________________
શતક-૨,
ઉદ્દેસો-૧૦
૧
તે કદાપિ ન હતો એમ નથી, કદાપિ નથી એમ નથી અને યાવત્ તે નિત્ય છે. ભાવથી રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો અને સ્પર્શ વિનાનો છે. ગુણથી તે ગતિગુણવાળો છે. એ પ્રમાણે અધર્માસ્તિકાય સંબંધી પણ સમજવું. વિશેષ એ કે, તે ગુણથી સ્થિતિગુણવાળો છે. આકાશાસ્તિકાય સંબંધે પણ એજ પ્રકારે જાણવું. વિશેષ એ કેઃ- તે આકાશાસ્તિકાય ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, અનંત છે અને યાવત્ ગુણથી તે અવગાહના ગુણવાળો છે. હે ભગવન્ ! જીવાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે ? હે ગૌતમ ! તે રંગ વિનાનો છે અને યાવત્-અરૂપી છે, તે જીવ છે, શાશ્વત છે, અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર કહ્યા છે :- દ્રવ્યથી જીવાસ્તિકાય અને યાવત્ ગુણથી જીવાસ્તિકાય. જીવાસ્તિકાય અનંત જીવદ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી માત્ર લોકપ્રમાણ છે, કાળથી તે કદાપિ ન હતો નહીં યાવત્ એમ તે નિત્ય છે, વળી ભાવથી તે જીવાસ્તિકાય રંગ વિનાનો, ગંધ વિનાનો, રસ વિનાનો, અને સ્પર્શ વિનાનો છે તથા ગુણથી તે ઉપયોગગુણવાળો છે. પુદ્ગલાસ્તિકાયમાં કેટલા રંગ છે, કેટલા ગંધ છે, કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે ? હૈ ગૌમત ! પુદ્ગલાસ્તિકાયમાં પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે. તે રૂપવાળો છે, અજીવ છે, શાશ્વત છે અને અવસ્થિત લોકદ્રવ્ય છે. તેના પાંચ પ્રકાર છે ઃ- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને ગુણથી. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યરૂપ છે, ક્ષેત્રથી તે માત્ર લોક જેવડો છે, કાળથી તે કદાપિ ન હતો એમ નથી અને યાવનિત્ય છે, ભાવથી તે રંગવાળો, ગંધવાળો, રસવાળો અને સ્પર્શવાળો છે તથા ગુણથી તે ગ્રહણગુણવાળો છે.
[૧૪૩] હે ભગવન્ ! ધર્માસ્તિકાયનો એક પ્રદેશ તે ધર્માસ્તિકાય’ કહેવાય ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. એજ રીતે બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દેશ પ્રદેશ. સંધ્યેય અને અસંખ્યેય પ્રદેશો પણ ધર્માસ્તિકાય; એમ ન કહેવાય. હે ભગવન્ ! ધર્માસ્તિકાયના પ્રદેશો એ ધર્માસ્તિકાય’ એ પ્રમાણે કહેવાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તેમ કહેવાનું શું કારણ કે, “ધર્માસ્તિકાય’નો એક પ્રદેશ અને યાવત્-જ્યાંસુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધર્માસ્તિકાય ન કહેવાય. હે ગૌતમ ! ચક્રનો ભાગ તે ચક્ર કહેવાય કે આખું ચક્ર તે ચક્ર કહેવાય ? હે ભગવન્! ચક્રનો એક ભાગ તે ચક્ર ન કહેવાય, પણ તેનો આખો ભાગ ચક્ર કહેવાય. એ પ્રમાણે છત્ર, ચર્મ, દંડ, વસ્ત્રાદિ સંબંધે જાણવું હે ગૌતમ ! તે કારણથી એમ કહ્યું છે કે, ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અને યાવત્-જ્યાંસુધી એક પ્રદેશ ઉણો હોય ત્યાંસુધી ધર્માસ્તિકાય ન કહેવાય. હે ભગવન્ ! ત્યારે ધર્માસ્તિકાય’ એ પ્રમાણે શું કહેવાય ? હે ગૌતમ ! ધર્માસ્તિકાયમાં અસંખ્ય પ્રદેશ છે. જ્યારે તે બધા, કૃત્સ્ન-પૂરેપૂરા, પ્રતીપૂર્ણ, એક પણ બાકી ન રહે એવા અને એક શબ્દથીજ કહી શકાય તેવા હોય ત્યારે તે ધર્માસ્તિકાય એમ કહેવાય. એ પ્રમાણે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય વિષે એ પ્રમાણેજ જાણવું. વિશેષ એ કે; ત્રણ દ્રવ્યના-આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્દગલાસ્તિકાયના- અનંત પ્રદેશો જાણવા. બાકી બધું તેજ પ્રમાણે સમજવું.
[૧૪૪] હે ભગવન્ ! ‘ઉત્થાનવાળો, કર્મવાળો, બળવાળો, વીર્યવાળો, અને પુરુષાકાર પરાક્રમવાળો જીવ આત્મભાવવડે જીવભાવને દેખાડે' એમ કહેવાય ? હૈ ગૌતમ ! હા, તેવા પ્રકારનો જીવ યાવતુ-તે જીવભાવને દેખાડે' એમ કહેવાય. હે ગૌતમ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org