________________
૬૨
ભગવઈ- રા/૧૦/૧૪૪ જીવ અભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યવોના,એ પ્રમાણે શ્રુતજ્ઞાન,અવધિજ્ઞાન, કેવલજ્ઞાન, મતિઅજ્ઞાન, વિભંગઅજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન, દરેકના અનંત પર્યવોના ઉપયોગને પ્રાપ્ત કરે છે-જીવ એ ઉપયોગરૂપ છે. હે ગૌતમ! તે કારણથી એમ કહ્યું છે કે, “ઉત્થાનવાળો જીવ યાવતુ-જીવભાવને દેખાડે એમ કહેવાય.
[૧૪૫] હે ભગવન્! આકાશના કેટલા કહ્યા છે ! હે ગૌતમ! આકાશના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે - લોકાકાશ અને અલોકાકાશ. હે ભગવન્! લોકાકાશ એ જીવો છે. જીવના દેશો છે, જીવના પ્રદેશો છે, અજીવો છે, અજીવના દેશો છે કે અજીવના પ્રદેશો છે? હે ગૌતમ! તે જીવો પણ છે, જીવના દેશો પણ છે, જીવના પ્રદેશો પણ છે, અજીવો પણ છે, અજીવના દેશો પણ છે. અને અજીવના પ્રદેશો પણ છે. જે જીવો છે તે ચોક્કસ એકેડિયો, બે ઈદ્રિયો, તેઈદ્રિયો, ચતુરિંદ્રિયો ચંદ્રિયો અને અનિંદ્રિયો છે. જે જીવના દેશો છે તે ચોક્કસ એકેંદ્રિયના દેશો છે અને યાવતુ-અનીંદ્રિયના દેશો છે જે જીવના પ્રદેશો છે તે ચોક્કસ એકેંદ્રિયના પ્રદેશો છે. અને વાવતુ-અનીદ્રયના પ્રદેશો છે. જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - રૂપી અને અરૂપી. જે રૂપી છે તેના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેક - સ્કંધ, સ્કંધદશ સ્કંધપ્રદેશ અને પરમાણુપુલ. જે અરૂપી છે તેના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે :- ધમસ્તિકાય અને ધમસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયના પ્રદેશો, અધમસ્તિકાય, અધમતિકાયનો દેશ અને અધમસ્તિકાયના પ્રદેશો તથા અાસમય.
[૧૪૬] હે ભગવન્! શું અલોકાકશ એ જીવો છે? ઈત્યાદિ પૂર્વવત્ પૂછવું. હે ગૌતમ! તે (અલોકાકાશ) જીવો નથી યાવતુ-અજીવના પ્રદેશો પણ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે. તથા અગુરુલઘુરૂપ અનંતગુણોથી સંયુક્ત છે અને અનંત ભાગથી ઊણું સર્વ આકાશરૂપ છે. હે ભગવન્! લોકાકાશમાં કેટલા વર્ણ છે? ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ! લોકાકાશમાં વર્ણ નથી, રસ નથી, ગંધ નથી, યાવતુ-સ્પર્શ નથી. તે એક અજીવ દ્રવ્યદેશ છે, અગુરુલઘુ છે, અગુરુલઘુરૂપ અનંત ગુણોથી સંયુક્ત છે અને સર્વ આકાશના અનંત ભાગરૂપ છે.
[૧૪૭] હે ભગવન્! ધમસ્તિકાય કેટલો મોટો કહ્યો છે ! હે ગૌતમ! તે લોકરૂપ છે, લોકમાત્ર છે, લોક પ્રમાણ છે, અને લોકને સ્પર્શેલો તથા લોકને જ અડકીને રહેલો છે. એ પ્રમાણે અધમસ્તિકાય, લોકાકાશ, જીવાસ્તિકાય, અને પગલાસ્તિકાય સંબંધે પણ સમજવું. એ પાંચે સંબંધે એક સરખોજ અભિલાપ છે.
[૧૪૮] હે ભગવન્! ધમસ્તિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે ? હે ગૌતમ ! અધોલોક ધમસ્તિકાયના અડધાથી વધારે ભાગને સ્પર્શે છે. હે ભગવનું ! ધમસ્તિકાયના કેટલા ભાગને તિર્યશ્લોક સ્પર્શે છે ? હે ગૌતમ ! અસંખ્યય ભાગને સ્પર્શે છે. હે ભગવન્! ધમસ્તિકાયના કેટલા ભાગને ઉર્ધ્વલોક સ્પર્શે છે ? હે ગૌતમ ! ધમસ્તિકાયના દેશોન-કાંઈક ઓછા-અર્ધ ભાગને ઉદ્ગલોક સ્પર્શે છે.
[૧૪૯] હે ભગવન્! આ શું રત્નપ્રભા પૃથિવી ધમસ્તિકાયના સંખેય ભાગને અડકે છે, અસંખ્યય ભાગોને અડકે છે કે તેને આખાને અડકે છે? હે ગૌતમ! તે સંખ્યય ભાગને અડકતી નથી, પણ અસંખ્યય ભાગોને અડકે છે. તથા તે સંખ્યય ભાગોને, અસંખ્યય ભાગોને અને આખાને પણ અડકતી નથી. હે ભગવનઆ રત્નપ્રભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org