________________
૬૮
ભગવઈ - ૩-'૧૧૫૭ વિશેષ એ કે, તેની વિદુર્વણા શક્તિ આખા બે જંબૂદ્વીપ કરતાં પણ વધારે જાણવી.
[૧૫૮ હે ભગવન્! જો દેવેંદ્ર દેવરાજ ઇશાન, એવી મોટી દ્ધિવાળો હોય અને એટલું વિકુર્વણ કરી શકતો હોય તો સ્વભાવે દ્ધ, યાવતુ-વિનીત, તથા નિરંતર અઠ્ઠમ અઠ્ઠમ અને પારણે આંબીલ, એવા આકરા તપવડે આત્માને ભાવતો, ઉંચે હાથ રાખી, સૂર્યની સામે ઉભો રહી આતાપનભૂમિમાં આતાપન લેતો, તડકાને સહતો, પૂરેપૂરા છ માસ સાધુપણું પાળી, પનર દિવસની સંખના વડે આત્માને સંયોજી, ત્રીસ, ટેક સુધી અનશન પાળી, આલોચન અને પ્રતિક્રમણ કરી. સમાધિ પામી. કાળમાસે કાળ કરી આપ દેવાનુપ્રિયાનો શિષ્ય કુરુદત્ત અનગાર ઇશાનકલ્પમાં પોતાના વિમાનમાં ઈશાનંદ્રના સામાનિકપણે દેવ થયો છે. જે વક્તવ્યતા તિષ્યકદેવ સંબંધે આગળ કહી છે તે બધી અહીં કુરુદત્ત દેવ વિષે પણ કહેવી. તો તે કુરુદત્તપુત્ર દેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે? વિશેષ એ કે, કુરુદત્તપુત્રની વિકુવા શક્તિ આખા બે જંબૂદ્વીપ જેટલી છે બાકી બધું તેજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે બીજા સામાનિક દેવો, ત્રાયસ્ત્રિશક દેવો, લોકપાલો તથા પટ્ટરાણીઓ સંબંધે પણ સમજવું. વળી હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ ઇશાનની પ્રત્યેક પટ્ટરાણીની એ વિકુવાશક્તિ, તે વિષયરૂપ છે વિષયમાત્ર છે, પણ કોઇએ સંપ્રાપ્તિ વડે વિકવયું નથી, વિકવતા નથી અને વિકુવશે પણ નહીં.
[૧૫] એ પ્રમાણે સનસ્કુમાર દેવલોક સંબંધે પણ જાણવું. વિશેષ એ કે, તેની વિફર્વણાશક્તિ આખા ચાર જંબુદ્વીપ છે. અને તિરછે તેની વિકવણાશક્તિ અસંખ્યય છે. એ પ્રમાણે સામાનિક દેવો. ત્રાયશ્ચિશક દેવો, લોકપાલો અને પટ્ટરાણીઓ એ બધા અસંખ્યય દ્વીપ, સમુદ્રો સુધી વિકર્વી શકે છે. એ પ્રમાણે માદ્રમાં પણ જાણવું. વિશેષ એ કે, આખા ચાર જેબૂદ્વીપ કરતાં પણ વધારે વિકુવણ શક્તિ છે. એ પ્રમાણે બ્રહ્મલોકમાં પણ જાણવું. વિશેષ એ કે તેઓની વિતુર્વણાશક્તિ આખા આઠ જંબૂદ્વીપ જેટલી છે. એ પ્રમાણે લાંતકમાં પણ સમજવું. વિશેષ એ કે, આખા આઠ જંબૂદ્વીપ કરતાં પણ વધારે શક્તિ છે. મહાશકના દેવોની વિદુર્વણાશક્તિ સોળ જંબૂદ્વીપ કરતાં પણ અધિક છે. સહસ્ત્રારના દેવોની વિકુવણશક્તિ સોળ જંબૂદ્વીપ કરતાં પણ અધિક છે. અને પ્રાણતના દેવોની વિકવણની શક્તિ બત્રીશ જંબૂદ્વીપ જેટલી છે. અને અશ્રુતદેવની વિદુર્વણાશક્તિ આખા બત્રીસ જંબૂદ્વીપ કરતાં પણ કંઈક વધારે છે. બાકી સઘળું તેજ પ્રમાણે જાણવું હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ત્રીજા ગૌતમ વાયભૂતિ અનગાર શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, અને યાવત-વિહરે છે.
[૧૬૦ ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર મોકા નગરીના નંદન નામના ચૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહરે છે. તે કાળે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. યાવતુ-સભા પÚપાસે છે. તે કાળે તે સમયે દેવેંદ્ર દેવ- રાજ, હાથમાં શૂળને ધારણ કરનાર, બળદના વાહનવાળો, લોકના ઉત્તરાર્ધનો ધણી, અઠ્ઠાવીસલાખ વિમાનાનો સત્તાધીશ ઈશાનેંદ્ર, આકાશ જેવા નિર્મળવત્રને પહેરી, માળાથી યુક્ત મુકુટને માથે મૂકી, નવા સોનાના સુંદર, વિચિત્ર અને ચંચળ કુંડકોથી ગાલો દેદીપ્યમાન કરતો, દશે દિશાઓને પ્રકાશિત કરતો, તે ઈશાનકલ્પમાં, ઈશાનાવંતસક વિમાનમાં રાયપરોણીયમાં કહ્યા પ્રમાણે દિવ્ય દેવઋદ્ધિને અનુભવતો યાવતુ-જે દિશામાંથી પ્રકાશમાન થયો હતો, તેજ દિશાને વિષે પાછો ચાલ્યો ગયો. હવે હે ભગવન્! અહો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org