________________
શતક-૩, ઉદ્દેશો-ર થાવતું સૌધર્મકલ્પસુધી જાય છે. પણ તે સિવાય જતા નથી. હે ભગવન્! શું બધાય અસુરકુમારો યાવતુ-સૌધર્મકલ્પ સુધી ઉંચે જાય છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કિંતુ દ્રવ્ય ઋદ્ધિવાળા અસુરકુમાર દેવો ઉંચે સૌધર્મકલ્પ સુધી જાય છે. હે ભગવન્! શું એ અસુરેંદ્ર, અસુરરાજ ચમર પણ કોઇવાર પૂર્વે ઉપર યાવતુ-સૌધર્મકલ્પસુધી ગએલો છે? હે ગૌતમ ! હા, હે ભગવન્! નીચે રહેતો અસુરેંદ્ર, અસુરરાજ ચમર કેવો મોટો ઋદ્ધિવાળો છે, કેવો મોટો કાંતિવાળો છે અને યાવતુ-તેની તે ઋદ્ધિ ક્યાં ગઈ? હે ગૌતમ! કૂદાકારશાલા માફક જાણવું
[૧૭] હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે દિવ્ય દેવદ્ધિ અને યાવત-તે બધું કેવી રીતે લબ્ધ કર્યું, કેવી રીતે પ્રાપ્ત કર્યું, અને કેવી રીતે સામે આપ્યું? હે ગૌતમ! તે કાળે તે સમયે આજ જંબુદ્વીપ નામના દ્વીપમાં. ભારતવર્ષમાં વિંધ્ય નામે પહાળની તળેટીમાં ભેલ નામનો સંનિવેશ હતો. તે વેભેલ નામે સંનિવેશમાં પૂરણ નામનો ગૃહપતિ રહેતો હતો. તે આર્યો અને દીપ્ત હતો. તામલી તપસ્વીની પેઠે આ પૂરણની પણ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે, ચાર ખાનાવાળું કાષ્ટનું પાત્ર કરીને યાવત્ વિપુલ ખાનપાન, ખાદિમ અને સ્વાદિમ- વાવ-પોતાની મેળેજ તે ચારખાનાવાળું લાકડાનું પાત્ર લઇને, મુંડ થઈને. “દાનામા’ નામની પ્રવ્રજ્યા વડે તે પૂરણ ગૃહપતિ પ્રવ્રુજિત થયો. થાવતુ-તે પૂરણ તપસ્વી આતાપન ભૂમિથી નીચે આવી, પોતાની મેળેજ તે ચાર ખાનાવાળું પાત્ર લઈ' તે વેભેલ નામના સન્નિવેશમાં ઉંચા નીચા અને મધ્યમ કુળોમાં ભિક્ષા લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફર્યો. અને ભિક્ષાના નીચે પ્રમાણે ચાર ભાગો
-જે કાંઇ મારા પાત્રના પહેલા ખાનામાં આવે તે મારે વટેમાર્ગુઓને દેવું.જે કાંઈ મારા પાત્રના બીજા ખાનામાં આવે તે મારે કાગડાઓને અને કુતરાઓને ખવરાવવું, જે કાંઈ મારા પાત્રના ત્રીજા ખાનામાં પડે તે મારે માછલાંઓને અને -કાચબાઓને ખવરાવી દેવું અને જે કાંઈ મારા ચોથા ખાનામાં પડે તે માટે ખાવાને કથ્ય છે એમ કહીને એમ વિચારીને કાલ પ્રકાશવાળી રાત્રી થયા પછી-અહીં બધું પૂર્વ પ્રમણેજ કહેવું. યાવતુ-જે મારા ચોથા ખાનામાં પડે તે પોતે આહાર કરે છે. પછી પૂરણ નામે બાલતપસ્વી, તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગાહીત બાલતપકર્મવડે અહીં બધું પૂર્વ પ્રમાણેજ કહેવું, યાવતુ-તે વેભેલ નામના સંનિવેશ વચોવચ નીકળે છે, નીકળી પાવડી તથા કુંડી વગેરે ઉપકરણોને ચારખાનાવાળા લાકડાના પાત્રને એકાંતે મૂકી, તે વેભેલ સંનિવેશથી અગ્નિખૂણે અધનિવનિક મંડળને આળખે છે. આળેખી, સંલેષણા જૂસણથી જૂષિત થઈ, ખાન તથા પાનનો ત્યાગ કરી પાદોપગમન નાનું અનશન સ્વીકારી દેવગત થયા.
હે ગૌતમ ! તે કાળે, તે સમયે, હું છદ્માવસ્થામાં હતો અને મને દીક્ષા લીધે અગીયાર વર્ષ થયા હતાં. તથા હું નિરંતર છઠ્ઠછઠ્ઠના તપકર્મપૂર્વક સંયમ અને તપવડે આત્માને ભાવતો, પૂર્વનુપૂર્વીએ ચરતો અને ગામોગામ ફરતો જે તરફ સુંસુમારપુર નગર છે, જે તરફ અશોક વનખંડ છે, જે તરફ ઉત્તમ અશોકનું વૃક્ષ છે અને જે તરફ પૃથિવીશિલાપટ્ટક છે તે તરફ આવ્યો અને પછી તે અશોકના ઉત્તમ વૃક્ષની હેઠળ પૃથિવીશિલાપટ્ટક ઉપર મેં અઠ્ઠમનો તપ આદર્યો. તથા હું બન્ને પગને ભેગા કરીને, હાથને નીચા નમતા લાંબા કરીને અને માત્ર એક પુદ્ગલ ઉપર નજર માંડીને, આંખોને, ફફડાવ્યા સિવાય જરાક શરીરને આગળના ભાગમાં નમતું મેલીને, યથાસ્થિત ગોત્રવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org