________________
O
-
ભગવાઈ - ૩-૧/૧૬૦ વળી હું દલિત થયો કે તુરતજ આ અભિગ્રહ ધારણ કરીશ કે, હું જીવું ત્યાં સુધી નિરંતર છઠ્ઠ કરીશ તથા સૂર્યની સામે ઉંચા હાથ રાખી તડકો સહન કરતો રહીશ. આતાપના લઈશ. વળી છઠ્ઠના પારણને દિવસે તે આતાપના લેવાની જગ્યાથી નીચે ઉતરી પોતાની મેળેજ લાકડાનું પાત્ર લઈ તામ્રલિપ્તિ નગરીમાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કુળોમાંથી ભિક્ષા લેવાની વિધિપૂર્વક શુદ્ધ ઓદન-લાવી તેને પાણીવડે એકવીસવાર ધોઈ ત્યારપછી તેને ખાઈશ’ એ પ્રમાણે વિચારી કાલે મળસકું થયા પછી સૂર્ય પ્રકાશિત થયા પછી પોતાની મેળેજ લાકડાનું પાત્ર કરાવીને પુષ્કળ ખાનપાનાદિક મેવા મિઠાઈ અને મશાલા વગેરેને તૈયાર કરાવીને પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક, મંગળ અને પ્રાયશ્ચિત કરી, શુદ્ધ અને પહેરવા યોગ્ય માંગલિક ઉત્તમ વસ્ત્રોને સારી રીતે પહેરી, વજન વિનાના અને મહામૂલ્ય ઘરેણાઓથી શરીરને અલંકત કરી ભોજનની વેળાએ તે તામલી ગૃહપતિ ભોજનના મંડપમાં આવી સારા આસન ઉપર સારી રીતે બેઠો. ત્યારપછી મિત્ર, નાત, પિત્રાઈ સાસરીયા કે મોસાળીઆ અને નોકરચાકરોની સાથે તે પુષ્કળ ખાણું પીણું મેવા મિઠાઈ અને મશાલા વિગેરેને ચાખતો, વધારે સ્વાદ લેતો, પરસ્પર દેતો. જમાડતો, અને જમતો તે તામલી ગૃહપતિ વિહરે છે-રહે છે. તે તામલી ગૃહપતિ જમ્યો અને જમ્યા પછી તુરતજ તેણે કોગળા કર્યા, સ્વચ્છ થયો, અને તે પરમ શુદ્ધ બન્યો. પછી તેણે પોતાના મિત્ર યાવતુ-નોકરચાકરને પુષ્કળ વસ્ત્ર, અત્તર વગેરે સુગંધી દ્રવ્ય, માળા અને ઘરેણાઓથી સત્કારી તથા તે મિત્ર, યાવતુનોકરચાકરની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, તે સર્વેને પૂછીને તામલી ગૃહપતિ મુંડ થઈ પ્રાણામા' નામની દીક્ષાવડે દીક્ષિત થયો.
* હવે તે તામલી ગૃહપતિએ પ્રાણામા’ નામની દીક્ષા લીધી અને સાથે જ તેનો આવો અભિગ્રહ કર્યો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી છઠ્ઠ છઠ્ઠjતપ કરીશ ને યાવતુ-પૂર્વ પ્રમાણેનો આહાર કરીશ’ એ પ્રમાણે અભિગ્રહ કરી માવજીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠના. તાપૂર્વક ઉંચે હાથ રાખી સૂર્યની સામે ઉભા રહી તડકાને સહતા તે તામલી તપસ્વી વિહરે છે, છઠ્ઠના પારણાને દિવસે આતાપનભૂમિથી નીચે ઉતરી, પોતાની મેળેજ તે લાકડાનું પાતરું લઈ, તામ્રલિપ્તી નગરીમાં ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય કુળોમાંથી ભિક્ષા. લેવાની વિધિપૂર્વક ભિક્ષા માટે ફરી તે. એકલા ચોખાને લઈ આવે છે અને તે ચોખાને એકવીશ વખત ધોઈ તેનો આહાર કરે છે. હે ભગવનું ! તામલિએ લીધેલી પ્રવ્રજ્યા પ્રાણામા' કહેવાય તેનું શું કારણ? હે ગૌતમ ! જેને પ્રાણામાં પ્રવજ્યા ગ્રહણ કરી હોય તે, જેને જ્યાં જોવે તેને અથતિ ઈદ્રને સ્કંદને, રુદ્રને, શિવને, કુબેરને આય-પાર્વતીને, મહિષાસુરને કુટતી ચંડિકાને, રાજાને યાવતુ સાર્થવાહને, કાગડાને, કુતરાને તથા ચાંડાળને પ્રણામ કરે છે ઉંચાને જોઈને ઉંચી રીતે અને નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે. જેને જેવી રીતે જુએ છે તેને તેવી રીતે પ્રણામ કરે છે. તે કારણથી તે પ્રવજ્યાનું નામ ‘પ્રાણામાં પ્રવજ્યા છે.
ત્યારપછી તે મૌર્યપુત્ર તામલી તે ઉદાર, વિપુલ, પ્રદત્ત અને પ્રગૃહીત બાલતપકર્મવડે સુકાઈ ગયા, લુખા થયા, તેની બધી નાડીઓ ઉપર દેખાઈ આવી એવા તે દુર્બલ થયા. ત્યારપછી કોઈ એક દિવસે મધરાતે જાગતા જાગતા અનિત્યતા સંબંધે વિચાર કરતાં તે તામલી બાલતપસ્વીને આ એ પ્રકારનો યાવત્ વિકલ્પ ઉત્પન્ન થયો કે - હું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org