________________
૬૪
ભગવઈ- ૩/-/૧/૧૫ર થાય છે. વળી હે ગૌતમ ! જેમ કોઇ યુવાન પુરુષ પોતાના હાથવડે જુવાન સ્ત્રીના હાથને પકડે અથતિ પરસ્પર કાકડા વાળેલા હોવાથી તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે, અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સુસંબદ્ધ હોય, એવીજરીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમર ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓવડે આખા જેબૂદ્વીપ નામના દ્વીપને આકીર્ણ કરી શકે છે, તેમજ વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, ઋષ્ટ અને અવગાઢાવગાઢ કરે છે અર્થાત્ તે ચમર બીજાં રૂપો એટલાં બધાં વિદુર્વી શકે છે, કે જેને લઇને પૂર્વ પ્રમાણે આખો જંબૂદ્વીપ પણ ભરાઈ જાય છે. વળી હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ, ચમર ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓવડે આ તિરછલોકમાં પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધીનું ફળ આકર્ણિ કરે છે, તથા
વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ સસ્તીર્ણ, સૃષ્ટિ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! પૂર્વ કહ્યા પ્રમાણે એટલાં રૂપો કરવાની અસુરેંદ્ર, અસુરરાજ ચમરની માત્ર શક્તિ છે પણ કોઈ વખતે તે ચમરે પૂર્વ પ્રમાણે રૂપો કય નથી, કરતો નથી અને કરશે પણ નહિ.
હે ભગવન્! જો અસુરેદ્ર અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતતે ઘણું વિદુર્વણ કરી શકે છે, તો હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનીક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે, અને તેઓની વીકુર્વણ શક્તિ કેટલી છે? હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમરના લોકપાલ દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે, અને યાવતુ-મહા પ્રભાવવાળા છે તેઓ ત્યાં પોતે પોતાનાં ભવનો ઉપર, પોતપોતાના સામાનિકો ઉપર અને પોતપોતાની પટ્ટરાણીઓ ઉપર સત્તાધીશ- પણું ભોગવતા, યાવતુ-
દિવ્ય ભોગોને ભોગવતા વિહરે છે. અને એઓ એવી મોટી ઋદ્ધિવાળા છે. અને તેઓની વિકુવણ શક્તિ આટલી છે કે - હે ગૌતમ ! વિતુર્વણ કરવા માટે તેઓ-અસુરેદ્ર, અસુરરાજ ચમરના એક એક સામાનિક દેવો-વૈક્રિયસમુદ્યાતવડે સમવહત થાય છે. અને યાવતુ-બીજીવાર પણ વૈક્રિયસમુદ્દઘાતવડે સમવહત થાય છે. તથા હે ગૌતમ! જેમ કોઈ જુવાન પુરુષ પોતાને હાથે જુવાન સ્ત્રીના હાથને પકડે, અર્થાતુ પરસ્પર કાકડા વાળેલા હોવાથી જેમ તે બન્ને વ્યક્તિઓ સંલગ્ન જણાય છે; અથવા જેમ પૈડાની ધરીમાં આરાઓ સંલગ્ન-સુસંબદ્ધ હોય એવીજ રીતે અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો આખા જંબૂદ્વીપને ઘણા અસુરકુમાર દેવો તથા ઘણી અસુર- કુમાર દેવીઓ વડે આકીર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, સૃષ્ટ અને અવગાઢાવ- ગાઢ કરી શકે છે. વળી હે ગૌતમ ! અસુરેંદ્ર અસુરરાજ ચમનરનો એક એક સામાનિક દેવ અ તિરછા લોકમાં અસંખ્યયે દ્વીપ સમુદ્રો સુધીનું સ્થળ ઘણા અસુરકુમાર દેવો અને ઘણી અસુરકુમાર દેવીઓ વડે આકર્ણ, વ્યતિકીર્ણ, ઉપસ્તીર્ણ, સંસ્તીર્ણ, પૃષ્ટ અને અવગાઢાવગાઢ કરી શકે છે. હે ગૌતમ ! અસુરેદ્ર, અસુરરાજ ચમરના પ્રત્યેક સામાનિકમાં પૂર્વ પ્રમાણે વિદુર્વણ કરવાની શક્તિ છે-વિષય છે, વિષયમાત્ર છે, પણ તેઓ સંપ્રાપ્તિવડે કોઈવાર વિમુલ્યનથી, વિક્વતા નથી, અને વિકુવશે નહિં.
[૧પ૩] હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના સામાનિક દેવો એવી મોટી ઋદ્ધિવાળા છે અને વાવતુ-એટલું વિદુર્વણ કરવા સમર્થ છે તો હે ભગવન્! અસુરેંદ્ર, અસુરરાજ ચમરના ત્રાયસ્ત્રિશક દેવો કેવી મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! જેમ સામાનિકો કહ્યા તેમ ત્રાયસ્ત્રિકો પણ કહેવા. તથા લોકપાલો સંબંધે પણ એમ કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org