________________
શતક-૨, ઉદેસો-૧૦ પૃથિવીનો ઘનોદધિ, ધમસ્તિકાયના કેટલા ભાગને સ્પર્શે છે, શું સંખેય ભાગને સ્પર્શ છે? ઈત્યાદિ પૂછવું. હે ગૌતમ ! જેમ રત્નપ્રભા સંબંધે કહ્યું તેમ ધનોદધિ સંબંધે પણ જાણવું અને તેજ પ્રમાણે ધનવાત તથા તનુવાત સંબંધે પણ સમજવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીનું અવકાશાંતર શું ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે કે યાવતુ તેને આખાને અડકે. હે ગૌતમ ! તે સંખેય ભાગને અડકે પણ અસંખ્યય ભાગોને ન અડકે અને તેને આખાને પણ ન અડકે. એજ રીતે બધાં અવકાશાંતરો જાણવાં. રત્નપ્રભા સંબંધે કહેલ વક્તવ્યતાની પેઠે યાવતુ-સાતમી પૃથિવી સુધી સમજવું. તથા બૂઢીપાદિક દ્વીપો અને લવણસમુદ્રાદિક સમુદ્રો, સૌધર્મકલ્પ, યાવતુ-ઈષત્રામ્ભારા પૃથિવી તે બધા અસંખ્યય ભાગને સ્પર્શે. બાકીના ભાગની સ્પર્શનાનો નિષેધ કરવો. એ પ્રમાણે અધમસ્તિકાય અને લોકાકાશને અડકવા વિષે પણ જાણવું. પૃથિવી, ઉદધિ, ધનવાત, તનુવાત, કલ્પ, રૈવેયક, અનુત્તરો અને સિદ્ધિ. એ બધાનાં અંતરો ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે છે અને બાકી બધા ધમસ્તિકાયના અસંખ્ય ભાગને અડકે છે. | શતક-૨ના ઉદેસા-૧૦ની મુનિ દીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયા પૂર્ણ |
શતક-ર-ગુર્જરછાયાપૂર્ણ
(શતક ૩)
- ઉદ્દેશક ૧ - [૧૫૧] અમર નામના ઇદ્રમાં વિદુર્વણ શક્તિ કેવી છે? ચમરનો ઉત્પાત કાયિકી વગેરે ક્રિયાઓના, દેવે વિદુર્વેલ યાનને સાધુ જાણે? સાધુ બહારના પુદ્ગલોને લઈને સ્ત્રી વગેરેનાં વૈક્રિય રૂપો કરી શકે, નગર, લોકપાલોના સ્વરૂપ, અસુર વગેરેના ઇદ્રો કેટલા છે? ઈદ્રિયોના વિષય, ચમરની સભા એમ દશ ઉદ્દેસકો છે. '
[૧૫૨] તે કાળે તે સમયે નામની નગરી હતી, તે મોકા નગરીની બહાર ઉત્તરપૂર્વના દિભાગમાં નંદન નામનું ચૈત્ય હતું. તે કાળે તે સમયે શ્રીમહાવીર સ્વામી પધાર્યા, સભા નીકળે છે અને ધર્મ શ્રવણ કરી સભા પાછી ચાલી ગઈ. તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના અનાર પર્ફપાસના કરતા આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમર કેવી મોટી ઋદ્ધિવાળો છે, કેવી મોટી કાંતિવાળો છે, કેવા મોટા બળવાળો છે, કેવી મોટી કીર્તિવાળો છે, કેવા મોટા સુખવાળો છે, કેવા મોટા પ્રભાવવાળો છે અને તે કેટલું વીકુર્વણ કરી શકે છે? હે ગૌતમ! અસુરેદ્ર અસુરરાજ ચમર મોટી ઋદ્ધિવાળો છે, યાવતુ-મોટા પ્રભાવવાળો છેઃ- તે ત્યાં ચોત્રીસલાખો ભવનવાસો ઉપર ચોસઠહજાર સામાનિક દેવો ઉપર અને તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવો ઉપર, સત્તાધીશપણું ભોગવતો યાવતુ-વિહરે છે, અર્થાત્ તે ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતુ-એવા મોટા પ્રભાવવાળો છે. તથા તેની વિકુવણ કરવાની શક્તિ પણ આટલી છેઃ- હે ગૌતમ ! વિકુવણ કરવા માટે અસુરેંદ્ર, અસુરરાજ ચમર વૈક્રિય સમુદ્યાતવડે સમવહત થાય છે, સંખેય યોજનસુધી લાંબા દંડને નિસર્જ છે-બનાવે છે અને તે દ્વારા રત્નનો યાવતુ-રિષ્ટ રત્નોના સ્થૂલ પુદ્ગલોને સંખેરી નાખે છે, તથા સૂક્ષ્મ પુદ્ગલોનું ગ્રહણ કરે છે. બીજીવાર પણ વૈક્રિયસમુઘાત- વડે સમવહત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org