________________
૭૪
ભગવાઈ - ૩૮/૧/૧૬૩ સ્થિતિ કેટલા કાળ સુધી કહી છે? હે ગૌતમ ! તેની સ્થિતિ બે સાગરોપમ કરતાં કાંઈક અધિક કહી છે. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાન પોતાના આયુષ્યનો ક્ષય- થયા પછી તે દેવલોકથી આવીને ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે, મહાવિદેહક્ષેત્રમાં જઇને સિદ્ધ થશે, અને યાવતુ-પોતાના સઘળા દુઃખોનો અંત કરશે?
[૧૪] હે ભગવન્! શું દેવેંદ્ર, દેવરાજ શક્રનાં વિમાનો કરતાં દેવેંદ્ર, દેવરાજ ઈશાનનાં વિમાનો જરાક ઉંચાં છે, જરાક ઉન્નત છે ? અને દેવેંદ્ર, દેવરાજ ઈશાનના વિમાનો કરતાં દેવેંદ્ર, દેવરાજશકના વિમાનો જરાક નીચાં છે, જરાક નિમ્ન છે ? હે ગૌતમ! હા, તે પ્રમાણે છે, હે ભગવન્! તેમ કહેવાનું શું કારણ? હે ગૌતમ! જેમ કોઈ એક હાથનું તળિઉં -એક ભાગમાં ઉંચુ હોય, એક ભાગમાં ઉન્નત હોય, તથા એક ભાગમાં નીચું હોય અને એક ભાગમાં નિમ્ન હોય, તેજ રીતે વિમાનો સંબંધી પણ જાણવું
[૧૬૫ હે ભગવનદેવેંદ્ર, દેવરાજ શક્ર દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે પ્રકટ થવાને સમર્થ છે? હે ગૌતમ ! હા, હે ભગવન! જ્યારે તે તેની પાસે આવે ત્યારે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે? હે ગૌતમ ! જ્યારે તે શક્ર ઈશાનની પાસે આવે ત્યારે તેનો આદર કરતો આવે પરંતુ અનાદર કરતો ન આવે. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાન દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે આવવાને સમર્થ છે ? હે ગૌતમ ! હા, હે ભગવન્! જ્યારે તે (ઈશાનેંદ્ર) તેની પાસે આવે ત્યારે તે (શકેંદ્ર)નો આદર કરતો આવે કે અનાદર કરતો આવે?આદર કરતો અને અનાદર કરતો પણ આવે. હે ભગવાન્ ! દેવેંદ્ર દેવરાજ શક્ર દેવેંદ્ર, દેવરાજ ઈશાનની ચારે તરફ જોવાને સમર્થ છે? હે ગૌતમ! જેમ પાસે આવવા સંબંધે બે આલાપક કહ્યા. તેમ જોવા સંબંધ પણ બે આલા- પક કહેવા. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્ર, દેવેંદ્ર, દેવરાજ ઈશાનની સાથે વાર્તાલાપ કરવા સમર્થ છે? હે ગૌતમ! હા, તે વાતચીત કરવા માટે સમર્થ છે તથા પાસે આવવા સંબંધે જણાવ્યું તેમ વાતચીત સંબંધે પણ સમજવું. હે ભગવન્!. તે દેવેંદ્ર, દેવરાજ શક અને ઈશાન વચ્ચે પ્રયોજન કે વિધેય-કાર્ય હોય છે. હે ગૌતમ ! હા, હોય છે. હે ભગવન્! હમણા તેઓ પોતપોતાના કાર્યોને કેવી રીતે કરે છે? હે ગૌતમ! જ્યારે દેવેંદ્ર, દેવરાજ શકને કાર્ય હોય ત્યારે તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે આવે છે. અને જ્યારે દેવેંદ્ર દેવરાજ ઈશાનને કાર્ય હોય ત્યારે તે દેવેંદ્ર, દેવરાજ શક્રની પાસે આવે છે તેઓની પરસ્પર બોલવાની રીતી આવી છેઃ- હે દક્ષિણ લોકાર્ધના ધણી દેવેંદ્ર દેવરાજ શક્ર ! અને હે ઉત્તર લોકાર્ધના ધણી દેવેંદ્ર દેવરાજ ઈશાન ! એ પ્રમાણે સંબોધી તેઓ પોતપોતાનું કાર્ય કરે છે.
[૧૬] હે ભગવન્! તે બન્ને દેવેંદ્ર, દેવરાજ શક્ર અને દેવેંદ્ર, દેવરાજ ઈશાન-વચ્ચે વિવાદો થાય છે? હે ગૌતમ હા, તે બન્ને વચ્ચે વિવાદ થાય છે. હે ભગવન! જ્યારે તે બે વચ્ચે વિવાદ થાય છે ત્યારે ઓ શું કરે છે? હે ગૌતમ! જ્યારે તે બે વચ્ચે વિવાદ થાય છે
ત્યારે તેઓ, દેવેંદ્ર દેવરાજ સનસ્કુમારને સંભારે છે અને સંભારતાંજ તે દેવેંદ્ર, દેવરાજ સન્તકુમાર દેવેંદ્ર, દેવરાજ શક્ર અને ઈશાનની પાસે આવે છે. તથા તે આવીને જે કહે છે તેને તેઓ માને છે-તે ઈદ્રો તેની આજ્ઞામાં, સેવામાં, આદેશમાં અને નિર્દેશમાં રહે છે.
[૧૬૭ હે ભગવન્! શું દેવેંદ્ર, દેવરાજ સનકુમાર ઘણા શ્રમણ. ઘણી શ્રમણીઓ ઘણા શ્રાવક અને ઘણી શ્રાવિકાઓનો હિતેચ્છુ છે. સુખેચ્છે છે, પચ્ચેચ્છુ છે, તેઓના ઉપર અનુકંપા કરનાર છે, તેઓનું નિઃશ્રેયસ ઈચ્છનાર છે તથા તેઓના હિતનો, સુખનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org