________________
૭૮
ભગવાઈ -૩-૧ર/૧૭ર ગુપ્ત થઈને, એક રાત્રિની મોટી પ્રતિમાને સ્વીકારીને વિહરતો હતો. તે કાળે તે સમયે ચમરચંચા રાજધાનીમાં ઈદ્ર અને પુરોહિત ન હતા. હવે તે પૂરણ નામે બાલ-તપસ્વી, પૂરેપૂરાં બાર વર્ષ સુધી પયિને પાળીને, માસિક સંલેખનાવડે આત્માને સેવીને, સાઠ ટંક સુધી અનશન રાખીને, કાળમાસે કાળ કરી ચમચંચા રાજધાનીમાં ઉપપાત સભામાં ઈદ્રપણે ઉત્પન્ન થયો હવે તે તાજો જ ઉત્પન્ન થએલો અસુરેંદ્ર, અસુરરાજ ચમર પાંચ પ્રકારની પતિવડે પર્યાપ્તપણાને પામે છે.
હવે તે અસુરેંદ્ર, અસુરરાજ ચમર, પાંચ પ્રકારની પયતિથી પર્યાપ્તપણાને પામ્યા પછી અવધિજ્ઞાનવડે સ્વાભાવિક રીતે ઉંચે લાવતુ-સૌધર્મકલ્પમાં દેવેંદ્ર, દેવરાજ, મઘવા પાકશાસન,-શતકતુ, હજારઆંખોવાળા, હાથમાં વજને ધારણ કરનાર, પુરંદર શક્રનો યાવતુ-દશે દિશાઓનો અજવાળતો તથા પ્રકાશિત કરતો અને સૌધર્મ- કલ્પમાં, સૌધમવિતંસક નામના વિમાનમાં શક નામના સિંહાસન ઉપર બેસી દિવ્ય ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતો જૂએ છે. તેને તે પ્રકારે જોઈ તે ચમરના મનમાં આ એ પ્રકારનો આધ્યાત્મિક ચિંતિત, પ્રાર્થિત મનોગત સંકલ્પ થયો કે -અરે એ મરણનો ઇચ્છુક, નઠારાં લક્ષણવાળો, લાજ અને શોભા વિનાનો તથા પુન્યહીન ચૌદશને દહાડે જન્મેલો એ કોણ છે? જે, મારી પાસે આ એ પ્રકારની દિવ્ય દેવદ્ધિ યાવતુ-દિવ્ય દેવાનુભાવ હોવા છતાં મેં દિવ્ય દેવઋદ્ધિ યાવ-દિવ્ય દેવાનુભાવ લબ્ધ પ્રાપ્ત અને અભિસમન્વાગત કર્યા છતાં-પણ મારી ઉપર વિના ગભરાટે- દિવ્ય અને ભોગવવા યોગ્ય ભોગોને ભોગવતો. વિહરે છે. એમ વિચારી તે ચમરે સામાનિકસભામાં ઉત્પન્ન થએલ દેવોને બોલાવી આ પ્રમાણે કહ્યું- હે દેવાનુ-પ્રિયો ! અરે એ મરણનો ઇચ્છુક યાવતુ-ભોગોને ભોગવતો કોણ છે? જ્યારે અસુરેંદ્ર અસુરરાજ ચમરે, તે દેવોને પૂર્વ પ્રમાણે કહ્યું ત્યારે તે સામાનિક સભામાં ઉત્પન્ન થયેલ તે દેવો તે ચમરનું કથન સાંભળી હર્ષવાળા, તોષવાળા, યાવતુ, હત દયવાળા થયા અને બન્ને હાથને જોડવાપૂર્વક દશે નખને મેળા કરી શિરસાવતું સહિત માથામાં અંજલિ કરી તે દેવોએ તે ચમરને જય અને વિજયથી વધાવ્યો.
હે દેવાનુપ્રિય! એ દેવેંદ્ર, દેવરાજ શક્ર યાવતુ-ભોગો ભોગવતો વિહરે છે. પછી અસુરેંદ્ર, અસુરરાજ ચમર, તે સામાનિક સભામાં ઉત્પન્ન થએલા દેવોના મુખથી એ પ્રમાણે સાંભળી, અવધારી, કુદ્ધ થયો, રોષે ભરાયો, કુપિત થયો. ભયંકર આકૃતિવાળો બન્યો અને ક્રોધના વેગથી ધમધમ્યો. તેણે, તે સામાનિકસભામાં ઉત્પન્ન થએલ દેવોને આ પ્રમાણે કહ્યું કે - હે દેવો ! દેવેંદ્ર, દેવરાજ શક્ર બીજો છે. અને હે દેવી! અસુરેંદ્ર અસુરરાજ ચમર બીજો છે. દેવેંદ્ર દેવરાજ શક્ર મોટી ઋદ્ધિવાળો છે અને અસદ્ધ. અસુરરાજ ચમર ઓછી ઋદ્ધિવાળો છે તો હે દેવાનુપ્રિયો ! હું મારી પોતાની મેળે દેવેંદ્ર દેવરાજ શક્રને તેની શોભાએથી ભ્રષ્ટ કરવા ઈચ્છું છું. એમ કરીને તે ચમર ગરમ થયો અને તેણે અસ્વભાવિક ગરમીને પ્રાપ્ત કરીને હવે તે અસુરેંદ્ર, અસુરરાજ ચમરે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે અવધિજ્ઞાનના પ્રયોગદ્વારા તે ચમરે મને જોયો. મને જોઇને તેને આ પ્રકારનો આધ્યાત્મિક કાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો છે -
શ્રમણ ભગવંત મહાવીર, જંબુદ્વિપ નામે દ્વીપમાં, ભારતવર્ષમાં. સસમારપુર નામના નગરમાં, અશોકવનખંડ નામના ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે પૃથિવીશીલાપટ્ટક ઉપર અઠ્ઠમના તપને આદરીને. એક રાત્રિની મહાપ્રતિમાને સ્વીકારીને વિહરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org