભરેલા ઘડાની પેઠે બધે ઠેકાણે પાણીથી વ્યાપ્ત થઈ જાય, હે મંડિતપુત્ર! એ ખરું કે નહીં? હા, ખરું. હવે કોઈ એક પુરુષ તે નાવનાં બધાં કાણાં બૂરી દે અને નૌકાના ચાટવાવતી તેમાંનું બધું પાણી બહાર કાઢી નાખે. તો હે મંડિતપુત્ર ! તે નૌકા, તેમાનું બધું પાણી ઉલેચાયા પછી શીઘ્રજ પાણી ઉપર આવે એ ખરું કે નહી? હા, તે ખરું! એજ રીતે સંવૃત્ત થએલ ઈયસિમિત અને યાવતુ-ગુપ્ત બ્રહ્મચારી સાવધાનીથી ગમન કરનાર, સ્થિતિ કરનાર, બેસનાર, સૂનાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, અને રજોહરણને ગ્રહણ કરનાર અને મૂકનાર અનગારને યાવતુ આંખને પટપટાવતાં પણ વિમાત્રાપૂર્વક સૂક્ષ્મઈયપિથિકી ક્રિયા થાય છે અને પ્રથમસમયમાં બદ્ધસ્પષ્ટ થએલી, બીજા સમયમાં વેદાએલી, ત્રીજા સમયમાં નિર્જરાને પામેલી તે ક્રિયા ભવિષ્યકાળે અકર્મ પણ થઈ જાય છે. માટે “જ્યાંસુધી તે જીવ, હમેશા સમિત કંપતો નથી યાવતુ-તેની મરણ સમયે મુક્તિ થાય છે.
. [૧૮૨] હે ભગવન્! પ્રમત્ત સંયમને પાળતા પ્રમત્ત સંયમીનો બધો મળીને પ્રમત્તસંયમ-કાળ કેટલો થાય છે? હે મંડિતપુત્ર! એક જીવને આશ્રીને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ, એટલો પ્રમત્તસંયમકાળ થાય છે અને અનેક જાતના જીવોને આશ્રીને સર્વ કાળ, પ્રમત્તસંયમકાળ છે. હે ભગવન્! અપ્રમત્ત સંયમને પાળતા અપ્રમત્ત સંયમીનો બધો મળીને અપ્રમત્તસંયમ-કાળ કેટલો થાય છે? હે મંડિતપુત્ર ! એક જીવને આશ્રીને જઘન્ય અંતમૂહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ, અને અનેક જાતના જીવોને આશ્રીને સર્વ કાળ, અપ્રમત્ત સંયમ-કાળ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાન ગૌતમ મંડિતપુત્ર અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે. યાવત આત્માને ભાવતા વિહરે છે.
[૧૮૩] હે ભગવન્! એમ કહી ગૌતમ શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે, અને તેમ કરી તેઓ આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! લવણસમુદ્ર, ચૌદશને દિવસે.. આઠમને દિવસે, અમાસને દિવસે અને પૂનમને દિવસે વધારે કેમ વધે છે ને વધારે કેમ ઘટે છે ? હે ગૌતમ ! જેમ જીવાભિગમસૂત્રમાં લવણસમુદ્ર સંબંધે કહ્યું છે તેમ અહીં જાણવું અને વાવતુ લોકસ્થિતિ અને લોકાનુભાવ' એ શબ્દ સુધી જાણવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાચતુવિહરે છે. શિતક-૩-નાઉદેસા-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી
(ઉદેશકઃ[૧૮૪] હે ભગવનું ! ભાવિતાત્મા અનગાર, વૈક્રિય સમુદ્યાતથી સમવહત થએલા અને યાનરૂપે ગતિ કરતા દેવને જાણે, જૂએ? હે ગૌતમ ! કોઈ દેવને જૂએ પણ યાનને ન જૂએ. કોઈ યાનને જૂએ પણ દેવને ન જૂએ. કોઈ દેવ અને યાન, એ બન્નેને જુએ અને કોઇ તો દેવ અને યાન, એ બેમાંથી કોઈ વસ્તુને ન જૂએ. હે ભગવન્! ભાવિતાત્મા અનગાર, વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થએલી અને વાનરૂપે ગતિ કરતી એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org