Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah
Catalog link: https://jainqq.org/explore/005254/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ? 5 જૈન સાહિત્યનો સ્વાધ્યાય ૬ ૭ ૮ ૯ જ સ્વા રા [plle [pTeJe દર્શન + જ્ઞાન + ચારિત્ર - મોક્ષ હીંડી કુલક ચિત્રકાવ્ય ભાસ સંધિ ચંદ્રાઉલા ચોપાઈ સંબંધ ખ્યાલ હૂંડી સ્વાધ્યાય alel ic>pe લેખક - ડૉ. કવિન શાહ, બીલીમોરા. 924 ક[āb ન ૭ ૮ ૯ ૨૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ Jain Sahityano Swadhyay જૈન સાહિત્યનો સ્વાધ્યાય જેના વડે આત્મ કલ્યાણનો માર્ગ સમજાય, મોક્ષ માર્ગનાં સાધનોનો બોધ થાય તે જ્ઞાન ઉપરથી તેનું આયોજન કરનારી વાક્ય રચના તથા તેના લિપિબદ્ધ વ્યવસ્થિત સંગ્રહને પણ ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. - પ્રબોધ ટીકા પા. ૩૬ : લેખક : ડૉ. કવિન શાહ બીલીમોરા. : પ્રકાશક : રીટાબેન કિરણકુમાર શાહ ૧૦૩–સી, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, વખારીયા બંદર રોડ, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન:૦૨૬૩૪ - ૨૮૮૭૯૨ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Sahityano Swadhyay જૈન સાહિત્યનો સ્વાધ્યાય जैन साहित्यनो स्वाध्याय પ્રથમ આવૃત્તિ સંવત ૨૦૬૬, ફાગણ સુદ ૧૩ નકલ - ૪૦૦ કિંમત રૂા. ૧૫૦/ પ્રાપ્તિસ્થાન | પ્રકાશક : રીટાબેન કિરણકુમાર શાહ ૧૦૩-સી, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, સી બીલ્ડીંગ, વખારીયા બંદર રોડ, બીલીમોરા - ૩૯૬ ૩૨૧. ફોન : ૦૨૬૩૪ - ૨૮૮૭૯૨ ટાઈપ સેટીંગ - ડિઝાઈન : યાત્રા ગ્રાફીક્સ ફોન : ૦૭૯- ૨૫૫૦૬૧૪૯ મુદ્રક દિવ્ય વિઝન ૨૯, કે. બી. કોમર્શીયલ સેન્ટર, ખાનપુર, અમદાવાદ - ૩૮૦૦૦૧. ફોન:૦૭૯-૨૫૫૦૬૧૪૯ GB Page #4 -------------------------------------------------------------------------- ________________ 1 - આ + I , 2 ઋણ આભાર જૈન સાહિત્યનો સ્વાધ્યાય પુસ્તક તૈયાર કરવામાં માર્ગદર્શન, આશીર્વાદ અને સહકાર માટેની ભાવનાની અનુમોદના અને આભાર. પ.પૂ. આ. પ્રદ્યુમ્નસૂરિજી પ.પૂ.આ. શ્રી શીલચન્દ્રસૂરિજી પ. પૂ. આ. મુનિચન્દ્રસૂરિજી પ.પૂ. આ. રત્નભૂષણસૂરિજી પૂ. ધર્મરત્નવિજયજી મ.સા. પૂ. મુનિરાજ સર્વોદય સાગરજી પૂ. મુનિ પ્રશાંત દર્શનવિજયજી પૂ. સાધ્વીજી વિરાગયશાશ્રીજી - ધર્યયશાશ્રીજી પૂ. સાધ્વીજી શાશ્વતયશાશ્રીજી શ્રી કેલાસ સાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબા. - ગ્રંથપાલ દિલાવરભાઈ. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ. આચાર્યશ્રી ઉકારસૂરિ આરાધના ભવન, સુરત. ડૉ. જીતેન્દ્ર બી. શાહ, ડીરેકટર, એલ. ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ. ડૉ. કે. બી. શાહ, અમદાવાદ. ડૉ. જવાહર પી. શાહ, અમદાવાદ. - c) Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રુત ભક્તોની 6 આર્થિક સહાયની અનુમોદના 6 ૦ સેંધવા શ્વેતાં. મૂર્તિપૂજક જૈન સંઘ - પ્રતાપગંજ. પ્રેરક શ્રુત સંશોધક પૂ. મુનિરાજ સર્વોદયસાગરજી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. પ્રેરક પ. પૂ. આચાર્ય મુનિચંદ્રસૂરિજી પ્રોફેસર અરૂણભાઈ એ. ભાવસાર, અમદાવાદ. • માતુશ્રી જેવતીબહેન ચુનીલાલ સંઘવી - સાંતલપુર, કચ્છ. શ્રી ખાંતિભાઈની દીક્ષા નિમિત્તે - ચંદન ટ્રેડર્સ, નવસારી. પ્રેરક પૂ. પં. શ્રી મુનિચન્દ્રવિજયજી. • દિનુભાઈ નગીનદાસ મોદી - સાબરમતી, અમદાવાદ. ૦ અરવિંદભાઈ પૂનમચંદ છત્રબ (ધાનેરા) નવસારી, પ્રેરક પૂ. પં. શ્રી મુનિચંદ્રવિજયજી Page #6 -------------------------------------------------------------------------- ________________ > અર્પણ – વચન સિદ્ધ આચાર્ય ભગવંત સિદ્ધિસૂરીશ્વરજીના જીવનમાં ૩૩-૩૪ વર્ષની લગાતાર વર્ષીતપની આરાધના સહસ્ત્રાધિક મુમુક્ષુઓને રજોહરણ અર્પણ કરનારા વૈયાવચ્ચ, ક્ષમા, સરળતા આદિ અનેક ગુણાલંકારયુક્ત પૂ. શ્રીને ત્રિકરણ યોગે વંદના અને ગુરુભક્તિથી હર્ષોલ્લાસપૂર્વક 2 [: 5 સાદર અર્પણ કરી CEO Page #7 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ.આ. વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મ.) નો પરિચય પિતા : મનસુખલાલ માતા : ઉજમબાઈ જન્મ સ્થળ : વળાદ (અમદાવાદ) જન્મ દિન : વિ. સં. ૧૯૧૧, શ્રાવણ સુદ ૧૫ દીક્ષાદિન : વિ. સં. ૧૯૩૪, જેઠ વદ ૨, લુહારની પોળ, અમદાવાદ : પૂ.પં. પ્ર. શ્રી મણિવિજયજી ગણિવર (દાદા) ગણિ-પંન્યાસપદ : વિ. સં. ૧૯૫૭, અ. સુ. ૧૧ - સુરત. આચાર્યપદ : વિ. સં. ૧૯૭૫, મહા સુદ ૫, મહેસાણા સંયમ પર્યાય : ૮૨ વર્ષ આચાર્યપદ પર્યાય : ૪૦ વર્ષ સર્વાયુ : ૧૦૫ વર્ષ • ૧૦૦૦ થી વધુ ભવ્યાત્માઓને સ્વ હસ્તે દીક્ષાદાન હજારો જિન પ્રતિમાઓની અંજનશલાકા રોજના ૧૦ લાખ સૂરિમંત્રના જાપ સળંગ ૩૩ વર્ષીતપ ૯૦ વર્ષની વય સુધી શાસ્ત્રસંશોધન અનેક પાઠશાળાઓની સ્થાપના ૧૦૦થી અધિક ગણિ-પંન્યાસ આચાર્યપદ પ્રદાન ( F. Page #8 -------------------------------------------------------------------------- ________________ - સંઘ રવિર પૂ. આ. સિદ્ધિસૂરિશ્વરજી(બાપજી) મહારાજા પૂ. આ. વિજય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મ.) Jain Educ a tional Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. વિજય શ્રી સિધિસૂરીશ્વરજી (બાપજી મ.)નો પરિચય પિતા : મનસુખલાલ માતા : ઉજમબાઈ જન્મ સ્થળ : વળાદ (અમદાવાદ) જન્મ દિના : વિ. સં. ૧૯૧૧, શ્રા. સુ. ૧૫, દિક્ષા દિન : વિ. સં. ૧૯૩૪, જેઠ વદ ૨, લુહારની પોળ, અમદાવાદ. ગુરૂ : પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી મણિવિજયજી ગણિવર (દાદા) ગણિ-પંન્યાસપદ : વિ. સં. ૧૯૫૭, - અ.સુ. ૧૧ - સુરત આચાર્યપદ ' : વિ. સં. ૧૯૭૫, | મહા સુદ ૫ - મહેસાણા સંયમ પર્યાય : ૮૨ વર્ષ આચાર્યપદ પર્યાયઃ ૪૦ વર્ષ સર્વાયુ : ૧૦૫ વર્ષ આ છે ગુરૂદેવ અમારા.... ૦ ૧000 થી વઘુ વાવ્યાત્માઓને સ્વ હો દીક્ષા દાળ1. • હારશે જિળા પ્રતિમાઓની અંજ01શલાકા. • ૧૦ લાખ સૂરિમંત્રછા જાપ. • સળંગ ૩૩ વર્ષીતપ. • ૯૦ વર્ષની વય સુધી શાસ્ત્ર સંશોઘol. • અoોક પાઠશાળાઓની સ્થાપના. ૦ ૧00 થી આંશિક ગણ-પંન્યાસ આચાર્યપદ પ્રદાન. For Private & Personal use only Page #10 -------------------------------------------------------------------------- ________________ 7 સંદર્ભ ગ્રંથ સૂચી - અનુસંધાન (સામયિક) અંક - ૨૨, જાન્યુ. ૨૦૦૩ આગમ વાચના પરિચય – પૂ. ગણિવર્ય જિતેન્દ્રસાગરજી આખ્યાનક મણિકોશ - નેમિચંદ્રસૂરિ પ્રાકૃત ગ્રંથ પરિષદ - વારાણસી વૃત્તિકાર - આમ્રદેવસૂરિ આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ - ૩, પૂ. અકલંકવિજય ફુલવયમાળા - સંપા. મુનિ અમરેન્દ્રસાગર (ગુજ. અનુવાદ) મુનિ મહાભદ્રસાગર કલ્પસૂત્ર - ખેમશાહી – વિવેચન ઝિયારત્ન સમુચ્ચય આ. ગુણ રામસૂરિ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ - ૨, ખંડ- ૧ ગુજરાતી સાહિત્ય મધ્યકાળ, અનંતરાય રાવળ. જૈન સાહિત્યના કાવ્યપ્રકારો – ડૉ. કવિન શાહ પા. ૧૩૭ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ - મો. દ. દેસાઈ જૈન ગુર્જર કવિઓ ભા. ૧ થી ૭ - મો. દ. દેસાઈ જૈન કથા સાહિત્ય વિહંગાવલોકન - ડૉ. કે. બી. શાહ પ્રબુદ્ધજીવન મહા માસ, અંક, . ૨૦૬૫ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય – સંપા. જિનવિજયજી દેવવંદનમાળા - જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ. Page #11 -------------------------------------------------------------------------- ________________ પંચ પ્રતિક્રમણ સાથે પ્રાચીન જૈન કથા સાહિત્ય ઉદ્દભવ ઔર વિકાસ - વસુદેવ હિડી. બાલાવબોધ ગ્રંથ - ૧, પા. ૨૭૬ (ગુજ. સાહિત્ય પરિષદ, અમદાવાદ) બોધિરત્નમંજૂષા સંપા. આ. પ્રદ્યુમ્નસૂરિજી માનતુંગ રાજા અને માનવતી રાણીનો રાસ - મોહનવિજયજી સંપા. ભીમશી માણેક મુક્તિ કિરણ વર્ષ ૪ - સં. ૨૦૬૫, શ્રાવણ સુદ ૧૫. શ્રી વ્રજસ્વામી આખ્યાન -પંન્યાસ શ્રી ધુરંધરવિજયગણિ શ્રી વસુદેવ હીંડી (ભાષાંતર) અનુવાદ કર્તા પ્રો. ભોગીલાલ સાંડેસરા શ્રી પાર્શ્વનાથ ચંદ્રાવલા – અજ્ઞાત કવિ, શ્રી જૈન હિતેચ્છુ મંડળ, ભાવનગર. શૃંગાર મંજરી (શીલવતી રાસ) – પૂ. જયવંતસૂરિ. સંપા. કનુભાઈ વી. શેઠ, દલસુખ માલવણિયા, નગીન જે. શાહ સંધિકાવ્યસમુચ્ચય સંપા. ૨. મ. શાહ, એલ. ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ, સાહિત્યના સ્વરૂપો મધ્યકાલીન પ્રો. મંજુલાલ, મ. મજમુદાર સંસ્કૃત નિબંધ પારિજાત - પા. ૩૯, ચિત્રકાવ્ય પ્રો. જિતેન્દ્ર દેસાઈ, પ્રો. ડૉ. દશરથલાલ વેદિયા હરિયાળી સ્વરૂપ અને વિભાવના - ડૉ. કવિન શાહ Page #12 -------------------------------------------------------------------------- ________________ 3ૐ હ્રીં નમો નાણસ પ્રસ્તાવના જૈન સાહિત્યના કાવ્યપ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક સં. ૨૦૬૪ના કાર્તિક પૂર્ણિમાને દિવસે પ્રગટ થયું હતું. તેમાં જૈન સાહિત્યના અલ્પપરિચિત અને અપરિચિત કાવ્યપ્રકારો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રકીર્ણ વિભાગમાં આપવામાં આવી હતી. ત્યાર પછી પ્રકીર્ણ વિભાગના કેટલાક કાવ્યપ્રકારો વિશે સંશોધન, સંકલન કરીને “જૈન સાહિત્યનો સ્વાધ્યાય પુસ્તકની યોજના કરી હતી અને આજે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુલક, સંબંધ, નિર્વાણ, હડી, આખ્યા, સંધિ, ચોપાઈ, ચંદ્રાઉલા, અંતરંગ વિચાર, ભાસ, સ્વાધ્યાય, ચિત્રકાવ્ય વગેરે કાવ્ય પ્રકારોના સ્વરૂપની સંદષ્ટાંત માહિતી આપવામાં આવી છે. - પ્રસ્તુત કાવ્ય પ્રકારોમાં અપભ્રંશ, જૂની ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી ભાષાનો પ્રયોગ થયો છે. મૂળભૂત રીતે તો અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં રચના થયા પછી અર્વાચીન ગુજરાતીમાં કાવ્યો રચાયા છે. એટલે અર્વાચીન ગુજરાતીનાં કાવ્યો રસાસ્વાદમાં વધુ સરળ છે જ્યારે અપભ્રંશ અને જૂની ગુજરાતીવાળી રચનાઓ સમજવા માટે પ્રયત્ન કરવો પડે તેમ છે. પ્રયત્નથી આ કાર્ય સિદ્ધ થાય છે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારો પર પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોનો પ્રભાવ પડ્યો છે અને તે ઉપરથી ઉપરોક્ત કાવ્યપ્રકારોની મધ્યકાલીન સમયમાં રચના થઈ છે. મોટાભાગના કાવ્યપ્રકારોની માહિતી હસ્તપ્રતને આધારે પ્રાપ્ત થાય છે. આ અપ્રગટ હસ્તપ્રતોનું સંશોધન થાય તો કાવ્યપ્રકારોની સમૃદ્ધિનું યથાર્થ દર્શન થાય તેમ છે. ગુજરાતના જ્ઞાન ભંડારો ઉપરાંત જયપુર, બિકાનેર, જોધપુર, જેસલમેર, ઝાલોર જેવા અન્ય શહેરોના જ્ઞાન ભંડારમાં કાવ્ય પ્રકારોની હસ્તપ્રતો મોટા પ્રમાણમાં સંચિત થઈ છે. 1) Page #13 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યમાં જ્ઞાન અને ભક્તિ માર્ગની ધારાનો પ્રવાહ અખ્ખલિતપણે વહેતો રહ્યો છે. તેમાં લોકરૂચિ અનુસાર આ કાવ્ય ધારા દ્વારા જ્ઞાન અને ભક્તિનો અપૂર્વ લાભ લેવાય છે. ભક્તિ સહજ સાધ્ય છે જયારે જ્ઞાન બુદ્ધિગમ્ય છે. જ્ઞાનથી તત્ત્વની સાચી સમજ આવવાની સાથે સમકિત-શ્રદ્ધાનું બીજ રોપાઈને સ્થિરતા આવે છે એટલે ધર્મઆરાધનામાં જ્ઞાનમાર્ગની વિચારધારાની કૃતિઓનું મૂલ્ય ઓછું નથી. કાવ્ય વિશ્વ કઠિન છે પણ પુરૂષાર્થથી સરળ બની જાય છે. આ કાવ્યપ્રકારો ઉપરથી સાધુ કવિઓની પ્રતિભાનું દર્શન થાય છે. કવિ કલ્પના, જ્ઞાન-ભક્તિ, રસ અને શૈલીના સમન્વયથી સમૃદ્ધ વિવિધ કાવ્યો કાવ્યાનંદ કે જે નિર્દોષ અને નિર્મળ છે તેની વિશિષ્ટ કોટિની અનુભૂતિ થાય છે. આ રસાસ્વાદ અનુભવગમ્ય છે. જ્ઞાનમાર્ગની માહિતીથી આત્મવિકાસ - સિદ્ધિના અંતિમ લક્ષના પુરૂષાર્થનો માર્ગ નિષ્કટક બને છે. આચાર પ્રદીપ ગ્રંથમાં જણાવ્યું છે કે જો કે જ્ઞાન મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલના ભેદથી પાંચ પ્રકારનું છે તો પણ શ્રુતજ્ઞાન ગ્રહણ કરવું કારણ કે કાળ, વિનય આદિ જ્ઞાનાચારના આઠ ભેદો કહેવાય છે. તેનો સંભવ તેમાં જ છે. જ્ઞાન શ્રુત જ્ઞાને દ્વાદશાંગ્યા દ્વિરુપે જ્ઞાન એટલે દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનમાં. રેલુચા, બોલી, બોલિકા, મંગલ, વિલાસ, તરંગ, નવરસો, રત્નમાળા, કડખો, વસ્તુ, નિશાની, વચનિકા, ગીત જેવા કાવ્યપ્રકારો સુષુપ્તાવસ્થામાં છે તેનું સંશોધન થાય તો કાવ્યની વિરાટ સૃષ્ટિનું ગૌરવ પ્રસ્થાપિત થાય, ઐતિહાસિક મૂલ્ય વધે. કવિઓનું વિશ્વ સ્વાનુભવ રસિક છે. શ્રી સમણસુત્તમાં જ્ઞાન વિશેનો ઉલ્લેખ મળે છે. જે વડે જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં - હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતો જાય છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. (સૂત્ર ૨૫૩) જ્ઞાન એટલે સમગ્ર રીતે શ્રુતજ્ઞાન અને ગ્રંથસ્થ જ્ઞાનનો મહિમા અપરંપાર છે. કાવ્યોનું પ્રકાશન થયા પછી ભાવકવર્ગના લોકો કાવ્યાનુભવથી નિજાનંદ, (1) Page #14 -------------------------------------------------------------------------- ________________ નિમગ્ન બને છે એટલે કવિનો સ્વાનુભવ સર્વાનુભવ બને છે. કાવ્યમાં રસનું સ્થાન મહત્ત્વનું ગણાય છે. ધાર્મિક સાહિત્યમાં મુખ્યત્વે શાંત રસ (ભક્તિરસ) વિશેષ જોવા મળે છે. આ રસો શૃંગાર-વીર-અદ્ભુતરૌદ્રરસ પણ પ્રસંગોચિત્ત હોય છે. ભક્તિશૃંગાર એ સાંપ્રદાયિક સાહિત્યનો વધુ પ્રચલિત રસ ગણાય છે. આ રસનિરૂપણ કવિની કલાની કુદરતી બક્ષિસનો અનુભવ કરાવવાની ક્ષમતા ધરાવે છે. જૈન સાહિત્યનો સ્વાધ્યાય' શીર્ષકમાં સ્વાધ્યાય આવૃત્તિ કે પુનરાવર્તનના અર્થમાં નહિ પણ સાહિત્યની દૃષ્ટિએ અધ્યયનના અર્થમાં પ્રયોજાયા છે. તેમાં રહેલા જ્ઞાન અને ભક્તિ માર્ગના વિચારોનું ચિંતન અને મનન સ્વાધ્યાય કરવા યોગ્ય છે. આ પુસ્તકમાં કાવ્ય પ્રકારો ઉપરાંત ગદ્ય લેખોનો સંચય થયો છે. ઔક્તિક, બાલાવબોધ, વર્ણક, દેશીઓની સમીક્ષા, જૈન કથા સાહિત્ય આ લેખો દ્વારા જૈન ગદ્યની માહિતી પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સમયમાં પદ્યનો વિશેષ ઉપયોગ થતો હતો ત્યારપછી ગદ્ય રચનાઓનો વિકાસ શરૂ થયો છે. તેનો પ્રાથમિક પરિચય થાય છે. જૈન સાહિત્યનો સ્વાધ્યાય પુસ્તક પ્રગટ કરવાથી કાવ્ય સૃષ્ટિનો શ્રતયાત્રાનો અપૂર્વ લાભ પ્રાપ્ત થયો છે અને તેનો જિજ્ઞાસુ શ્રુતપ્રેમી વર્ગના ભક્તો લાભ લઈને આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પ્રવૃત્ત થશે એવી આશા છે. અંતે તો ભવ્યાત્માઓને આત્મજ્ઞાન વિના અન્ય કોઈપણ પ્રકારનું જ્ઞાન ભવસાગરથી તરવા માટે ઉપયોગી નથી એટલે જ્ઞાનનો શ્રુતજ્ઞાનનો મહિમા સમજીને, જાણીને આ માર્ગમાં વધુ સક્રિય બને એવી પણ આશા છે. પુસ્તક પ્રકાશન માટે માર્ગદર્શન, આશીર્વાદ અને દ્રવ્ય સહાયકોની અનુમોદના કરું છું. “જે એક આત્માને જાણે છે એ તમામ જગતને જાણે છે.” ડૉ. કવિન શાહ - ® Page #15 -------------------------------------------------------------------------- ________________ આનંદની અનુભૂતિ અને આવકાર કવિવર શુભવીર વિજયજી મ. ફ૨માવે છે કે ‘જિન શાસન જયકાર’ સમગ્ર વિશ્વમાં રહેલા સર્વ જીવોનું હિત અને કલ્યાણ કરવાની તાકાતવાળું એવું આ જૈન શાસન છે. બલિહારી છે જગતમાં અલબેલા એવા આ જિનશાસનની, જેની શીતલ છાયામાં જગતભરના જીવો આનંદનો અને શાતાનો અનુભવ કરી રહ્યાં છે. એવા આ જૈન શાસનની સ્થાપના આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ છે. જૈન શાસનના સ્થાપક ચરમ તીર્થાધિપતિ વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન હતાં. એવા એ પરમાત્મા પાસેથી ત્રિપદી પામીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી. તે પછી શ્રુત રચનાનો પ્રવાહ પણ આગળ વધતો ગયો. સાથોસાથ ભગવાનનું શાસન પણ પ્રવાહથી આગળ વધતાં વધતાં આપણાં સુધી પહોંચ્યું એટલે કે આપણને આ માનવભવમાં જન્મતાં જ જૈન શાસનની પ્રાપ્તિ થઈ. દ્વાદશાંગી-પછી આગમ પંચાંગી-સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો, ગદ્ય-પદ્ય સાહિત્ય, તર્ક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય એમ વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન જે તે વિષયના પ્રકાંડ વિદ્વાનોએ અને પ્રતિભાશાળી ભાગ્યવંતોએ રચ્યું. વલ્લભીપુરમાં આગમો આદિ શ્રુત સાહિત્ય પુસ્તકારૂઢ થયા પછી તે તે ગ્રંથો રચાતાં ગયાં અને તાડપત્રો-કાગળ આદિ ઉપર લખાતાં ગયાં. એમાંના કેટલાંય ગ્રંથો નાશ પામ્યા છે તો પણ જે કંઈ બચ્યું છે અને આપણને વારસામાં મળ્યું છે એ પણ વિપુલ પ્રમાણમાં છે. એનો પણ અભ્યાસ કરવામાં એકાદ-બે નહિં પરંતુ અનેક ભવો વીતી જાય. આવા અગાધ શ્રુતસાગરમાંથી ડૂબકી મારીને જેવી રીતે મરજીવાઓ રત્નો મેળવી લે છે એવી રીતે ડૉ. કવિન શાહે પણ એક નવો જ વિષય પસંદ કરીને તેની આપણને ભેટ ધરી છે. જેમ જેમ કાળનો પ્રવાહ આગળ વધતો જાય તેમ તેમ સાહિત્ય રચનામાં નવા નવા પ્રકારો ખેડાતાં જાય – નવી નવી ક્ષિતિજો વિકસતી જાય છે. છેલ્લા ૧૦૦૦ વર્ષમાં સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તેમ Page #16 -------------------------------------------------------------------------- ________________ જવિવિધ પ્રાંતીય ભાષાઓમાં જુદા જુદા પ્રકારના સાહિત્યની રચનાઓ તે તે કામમાં તે તે વિદ્વાનોએ અને ગૃહસ્થ વર્ષે પણ કરી છે. એનો અભ્યાસ તો જ્યારે થાય ત્યારે ખરો. પરંતુ આપણા જાણીતા-વિદ્વાન-સંશોધક ડૉ. કવિન શાહે સદરહુ વિષય અંગે સંશોધન કાર્ય આગળ ધપાવ્યું. જુદા જુદા કાવ્ય સાહિત્યના પ્રકારોનો - રચનાઓનો અભ્યાસ કરતાં ગયાં. ટાંચણ કરતાં ગયા, પત્ર વ્યવહાર પણ કરતા ગયા, તે તે વિષયના જાણકાર એવા વિદ્વાન પૂજ્યોને અને ગૃહસ્થોને મળીને, તો વળી કોઈની સાથે પત્રવ્યવહારથી સંપર્ક કરતા ગયા. પરિણામે આપણને આજે આ ગ્રંથરત્નની ભેટ મળી છે. આંખની નબળાઈ, થોડીક શારીરિક પ્રતિકૂળતા વચ્ચે પણ દૃઢ મનોબળ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા જરૂરી બીજાની સહાય લઈને પણ આ કાર્ય પૂરું કર્યું. આ પુસ્તક વાંચતાં જાણે કે આપણી સામે એક નવી જ સૃષ્ટિ ખડી થઈ જાય છે. આમાંના ઘણાં કાવ્ય પ્રકારો કે તેના નામો – તેનું બંધારણ વિગેરે જિંદગીમાં પહેલી જ વાર જાણવા મળે છે. સાથોસાથ તે તે કાવ્ય પ્રકારોની કૃતિનો આસ્વાદ પણ જાણવા-માણવા મળે છે ત્યારે મન આનંદથી તરબોળ થઈ જાય છે. તેઓએ મને વિનંતી કરતાં મેં સમગ્ર પુસ્તક જોયું અને તપાસી આપ્યું, જરૂરી સૂચનો પણ કર્યાં. આ રીતે મને પણ સ્વાધ્યાયનો લાભ મળ્યો એ મારે માટે ખૂબ આનંદનો વિષય છે. ડૉ. કવિન શાહે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તકોની રચના કરીને સમાજને ચરણે ધર્યા છે પરંતુ આ તો એક અનોખો જ વિષય પસંદ કરીને તેના ઉપર કલમ ચલાવીને આવા સુંદર ગ્રંથરત્નની સંઘને ભેટ ધરી છે તે ખરેખર અનુમોદનીય છે. સૌ કોઈ આત્માર્થી જીવો આ ગ્રંથના અભ્યાસ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ કરીને પરમ પદને પામો – એ જ અંતરની અભિલાષા. -રત્નભૂષણસૂરિ, વાપી. M Page #17 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા “s પેજ નં. می س ૦ ه K j x કં ه % ه 2 ع m ع = $ $ $ ૦ ة ૦ مع વિગત પ્રસ્તાવના કુલક સંબંધ નિર્વાણ હીંડી આખ્યાન સંધિ ચોપાઈ ચંદ્રાઉલા ચિત્રકાવ્ય ૧૦. સ્તવન (હરિયાળી) ૧૧. અંતરંગ વિચાર ૧૨. પાર્શ્વનાથજીનો વિવાહલો ૧૩. હરિયાળી કાવ્ય સ્વરૂપની પૂર્વ ભૂમિકા ૧૪. ભાસ ૧૫. સ્વાધ્યાય વર્ણક ઔકિતક બાલાવબોધ ૨૦. ખ્યાલ - કાવ્યનો પરિચય ધવલ-ધોળ દેશીઓની સમીક્ષા ૨૩. જૈન કથા સાહિત્ય ૧૬. ૧૧૧ ૧૧૯ ૧ ૨૯ ૧૪૭ ૧૬૩ ૧૮૦ ૧૯૫ ૨૦૭ ૨ ૧૫ ૨ ૧૯ ૨ ૨ ૨ ૨ ૨૭ ૨૩૧ ૨૩૭ ૧૭. - - ه ૨૧. ૨૨. ( N. Page #18 -------------------------------------------------------------------------- ________________ લેખકનો પરિચય • શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મસ્થળ : વેજલપુર, જ.તા. : ૩૦-૩-૩૬) • અભ્યાસ : બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ., ટી.ડી., એલએલએમ., પી.એચડી. • ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક • ઈ.સ. ૧૯૬૬ થી ૧૯૯૬ સુધી ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. • હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃતિ વિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. • જૈન સાહિત્યમાં પી.એચડી.ની પદવી પ્રાપ્ત કર્યા બદલ યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા (કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન). સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો અને સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. • ઈ.સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો અઢી વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ.એડ. (૧૯૭ર જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્વેમ, ક્રેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઈટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. • બાર વ્રતધારી શ્રાવક: નવલાખ નવકાર, ઉવસગ્ગહર, લોગસ્સ અને સંતિકરંનો જાપ પૂર્ણ કરેલ છે. • શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ – બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ – સુરત, વી.એસ. પટેલ કૉલેજ – બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર – એવોર્ડ પ્રાપ્તિ. • શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત પ્રવચન અને વાર્તાલાપ. • પત્ની સ્વ. કુસુમબહેન, કિરણ, અસ્તિ, કિંચિત (પુત્રો), (સ્વાતિ) શાથતયશાશ્રીજી મ.સા. (પુત્રી) (0) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫. ડૉ. કવિન શાહ લિખિત-સંપાદિત પુસ્તકોની યાદી ૧. બિબ-પ્રતિબિંબ (કાવ્ય સંગ્રહ) ૨. લલ્લુની લીલા (હળવા નિબંધો) ૩. કવિરાજ દીપવિજય કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ) શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધન ગ્રંથ) જૈન સાહિત્યની ગઝલો ગઝલની સફર હરિયાળી સ્વરૂપ અને વિભાવના ફાગણ કે દિન ચાર (જૈન આધ્યાત્મિક હોળી ગીતો) ૧૦. નેમિવિવાહલો (હસ્તપ્રત સંશોધન) ૧૧. જૈન પત્ર સાહિત્ય ભાગ - ૧ (મધ્યકાલીન) ૧૨. જૈન પત્ર સાહિત્ય ભાગ - ૨ (અર્વાચીન) ૧૩. પૂછતા નર પંડિતા પ્રશ્નોત્તર સંચય) ૧૪. બીજમાં વૃક્ષ તું (સંશોધન લેખ સંચય) ૧૫. લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા ૧૬. જૈન ગીતા કાવ્યોનો પરિચય ૧૭. કાવ્ય શાસ્ત્ર વિનોદેન (આધ્યાત્મિક લેખ સંચય) ૧૮. સમેત શિખર વંદુ જિન વીશ ૧૯. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો ૨૦. સાસરા સુખ વાસરા ૨૧. જૈન સાહિત્યનો સ્વાધ્યાય P) Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧. કુલક જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પર સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. સંસ્કૃત ભાષામાં કુલક પ્રકારની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. જૈન કવિઓએ ગુજરાતી ભાષામાં વિવિધ કુલક રચનાઓ કરી છે. કુલકનો અર્થ કુલ - ટોટલ, જથ્થો, સમૂહ થાય છે એટલે કોઈ એક વિષયની સંખ્યામૂલક કાવ્યની રચના. “કુલક સંજ્ઞાવાળી કૃતિઓનો વિષય ચરિત્રાત્મક અને જૈન દર્શનના સિદ્ધાંતો સાથે સંબંધ ધરાવે છે. કુલકનો શબ્દાર્થ સંખ્યાવાચક સમૂહ છે પણ તેનો ભાવાર્થ શાસ્ત્રીય વિચારોનો સંક્ષિપ્ત પરિચયવાળી રચના. આ પ્રકારની કૃતિઓ પ્રાકૃત અને અપભ્રંશમાં વિશેષ છે. કુલક કાવ્યોનો પરિચય (પ્રાકૃત ભાષા) જૈન સાહિત્યમાં કુલક પ્રકારની કાવ્ય કૃતિઓ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશનું એક વિશિષ્ટ લક્ષણ સર્વ સામાન્ય ગણાય છે. ધર્મ આત્મ કલ્યાણ માટે છે એટલે તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપદેશની વિગતો પ્રાપ્ત થાય છે. | ગુજરાતી ભાષામાં કુલક રચનાઓ થઈ છે. તેનું મૂળ પ્રાકૃત કુલક કાવ્યો ૧. આગમોદ્ધારક આચાર્ય આનંદસાગરસૂરિએ પૂર્વાચાર્યો વિરચિત કુલકોની પ્રેસ કોપીઓ કરાવી હતી. ત્યારપછી પૂ.શ્રીના પટ્ટધર અને ગચ્છાધિપતિ આગમ શાસ્ત્રના પ્રકાંડ પંડિત માણિક્યસાગરસૂરિજીએ આ હસ્તપ્રતોનો અભ્યાસ કરીને જે કુલક કાવ્યો અમુદ્રિત હતાં તેનું સં. ૨૦૧૫માં કુલકરન્દ્રોહનામથી પ્રકાશન કર્યું હતું. તેમાં ૧૬ કુલક કાવ્યોનો સંચય થયો છે. તેની સૂચિ નીચે મુજબ છે. - ૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ કુલક સન્દોહઃ ૧. ધમ્મારિ ગુણો વઈસ કુલય - ધર્મને માટે યોગ્ય ગુણોપદેશ ૨. ઉવએસ કુલય - ઉપદેશ ૩. ધમ્મો વ એસ કુલય - ધર્મોપદેશ ૪. દિવોએસ કુલય - હિતોપદેશ ૫. અણસાસય કુલય - અનુશાસન સામણગુણ સિમ્બા કુલય - શ્રમણ ગુણ શિક્ષા ધમ્મોવ એસ કુલય - ધર્મોપદેશ ૮. સમ્મતુષ્પાહ વિહિ કુલય - સમતા - ઉત્પાદ વિધિ ૯. રમણત્તય કુલય - રત્નત્રય ૧૦. પવૅજ્જા વિહાણ કુલય - પ્રવજ્યા ૧૧. મનોનિગ્રહ ભાવ કુલય - મનોનિગ્રહ ૧૨. સંવેગ કુલય - સંવેગ ૧૩. સંવેગ મંજરી કુલય ૧૪. ભાવણા કુલય - ભાવના ૧૫. મંગલ કુલય - મંગલ ૧૬. આય સંબોહ કુલય ૧૭. સમ્મત કુલક પૂ. માણિક્યસાગરસૂરિનું કુલક સબ્દો માત્ર મૂળ શ્લોકો સાથે છે. પરમાઆરાધ્ય, શાસન પ્રભાવક, જૈન રત્ન કવિ કુલ કિરીટ શ્રીમદ્ આચાર્ય વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના ચરણોપાસક પૂ.પં.શ્રી પદ્મવિજયજી ગણિવર્યજીએ સં. ૨૦૧૯માં કુલક સંગ્રહ (સાથે) નું સંપાદન કર્યું છે જેમાં ૧૯ કુલક કાવ્યોનો સંચય છે. આ કુલકના વિચારો બોધપ્રદ (ઉપદેશાત્મક) હોવાની ( ૨ ) Page #22 -------------------------------------------------------------------------- ________________ સાથે વૈરાગ્યવર્ધક હોવાથી તેનું પઠન-પાઠન-ચિંતન અને મનન અનાસક્ત ભાવની વૃદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ અને આત્મા શુભ ભાવમાં લીન બને તેવા વિચારો કેન્દ્ર સ્થાને છે. ગુજરાતી ભાષામાં રચાયેલાં કુલક કાવ્યો પણ આજ વિચારનું અનુસંધાન કરે છે. ગુણાનુરાગ કુલક, ગુરૂ પ્રદક્ષિણા કુલક, દાન મહિમા ગર્ભિત શ્રી દાન કુલક, શીલ મહિમા ગર્ભિત શીલ કુલક, તપ કુલક, ભાવ કુલક, અભવ્ય કુલક, શ્રી પુણ્યપાપ કુલક, શ્રી ગૌતમ કુલક, શ્રી આત્માવબોધ કુલક, જીવાનુશાસ્તિકુલક, ઈન્દ્રિયાદિ વિકાર નિરોધકુલક, શ્રીકર્મ કુલક, દશ શ્રાવક કુલક, શ્રી ખામણા કુલક, વૈરાગ્ય કુલક, સાર સમુચ્ચય કુલક, સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમ કુલક - ઉપરોક્ત વિષયના કુલકોમાં ગૌતમ સ્વામી અને ગુરૂનો મહિમા, ચાર પ્રકારનો ધર્મ, વૈરાગ્ય ભાવની વૃદ્ધિ, પુણ્ય-પાપ અને કર્મ જેવા શાસ્ત્રીય વિચારોનો સમાવેશ થયો છે. પુણ્ય-પાપ કુલકમાં સામાયિક અને પૌષધના ફળનો ઉલ્લેખ થયો છે. પોસહના ફળ વિશેની માહિતી નીચે પ્રમાણે છે. ૨. તિસયસગં ચત્તકોડિ લખા બાવીસ, સહસ બાવીસ દુસય દુવાસ દુભાગા, શુરાઉબંધો ય ઈગપહરે. ત્રણસો સુડતાલીસ કરોડ, બાવીસ લાખ, બાવીસ હજાર બસો વલી ઉપર બે ભાગ એટલા પલ્યોપમનો એક પ્રહોર પોસહ કરનારને દેવતાના આયુષ્યનો બંધ થાય છે. એક સામાયિકના ફળની માહિતી જોઈએ તો ૩. બાણ વયકોડીઓ લખા ગુણ સહિ સહસ્સ પણવીસ, નવસય પણવીસ, જુઓ, સોતવા (સતિહા) અડભાગ પલીયમ્સ. બાણ કરોડ ઓગણસાઈઠ લાખ પચ્ચીસ હજાર નવસો પચ્ચીસ અને ઉપર એક પલ્યોપમના આઠીયા સાત ભાગ; એટલું દેવગતિનું આયુષ્ય બે ઘડી Page #23 -------------------------------------------------------------------------- ________________ સામાયિક કરનાર જીવ બાંધે છે. (પા. ૪૫ - ૭) શીલનો મહિમા (૨૪-૪) ૪. નરયદાવાર નિરંભણ કવાડસંપુડસહોઅચ્છાય, સૂરલોઅધવલ મંદિર, આરહણો પવરનિસ્તેહિં. શીલ જ નરકના દ્વાર બંધ કરવાના કમાડની જોડ જેવું જબરજસ્ત છે અને દેવલોકના ઉજ્જવલ વિમાનો ઉપર આરૂઢ થવાને ઉત્તમ નિસરણી સમાન જીવાનુશાસ્તિક્લક (૬૭-૬) ૫. રે જીવ કિનપિચ્છસિ! ઝિજ્જત જુવ્વર્ણ ધણું જીએ; તહવિ હું સિગ્ધ ન કુણસિ, અધ્વહિયં પબરજિનધર્મો. દી. હેજીવ, યૌવન, ધન અને જીવિતને નાશ પામતાં શું તું નથી જોતો? તો પણ આત્મ હિતકારી શ્રેષ્ઠ જીવનધર્મને કેમ તું નથી કરતો? નથી આદરતો? વૈરાગ્ય કુલક (૯૨-૧૪) ૬. જે પુણે અસુઈ કમે ઇચિય જીવ! તે સમણુહવસિ, ન ય તે શરણા સરણે કુગઈએ ગચ્છમાણસ્સ /૧૪ હે જીવ! તે ધનનો સંચય કરવામાં એ કરેલા પાપનો દુઃખરૂપ અનુભવ તારે એકલાને કરવો પડશે. દુર્ગતિમાં જતાં એવા તને તે સ્વજનો શરણ આપશે નહીં. કર્મ કુલક (પા. ૭૩-૫) વીસ વીરરસ ઉવસગ્ગા જિણિંદસ્સાવિ દારૂણા, સંગમાઓ કહે હુતા? ન હતું જઈ કમ્મય. /પા જો કર્મન હોય તો તીર્થંકર વીર પરમાત્માને પણ સંગમદેવથી ભયંકર Page #24 -------------------------------------------------------------------------- ________________ | ઉપસર્ગો કેમ થયા? ખામણા કુલક (૮૮-૩૩) ૮. સવે ખમંતુ મક્ઝ, અહંપિતેસિ ખમેમિ સવૅસિં; જે કેણઈ અવરબ્ધ, વેરં ચાંઉણ મઝત્યો ૩૩ સર્વે જીવો મને ક્ષમા આપો. તેઓએ કોઈએ મારો અપરાધ કર્યો હોય, તે તેઓના સર્વ અપરાધોને હું પણ વૈરભાવ છોડીને માધ્યસ્થ ભાવે ખમાવું છું. ઉપરોક્ત ઉદાહરણ દ્વારા કુલકમાં થયેલા જૈન દર્શનના સિદ્ધાંતો, વિચારોનો પ્રાથમિક પરિચય પ્રાપ્ત થાય છે. વધુ જિજ્ઞાસા હોય તો મૂળ પુસ્તક વાંચવાથી અનન્ય પ્રેરક આત્મ ભાવની વિશુદ્ધિ માટેના વિચારોનો અમૃતસમ આસ્વાદ થશે એવી ભાવના ઉચિત લેખાશે. ૧૫મી સદીની અજ્ઞાત કવિકૃત પ્રતિબોધકુલકની રચના પ્રાપ્ત થાય છે તેમાં માનવ ભવ સાર્થક કરવા માટે જૈન ધર્મની દૃષ્ટિએ બોધાત્મક વિચારો વ્યક્ત થયા છે. ૯. આદિ – તીર્થકર ચઉવીસજિમ મનિ તે સમરો ત્રિભુવનતારણ વીતરાગ તીહં ચલણ ન મેઈ કૃપા કરીઉ દેવ સાનિધિઈવિણ ગરથહ પુણ્ય નિસુણઈ ભવિયા એકચિતિ જિણ સાસણ ધન્ય. અંત - સાતમી વચ્છલ સંઘપૂજા તીહં પુણ્ય અપારો રાત્રિભોજન અનંતકાય ચાડી પરિહરો શુદ્ધિ ભાવિંઈદાન શીલ તપ ભાવનાભાવંઈ તે નર નિસઈ સહેલ સુકખ અનુકમિઈ પામઈ. કુલક' સંજ્ઞાવાળી કાવ્યકૃતિઓ માટે કલું શબ્દ પ્રયોગ પણ થયો છે. કવિ વિજયસમુદ્રની “નમિ-રાજ ઋષિ કુલ' કૃતિની ૬૩ ગાથામાં રચના થઈ (૫) Page #25 -------------------------------------------------------------------------- ________________ કવિની અન્ય રચના ચિત્રસંભૂતિકુલકની રચના ૮૩ ગાથા પ્રમાણે પ્રાપ્ત થાય છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૧૩મા અધ્યયનને આધારે આ કુલકની રચના કરી છે એવો આધાર આપ્યો છે અને ચિત્ર સંભૂતિનાં ગુણગાન ગાવામાં આવ્યા છે. ૧૦. આદિ - વીર જિણંદ સુવંદિય ભાવઈ, જસુ ગુણ પાર ન સુરગુરૂ પાવઈ તેરમ અજધયણઈં વિખ્યાત, ચિત્રસંભૂતિ તણો અવદાત. ॥૧॥ શ્રી સાકેતપુરઈ વરચંગ, ચંદ ડિસ પુત્ત બહુ રંગ, મુણિચંદ સાગરચંદહ પાસઈ, લેઈ દીખ પુહવિ પ્રતિભાસાઈ. ॥૨॥ અંત - તેરમ અજઝયણઈ સુણિવઉ સુયણઈ વયણઇ વીર વખાણીયઉ એ, જેહ ભાવિ ભણિસ્યઈ શ્રવણિ સુણિસ્યઈ વિનઈ વૃતિથી જાણી યઉ. II ઈલાપુત્ર કુલકની રચના ૬૧ ગાથામાં કરી છે. ઈલાપુત્ર કર્મ વશ ભવ નાટક ને અંતે પ્રતિબોધ પામીને આત્માનું કલ્યાણ કરે છે. કવિના શબ્દો છે : ૧૧. આદિ - સ્મૃતિ સુહંકર સોલિમ જિણવર, સંતિ જિણેસર ધ્યાંવ ઉજી, પુહવિ પ્રગટ નર અતિ અચરજ કર, ઈલાપુત્ર ગુણ ગા વઉજી. ૧ એ ભવ નાટકની પરિ બુઝઈ, જે હુઈ ભવિયણ પ્રાણીજી, સાધુ સુસંગતિ સંયમ સુધઈ, મુજ ઈન વિષય નવિનાંણીજી. અંત - આપ તરીનઈ પાંચઈ તાર્યા, અવિગતિ પંથ લગાયા, નિરમલ ચિત્ત નિરંજન નિતનિત, વિનઈ ભગતિ ગુણ ગાયા રે. ૬૦ સોમ સુંદરસૂરિ શિષ્યની જીવદયા કુલ (ક) સજ્ઝાય ૧૫ કડીમાં રચી દ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોમાં પ્રથમ સ્થાન અહિંસા પરમો ધર્મનું છે. પૂજ્યશ્રીએ જીવદયા પાલન વિશેના વિચારો આ કુલકમાં દર્શાવ્યા છે. ૧૨. આદિ - ગોયમ ગણહર પય પણમૂવિ, જીવન ધ્યાનઉ બોલિસ ભેઉ જીવદાય સુખ-લાભઈ બહુ, જીવદયા તે પાલઉ સહું. અંત - શ્રી સોમસુંદરસૂરિ સુહગુરૂ સાર ધર્મ તણઉનિતુ કુહઈ વિચાર સુણતા લાભઈ આગમ મર્મ, જિણવર સાસણિ સાચઉ ધર્મ. ૧૬મી સદીના વિખ્યાત કવિ દેપાલે સમ્યકત્વ બારવ્રત કુલકની રચના સં. ૧૫૨૪માં કરી છે. શ્રાવકને માટે દેશ વિરતિ ધર્મની આરાધનામાં બાર વ્રત અંગીકાર કરવાના હોય છે તે સંદર્ભમાં કવિએ બાર વ્રતને વિષય તરીકે સ્વીકારીને કુલકની રચના કરી છે. કવિએ કુલક સાથે ચોપાઈ શબ્દ પ્રયોગ કર્યો છે જે ચોપાઈ, છંદનો સંદર્ભ દર્શાવે છે. ૧૩. આદિ - વીર જિસેસર પ્રણમુ પાય, અહનિસિ આણ વહેં જિનરાય મૂરખ કવિ એ જાણઈ નહીં, પણિ અણબોલિઉ ન સકઈ રહી. ૧ અધિક્ ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંઘ ખમઉ અપરાધ તાસ પસાઈ શ્રુત આધાર, પભણિસુ શ્રાવકના વ્રત બાર. ૨ શ્રાવક કહીઈ જે શ્રુત જણ, ભણઈ ગુણઈ સાંભલઈ વખાણ. ન્યાન સહિત છઈ સમકિત ધર્મ, અન્યાની ન ફલઈ ઉપકર્મ. ૩ ચાંન જાણિવા જે નર ત્રહઈ તે સાચુ જિનમારગ લહઈ જાન તણા પાંચ આવરણ, વાદલ જિન ઝાંપઈ રવિકિરણ. ૪ તિમ જીવ અન્યાનિઈ આવ-રિલે, કર્મ બાંધીનઈ ચિહું ગતિ ફિરિઉ વાદલ ગલતઈ દીપઈ ભાણ, તિમ આવરણ ટલિ હૂઈ નાણ. ૫ ( ૭ ) Page #27 -------------------------------------------------------------------------- ________________ અંત - હું મૂરખ મતિહીણ ભારી કર્મી છું સહીય હું નટાવા જિમ કહ્યું, તિરું કરૂં નહીય કિમ હું કરૂં અજાણ, જાણું નહીં ગીયત્ન વિણ ગુરુવિણ ન હુંઈ પ્રમાણ, જે બોલિઉં મઝ મતિ તરૂં એ. એહ ખમુ અપરાધ, સંઘ સહિત શ્રી યુગ પવર હું તુમ્હે ચલણે સેવ, વાંધુઉં નવિ ઈચ્છઉં અવર સંવત પનર ચઉતીસ, રચિઉ આસોઈ પૂનિમએ. ભણઈ ગુણઈ નરનારિ, સિંહા મનિ ઉપશમરસ રમઈએ. શ્રાવકના આચાર વ્રત બારહ, સંખિ પસિઉ દેપઈ કહી આગમ વિરૂ ધિ હિં આપબુધિ, કવિઉં તેહ પ્રમાણ નહીં. જે ભાંવિઈ મણિસિઈ અનઈ સુણિસિઈ રહસ્ય જાંણી એહનાં, જિનઆણ ધરિસિઈ ક્ષમા કરિસિંઈ કાજ સરિસિંઈ તેહનાં. સોળમી સદીના મધ્યકાળમાં કવિ કરમશીએ વૈરાગ્યકુલકની રચના ૧૫ ગાથામાં સં. ૧૫૭૫ પહેલાંના સમયમાં કરી છે. વૈરાગ્ય ભાવની વૃદ્ધિ થાય અને આત્મા કર્મબંધથી લેપાય નહિ તે માટે વૈરાગ્યનું મહત્ત્વ ઉચ્ચ કોટિનું છે. વિરતિ ધર્મમાં પ્રવૃત્ત થવા માટે વૈરાગ્ય ભાવના પ્રથમ કક્ષાની છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને ઉપરોક્ત કુલકની રચના થઈછે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. ૧૪. આદિ - જીવ તણી ગતિ જોઈએ, હિયલઈ કાંઈઅ ન થાઈ રે કરમબંધને જીવ અવતરઈ કર્મનિ બંધઉ જાઈ રે અજીઅ ન ચેતઈ કાંઈ જીવડાં, આંચલી અંત - જોતાં સર્વ અનંત દીસઈ, દીસઈ જિનધર્મ સાર રે કરમસી ભણઈઅ રે જીવડા, દુધર છાંડેવઉ ભવભાર રે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સોળમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પાર્શ્વચંદ્રસૂરિએ બ્રહ્મચર્ય દશ સમાધિ સ્થાન કુલકની ૪૨ ગાથામાં રચના કરી છે. વ્રતશિરોમણી બ્રહ્મચર્ય વ્રત છે અને તેના પાલનમાં સ્થિરતાને દઢતા પ્રાપ્ત થાય તે નિમિત્તે આ કુલકની રચના થઈ છે. ૧૫. આદિ - શ્રી નેમીશ્વર પાય નમી પામી સુગુરૂ પસાઉ મનઉલ્લાસિઈ સંથુણ્યઉં પરમ બ્રહ્મવ્રતરાઉં અંત - જયઉ બ્રહ્મચારી સુકૃતધારી પાસચંદિ નમંસિઆ. સોળમી સદીના કવિ પૂ. પાર્શ્વચંદ્રસૂરિએ સંવર કુલકની ૨૭ ગાથામાં રચના કરી છે. નવતત્ત્વમાં છઠ્ઠું સંવર તત્ત્વ છે. સંવર એટલે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આદિ દ્વારા આશ્રવને રોકવા, નવાં કર્મોને આવતાં રોકે તે સંવર છે. આશ્રવ નિરોધઃ સંવર – નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ૧૬. આદિ - વંદિય વીર જિણેસર રાયા, ગોયમ ગણહર પણમિય પાયા ધર્મતત્વ નિસુણઉ મનરંગ ઈબોલિસ્સું આણી ઊલટ અંગિઈ. અંત - ઈમ શ્રી ઠાણાંગઈ ભગવઈ અંગઈ સંવર પંચય જિનિ કહિય. આશ્રવ સવિ છંડી કુમત વિખંડી પાલઈ જે જિનમત લહિય. તે દુર્ગતિ વામઈ શિવપુરિ પામંઈ કર્મ ક્ષય આઠઈ કરિય. ઈમ જાણઈ ભવિયા નિર્મલ રલિયા સંવરિ ધર્મ કરઉ સહિય. સત્તરમી સદીના પ્રથમ તબક્કામાં થયેલા વડતપ ગચ્છના કવિ નયસુંદરે આત્મ પ્રતિબોધ કુલકની રચના કરી છે. આત્મા સ્વ સ્વરૂપ પામવા માટે પ્રયત્ન ૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ કરે તે માટે ઉપદેશાત્મક વિચારો કુલકમાં વ્યક્ત થયા છે. આરંભની પંક્તિઓ નીચે મુજબ છે. ૧૭. આદિ - શ્રી જિનશાસન પામીય, ગુરૂચરણે શિર નામીય દામીય સેના અંતર રિપુતણીએ; સંભલજ્યો સહુ ધ્યામીય, મુગતિ તણા જે કામીય ખાંમીય જીવ સહું ક્યું હિત ભણી એ. અંત - સાચુ એ અધિકાર સુણીનઈ જીવ હી સાસું જાગુ, જુહાર મિત્ર સ્યું પ્રેમ ધરીનિ તેહનઈ વચને લાગુ. વડતપગછ ગિરૂઆ ગુણરાગી શ્રીદેવ સુંદરસૂરિ, શ્રી વિજયસુંદરસૂરિ પટ્ટોધર વંદૂ આણંદપૂરિ. સાધુ સિરોમણિ ભાનુમેરૂ ગુણી, પંડિત સકલ પ્રધાન. વડતપગછમંડણ વિરાગી, હુઆ સુગુણ નિધાન. તાસુ સીસ નય સુંદર વાચક સીખ દીઈ અતિ સારી. આપણા જીવ પ્રતિ હિતકારી પાપ સંતાપ નિવારી, એ આતમા પ્રતિબોધ અનોપમ જે ભણસઈ નરનારી, સંભલિસ જે વલી સુખકારી તે સહી તુછ સંસારી. જુહાર મિત્રસ્યું રેંગિ મિસિ તે તરસઈ સંસાર, ધર્મ પ્રભાવિ સદાફલ સુંદર નિતનિત જયજયકાર. ૧૭મી સદીના અજ્ઞાત કવિ કૃત સાધુ કુલકની રચના પ્રાપ્ત થાય છે. કવિએ ૧૯ ગાથામાં સાધુ-અસાધુનાં લક્ષણો દર્શાવ્યાં છે. આરંભની પંક્તિઓ વિષયનો સ્પષ્ટ સંકેત કરે છે. ૧૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮. આદિ - વંદી વીર જિનેશ્વર પાય મોહ તણુ જિણિ ફેડિ ઉવાય બોલું સાધુ-અસાધુ ગુણ કેવિ નિસણુ ભવીઆ કાંન ધરેવિ. અંત - ઈસ્યા સાધૂનું સરણ અણસરઓ ભવસમુદ્ર જિમ હેલાં તરૂ ભાવ સહિત ભવ ચિર ગત કરુ સિદ્ધિરમણી જિમ વેગિ વરુ. સ્થાપના કુલક ૧૭મી સદીના બીજા તબક્કામાં થયેલા ઉપા. યશોવિજયજીએ શાસ્ત્રના પ્રકાંડ પંડિત અને શાસન પ્રભાવક તરીકે અમર કીર્તિ પ્રાપ્ત કરી છે. આ કવિની ગુજરાતી અને સંસ્કૃત ભાષાની કૃતિઓ જૈન દર્શનના જ્ઞાન અને ભક્તિ માર્ગની આરાધનામાં વધુ પ્રચાર પામી છે. પૂ.શ્રીએ સ્થાપના કુલક – સાધુજીનાં સ્થાપના કલ્પની ૧૫ કડીમાં રચના કરી છે. સ્થાપનાના રંગ અને આવર્તથી લાભ અને નુકસાનની માહિતી આપી છે. ૧૯. પૂર્વ નવ માંથી ઉદ્ધરી, જિમ ભાખે શ્રી ભદ્રબાહુ રે, સ્થાપના કલ્પ અમે કહું, તિમ સાંભળજો સહુ સાહુ રે. લાલ વર્ણ જે સ્થાપના, માંહી રેખા શ્યામ જેત જોય રે, આયુ જ્ઞાન બહુ સૂરિવદે, તે તો નીલકંઠ સમ હોય રે. શ્વેત વર્ણ જેહ સ્થાપના, માંહી પીતબિંદુ તસ નીર રે, નયન રોગ છાંટે ટલે, પીતાં ટલે શૂલ શરીર રે. સંદર્ભ સૂચિ ૧. ૨. 3. ૪. ૫. કુલક સન્દોહ કુલક સંગ્રહ પા. ૪૨/૫ એજન પા. ૪૫૭ એજન પા. ૨૪/૪ એજન પા. ૬૭/૬ ૧૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૭. એજન પા. ૯૨/૧૪ એજન પા. ૭૩/૫ ૮. એજન પા. ૮૮૩૩ જૈન ગુ. કવિ. પા. ૧/૪૬૮ જૈન ગુ. કવિ. પા. ૧/૫૦૦ ૧૧. જૈન ગુ. કવિ. પા. ૧/૫૦૦ જૈન ગુ. કવિ. પા. ૧/૧૦૨ જૈન ગુ. કવિ. પા. ૧/૧૩૩ જૈન ગુ. કવિ. પા. ૧૧૫૫ જૈન ગુ. કવિ. પા. ૧૨૯૪ ૧૬. જૈન ગુ. કવિ. પા. ૧/૩૦૩ ૧૭. જૈન ગુ. કવિ. પા. ૨/૧૦૯ ૧૮. જૈન ગુ. કવિ. પા. ૩/૩૫૭ ૧૯. બોધિ રત્ન મંજૂષા પા. ૨૩૩ ૧૨) Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨. સંબંધ જૈન કાવ્યપ્રકારોમાં વિશિષ્ટ પ્રકારનું અર્થઘટન કરીને સાધુ કવિઓએ સંબંધ સંજ્ઞામાં કાવ્યોનું સર્જન કરીને કવિ પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. સંબંધ એટલે બે પાત્ર વચ્ચેનું ધર્મ કે વ્યવહાર જીવનથી જોડાણ. એક બીજા સાથે નાની-મોટી ફરજ-વફાદારી કે જવાબદારીનો અર્થ સમજાય છે પણ જૈન સાહિત્યમાં સંબંધ વિશેની કલા તો કોઈ જુદા જ પ્રકારની છે. વ્યવહાર જીવનમાં પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બ્લેન, મામા-ભાણેજ, દીકરી-જમાઈ, ફોઈભત્રીજા, દિયર-ભોજાઈ, જેઠ-જેઠાણી, રાજા-પ્રજા, સાસુ-સસરા, વેવાઈવેવાણ, શેઠ-નોકર જેવા સંબંધો સુવિદિત છે. ધર્મની રીતે વિચારીએ તો ભક્તિ અને ભગવાન, ગુરુ અને શિષ્ય, સાધર્મિક જેવા સંબંધો જાણીતા છે. મૂળભૂત રીતે તો જીવાત્મા અને કર્મનો જૈન સાહિત્યમાં આ સંબંધો કરતાં વિશેષ રીતે બંધાયેલા સંબંધનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ જોઈએ તો વિજય શેઠ અને વિજયા શેઠાણી, દ્રૌપદી સંબંધ, કેશી અને પ્રદેશી રાજાનો સંબંધ, ક્ષુલ્લકકુમાર સાધુનો સંબંધ, માનતુંગ અને માનવતી સંબંધ અને મોતી-કપાસિયા સંબંધ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ સંબંધોનો વિચાર કરીએ તો અન્ય સંબંધો કરતાં વિલક્ષણ છે. સંબંધ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે. દ્રૌપદી સંબંધ સત્તરમી સદીના મહાન કવિ ઉપા. સમયસુંદરની વિવિધ પ્રકારની કાવ્ય સૃષ્ટિમાં સંબંધ સંજ્ઞાવાળી ઉપરોક્ત રચના સં. ૧૭૭૦માં થઈ છે. તેમાં દ્રૌપદીના જીવનનો વિસ્તૃત પરિચય ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડી પ્રમાણ છે. આ રચનાનો આધાર જ્ઞાતા ધર્મ આગમ છે એમ કવિએ આરંભના દુહામાં જણાવ્યું છે. ૧. આદિ - ૧૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ પહિલું સાધુ-સતી તણા કીધા ઘણા પ્રબંધ હિવ વલી સૂત્ર થકી કહું દ્રુપદીનઉ સંબંધ જ્ઞાતા સૂત્ર અરથ થકી ભાષ્યઉ શ્રી ભગવંત સુધર્માસામી ગુંથિયઉ સૂત્ર થકી મતિમંત અંત - એક સતી વલી સાધવીએ વાત બાઉ ઘણું મોટી રે દ્રુપદી નામ લેતા થકાં તિણ કરમની ત્રૂટઈ કોટી રે. દ્રૌપદીના સંબંધના સંદર્ભમાં તેણીના પૂર્વભવની માહિતી પ્રગટ કરવામાં આવી છે. દ્રૌપદી પૂર્વભવમાં સોમદત્ત બ્રાહ્મણની પત્ની નાગશ્રી નામની બ્રાહ્મણી હતી. એકવખત નાગશ્રીએ તુંબડાનું શાક બનાવ્યું અને ત્યારપછી ચાખ્યું તો કડવું હતું. બ્રાહ્મણના વિચારો સંકુચિત અને જીવ ટૂંકો હતો એટલે વિચાર્યું કે આવું સ્વાદિષ્ટ-મસાલેદાર શાક નાંખી દેવાની જરૂર નથી. એમ વિચારીને ગોચરી માટે આવેલા મુનિમહારાજને તુંબડાનું શાક વહોરાવ્યું. મુનિ મહારાજે શાક વાપરી લીધું. પણ કપટ-પાપ કર્મથી નાગશ્રી બ્રાહ્મણી મરીને સાતે નરકમાં ભમી હતી. આ પાપકર્મથી અનંતોકાળ ભ્રમણ કરીને અંતે સુકુમાલિકા નામની શેઠની પુત્રી પણે તેનો જન્મ થયો હતો. આ ભવમાં સુકુમાલિકાએ દીક્ષા અંગીકાર કરીને પોતે ધર્મની આરાધનામાં લીન બની હતી. દીક્ષા લીધા પછી એકવાર કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનેલી સુકુમાલિકાએ સામે રહેતી વેશ્યાને પાંચ પુરૂષો શણગારતા હતા. આ દશ્ય જોઈને સાધ્વીજીએ નિયાણું કર્યું કે આવતાં ભવમાં હું પાંચ પતિની પત્ની બનું. આયુષ્ય પૂર્ણ થયા પછી સુકુમાલિકા-સાધ્વીનો જીવ દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી તરીકે જન્મ થયો. પૂર્વભવના નિયાણાના કર્મથી દ્રૌપદીને પાંચ પાંડવો સાથે લગ્ન સંબંધ બંધાયો હતો. ક્ષુલ્લકકુમાર સાધુ સંબંધ સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા ખરતરગચ્છના શિવનિધાનના શિષ્ય માનસિંહે (મહિમા સિંહ) ક્ષુલ્લકકુમાર ચોપાઈ – સાધુસંબંધ કૃતિની રચના ૧૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૬૭૦ની આસપાસ ૧૪૦ ગાથા પ્રમાણ કરી છે. અહીં ક્ષુલ્લકકુમાર સાધુ જીવનમાં રત્નત્રયીની આરાધનાથી કર્મક્ષય કરીને શિવપદ પામે છે તેની માહિતી આપવામાં આવી છે. આ સંબંધની સંક્ષિપ્ત માહિતી દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૨. આદિ શ્રી સદગુરૂ પદ જુગ નમી, સરસતિ ધ્યાન ધરેસુ, ક્ષુલ્લકકુમાર સુસાધુના ગુણ સંગ્રહણ કરેલુ. ગુણ ગ્રહતાં ગુણ પાઈયઈ, ગુણિરંજઈ ગુણજાણ, કમલિ ભમર આવઈ ચતુર, દાદુર ગ્રહઈ નઅજાણ. ગુણિ જન સંગતિ થઈ નિગુણ, પાવઈ ઉત્તમ ઠામ, કુસુમસંગિ ડોરો કંટક, કેતકિસિરિ અભિરાજા. પહિલઉ ધર્મ ન સંગ્રહિઉ, માત કહિએ ગુરૂવયણ, નટુઈ વયણે જાગીયલ, વિકસે અંતર-નયણ. એક વચનિ સોઈ આપ મનિ, પ્રતિબુઝુયા બલિ ચ્યારિ, તે સંબંધ કડું સરસ સંભલિજ્યો નરનારિ. અંત - ઈણિ પરિ જે નિજ મન સહી, રાખઈ નિર્મલ ઠામ, કર્મકંદ તજિ શિવસુખઈ, લીન રહઈ અભિરામ. સોઈ નર સલહીયઈ, સબહું મઈ સિરાજ, ધર્મરૂપ ધન સંચિ કંઈ, પામઈ સુખરાજ. શ્રી ખરતરગચ્છ સય ધણી, યુગ પ્રધાન ગુરૂરાય, હરષ ધરીમતિ આપણઈ, મનદેઈ સુણી સુજાણ. સાધુગુણે ગુણ સંપજઈ પાવઈ નિરમલ ઠાણ, એ સંબંધ સરસ કહાઉ, શિવનિધાન ગુરૂસીસ, માનસિંહ મુનિ ઈમ કહઈ શ્રી પુષ્કરણી જગીસ. Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લક મુનિનું વૃત્તાંત સાકેત નગરમાં પુંડરિક રાજા અને તેનો ભાઈ કંડરિક રહેતા હતા. કંડરિકની પત્ની યશોભદ્રા શણગાર સજીને બેઠી હતી ત્યારે પુંડરિક તેણીના સૌંદર્યથી મોહ પામ્યો અને ભોગવિલાસ ભોગવવાની માંગણી કરી પણ યશોભદ્રાએ તેનો સ્વીકાર કર્યો નહિ. યશોભદ્રાને મેળવવા માટેના ઉપાય તરીકે પુંડરિક રાજાએ કંડરિકનો નાશ કર્યો. પતિના અપમૃત્યુથી શોકમગ્ન બનેલી યશોભદ્રા ભય પામી અને શીલના રક્ષણ માટે સાકેત નગરનો ત્યાગ કરીને શ્રાવસ્તી નગરીમાં પહોંચી ગઈ. નગરીના બહારના ભાગમાં સ્થડીલ માટે આવેલા સાધ્વીજીનો પરિચય થયો. યશોભદ્રા સાધ્વીજીની પાછળ ચાલીને સાધ્વીજીને મળી પોતાનો વૃત્તાંત જણાવ્યો. સાધ્વીજીએ તેણીની કરૂણ કથની સાંભળી અને ધર્મલાભ દ્વારા આશ્વાસન આપ્યું. યશોભદ્રાએ સાધ્વીજી પાસે પ્રવજ્યા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરી ત્યારે તે ગર્ભવતી હતી. આ વાત સાધ્વીજીને કરી નહોતી કારણ કે પોતે ગર્ભવતી છે એ વાત ગુરુજી જાણે તો દીક્ષા આપે નહિ. સમય વીતી ગયો. ગુરુજીને સાધ્વીજીના ગર્ભવતીના સમાચાર જાણવા મળ્યા. આરાધક યશોભદ્રાએ અંતે પુત્રને જન્મ આપ્યો અને શ્રાવિકાઓએ એનું પાલન કરીને ઉછેર્યો. શુભ લક્ષણ અને સંસ્કારયુક્ત પુત્ર આઠ વર્ષનો થયો ત્યારે તેને અજિતસેનસૂરિ પાસે દીક્ષા અપાવવામાં આવી હતી. બાર વર્ષ સુધી દીક્ષા સારી રીતે પાળી અને એકવાર વસંતઋતુમાં યુવાનને ક્રીડા કરતો જોઈને ભોગસુખના વિચારથી સંયમનો ત્યાગ કરવા માટે ગુરુને વાત કરી. ગુરુએ બાળસાધુને ઉપદેશ આપી સમજાવ્યો પણ બાળ સાધુ પોતાના વિચારથી ચલિત થયો નહિ. પછી બાળસાધુ માતા પાસે ગયા અને સંયમનો ત્યાગ કરવાની વાત જણાવી ત્યારે માતાએ કહ્યું કે તે ૧૨ વર્ષ તારી ઈચ્છાથી સંયમનું પાલન કર્યું તો હવે મારા વચનથી તું ૧૨ વર્ષ સંયમનું પાલન કર. બાળસાધુએ માતાના વચન અને આશીર્વાદથી પોતાનો વિચાર છોડીને ૧૨ વર્ષ સંયમ પાલન કર્યું. ૧૨ વર્ષ પૂર્ણ થયા પછી સાધુ માતા પાસે આવીને સંયમ ત્યાગની વાત ૧૬) Page #36 -------------------------------------------------------------------------- ________________ - કરે છે ત્યારે માતાએ કહ્યું કે મારા ગુરુણીજી છે એમને પૂછીને નિર્ણય કરો. ગુણીજીએ બાળસાધુને કહ્યું કે અશુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ. આ [. સાંભળી બાળસાધુએ ફરી ૧૨ વર્ષ સંયમ પાલન કર્યું. ત્યારપછી ઉપાધ્યાય ભગવંતના વચનથી બીજા ૧૨ વર્ષ સંયમયાત્રા કરી. અંતે માતા પાસે આવીને સંયમ ત્યાગની વાત કરી. માતાએ કર્મોદયની સ્થિતિ અને મોહની સ્થિતિનો વિચાર જાણીને પોતે સાચવી રાખેલાં મુદ્રારત્ન અને રત્નકંબલ આપ્યાં. બાળમુનિ માતા પાસેથી રત્ન વગેરે લઈને માતાની સૂચના મુજબ સાકેતનગરમાં પુંડરિક રાજાના દરબારમાં ગયા અને પોતાનો રાજભાગ આપવાની રાજાને વાત કરી. સાધુ વેશમાં જ બાળમુનિ રાજદરબારમાં પહોંચ્યાં હતા. આ સમયે રાજમહેલમાં મોટું નાટક ભજવાતું હતું. તે જોવા માટે રાજા-પ્રધાન-મંત્રી પણ હાજર હતા. એમની સાથે બાળમુનિ પણ નાટક જોવા બેસી ગયા. રાત્રિના મોટાભાગના સમય સુધી નાટક ચાલ્યું. રાત્રિનો થોડો સમય બાકી હતો ત્યારે નર્તકીને કોઈએ ઈનામ આપ્યું નહિ. આ પ્રસંગે નર્તકીને આળસ આવી અને નાટકના રંગમાં ભંગ પડ્યો હોય એમ લાગતાં મહાનર્તકીએ કહ્યું કે આટલા લાંબા સમય સુધી નૃત્ય અને ગાન કર્યું, હવે અલ્પ સમય બાકી છે તો શા માટે પ્રમાદ કરે છે? “બહોત ગઈ થોડી રહી’ આવા અર્થવાળું નર્તકીએ ગાયન ગાયું. બાળમુનિ - ક્ષુલ્લકમુનિએ આ અર્થવાળું ગાયન સાંભળ્યું ને પ્રતિબોધ પામ્યાં. મુનિએ નર્તકીને રત્નકંબલ ઈનામમાં આપી. યશોભદ્ર યુવરાજે કુંડળ બાંધ્યું. સાર્થવાહની પત્ની શ્રીકાંતાએ હાર નાંખ્યો. રાજમંત્રીએ કંકણ અને કર્ણ મહાવતે અંકુશ રત્ન નાંખ્યું. આ પાંચ વસ્તુ લાખ-લાખના મૂલ્યવાળી હતી. રાજાએ પણ આ પ્રસંગે સારી રકમનું દાન કર્યું. આવી કિંમતી વસ્તુઓ નર્તકીને મળી એટલે અત્યંત હર્ષોલ્લાસમાં આવી ગઈ. બીજે દિવસે રાજાએ પૂછ્યું કે નર્તકી પર ક્ષુલ્લક શા માટે પ્રસન્ન થયો? મુલકમુનિએ રાજાને પોતાનું સર્વવૃત્તાંત કહ્યું. હે રાજન! હું રાજ્યભાગ લેવા આવ્યો હતો અને જુઓ આ મુદ્રારત્ન પણ હવે મારે રાજય જોઈતું નથી. હવે જીવિત થોડું છે માટે હું તો સંયમ પાલન કરીશ. હું નર્તકીના વિચાર ( ૧ ૭. Page #37 -------------------------------------------------------------------------- ________________ વચનથી બોધ પામ્યો છું. શ્રીકાંતાએ કહ્યું કે મારા પતિ પરદેશ ગયા છે, તેથી હું અન્ય પુરૂષ સાથે જવાનો વિચાર કરતી હતી. એ નર્તકીના વચનથી બોધ પામી હતી. મંત્રીએ કહ્યું કે મને તમારા શત્રુ રાજાએ પ્રતિબોધ કર્યો હતો. એટલે રાજાનો વધ કરવાનો વિચાર કર્યો હતો તેની ચિંતામાંથી મુક્ત થયો છું. કર્ણપાલ મહાવતે કહ્યું કે શત્રુરાજાએ મારી પાસે પદસ્તિ માંગ્યો હતો અને મારી નાંખવાનું કહ્યું હતું. આ વિચારથી મૂઢ બની ગયો હતો તેવો હું પ્રતિબોધ પામ્યો છું. આ બધી માહિતી સાંભળીને રાજાએ કહ્યું કે તમે તમારી ઈચ્છા પ્રમાણે કરો. ત્યારપછી શ્રીકાંતા, મંત્રી, મહાવત, ક્ષુલ્લકમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. પછી ક્ષુલ્લકમુનિ ગુરુ પાસે ગયા અને ગુરુએ કહ્યું કે તેં તારા કુળને અનુરૂપ યોગ્ય કર્તવ્ય કર્યું છે. આ કથાને આધારે ક્ષુલ્લકમુનિ સંબંધ કાવ્યની રચના થઈ છે. મોતી કપાસિયા સંબંધ = ખરતરગચ્છના રત્નહર્ષના શિષ્ય મુનિ શ્રીસાર પાઠ કે મોતી કપાસિયા સંબંધ – સંવાદની રચના ૧૦૮ ગાથા પ્રમાણ સં. ૧૬૮૯માં કરી છે. તેમાં મોતી અને કપાસિયા વચ્ચેના સંવાદ અને સંબંધ દર્શાવ્યા છે. મોતી અને કપાસિયાનો વાર્તાલાપ એકબીજાની મહત્તા દર્શાવે છે પણ અંતે મોતી શરણાગતિ સ્વીકારીને કપાસિયા સાથે નમ્રભાવે સંબંધ સ્વીકારે છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો : ૩. આદિ - સુંદર રૂપ સોહામણો, આદિસર અરિહંત, પરતા પૂરણ પ્રણમીયે, ભયભંજણ ભગવંત. જિણવર ચોવીસે નમી, સમરૂં સરસતિ માય એહ પ્રબંધ માંડ્યો સરસ, શ્રી સહગુરૂ સુપસાય, આદિનાથ આણંદ સું હથિણા ઉર મઝારિ. વિરચઈ જિનવર ગોચરી નલહૈ સુરૂ આહાર, ૧૮ Page #38 -------------------------------------------------------------------------- ________________ પાએ લાગે પદમણી, મોતીયડે ભરિ થાલ. મોતી શું કરે નિમંછણા, લોક સહુ સુવિસાલ મોતી ગરબેઉ મહીયલઈ હું મોટો સંસાર મો સમવડિ કોઈ નહીં હું સગલઈ સિરદાર અંત - સંપ હુઓ મોતી કપાસિયે મિલીયા માહોંમાંહિ વાદ એ ભગવંતે ભાજીઓ, ચતુર નરા ચિત ચાહિ કપાસીયાને મોતી મળપતો લાગોઆય તું ગિરુઓ ભાઈ ભારી ખમો, ખમજે મુજ અન્યાય તુમ કરીનિ સોભા છે માહરી, મુજ કરી તાહરી સોભ બાંધી મૂઠી લાખ સવા લહે ધર્મ તણો છે લોભ ધર્મ ભાઈ હિ હૈ તું છે માહરો આપો અવિહડ પ્રીતિ કપાસીઓ મોતી ઈણિ પરિ મલ્યા સયણ તણે સંબંધ સંવત સોલ નવ્યાસીઈ કીધો એહ પ્રબંધ શ્રીફલ વર્ધીપુર નગર સોહામણો જિહાં શ્રાવક સુવિલાસ ન્યાયવંત ચિંહુ ખખિ નિરમલાં જીવદયા પ્રતિપાલ શ્રી ખેમસાખા વાચકદીપતા રતન હરખ મુનિરાય નામલીયાં સુખ સંપજે તિણિ સહગુરૂ સુપસાય એ સંબંધ સરસ સોહામણો કિધૂ મુનિશ્રીસાર સુણતાં ખ્યાલ સનેઉપજે ચતુર નરાં ચમત્કાર. કેશી પ્રદેશી સંબંધ સત્તરમી સદીના ખરતરગચ્છના મુનિ જયરંગના શિષ્ય તિલકચંદે ઉપરોક્ત સંબંધની રચના કરી છે. રાયપરોણી સૂત્રમાં કેશીuદેશીનો અધિકાર આપે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર કેશી મુનિ શ્વેતાંબી નગરીમાં પધાર્યા હતા ત્યારે પ્રદેશી રાજાએ તેમને ૧૦ પ્રશ્નો પૂળ્યા હતા અને પૂ.શ્રીએ તેના ઉત્તર આપ્યા હતા. આ વિષયને કેન્દ્રમાં રાખીને સંબંધની રચના થઈ છે. (૧૯) Page #39 -------------------------------------------------------------------------- ________________ કેશી-પ્રદેશીનો સંબંધ જૈન સાહિત્યમાં સુવિદિત છે. આ અંગે સજઝાય રચના પણ સં. ૧૭૨૫માં કવિ મેરૂવિજયની પ્રાપ્ત થાય છે. કવિએ સંબંધ શબ્દ પ્રયોગ કર્યો છે પણ સત્ય તો એ છે કે આ પ્રશ્નોત્તર પ્રકારની રચના છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. અંત - રાયરસેણી સૂત્ર થકી રચ્યો એ સંબંધ સુવિશાલ સંવત સતર એકતાલ સમે નગર જાલોર મઝાર ખતરગચ્છ જિનચંદ્રસૂરિ રાજીયે શ્રી જિનભદ્રસૂરિરાષ વાચક શ્રી નયરંગ શિષ્ય સુંદરૂ વિમલ વિનય મૃદુભાષ વાચનાચારિજ શ્રી ધર્મમંદિર વૈરાગી વ્રતધારા મહોપાધ્યાય પદવીયે પરગડા પુચકલસ સિરદાર તસ પાટે પાઠક જયરંગ ભલા તસ ચરણે ચંચરીક તિલકચંદ કહે એ આપને શ્રી સંઘને મંગલીક. માનતુંગ - માનવતી સંબંધ ૫. આદિ - મૃષાવાદદ્રત દ્વિતીય એ મૃષાતણો પરિહાર સત્ય વચન આરાધિયે તો વરિયે શિવનાર . કૂટ મૃષા તજતાં થકા ધરિયે ઈમ પ્રતિબંધ સત્ય વચન ઉપર સુણો માનવત્તી સંબંધ || અતિહિ કૌતુકની કથા સાંભળજો ચિતલાય ઓ શ્રોતા મતકર સકલ બધિ રગીતનો ન્યાય | અંતે મુગતિ લેસે બિહુમ જે છે શાસ્ત્રમાં વિમલા હે જુઠ માનવતીયે પિજીને ઈણભવ પાય લગાવ્યો છે એકવચન વૃથા નવિ હું ને અંતે શિવપદ પાવ્યો છે ઈહ લોકે પરલોકો સુખનો દાયક વ્રત બીજે મોહે ૨૦) Page #40 -------------------------------------------------------------------------- ________________ સત્ય વચનના એહવા ફલવે મનમાનો તે ચાખો હે મૃષાવાદ પરહરવા કેરી પ્રજ્ઞા સહુકો રાખો હે માનતુંગને માનવતીનો રાસ રચ્યો મેં રુડો હે II સંબંધ કાવ્યમાં સામાન્ય સંબંધ કરતાં કોઈ વિશેષ રીતે સંબંધનું નિરૂપણ કરવામાં આવે છે. માનતુંગ અને માનવની રાણીનો સંબંધ સત્ય વચન પર રચાયો છે. માનતુંગ - માનવતી કથાનો સાર કોઈ એક શ્રેષ્ઠિની કન્યા દ્વારા કિશોરાવસ્થામાં પોતાની સખીઓ સાથે વનક્રીડા કરતાં જે બોલ બોલાવ્યો હતો તે બોલ (વચન) ને પૂર્ણ કરવા માટે બુદ્ધિ-ચાતુર્યનો પ્રયોગ કરે છે તેની કથા છે. માનતુંગ રાજવી ગુપ્ત વેશે રહીને શ્રેષ્ઠિ કન્યાના બોલને સાંભળે છે. ત્યારપછી તે રાજવી કપટ કરીને માનવતી સાથે લગ્ન કરે છે. લગ્નની પ્રથમ રાત્રિએ તેણીને જ્યાં સુધી બોલેલા બોલ (વચન) પૂર્ણ ન થાય ત્યાં સુધી એકથંભીયા મહેલમાં કેદ કરે છે. તેણી આ મહેલમાં રહેતી સંન્યાસીના વેશે અને વિદ્યાધરીના રૂપે તથા વિશેષ આશ્ચર્ય થાય તેમ રત્નાવતી ગુરૂણી બનીને તે આવે છે અને રાજવીનો માનભંગ કરે છે. છતાં માનતુંગ તેણીને ઓળખી શકતો નથી. પછી માનતુંગ-માનવતી મળે છે અને ગુરૂમુખથી પોતાનો પૂર્વભવ સાંભળે છે. બીજા મૃષાવાદ પરિહારના વિષયમાં દઢ બની અંતે સંયમ સ્વીકારી આત્મ સ્વરૂપને પ્રગટ કરશે. ધર્મઘોષસૂરિએ પૂર્વભવની માહિતી આપી તે નીચે પ્રમાણે છે. પૃથ્વીભૂષણ નગરીમાં તિલકસેન રાજા. અહીં ધનદત્ત નગર શેઠ વસે છે. શેઠને બે પુત્ર જિનદત્ત અને જિનપાલ છે. ગુરૂવાણી શ્રવણ કર્યા પછી જિનપાલે અસત્ય વચન નહિ બોલવાનો નિયમ લીધો હતો. વેપાર-ધંધામાં લાભ થતો નથી. ધંધામાં ખોટ આવી એટલે મોટાભાઈ જિનદત્ત પૂછે છે કે ધન ક્યાં ગયું? જિનપાલ કહે છે કે ધંધામાં હું અસત્ય નહીં બોલું. કૂડકપટથી ધંધામાં ૨૧) Page #41 -------------------------------------------------------------------------- ________________ નફો થાય. હું આ રીતે ધંધો નહીં કરું. આ વાત સાંભળીને જિનદત્ત ગુસ્સે થયો. ભાઈએ ગુસ્સામાં પાંચ શેરી (વજન) લઈને જિનપાલ ઉપર ફેંકી. જિનપાલ મૃત્યુ પામ્યો અને જુદા જુદા નાના ભવ કરીને બીજા ભવમાં જિનપાલનો જીવ માનવતી તરીકે પ્રાપ્ત થયો. જિનદત્ત પણ ભાઈના મૃત્યુથી પશ્ચાતાપ કરવા લાગ્યો. ભાઈના વિયોગની અસહ્ય પીડાથી મૃત્યુ પામીને માનતુંગ રાજવી તરીકે જન્મ થયો. માનતુંગ અને માનવતીની કથા વિશિષ્ટ પ્રકારના સંબંધમાં સંક્ષેપમાં રજૂ કરી છે. સંદર્ભ સૂચી ૧. જૈન ગુર્જ. કવિ પા. ૨/૩૫૮ ૨. એજન પા. ૩/૧૬૧ ૩. એજન પા. ૩/ર ૧૬ ૪. એજન પા. ૩૩૮ ૫. માનતુંગ-માનવતી રાસ પા. ૧ (૨૨) Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩. નિર્વાણ દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશકમાં સાધુ માટે ‘નિર્વાણ’ શબ્દપ્રયોગ થયો છે. ૧. અતઠ્ઠા ગુરુઓ લુધ્ધો બહુ પાવું પકવ્વઈ દુતો સઓ ય સોહોઈ, નિવ્વાણું ચન ગચ્છઈ. પોતાને માટે સારી સારી વસ્તુઓને ઈચ્છતો અને વિષયોમાં લુબ્ધ એવો ઘણું જ પાપ કરે છે તે દુસ્તોષી-અસંતોષી થાય અને મુક્તિને પામે નહિ. નિર્વાણ કાવ્યના સંદર્ભમાં ઉપરોક્ત માહિતીમાં સાધુઓના નિર્વાણ અંત સમયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ જીવનનું લક્ષ એકમાત્ર મોક્ષની સાધના છે એટલે ‘નિર્વાણ’ શબ્દ યથોચિત છે અને કાવ્યમાં તેનો પ્રયોગ પણ સાધુજીવનની મહત્તા દર્શાવે છે. નિર્વાણનો અર્થ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. નિષિધ્યન્તે નિરા ક્રિયન્તેઽસ્યાં કર્માણતિ નૈષેધિકી । - જેના વડે સર્વ કર્મોનો નાશ – અંત આવે છે તે નૈષિધિકી તેનો અર્થ મોક્ષ પ્રાપ્તિ થાય છે. અન્ય અર્થ જોઈએ તો સાધુના શરીરનો અંતિમ સંસ્કાર જે સ્થાન પર કરાય તે સ્થાનને નિસીહિયા કહેવાય છે. નિર્વાણ કાવ્યના સંદર્ભમાં વિચારીએ તો સાધુઓના અંતિમ સંસ્કારની ક્રિયા યુક્ત રચના. ઉપકાર ભાવનાની દૃષ્ટિએ વિચારીએ તો પંચપરમેષ્ઠિ ભગવંતો, જૈન શાસન, ગુરૂ ભગવંતો અને માતા-પિતા એ સર્વનો જીવાત્મા પર મહાન ઉપકાર છે. તેનું ઋણ ચૂકવી શકાય તેમ નથી. ૨૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન કાવ્ય કૃતિઓમાં એક કરતાં વધુ કાવ્ય સંજ્ઞાનો પ્રયોગ થયો છે તે દૃષ્ટિએ વિચારીએ તો ‘નિર્વાણ’ કાવ્ય માટે રાસ શબ્દ પ્રયોગ થયો છે. દા.ત. : ‘વીર નિર્વાણ રાસ' આ કૃતિ કવિ પંડિત વીરવિજયજીના જીવનના પ્રસંગોને અનુલક્ષીને ચરિત્રાત્મક નિરૂપણ કરતી કૃતિ છે. તેમાં કવિના જીવનના પ્રસંગો અને નિર્વાણ (કાળધર્મ) સુધીની વિગતોનો સમાવેશ થયો છે. આ પ્રકારની રચનાઓ ગુરુ મહિમા - ગુરુ ભક્તિ અને ગુરુ ઉપકારની ભાવનાથી પ્રેરાઈને રચાઈછે. અધ્યાત્મ માર્ગમાં વિકાસ કરવા માટે ગુરુનિશ્રા, આશીર્વાદ, કૃપા અને માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા જણાય છે એટલે શિષ્યપ્રશિષ્યોએ ગુરુ પ્રત્યેની ભક્તિ ભાવનાથી નિર્વાણ સંજ્ઞાવાળી કૃતિઓ રચી છે. રાસ યુગના સંદર્ભમાં આ પ્રકારની રચનાઓ પ્રાપ્ત થાય છે. ‘નિર્વાણ’ નો મૂળભૂત અર્થ નીચે મુજબ છે. સકળ કર્મબંધનમાંથી કાયમી છૂટકારો (મુક્તિ). ‘નિર્વાણ’ પામ્યા પછી આત્મા જન્મ, જરા અને મરણના ચક્રમાં પુનઃ કર્મબંધનમાં આવતો નથી. નિર્વાણ એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ. તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણક હોય છે. તેમાં પાંચમું ‘નિર્વાણ’ કલ્યાણક છે કે જેમાં ભગવાનના જીવનનો અંતકાળ – મોક્ષ પ્રાપ્તિનો ઉલ્લેખ મળે છે. તીર્થંકરો પછી ગણધરો અને મુનિ ભગવંતો માટે પણ નિર્વાણ શબ્દ પ્રયોગ થયો છે. સામાન્ય રીતે સાધુઓ માટે જીવનનો અંતકાળ (મૃત્યુ) દર્શાવવા માટે કાળધર્મ શબ્દ પ્રયોગ થાય છે. તો વળી શાસન પ્રભાવક આચાર્ય કે મુનિ મહાત્મા માટે ‘સ્વર્ગારોહણ' શબ્દ પ્રયોગ પણ પ્રચલિત છે. મૂળભૂત રીતે તો નિર્વાણ શબ્દનો ઉચિત પ્રયોગ તો મોક્ષપ્રાપ્તિ સાથે જ છે એમ સ્પષ્ટ અર્થબોધ સ્વીકારવો જોઈએ. નિર્વાણ સંજ્ઞાવાળી કૃતિઓ જીવનચરિત્ર પ્રકારની છે. નિર્વાણ કૃતિમાં દીક્ષા પ્રસંગનું વર્ણન હોય છે. આ પ્રકારના વર્ણનમાં સંસારમાંથી ‘નિર્વાણ’ મુક્ત થવાનો સંદર્ભ રહેલો છે અને સંયમ જીવન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાને મોક્ષ પ્રાપ્તિ થાય તે રીતે પણ નિર્વાણમાં અર્થ સૂચિત થાય છે. નિર્વાણ સંજ્ઞક કૃતિઓનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે રાસ, ભાસ અને માત્ર નિર્વાણ એવા શબ્દ પ્રયોગ થયા છે. ૨૪ Page #44 -------------------------------------------------------------------------- ________________ રાસ શબ્દપ્રયોગ વર્ણનાત્મક કાવ્ય પ્રકારના સંદર્ભમાં કે ઢાળબદ્ધ રચનાના અર્થમાં છે તો ‘નિર્વાણ’ શબ્દપ્રયોગ જીવનના અંતકાળના સંદર્ભમાં રહેલો છે. ઉદા. જોઈએ તો - કવિ સુખસાગરના વૃદ્ધિવિજય નિર્વાણ રાસ, વિચલ વિજય કૃત વિજયપ્રભસૂરિ નિર્વાણ, વિજયદેવસૂરિ નિર્વાણ, વિજયસિંહસૂરી નિર્વાણ સ્વાધ્યાય કવિ વીરવિજય વિજયાણંદસૂરિ નિર્વાણ સજ્ઝાય. જૈન સાહિત્યમાં ગુરુ-શિષ્યની પરંપરામાં ગુરુ ભક્તિ, ઉપકાર અને કૃપાપાત્ર બનીને શિષ્યો-પ્રશિષ્યોએ ગુરુના જીવન અને કાર્યનો ચરિત્રાત્મક પરિચય કરાવ્યો છે. જૈન સાહિત્ય ચરિત્રોની દૃષ્ટિએ અતિ સમૃદ્ધ છે. તેના દ્વારા માત્ર ચરિત્રનો પરિચય થતો નથી પણ ઐતિહાસિક અને આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. આ કાવ્ય પ્રકારની રચનાઓ ભક્તોને ગુરુભક્તિ નિમિત્તે પઠન-પાઠન દ્વારા જીવન ઘડતરમાં પ્રેરણારૂપ બને છે. અત્રે નમૂના રૂપે કૃતિઓનો પરિચય કરાવ્યો છે. તેમાં કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો દેશીઓનો પ્રયોગ કરીને ગેય રચના તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે. મહાત્માઓના જીવનના પ્રસંગોનું ક્રમિક નિરૂપણ જીવનની વાસ્તવિકતાની સાથે ધર્મપુરૂષાર્થની સાધનાનું નમૂનારૂપ દેષ્ટાંત હૃદયસ્પર્શી બને છે. ‘‘જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસ'' – મુનિ સમયપ્રમોદ સત્તરમી સદીના મધ્યકાળમાં થયા હતા. પૂ. શ્રી સમયપ્રમોદ ખરતરગચ્છના જ્ઞાન વિલાસના શિષ્ય હતા. પૂ.શ્રીએ જિનચંદ્રસૂરિ નિર્વાણ રાસની રચના સં. ૧૬૭૦માં ૭૦ કડીમાં કરી હતી. તેમાં મુખ્યત્વે જિનચંદ્રસૂરિ પ્રત્યેની ગુરુભક્તિ દ્વારા એમનાં ગુણગાન ગાવામાં આવ્યા છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. ૨. આદિ - ગુણનિધાન ગુણપાય નમી, વાગવાંણિ આધારિ યુગપ્રધાન નિરવાણની, મહિમા કહિસિ વિચાર. (૧) ૨૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ યુગપ્રધાન જંગમ જતિ, ગિરુઆ ગુણે ગંભીર, શ્રી જિનચંદ સૂરિર્દ વર, થુરિ ઘોરી ધર્મવીર. (૨) સંવત પણર પચાનૂયે રીહડકુલ અવતાર શ્રીવંત સિરિયાદે ધર્યો, સુત્ત સુરતાણ કુમાર. (૩) અંત - સુખકારી હો યુગવર નામે જયજયકાર. હીરવિજયસૂરિ નિર્વાણ રાસ ૧૭મી સદીના તપગચ્છ હર્ષાણંદવિજયના શિષ્ય વિવેકહર્ષ મુનિએ હીરવિજયસૂરી નિર્વાણ રાસની રચના ૧૦૧ કડી પ્રમાણ સં. ૧૬૫૨માં કરી છે. જૈન સાહિત્યના ઈતિહાસમાં હીરયુગ તરીકે પૂ.શ્રીનું નામ વિખ્યાત છે. જૈન ધર્મનો ‘અહિંસા પરમો ધર્મ' નો મહિમા ચરિતાર્થ કરીને શાસન પ્રભાવક આચાર્ય તરીકે અમર કીર્તિ પ્રાપ્ત કરી છે. આ કવિના જીવન અને કાર્ય વિશે વિવિધ પ્રકારની કૃતિઓ રચાઈ છે તેમાં પૂ.શ્રીના જીવનના સંદર્ભમાં નિર્વાણ રાસની રચના પણ નોંધપાત્ર છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે. ૩. આદિ - - ઈમ ચિંતી મનહ મઝારિ એ, પાટણથી કરઈં વિહાર એ, ગણધાર એ, રાજનગર પધારીઆ રે. (૧) શાહજાદઉં શાહમુરાદ એ હીરનંઈ વંદઈ અતી આલ્હાદએ પ્રસાદએ, માગઈ હીરજીની દુઆ ઘણી. (૨) અંત - જયઉ જયઉ જયગુરુ પટધારો શ્રી હીરવિજય ગણધારજી સાહ અકબર દરગાહમાં જિણિ પામ્યો જયજયકારજી. જય. જિહાં લગિ મેરૂ મહીધરો, જિહાં લગિ ગિરવરની રાશિ રે ચિત્ત પ્રતપઉ ગુરુ ગચ્છધણી શ્રી વિજયસેનસૂરીસજી. જય હીર પટોધર ઉગિઉ પ્રગટ પ્રતાપીસૂરજી ૨૬ Page #46 -------------------------------------------------------------------------- ________________ કુમતિતિમિર દુરઈં કરઈ ભવિઅણ સુખ ભરપૂરજી. જય. વીજાપુર વરનયરમાં પાંડવ નયન વરીસજી રે હર્ષ આનંદ વિબુધતણો, સીસ દીઈ આસીસ. વિવેક હર્ષ કહઈં સીસજી રે. જય વિજયસેનસૂરિ નિર્વાણ સજ્ઝાય ૧૭મી સદીના તપગચ્છના કવિ કીર્તિવિજયજીએ ૪૭ કડીમાં આ રચના કરી છે. કવિએ વિજયસેનસૂરિનો મહિમા દર્શાવીને ગુરુભક્તિનો પરિચય કરાવ્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ૪. આદિ - સરસતિ ભગવતિ ચિત ધરી રે, પ્રણમી નિજગુરુ પાય રે હીર પટોધર ગાયતાં રે મુઝ મનિ આણંદ થાય રે તું મનમોહન જેસંગજી રે. અંત - હીર પટોધર સંઘ સુખકર વિજયસેન સૂરીસરો મેં ઘુણ્યો સૂર સવાઈ અવિચલ બિરૂદ મહિમા મંદિરો જસ પાટિ પ્રગટ પ્રતાપ દીપે વિજય દેવ દિવા કરો કાનજી પંડિત સીસ કીરતિવિજય વંછિત કરો. (૩/૧૭૬) ‘સઝાય તો સાધુની' એવી ઉક્તિ પ્રચલિત છે. તેનો પરિચય ગુરુભક્તિ - ગુરુકૃપા અને ગુરુ ઉપકારને ચરિતાર્થ કરતી રચનાઓ નિર્વાણ સાથે સજ્ઝાય નામને સાર્થક કરે છે. ૧૭મી સદીના કવિ વિદ્યાચંદે શ્રી વિજયસેનસૂરિનિર્વાણ રાસની રચના ૫૭ કડી પ્રમાણ સં. ૧૬૭૧ની આસપાસ કરી છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. સરસતિ મતિધઉ નિરમલી મુખિઘઉં વચનવિલાસ, ગાઉં તપગચ્છ-રાજવી વિજયસેન ગુણ રાશિ. (૧) ૨૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ જગમાં જયગુરૂ હીરજી હુઓ અધિક સો ભાગ, મહિમા મહીમાંહિ ઘણઉ જિમરામમુની મહાભાગ. (૨) તાસ પાટિ ઉદયા ચલિઈ ઉગ્યુ અભિનવભાણ, શ્રી વિજયસેનસૂરિસરુ જેહથી નિત સ્યવિહાણ. (૩) ભાગ્યવડું શ્રી પૂજ્યનું કુણઈન ખંડીઆણ, જિનશાસનમાં જાગતાં હુઆ અધિક મંડાણ. (૪) ખરચ પ્રતિષ્ઠા પૂજણાં સંઘ તીરથ ઉદ્ધાર, રાસ-ભાસ-કવિગ્રંથથી તે સુણજ્યો અધિકાર. (૫) છેડહઈ જે નિર્વાણનઉ કહું લવલેશ વિચાર, તાત માત ગુરૂ ગામનઉં નામ થકી સંભાર. (૬) કાળધર્મ વિધિની માહિતી આપતી પંક્તિઓ: અંગ પૂંજણઈ પૂજ્યતઈ તિહાં મહમુંદી સંઈ વસ, અગર કોઈ મણ અધમણ કેસર સૂકડી મણ લીસ. સો. ૪૧ સાર કપૂર ચૂઓ કસ્તુરી સરખા દ્રવ્ય અનેક, તે સવિ દહન વેલાઈ ચિતામાં આણી કઠિન વિવેક. સો. ૪૨ ચિતામાંહિ શ્રી પૂજ્ય પુઢાડ્યા તવ કુંઅરજી ગાંધી, મુખ ભરીઉં પઈ કપૂરઈ પુણ્ય ગાંઠડી બાંધી. સો. ૪૩ સાહા સોમા સોમકરણ સંઘવી ગાંધી કુંઅરજી વાલી રુપઈઆ સઉની મહીમુંદી પોલિ લગઈ ઉછાલી. સો. ૪૪ દરવાજાથી ઠામ લગઈ વલી માંડવી લેઈ જાતાં, દોકડા રૂપઈઆ સઉના તિમ, ઊછાલ્યાં ઈમ થાતાં. સો. ૪૫ મહીમુંદી રૂપઈઆ મહુરઈ પૂજઈ સંઘઅશેષ ખરચાણી સવિ મહુરમાનઈ આઠ હજાર વિશેષ. સો. ૪૬ ૨૮) Page #48 -------------------------------------------------------------------------- ________________ જિહાં લગઈ અંગઈ લગારઈ દીઠું મહિમા ભાવંઈ ભગત, તિહાંલગઈ પૂજી વધાવી ચિતા તે ઈમ ઉત્સવ અતિ શક્તિઈ. સો.૪૭ શ્રી વિજયસેન ગુરૂ નામ મહામંત્રનું ધ્યાન મનમાં વરૂ ભવિક પ્રાણી શોક કો મત ધરુ અધિક સંવર કરૂં પરિહરૂ અઠદસ પાપ આણી. જી. પ૬ જગમાંહિ મહિમા ગુરૂ તણઉ જે અતિઘણઉ છઈમઈ સુણ્યઉ દોય હાથ જોડી બુદ્ધિ થોડી ઠામિ કોડિ સઉ ગુણ્યઉ શ્રી વિજયદેવ સૂવિંદ નંદઉ ભાવિ વંદઉ વલીવલી વરવિબુધ વીપા સીસ વિદ્યાચંદ આશા સવિરલી. જી. પ૭ શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ સાગરગચ્છના કૃપાસાગરના શિષ્ય તિલકસાગરસૂરિજીએ ૧૮મી સદીના મધ્યકાળમાં શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસની રચના કરી છે. પ્રવર્તક કાંતિવિજયજીના જ્ઞાન ભંડારમાંથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે રાસ રચનાનું પ્રકાશન થયું છે. આ રાસનું વસ્તુ ૨૧ ઢાળમાં વિભાજિત થયું છે. અહીં નિર્વાણ સંજ્ઞાનું પ્રયોજન શાસનપ્રભાવક આચાર્યનું નિર્વાણ ગુરુ ભક્તિ, મહિમાના સંદર્ભમાં રહેલું છે. સાચા અર્થમાં તો આ રાસ કૃતિ છે. તેમાં રાજસાગરસૂરિની દીક્ષા, પદવી અને શાસન પ્રભાવનાનાં કાર્યોની સાથે અમદાવાદના આ રાસમાં ચરિત્રાત્મક માહિતી ઉપરાંત સાતમી ઢાળમાં અમદાવાદ શહેરનું વર્ણન, આઠમી ઢાળમાં અમદાવાદનાં શેઠિયાઓની નામાવલી રાજનગરના જૈનોની ધર્મપરાયણતા અને સમૃદ્ધિનો પરિચય કરાવે છે. ૧૩મી ઢાળમાં પૂ.શ્રીના સ્વર્ગવાસનું વર્ણન છે. ૫. વરસ ચઉરાસી આયુનિ અંતિઘણી પ્રસિદ્ધિ લખ ચોરાસી જીવનિ ખિમતિ ખામણા કિદ્ધ. (૮) | Aત (૨૯) Page #49 -------------------------------------------------------------------------- ________________ શુભકરણી અનુમોદતાં સુણતાં શ્રી સિદ્ધાંત, દરિસણ કરતાં દેવનું મુખિ કહિતાં અરિહંત. (૯) સાવધાન શુભ ધ્યાનમાં જપતાં શ્રી નવકાર, રાજસાગરસૂરીસરુ પામ્યા સુર અધિકાર. (૧૦) ગુરુનિર્વાણનો વિલાપ, ગુણ સ્મરણ, અંતિમ સંસ્કાર અને ગુરુનિર્વાણ પછીના મહોત્સવના પ્રસંગોનું ઢાળબદ્ધ નિરૂપણ થયું છે. નિર્વાણ” કાવ્ય સંજ્ઞાવાળી કૃતિઓમાં આ રચના વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ચરિત્રાત્મક નિરૂપણના વિવિધ પ્રસંગોનું ભાવવાહી વર્ણન હોવાની સાથે સમકાલીન અમદાવાદ નગરનો પરિચય અને પુણ્યશાળી શ્રેષ્ઠિઓનો પરિચય નોંધપાત્ર છે. કાવ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ કરી છે. રાસ-નિર્વાણ-સ્વાધ્યાય-સજઝાય જેવા શબ્દપ્રયોગો કરીને કાવ્ય સંજ્ઞાઓ દ્વારા કવિત્વ શક્તિનો પણ પરિચય થાય છે. ઢાળમાં વિભાજિત - દેવગુરુ અને સરસ્વતીની સ્તુતિ - જીવનના વિવિધ પ્રસંગોનું વર્ણન. શાસન પ્રભાવક કાર્યો, ગુરૂપરંપરા, રચનાસમય વર્ષ, ગામ મહિનો અને તિથિની માહિતી દ્વારા કાવ્યમાં વિવિધતા નિહાળી શકાય છે. વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાય ૧૮મી સદીના તપગચ્છના મુનિમેરૂના શિષ્ય વીરવિજય વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાયની રચના સં. ૧૭૦૯માં કરી છે. તેમાં પૂ.શ્રીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે એટલે આ રચના ચરિત્રાત્મક છે. કવિએ નિર્વાણ અને સ્વાધ્યાય એમ શબ્દ પ્રયોગ કરીને ગુરુ મહિમા ગાવાની સાથે એમના ગુણોનો જીવનમાં સ્વાધ્યાય એ પણ શિષ્યને માટે મહાન ઉપકાર કરનાર છે એમ કહીએ તો તે ઉચિત લેખાશે. દષ્ટાંત રૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. ૩૦) Page #50 -------------------------------------------------------------------------- ________________ આદિ - સમરૂ સરસતિ સામિની આપો અવિચલ વાણી શ્રી વિજયસિંહસૂરી તણોજી બોલ સહું નિરવાણી માહરા ગુરૂજી તું મનમોહન વેલિ. અંત - સંવત સતર નવોત્તરઈ રે અહમદપુર મઝારિ સહુ ચોમાસું એકઠા રે શ્રાવક સમકિત ધારો રે ભાદ્રવા વદિ દીપતી રે છઠુિં નંઈ સોમજ વાર વાસુપૂજ્ય પસાઉલઈ રે યુણિઓ એ ગણધાર રે ગુરૂપંકજન્મમરલો રે આણી મન ઉલ્લાસ વીરવિજય મુનિ વીનવઈ રે પૂરો સંઘની આસો રે સુણિ સુણિ સાહિબા એક કરું અરદાસો રે કાં છોડ્યો નિરાસો રે સુણિ સુણિ સાહિબા સુણિ. (૪/૧૬૫) વિજયાણંદસૂરિ નિર્વાણ સજઝાય ૧૮મી સદીના તપગચ્છના લબ્ધિવિજયના શિષ્ય બાણવિજયે વિજયાણંદસૂરિ નિર્વાણ સજઝાયની રચના ૪૩ કડી પ્રમાણ સં. ૧૭૧૧માં કરી છે. અહીં નિવણ સાથે સઝાયનો પ્રયોગ થયો છે. સઝાયનો પર્યાયવાચી શબ્દ સ્વાધ્યાય છે તે દષ્ટિએ વિચારીએ તો પૂ. વિજયાણંદસૂરિનું જીવન અને ગુણો શિષ્યોને માટે મહાન ઉપકાર કરનાર છે એમ જાણીને ગુરુભક્તિથી પ્રેરાઈને આ કૃતિની રચના કરી છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૭. સંવત શશિ શશિ મુનિશશિ, ભાદ્રવા વદિ ભોમવાર રે, તેરસ સઝાય રચ્યો ભલો, બારેજે જયકાર રે. ll૪૧ી (૩૧) Page #51 -------------------------------------------------------------------------- ________________ એહ સઝાય નિત જે ભણે, તસ ધરિ મંગલ માલ રે, સાંભળતાં સુખ સંપદા, આવે ઋદ્ધિ વિશાલ રે. ૪રા (૪/૧૮૯) વિજયદેવ નિર્વાણ (રાસ) જૈન દર્શનના પ્રકાંડ પંડિત પૂ. ઉપા. મેઘવિજયજીએ વિજયદેવ નિર્વાણ રાસની રચના કરી છે. તેમાં મુખ્યત્વે વિજયદેવસૂરિનાં ગુણયુક્ત મહિમાને ગાવામાં આવ્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે: ૮. આદિ જિનવર નયરસ રંગવર પ્રવચન વચન વસંત સમરી અમરી સરસતી સજ્જન જનની સંત શ્રી ગુરૂકૃપા પ્રસાદથી વચન લહી સવિલાસ શ્રી વિજયદેવ સૂરીશના ગાઈએ ગુણગણનો રાસ. અંત - તપગચ્છરાયા સહુસુયા શ્રી જિનશાસન દિનકરો શ્રી વિજયદેવસૂરીશ સાહિબ શ્રી ગૌતમ સમ ગણધરો જસ પટ્ટદીપક વાદીજી પકુ વિજયપ્રભ સૂરિરાજએ કવિ કૃપાવિજય સુશિષ્ય મેઘે સેવિત હિત સુખકાજએ. ‘નિર્વાણ સૂચિ ૧ દશવૈકાલિક સૂત્ર, અધ્યયન - ૫, ગા. ૩૨ જૈન ગુ. કવિ. પા. ૨૨૭૪ ૩ એજન પા. ૨/૨૭૯ એજન પા. ૩/૧૭૬ જૈન. ઐતિ. કા. પા. ૬૧ જૈન ગુ. કવિ. પા. ૪/૧૬૫ ૭ જૈન ગુ. કવિ. પા. ૪/૧૮૯ ૮ જૈન ગુ. કવિ. પા. ૪૨૫૯ (૩૨) Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪. હીંડી જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં હીંડી' પ્રકારની માહિતી નીચે પ્રમાણે છે. હીંડ - હેડવું (ગામઠી શબ્દ પ્રયોગ) ભ્રમણ કરવું, ફરવું એવો અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. હીંડી એટલે આત્માના ભ્રમણની કથા. જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવ હીંડી સુપ્રસિદ્ધ છે. અન્ય રચના ધમ્મિલ હીંડી પ્રાપ્ત થાય છે. વસુદેવ હીંડીનો પરિચય ધમ્મિલ હીંડી વસુદેવ હીંડીમૂળ ગ્રંથ પ્રાકૃતમાં હતો. પ્રો. ભોગીલાલ જે. સાંડેસરાએ તેનું ભાષાંતર કર્યું હતું. સં. ૨૦૦૩માં શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથના આરંભમાં વસુદેવ હીંડી કથાની ઉત્પત્તિનો ઈતિહાસ વર્ણવીને વસુદેવની કથાનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. વસુદેવની કથાના અંતર્ગત ધમ્મિલ હીંડીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીર સ્વામીની દેશનામાં તપનો મહિમા સાંભળ્યો પછી ભગવંતને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું કે હે ભગવંત! કેટલા જીવો આ ભવમાં તપ કરીને તેનું ફળ આ ભવમાં જ પ્રાપ્ત કરે છે? કેટલા જીવો તપ કરીને પરભવમાં તેનું ફળ પ્રાપ્ત કરે છે? ભગવંતે જવાબ આપ્યો કે તપ વડે આ ભવમાં સુખ-સૌભાગ્ય પામી આરાધક બનેલા શ્રી ધમ્મિલકુમાર છે અને પરલોકમાં દેવ અને મનુષ્ય લોક સંબંધી સુખ પ્રાપ્ત કરનાર વસુદેવ છે. વસુદેવ હીંડીમાં વસુદેવ અને ધમિલની કથાનો સમાવેશ થયો છે. પ્રથમ ધમ્મિલ હીંડીની રચના પછી વસુદેવની કથાનો વિસ્તાર થયો છે. સંદર્ભ : વસુદેવ હીંડી (ભાષાંતર) ખંડ - ૧ (પા. ૩૩) વસુદેવ હીંડી શૃંગાર પ્રધાન નયનરમ્ય કથા છે. તેમાં માનવ જીવનની ૩૩. Page #53 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતાનું નમૂનેદાર આલેખન થયું છે. આ કૃતિ ધર્મકથાની હોવાની સાથે તેમાં રાજા, સાર્થવાહ, ચોર, વેશ્યા, ધૂર્ત, ઠગ વગેરે પાત્રોનું ચિત્રણ પણ કલાત્મક છે. તેમાં કુતૂહલવાળી કથાઓ છે જેના દ્વારા સમકાલીન લોક સંસ્કૃતિનું વાસ્તવિક દર્શન થાય છે. તેમાં પ્રભુભક્તિ અને જૈન ધર્મના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે. કથાની વર્ણનશૈલી રોચક છે. સંઘદાસ ગણીની રચના “વસુદેવ હીંડી” જૈન કથા સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં સર્જકની સર્જનપ્રતિભાની સાથે કથાની રીતે નિરૂપણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં નિમિત્તરૂપ છે. સર્જકે આ ગ્રંથમાં જિનેન્દ્રભક્તિના નિરૂપણ દ્વારા જનતાને ધર્માભિમુખ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. એમની વર્ણન શૈલી આકર્ષક છે. જૈન કાવ્ય પરંપરાનુસાર સર્જકે ગુરુવંદનાથી આરંભ કરીને જણાવ્યું છે કે શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને વસુદેવનું ચરિત્ર વર્ણવે છે. ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્ર સમાન આ ચરિત્ર પ્રેરક છે. જૈન સાહિત્યમાં સંઘદાસ ગણી નામના બે આચાર્યનો ઉલ્લેખ મળે છે. (૧) વસુદેવ હીંડી ના પ્રથમ ખંડમાં ઉલ્લેખ છે. તેમાં સંઘદાસ ગણીનો વાચક' પદથી સંદર્ભ મળે છે. (૨) બૃહત્ કલ્પ ભાષ્યમાં “ક્ષમા શ્રમણ' નામથી ઉલ્લેખ મુનિ પુણ્યવિજયજી જણાવે છે કે ધર્મદાસગણિ નામના બે મહાત્મા જુદા છે. કારણ કે એક મહાત્મા વાચક પદ અને બીજા મહાત્મા ક્ષમાશ્રમણપદથી અલંકૃત છે. આ અંગે બીજો મત એ છે કે એક જ વ્યક્તિ વિવિધ પદવી ધારણ કરે છે. આ અંગે કોઈ નિશ્ચિત વિચાર નિર્ણય થઈ શકતો નથી. આચાર્ય જિનભદ્ર ગણિએ વિશેષણવતી ગ્રંથમાં અવારનવાર વસુદેવ હીંડીનો ઉલ્લેખ કર્યો છે એટલે વસુદેવ હીંડીના કર્તા જિનભદ્રગણિના સમય પહેલાના હતા એમ સમજી શકાય છે. ભાષા અને શૈલીની રીતે વિચારીએ તો પણ કર્તા (રચયિતા) બંને જુદા છે એમ સ્પષ્ટ થાય છે. ગ્રંથની માહિતી જોઈએ તો વસુદેવ હીંડી બે વિભાગમાં પ્રાપ્ત થાય છે. પ્રથમ ખંડના કર્તા ધર્મદાસ ગણી અને બીજા ખંડના કર્તા ધર્મસેન ગણી મનાય ૩૪) Page #54 -------------------------------------------------------------------------- ________________ છે. મધ્યખંડની રચના ધર્મસેન ગણિએ બે શતાબ્દી પછી ધર્મદાસ ગણિની જે રચના હતી ત્યાંથી આગળ વિસ્તાર કરીને ગ્રંથ રચના કરી છે. કર્તાએ પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે વસુદેવ રાજાએ ૧૦૦ વર્ષ સુધી ભ્રમણ કરીને વિદ્યાધરો અને માનવરાજાઓની ૧૦૦ કન્યાઓ સાથે વિવાહ સંબંધ કર્યો હતો. સંઘદાસ ગણીએ પોતાની રચનામાં વસુદેવ રાજાના ૨૯ વિવાહનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ખંડમાં પ્રભાવતીની કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ થયો છે. જે અપૂર્ણ હોવાનો સંશય થાય છે. જયારે ધર્મસેન ગણિએ અંતમાં વસુદેવ અને સોમશ્રીના પુનર્મિલનનો પ્રસંગ જણાવીને કૃતિ પૂર્ણ કરી છે. ધર્મસેન ગણિ વિશે સમય અને અન્ય વિગતો પ્રાપ્ત થતી નથી. તેઓ જણાવે છે કે પૂર્વે લખાયેલી કથાને આધારે આગળ વધારીને કથા પૂર્ણ કરી છે. બંને મહાત્માઓની કૃતિનો સમય ત્રીજી કે ચોથી શતાબ્દીનો માનવામાં આવે છે. આવશ્યકચૂર્ણિમાં વસુદેવ હીંડીનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે છઠ્ઠી શતાબ્દી પહેલાની રચના છે. ભાષા શૈલી અને રચનાની રીતે વિચારીએ તો પણ વસુદેવ હીંડી પ્રાચીન રચના છે એમ સ્પષ્ટ સમજાય છે. શ્રુત સંશોધક મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજયે ૧૨ હસ્તલિખિત પ્રતોને આધારે વસુદેવ હીંડીનું પ્રકાશન કર્યું છે. (સંપાદન) તેમ છતાં તે કૃતિ પૂર્ણ હોય એમ જણાતું નથી. પ્રિયંગસુંદરી લમ્બ વિકૃત છે. તેમાં મહત્વપૂર્ણ ૧૯૨૦ માં લમ્બક પ્રાપ્ત થયા નથી. ઉપસંહાર પણ મળતો નથી. છઠ્ઠી અધિકારમાં ધમ્મિલ હીંડીનો ઉલ્લેખ મળતો નથી. ડૉ. જગદીશચન્દ્ર જૈન આ માહિતીને પ્રક્ષિપ્ત માને છે. વસુદેવ હીંડીમાં અંધકવૃષ્ટિણા વંશના વસુદેવ રાજાની કથાનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે. આ રચના મરાઠી પ્રાકૃતમાં રચાયેલી ૧૧ હજાર અને ૨૯ લમ્બકમાં વિભાજિત થઈ છે. વસુદેવ હીંડીના મધ્યખંડમાં ૭૧ લમ્બકમાં વિભાજિત ૧૭૦૦૦ શ્લોકો પ્રમાણ છે. આ ગ્રંથની રચના દૃષ્ટિવાદ અને ગંડિકાનુયોગમાંથી વસ્તુ સ્વીકારીને થઈ છે. તેમાં વિદ્યાધરો વિશે ઘણી વિગતો પ્રાપ્ત થાય છે અને એમના ૬૪ પ્રકારની પણ માહિતી દર્શાવી છે. ૩૫) Page #55 -------------------------------------------------------------------------- ________________ સંઘદાસ ગણિએ વસુદેવ હીંડીમાં શ્રી કૃષ્ણના પિતા વસુદેવની ધર્મકથાને સ્થાન આપ્યું છે. વસુદેવની વિદેશ અને ભારતમાં ભ્રમણના પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચના કરી છે. તેમાં જૈન ધર્મનો પ્રભાવ દર્શાવતા પ્રસંગોનું પણ વર્ણન થયું છે. મહાત્માએ પોતાની કલ્પનાશક્તિથી બૃહત્કથાની કામકથાને લોકકથા અને ધર્મકથામાં રૂપાંતર કરીને સ્થાન આપ્યું છે. રાજા ઉદયનના પુત્ર નરવાહનદત્તની કુશળતાનું અંધકવૃષ્ણિના વસુદેવના જીવનમાં અનુસરણ થયું છે એમ કથામાં જણાવ્યું છે. આ કથા છ વિભાગમાં વહેંચાયેલી છે. (૧) કથોત્પત્તિ, (૨) પીઠિકા, (૩) મુખ, (૪) પ્રતિમુખ, (૫) શરીર, (૬) ઉપસંહાર. હીંડી કાવ્ય પ્રકારની આ પ્રાચીન કૃતિ અને કાવ્ય વિશેની માહિતી “વસુદેવ હીંડી એક અધ્યયન” પુસ્તકને આધારે પ્રગટ કરવામાં આવી છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં હીંડી સંજ્ઞાવાળી વસુદેવ હીંડી અને ધમિલ હીંડી એમ બે કૃતિઓ ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યમાં આગમકાળ અને ત્યાર પછી કથા અને ચરિત્ર એક જ અર્થમાં પ્રયોજાયેલા શબ્દો જોવા મળે છે. વસુદેવનું ચરિત્ર એ કથા છે. કથામાં કલ્પનાનો વૈભવ હોય છે. ચરિત્રમાં જીવંત કે પૂર્વે થઈ ગયેલ વ્યક્તિના જીવનના પ્રસંગો મહત્ત્વના છે. આવા પ્રસંગોના વર્ણનના સંદર્ભમાં કથા શબ્દ પ્રયોગ થયો હોય એમ માનવામાં આવે છે. શૈલીમાં કથા સમાન વર્ણન, કલ્પના, રસ વગેરે હોય પણ વાસ્તવિક રીતે પાત્ર કે પ્રસંગ એ ચરિત્રનો વાસ્તવિક અંશ સમાન છે. એટલે વાસ્તવિકતા અને કલ્પનાના સમન્વયવાળી આવી અન્ય કથાઓ પણ રચાયેલી છે. જૈન સાહિત્યમાં વસુદેવ હીંડી વધુ પ્રચલિત છે. ધમ્મિલકુમાર હીંડીની રચના પણ પ્રાપ્ત થાય છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. જંબુદ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં કુશાંત નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠીને સુભદ્રા નામની સ્ત્રી હતી તેને સંતતિ ન હોવાથી બંને અતિ ચિંતાગ્રસ્ત રહેતાં પરંતુ ધર્મના પ્રસાદથી પુત્રપ્રાપ્તિ થશે એમ જાણી અત્યંત ધર્મારાધનામાં કાળ વ્યતીત કરે છે. કેટલાક કાળે પુત્રનો જન્મ થયો તેનું ધમ્મિલ Page #56 -------------------------------------------------------------------------- ________________ એવું નામ સ્થાપ્યું તે અનુક્રમે મોટો થતાં અનેક કળાઓમાં નિપુણ થયો સાથે ધર્મશાસ્ત્ર પણ શીખ્યો અને ધર્મક્રિયામાં અત્યંત પ્રીતિવાળો થયો. માતા-પિતાએ જ નગરના ધનવસુ શેઠની યશોમતિ નામની કન્યા પરણાવી કે જે એક જૈન ગુરુ પાસે ભણતાં મ્મિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બંને જણાં પોતાનો સંસાર-વ્યવહાર સુખ પૂર્વક ચલાવે છે પરંતુ થોડે કાળે ધમ્મિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મ રસમાં બહુ મગ્ન થવાથી સંસાર વ્યવહારથી વિરક્ત જેવો થયો. નવ પરણિત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યશોમતિએ પોતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ વાત જાણી. માતા પાસેથી શેઠે જાણી. શેઠને ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતો નથી અને લોકમાં તે મૂર્ખ ગણાય છે. તેથી તેના ઉપાય માટે શેઠની ઘણી મના છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમ્મિલને જુગારીઓને સોંપ્યો તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દ૨૨ોજ ધમ્મિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અંતકાળે માતાએ પુત્રને તેડવા મોકલવા છતાં ઘરે ના આવ્યો. માતા-પિતા પુત્ર વિયોગમાં મૃત્યુ પામ્યાં અને યશોમતિને માથે સર્વ ધરભાર આવી પડ્યો. પોતાના પતિ ધન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશોમતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ. હવે ધન પ્રાપ્તિ બંધ થવાથી વસંતલિકા પુત્રીનો અતિ પ્રેમ હોવા છતાં વસંતસેનાએ ધમ્મિલની દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂક્યો. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામ્યા છતાં ધમ્મિલકુમારે ગુરુ મહારાજને કહ્યું, ‘હે ગુરુ મહારાજ! મને હજી સંસારસુખની ઈચ્છા છે તે પૂર્ણ થાય એવો ઉપાય બતાવો પછી આપ કહેશો તેમ કરીશ.' ગુરુજીએ કહ્યું, ‘મુનિ સાંસરિક સુખનો ઉપાય બતાવે નહિ પણ આના પરિણામે આશ્રવ સંવર રૂપ થનાર છે માટે ઉપાય બતાવું કે છ માસ પર્યંત આયંબિલનો ચઉવિહાર તપ કરવો, દ્રવ્યથી મુનિ વેશ અંગીકાર કરવો, દોષરહિત ગોચરી કરવી, મુનિપણું મેળવવું અને નવકાર મંત્રના નવ લાખ જાપ ઉપરાંત ષોડષાક્ષરી મંત્ર હું બતાવું છું તેનો જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.’ (અહીં શ્રી ૩૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ અગડદત્ત મુનિએ ધમ્મિલકુમારને વિશેષ વિધિ વિગેરે બતાવ્યો.) ધમ્મિલકુમારે ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પર્યંત તપ-જપ વગેરે કરી મુનિવેશ તજી દીધો. ત્યારબાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય સ્રી પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારના સાંસારિક સુખ પામ્યા. અંતે ધર્મરૂચિ નામના ગુરુ મળ્યા તેમણે ઉપદેશ આપ્યો. પૂર્વભવ કહ્યો તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી પોતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને દીર્ઘકાળ પર્યંત ચારિત્રનું પાલન કરી અંતે એક માસનું અનશન કરી ધમ્પિલમુનિ અને બે સાધ્વી કાળ કરી બારમા અચ્યુત નામના દેવલોકમાં ઉત્પન્ન થયાં ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષપદ પામશે. ધમ્મિલ કુમારના જીવનમાં બનતા વિવિધ પ્રસંગો દ્વારા ભવભ્રમણની માહિતી પ્રાપ્ત થાય છે. આ રચનાને ‘હીંડી' સંજ્ઞા આપવામાં આવી છે. વસુદેવ હીંડી એક વિસ્તૃત કથારૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે ધમ્મિલ હીંડી કથા રૂપે મહત્ત્વપૂર્ણ ગણાય છે. હીંડી સ્વરૂપની કૃતિની દૃષ્ટિએ તેનું ઐતિહાસિક અને ગૌરવવંતુ સ્થાન છે. તેમાં ધમ્મિલ નામના સાર્થવાહના પુત્રની કથા છે. આ કુમાર સંસારમાં અને દેશ-વિદેશમાં પરિભ્રમણ કરીને ૩૨ કન્યાઓ સાથે લગ્ન કરે છે. તેમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, વસુદત્તાખ્યાન, રિપુદમન, નરપતિ વગેરે લોક કથાઓનું કલાત્મક આલેખન થયું છે. આ હીંડીના રચિયતા સંઘદાસ ગણિ છે. કથા સાહિત્યના વિશિષ્ટ પ્રકારવાળી હીંડી રચના જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં નોંધપાત્ર છે. તેનાથી સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિનું દર્શન થાય છે. સંદર્ભ : ૧. વસુદેવ હીંડી એક અધ્યયન ૨. વસુદેવ હીંડી ३८ Page #58 -------------------------------------------------------------------------- ________________ છે. ૫. આખ્યાન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન કાવ્ય પ્રકારની માહિતી નીચે પ્રમાણે રાસયુગના અંત પછી આખ્યાન કાવ્યનો પ્રારંભ થયો છે. રાસ સાથે સામ્ય ધરાવતો આખ્યાન કાવ્યપ્રકાર કેટલાંક લક્ષણોથી સ્વતંત્ર રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. આખ્યાનમાં વર્ણન સંક્ષિપ્ત અને મુદ્દાસર હોય છે. રાસમાં ધાર્મિક દૃષ્ટિકોણ હતો જ્યારે આખ્યાન ધાર્મિક દૃષ્ટિકોણની સાથે ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. તેનું વસ્તુ વ્યવસ્થિત અને સુગઠિત હોય છે. આખ્યાન રચના ગાઈ શકાય અને ગાવાથી સાંભળી શકાય એવી શ્રાવ્ય કલાનો પ્રકાર છે. એટલે તેમાં ગેય દેશીઓના પ્રયોગની સાથે વિવિધ રાગરાગિણીઓનો પ્રયોગ થાય છે. આખ્યાનનું મૂળ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં જોવા મળે છે. ગુજરાતી ભાષામાં આખ્યાન રચનાઓ લોકરુચિને અનુરૂપ કેટલાક ફેરફારો સાથે રચાયાં છે. જૈન સાહિત્યમાં આખ્યાનોમાં આવો કોઈ ફેરફાર જોવા મળતો નથી. અપભ્રંશ સાહિત્યમાં કડવાબદ્ધ રચના થતી હતી. તેનું અનુસરણ કરીને ‘ફડવાબદ્ધ’ કૃતિ આખ્યાન છે એવી ઉક્તિ પ્રચલિત છે. અપભ્રંશમાં કડવાનો પ્રારંભવક, ધ્રુવી થી થતો હતો. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં આખ્યાનનો પ્રારંભ થયો હતો. જૈન સાહિત્યનાં આખ્યાનો અપભ્રંશના પ્રભાવથી રચાયા છે. કવિઓએ ‘આખ્યાન’ સંજ્ઞા સાથે ‘રાસ’, ‘આખ્યાનક' સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. આખ્યાન દ્વારા સમાજના લોકોની ધાર્મિક રુચિનું પોષણ આપવાની સાથે મનોરંજન, ઉપદેશ અને ભક્તિનો હેતુ પણ સિદ્ધ થાય છે. ધર્મગ્રંથો, પુરાણો અને અન્ય ગ્રંથોમાં જે જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું તેને મધ્યકાલીન સમયમાં આખ્યાનના માધ્યમ દ્વારા જન સાધારણ સુધી પહોંચાડવાનું ૩૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ પુણ્યકાર્ય થયું છે. જૈન સાહિત્યમાં રાસાઓની જે લોકપ્રિયતા હતી તેવી જ લોકપ્રિયતા જૈનેત્તર સમાજમાં આખ્યાનની હતી. આખ્યાન માત્ર કથન શૈલીની કૃતિ નથી પણ કાવ્યકલાનાં લક્ષણો ધરાવે છે. આલંકારિકોએ આખ્યાન વિશે જણાવ્યું છે કે “આક્યાન પૂર્વવૃત્તોતિ' એટલે પૂર્વ બની ગયેલા વૃત્તાંતનું કથન. આવી રચના ગદ્ય કે પદ્યમાં પણ હોય. આખ્યાન વિશે અન્ય સંદર્ભ જોઈએ તો આસમંતાતુ ખ્યાન - સર્વ રીતે વિસ્તારીને કથન કરવું. ભોજના શૃંગાર પ્રકાશમાં આખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. આખ્યાન સંજ્ઞા તલમત્તે પદ્યાભિનયન પઠન ગાયના જેને એક જ કથા વાંચનાર અભિનય કરીને, પાઠ કરીને અને ગાઈને એકત્રિત થયેલા શ્રોતાઓને સંભળાવે છે તે આખ્યાન છે. ઉપરોક્ત સંદર્ભ દ્વારા આખ્યાનની કથન શૈલી, અભિનય, ગેયતા અને તાલબદ્ધ અભિવ્યક્તિ જેવાં લક્ષણોનો આખ્યાન કાવ્યમાં સમાવેશ થાય છે. સંસ્કૃત સાહિત્યમાં “ઉપાખ્યાન' શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એમ છે કે મૂળ કથાવસ્તુના સંદર્ભમાં ગૌણ-આડ કથા તરીકે (અવાન્તર કથા) વસ્તુનો વિસ્તાર કરીને રસપ્રદ વાણીમાં રચના કરવી. મહાકાવ્યમાં વસ્તુના વિભાજન માટે “સર્ગ” શબ્દ પ્રયોગ થાય છે. આખ્યાન શબ્દ પણ સર્ગના પર્યાય તરીકે ઓળખાય છે. મનુસ્મૃતિમાં એવી માહિતી છે કે શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા પછી લોકોને આખ્યાનનું શ્રવણ કરવાનું હોય છે. ૧. સ્વાધ્યાયં શ્રાવયેત્ ફિયે ધર્મશાસ્ત્રાણિ પૈવ હિ આખ્યાનાનિતિહાસાંશ્ચ પુરાણાનિઃ ખિલાની ચા મનુ. (પા. ૧૪૪) આખ્યાન કથન શૈલીવાળી રચના હોવાથી તેમાં પાત્રો અને પ્રસંગોનું વર્ણન, રસસૃષ્ટિ મહત્ત્વની હોય છે. તે રીતે વિચારીએ તો આખ્યાન શ્રાવ્ય ( ૪૦ ) Page #60 -------------------------------------------------------------------------- ________________ કાવ્યપ્રકાર તરીકે તેની વિશિષ્ટ શૈલીથી લોકપ્રિય બન્યો હતો. આખ્યાનકાર પાત્રો પ્રસંગોનું વર્ણન કરીને શ્રોતાઓને તેનો સાક્ષાત્કાર કરાવે છે. જન હૃદયમાં પાત્રો વસી જાય એવી હૃદયસ્પર્શી અભિવ્યક્તિ આખ્યાનની લાક્ષણિકતા ગણાય છે. તેમાં રહેલી નાટ્યાત્મકતા લોકોને આકર્ષે છે. હેમચંદ્રાચાર્ય એ કાવ્યાનુશાસનમાં જણાવ્યું છે કે આખ્યાનવ સંજ્ઞા તલમત્તે પદ્યાભિનયન્ ગાયનું ગુજરાતી ભાષાના સાહિત્યમાં ઐતિહાસિક રીતે વિચારીએ તો ૧૫મી સદીના ત્રીજા તબક્કામાં ભક્ત કવિ નરસિંહ મહેતાનું “સુદામાચરિત્ર અને ગોવિદ ગમન” લઘુ આખ્યાનના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. (સં. ૧૪૭૦ થી ૧૫૨૫) કવિ ભાલણ સંસ્કૃત ભાષાનો પ્રકાંડ પંડિત હતો. આ કવિએ આખ્યાનો રચીને તેના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ભાલણ, કર્મણમંત્રી, નાકર, વિષ્ણુદાસ જેવા કવિઓએ આખ્યાન રચનાઓ કરીને વિકાસ કર્યો છે. ત્યારપછી મહાકવિ પ્રેમાનંદે મોટી સંખ્યામાં આખ્યાનો રચીને સ્થાપેલો આખ્યાન કાવ્યનો સુવર્ણયુગ પ્રસિદ્ધ છે. આખ્યાનકર્મણિ કોશની રચના પ્રાકૃત ભાષામાં નેમિચંદ્રસૂરિએ કરી છે. પૂ.શ્રીના શિષ્ય આપ્રદેવસૂરિએ આ ગ્રંથની ટીકા લખી છે. આ અંગેના શબ્દો નોંધવામાં આવ્યા છે. સવૃત્તિકસ્ય આખ્યાનકસ્ય મણિકોશસ્ય વિષયાનુક્રમો ગ્રંથની મૂળ રચના પ્રાકૃતમાં છે તેની ટીકા સંસ્કૃત ભાષામાં છે. પૂ. નેમિચન્દ્રસૂરિ ૧૨મી સદીના સુવિખ્યાત આચાર્ય હોવાની સાથે ઉચ્ચ કક્ષાના વિદ્વાન તરીકે સુખ્યાત હતા. એમની પાંચ કૃતિઓમાં આત્મબોધ કુલક' વિશેષ પ્રચલિત છે. પૂ. આમૃદેવઉપા. નેમિચન્દ્રસૂરિના દીક્ષાગુરુ હતા. આખ્યાનકમણિ કોશની રચના પ્રાકૃત ભાષામાં કરી છે અને તેની વૃત્તિ (ટીકા) (૪૧) Page #61 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશમાં છે. આ કોશમાં ૪૧ અધિકાર અંતર્ગત ૧૨૭ આખ્યાનકોનો સમાવેશ થયો છે. તેમાંથી કથાઓ ઉપરાંત ધર્મ વિષયક માહિતી પ્રાપ્ત થાય છે. દાન-શીલતપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મની માહિતીમાં આખ્યાનકો રચાયાં છે અને તેના દ્વારા ધર્મનો મહિમા પ્રગટ થયો છે. ૧૧૪ આખ્યાનક પ્રાકૃત ભાષામાં રચાયાં છે અને કવિએ ‘આર્યા’ છંદનો પ્રયોગ કર્યો છે. અન્ય આખ્યાનકોમાં સંસ્કૃત ભાષાના પ્રયોગ સાથે વસંતતિલકા છંદનો પ્રયોગ થયો છે. ૧૨૨ આખ્યાનકોમાં પ્રબોધિની છંદનો પ્રયોગ થયો છે. આ છંદની માહિતી વૃત્ત રત્નાકર ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ભરતાખ્યાનકમ્ નં. ૨૩ અને ૪૨ સોમપ્રભાખ્યાનકની રચના અપભ્રંશ ભાષામાં થઈ છે. રૂકિમણી-મધ્વાખ્યાનકમ્ નં. ૨૦-૨૧ની રચના સંયુક્ત કથા તરીકે થઈ છે. આખ્યાનકના વિષયોની પસંદગી પૂર્વાચાર્યોએ રચેલા જૈન સાહિત્યના પ્રભાવથી થઈ છે એટલે પૂર્વના સાહિત્ય સાથે તેનો સંબંધ છે. બકુલાક્યાનકમ્ નં. ૩૨માં વિશેષ રીતે રત્નચૂડની કથા નોંધપાત્ર છે. આ ગ્રંથની કથાઓમાં પ્રાકૃત અને અપભ્રંશનો પ્રયોગ થયો છે. કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો કવિએ વિરોધાભાસ, શ્લેષ, રૂપક અને પ્રહેલિકાના પ્રયોગથી કથાને રસિક અને આકર્ષક બનાવી છે. પ્રહેલિકાનો પ્રયોગ શ્રોતાઓને આનંદદાયક લાગે છે. મધ્યકાલીન સાહિત્યમાં આવી પ્રહેલિકાનો પ્રયોગ એક વિશિષ્ટતા ગણાય છે. આખ્યાનકોમાં વિવિધ વિષયોનો સમાવેશ થયો છે. ચરિત્રાત્મક આખ્યાનકોની સાથે સાંપ્રદાયિક ઉપદેશાત્મક વિચારોને પ્રગટ કરતી રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, દાન જેવા વિષયોના શાસ્ત્રોક્ત વિચારો વિવિધ દષ્ટાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. ૪૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ કુલાનન્દાખ્યાનક નં. ૧૨૧ વૈવિધ્યપૂર્ણ વિચારો અને કવિત્વની દષ્ટિએ ઉત્તમ છે. આખ્યાનકની શૈલી મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર સાથે સામ્ય ધરાવે સમગ્ર રીતે વિચારીએ તો આખ્યાનકોમાંથી દેવ-ગુરુ અને ધર્મના વિચારો વિવિધ દષ્ટાંતો દ્વારા પ્રાપ્ત થાય છે. કથાનુયોગની એક નોંધપાત્ર રચના તરીકે આખ્યાનકર્મણિ કોશ ઐતિહાસિક, ધાર્મિક અને સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. જૈન સાહિત્યમાં આખ્યાન રચનાના સંદર્ભમાં આ પ્રાચીન ગ્રંથની માહિતી પૂર્વભૂમિકા રૂપે ગ્રંથની પ્રસ્તાવનાના આધારે પ્રગટ કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં જે આખ્યાનનું સ્વરૂપ છે તેનાથી ભિન્ન રીતે જૈન સાહિત્યનાં આખ્યાનો પરંપરાગત લક્ષણો સાથે રચાયાં છે. અર્વાચીન કાળમાં ધર્મધુરંધરસૂરિ રચિત શ્રી વ્રજસ્વામી આખ્યાન-કથા પ્રાપ્ત થાય છે તેનો પરિચય આ વિભાગમાં આપવામાં આવ્યો છે. ૧૭મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા કવિ નયસુંદરે સં. ૧૬૪૦માં પ્રભાવતી (ઉદયન) રાસ અથવા આખ્યાનની રચના કરી છે. કવિએ છેલ્લી ઢાળની ૨૮મી ગાથામાં આખ્યાન સંજ્ઞાનો ઉલ્લેખ કર્યો છે. આખ્યાન એહ પ્રભાવતીનું, નૃપ ઉદાયિચરિત્ર પરમાદ પરહો પરિહરી, સાંભલો પુણ્ય પવિત્ર. ૨૮ લઘુ ગતિ ઉત્તરાધ્યયની, વળી ચૌદ સહસોં માંહી, અધ્યયન જોઈ અઢારમું, આખ્યાન રચ્યું ઉચ્છહિ. મુરા ૨૭મી ગાથામાં આખ્યાન રચવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે આ | કૃતિ સાચા અર્થમાં આખ્યાન છે. ૪૩) Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુણ સુણી સાધૂ ઉદાયી કેરાં, નલો કર્મહ કાંથડી, આખ્યાન સુણી પ્રભાવતીનું, સુકૃત સંચો ગાંઠડી. ॥૪॥ ઈતિ શ્રી સુશ્રાવિકા પ્રભાવતી રાસો આખ્યાનં ચરમ રાજઋષિ ઉદાઈ સાધુ ચરિત સંપૂર્ણ । (૨/૯૯) ૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા સકલચંદ્ર ઉપાધ્યાયે મૃગાવતી આખ્યાન અથવા રાસ ની રચના સં. ૧૬૪૩ની આસપાસ ૪૨૧ ગાથામાં કરી છે. કવિએ ૪૨૧મી ગાથામાં આખ્યાન નામનો નિર્દેશ કર્યો છે. ૨. મૃગાવતી આખ્યાન સુણતાંતીર, પુણ્ય તણા ઘડા. ઈતિ મૃગાવતી શીલવતી મહિમાવતી શીલ વર્ણન આખ્યાન સમાપ્તિમિતિ. (હસ્તપ્રતને અંતેનું લખાણ) શ્રી ૧૬૭૦ વર્ષે શ્રાવણ માસિ કૃષ્ણ પક્ષે ગયાદેસી શનિવાસરે, શ્રી પૂર્ણિમ પટ્ટે, ચતુર્થ શાખામાં શ્રી શ્રી તીર્થોદ્વારક શ્રી શ્રી શ્રી પૂજ્ય શ્રી હર્ષસાગરસૂરિણા રિખવચંદજી લિખિતં. સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં ઉપા. સમયસુંદરે મૃગાવતી ચરિત્ર અથવા ચોપાઈ અથવા આખ્યાનની રચના સં. ૧૬૮૮માં ૩ખંડ, ૩૮ ઢાળ, ૩૪૪ ગાથા પ્રમાણ કરી છે. કવિએ આખ્યાનને અંતે ચઉપઈ ચરિત્ર શબ્દ પ્રયોગ કર્યો છે પણ આખ્યાન પ્રયોગ શીર્ષક સિવાય અન્યત્ર પ્રાપ્ત થતો નથી. બ્રાહ્મી ચંદન બાલિકા, ઈત્યાદિક અભિરામ, તેણઈ કારણ ભગત ભણું, મૃગાવતી ચરિત્ર. સોલ સઈ અડસઠ વરસેં, હુઈ ચઉપઈ ઘણે હરખે મોહનવેલિ ચઉપઈ સુણલાં, ભણતાં નઈ વલી ગુણતાં. (પ્રથમ ખંડ) ઉપરોક્ત પંક્તિઓમાં ચઉપઈ ચરિત્રનો ઉલ્લેખ છે. ૪૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧૭મી સદીના પ્રારંભમાં થયેલા આચાર્ય જયવંતસૂરિએ સં. ૧૬૪૩માં ૫૬૨ ગાથા પ્રમાણ ઋષિદત્તા રાસ અથવા આખ્યાનની રચના કરી છે. કવિએ કાવ્યના આરંભના દુહામાં આખ્યાન શબ્દ પ્રયોગ કર્યો છે. ૩. ઋષિદત્તા નિર્મલ થઈ તે નિજ સત્યપ્રમાણ તસ આખ્યાન વષાણ વા દિઈ મુઝ નિર્મલ વાણિ કવિતા મહિમા વિસ્તરે ફલીઈ વક્તા આસ શ્રોતા અતિરંજે જિણે સો દિઈ વચન વિલાસ વિવિધ પરે કેલવણ નિજ રમતિ અનુસાર તુઝ પયકમલ પ્રસાદથી જગિ વાણી વિસ્તાર પૂર્વે છે સૂકવે કર્યા એહના ચરિત પ્રસિદ્ધ તો હુઈ રસિકજના ગહે એ ઉધમ કીધ કેવલ લહી મુક્ત ગઈ કલંકહ છેક તે ઋષિદત્તા સુપચરિતં સુણયો સહુ વિવેક. (૨/૭૬) સત્તરમી સદીમાં વડતપગચ્છ સમુદાયનાં સાધ્વી હેમશ્રીએ કનકાવતી આખ્યાનની રચના સં. ૧૬૬૪માં ૩૬૭ ગાથા પ્રમાણ કરી છે. આખ્યાનના અંતે રચના સમય, ફળશ્રુતિ અને આખ્યાન શબ્દ પ્રયોગ વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. અંતમાં ‘ઈતિ કનકાવતી આખ્યાન સમાપ્ત'. ૪. કથા માંહઈ કહઉ રસાલુ કનકાવતી સંબંધ કનકાવતી આખ્યાન રચઉ મઈ સૂઅણાં સરસ સંબંધ સંવત ૧૬ થુઆલઈ સંવચ્છરિ વૈશાષ વદિક જુવાર સાતમઈ દિન સૂભ મુહુરતઈ યોગઈ રચઉ આખ્યાન એસાર ભણઈ ગુણઈ સંલિ જેનાર તેહ ધર મંગલ ચ્યાર હેમશ્રી હરષઈ તે બોલઈ સુખ સંયોગ સૂસાર. (૨/૨૩૧) સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા તપગચ્છના હીરવિજયસૂરિના સમુદાયના શ્રી સંઘવિજયજીએ ‘અમરસેન વયરસેન રાજર્ષિ આખ્યાનક’ ની ૪૫ Page #65 -------------------------------------------------------------------------- ________________ સં. ૧૬૭૯માં ૨૭ ઢાળ, ૫૧૯ ગાથા પ્રમાણ રચના કરી છે. અન્ય આખ્યાનોમાં આરંભ કે અંતમાં આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે. આ કૃતિમાં “રાસ” શબ્દ પ્રયોગ થયો છે. આખ્યાનનાં લક્ષણોમાં “કડવાબદ્ધ વસ્તુ વિભાજન માટે શબ્દ પ્રયોગ થાય છે તેનો અહીં સંદર્ભ મળે છે. ૨૮મી ઢાળમાં શબ્દો છે કડવાની જાતિ. ૫. એહ રાસ કીધો લાભ લીધો સાદું વાંછિત કાજ જેહનઈ દાન દીધું હતું પ્રસિદું લીધું ત્રિભુવન રાજ. I૫૦૭ll કવિએ “સંબંધ” શબ્દ કરીને અમરસેન વયરસેનનો ઉલ્લેખ કર્યો છે. સરસતિ માત સાનિધિ કરી, રચ્યો સંબંધ રસિક પ્રકરણ પુષ્પમાલા તણી, ગાથા ભણી સુજાણિ, રસિક સંબંધ શ્રવણે સુણ્યો, રાસ રચું શુભવાણિ. /૧૬ll કવિએ ખરેખર રાસ રચના કરી છે તેની સાથે “સંબંધ” સંજ્ઞા પ્રયોગ પ્રાપ્ત થાય છે. એટલે રાસ, સંબંધ, આખ્યાનક એમ ત્રણ સંજ્ઞાઓ વાળી આ રચના છે. (૩/૧૫૫) કવિ રાજસાગર ઉપાધ્યાય (સત્તરમી સદી) લવકુશ રાસ અથવા આખ્યાન અથવા રામસીતા શીલપ્રબંધક રાસની રચના સં. ૧૬૭રમાં પ૦૫ કડી પ્રમાણ કરી છે. કવિએ કાવ્ય રચનામાં કોઈ જગ્યાએ આખ્યાન શબ્દનો ઉલ્લેખ કર્યો નથી પણ “રાસ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. ૬. સંવત સોળ વરસ બહુન્નરી, જેઠ સુદી બુધવાર, તિથિ ત્રિજનિ દિનિ રાસ પૂરણ એવું મંગલકાર. //રા (૩/૧૭૦) સત્તરમી સદીમાં કવિ ઉદયમંદિરે ધ્વજભુજંગ આખ્યાનની રચના સં. ૧૬૭૫માં કરી છે. કવિએ કાવ્યને અંતે જણાવ્યા પ્રમાણે આ કૃતિ “રાસ છે ૪૬) Page #66 -------------------------------------------------------------------------- ________________ એમ સ્પષ્ટ થાય છે. ૭. રાસ રચ્યો ખંતે કરી રે, સેરવટપુર માંહિ, નરનારિ જે સાંભળે રે, તસ હોઈ અધિક ઉછાંહિ રે ૧૪ (૩/૧૮૮) અઢારમી સદીના અંચલગચ્છના માણિજ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરજીએ શુકરાજ રાસ અથવા આખ્યાનની રચના સં. ૧૭૦૧માં ચારખંડ અને ૯૦૫ ગાથા પ્રમાણ કરી છે. ગુરુ પ્રણમી સરસતિ નમી કહું શુકરાજ આખ્યાન. આ રાસને અંતે કવિ જણાવે છે કે દુહા દેસીને ચોપઈ સુભાષિત સહિત સુજાણે રે. કવિએ આ રચનામાં કાવ્યને અનુરૂપ દુહા, છંદ, દેશી અને સુભાષિતનો પ્રયોગ કરીને વિશિષ્ટ પ્રકારની રચના કરી છે. કવિએ ગુરુકૃપા પોતાની અલ્પમતિ અને ઓછું-અધિકું લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ નો પણ કાવ્યને અંતે ઉલ્લેખ કરીને પોતાની નમ્રતા અને વિનય ગુણનો પરિચય કરાવ્યો છે. વજસ્વામીનો પરિચય પૂ.શ્રીનો જન્મ તુંબવન ગામમાં, પિતા ઘનગિરિ અને માતા સુનંદા તેઓનો જન્મ થતાં પહેલાં જ પિતા ઘનગિરિએ દીક્ષા લીધી હતી. તેઓ એકવાર ભિક્ષા માટે પોતાના પૂર્વગૃહે આવ્યા ત્યારે બાળકના સતત રડવાથી કંટાળેલી માતાએ તે બાળકને મુનિ (પિતા) ને વહોરાવી દીધો! બાળકનું નામ ગુરુએ વજ પાડ્યું. થોડાં વર્ષો બાદ માતાએ બાળકને પાછો મેળવવા રાજકારે ઝઘડો કર્યો પણ રાજાએ બાળકની ઈચ્છા અનુસાર ન્યાય ચૂકવ્યો અને વજસ્વામી સાધુઓના સમૂહમાં કાયમ રહ્યા. બાલ્યવયમાં પણ તેઓએ પઠન-પાઠન કરતી આર્યાઓના મુખથી શ્રવણ કરાતાં પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો યાદ કરી લીધાં હતાં. તેમનાં સંયમથી પ્રસન્ન થયેલા મિત્ર દેવો પાસેથી તેમણે આકાશ ગામિની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત કરી હતી. ૪૭) Page #67 -------------------------------------------------------------------------- ________________ તેમનાં વખતમાં બાર વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. જેમાં તેમના પાંચસો શિષ્યો ગોચરી ન મળવાના કારણે અનશન કરી કાળ કરી ગયા હતા. તેઓ આર્યસિહગિરિના શિષ્ય હતા અને પ્રભુ મહાવીરના તેરમા પટ્ટધર હતા. દસમા પૂર્વધર તરીકે તેઓ છેલ્લા ગણાય છે. શાસન સેવાનાં અનેક કાર્યો કરી તેઓ અનશનપૂર્વક કાળધર્મ પામ્યા હતા. આઠ પ્રભાવક મુનિઓમાં પૂ.શ્રીએ વિદ્યા અને મંત્રના પ્રભાવથી શાસનની પ્રભાવના કરી હતી. ૮. શ્રી વજસ્વામી આખ્યાનની સમીક્ષા શ્રી મહાવીર સ્વામી સંયમનો યુગ પ્રવર્તાવ્યો હતો. રાજા-મહારાજાઓ, શ્રેષ્ઠિઓ, મંત્રીઓ, યુવરાજો, રાજકુમારો, અમીરો-ગરીબો સૌ કોઈએ ભોગવિલાસમય જીવનનો ત્યાગ કરીને આત્માના કલ્યાણ માટે સંયમપથે પ્રયાણ કર્યું હતું. ભગવાન મહાવીર સ્વામીની પાટ પરંપરામાં ૧૩મા પટ્ટધર અને ૧૮મા યુગપ્રધાન હતા. વજસ્વામીના જીવનના પ્રસંગો વિશે સઝાયની રચના પ્રચલિત બની છે. ભરસરની સઝાયમાં એમનો નામોલ્લેખ થયો છે. પૂ. પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી ગણીએ વજસ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને આખ્યાન કાવ્યની રચના સં. ૨૦૦૭માં કરી છે. મધ્યકાલીન સમયમાં આખ્યાન કાવ્યોની રચના થતી હતી. અર્વાચીન કાળમાં પૂ. ધુરંધરવિજયજીનું ઉપરોક્ત આખ્યાન પ્રાપ્ત થાય છે. • આખ્યાનના આરંભમાં કવિએ જણાવ્યું છે કે આ શ્રી વજસ્વામીનું આખ્યાન છે, કથા છે. કવિએ દુહાથી આખ્યાનનો આરંભ કર્યો છે અને વજસ્વામીના જીવનનો પાંચ ઢાળમાં પરિચય કરાવ્યો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છે : ४८. Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રણમી પદ અરિહંતના, સમરી શારદ માય, વાત કહું શ્રી વજ્રની, સાંભળો ભલી ભાંત. ॥૧॥ મધ્યકાલીન કાવ્યોમાં ફળશ્રુતિનો કાવ્યને અંતે ઉલ્લેખ કરવામાં આવે છે. કવિએ આરંભમાં જ એનો ઉલ્લેખ કર્યો છે. સાંભળતાં સુખ સંપજે, પાતિક દૂર પલાય, ગાતાં ગુણ ગિરુઆતણો, જનમ જનમ દુઃખ જાય. ॥૨॥ આખ્યાનને અંતે કળશરચનામાં ગુરુ પરંપરા અને રચના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિની યમક યુક્ત પંક્તિઓ કાવ્ય રચનાની વિશિષ્ટતા દર્શાવે છે. ૮. તરુપઢે પ્રીયુષ કીધિતિ, પીયૂષ પાણિ પાય વચનામૃત જેના અમૃત સમ, વિજયામૃત સૂરિ રાયા રે. ॥૨॥ પુણ્ય વિજય મુનિ પુર્ણ વૈરાગી, તજી મમતાને માયા. રચના સમયનો સાંકેતિક ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે ૯. સંવત પાંચ અધિક સહસદ્રય, માધવ માસ મનાયા વદિ એકમ દિને શુક્રવાસરે, ભાવનગર સ્થિર કાયા રે. પ સુનંદા પુત્રને જન્મ આપે છે તેની માહિતી આપતાં કવિના શબ્દોમાં પ્રસંગોચિત્ત આનંદ ઉલ્લાસનો પરિચય થાય છે. ૧૦. નવ મહીને શુભ તિથિ દિને, ઉત્તમ શુભ ગ્રહ યોગ, સુત જન્મ્યો સહુ જન ગમ્યો, સકળ સુકૃત સંયોગ. ॥૧॥ સખી જન હળીમળી હેતથી, ધવળ મંગળ ગીત ગાય, ભાગ્ય ભલું એ નારીનું, જસ કૂખ સુત સોહાય. ॥૨॥ ૪૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ વજ્રકુમારનો પરિચય આપતા દુહા જોઈએ તો ૧૧. દિન દિન દીપે તેજથી, વજકુવર મુનિરાજ, ચાહે સર્વે સ્નેહથી, બાળક પણ શિરતાજ. ॥૧॥ ભદ્રગુપ્ત ગુરુથી ભણ્યા, આગમ અર્થ ઉદાર, દશ પૂરવધર એ મુનિ, જિનશાસન શણગાર. ॥૨॥ વજ્રસ્વામી વયમાં નાના હતા પણ જ્ઞાન અને સંયમ પાલનમાં ઉપયોગવંત હતા. એક દેવ ભક્તિભાવથી શ્રાવકનું રૂપ ધારણ કરીને પૂ.શ્રીને કોળાપાક વહોરાવવા માટે આવે છે ત્યારે દેવકૃત ભિક્ષા કલ્યે નહિ એમ પોતાના જ્ઞાન અને ઉપયોગથી ખબર પડતાં ભિક્ષા લેતા નથી. કવિના શબ્દો છે : ૧૨. વયર મુનિવર પોતે ચાલ્યા, યોગવંત ઉપયોગી, નયન સ્થિર જોઈ શ્રાવકના, જાણે વાતએ જોગી હો. ॥૫॥ સુરકૃત ભિક્ષા કલ્યે નહિ એમ, વિચારી પાછા ફરીયા, વિકટ પ્રસંગે પણ સંયમમાં, સ્થિર રહે મુનિવરીયા હો. ॥૬॥ દેવ પ્રસન્ન થયો ને દીધી, વૈક્રિય લબ્ધિ સારો. વજ્ર સ્વામીને આ રીતે વૈક્રિય લબ્ધિ પ્રાપ્તિ થઈ હતી. વજસ્વામી વિહાર કરીને એકવાર પાટલીપુત્ર પધાર્યા હતા ત્યારે શેઠ ધનાવહે પોતાની દીકરીનાં એમની સાથે લગ્ન કરવા માટે દઢ નિશ્ચય કર્યો હતો. કવિએ શેઠની દીકરીનું શબ્દચિત્ર આલેખતાં જણાવ્યું છે કે ૧૩. પાટલીપુર પધાર્યા એકદિન પરિવારે પરિવરિયા રૂપ નિરુપમ અનુપમ વાણી સદ્ગુણ ગણનારિયા જગ. ॥૧॥ શેઠ ધનાવહ નિજ તનયાને સોળ અંગે શણગારે, રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝમકે હાવભાવ અતિ ભારે જગ. ॥૨॥ ૫૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ સિન્દુર શોભે શુભ સીમંતે કુમકુમ તિલક ભાલે, કર કંકણ ને કુંડલ કાને કંઠ શ્રીકાર છે હારે જગ. II કટિ મેખલા કટિ પર રાજે રત્નાભૂષણો શોભે ભર યૌવનથી વિકસિત અંગો નિરખી રતિમન લોભે જગ. //૪ો. નયનવદન સ્તન વક્ષસ્થળ ને ઉદરકટિ ભ્રકુટી, નાસા કર્ણ કપોલ ભાલને દંત અધર કર તૂટી જગ. પી. ચરણ નિતંબ પ્રમુખ સહુ અંગો એકએકથી શોભે કામી ને નિષ્કામી નયનો નિરખીને સ્થિર થોભે જગ. II૬ll. શેઠ ધનાવહની ઈચ્છા પૂર્ણ થઈ નહિ. વજસ્વામીજીએ વૈરાગ્યમય વાણીમાં ઉપદેશ આપીને શેઠની દીકરીને વૈરાગ્યવાસિત કરી અને પુત્રી રૂકમણીએ પિતાની અનુમતિ લઈને સંયમનો રાજમાર્ગ ગ્રહણ કર્યો. કવિના શબ્દો છે : ૧૪. પ્રતિબોધ એ મૃગ નયનાને, મોહજાળથી મુકાવી, દીક્ષા મહામહોત્સવથી આપી, ભવભ્રમણા ભૂલાવી. ૧રા વજ સ્વામીના પ્રભાવનું વર્ણન કરતી મિતાક્ષરી પંક્તિઓ નીચે મુજબ ૧૫. દુષ્કાળમાંથી ઉધ્ધ, સકળ સંઘ સમુદાય, પુરી નગરીમાં સ્થિર કર્યો, વૈક્રિય લબ્ધિ સુહાય. ૧| પુરી નગરીનો નરપતિ, બૌધ્ધ ધર્મી કહેવાય, બુદ્ધ વિના બીજા તણી, પુષ્પપૂજા નવિ થાય. /રા (પા. ૩૨) જૈનોને પુષ્પો મળે નહિ અને પ્રભુની પુષ્પપૂજા થાય નહિ, પૂજાનો નિયમ હોવાથી શ્રાવકો છેવટે વજસ્વામીને મળ્યા અને પુષ્પોની વૃષ્ટિ થઈ. (પ્રાપ્ત થયાં) કવિના શબ્દો છે : ૫૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૬. વજસ્વામીને કરે વિનતિ, લબ્ધિવંત મુનિ મોટા, ધર્મ સંકટ હરવા ફરવા, હણો મિથ્યા પરપોટા. ||૩| વજસ્વામી જગન્નાથપુરીથી આકાશગામિની વિદ્યાના પ્રયોગથી માહેશ્વરપુરીમાં આવ્યા. અહીં બગીચાનો માળી ધનગિરિનો પૂર્વભવનો મિત્ર હતો એટલે પુષ્પો તૈયાર કરવા માટે સૂચના કરી. પછી વજસ્વામી હિમવર્ષ પર્વત ઉપર ગયા. ત્યાં લક્ષ્મીજીએ એમનું સ્વાગત કર્યું અને ત્યાંથી સહસ્ત્ર પાંખડીવાળું કમળ લીધું. પૂ.શ્રી હુતાશન વનમાં ગયા અને તે વનના માલિક તિર્યમ્ જાંબૂક દેવ પાસેથી ૨૦ લાખ પુષ્પો લીધાં. પછી દેવની સહાયથી બધાં પુષ્પો લઈને વિમાનમાર્ગે જગન્નાથપુરીમાં આવ્યા અને શ્રાવકોએ ઉત્સાહપૂર્વક પુષ્પપૂજાથી પ્રભુભક્તિ કરી હર્ષોલ્લાસ અનુભવ્યો. આ ઘટનાથી આશ્ચર્ય અનુભવીને બૌદ્ધ રાજા પ્રસન્ન થયો. અને રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. એટલા માટે જ વજસ્વામી શાસનપ્રભાવક કહેવાય છે. - કવિના શબ્દોમાં આ પ્રસંગની માહિતી નીચે પ્રમાણે છેઃ ૧૭. પુષ્પો સજ્જ કરવાનું કહીને ગયાગિરિહિમવંતે શ્રીદેવીએ સરોજ સમર્થ્ય ગ્રહણ કર્યું ભગવંતે મુનિવર. પી. વિશ લાખ પુષ્યો પણ બીજા લીધા હુતાશન વનથી જાંભુક દેવની સાથે આવ્યા કાર્ય ક્યું તનમનથી મુનિવર. //દી મઘમઘતા દિવ્ય કુસુમથી અરિહંત ભગવંત પૂજ્યા સમકિતી જન મન ઉલસ્યાં વિકસ્યાં સુકૃત દુષ્કૃત ધ્રૂજ્યા. liા. (પા. ૩૫/પ-૭). વિક્રમ સંવત ૧૦૮માં જાવડ શાહે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો હતો તે વખતે વજસ્વામીએ દુષ્ટદેવોનો ઉપદ્રવ દૂર કરાવીને મંત્રોચ્ચારપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી. ( ૫ ૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સંવત આઠ અધિક શતમાંહે સિદ્ધગિરિ પર આવ્યા, જાવડ શાહ ઉદ્ધાર કરાવે વજસ્વામી મન ભાવ્યા મુનિવર. IIII દુષ્ટ દેવના સંકટ સર્વે મંત્ર બળે દૂર કીધા, સ્થાપી પ્રતિમા પ્રથમ જિણંદની લ્હાવા અનેરા લીધા મુનિવર. I૧૦ (પા. ૩૬ ૯-૧૦) પાંચમી ઢાળના અંતમાં વજસ્વામીના અનશનના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. ૧૯. એ મુનિવરના નામ સ્મરણથી, પાપ નાશ સહુ પામે, ધર્મ ધુરન્ધર મુનિ ગુણ ગાતાં, પૂર્ણ પુણ્ય બહુ જાગે. ૧૬॥ આખ્યાનમાં પ્રસંગોનું વર્ણન કરવાની પ્રણાલિકા છે. આ આખ્યાનમાં કવિએ પ્રસંગોનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. આકાશગામિની વિદ્યા, વજ્રસ્વામીની પરીક્ષા કરવાનો દેવનો પ્રસંગ, માહેશ્વરપુરમાંથી દેવની સહાય દ્વારા પુષ્પો લાવવાં, જેવા ચમત્કારિક પ્રસંગો શ્રોતાઓને આકર્ષક લાગે છે. શેઠ ધનવાહની દીકરીનું શબ્દચિત્ર આકર્ષક છે. આખ્યાનમાં શૃંગાર, કરૂણ અને શાંતરસનું નિરૂપણ હોવાની સાથે ચમત્કારના પ્રસંગોમાં અદ્ભુત રસ, કથાને રસિક બનાવવામાં પૂરક બને છે. પૂ. ધુરંધરવિજયજીની કવિત્વ શક્તિ, ઉચિત પ્રયોગ, વર્ણાનુપ્રાસ અને મિતાક્ષરી શૈલી નોંધપાત્ર છે. આ આખ્યાન - કથા એવો શબ્દ પ્રયોગ થયો છે પણ આખ્યાન કડવાબદ્ધ કૃતિ કહેવાય છે. વર્ણનની વિશેષતા રહેલી છે તે દૃષ્ટિએ વિચારીએ તો કથા કહેવાય અથવા તો વજસ્વામીનાં ઢાળિયાં કે વજસ્વામીનું પંચ ઢાળિયું શીર્ષક ઉચિત લાગે છે. અર્વાચીન કાળમાં પૂ.શ્રીની આ કૃતિ રસિક અને આકર્ષક કથાની સાથે શાસનપ્રભાવના અને ધર્મનો જયજયકાર દર્શાવે છે. ૫૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨. સંદર્ભસૂચિ: ૧ સાહિ. સ્વ. પા. ૧૪૪ જૈન. ગુ. કવિ. પા. ૨/૧૯૭ એ જન પા. ૨૭૬ એ જન પા. ૨૨૩૧ એ જન પા. ૩/૧૫૫ એ જન પા. ૩/૧૭૦ એ જન પા. ૩/૧૮૮ શ્રી વજ. આખ્યાન પા. ૪૭ એ જન પા. ૪૦ એ જન પા. ૧૪ ૧૧ એ જન પા. ૨૧ ૧૨ એ જન પા. ૨૪ ૧૩ એ જન પા. ૨૮ ૧૪ એ જન પા. ૩૧ ૧૫ એ જન પા. ૩૨ ૧૬ એ જન પા. ૩૪ ૧૭ એ જન પા. ૩૫ ૧૮ એ જન પા. ૩૬ ૧૯ એ જન પા. ૩૮ (૫૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ - = ( ૬. સંધિ કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો પ્રભાવ પડ્યો છે. “સંધિ' સંજ્ઞાવાળા કાવ્યો અપભ્રંશ ભાષામાં પ્રાપ્ત થાય છે. “સંધિ' નો શબ્દાર્થ વિચારીએ તો જોડાણ. વ્યાકરણની દષ્ટિએ આ જોડાણ એટલે સ્વર સંધિ અને વ્યંજન સંધિ. બે શબ્દોના જોડાણને સંધિ કહેવાય છે. કાવ્યની દૃષ્ટિએ વ્યાકરણનો અર્થ અભિપ્રેત નથી. સંસ્કૃત મહાકાવ્યોમાં વસ્તુ વિભાજન માટે “સર્ગ અને પ્રાકૃત મહાકાવ્યોમાં “આખ્યાન' શબ્દપ્રયોગ થાય છે તેવી રીતે અપભ્રંશ મહાકાવ્યોમાં સંધિ' શબ્દ પ્રયોગ થાય છે. સંધિ એટલે અપભ્રંશ મહાકાવ્યની રચનામાં વસ્તુ વિભાજન માટે પ્રયોજાતો શબ્દ. ૧. સંધિબદ્ધ કાવ્યમાં પણ વિભાજન માટે “કડવક' શબ્દપ્રયોગ થયો છે. અપભ્રંશ મહાકાવ્યો સંધિબદ્ધ છે. આ કાવ્યના આરંભમાં આઠ પંક્તિનું અથવા આઠ કડીઓનું કડવક હોય છે. કડવકને અંતે “ધત્તા' નામની એક કડી હોય છે. કડવકની પંક્તિઓ અન્યાનુપ્રાસયુક્ત હોય છે. આ કાવ્યનું બાહ્ય સ્વરૂપ વિચારીએ તો આરંભની એક કડીની રચનામાં દેવ-ગુરુની સ્તુતિનો મિતાક્ષરી ઉલ્લેખ કરીને સંધિ કાવ્ય રચવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. કડવકમાં ઓછામાં ઓછી ૮ પંક્તિઓ અને વધારેમાં વધારે ૪૦ પંક્તિઓ હોય છે. કડવકને અંતે કર્તાના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તદુપરાંત ફળશ્રુતિનો નિર્દેશ કરવામાં આવે છે. પ્રાકૃત કથા કાવ્યોમાં વ્યક્તિના ચરિત્રના વિવિધ લક્ષણો અને પ્રસંગોનું વર્ણન કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. રસનિષ્પત્તિ કાવ્યના એક મહત્ત્વના લક્ષણ તરીકે ગણવામાં આવે છે. પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોમાં વર્ણન અને રસનિરૂપણના મિશ્રણવાળી કૃતિઓ રચાઈ છે. ધનેશ્વરસૂરિનું “સૂરસુંદરીચરિય' (ઈ.સ. ૧૦૩૮), વર્ધમાનસૂરિનું (૫૫) Page #75 -------------------------------------------------------------------------- ________________ આદિનાથ ચરિત અને મનોરમા કથા. (ઈ.સ. ૧૦૮૪), દેવચંદ્રસૂરિનું “મૂલ શુદ્ધિ પ્રકરણ' (ઈ.સ. ૧૦૮૯), શાંતિનાથ ચરિત (ઈ.સ. ૧૧૦૪), આમ્રદેવસૂરિ આખ્યાનકથા મણિકોશ વૃત્તિ. (ઈ.સ. ૧૧૩૪) સોમપ્રભસૂરિ - કુમારપાળ પ્રતિબોધ (ઈ.સ. ૧૧૮૪) વગેરે કૃતિઓમાં કોઈકોઈ જગ્યાએ પ્રાકૃત સાથે અપભ્રંશનો પ્રયોગ થયો છે. સૌ પ્રથમ “સંધિ' શબ્દપ્રયોગ દેવચંદ્રસૂરિની “મૂલશુદ્ધિકરણ' કૃતિમાં થયો છે. ઉપરોક્ત માહિતીને આધારે એમ અનુમાન કરવામાં આવે છે કે ઈસુની ૧૨મી સદીમાં પ્રાચીન ગુર્જર ભાષામાં “સંધિ' કાવ્યની રચના થઈ છે. તુલસા આખ્યાન-તુલસાચરિત્રના પ્રારંભમાં સંધિનો પ્રયોગ થયો છે. આ રચના ૧૭ કડવકની છે. કવિએ આ રચનાને સંધિ કાવ્ય તરીકેની પણ ઓળખાણ આપી છે. આમૃદેવસૂરિ રચિત આખ્યાન મણિકોશ વૃત્તિમાં પ્રાકૃત આખ્યાન કૃતિઓનો સંચય થયો છે. તેમાં “સંધિ' શબ્દ પ્રયોગ જોવા મળે છે. ચારૂદત્તાખ્યાન એ સંધિ કાવ્ય સાથે નિકટનો સંબંધ ધરાવે છે એટલે સંધિકાવ્ય હોવાનો પૂર્ણ સંભવ છે. આ કૃતિઓના સંદર્ભમાં એવું અનુમાન કરવામાં આવે છે કે ૧૧મી સદીના અંત ભાગમાં સંધિ કાવ્યોનો પ્રારંભ થયો છે. અપભ્રંશ અને સંધિ કાવ્યોની ભાષા શિષ્ટ, માન્ય છે. રત્નશેખરસૂરિએ ઈ.સ. ૧૧૮૨માં ઉપદેશમાળાવૃત્તિની રચના કરી છે તેમાં સંધિ કાવ્યનો ઉલ્લેખ મળે છે. દીર્ઘકાવ્ય અંતર્ગત સંધિ કાવ્યની સાથે સ્વતંત્ર સંધિકાવ્યો પ્રાપ્ત થાય છે. સંધિ કાવ્યો ઉપદેશપ્રધાન હોવા છતાં આકર્ષક ઘટનાઓ, સરળ ભાષા, છંદપ્રયોગો અને રસાનુભૂતિની ઉત્તમ શક્તિ રહેલી છે. ૧૧મી સદીથી ૧૫મી સદીના સમયમાં સંધિ કાવ્યો રચાયા છે. સંધિકાવ્ય વિશેની ઉપરોક્ત માહિતી જૈન સાહિત્યના કાવ્યવિશ્વમાં અભિનવ પ્રકાશપુંજ પાથરે છે. જૈન સાહિત્યના સંશોધક અને પ્રતિભાશાળી લેખક અગરચંદજી નાહટા જણાવે છે કે સંધિ” શબ્દ પ્રયોગ અપભ્રંશ મહાકાવ્યોમાં પ્રાપ્ત થાય છે. શ્રી વિજયપ્રભસૂરિની ૧૫ રચનાઓ આ પ્રકારની પ્રાપ્ત થાય છે. સંધિ કાવ્ય પરંપરા ૧૯મી સદી સુધી ચાલુ રહી છે. રાજસ્થાનમાં સંધિ કાવ્યો વિશેષ પ્રાપ્ત થાય ( ૫૬. Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. ખરતરગચ્છ કવિઓનું સંધિ કાવ્યોમાં પ્રદાન નોંધપાત્ર ગણાય છે. આ માહિતીને આધારે સંધિ કાવ્યોની પરંપરા અને સમૃદ્ધિનો પરિચય થાય છે. સંધિ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય સંધિ કાવ્ય સમુચ્ચયનાં ઉદાહરણ ગુરુનો મહાન ઉપકાર છે અને એમના ગુણોનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. સંધિ કાવ્યને અંતે કવિના શબ્દો છે: ૨. મુણિહિ ગણીનઈ સમઈ સુહાસિ વાહ તઈ માહ વદિ વારિસ ! ગચ્છ શીખ દેવિણ સુહ ચિત્ત હેમતિલકસૂરિ દિવ સંપૂત | જસુ મહિમ કરતઈ જણિ ગુણવંતઈ જિણ સાસણિ ઉજ્જોઈયઉ સો ગુરુ નિય ગચ્છઉં અણુ-સFાં સંઘઈ મણ વંદિય દિયી | હવ પુણ થાકઈ જે દિન કેઈ સફલ કરંઉ તે અણસણ લઈ ઈમ મણિ સંધુ કમાવઈ સહુ-મણ ગારસ દિન પાલઈ અણસણું ! ઉપદેશ સંધિમાં જૈન ધર્મનાં પરંપરાગત ઉપદેશનો ઉલ્લેખ થયો છે. અન્ય કાવ્ય પ્રકારોમાં પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આવો ઉપદેશ સ્થાન ધરાવે છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. ધ્રુવક ૩. સસહર સમવયણી દીહર-નયણો હંસ ગમણિ સરસઈ સમરે, બિણ ધજ્જા પસિધ્ધિ નિમજાલ બુધ્ધીય મણિસુ સંધિ ઉવણસ વરે છે. નવકાર સરી જઈ મનિ સમરી જઈ એક જ્ઞાનિ અરિહંત પર સુહ-ગુરુ પણ મીનઈ ભાવ ઘરી જઈ સુહ-ગુરુ દેસણ અણુસર હો. | | કવિએ ફળશ્રુતિનો નિર્દેશ કરતાં જણાવ્યું છે કે ઉવસહ સંધિમ નિરમલ - બુદ્ધિઅ હેમસાર ઈમ રિસિ કહાઈ પ૭) Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪. જો પઢઈ પઢાવાઈ સુહ-મણિ માવઈ વસુહ રુદ્ધિ વુદ્ધિ સો લહઈ ‘ઉવહાણ સંધિ માં કવિએ શ્રાવક શ્રાવિકા માટે શાસ્ત્રવિધિ અનુસાર ઉપધાન તપની આરાધના અને માળારોપણ કરે તેવા શ્રાવકોને ધન્યવાદ આપવામાં આવે છે તેમ જણાવ્યું છે. સંધિની મહત્ત્વની પંક્તિઓ નોંધવામાં આવી છે. ઉવહાણ - ઉપધાન - ઉપ સમીપે ધીયતે ક્રિયતે સૂત્રાદિકં યેન તપસા તદુપધાનમ્ જે તપ વડે સૂત્રાદિક (આત્મ) સમીપમાં કરાય તે ઉપધાન કહેવાય છે. ઉપધાન એ જ્ઞાનાચારનો ચોથો આચાર (વિભાગ) છે. ૫. ફલવદિય મંડણ દુહ સમય ખંડગુ પાસ નિણંદ નમેવિ કરિ, જિણ ધજ્જા પહાણહે તવ ઉવહાણહ સંધિ સુણહુ જણ કન્નુઘરિ. અઢારમી સદીના કવિ જિનહર્ષની કૃતિ મૃગાપુત્ર ચોપાઈ સં. ૧૭૧૫માં ૧૦ઢાળમાં રચી છે. કવિએ ચોપાઈ અથવા “સંધિ શબ્દપ્રયોગ કર્યો છે. ખરતરગચ્છના મુનિ સોમધ્વજના શિષ્ય ખેમરાજે ઈખકારી રાજાની ચોપાઈ અથવા ચરિત્ર પ્રબંધ અથવા સંધિ એમ ત્રણ સંજ્ઞાઓ દર્શાવી છે. આ કવિનો સમય સોળમી સદીના ઉત્તરાર્ધનો છે. કૃતિ માટે કાવ્ય સંજ્ઞાઓનું કોઈ ચોક્કસ પ્રયોજન સમજાતું નથી. ચોપાઈ એટલે ચોપાઈ છંદ, ચરિત્ર પ્રબંધ એટલે જીવનના વિવિધ પ્રસંગોનું ક્રમિક નિરૂપણ અને સંધિનો અર્થ જોડાણ એમ સમજવો જોઈએ. કવિ વિનયસમુદ્રની સોળમી સદીની રચના નમિરાજઋષિ સંધિ ૬૯ ગાથા પ્રમાણ સં. ૧૫૮૩ની પ્રાપ્ત થાય છે. કાવ્યને અંતે કવિએ સંધિકાવ્ય શબ્દપ્રયોગ કર્યો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે: ( ૫૮ ) Page #78 -------------------------------------------------------------------------- ________________ આદિપાપ હરણ જિણવર પણજોવી સવિ ગણધર ગુણ હવઈ ધરેવી સાસણદેવ તિનિય ગુરુ ધ્યાવઉં સંધિબંધિ નમિ ઋષિ ગુણગાવઈ. મહિયતિમણ મિથલાનયરી જિણિનિજિ તેજિ નમાવ્યા વયરી નાયકનિરૂપમ તિહુયણ રાજઈ શ્રી નમિરાજ કરઈ ગુણ ગાઈ. અંત - કર્મખપાવી પહંતઈ નમિનિરવાણ કેવલનાણ પામી વિકાનયર વસુહુ વરટ્ટાણ વિનય વણાસીરી કીયઉ વખાણ શ્રી નમિરાજઋષિ સંધિ. (પા. ૧/૪૯૯). ખરતરગચ્છના કવિ નયરંગની કેશી-પ્રદેશી સંધિ ૭૧ ગાથામાં રચાઈ છે. આ કવિનો સમય સત્તરમી સદીના બીજા તબક્કાનો છે. ખરતરગચ્છના જિનહિંસસૂરિના શિષ્ય પુણ્યસાગર ઉપાધ્યાયે સુબાહુસંધિ' ની સં. ૧૬૦૪માં ૮૯ ગાથા પ્રમાણ રચના કરી છે. આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે. અહીં “સંધિ' નો સંબંધ જોડાણ એટલે કે સંબંધનો સમજાય છે. આદિપણમી પાસ જિણેસર કેરા પયપંકજ સુરતરૂ અધિકેરા જસુ સમરણ સીઝઈ વખાણી તે ગુરૂ સુય દેવી મનઆણી. ના વીરજિણંદ ઈગ્યારમ અંગઈ સોહમ આગલિ સુખદુખ ભંગઈ સુખવિપાકિ બીજઈ સુયખંધઈ દસમ અન્ઝયણ તણઈ પર સંઘઈ. પઢમ-અજઝયણ સબા કેરઉ અછઈ ભણેલું સંબંધ નવેરી તેહઉ કહિસુ સૂત્ર અણુસારઈ જયા સંખિત વિરચાઈ. II હથ્થીયસીસ પુરઆસિ પ્રસિદ્ધ બહુજણ ભુવણ રયણ કરિ રિધ્ધિ પુષ્કકરંડક તિહિ ઉજાણ નંદનવન સમજાસુ વખાણ ઢાલ સોભાગી જિણહરની દોહારામ ગઉડી ઉછાલો ઢાલ દેશ દશારણ જાણીષઈ એ ૫૯) Page #79 -------------------------------------------------------------------------- ________________ અંત - ઇમ જંબૂનઈ સોહમસારિઈ એહ અજઝયણ ભણ્યઉં સિવકામિઈ તમ સંબંધ એહ ગુણિ ભરિઉ ઈષ્યામ્ અંગત ઊઘરિયલ સંવત સોલ ચડોતર વરસઈ જેસલમેરૂ નયર શુભ દિવસઈ શ્રી જિનહંસસૂરિ ગુરૂ સીસઈ પુણ્યસાગર વિઝાય જગીસઈ શ્રી જિનમાણિસૂરિ આદેસઈ સુબાહુ ચરિત ભણિયઈલવલેસઈ. સત્તરમી સદીના કવિ ચારિત્રસિંહ ચતુઃ શરણ સંધિની રચના સં. ૧૬૯૧માં ૯૧ ગાથા પ્રમાણ કરી છે. પૂ. શ્રી ખરતરગચ્છના મલિભદ્રના શિષ્ય હતા. આ રચના જેસલમેરના જ્ઞાન ભંડારમાં છે. સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા કવિ સંયમમૂર્તિએ “ઉદાઈ રાજર્ષિ સંધિ” ની રચના સં. ૧૬૬રની આસપાસમાં કરી છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે : ૮. અંત - ઉદાય મુનિવર ગુણ નિતિ મનિધરઈ સાધુ સુશ્રાવક સુષ તે અણસઈ. અણસરઈ બહુસુષ તેહ અહિનિસિ જે રિષિ ગુણગાવાઈ શ્રી વીરવાણી ધરમણી દયાયઈ તે સુષપાવઈ વિઝાય શ્રી વિનયમૂરતિ સીસ સંજિસ ઈમ કહઈ જો ભણઈ ભાવઈ રિદય પાવઈ સયલ સુખ સંપતિ લહઈ. કવિએ છેલ્લી પંકિતમાં ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે. વડતપગચ્છના વિદ્યારત્નના શિષ્ય કનકસુંદરે જિનપાલિત સજઝાય સંધિની ૭૩ ગાથામાં રચના કરી છે. કવિએ કાવ્યને અંતે સંધિ રચનાનો સંદર્ભ જ્ઞાતાધર્મ કથા છે એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો : ૯. અંત - જ્ઞાતકથા ઈમ સાંભલી હરખિ પરષદ બારો રે જિનવાણી સૂણી સર્વહિ તસ ધરિ હુ સુખકારી રે Page #80 -------------------------------------------------------------------------- ________________ કનક સુંદર વિઝાયાં બોલિઈ જે ભણિ ભાવિ ભોલિ રે મુગતિ તેહનિરાખિ ખોલિ મલસિ નવનિધ ઢોલિ રે વિષય ન રાચિ તે ડાહા કવિએ પ્રથમ પંક્તિમાં જિનપતિત સંધિની રચના માટે આગમ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. (૩-૧૬) સત્તરમી સદીના કવિ શ્રી આર. પાઠકે “આનંદ શ્રાવક સંધિ' ની ૧૫મી ઢાળમાં સં. ૧૬૮૪માં રચના કરી છે. કવિએ તેમાં આનંદ શ્રાવકના જીવનનો વિસ્તૃત પરિચય આપ્યો છે. કવિએ કાવ્યના આરંભમાં પરંપરાગત રીતે દેવ સ્તુતિ કરીને સંધિ રચનાનો ઉલ્લેખ કર્યો છે. ૧૦. આદિ . વર્ધમાન જિનવર ચરણ નમતાં નવનિવનિધિ હોઈ સંધિ કરૂં આણંદની સાંજલિજ્યો સહુકોઈ. અંત - ઘનઘન સૂલી શ્રાવક એહવા નામે નવનિધિ થઈ સૌ મુષિવીર વખાણી જેહને પ્રણમે સુરનર પાય નિરતા બારહ વ્રત પરિપાલીયા નલગાયા અતિચાર ભલીપરે વિધિ સુશ્રાવક તણી પ્રતિમા વહી ઈગ્યાર દાનસીલતપ જપ નૈભાવના કીધા કરમ અનેક ઈણિ પરિ માનવભવ સફલ કિયી અહ નિસિ ચિત વિવેક માસણી કીધી સંવેષણા સમારે જિનવર નામ સાઠ ભગતઈ છેધા અણસર્ણ સૂધ મનપરિણામ પાપડાંજા આલોઈ પડિક્કમી કાલ માસ કરિકાલ સોધરમૈ દેવ લોકઈ સાસતોસુર અપચ્છર સુવિશાલ ઈંદ્ર વિમાન થકી અતિદીપતી કૂણ અછે ઈસાણ આણંદ ગાથા પતિદવિ ઉપનઉતિણ અરૂણા ભવિમાન (૬૧) Page #81 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમ ચિહ્નૈ આઉૌ સુષ ભોગ વૈ અપાર મહાવિદેહ તિહાંથી સીઝિરુપે કરિૌં એક અવતરા. ‘સંધિ’ સંજ્ઞાવાળી કાવ્ય રચના ૧૮મી સદીના બીજા તબક્કામાં થયેલા કવિ ખેમની ‘અનાથી ઋષિ સંધિ’ અથવા ઢાળો અથવા સજ્ઝાય ની રચના સં. ૧૭૪૫ની પ્રાપ્ત થાય છે. અઢારમી સદીના બીજા તબક્કામાં કવિ શ્રીદેવે ‘થાવસ્યા મુનિ’ ની સંધિની રચના સં. ૧૭૪૯માં કરી છે. ૧૯મી સદીમાં લોકાગચ્છના ઋષિ જેમલે ‘પરદેશી રાજાનો રાસ’ અથવા સંધિ અથવા ચોપાઈચરિત્રની ૨૨ ઢાળમાં રચના કરી છે. ઉપલબ્ધ સંધિ કાવ્યોમાં જોઈએ તો આ કવિ ઋષિ જેમલે ચાર કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. કાવ્યનો વિસ્તાર જોતાં ‘રાસ' સંજ્ઞા યથાર્થ લાગે છે. અપભ્રંશ ભાષાના સંધિકાવ્યના પ્રભાવથી ઉપરોક્ત સંધિકાવ્યો પ્રાપ્ત થાય છે. મોટેભાગે આ કાવ્યો ચરિત્રાત્મક છે. જૈન સાહિત્યની વિરાટ ચરિત્ર સૃષ્ટિમાં ભવ્યાત્માઓને વિહાર કરીને માનવ જન્મ સફળ કરવા માટે પ્રેરણા મળે તેવાં આ ચરિત્રો જૈન સમાજના સંસ્કાર ઘડતર અને વિકાસમાં પણ ઉપકારક નીવડે છે. સંધિ કાવ્યના વિષયો ચરિત્રાત્મક હોવાની સાથે જૈનદર્શનના સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને તેની રચના થઈ છે. જીવાણુ સિદ્ઘ સંધિમાં છ કાયના જીવો, ચઉંરંગ ભાવણમાં ચાર ભાવના, મૈત્રી, પ્રમોદ, કારૂણ્ય અને માધ્યસ્થ, ભાવણા સંધિમાં, ઉવહાણ તપમાં ઉપધાન તપની આરાધના, શીલ સંધિમાં શીલનો મહિમા, તપ સંધિમાં કર્મ નિર્જરા માટે તપનો મહિમા, વગેરે તાત્ત્વિક વિષયોની માહિતી છે. એટલે આ સંધિ કાવ્યો જ્ઞાનમાર્ગનું અનુસરણ કરે છે. ધાર્મિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ સર્વ સામાન્ય છે એ ન્યાયે ઉપદેશ સંધિમાં જીવનના ઉત્કર્ષ માટે આચાર સંહિતા રૂપ વિચારો વ્યક્ત થયા છે: ધત્તા, ફળશ્રુતી અને અન્ય પંક્તિઓ ઉદાહરણરૂપે નોંધવામાં આવી છે. ૬૨ Page #82 -------------------------------------------------------------------------- ________________ તપ સંધિને અંતે “ધત્તામાં સંધિરચના, ગુરુકૃપા અને મિતાક્ષરી ફળશ્રુતિ - પ્રયોજન દર્શાવવામાં આવ્યું છે. પ્રકાશિત સંધિ કાવ્યની સૂચી ૧. રિસહ પારણ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૨. વીર જિણ પારણય સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૩. ગયસુઉમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૪. સાલિભદ્ર સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૫. અવંતિ સુકુમાલ સંધિ ઈ.સ. ૧૧૮૨ રત્નપ્રભસૂરિ ૬. મયણરેહા સંધિ ઈ.સ. ૧૨૪૧ જિનપ્રભસૂરિ ૭. અણહિ સંધિ ઈ.સ. ૧૨૨૫થી૭૦ જિનપ્રભસૂરિ ૮. જીવાણુ સટ્રિઠ સંધિ ઈ.સ. ૧૨૨૫થી૭૦ જિનપ્રભસૂરિ ૯. નમય સુંદરિ સંધિ ઈ.સ. ૧૨૭૨ જિનપ્રભસૂરિ ૧૦. ચરિંગ ભાવણ સંધિ ઈ.સ. ૧૩૦૦ જિનપ્રભસૂરિ ૧૧. આણંદ શ્રાવક સંધિ ઈ.સ. ૧૩૦૦ વિજયચંદ્રસૂરિ ૧૨. અંતરંગ સંધિ ઈ.સ. ૧૩૦૦ રત્નપ્રભગણિ ૧૩. કેશી-ગોયમ સંધિ ઈ.સ. ૧૪૧૭ અજ્ઞાત ૧૪. ભાવણ સંધિ ઈ.સ. ૧૪૧૩ જયદેવમુનિ ૧૫. સીલ સંધિ ઈ.સ. ૧૪૧૩ જયશેખરસૂરિ ૧૬. ઉવહાણ સંધિ ઈ.સ. ૧૪00 પૂર્વે નયશેખરસૂરિ ૧૭. હેમતિલકસૂરિ સંધિ ઈ.સ. ૧૪૦૦ પૂર્વે અજ્ઞાત ૧૮. તપ સંધિ ઈ.સ. ૧૪00 પૂર્વે વિશાલરત્નસૂરિ ૧૯. અણહિ મહર્ષિ સંધિ ઈ.સ. ૧૪૩૦ અજ્ઞાત ૨૦. ઉપએસ સંધિ ઈ.સ. ૧૫૦૦ હેમસાર Page #83 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભસૂચી સંધિ કાવ્ય સમુચ્ચય અપભ્રંશ ભાષા કે સંધિ કાવ્ય ઔર ઉનકી પરમ્પરા અગરચન્દજી નાહટા. (રાજસ્થાની વર્ષ ૧, પેજ ૫૫ થી ૬૪) ૧. સંધિ કા. સમુ. પા. ૧ એ જન - ૧૦૪ એ જન - ૧૧૮ એ જન - ૧૨૦ એ જન - ૯૯ જૈન ગૂ. કવિ. પા. ૧૪૯૯ ૭. જૈન ગૂ. કવિ. પા. ૨૧૯ ૮. જૈન ગૂ. કવિ. પા. ૩/૩ જૈન ગૂ. કવિ. પા. ૩/૧૬ ૧૦. જૈન ગૂ. કવિ. પા. 3/ર૧૪ ૬૪) Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭. ચોપાઈ જૈન સાહિત્યમાં ‘રાસ’ સંજ્ઞા પછી ‘ચોપાઈ' સંજ્ઞાનો દીર્ઘકાવ્યો માટે પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષામાં ‘ચતુષ્પદિકા’ ની રચના છે. તેમાં ચતુષ્પદ શબ્દ પરથી ‘ચોપાઈ' શબ્દ રચાયો છે. વાસ્તવિક રીતે તો ‘ચોપાઈ’ એક પ્રકારનો છંદ છે. તેનું બંધારણ નીચે પ્રમાણે છે. ચાર ચરણ, દરેક ચરણની ૧૫ માત્રા, આવર્તન – ચાર માત્રાના ચતુષ્કલ સંધિનું ત્રણ વખત આવર્તન અને અંતે લઘુ-ગુરુ અક્ષર હોય છે. સ્વરૂપ : દાદા દાદા દાદા ગાલ આરંભમાં ચોપાઈ છંદની રચનાનો પ્રયોગ થતો હતો. ત્યારપછી ચરિત્રાત્મક કાવ્યો માટે ‘રાસ’ સમાન ‘ચોપાઈ' સંજ્ઞાનો પ્રયોગ શરૂ થયો હતો. આ રીતે ‘ચોપાઈ’ શબ્દ મધ્યકાલીન કવિઓએ છંદ કરતાં કાવ્ય પ્રકારના સંદર્ભમાં રૂઢ અર્થમાં પ્રયોગ કર્યો છે. ‘ચોપાઈ’ સંજ્ઞાવાળી કૃતિમાં ચોપાઈ છંદનો પ્રયોગ હોય અથવા દેશીનો પ્રયોગ હોય તો પણ આ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. કેટલીક કૃતિઓમાં રાસ અથવા ચોપાઈ શબ્દ પ્રયોગ મળે છે તો એવી પણ કૃતિઓ છે કે જેમાં માત્ર ચોપાઈ શબ્દ પ્રયોગ થયો છે. અપભ્રંશ કાવ્યોમાં ‘ચોપાઈ’ છંદનો પ્રયોગ થયો છે. રાજસ્થાની સાહિત્યમાં આ શબ્દ પ્રયોગ ૧૪મી સદીમાં થયો છે. ૧. પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં ‘ચોપાઈ’ નો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. હાસમિસિ ચઉપઈ બંધુ કિયઉ. ચોપાઈ રચનાઓની માહિતી નીચે પ્રમાણે છે. ભલે મણઉં માઈરિ જોઈ ધમ્મહ મૂલૂજુ સમકિત હોઈ સમકતુવિષ્ણુ જોકિયા કરેઈ તાતઈ લોહિ નીરન્થાલેઈ. ॥૧॥ ૬૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ કારિ જિણુ પણમેસુ સતગુરુતણઉં પાલેસુ આગમ નવતત બુજ્જિસિ તિમઈ સમકિતુ રયણુ હોઈ તસુ તિમઈ. નર નવકારુ સુરિ જગસારુ ચઉદહ પુર્વાહ જો સમુદ્ધારૂ સમકિત જઈ લાભઈ સંસારિ જાણે છુરી પડી ભંડારી. ૩ મનુ ચંચલુ અટજાસિ પડેઈ ઘડિયમાહિ સાતમિય હનેઈ, મનુ મયગલુ શુભધ્યાનુ કરંતિ પ્રસંનચંદ જિન સિદ્ધિહિં જંતિ. ॥૪॥ ચોપાઈ છંદમાં રચાયેલી પ્રાચીન રચનામાં સમકિતનો મહિમા ગાવામાં આવ્યો છે. ૨. ૧૬મી સદીના આગમ ગચ્છના મુનિ મતિસાગરજીની ‘લઘુક્ષેત્ર સમાસ ચોપાઈ' અથવા ક્ષેત્રસમાસ વિવરણ ચતુષ્પદિકા સં. ૧૫૯૪ની પ્રાપ્ત થાય છે. અંચલગચ્છના કવિ સંયમમૂર્તિની ‘કલાવતી ચોપાઈ’ સં. ૧૫૯૪ની પ્રાપ્ત થાય છે. કવિએ ૨૦૧ ગાથામાં કલાવતી સતીના જીવનનો વિસ્તૃત પરિચય કરાવ્યો છે. સોળમી સદીના મમ્માહડગચ્છના મુનિચન્દ્રસૂરિના શિષ્ય પદ્મસાગરસૂરિએ ‘યવન્ના ચોપાઈ' ની રચના સં. ૧૫૬૩માં કરી છે. કવિએ કાવ્યને અંતે ચોપાઈ શબ્દનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ‘દાન ઉપર કયવન્ન ચોપઈ, સંવર પંદર ત્રિસદે થઈ.’ ખરતરગચ્છના કવિ રાજશીલની રચના વિક્રમ ખાપરા ચરિત્ત ચોપાઈ સં. ૧૫૬૩ની પ્રાપ્ત થાય છે. કવિએ ચરિત્ત અને ચોપાઈ શબ્દપ્રયોગ કર્યો છે. મધ્યકાલીન સાહિત્યમાં કવિઓએ એક જ કૃતિ માટે બે-ત્રણ કે ચાર કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. કવિ લાવણ્ય સમયની સં. ૧૫૭૫ની કૃતિ દેવરાજ-વચ્છરાજ ચોપાઈ અથવા વચ્છરાજ-દેવરાજ રાસ એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. Jain' Education International ૬૬ Page #86 -------------------------------------------------------------------------- ________________ સત્તરમી સદીના હેમરત્નસૂરિની રચના ગોરા બાદલ કથા અથવા પદમણી ચોપાઈ સં. ૧૯૭૪ની પ્રાપ્ત થાય છે. અહીં કવિએ કથા સંજ્ઞા સાથે ચોપાઈનો પ્રયોગ કર્યો છે. આ કવિની સીતાચરિત્રની રચના ૭ સર્ગમાં છે. તેમાં મુખ્યપણે ચોપાઈ, છંદ, દુહા અને કેટલીક ઢાળનો પ્રયોગ થયો છે. કવિ સુમતિ કીર્તિસૂરિએ સં. ૧૯૨૭માં ગૈલોક્ય સાર ચોપાઈ અથવા | ધર્મધ્યાન રાસની રચના કરી છે. તેમાં ચોપાઈ અથવા રાસ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. કવિ સમયસુંદરે સં. ૧૬૬૮માં મૃગાવતી ચોપાઈ અથવા ચરિત્ર અથવા આખ્યાનની રચના કરી છે. અહીં ત્રણ કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ થયો છે. કવિના શબ્દોમાં ચોપાઈ શબ્દ પ્રયોગ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૩. મોહણવેલિ ચઉપઈ સુણતાં ભણતાં નઈ વલિ ગુણતાં સમયસુંદર દઈ સંધ આશીસા રિદ્ધિ વૃદ્ધિ સુજગીશા. આ કવિની બીજી રચના સીતારામ પ્રબંધ અથવા ચોપાઈ સં. ૧૬૮૭ની પ્રાપ્ત થાય છે. આ રચનામાં વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે. રાસ રચનામાં દેશીઓ અને છંદની સાથે ચોપાઈનો પણ પ્રયોગ થયો છે. દા.ત. કવિ ઋષભદાસના અજાકુમાર રાસમાં ચોપાઈનો પ્રયોગ નીચે મુજબ છે. ૪. ઋષભ કવી ગુણ તારા ગાય હઈ હઈ હરષ ઘણેરો થાય સકલ કવીનિ લાગી પાયમિ ગાયુ મુનીવર ઋષિરાય, ગાતાં સુણતાં કવતાં કયાધિ, દૂષણજે દિસે મતિ માંહિ, તે પંડિત ટાલેમ્પ તુમ્ય, એણી વતિ સુષ લહસ્થે અમ્યું, આગઈ જે મોટા કવિરાય, તાસ ચર્ણરજ કવિ ઋષભાય, મુરિષ મૂઢ શરોમણિ, સહી ગુરુ સેવાઈ એ બુધિ લહી, તે ગુરુ જતિમાંહિ મોટો ધીર, સીલિ એડવો ગંગાનીર ૬૭) Page #87 -------------------------------------------------------------------------- ________________ વિજઈસેનસૂરી તેહનું નામ, જેણઈ વશ કીધો વ્યરૂઓ કામ તેહ તણઈ ચરણિ અનંસરિ, રાજરષી ગુણમાલા કરી સંવત સોલ સીતેર્યુ જસઈ, ચેત્રી શુદિ દિન બીજહ તસિં ગુરુવારિ કીધો અભ્યાસ, ગંગાવતીન્હા ગાયુ રાસ પ્રાગવંશ વડોજો ખાસ, સાંગણસૂત કવી ઋષભદાસ. કવિ ઋષભદાસના હિતશિક્ષા રાસમાં ચોપાઈનો ચોપાઈની દેશી તરીકે પ્રયોગ થયો છે. ઉદા. જોઈએ તો નીચે મુજબ છે. ૫. ઘણાં લોકો વસે છે ત્યાંહિ રાસ રચ્યો ત્રંબાવતી માંહિ સકલનગરને નગરી જોય સંબાવતી તે અધિક હોય પછી જેમ હીરવિજયસૂરિ રાસમાં છે તેમ ખંભાતનું વર્ણન છે. પુણ્યવંત પોષધ કરતાં ત્યાંહિ સાહષ્મીવાત્સલ્ય હો એ પ્રાપ્તિ એ નગરીની ઉપમા ઘણી જહાંગીર પાદશાહ જેહનો ઘણી તે ત્રંબાવતી માંહે રાસ જોડતાં મુઝ પહોતી આશ યુગલ સિદ્ધિ અને ઋતુચંદ ૧૬૮૨ જુઓ સંવત્સર ધરી આનંદ માધવમાસ ઉજવલપંચમી ગુરૂવારે મતિ હોયે સમી. મેં ગાયો હિત શિક્ષા રાસ બ્રહ્મસુતાયે પૂરી આશ શ્રી ગુરૂ નામે અતિ આનંદ વંદૂ વિજયસેન સૂરીશ. ઉપકેશગચ્છના કવિ કર્મસિંહકૃત નર્મદા સુંદરી ચોપાઈ (સં. ૧૬૭૮)નો આરંભ દુહાથી થયો છે. ત્યારપછી કવિએ અંતમાં ચોપાઈ છંદમાં પ્રયોગ કર્યો છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો ૬. શ્રી તપગચ્છપતિ અકલ અબીહ વિજયસેન સૂરિસર સીહ તાસ ચરણ પંકજ કલહંસ કનકવિજય કોવિદ અવતંસ તેહ તણઈ સીસંઈ નિરમલી ગણિ ગુણવિજઈ નિજ મનરલી. ચઉપઈ એહ રચી ચઉસાલ સાંભળવા સરખી જ રસાલ. ૬૮) Page #88 -------------------------------------------------------------------------- ________________ કછ વાગડ માંહિ અભિરામ રવિ નવલખઉં રસાલું ગામ તિહાં ચઉમાસ રહ્યા મનરંગિ સાનંદ ઊલટ વાધ્યો અંગિ સંવત સોલહ અઠ્યોતરઈ સજ્જન સહુકો આનંદ કરાઈ આસો મહિનુ અતિ સુખકાર સુકલ ચઉથિ નઈ સુરુ ગુરૂવાર ચઉપઈ રચવા માંડી નવી તે રસનઈ દિનિ પૂરી હવી. ભણઈ ગણઈ નઈ જે સાંભલઈ તેહ તણાં મનવંછિત ફલઈ. અંચલગચ્છના કવિ જ્ઞાનમૂર્તિએ રૂપસેન રાજર્ષિ ચરિત્ર-ચોપાઈ-રાસ સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. (સં. ૧૬૮૪) ચોપાઈ રચનાઓની માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે કવિઓએ ચોપાઈ ઉપરાંત અન્ય છંદો-દેશીઓનો પ્રયોગ કર્યો છે. કૃતિના શીર્ષકમાં ચોપાઈના સાથે અન્ય કાવ્ય સંજ્ઞાઓનો પણ પ્રયોગ થયો છે. મધ્યકાલીન સમયમાં “રાસ' સંજ્ઞાની સાથે “ચોપાઈ કાવ્ય સંજ્ઞા પણ લોકપ્રિય હતી. સંદર્ભ સૂચી ચોપાઈ ૧. ર. જૈન ઐતિ. કા. પા. ૭૮ જૈન. ગુ. કવિ. પા. ૧/૩૩૭ જૈન. ગુ. કવિ. પા. ૨/૩૨૫ જૈન. ગુ. કવિ. પા. ૩/૫૩ જૈન. ગુ. કવિ. પા. ૩/૫૨ જૈન. ગુ. કવિ. પા. ૩/૨૨૪ ૪. ૬. ૬૯) Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮. ચંદ્રાઉલા જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારનાં કાવ્યો સર્જાયા છે. તેમાં અલ્પ પરિચિત કાવ્યપ્રકાર ચંદ્રાઉલાની માહિતી પ્રગટ કરવામાં આવી છે. પદ્ય રચનામાં છંદ પ્રયોગની સાથે દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે. દેશીઓની સંખ્યા ૨૩૨૮ છે તેની માહિતી જૈન ગુર્જર કવિઓ ભા. ૮ માંથી પ્રાપ્ત થાય છે. દેશીઓની વૈવિધ્યપૂર્ણ સૂચિમાં ચંદ્રાઉલા-વલા એક પ્રકારની દેશી છે જેનો નંબર ૫૪૭/૧ છે. આ દેશીનો પ્રયોગ કરનાર કવિઓમાં કવિ સમયસુંદર સં. ૧૬૭૬, કવિ જયરંગ સં. ૧૭૦૦, કવિ જ્ઞાનકુશળ સં. ૧૭૦૭, કવિ જયવંતસૂરિ સં. ૧૬૪૩નો સમાવેશ થાય છે. કવિ લીંબોની પાર્શ્વનાથ નામના ચંદ્રાઉલા અને કવિ જયવંતસૂરિની સીમંધરના ચંદ્રાઉલા-અપ્રગટ છે જેનો પરિચય હસ્તપ્રતને આધારે આપવામાં આવ્યો છે. પાર્શ્વનાથજીના ચંદ્રાઉલાઅજ્ઞાત કવિની છે. ગુણ નિધાન સૂરિ શિષ્યની ‘નેમીનાથના ચંદ્રાવલા', હેમવિજયગણિની ‘નેમિજિન ચંદ્રાવલા’ અને લોકા ગચ્છના કવિ લબ્ધિએ નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલાની રચના ૨૯૫ કડીમાં કરી છે. આ રચના ચંદ્રાવલા પ્રકારની દીર્ઘકૃતિ છે. ૧. પાર્શ્વનાથ નામના સંવેગ રસ ચંદ્રાઉલા. સત્તરમાં સૈકાના સુપ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે પોતાના સમય પૂર્વેના કેટલાક કવિઓનો ‘કુમારપાળ રાસ' ની રચના (સં. ૧૬૭૦) માં ઉલ્લેખ કર્યો છે. તેમાં કવિ લીંબોનું નામ પ્રાપ્ત થાય છે. લાવણ્ય લીંબો, ખીમો, ખરે, સકલ કવિની કીતિ એ કવિ મોટા બુદ્ધિ વિશાલ, તે આગલિ હું મૂરખ કરો. સાયર આગલિ સરોવર નીર કશી તેડ આ છણ નિંનીર. ॥૧૫॥ કવિ ઋષભદાસે લીંબોનો શ્રાવક કવિ તરીકે ઉલ્લેખ કર્યો છે. આ કવિનો ૭૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ સમય સોળમાં સૈકાનો સંભવે છે. કવિલીંબોએ પાર્શ્વનાથ નામના સંગરસ ચંદ્રાઉલાની રચના ૪૯ કડીમાં કરી છે. મધ્યકાલીન કવિઓ કાવ્યને અંતે કૃતિના સમયનો ઉલ્લેખ કરે છે પણ આ કૃતિમાં કવિ નામનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન ગુર્જર કવિઓ ભા. ૧ માં આ કૃતિના શીર્ષક આગળ પાર્શ્વનાથ નામના શબ્દ પ્રયોગ થયો છે જ્યારે પ્રાપ્ત હસ્તપ્રતમાં “સંગરસ ચંદ્રાઉલા' એ પ્રમાણે શીર્ષક છે. પાર્શ્વનાથનું ઈષ્ટદેવ તરીકે સ્મરણ કરવામાં આવ્યું હોય અને એમની વાણીમાં સંવેગરસ હોય તે સ્વાભાવિક છે એમ વિચારીએ તો યોગ્ય લેખાશે. સંવેગનો અર્થ - મોક્ષાભિલાષાની તીવ્ર ઉત્કંઠાવાળા આત્મા તત્ત્વનિષ્ઠ પરિણામમાં વિચારમગ્ન બને છે. મનની આવી સ્થિતિ “સંવેગ સાથે સંબંધ ધરાવે છે. સંવેગ એટલે સંસારના ભારથી નિત્ય મુક્ત થવા માટે ભય કે ડર રાખીને સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનાના શુભ પરિણામ. તત્ત્વાર્થાધિગમ્ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ સૂત્રમાં સમ્યક્દર્શનની માહિતી છે. કોઈ આત્મા સમ્યક દર્શનની માહિતીવાળો છે કે કોઈ આત્મા સમ્યક્ દર્શનવાળો છે કે કેમ? તેના પ્રત્યુત્તર નીચે પ્રમાણે છે. શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા અને આસ્તિક્ય. અહીંસંવેગ શબ્દ પ્રયોગ થયો છે તેનો અર્થ મોક્ષ પ્રત્યે રાગ. સંવેગ રસ ચંદ્રાઉલાની રચનામાં સંવેગ શબ્દના સંદર્ભમાં વિચારીએ તો સંસારનું સ્વરૂપ જાણીને ભવ્યાત્મા મોક્ષ પ્રાપ્તિ માટે પુરૂષાર્થ કરવા પ્રેરાય છે. સમકિતનાં પાંચ લક્ષણ છે તેમાં સંવેગનો સમાવેશ થયો છે. આ લક્ષણો યુક્ત આત્મા સમકિત પામ્યા છે એમ કહી શકાય. - સંવેગ એટલે વૈરાગ્ય ભાવ -સંસાર પ્રત્યેની ઉદાસીનતા અને મોક્ષની સાધનામાં શુભ ભાવના ભાવવાની મનની સ્થિતિ. સંવેગ કથા એટલે કે જે કથાના (પરિણામ) શ્રવણ અને ચિંતનથી મોક્ષ પ્રાપ્તિની ભાવના પ્રગટ થાય. (૭૧) Page #91 -------------------------------------------------------------------------- ________________ સંવેગ રસ એટલે કે વૈરાગ્ય વાસિત મનના મોક્ષ માટેના શુભ પરિણામ. સાહિત્યમાં રસશાસ્ત્રની દષ્ટિએ કાવ્યમાં કોઈ ને કોઈ રસનું નિરૂપણ થયેલું હોય છે. આ કૃતિમાં ઉપશમ ભાવ (શાંત રસ) એટલે સંવેગ-વૈરાગ્ય રસની ભાવનાનું હૃદયસ્પર્શી અને ભાવવાહી નિરૂપણ થયું છે. ચંદ્રાઉલા પ્રકારની કૃતિઓમાં આ અપ્રગટ કૃતિનો હસ્તપ્રતને આધારે માહિતી આપવામાં આવી કવિએ “ચંદ્રાઉલા' દેશીનો પ્રયોગ કરીને રચના કરી હોવાથી “સંવેગ રસ ચંદ્રાઉલા' નામ આપવામાં આવ્યું છે. શીર્ષકનું પૂર્વ પદ વિષયનો નિર્દેશ કરે છે જ્યારે ઉત્તર પદમાં કાવ્ય પ્રકારનો ઉલ્લેખ મળે છે. “ચંદ્રાઉલા' ની સંક્ષિપ્ત માહિતી નીચે પ્રમાણે છે. કવિએ આરંભમાં ઈષ્ટદેવથી પાર્શ્વનાથનું સ્મરણ કરીને માનવજન્મ મળ્યા પછી પ્રભુની સેવા કરવાનો ભક્તિ નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છેઃ સકલ સુરિદ નઈ સદા રે પાસજિ નિ દે તો માનવ ભવ પામી કરી હિ અહિનિશિ કીજઈ સેતો અનિશિ સેન કરી જઈ જિણવર તલ નિશિઈ પામજ શિવપુર તુમ્હ મુખ જોતાં હરિષ ન માઈ સકલ સુદિ સદગુણ ગાઈ. // ભક્ત પોતાની જાતને સેવક માનીને ભગવાનને વિનંતીરૂપે કહે છે કે ચાર ગતિમાં જીવાત્માએ ભ્રમણ કરીને અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યા છે અને હવે હે પ્રભુ! તમારે શરણે આવ્યો છું. મને ચારગતિરૂપ ભવભ્રમણ જલનિધિ માંથી તાર-પાર-ઉતાર. કવિના શબ્દો છે : ચઉ ગઈ જલનિધિ જીવહારિ તિહાં પરિભ્રમણણ કરનિરિ જનમ જરામણિ કરી રે દુક અનંત સંહતિ રિ દુઃખ અનંત સંહતિ દયા પર ભોટ તુમ્હારિ પારવઈ જિનવર દયા કરી ભવદુઃખનિવાર? ચી ગઈ જલનિધિ પાર ઉતાર. ૪૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ કવિએ અન્ય કડીઓમાં નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય ગતિના ભ્રમણમાં અનુભવેલાં દુઃખોનું વેધક-ચોટદાર શૈલીમાં નિરૂપણ કરીને જીવાત્માનું હૃદય પરિવર્તન થાય તેવો ભાવ પરોક્ષ રીતે વ્યક્ત કર્યો છે. નરક ગતિ - રયણીભોજન કેરડારે પાપ ઘણાં સંભારઈ મુખિ મરઈ વબ્રકીટિ કી રે પુનરવિ દેવ પચારઈ પુનરવિ હોઠ બિલ્ડિ સીચંતા પરમાઘામી હઠ કરતાં કાંથાઈ તૂ આકૂલ વ્યાકુલ રયણી ભોજન ભોગવિણ ફલ | (ગા. ૧૫) મનુષ્ય ગતિ - દેવ અનઈ ગુરુ કેરઠી રે આશાતના અનેકોરે મૂઢ પણઈ કરતું ઘણું રિ તુજ અહવઉ અતિરિકો રે તુજણ હવઉં અતિવેકજ હું તુ પરપીડઈ હરષિ પરંતુ ભાર વર્ત લઈ ભાંજઉ દેવ અનઈ ગુરુ હાસ્ય કરતું. (ગા. ૧૭) તિર્યંચ ગતિમાં વૃષભના અવતાર વિશે કવિ જણાવે છે કે : વૃષભ તણઉ ભવ દોહિલ રે ભાર વહુરૂ નિશિ દીસો હરિણસસા બાણે કરી રે હણતાં પાડઉ ચીસો હણતાં રછણકરઈ અતિ ચીસ તેહના દુઃખ લહઈ જગદીસ ઉપરી ભીરતલઈ દાર્જતા વૃષભ પ્રમુખ અતિ દુઃખ સહતી (ગા. ૨૭) પંખીનઈ જાતિ દુઃખનઉરે પાર ન પામઈ કોળ રે તાઢિ તાપ બહુ વંદના રે તિહાં નિરંતર હોઈ રે તિહાં કણિ માહોમાદિ ગ્રસંકા આપદ મેરૂ સમાન સહંતા આહેડી કરિ લેહ ચડંતા પંખિ મતિ માહિ ઈમરલંતી. (ગા. ૨૮) Page #93 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાવસ્થાના દુઃખ વિશે કવિના શબ્દો છે : વૃદ્ધપણ3 જૂર હ ઘણું રે મિહ કાંઈનવિ ચાલઈ રોગ જરાઈ વ્યાપીઉ રે તૃણમવિ હાથિ ન હાલઈ તૃણ ભાંજિ વાતણી નહીં આહિ આરતિધ્યાન કરઈ મનમાંહિ સ્વાસાદિક અનેક કવિકાર વૃદ્ધ પજઈ નહીં સુખ લગાર. (ગા. ૩૪) દેવગતિ વિશે કવિ જણાવે છે કે તેહ તણઉપતિ ચીતતઈ સતુ મૂઢ ગમારો રે ના સંતુ દેખી કરીહિ ભૂકઈ વધ્રપ્રહારો રે ભૂંલઈ વજપ્રહાર પ્રચંડ તે ક્ષણ સહુઈચ્છઈભાસ. અખંડા ક્રોધાદિક અતિઘણાકિ વિકાર તિણિ કરી સુરલોક અસાર. (ગા. ૪૫) ચઉગઈ જલનિધિ જીવડારિ તિહાં પરિભ્રમણ કરંતિરે ! જન્મ જરામણિ કરી રે દુઃખ અનંત સંહતિરિા દુઃખ અનંત સયંતિ દયા પર મોઢ તુમ્હારી પારવઈ જિનવર દયા કરી ભવદુઃખ નિવારઉ ચઉ ગઈ જલનિધિ પાર ઉતારી (ગા. ૪૮) દેવતણી ગતિ એક તું રે સારમાહિ તલી આરો સમાવસરણ ભગતિહકઈરે અભીભાવ અપારો રે અજીભાવ કરઈ પ્રભુસેવા તીરથનાયક તં દેઈદિતા જિનવાણી સાંભલઈ અપાર દેવતણી ગતિ અહનિસાર. (ગા. ૪૭) ભગવાનના શરણનો સ્વીકાર કરવાની ભાવના વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે ભીંતુ કહઈ તુણ્ડિ સાંભલુરે અભયતણા દાતારો રે શરણિ તુમ્હારી આવીઉરે સ્વામી જગદાધારો રે ૭૪) Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્વામી ધ્યાઉં શ્રી જિનચંદુસ્થાન ધરતાં પરમાણંદ જિહાંચ્છઈ શાસ્વત સુખ અનંત ભીવાનઈ આપુ ભગવંત / (ગાથા ૪૯) કવિએ ઉપદેશાત્મક વિચારો દર્શાવતાં જિનપ્રતિમા પૂજન અને ભક્તિની રમઝટ દ્વારા પ્રભુ ગુણગાન કરવાનો વિચાર દર્શાવ્યો છે. શ્રી જિનમૂરતિ પૂજતા રે પામઈ પરમાણંદો રે જિનહર અતિરણી આમણું રે ગુણ ગાઈ અમરિંદો રે ગુણ ગાંઈ પ્રભુ નમણિ નિહાલઈ જનમકોડિનાં પાપ પાલઈ આપણધન ધન માવંતા શ્રી જિનબિંબ સદા (ગા. ૩૭) ધર્મના પ્રભાવથી શું ફળ મળે છે તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે ઉત્તમકુલ પામીકરીરિ પાલઈ શ્રી જિનધર્મરે તપ જપ સંજમ આદરી રે તે રછેદઈ સવિકર્મરે તે શુભ (ધ્યાન) ધ્યાન કરી અનુકૂલ હિ રાગદ્વેષ ઘુડથાઉ ન ભૂલઈ અનુક મિલહી કેવલનાણ ઉત્તમ ગતિ પામઈ નિરવાંજે II (ગા. ૨૩) ચંદ્રાઉલા દેશીની વિશિષ્ટ પ્રકારની ગેયતા સિદ્ધ કરતી સંવેગાસનો ભાવ જાગૃત થાય તેવા વિચારોથી સમૃદ્ધ કરતી આ કૃતિ પરોક્ષ રીતે ભવભ્રમણની વીતક કથા સાંભળીને આત્માના શાશ્વત સુખ માટે વૈરાગ્ય રસની ભાવના દ્વારા માનવજન્મ સફળ કરવાનો બોધ પ્રાપ્ત થાય છે. નોંધ : આ હસ્તપ્રત લાલભાઈ દલપતભાઈ પ્રા. વિદ્યામંદિર - અમદાવાદથી પ્રાપ્ત થઈ છે. ૨. કવિ સંયમસુંદરે જિનચન્દ્રસૂરિ “ચંદ્રાઉલા ગીતમ્”ની ચાર કડીમાં રચના કરીને ખરતર ગચ્છના મહાન ગુરૂદેવના આગમન અને તેનાથી સકળ સંઘમાં હર્ષોલ્લાસ પ્રગટ્યો છે તેનું વર્ણન કરીને ગુરૂ મહિમા ગાયો છે. કવિએ ચંદ્રાઉલા ૭૫) Page #95 -------------------------------------------------------------------------- ________________ શબ્દપ્રયોગ કરતાં જણાવ્યું છે : એ ચંદ્રાઉલા ભાસ મઈ ગી, પ્રીતિ સમયસુન્દર મનિ પાઈ II એ ચંદ્રા ઉલઉ -ગાઈ, હજૂરઈ, તઉ યુ ઝુ આરી ફલઈ વિ નૂરઈ. એ ચંદ્રાઉલઉ સાંભલ ચોરી, હું બલિહારી પૂજ જી તોરી. ચંદ્રાઉલા દેશીમાં આ રચના દ્વારા ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે અને ‘ચંદ્રાઉલા’ નો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. શ્રી જિનચન્દ્રસૂરિ ચંદ્રાઉલા ગીતમ્ શ્રી ખરતરગચ્છ રાજિયઉ રે માણિક સૂરિ પટધારો સુન્દર સાધુ શિરોમણી રે, વિનયવંત પરિવારો, વિનયવંત પરિવાર તુમ્હારઉ ભાગ ફલ્યઉ સખિ આજ હમાર। એ ચંદ્રાઉલઉ છઈ અતિ સારઉ શ્રી પૂજ્ય જી તુમ્હે વેગિ પધારઉ ॥૧॥ જિનચંદ્રસૂરિજી રે તુમ્હે જગ મોહન વેલિ સુણિજ્યો વીનતિ રે, તુમ્હે આવઉ અમ્હારઈ દેસિ ગિસ્યા ગચ્છાપતિ રે ।।આંકણી વાટ જોવતાં આવિયા રે હરખ્યા સહુ નર નારો રે, સંઘ સહુ ઉચ્છવ કરઈ રે ધિર ધર મંગલાચારો. રિધરિ મંગલચારો રે ગોરી સુગુરુ વધાવઉ હિનીમોરી, એ ચંદ્રાઉલઉ સાંભલખ્યો, રીહું બલિહારી પૂજજી તોરી ।।૨।। અમૃત સરિખા બોલડા રે, સાંભલતાં સુખ થાયો, શ્રી પૂજ્ય દરસણ દેખતાં રે, અલિય વિધન સવિજાયો અલિય વિધન સવિ જાય રે, દૂરઈ શ્રી પૂજ્ય વાંદૂ ઉગમતે સૂરઈ એ ચંદ્રાઉલ ગાઉં હજૂરઈ, તઉં ભુક્ત આસ ફલઈ વિનરઈ IIII જિણ દીઠાં મન ઉલસઈ રે, નયણે અમિય જકરંતિ । ૭૬ Page #96 -------------------------------------------------------------------------- ________________ તે ગુરુના ગુણ ગાવતાં રે, વંછિત કાજ સરંતિ | વંછિત કાજ સતિ સદાઈ, શ્રી જિણચંદ સુરિ વાંદઉ મઈ એ ચંદ્રાઉલો ભાસ મઈ ગાઈ, પ્રીતિ સમયસુન્દર મનિપાઈ જા. ઇતી શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીણાં ચંદ્રાઉલા ગીત સંપૂર્ણમ્ I (કુસુમાંજલિ પા. ૩૬૮) ૩. કવિ જયવંતસૂરિએ સીમંધર ચંદ્રાઉલાની રચના ૨૭ કડીમાં કરીને પરંપરાગત રીતે સીમંધર સ્વામીના ગુણ ગાયા છે. સીમંધર સ્વામીના સ્તવનમાં જે વિચારો પ્રગટ થાય છે તેનું જ અહીં નિરૂપણ થયું છે. નવીનતા એ છે કે કવિએ ચંદ્રાઉલા દેશીનો પ્રયોગ કર્યો છે. કવિએ સીમંધર સ્વામીનો મહિમા ગાતાં જણાવ્યું છે કે, તું ત્રિભુવન મનમોહન સ્વામી, વિજયવંત પુષ્પકલાવતી, ત્રિભુવન દીપઈ, કેવલ જાની. કુમત જ જીવઈ, વગેરે વિશેષણો દર્શાવીને ભગવાનને વિનંતી રૂપે ચંદ્રાઉલાની રચના કરી છે. ભરતક્ષેત્રથી દૂર વસેલા આપનું વારંવાર સ્મરણ થાય છે. કવિએ ભક્ત હૃદયના વિરહનું કરૂણરસમાં ભાવવાહી નિરૂપણ કર્યું છે. સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે પણ ભરતક્ષેત્રના માનવીઓ ત્યાં પહોંચી શકતા નથી છતાં પ્રતિદિન એમનું સ્મરણ-ગુણગાન કરે છે. પ્રભુ દર્શન ક્યારે થશે તેની આકાંક્ષા રાખે છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. અરતિ અભૂખ ઉનાગરઉરે, આવરણ નિશિ દી હો, અહવા તે દુરજન બોલડા રે, તેઈ સંતાપ્યા નેહે, તઈ સંતાપ્યા ફિટિર ઝૂરી ઝૂરી પંજર હુઈ દેહ, તુમ્હથી શીખ હવ નહીં મુજ હુઈ, નેહન કીજઈતાં સુખ તેહી) જી-જીવન. ૧૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ વેધ દાવાનળ લાઈ રહ્યા રે બલઈ હૈડ એવો ચટાઈ મનમાં હેઈ રહું રે, કુણ જાણઈ પર પડ્યો, પરની પીડા થોડા જાણઈ જેહ નઈ ભાર પડઈ, તે તાણઈ, ધૂલિ વરસ્યા, હઈડઈ આપી, નેહ વેલિ ધૂરથી કાપી જી જીવન. /૧રી નેહ સંભારઈ દુઃખ દહઈરે, ગતિવર હુઈશરીરો કાગલ શી પરિ મોક લઉ રે, કોઈ નહીં ગંભીરો કોઈ નહીં ગંભીર જે સાથઈ, કાગલ પુતચઈ તુમ્હા રઈ હાથઈ. ગુણ સંભારઈ હઈડઈ. ખીજઈ આંસુ નીરઈ કાગલ ભજઈ. જી જીવન જી. ./૧૪ll કાગલ કોના સાથે મોકલું! સંદેશો કોણ લઈ જાય? મારી વિરહ વેદના કેવી રીતે પ્રગટ કરું? હે પ્રભુ તમારા ગુણનું વર્ણન સાંભળીને આંખમાંથી આંસુ સરી પડે છે. આ તો પરદેશીની પ્રીત છે. દૈવ વૈરી થયો. મને પાંખ ન આપી. સગપણ થાય પછી સંબંધ જાહેર થયો એટલે તેને ઢાંકી શકાય નહીં. તમારા ગુણો અવર્ણનીય છે. ભક્ત પ્રભુનું સ્મરણ કરે છે તેનું વિવિધ ઉપમાઓ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. હાથી સમરઈ વંઝનઈ (વિંધ્યાચલ) રે, ચાતક સમરઈ મેહો, ચકવા સમરઈ સૂરજઈ રે, પાવસિ પંથિ ગેહો, પાવસિ પંથ ગેહ સંભારઈ ભમરૂ માલતી નવી વીસરઈ, થોડઈ કહણિ ધણી કરિ જાણ્યો. જીવન જી /૧લી. સીમંધર સ્વામીને વીનતીની અન્ય રચનાઓમાં પ્રભુ ગુણ ગાવાની ભક્તોની સમર્થતા નથી તેનું રૂપકાત્મક નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે - (૭૮) Page #98 -------------------------------------------------------------------------- ________________ આભ મંડલ કાગલ કરૂં રે, સાયર જલ મષિ થાઈ તજઉ તમ્ય ગુણ સુર ગુરુ લિખઈ રે, તુહઈ પાર ન આવઈ, ગુણ સંભારઈ વિરહ સંતાવઈ. જી જીવન જી. ર૩ અંતમાં કવિના શબ્દો છેઃ જયવંત સૂરિ વર વયણ રસાલાં, ભગતઈ ગાઈ જિન ગુણ માલા. સીમંધર સ્વામીની ભક્તિ કરવાથી અંતે શિવરમણી પ્રાપ્ત કરશે એમ ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે. આ ચંદ્રાઉલા દ્વારા સીમંધર સ્વામીના ગુણગાન સાથે ભક્તની સાચા હૃદયની પ્રભુભક્તિ અને વિરહની માહિતી પ્રાપ્ત થાય છે. રસ અને અલંકારની દૃષ્ટિએ પણ કવિત્વ શક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે. ૪. ૧૭મી સદીના કવિ જ્ઞાનસાગરે સં. ૧૬૫૫ જીર્ણગઢ (જૂનાગઢ)માં નેમિ ચંદ્રાવલા કૃતિની રચના ૧૪૪ કડીમાં કરી છે. આ કૃતિમાં નેમનાથ ભગવાનના ગુણ ગાવામાં આવ્યા છે. તેમાં ચંદ્રાવલા દેશીનો પ્રયોગ થયો છે એટલે કૃતિનું નામ નેમિ ચંદ્રાવલા નિર્ધારિત થયું છે. આરંભના શબ્દો છે : સરસતિ ભગવતી મન ધરી રે, સમરી શ્રી ગુરુપાય નેમકુમર ગુણ ગાયવા રે, મુજ મન ઉલટ થાય, મુજ ઉલટ થાય અપાર, સ્તવસ્ય યાદવ કુલ શિણગાર, બાવીસમાં જિનવર બ્રહ્મચારી, જય જય નેમજી જગ હિતકારી રાજીમતી ભરથાર વલી વલી વંદીયે રે. રેવંત ગિરિ હિતકાર, દેખ્યાં ચિત્ત આણંદીયે રે. રાજીમતી. આ રચના અપ્રગટ છે. અત્રે તેની સંક્ષિપ્ત નોંધ આપી છે. (૭૯) Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી પાર્શ્વનાથજીના ચંદ્રાવલા કૃતિ શ્રી જૈન હિતેચ્છુ મંડળ ભાવનગરના એક સભ્ય દ્વારા સં. ૧૮૩૯માં પ્રકાશિત થયેલ છે. આ કૃતિની પ્રસ્તાવનામાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. અન્ય દર્શનીઓમાં વસંત ઋતુને વિશે ગાવાને માટે યુધ વિગેરે કર્મબંધનના હેતુરૂપ પાંડવવા વગેરે ચંદ્રાવલા દૃશ્યમાન થાય છે પરંતુ આપણા સર્વોત્કૃષ્ટ જૈન ધર્મ તેવા ચંદ્રાવાગ બે-ત્રણ ઉપરાંત વિશેષ બનેલા જણાતા નથી. તેમાં વળી છપાયેલા તો બિલકુલ છે જ નહીં. તેથી એવી લખેલી પરતો સઘળાઓના ઉપયોગમાં આવી શકતી નથી. તેવી તરહની એક સાધારણ ખોટ પૂરી પાડવાને અર્થે શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ મંડળના એક અલ્પમતિ સભાસદે સ્વશક્તિ અનુસાર શ્રી પાર્શ્વજીના જન્મ ચરિત્રના વૃત્તાંત યુક્ત ચંદ્રાવલા બનાવેલા છે. પ્રસ્તાવનાને આધારે ચંદ્રાવલી રચનાનું પ્રયોજન જાણવા મળે છે. જૈન ધર્મમાં મિથ્યાત્વનો ત્યાગ કરવાનો ભગવંતનો સાચો ઉપદેશ છે. એટલે મિથ્યાત્વમાંથી બચીને સમકિતને શુદ્ધ કરવા - ટકાવી રાખવા માટે આ પ્રકારની રચનાનું પઠન-પાઠન-શ્રવણ ઉપકારી છે એમ સમજાય છે. આ રચના ચરિત્રાત્મક હોઈ તેની વિશેષ વિસ્તારથી નોંધ ન લખતાં કૃતિનો મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યો છે. કવિએ ચંદ્રાવલા દેશીનો પ્રયોગ કરીને પાંચ પ્રકરણમાં વિભાજન દ્વારા પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકનું વર્ણન કર્યું છે. ચંદ્રાવલાના કર્તા વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી પણ પ્રસ્તાવનામાં જે માહિતી છે તેનો પ્રથમ પ્રકરણના અંતમાં સંદર્ભ મળે છે. હિતેચ્છુ નિત ધામે પરવરી એણી પરે છપ્પન દિકકુમારી, ગુણ ગાવે પ્રભુ પાસ. કવિએ વસ્તુ વિભાજન માટે પ્રકરણ શબ્દપ્રયોગ કર્યો છે અને અંતે દોહરાથી પછીના પ્રકરણની માહિતી આપી છે. ૮૦) Page #100 -------------------------------------------------------------------------- ________________ બીજે સર્ગે એ કહ્યો, પાર્શ્વતણો અધિકાર મન સ્થીર રાખી સાંભળો, છે બહુ વાત રસાળ. ‘સર્ગ’ શબ્દ પ્રયોગ વિભાજનનું સૂચન કરે છે. કવિએ મધ્યકાલીન કાવ્ય શૈલીનું અનુસરણ કરીને ચંદ્રાવલાની રચનાના આરંભમાં દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વસ્તુ નિર્દેશ કર્યો છે. પ્રથમ નમી જીન રાજને, સમરી સારદ માય, પભણું પાર્શ્વ જીણંદનું, જન્મચરિત્ર ઉછાંય ॥૧॥ કવિએ ચંદ્રાવલાની ફળશ્રુતી વિશે નીચે પ્રમાણે જણાવ્યું છે. એણીપરે પાર્શ્વતણા ગુણ ગાવે, હરખે ધરી મન માંહી, શ્રવણે સુણલાં પાતીક નાસે સમકિત દીલ ઉછાંહિ. સમકિત દીલ ઉછાંહિથી લેશે, આતમ તત્ત્વનો અનુભવ થશે, અચળ સુખ અમર પદ પાવે એણી પરે પાર્શ્વ તણા ગુણ ગાવે, હરખીથકી મનમાં હિ. ૧૫૧॥ પ્રથમ પ્રકરણમાં પ્રભુનો જન્મ, બીજા પ્રકરણમાં પ્રભુના જન્મ મહોત્સવની ઉજવણી, ત્રીજામાં પ્રભુનો દીક્ષા મહોત્સવ, ચોથામાં કેવળજ્ઞાન, પાંચમામાં નિર્વાણ કલ્યાણની માહિતી દ્વારા પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રનો પરિચય થાય છે. કૃતિ ચંદ્રાવલાની છે પણ તેનો અંતર આત્મા ‘વધાવા’ પંચકલ્યાણક સ્તવનની સાથે સામ્ય ધરાવે છે. આજથી ૧૬૫ વર્ષ પૂર્વે ચંદ્રાવલા પ્રકારની કાવ્ય કૃતિ પ્રગટ થઈ છે. અન્ય ચંદ્રાવળા હસ્તપ્રતમાં સુરક્ષિત છે તેનો સમય ૧૭મી સદીનો છે એટલ ચંદ્રાવલા કાવ્યનો ૧૭મી સદીથી પ્રારંભ થયો છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતામાં એક અભિનવ સ્વરૂપનો પરિચય ભક્તિમાર્ગની અને કાવ્ય સૃષ્ટિની અનોખી સફર કરાવે છે. ૬. સોળમી સદીના અંચલગચ્છ - વિધિગચ્છના ગુણનિધાન સૂરિના શિષ્ય નેમિનાથના ચંદ્રાવલાની ૨૬ કડીમાં રચના કરી છે. તેની સંક્ષિપ્ત માહિતી ૮૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ નીચે પ્રમાણે છે. આદિ - દોઈ કર જોડી વિનવું રે, સ્વામી શ્રી જિનરાયો, નેમિકુમાર ગુણ ગાઈ રે, હીયડિ હર્ષ ન માયો. હિયડિ હર્ષ ન માઈ રે, સાંભી નેમિ જિસેસ શિવઈગામી, ભાગ્યેજોગિ તુમ્હ સેવા પામી, તું પ્રણમું હું નિજ સિર નામી. જી યાદવ રાજી રે ઊલટ આણી, અંગિ જિનગુણ ગાઈ રે, યદુપતિ નમવા પાય, અહિનિશિ દયાઈઈ રે - દ્રુપદ. અંત - સંયમ પાલી શયમઈ રે, શિવપુર આગહિ ધાયો, બહુ જણ તારી જિણવર રે, પંડિઈ શિવપુરી મયો. પૂઠિઈ જિનની સાર કરે યો, સેવક જનસંઈ સાંથિઈ લેયો, કહઈ સેવક સ્વામી અવધાર, દયા કરી સેવકસિંઈ તારોજી. (૧-૩૧૦) ૭. તપગચ્છના આણંદવિમલસૂરિના આજ્ઞાવર્તી શુભ વિમલ - કમલ વિજય પં.ના ૧૭મી સદીના શિષ્ય હેમવિજય ગણિએ નેમિજિન ચંદ્રાવલાની ૪૪ કડીમાં રચના કરી છે. આ કૃતિની રચના સમયનો પુસ્તકમાં કોઈ ઉલ્લેખ થયો નથી. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ નોંધવામાં આવી છે. આદિસમરીય સગર સાગર રે, ગુરૂ ગિરૂઓ ગુણવંત શિવાદેવી સુત ગાઈએ રે, મુઝ મનિ લાગી વંતિ મુઝ મનિ લાગી વંત ઘણેરી, સેવે કરૂં નેમીસર કેરી નેમ જેહને નરવર રાજી જસે, દીઠે મતિ આવે તાજી જી નેમિ જિનજીરે રાજીમતી, ભરતાર ભગતે વંદિએ રે જાસ નામ અભિરામ, સુણી આણંદિરે. (૨) Page #102 -------------------------------------------------------------------------- ________________ અંત - તપગચ્છ મંડણ હીરલો રે હીર વિજય મુનિરાજ નામ જપતાં જેહનું રે સીઝે સઘલાં કાજ સીઝ સઘલાં કાજ સીઝે સઘલવાં કાજની કોડી તેહને નમે સદા કર જોડી પંડિત કમલવિજયનો સીસ. હેમવિજય મુનિ 9 આસીસ. ૮. લોકાગચ્છના કવિ લબ્ધિએ નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલાની રચના ૨૯૫ કડી પ્રમાણ સં. ૧૮૫રમાં કરી છે. કવિએ અત્યંત હર્ષોલ્લાસપૂર્વક નેમિકુમારના જીવનના પ્રસંગોનું વર્ણન કરીને ગુણગાન ગાયાછે. નેમિકુમારનું જીવન ભવ્યાત્માઓને માટે જીવનમાં મંગલ-કલ્યાણ કરવાવાળું છે. કવિની નમૂનારૂપ કાવ્ય પંક્તિઓ અત્રે પ્રગટ કરવામાં આવી છે. (૬/૧૯૬) આદિસરસતી સરસ વચન દ્યો, મુજને પ્રેમે કરી પસાય, શ્રી નેમીસરના ગુણ ગાવા, મુજ મન ઉલટ થાય. મુજ મન ઉલટ થાય તે કહેવા, શ્રોતાજનને સાંભળવા જેહવા, મંગલકારી હોજો સહુને, સરસતી સરસ વચન ઘો મુજને. લબ્ધિ કહે મંગલકારી આવ્યો, માઘનો માસ, નરનારી મન માંહે હરખે, ધરતી ઘણું ઉલ્લાસ. ધરતી ઘણું ઉલ્લાસ તે અંગે, મદવંતી મતવાલી રંગે, માંહોમ હે ઉમંગશું ભારી, લબ્ધિ કહે મહામંગલકારી. અંત - સોરઠ દેશ તણી સીમાએ, ગામ નામ ચોરવાડ, રાજ કરે બાબી કુલ બહાદૂર, હામદખાં ઓનાડ. હામદખાં ઓના પ્રતાપી દેગ, તેગ જસ કિરતી વ્યાપી, ગઢ ગિરનાર તીર્થે છે જિહાં, એ સોરઠ દેશ તણી સીમાએ. રાજેશ્રી લોકાગચ્છરાયે સોમચંદ્રસૂરિ જાણો, (૮૩) Page #103 -------------------------------------------------------------------------- ________________ કોવિદ અંગ મુનિ કવિ કેરો, પંડિત મુનિ કલ્યાણ. પંડિત મુનિ કલ્યાણ સવાઈ, મહામુનિ ગીતારથ માંહિ, તાસ મુનિ લવજી ગુરૂપાયે, રાજેશ્રી લોંકાગચ્છરાયે. સંવત અઢાર બાવના વર્ષે, ફાગણ શુદિની બીજ, વાર ગુરૂ લવજી સુપસાર્યો, લબ્ધિ વંદે મનરીજ. લબ્ધિ વંદે મન રાજથી વાણી, શ્રી નેમીશ્વરની જાન વખાણી, નરનારી જય બોલો હરખે, સંવત અઢાર બાવના વરખે. (૬/૨૯૬) સંદર્ભ સૂચિ: ૧. અપ્રગટ - હસ્તપ્રતનો આધાર કવિ લીંબો. પા. ૩૬૮ ૨. કુસુમાંજલિ ભા. ૧ કવિ લીંબો. પા. ૩૬૮ ૩. અપ્રગટ હસ્તપ્રતનો આધાર, કવિ જયવંતસૂરિ ૪. જૈન ગુ. કવિ. પા. ર/૨૯૮ ૫. શ્રી જૈન હિતે. મંડળ એ-પા.-૧ર, બી-પા. ૧૩, સી-પા. ૧ ૬. જૈન. ગૂર્જર કવિઓ ૧૩૧૦ ૭. જૈન. ગૂર્જર કવિઓ ૩/ર ૮. જૈન ગૂર્જર કવિઓ ૬/૧૯૬ (૮૪) Page #104 -------------------------------------------------------------------------- ________________ – ૯. ચિત્ર કાવ્ય )-= કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં કવિઓની કલ્પના અને સર્જન શક્તિના નમૂનારૂપે વેદકાળથી પ્રચલિત ચિત્ર કાવ્યની સૃષ્ટિ છે. આ પ્રકારના કાવ્ય વિશેની માહિતી અત્રે પ્રગટ કરવામાં આવી છે. સાહિત્યમાં ચિત્રાત્મક અભિવ્યક્તિ શબ્દપ્રયોગ થયો છે. તેનો અર્થ એ છે કે કવિના શબ્દો ચિત્ર સમાન સ્થાન ધરાવે છે. ચિત્ર કાવ્યનો પ્રાચીન સંદર્ભ અગ્નિપુરાણમાંથી પ્રાપ્ત થાય છે. ૧. અનેકધાવૃત્તવર્ણવિન્યાસઃ શિલ્પ કલ્પના તત્ત...સિદ્ધવસ્તુનાં, “બંધ' ઇત્યભિધીયતે | ચિત્ર કાવ્યમાં જે ભિન્ન રૂપ ચિત્ર ને કાવ્ય કલામાં અનેકાર્થ પદ્ય તથા વિવિધ પ્રકારના આકાર, ચિત્ર બંધ અથવા બંધ ચિત્ર. સંસ્કૃત કાવ્યમાં આવાં ચમત્કૃતિ કાવ્યને ધ્વનિકાવ્યની રીતે અધમ ગણ્યાં છે છતાં સંસ્કૃત અને પ્રાકૃતના કવિઓએ આવો બુદ્ધિવિલાસ કરવામાં લઘુતા ગણી નથી. આલંકારિકો આવા પ્રકારના શ્રમસાધ્ય કાવ્યોને ગારુડીખેલ અથવા હાથચાલાકીની રમત કહે છે. તેમાં રહેલી ચમત્કૃતિ જ કાવ્યની દૃષ્ટિએ મહત્ત્વની છે. પદ્યની પંક્તિઓના છંદ અને અક્ષરને યથાસ્થાને ગોઠવી તે વડે ચારૂતાયુક્ત આકૃતિનો આભાસ ઉત્પન્ન કરવો તે ચિત્રકાવ્યનું લક્ષણ ગણાય છે. એવા રચના બંધને તેના આકાર ઉપરથી ખડગબંધ, પદ્મબંધ, મણિબંધ, સરસ્વતી બંધ, ચક્રબંધ, કપાટબંધ, નાગબંધ, છત્રબંધ, ચામરબંધ એવા નામથી ઓળખવામાં આવે છે. “બંધ’ શબ્દથી કોઈ એક ચાતુર્યવાળી શિલ્પ કલ્પના અથવા સંયોજનનો બોધ થાય છે. આ પ્રકારની રચનાથી વિસ્મય, અદ્ભુત અને ચમત્કારયુક્ત રસ નિષ્પન્ન થાય છે. સંસ્કૃત મહાકાવ્યોમાં આવાં ચિત્ર કાવ્યોનો પ્રયોગ થયો ૮૫) Page #105 -------------------------------------------------------------------------- ________________ છે. તદુપરાંત ગુજરાતી ભાષામાં ‘દલપત કાવ્ય' અને રાજકોટના ઠાકોર પ્રવિણસિંહજીના ‘પ્રવિણસાગર’ ગ્રંથમાં અને હિન્દી ભાષાની પ્રેમકથાઓમાં આવાં ચિત્રોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારનાં કાવ્યોમાં ચિત્ર કાવ્ય પણ કવિ કલ્પના અને ચાતુરીનું ઉદાહરણ છે. ૨. વૈદિક સૂક્તોમાંથી કાવ્ય વિશેનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. વેદનાં સૂક્તો પદ્યાત્મક છે તો કેટલાંક સૂક્તો લયબદ્ધ ગદ્યમાં છે. આ કવિતા Prime Poetry કહેવાય છે. તેને Folk Ballad Tribal Song તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂક્તોની કવિતામાં ચિત્ર કાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. દૃષ્ટાંત રૂપે સ્વસ્તિક બંધ, ચક્રબંધ, પદ્મબંધ અને હારબંધ કાવ્ય નીચે પ્રમાણે છે. સ્વસ્તિક બંધ : સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ઘશ્રવા સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ । સ્વસ્તિ નસ્તાઢ્ય અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુઃ II बृहस्पतिर्दधातु वृद्धश्रवाः नऽ इन्द्र नो स्वस्ति नस्ताक्ष्य : D विश्ववेदाः ૮૬ रिष्टनेमिः Page #106 -------------------------------------------------------------------------- ________________ જુગારીને ધૂત રમવાના પાસા પત્ની કરતાં પણ પ્રિય છે, સાસુ અને પત્ની પણ વૃદ્ધ અશ્વની માફક એને ઘેર ઈચ્છતાં નથી - ધિક્કારે છે, આફતમાં સપડાય ત્યારે સહાયક પણ મળતો નથી, તેની પત્નીને અન્ય લોકો અપમાનિત કરે છે, પત્ની, મા-બાપ, ભાઈ સૌ ઓળખાણ આપવાનું ટાળે છે. અન્ય જાયાં પરિ મૃસત્યસ્ય યસ્યાગ્રુધ વેદને વાગ્ય ૧ ક્ષઃ | પિતા માતા ભ્રાતર એનમાહુર્ત જાનીમો નયતા વદ્ધમેતમ્ ૮. આમ છતાં પાસાનો અવાજ સાંભળતાં જ વ્યભિચારિણી સ્ત્રીની માફક પહોંચી જાય છે. દરેક વખતે જીતવાની આશા હોય છે પણ તે ફરી ફરી હારે છે. પાસાનું પ્રાબલ્ય ઋષિ સુંદર રીતે નિરૂપે છે. નીચા વર્તન્ત ઉપરિ સ્ફરન્તિ અહસ્તાસો હસ્તવત્ત સહજો. દિવ્યા અલ્ગારા ઇરિણે ન્યુમાઃ શીતા સન્તો હૃદય નિર્દયન્તિ લા આથી જ જુગારી અનુભવથી પાઠ શીખી ઉપદેશ આપે છે : અર્મા દીવ્ય કૃષિમિત્કષસ્વ વિત્તે રમસ્વ બહુ મજ્યમાનઃ તત્ર ગાવઃ કિતવ તત્ર જાયા તન્મે વિચષ્ટ સવિતાયમર્ય /૧all અથર્વવેદનું શાલાસૂક્ત (૩-૧૨) પણ આવું લૌકિક સૂક્ત ગણાય. ધાર્મિક અને લૌકિક કાવ્યો વચ્ચે દાનસ્તુતિ જેવાં કાવ્યોને સ્થાન આપી શકાય. ઋગ્વદના ૧૦-૧૧૭માં દાનનો મહિમા સમજાવી દાન પામવાની અભિલાષા સુવ્યક્ત છે જ. ક્યારેક સમસ્યા-પ્રહેલિકા કે પ્રશ્નોત્તર રૂપે જોવા મળતાં મંત્રો કે સૂક્તોને “RiddlePoetry” કહી શકાય. ઋ. ૧-૧૬૪માં અનેક પ્રહેલિકાઓ છે. દાનસ્તુતિની એક સમસ્યારૂપ ઋચા જોઈએ: એકપા ભૂયો દ્વિપદો વિચકે દ્વિપાત્ ત્રિપાદમધ્યેતિ પશ્ચાત્ | ચતુષ્પાદેતિ દ્વિપદામભિસ્વરે સંપશ્યન્ પક્તીક્ષતિષ્ઠમાનઃ | નાસદીયસૂક્તમાં પ્રશ્નોત્તર રૂપે (ઋ. ૧૦-૧૧૭-૮) Page #107 -------------------------------------------------------------------------- ________________ કો અદ્ધા વેદ ક ઈહ પ્ર વોચતુ કુત આજાતા કુત ઇયં વિસૃષ્ટિઃા . અર્વાગ્દવા અસ્ય વિસર્જનાથા કો વેદ યત આબભૂવ || યમસૂક્તમાં પ્રશ્નોત્તર રૂપે (ઋ. ૧૦-૧૨૭-૬) કઃ કુમારજનયર્થ કો નિરવર્તિતુ કઃ સ્વિદદ્ય નો બ્રુયા અનુદેયી યથાભવત્ II (ઋ. ૧૦-૧૩૫-૫) કૂટશ્લોકના દૃષ્ટાંત તરીકે એક પ્રસિદ્ધ ઋચા જોઈએ: ચત્વારિ શૂરા ત્રયો અસ્ય પાદા કે શીર્ષે સપ્ત હસ્તાસો અસ્યા ત્રિધા બદ્ધો વૃષભો રોરવીતિ મહો દેવો મર્યા આ વિવેશ આમ આવી પ્રહેલિકાઓ, સમસ્યાઓ કે કૂટશ્લોકોએ પ્રથમતઃ વૈદિક ઋષિઓને આકર્ષેલા છે. વૈદિક સૂક્તોમાં, પ્રયત્નસાધ્ય મનાતાં ભારવિ, માળે, નંદનંદન કે વેંકટાધ્વરિએ પ્રયોજ્યાં છે તેવાં ચિત્રકાવ્યોનાં દૃષ્ટાંતો મળી શકે તેમ છે. અહીં કેટલાંક દૃષ્ટાંતરૂપે જોઈએ ચક્રબંધ : નિઃ वरुणो E सूर्यो J Yહેવતો/ચન્દ્રમા | वसवो IDરેણુ, मरुतो रुद्रा आदित्या (૮૮) Page #108 -------------------------------------------------------------------------- ________________ અગ્નિર્દેવતા વાતો દેવતા સૂર્યોદેવતા ચન્દ્રમાદેવતાવસવોદેવતા રુદ્રા દેવતાદિયા દેવતા મરતો દેવતા વિશ્વેદેવી દેવતા બૃહસ્પતિદૈવતેન્દ્રો દેવતા વરુણો દેવતા પદ્મબંધઃ પદ્મ (કમળ) બંધના દૃષ્ટાંતો જોઈએ. ઉપરનો અગ્નિદેવતા મંત્ર પદ્મબંધનું દૃષ્ટાંત પણ બની શકે છે. चन्द्रमा चसो मरुतो आदित्या वाता इन्द्रो वरुणो પદ્મબંધનું આ બીજું દષ્ટાંત છે. [૧] જ્જોds નવ 'લાંતિઃ च्याजः ( શ્રd. ज्योतिः प्रदामे વ્યાજશ્ચમે પ્રસવશ્ચ મે પ્રયતિ મે પ્રસિનિશ્ચમે ધતિ મે ક્રતુણ્ય મે સ્વર મે શ્લોકથ્ય મે શ્રશ્ચ મે શ્રુતિથ્ય મે જ્યોતિશ્ચ મે સ્વસ્થ મે યશેન કલ્પતામ્ यशेन कन्यतम् ૮૯) Page #109 -------------------------------------------------------------------------- ________________ હારબંધ: હારબંધના ઉદાહરણનો આ મંત્ર જુઓ. वनस्पतयः शान्तिः शान्तिः अन्तविक विश्वेदेवाः शान्तिः शान्तिः पथिवी 이 પૃથિવી શાન્તિરાપ શાતિરોષધયઃ શાન્તિઃ | ૐ ઘઃ શાન્તિરન્તરિક્ષ શાન્તિઃ બ્રહ્મ શાન્તિઃ સર્વ શાન્તિઃ શાન્તિદેવ શાન્તિઃ સા મા શાન્તિરેધિ II વનસ્પતયઃ શાન્તિર્વિશ્વદેવાઃ શાન્તિર न्तिः शान्तिः आपः सर्व शान्तिः औषधय शान्तिः शान्तिः शान्तिः शान्तिः | (सा मा शान्तिरेघि) (60) Page #110 -------------------------------------------------------------------------- ________________ ૩. કવિ સમયસુંદરની બહુમુખી કાવ્ય પ્રતિભાના નમૂનારૂપે ચિત્રકાવ્યોની રચનાનો પરિચય આવશ્યક છે. સાહિત્યમાં કાવ્યની ગુણવત્તાનો વિચાર કરતાં ચિત્રકાવ્યને નિમ્નકક્ષાનું માનવામાં આવે છે. તેમ છતાં આ પ્રકારની કાવ્ય રચના માટે છંદ, વ્યાકરણ અને લય બદ્ધ રચનાની કુશળતા અનિવાર્ય છે. કવિની સ્તોત્ર (સ્તુતિ સ્વરૂપ) રચનાઓમાં ચિત્રકાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. સ્તોત્ર રચનામાં વિચાર વૈવિધ્ય અને રચના રીતિ નોંધપાત્ર બને છે. ત્યારે સ્તોત્ર રચના ચિત્ર કાવ્ય તરીકે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ચિત્ર કાવ્યોની માહિતી નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૧. પાર્શ્વનાથ શ્રૃંખલામય લઘુ સ્તવ. (પા. ૧૮૯) ૨. જિનચન્દ્રસૂરિ કપાટબોહિઝુંખલાષ્ટકમ્ (પા. ૩પ૬) ૩. પાર્શ્વનાથ હારબન્ધ (પા. ૧૯૪). ૪. શ્રી પાર્શ્વનાથ શૃંગાષ્ટક બંધ સ્તવ. (પા. ૧૯૩) ૫. શ્રી પાર્શ્વનાથ યમકબંધ સ્તોત્રમ્ (પા. ૧૯૨) ૬. શ્રી ચિંતામણી પાર્શ્વનાથ શ્લેષમય (પા. ૧૮૮) ૭. શ્રી પાર્શ્વનાથ યમકબંધ લઘુ સ્તવનમ્ (પા. ૧૮૭) કવિ સમયસુંદરની બહુમુખી કવિ પ્રતિભાના નમૂનારૂપ ચિત્રકાવ્યની માહિતી નીચે મુજબ છે. યમકબંધ, હારબંધ, શૃંખલાબંધ જેવી રચનાઓ કાવ્ય હોવાની સાથે એમની પ્રભુભક્તિનો પણ પરિચય કરાવે છે. A- શ્રી પાર્શ્વનાથ યમકબન્ધ સ્તોત્રમ્ પ્રણત માનવ માનવ-માનવં, ગતપરાભવ-રાભવ-રાભવમ્ દુરિતવારણ વારણ-વારણ, સુજન-તારણ તારણ-તારણમ્ ૧૫. અમર-સત્કલ-સત્કલ-સત્કલ, સુપદયા મલય મલયામલમ્ | પ્રબલ-સાદર, સાદર-સાદર, શમ-દમાકર-માકર-માકરમ્ (રા. ભુવનનાયક-નાયક-નાયક, પ્રણિતુ નાવજ-નાવજ-નાગજમ્ | જિન ભવંત-ભવંત-ભવતમ, સ શિવ-માપરમા-પરમા-પરમ્ ૩ી (૯૧) Page #111 -------------------------------------------------------------------------- ________________ રવિસમોદય-મોદય મોદય, ક્રમણ-નીરજ-નીરજ-નીરજ। લસદુ મામય-મામય-મામય, વ્યય કૃપાલય પાલય પાલયઃ ॥૪॥ ઇતિ મયા પ્રભુપાર્શ્વજિનેશ્વરઃ, સમયસુન્દરપદ્મદિનેશ્વરઃ । યમકબન્ધકવિત્વભરૈઃ સ્તુતઃ, સકલઋદ્ધિસમૃદ્ધિકરોસ્વતઃ ॥૫॥ ।। ઇતિ યમકબન્ધ શ્રી પાર્શ્વનાથ સ્તોત્રમ્।। (પા. ૧૯૨) કાવ્યની ચમત્કૃતિની ખરી મજા તો તેની મૂળ ભાષામાં જ માણવા મળે છે. પરંતુ જેઓ સંસ્કૃત ભાષા જાણતાં ન હોય તેવાઓ માટે તે ભાવાનુવાદ આપવામાં આવે છે. આ સ્તોત્રમાં પાંચ શ્લોક છે. ૧ થી ૩ શ્લોકનો સળંગ સંબંધ કાવ્યની પરિભાષામાં એને કુલક કહેવામાં આવે છે. આ સ્તોત્રમાં ભગવાન પાર્શ્વનાથના ગુણગાન કવિએ કર્યો છે. તેમાં કવિ જણાવે છે કે જેમનો પરાભવ આખા ભવ (સંસા૨-ભવ) માટે નાસી ગયો છે. દુરિતરૂપી પાપ સ્વરૂપ હાથીને વશમાં રાખનાર અંકુશ સમાન, સજ્જનોને તારવા માટે હોડી સમાન તારનાર, પ્રબલ જોરદાર આદરસહિત એવા સાદર માટે આદરણીય, દેવતાઓ જેમની સત્કલ એટલે સાચી ભાવનાથી કળાઓ સહિત ભક્તિ કરે છે, સારાં પદો દ્વારા નિર્મલ એવા મલયાચલ પર્વત જેવાં છે, ઈન્દ્રિયોનાં વિષયો ઉપર અંકુશ સ્વરૂપ અંકુશોની ખાણ સમાન શમ અને દમથી મુક્ત છે, જગતના નાયક એવા નાયકોનાં પણ જે નાયક છે, નમસ્કાર કરનારને માટે નૌકા સમાન, એવા જિન પાર્શ્વનાથ તમારી રક્ષા કરનારા થાઓ. એવા આ જિન પરમાપરમ એટલે કે અપરમ્ અજોડ એવી પરમાત્મા એટલે મુક્તિરૂપી સ્ત્રીને પામ્યા છે. સૂર્ય સમાન જેમનો ઉદય લોકોને આનંદ આપનારો છે, જેમના પગલાં રજથી રહિત છે અને સેવકોને રજ રહિત બનાવનાર છે. હે કૃપા સાગર! આપ અમારૂં આપત્તિઓથી રક્ષણ કરો અર્થાત્ અમોને આપત્તિઓથી ટાળો કમળને માટે, સૂર્ય સમાન એવા કવિત્વથી ભરપૂર એવી પાર્શ્વનાથ ભગવાનની યમક બન્ધમય સ્તુતિ કરી, એના પ્રભાવે સકલ – બધી જાતની ઋદ્ધિ-સમૃદ્ધિ થાઓ. એવી રીતે સમય સુંદરે આ સ્તવના કરી છે. ૯૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ કાવ્યમાં શબ્દાલંકારની રીતે યમકનો પ્રયોગ કાવ્યની રસિકતામાં અભિવૃદ્ધિ કરે છે. યમકમાં પ્રાસયુક્ત રચના નોંધપાત્ર છે. વર્ણનો વિશિષ્ટ પ્રયોગ કવિત્વશક્તિનું પ્રતીક છે. B- શ્રી પાર્શ્વનાથ હારબન્ધ ચલશ્રુંખલા - ગર્ભિત સ્ત્રોતમ્ વન્દામહે વરમત કૃત-સાત-જાત, તે માન-કાન્ત-મનૉ વિપરૌધ-કોપમ્ | પદ્મામલે પરમ-મંગ-કરાડમદાડકું, કષ્ટાવલી-કલિવનદ્ધિપ-હીન-પાપમ્ III પાનને પવન-ભક્ષવર ભવાડવું, વન્દારુ-દેવ-મજં જિનરાજ-માનમ્ | નવ્યાજમાન-મજ ધર સાર-ધીરે, રમ્યામ્બકં રણવધ સુમનો-ધરોમમ્ | રા. મન્દાર-કામ-મરમં સમધામ-રામમહેન્તમાડમયતમસ્તતિ સોમકાન્તિ તિગ્મો સતાત્તિ તસ-પર્શ-સમં પરાસમ્, સંતીતિ હાસ-મહતિ-મર્દનનામ-માનમ્ ૩ી ગવડડર-રાગ-હરમજ ભીમરાજ, જન્તાડડનાં જયિન-મંગ સદાડડમદાસ” નઝાડશિવં નત શિવપ્રદ-મેવ સાદ, દંભાડયુતં દમ-યુત સુગતાડત્તર //૪ll. સંસાર-વાસધર-શમ્બ-સમં શવાસ, સદેવ-દાસ-શિવ-શર્મ-કર શર્મકમ્ કમ્ર કલાડડકર-કલું ગલ-ભાલ-શાલ, લબ્ધોદય લસદનન્તમતિ નમામ://પા. ૯૩) Page #113 -------------------------------------------------------------------------- ________________ મજૂદય મત-દય શુભ-ગેય શોભે, ભવ્ય વિદંભ-કવિ-બન્ધ-પદાડવજાપા પતંજ-રૂપ-વિજય વર-કાય-માર, ત સલ્વે સંજાયા, લખા ઝઠાર સહસ ચૌબીસી ઇગ સય વીસ મિચ્છા, દુક્કડ્યા ઇરિયપડિક્કમણે /રા ઇય પરમળ્યો એસો, પવિયં ણ ભવિય બોહત્યં પણમામિ સમયસુંદર, પણયંત પાસ જિણચંદાઝા (પા. ૧૯૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનની એકેક વિશેષણોથી સુંદર સ્તુતિ કરી છે. ઉત્તમ મતવાળા એટલે કે વિચારવાળા, નિર્દોષ માનને ધારણ કરનારા, ક્રોધને દૂર રાખનારા, કમળ જેવા મલરહિત, વનમાં જેવી રીતે હાથી વૃક્ષોને દૂર કરી નાંખે તેમ કષ્ટો દૂર કરવા માટે હાથી સમાન, પાપથી રહિત, કમળ જેવા મુખવાળા સુંદર, સંસારથી રક્ષા કરનારા, દેવોથી વંદન કરાયેલા, રોગ રહિત એવા જિનરાજ, જરાથી (જરા એટલે વૃદ્ધાવસ્થા) રહિત રમ્ય એટલે કે સુંદર આંખોવાળા, દેવતાઓથી પણ અધિક રૂપવાળા, સુંદર એવા કામદેવમાં નહિ રમનારા, સમતાના ધામ સમાન, એવા અહંન્ત ભગવાન અંધકારને દૂર કરનાર સૌમ્ય કાંતિવાળા, સપુરૂષોની તકલીફો રૂપી વૃક્ષ માટે ઉગ્ર - તીણ - કુહાડી સમાન, ગર્વ-અભિમાન-રાગને દૂર કરનારા, જીવોથી નમસ્કાર કરાયેલા, જય પામવાના સ્વભાવવાળા, જેમનાં આશિષ એટલે દુઃખો નાશ પામી ગયા છે, નમનારાઓને મોક્ષ આપનારા, દંભ રહિત અને દમ (ઈન્દ્રિયોના વિષયો ઉપરનો કાબુ) થી સહિત, સંસારવાસ ધરનારા માટે સંસાચા દેવ સમાન, દાસ ને શિવસુખ આપનારા, સમતાના સ્વામી, સુંદર કલાઓની ખાણ સમાન, લમ્બોદય પ્રાપ્ત થયો છે જેમને, એવા અનત્તમતિવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. સુંદર ઉદય કરનાર, શુભ ગેય-ગીતની શોભારૂપ, ભવ્ય અને દંભરહિત કવિઓથી વંદાયેલા છે પગલાં જેમના, એવા સુંદર કાયાથી મદનના રૂપને પણ Page #114 -------------------------------------------------------------------------- ________________ જીતનારા, શ્રી જિનેશ્વર દેવોમાં ચંદ્ર સમાન એવા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન હર્ષના પ્રકર્ષથી સમય આદિમાં છે એવા સુંદરે એટલે કે સમયસુંદરે આ સ્તવના કરી છે. C - શ્રી પાર્શ્વનાથ યમક બદ્ધ લઘુ સ્તવનમ્ પાર્શ્વપ્રભું કેવલભાસમાનું, ભવ્યામ્બુજે હંસવિભાસમાનમ્। કૈવલ્યકાન્તકવિલાસનાર્થ, ભક્ત્વા ભજેહં કમલા સન્નાથમ્ ॥૧॥ વિઘ્નાવલીવલ્લિમસંગભીર, દિશ પ્રભો મેઽભિમાં ગભીર । જગન્મનઃ કૈરવરાજરાજ, નતાગિના શાન્તિકરાજ રાજ ।।૨। તતાન ધર્મ જગનાહતાર, મદીદહ દુ:ખતતી હતા૨ । ઋચીકર૭ર્મ સતાં જનાનાં, જહાર દીક્ષારશિતાં જનાનામ્ III વેગાઢયનીષી દિ૨કા મમાદ, શ્રિયાપિ નોયો ભવિકામમાદમ્। નુત પ્રભું તે ચ નતા ૨૨ાજ, શિવે યશઃ કૈરવતારરાજ॥૪॥ ઉવષ્લેષામિહ સેવકાનાં, ત્યું માનસે પુષ્ટરસેવકાનામ્। સઘો લભંતે કમલાં જિનેશ, તે દેવ કાન્તા કમલા જિનેશ ।।૫।। યન્નામ મન્દોપિ તદા મુદાર, વદન પર્દ યાતિ વિદા મુદારમ્। પોતા પદંભસ્તરણેડવદાત; શ્રિયો જગદેવ મણેવદાતઃ ॥૬॥ ચિન્તામણિ મે ચટિતા મમાઘ, જિનેશ હસ્તે ફલિતા મમાદ્ય । ગૃહાંગણે કલ્પલતા સદૈવ, દૃષ્ટ તવાયે લલિતા સદૈવ ।।। એવં સ્તુતૌ યમકવન્દ્વનવીન કાયૈઃ, પાર્શ્વ પ્રભુર્લલિત વિતાનભયૈઃ કર્નુંઃ કરોતુ કુલકરૈવપૂર્ણચંદ્રઃ, સિદ્ધાંતસુંદ૨૨તિ વિનમસુરેંદ્રઃ ।।૮।। (પા. ૧૮૭) શ્રી પાર્શ્વપ્રભુ કેવલજ્ઞાનથી પ્રકાશમાન છે, ભવ્ય જીવોરૂપી કમળ માટે હંસ સમાન, કેવલ જ્ઞાન રૂપી સ્ત્રીને વિલાસ કરાવનારા નાથ સમાન, કમલાની એટલે લક્ષ્મીની શોભાથી સહિત એવા પાર્શ્વનાથ પ્રભુને હું ભક્તિપૂર્વક ભજું છું. ૯૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ જરા સહિત સમતાધામ સૌમ્યકાંતિ અંધકારનાશક રોગ સહિત જય પામવાવાળા શુભ નામ હારબન્ધ કાવ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુ મદન વિજેતા કષાયવિજેતા દંભ રહિત ૯૬ ગીતાર્થવાણી કવિઓથી વંદાયેલા દેવેન્દ્રોથી પૂજિત દેવોમાં ચંદ્ર સમતા સ્વામી શિવસુખદાતા ઈન્દ્રિય વિજેતા Page #116 -------------------------------------------------------------------------- ________________ વિઘ્નોના સમૂહરૂપે વેલડીઓ માટે હાથી સમાન, જગતના લોકોના મન માટે મયૂર સમાન શોભતા, નમન કરનારા જીવોને શાંતિનું રાજ આપનારા એવા હે પ્રભુ મને અભિમાન મનને પસંદ એવું સ્થાન બળ આપો. જગતના જીવોના તારણહાર ધર્મ ફેલાવનારા, દુઃખના હારનો સમૂહનો નાશ કરનારા, સારા જનોને સુખશાંતિ આપનારા, લોકોની અશાંતિને દૂર કરનારા, મારાં દારિદ્રનો જલ્દીથી વિનાશ કરનારા, ભવ્ય જીવોની ઈચ્છાઓને લક્ષ્મીથી પૂરનારા, કલ્યાણમાં યશ છે એવા પ્રભુનો યશ મોક્ષમાં પણ શોભી રહ્યો છે. અસેવકોના મનમાં તમે પુષ્ટિ કરો છો અને સેવકોની ઉપેક્ષા કરો છો, તમને જે ભજે છે તેઓ જલ્દી કમલા-લક્ષ્મીને પામે છે અને દેવલોકમાં દેવી રૂપી સ્ત્રીને પામે છે. મંદ બુદ્ધિવાળો એવો પણ જેમનું ઉદાર-પ્રભાવશાળી એવું નામ બોલે છે, તે બુદ્ધિશાળીઓમાં સ્થાન પામે છે. સમુદ્ર તરવા માટે પોત સમાન, જગતના દેવ, લક્ષ્મીને આપનારા એવા પાર્શ્વનાથ પ્રભુ સ્વરૂપે મને તો આજે ચિંતામણિ રત્ન ચડ્યું - મળ્યું છે, હે જિનેશ! મારા ઘરના આંગણે કલ્પલતા ફળી છે, મારા હાથમાં કલ્પવૃક્ષ ફાયું છે. આપના મુખના દર્શનથી હંમેશને માટે લીલાવ્હેર છે. સિદ્ધાંત સુંદર રતિ - એટલે કે સમયસુંદરને આનંદ આપનારા અને સુરેન્દ્રોએ જેમને નમસ્કાર કર્યા છે એવા, ભવ્ય જીવોના સમૂહથી વિંટળાયેલા એવા પાર્શ્વપ્રભુની મેં આ પ્રમાણે યકલબદ્ધ નવીન કાવ્યોથી સ્તુતિ કરી છે. D - શ્રી પાર્શ્વનાથસ્ય શ્રુંખલામય લઘુ સ્તવનમ્ પ્રણમામિ જિનં કમલાસદનું, સદનંતગુર્ણ કુલહારસમમ્। રસ મંદમંદભસુધાનયનં, નયનંદિત વૈશ્વજનું શિમનમ્ ||૧|| યુવનોન્મુખશેરિશાવરવં, વરવંશપદા ન તદા સહિતમ્ । 62 Page #117 -------------------------------------------------------------------------- ________________ સહિતં સમયા રમયા મદના, મદનાભિ તિરસ્કૃતનીરરુહમ્ ॥૨॥ વદનરવિ બોધિતાનેકજનપંકજં, પંકજં બાલપાથોદસમસંચરમ્। સંચરંતું સરોજેષુ સુતમોહર, મોહરંભા ગજે પાર્શ્વનાથં મુદા ।।૩। વિહિતમંગલ મંગલ સદ્રવિ નુત જિનં સદયં સદયં જનાઃ । વિગત દેવ ન દેવનરોચિત, ગતકજામરચામરરાજિતમ્ ॥૪॥ જિન યસ્ય મનો ભ્રમરો ૨મતે, રમતે પદપદ્મયુગં સતતમ્। સતતં નવવામકરંદમિના, મિનાવવનપીયમુદ્ દમિનઃ॥૫॥ મહોદયે વામ જિનં વસંત, જિનં વસંતં શુભવલ્લિકંદે । સસ્માર પાર્શ્વ સુમનો વિમાનં, મનો વિમાનં સ જગામ યસ્ય ॥૬॥ કલ્યાણકંદે કમલ હરતું, જિને જનાનેકમલ હરંતમ્। સતાં મહાનંદમહં સ પદ્મ, પાર્શ્વ દદૌ યો દમહંસ પદ્મ III કલ્પકલ્પોપમં પૂર્ણસોમોદય, મોદયંતં જનાન્ વંશહંસપ્રભમ્ સપ્રભ પાર્શ્વનાથં વહે માનસે, માનસેવાલવાતૂલમેનં જિનમ્।।૮।। એવં સ્તુતો મમ જિનાધિપાર્શ્વનાથઃ, કલ્યાણકંદજિનચંદ્રસા સનાથઃ । (પા. ૧૮૯) લક્ષ્મીના સ્થાનરૂપ, સાચા એવા અનંતગુણોવાળા, કુલને માટે હાર સમાન, આંખને માટે અદંભરૂપી અમૃત જેવા અંજનરૂપ, સમતા રસવાળા, જગતના લોકોને નય–માર્ગ બતાવીને આનંદિત કરનારા, જંગલી પશુઓ માટે કેસરી સિંહની ગર્જના જેવા, સમતારૂપી સ્ત્રીથી સહિત, જે સ્ત્રીઓએ કમળની શોભાને પણ તિરસ્કૃત કરી છે એવી પણ સ્ત્રીઓના મદને-વિકારોને વશ નહિ થનારા, પોતાના મુખરૂપી સૂર્યથી અનેક મનુષ્યોરૂપી પંકજ-કમળને વિકસિત કરનારા, કમળો ઉપર ચાલનારા, અંધકારનો સાચી રીતે નાશ કરનારા, મોહરૂપી સ્ત્રી ઉપર વિજય મેળવનાર હાથી સમાન એવા શ્રી પાર્શ્વનાથ જિનને હું આનંદથી નમસ્કાર કરું છું. ૯૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ મંગલ કર્યું છે એવા સૂર્યરૂપી મંગલ સમાન, દયાળુ એવા જિનેશ્વરદેવને દયાવાળા હે જનો તમે નમો. દેવ એટલે કે રાજા નહિં હોવા છતાં પણ દેવતાઓ અને મનુષ્યોના રાજાઓને માટે ઉચિત એવા ચામરો વડે શોભિત, એવા હે જિન, આપ જેના મનમાં ભ્રમર બનીને ૨મો-રહો છો તે મનુષ્ય સતત આપના બે પગ રૂપી કમળો ઉપર ભ્રમર બનીને રમે છે અને સતત મકરંદનો આસ્વાદ લે છે અને સાધુઓને તેનાથી તૃપ્ત બનીને તે આનંદ આપે છે. વામા માતાના પુત્ર એવા જિન મહોદયમાં વસી રહ્યાં છે, મહોદય એટલે મુક્તિમાં વસે છે, જીવોના શુભ પુણ્યરૂપી વેલડીને માટે મૂળ સમાન અને વસંતઋતુ સમાન સારાં મનવાળા અને માન વિનાના એવા પાર્શ્વને યાદ કરીને તે જીવો વૈમાનિક દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે. કલ્યાણના મૂળ માટે તેનો કચરો-મેલને સાફ કરવા માટે પાણી સમાન, લોકોના અનેક પ્રકારના મેલને દૂર કરતાં, સત્પુરુષોને માટે મહાનંદ આપનારા, મહોત્સવ માટે કમળ સમાન, સાધુઓ રૂપી હંસ માટે પદ્મ સમાન એવા પાર્શ્વનાથ ભગવાન મહાનંદ આપનારા થાઓ. કલ્પવૃક્ષની ઉપમા સમાન, પૂર્ણ ચંદ્રના ઉદય સમાન, લોકોને આનંદિત કરતા, પિતાના વંશને માટે હંસની જેમ ઉજ્જવલ પ્રભાવાળા, પ્રભાથી સહિત એવા પાર્શ્વનાથને મનમાં વહન કરું છું એટલે કે રાખું છું. કલ્યાણના મૂળ માટે જિનરૂપ ચંદ્રરસ-ચંદ્રની જ્યોત્સનાથી સહિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની, જેમની તુલના ન કરી શકાય એવા આ જિનની કંઈક સેવા કરવાની ઈચ્છાથી, જિનાધિપની મેં સ્તુતિ કરી. E - જિનચંદ્રસૂરિ કપાટલોહશ્રૃંખલાષ્ટકમ્ શ્રીજિનચંદ્રસૂરીણાં, જયકુજ્જરશૃંખલા શ્રૃદ્બલો ધર્મ શાલાયાં ચતુરે કિમસૌ સ્થિતા ॥૧॥ શ્રૃંđલા ધર્મ શાલાયાં, વાસિતાં પાપનાશિનામ્ । શિવસદ્મસમારોહે, કિમુ સોપાનસન્નતિ ॥૨॥ ૯૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ પા પક્યમાન મુનિભિઃ પ્રકામ શ્રીપાર્થનામ-પ્રગુણ-પ્રકામાં ઋત્વા સ્વનાથોડત્રતતઃ સમાગાત્ સેવાકૃતહિઃ કિલ ઍલલાચ્છલાત્ ૩ વર્યસંયમસુન્દર્યા, કેશપાશઃ કિમભુતઃા વરાસ્થિતિરાભાતિ, શૃંખલા શ્યામલઘુતિ://૪ll કપાટે કૃષ્ણવલ્લીવ, ઍલા શુશુભેતરામ સ્થાપિતયે મહામોહ-નાગનાશાય નિત્યશ: //પણી પાપપાશ ચરાત-રક્ષાર્થ સાધુમન્દિરે / ધ્રુવં ધર્મ મનોરિય બન્ધનશૃંખલા ૬ll. મહામોહમૃગાદીનાં, પાશપાતાય મણ્ડિતા. છંધલાપાશ લેખેવ, ધર્મ શબ્દાતિધોષણા III સર્વતઃ છેલ્થભેદ્યાદિ-ભીત્યેષા લોહશૃંખલા ધર્મસ્થાનસ્થ સાધૂનાં, શરણે સમુપાગતા ll ll || ઇતિ કપાટ લૌહ શૃંખલાષ્ટકં સપૂર્ણમ્ II (પા. ૩૫૬) જયકુંજર એટલે હાથીને બાંધવા માટે લોઢાની સાંકળ હોય છે, એવી આ લોઢાની સાંકળ, આ ધર્મશાળાના ચોકમાં કેમ રહી છે? તેના જવાબમાં જણાવે છે કે ધર્મશાળામાં વસાયેલી – બંધ કરાયેલી – આ સાંકળ પાપનો નાશ કરનારી છે. શિવ એટલે કે મુક્તિરૂપ મહેલમાં ચઢવા માટે જાણે કે (સીડીના) નિસરણીના પગથિયાં ન હોય? ઉપાશ્રયના મકાનમાં દરવાજો બંધ કરવા માટે સાંકળ હોય છે તેને માટે કવિની કલ્પના ઉપાશ્રયમાં સાધુઓ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું નામ અને તેમના ગુણગાન ખૂબ જ કરે છે તે સાંભળીને મારો માલિક તો અહીં જ છે એ જણાવવા સાંકળના બહાને સેવા કરવા માટે આવેલ છે. સાંકળને કેશ-પાશ, વાળના અંબોડાની ઉપમા આપે છે. સુન્દર એવી ૧૦૦) Page #120 -------------------------------------------------------------------------- ________________ સંયમરૂપી સુંદરીનો જાણે કે કાળો-અભૂત કેશ-પાશ ન હોય? એવી કાળા અંગવાળી સાંકળ સુંદર અંગરૂપે શોભે છે. લોખંડના કપાટ-કબાટને લોઢાની સાંકળ લગાવેલી છે તે જાણે કે હંમેશા મહામોહરૂપ નાગનો નાશ કરવા માટે અહીં સ્થાપેલી ન હોય, તેવી આ સાંકળ શોભે છે. પાપપાશ – પાપના બંધનથી અને મર-જાસૂસ પુરુષોના આતંકથી બચાવવા માટે સાધુ મંદિરે - ઉપાશ્રયમાં - ધર્મરૂપી વાયુ સ્વરૂપ ગાયને બાંધવા માટે અહીં ચોક્કસ આ સાંકળ રહેલી છે. મહામોહરૂપી પશુઓને બંધનમાં નાંખવા માટે ગોઠવેલી આ સાંકળ, ધર્મ એવા શબ્દના અવાજથી ખૂબ જ ઘોષણાપૂર્વક પશુઓને બંધન અવસ્થા પમાડે છે એટલે કે બાંધી રાખે છે. બધી જગ્યાએ છેદન-ભેદન આદિ થવાના ભયથી ધર્મસ્થાનમાંઉપાશ્રયમાં રહેલા સાધુઓનું આ સાંકળે શરણું સ્વીકારેલું છે. આ રીતે લોખંડનો કપાટ અને લોખંડની સાંકળવાળું અષ્ટક પૂરું થયું. ૪. સમુદ્રબદ્ધ ચિત્ર કાવ્ય ઓગણીસમી સદીના મધ્યકાળમાં થયેલા કવિરાજ દીપવિજયે રાસ, લાવણી, સ્થળ વિષયક ગઝલો, અડસઠ આગમનો નંદીશ્વર મહોત્સવ અને અષ્ટાપદની પૂજા, માણિભદ્ર છંદ વગેરે કાવ્યોની રચના કરીને જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ કવિરાજે મહાવીર સ્વામી ભગવાનનું હાલરડું પણ રચ્યું છે. હાલરડાંની રચનાથી લોકપ્રિય બનેલા કવિરાજે પોતાની વિશિષ્ટ કવિત્વ શક્તિના પ્રતીકરૂપે સમુદ્રબદ્ધ ચિત્ર કાવ્યની રચના કરી છે. વડોદરાના ગાયકવાડ રાજાએ “કવિરાજ અને ઉદયપુરના રાણાએ કવિ બહાદુર'નું બિરૂદ આપીને સન્માન કર્યું હતું. જોધપુરના રાઠોડ વંશના રાજા માનસિંહની પ્રશસ્તિરૂપે ચિત્રકાવ્યની રચના કરી છે. આ કાવ્યની કવિરાજના સ્વહસ્તે લખાયેલી હસ્તપ્રત શ્રી આત્માનંદ જૈન ભંડાર, વડોદરામાં સુરક્ષિત છે. (101) Page #121 -------------------------------------------------------------------------- ________________ રાઠોડ રાજા માનસિંહ કવિરાજના હસ્તે દોરાયેલું ચિત્ર ગુજરાતી સાહિત્ય કોશ –મધ્યકાળમાં (પા. ૧૭૬)માં સમુદ્રબંધ ચિત્ર આશીર્વાદ કાવ્ય પ્રબંધ એ નામથી ઉલ્લેખ મળે છે. આ ચિત્ર કાવ્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. પ્રથમ વિભાગમાં વિસ્તારપૂર્વક રાજકીય વંશાવલીના અંતે આઠમા રાજા ભરૂધર – જોધપુર નરેશનો વિશેષણયુક્ત નિર્દેશ કરવામાં આવ્યો છે. કવિએ આશીર્વચન તરીકે પુત્ર, રાજ્યની પ્રાપ્તિ, લાભ-ક્ષેમ, શત્રુઓનું મર્દન અને પ્રતાપની વૃદ્ધિ વગેરેનો પદ્યમાં ઉલ્લેખ કર્યો છે. (૧૦૨) Page #122 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત સમુદ્રબંધ આશીર્વચન લખવાનો સંકલ્પ દર્શાવ્યો છે. પછી છપ્પયછંદના બે કાવ્યમાં સમુદ્રબંધનું માહાભ્ય વર્ણવ્યું છે. આ કાવ્યના ૧૨૯૬ અક્ષર છે. મહાબંધના અંતર્ગત ચૌદ રત્નોનાં નામ પપ અક્ષરમાં ગુંથાયાં છે. કુલ ૧૬૫૧ અક્ષર હોવાનું કવિએ જણાવ્યું છે. તેમાં લઘુબંધ કાવ્યો તરીકે ધનુષ્યબંધ, ચોકીબંધ, કપાટબંધ, હળબંધ, માળાબંધ, હારબંધ, નિસ્સરણીબંધ જે તે પદાર્થની આકૃતિરૂપે રચાયેલાં છે. આ નાના બંધની રચના દરેક રાજાને આશીર્વાદ માટે યોગ્ય ગણાય છે. પણ સમુદ્રબંધ તો ચક્રવર્તી, છત્રપતિ રાજા માનસિંહને આશીર્વાદરૂપ છે. કવિએ આઠ કાવ્યોની રચનામાં રાજા માનસિંહને આશીર્વાદરૂપ વચનો પ્રગટ કર્યા છે અને ઈષ્ટદેવ રક્ષા કરે એમ જણાવ્યું છે. આઠ કવિત્ત ની રચના અષ્ટક નામથી ઓળખાય છે. પહેલા છપ્પયમાં શંકર ભગવાનનું સ્વરૂપ વર્ણવીને ભગવાન રાજાનું રક્ષણ કરે, સંકટનો નાશ કરે, કવિએ શંકરનો જાલંધરનાથ નામથી ઉલ્લેખ કર્યો છે. રાજા મનસિંહના ઈષ્ટદેવ શંકર અને એમનો નાથ સંપ્રદાય સાથે સંબંધ હોય એમ છપ્પયને આધારે જાણવા મળે છે. કાવ્યને અંતે લાડૂનાથ' શબ્દ પ્રયોગ થયો છે તેનો અર્થ શંકરના પુત્ર ગણપતિ કે કોઈ યોગીનો સંદર્ભ હોવાનો સંભવ છે. બીજા છપ્પયમાં પ્રથમ છપ્પય સમાન જાલંધરનાથ શીવજીનું વર્ણન છે. ત્રીજા છપ્પયમાં “મહામન્દિર શ્રી કૃષ્ણ - દેવ રક્ષા આશીર્વચનનો સમાવેશ થયો છે. ચોથા છપ્પયમાં “નવગ્રહ રક્ષા - આશીર્વચન છે. નવગ્રહો રાજાનું મંગલ કરે એવું આશીર્વચન પ્રાપ્ત થાય છે. પાંચમાં છપ્પયમાં ‘સકલદેવ રક્ષા આશીર્વચનનો ઉલ્લેખ અન્ય દેવદેવીઓના નામથી થયો છે. છઠું છપ્પય કવિરાજદીપવિજયના આશીર્વચનોની રક્ષારૂપે રચાયું છે. બે કવિત્તમાં સમુદ્રબંધ માહાભ્યનાં છે એટલે કુલ આઠ છપ્પયમાં આશીર્વચન અષ્ટક નામથી પરિચય થાય છે. ૧૦૩) Page #123 -------------------------------------------------------------------------- ________________ ત્યારપછી ત્રણ કવિત્તમાં રાજા માનસિંહની યશ-કીર્તિનું વર્ણન કર્યું છે. આ રીતે સમુદ્રબંધ ચિત્ર કાવ્યનો વિભાગ – ૧, પૂર્ણ થાય છે. બીજા વિભાગમાં રાજા માનસિંહનામોલ્લેખ સાથે ત્રણ સેવકોનો જોધપુરી - રાજસ્થાની શૈલીમાં ચિત્ર દ્વારા ઉલ્લેખ થયો છે. એક ચોકઠામાં રાજાનું ખડ્ઝ અને મ્યાનયુક્ત તલવારનું ચિત્ર છે. ત્રીજા વિભાગમાં રાજાનાં ત્રણ છત્રધર અને સેવકોનાં ચિત્ર છે. ચિત્રની નીચે રાજાને મેઘની ઉપમા આપતા કવિત્તની રચનાછે. ચોથા વિભાગમાં સમુદ્રબંધ ચિત્રકાવ્યના ૩૬ દોહરા છે જેમાં રાજાની કીર્તિનું વર્ણન છે. પાંચમાં વિભાગ માટે કવિ પોતે જ જણાવે છે કે જેમાં શ્રી કૃષ્ણ મહારાજાએ સમુદ્રમંથન કરીને ૧૪ રત્નો પ્રાપ્ત કર્યા હતાં તેવી રીતે સમુદ્રબંધ ચિત્ર કાવ્યરૂપી ૧૪નાના બંધ કાવ્યો રચ્યાં છે. આઠ રાજનીતિનાં, ચાર આશીર્વચનનાં, એક બિરૂદની ઉપમાનું, એક કવિની પ્રાર્થનાનું એમ ૧૪ કાવ્યો છે. ત્યારપછી મોતીદામ છંદની ૭ ગાથામાં નૃપવર્ણન છે. પછી એક કવિત્તમાં પણ રાજાનું વર્ણન છે. અંતમાં કવિએ સંસ્કૃત ભાષામાં તોટકછંદ પ્રયોગ કરીને અર્ધસમસ્યારૂપ કાવ્ય વડે કવિરાજ, દિનકર, દામોદર, ત્રિપુરા, સોમેશ્વર, સુરપતિ અને નગરાજા વગેરે દેવો રાજાની રક્ષા કરે એવા આશીર્વચનનો ઉલ્લેખ કર્યો છે. કવિનો પરિચય આપતા શબ્દો છે : તપાગચ્છના વિજયાણંદસૂરિ (આણસૂર) ગચ્છના ગાયકવાડ રાજાએ આપેલ “કવિરાજ' બિરૂદ ધરાવનાર જતી પં. દીપવિજય કવિરાજે રાઠોડ રાજા માનસિંહની કીર્તિના માનસ્વરૂપ સમુદ્રબંધ આશીર્વચન રચેલ છે. સં. ૧૮૭૭ના વિજયાદશમી દિને કવિરાજ દીપવિજય સ્વહસ્તે લખેલ છે. સાહિત્યની દષ્ટિએ ચિત્ર કાવ્યને નિમ્ન કક્ષાનું ગણવામાં આવે છે. પણ આ સમુદ્રબંધ કાવ્યનું અવલોકન કરતાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિ, ચિત્ર ૧૦) Page #124 -------------------------------------------------------------------------- ________________ દ્વારા કાવ્યગત વિચારોનું સંયોજન શબ્દ વૈભવ, વર્ણનકળા, વ્રજભાષા, છંદ રચના અને ચિત્રકલાની વિશિષ્ટ કોટિની કુશળતા જેવા ગુણોનું દર્શન થાય છે. આ ચિત્રકાવ્યના નમૂનારૂપે બે કાવ્ય પ્રગટ કરવામાં આવ્યા છે. વિભાગ બીજો અથ શ્રી મનમહીપાલકી રાગ કો બરનન | પાવક પ્રલયકાલ વ્યાલ જીહ જ્વાલ કીધો. બાલધી બિલાલ લંક જાલકી સી જાની હૈ દારુન સુમન ધનુ દહન નયન કીધી, રક્ત બીજ ગ્રસની કી લસની લસાની હે જમકી સી દાઢ પરસેન પે અસાડબીજ, પાતનસી કીધી વજઘાત સી વખાની હૈ ગુમાન કે સપૂત મહારાજ માંન તેરી ખાગ કીધો, અરી જાલનકું કાલકી નિસાની હેલો. ઇતિ ખાગ વરનન / ભદ્ર ભૂયાત્ વિભાગ ત્રીજો શ્રીમાંન મહીપાલકું મેઘઉપમા છપ્પય ધન ગર્જત આકાશ તું ધન ગર્જત ખત પર, જલધાર તોય અમોઘહ બેન ઝરણું ધન વિકાસત ધરત તું જન હૃદય વિકાસન, ધન વલ્લભ હે મોર, તું વલ્લભ કવિ સાસના ઓ જલપત તું દલપત નૃપત મહીપાલ માંન અવિચલ રહે, મેઘ જિસ્યો બરસત સદા સુદીપવિજય કવિ ય કહે ૧. ૧૦૫) Page #125 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ચોથો (સમુદ્રબંધના મોટા કોઠાના ૩૬ દોહરા) શ્રીવરદા કવિ માત તું મહમાઈ જગ આદા તું ચતુરા કવિ વચ સુધા સુરનર વંદત પાદ /૧// સોભા ભાસી જનપતી રમા સહિત હરિ ધીરા દુરિત હરત વિભુતા ગુના નમેં સબૈ જસ વીર રાઈ ગવરિ તનુજ કીજે દયા સબ ભય ચિંતા વારા નત પય પંકજ સબો સયો તું એક મન બાર Ilall વર્ગ માનસિંહ કીર્તિ સમુદ્રબંધ દધિ નામાં યાં રહ રવિ સસિ મેર સમુ મુદિર જાતિબા કામ જા અરિજન માન સુખ તબક્યો ન ડરત ચલ ચિંતા જ્યોં ઘુ ઘુ ભાનુ નિરખ રવી હોય ત્યું હત નિત પણ આ ચિત્ર કાવ્યમાં જૈન મુનિ દ્વારા અન્ય દર્શનના દેવ-દેવીઓનાં ગુણગાન અને રાજાને માટે અહોભાવપૂર્વક આશીર્વચનની રચનાનું કર્મ સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ કહેવાય પણ જૈનાચારની દૃષ્ટિએ ઔચિત્યપૂર્ણ ન કહેવાય. અત્રે કાવ્યપ્રકાર તરીકે અહીં ઉપરોક્ત માહિતી અનુસંધાનમાં પ્રગટ થયેલ પૂ. આ. શીલચન્દ્રસૂરિના લેખને આધારે પ્રગટ કરવામાં આવી છે. ૫. બિકાનેરના મોટા જ્ઞાનભંડારમાંથી ૧ થી ૮ નંબરનાં ચિત્રો પ્રાપ્ત થયાં છે. ૐકાર - એટલે પંચ પરમેષ્ઠિ, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. મંત્ર બીજ છે. હ્રીંકાર - ૨૪ તીર્થકરો ઋષભદેવથી મહાવીર સ્વામી માયાબીજ, શક્તિ બીજા શ્રીંકાર - સર્વ જિનેશ્વરો, મોક્ષ લક્ષ્મી. ૧૦૬) Page #126 -------------------------------------------------------------------------- ________________ કાર - આકર્ષણ રૂપ છે. પ્રાકૃત ભારતી અકાદમીના માનદ્ નિર્દેશક મહામહોપાધ્યાય વિનયસાગરજીના સૌજન્યથી આચિત્રો પ્રાપ્ત થયા છે. આભાર. અનુમોદના. જૈન સાહિત્યમાં અર્થગંભીર ચિત્રો પ્રાચીન કાળનાં પ્રાપ્ત થાય છે. સમુદ્રબદ્ધ ચિત્ર કવિત્ત આદિ: સારદ શ્રીધર સમરકૈ ઈષ્ટદેવ ગુરૂરાય વર્ણન શ્રી પરતાપક કરિહું જુક્તિ બનાય. અંત: શ્રી સંકાણી દૌર કમલમેં છિપ ગઈ રવિ શશિ દોનું ભાજકિ નભ મંડલ મહી સિંધ સકે વનવાસ જીય દેહી રહ્યો શ્રી પ્રતાપસિંઘ જય સો યુગ ચિરજય. ૧૦૭) Page #127 -------------------------------------------------------------------------- ________________ नमामिझने वा रे, CHER RELEASE म: कारचिन निश्री जिनाम: वजन dhi ImageONFES (१०८) Page #128 -------------------------------------------------------------------------- ________________ - - .. RAMES को कार न : य र 940ववित्र ओंकार चिनम् प्रभ मत सजिनेश होकार C ate N Gayat ANS-MASTRA C - ॐकार चित्रम् TA E KETEDGE - - - - M (१०८) Page #129 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ ૧. ગુજરાત આહિ સ્વરૂપો પા. ૬૬ ૨. સંસ્કૃત નિબંધ પારિજાત, પા. પ૧ ૩. કુસુમાંજલિ : (ક) કુસુમાંજલિ પા. ૧૯૨ (ખ) કુસુમાંજલિ પા. ૧૯૪ (ગ) કુસુમાંજલિ પા. ૧૯૭ (ઘ) કુસુમાંજલિ પા. ૧૮૭ (૨) કુસુમાંજલિ પા. ૧૮૯ (૭) કુસુમાંજલિ પા. ૩૫૬ ૪. અનુસંધાન – પા. ૧૭ ૫. ચિત્રના નમૂના ૧ થી ૮ ૬. જૈન ગુર્જર કવિ – પા. ૬/૨૦૦ ૧૧૦ Page #130 -------------------------------------------------------------------------- ________________ - ૧૦. સ્તવન, હરિયાળી હેં તો આણ વહસ્યાંજી માહરા રે સાહેબરી, ઓં તો આણ વહસ્યાંજી, આણ વહેચ્યાં, ભક્તિ કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર; અરજિન આગળ અરજ કરંતા, લહસ્યાં સુખ ભરપૂર. ઓં..૧ એકને ઝંડી, બેને ખંડી, ત્રણનું જોડી નેહ; ચાર જણા શિર ચોટ કરેપું, પણનો આણી છેહ. હેં.૨ છ-સાત-આઠ-નવ-દશને ટાળી, અજવાળી અગ્યાર; બાર જણાનો આદર કરેણ્યું, તેરનો કરી પરિહાર. ઓં..૩ પણ-અડ-નવ-દશ-સત્તર-પાળી, સત્તાવીશ ધરી સાથ; પચવીશ જણસું પ્રીતિ કરેણ્યું, ચાર ચતુર કરી હાથ. મહેં...૪ બત્રીસ-તેત્રીસ ને ચોરાશી-ઓગણીશ દૂર નિવારી; અડતાળીસનો સંગ તજસ્ડ, એકાવન દિલ ધારી. ઓં..૫ વિશ આરાધી, બાવીશ બાંધી, ત્રેવીશનો કરી ત્યાગ; ચોવીશ જિનના ચરણ નમીને, પામશું ભવજલ તાગ. ..૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાન સ્વરૂપી, તન-મન-તાન લગાય; ક્ષમાવિજય કવિ પદકજ મધુકર, સેવક જિન ગુણ ગાય. વ્હે..૭ અરનાથ જિન સ્તવન ભક્તિમાર્ગ રચનાઓમાં સ્તવન વિશેષ લોકપ્રિય છે. આવશ્યક ક્રિયાઓમાં સ્તવનનું સ્થાન પ્રભુભક્તિ (ભાવમ) તરીકે મહત્ત્વનું ગણાય T૧ ૧ ૧) Page #131 -------------------------------------------------------------------------- ________________ સાધુ કવિઓએ સ્તવન ચોવીશી ઉપરાંત વિવિધ વિષયને સ્પર્શતાં સ્તવનો રચ્યાં છે. સ્તવનોમાં ઢાળબદ્ધ રચનાઓ પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સ્તવનમાં દેવાધિદેવ તીર્થકર ભગવાનનો મહિમા ગાવામાં આવે છે. સ્તવનની ગાથાના અર્થ સમજાય તો ભાવોલ્લાસ આવે છે. તે દૃષ્ટિએ સ્તવન તેમજ અન્ય કાવ્ય કૃતિઓમાં પણ અર્થજ્ઞાન આવશ્યક છે. કેટલાક કવિઓએ અર્થસભર - તત્ત્વજ્ઞાનયુક્ત વિચારોના સંદર્ભમાં સ્તવન રચના કરી છે. તેમાં સંખ્યામૂલક હરિયાળીવાળી સ્તવન રચના કવિ ક્ષમા વિજયની સાત ગાથામાં પ્રાપ્ત થાય છે. તેમાં જૈન દર્શનના વિવિધ વિચારો ગૂઢાર્થ સ્વરૂપે રહેલા છે. હરિયાળી એ અર્થગંભીર અને ગૂઢાર્થ પ્રકારની છે તેવું આ સ્તવન ભક્તિ અને જ્ઞાનમાર્ગનો સમન્વય કરે છે. સ્તવનની વિશેષ માહિતી નીચે પ્રમાણે છે. કવિ ઉદયરત્નની આ પ્રકારની રચના મહે તો નજીક રહસ્યો – પ્રગટ થયો છે. સ્તવનના પ્રારંભમાં કવિએ જિનાજ્ઞા પાલનનો મહત્ત્વનો સિદ્ધાંત દર્શાવ્યો છે. આણા એ ધમ્મો” એ સૂત્ર પ્રચલિત છે તેને વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે ઓં તો આણ વહેસ્યાંજી માહરા રે સાહેબરી, હે તો આણ વહસ્યાંજી, આણ વહેમ્યાં, ભક્તિ કરેસ્યાં, રહસ્યાં નયણ હજુર; અરજિન આગળ અરજ કરતા, લહેચ્યાં સુખ ભરપૂર. હેં.૧ કવિએ ૨ થી ૫ એટલે ૪ ગાથામાં સંખ્યાવાચક શબ્દો દ્વારા જૈન દર્શનના વિવિધ વિચારોનો સંદર્ભ પૂરો પાડ્યો છે. સંખ્યાવાચક શબ્દોનો અર્થ સમજાય તો ભાવની પરિણતિ ઉત્તમ કોટિની થાય છે. તેની વિગત નીચે પ્રમાણે છે. એકને ઝંડી (ત્યાગ) : અવિરતિ - સંયમ-વ્રત નિયમ રહિત જીવનનો ત્યાગ કરવો. બેને ખંડી અહીં બેનો અર્થ રાગ-દ્વેષનું ખંડન-નાશ-ત્યાગ સમજવાનું (૧ ૧ ૨) Page #132 -------------------------------------------------------------------------- ________________ છે. તેનાથી કર્મબંધ થાય છે માટે તેનો ત્યાગ કરવાનો છે. ત્રણશું જોડી નેહઃ ત્રણ એટલે સમ્યફ જ્ઞાન-દર્શન અને ચારિત્ર સાથે પ્રેમ, સ્નેહ કરવો કે જે મોક્ષ અપાવનાર છે. ચાર જણા શિર ચોટ કરચું : ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયનો ત્યાગ. પાંચ મિથ્યાત્વનો ત્યાગ ઃ (૧) ખરા-ખોટાની પરીક્ષા કર્યા વિના પોતાની મતિમાં આવે તે સાચું માને તે અભિગ્રહિક. (૨) સર્વ ધર્મ સારા સર્વ દર્શન સારા સહુને વંદીએ - કોઈને નિદીએ નહિ એમ વિષ અને અમૃતને સરખા ગણે તે અનાભિગ્રહિક. (૩) જાણી જોઈને જૂઠું બોલે પોતાના અજ્ઞાનથી ભૂલે છતાં ખોટી પ્રરૂપણા કરે અને તેને કોઈ સમ્યદૃષ્ટિ સમજાવે તો પણ હઠ ન છોડે તે આભિનિવેશિક. (૪) જિનવાણીમાં સંશય રાખે અર્થાત્ સ્વઅજ્ઞાનતાથી સિદ્ધાંતના મર્મને સમજે નહિ તેથી આ સાચું કે તે સાચું? એ પ્રમાણે સંશયાત્મક રહે તે સાંશયકિ. (૫) અજાણપણાથી કાંઈ સમજે નહિ અથવા એ કે ઈન્દ્રિયાટિજીવને જે અનાદિકાળનું લાગેલ છે તે અનાભોગિક મિથ્યાત્વ. છ-સાતઆઠ-નવ-દશને ટાળી ૬ છ કાયના જીવોની રક્ષા, વિરાધનાથી અટકવું. ૭ઃ સાત વ્યસનનો ત્યાગ - સાત ભયસ્થાનોનો ત્યાગ ૮: આઠ મદનો ત્યાગ – જાતિ, કુળ, બળ, રૂપ, તપ, લાભ, ઐશ્વર્ય, મૃત. ૯ : ધન, ધાન્ય, ક્ષેત્ર (ઘર) રૂપું, સોનું, રાચ-રચીલું, સ્ત્રી, નોકર, ચતુષ્પદ ગાય-ઘોડા વગેરે ૧૦ : આશાતના : જિનભવને અવશ્ય ત્યાજવા : તંબોલ, (૧) દેરાસરમાં પાન સોપારી કે મુખવાસ ખાવો, (૨) પાન-પાનક કે પાણી પીવું, Page #133 -------------------------------------------------------------------------- ________________ (૩) ભોજનઃ ચા-નાસ્તો કે ભોજન લેવું, (૪) ઉપનિહ: ચંપલ-બૂટ સપાટ વગેરે પહેરવું, (૫) મૈથુન - મૈથુનક્રીડા આલિંગન, ચુંબન કે હસ્તકર્મ કરવું, (૬) શયન - સૂવું, (૭) થુંકવું, (૮) પેશાબ કરવો, (૯) ચંડિલ : ઝાડો કરવો, (૧૦) દ્યુત - જુગાર, પાના વિગેરેની રમત રમવી. આ મોટી આશાતનાઓ અવશ્ય વર્જવી. ૧૧ : અજવાળી અગ્યાર – શ્રાવકની ૧૧ પ્રતિમા દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ, મૈથુનત્યાગ, સચિત્તત્યાગ, સ્વયં આરંભ વર્જન અન્ય મારફતે આરંભ ત્યાગ, સ્વનિમિત્તાદિ કુએશન વર્જન, મુનિવૃત વર્તન, બાર જણાનો આદર કરચું શ્રાવકના બાર વ્રત સ્વીકારવાં. તેરનો કરી પરિહાર: કાઠિયા-આરાધનામાં વિઘ્ન રૂપ તેર કાઠિયાનો ત્યાગ. આળસ, મોહ, અવર્ણ, વાદ, અવજ્ઞા, સ્તબ્ધતા, ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, શોક, અજ્ઞાન, અસ્થિરતા, કુતૂહલ, રમણ-કામક્રીડાદિ. પણ-અડ-નવ-સત્તર પાળી પણ સાધુનાં પાંચ મહાવ્રત અડઃ આઠ, અષ્ટ પ્રવચન માતા-પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિ એમ આઠ. નવ: બ્રહ્મચર્યની નવ વાડનું પાલન. દશ દશયતિધર્મ. સત્તરઃ સ્તર પ્રકારે સંયમ પાલન કરવું. પાંચ મહાવ્રત, પાંચ ઈન્દ્રિયના વિષયો, ચાર કષાય અને મન-વચન-કાયા, દંડ નિગ્રહ. સત્તાવીશ ધરી સાથઃ સાધુના ૨૭ ગુણ, પ્રાણાતિપાત આદિ ૬ વ્રત, ૬ કાયના જીવોના નિગ્રહ, પાંચ ઈન્દ્રિય અને લોભ એમ ૬નો નિગ્રહ, ક્ષમાધારક ભાવની નિર્મળતા, સંયમ યોગોમાં ઉપર્યુક્ત, અશુભ મન, વચન, કાયાનો સંરોધ, બાવીસ પરિષહ સહન કરવા, મરણાંત કષ્ટ આવે તો પણ મુનિ ધર્મમાંથી ચલિત ન થવું. ૧૧૪) Page #134 -------------------------------------------------------------------------- ________________ પચવીશ જણસું પ્રીતિઃ ઉપાધ્યાયના ૨૫ ગુણ, ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચરણ સિત્તરી, કરણસિત્તરી એમ ૨૫ ગુણ છે. ચાર ચતુર કરી હાથ : દાન-શીલ-તપ અને ભાવ ચાર પ્રકારનો ધર્મ કરવો. બત્રીસ -ચોત્રીસ-ચોરાશી ઓગણીશ દૂર નિવારી ૩૨ સામાયિકના ૩૨ દોષ, ૧૦મનના, ૧૦વચનના બાર કાયાના એમ ૩ર દોષ. ૩૩ઃ ગુરુની ૩૩ આશાતનાનો ત્યાગ. (૧) પુરોગમન, (૨) પક્ષગમન, (૩) આસન્ન, (૪) પુર:સ્થ, (૫) પક્ષસ્થ, (૬) આસનસ્થ, (૭) પુરોનિષદન, (૮) પક્ષનિષદન, (૯) આસનનિપાદન, (૧૦) આચમન, (૧૧) આલોચન, (૧૨) અપ્રતિશ્રવણ, (૧૩) પૂર્વાલાપન, (૧૪) પૂર્વીલોચન, (૧૫) પૂર્વોપદર્શન, (૧૬) પૂર્વ નિમંત્રણ, (૧૭) ખટ્ટાધન, (૧૮) ખદાધન, (૧૯) અપ્રતિશ્રવણ, (૨૦) ખદ્ર (ભાષણ), (૨૧) તવગત, (૨૨) કિમ, (૨૩) તુમ્, (૨૪) તજાતું, (૨૫) નોસુમન, (ર૬) નોસ્મરણ, (૨૭) કથાછેદ, (૨૮) પરિષભેદ, (૨૯) અનુત્થિતકથા, (૩૦) સંથાર પાદઘટ્ટન, (૩૧) સંથારાવસ્થાન, (૩૨) ઉચ્ચાસન, (૩૩) સમાસન. ૮૪: જિનમંદિરની ચોરાશી આશાતનાનો ત્યાગ. (૧) જિન મંદિરમાં ઘૂંકવું તથા ગળફો નાંખવો. (૨) જુગાર-જુગટું રમવું. (૩) કલહ-કજીયો કરવો. (૪) ધનુર્વેદાદિકળાનો અભ્યાસ કરવો. (૫) કોગળા કરવા. (૬) પાન-સોપારી મુખવાસ ખાવો. (૭) પાનની પિચકારી મારવી. (૮) ગાળ દેવી, ગાળાગાળી કરવી. (૯) લઘુનીતિવડીનીતિ કરવી. (૧૦) શરીર હાથ-પગ આદિ ધોવાં. (૧૧) વાળ ઉતારવા, વાળ ઓળવા. (૧૨) નખ ઉતારવા કે રંગવા. (૧૩) લોહી નાખવું. (૧૪) સુખડી વગેરે ખાવું. (૧૫) ગડ-ગુંબડ આદિની ચામડી ઉતારવી. (૧૬) ઔષધાદિકે (૧૧૫) Page #135 -------------------------------------------------------------------------- ________________ કરી પિત્ત કાઢવું. (૧૭) વમન-ઉલટી કરવી. (૧૮) દાંત કાઢીને નાંખવો. (૧૯) સેવા-સુશ્રુષા કે પગચંપી આદિ કરવું. (૨૦) બકરી, ઘોડા આદિ ઢોરઢાંખર બાંધવા. (૨૧ થી ૨૭) દાંતનો મેલ, આંખના ચીંપડાં, નખનો મેલ કાઢવો. (૨૮) શરીર કે હાથ-પગનો મેલ નાંખવો. (૨૯) ભૂત-પલિત આદિનો નિગ્રહ કરનાર મંત્રાદિ કાર્ય કરે અથવા રાજકાર્ય આદિની મંત્રણા કરે. (૩૦) જ્ઞાતિ આદિ સમુદાયનો મેળાવડો કરે અથવા વિવાહાથે એકઠા થાય. (૩૧) નામું લખવું, ચોપડા લખવા કે કાગળ લખવા. (૩૨) લેણદારોના ભાગો પાવા. (૩૩) પોતાની મૂડીની તિજોરી રાખે, પારકાની થાપણ રાખે. (૩૪) પગ ઉપર પગ ચઢાવવો વગેરે દુખાસને બેસે. (૩૫) છાણાં થાપે. (૩૬) કપડાં સુકવે. (૩૭) ચણા-મગ આદિની દાલ સૂકવે. (૩૮) પાપડ સૂકવે. (૩૯) વડી-કેરડા-કાકડી-ચીભડાની કાતરી આદિ સૂકવે. (૪૦) રાજ આદિના ભયથી સંતાઈ જવું. (૪૧) રોવું. (૪૨) રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા, રૂપ ચાર વિકથા કરવી. (૪૩) શસ્ત્રાસ્ત્ર ઘડવાં. (૪૪) તિર્યંચો રાખવા. (૪૫) તાપણી કરવી. (૪૬) રસોઈ રાંધવી. (૪૭) નાણાંની કે સોનાદિની પરીક્ષા કરવી. (૪૮) નિસ્નેિહી કહ્યાં છતાં સાવધ પાપ કાર્યો આદિનું કરવું. (૪૯) છત્ર ધારણ કરવું. (૫૦) મોજડી પગરખાં પહેરી રાખવા. (૫૧) શસ્ત્ર રાખવાં. (પર) ચામર વીંઝાવવા. (૫૩) મનની એકાગ્રતા ન રાખવી. (૫૪) તેલ આદિનું મર્દન કરવું. (૫૫) સચિત્તપુષ્પાદિનો ત્યાગ. (૫૬) અચિત્ત એવા હાર મુગટ વસ્ત્રો, ભરણાદિનો ત્યાગ. (૫૭) જિનેશ્વરના દર્શન થયે છતે હાથ ન જોડવા. (૫૮) એક સાડી ઉતરા સંગ ન કરે. (૫૯) મુગટ રાખે. (૬૦) પાઘડીનો અવિવેક કરવો. (૬૧) તોરા રાખવા. (૬૨) હોડ કરવી. (૬૩) ગેડી દડે રમવું. (૬૪) મુહાર કરવા. (૬૫) કાખલી કૂટવી વગેરે. (૬૬) તિરસ્કાર કરવો. (૬૭) રાંધવાં બેસવું. (૬૮) સંગ્રામ કરવો, મારામારી કરવી. (૬૯) કેશનો વિસ્તાર કરવો. (૭૦) પગ બાંધી બેસવું. (૭૧) અંગની ધૂળ ઉડાડવી. (૭૨) પગ લાંબા કરવા. (૭૩) પીપુડી, સીટી વગાડવી. (૭૪) પોતાના શરીરના અવયવો ધોવા. (૭૫) અંગની ધૂળ ઊડાડવી. (૭૬) મૈથુન ૧૧૬) Page #136 -------------------------------------------------------------------------- ________________ સેવવું. (૭૭) જૂ-લીખ વીણવા. (૭૮) ભોજન કરવું. (૭૯) ગુપ્ત ભાગને પ્રગટ કરવો. (૮૦) વૈદું કરે, દવા-દારૂ કરે. (૮૧) વેપાર કરવો. (૮૨) શપ્યા પાથરવી. (૮૩) પાણી પીવાના ઘડા-માટલા મૂકે અથવા પાણી પીવે અથવા વર્ષાઋતુમાં દેરાસરની પરનાળમાંથી પડતા પાણીથી માટલાં ભરે. (૮૪) સ્નાન અંઘોલ આદિ કરે. આ જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ જાણવી. મધ્યસ્થ ૪૦ આશાતના અને જઘન્યથી ૧૦આશાતના રહેલી છે. ૧૯ કાઉસ્સગ્ગના દોષઃ (૧) ઘોડાની પેઠે પગ રાખે. (૨) લતા માફક શરીર કંપાવે. (૩) થાંભલા-ભીંતને ટેકો દે. (૪) માળ કે મેઢીને માથું લગાડે. (૫) બે પગ ભેગાં કરે. (૬) પહોળાં પગ કરે. (૭) ભીલડીની માફક ઊભા રહે. (૮) ઓધો કે ચરવલો લગામની માફક રાખે. (૯) માથું નીચું રાખવું. (૧૦) વસ્ત્ર લાંબુ રાખવું. (૧૧) છાતી પર વસ્ત્ર ઓઢી રાખવું. (૧૨) આખું શરીર ઢાંકવું. (૧૩) આંગળીના વેઢાં કે નેત્રનાં ભાલા ફેરવવાં. (૧૪) કાગડાની માફક આમતેમ જોવું. (૧૫) કપડું બે પગ વચ્ચે દબાવી રાખવું. (૧૬) માથું હલાવવું. (૧૭) મૂંગાની માફક હું હું અવાજ કરવો. (૧૮) બડબડાટ કરવો. (૧૯) વાનરની જેમ નીચે જોવું. (૪૮) અડતાળીસ સંગ તજશું : અરનાથ ભગવાન ચક્રવર્તી રાજા હતા અને ૪૮ પટ્ટણ(નગર)ના માલિક હતા. આ નગરોની સત્તા છોડીને દીક્ષા અંગીકાર કરી કેવળ જ્ઞાન પામી મોક્ષે સિધાવ્યા હતા એવો સંદર્ભ સ્તવનનો છે. (૫૧) એકાવન દિલ ધારી : મતિજ્ઞાન- ૨૮, શ્રુતજ્ઞાન - ૧૪, અવધિ - ૬, મન:પર્યવજ્ઞાન - ૨, | કેવળજ્ઞાન -૧, એમ એકાવન ભેદને મનમાં ધારીશું. ( ૧ ૧ ૧૧૭) ૭) Page #137 -------------------------------------------------------------------------- ________________ (૨૦) વીશ આરાધી - વીશ સ્થાનક તપની આરાધના. (૨૨) બાવીશ પરિષહ સહન કરવા : સુધા, તૃષ્ણા, શીત, ઉષ્ણ, દંશ, અચલ, અરતિ, રતી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃષસ્પર્શ, મલ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, સમ્યક્ત્વ. ૨૩ નો ત્યાગ : - પાંચ ઈન્દ્રિયોના વિષયો સ્પર્શેન્દ્રિયના આઠ (૧) હળવો, (૨) ભારે, (૩) ખરબચડો, (૪) સુંવાળો, (૫) ચીકણો, (૬) લૂખો, (૭) ઉન્હો, (૮) ટાઢો. રસનેન્દ્રિયના પંચઃ બે (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. ચક્ષુનેન્દ્રિયના પાંચ (૧) રાતો, (૨) પીળો, (૩) લીલો, (૪) ધોળો, (૫) કાળો. શ્રોત્રેન્દ્રિયના ત્રણ (૧) જીવશબ્દ, (૨) અજીવશબ્દ, (૩) મિશ્ર શબ્દ એવં ૨૩. ૨૪ ભગવાનના ચરણ કમળની સેવા કરીને જીવાત્મા ભવજલથી પાર પામશે. ધ્યેય નિશ્ચિત કરીને ધ્યાતા તેનું ધ્યાન કરે જેથી શરીર અને મન એકરૂપ થાય. આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે સમર્થ બને છે. આત્માની અનંત શક્તિના પ્રતીક સમાન દિવ્યાનુભૂતિ થાય છે. આ રીતે અરનાથના સ્તવનમાં સાધુ અને શ્રાવકે ત્યાગ કરવા અને આચરણ કરવા લાયક વિષયોની માહિતી દ્વારા પ્રભુ ભક્તિમાં તન્મય થવાનો દિવ્યપંથ દર્શાવ્યો છે. આ સ્તવન સંદર્ભના વિવિધ સંખ્યાવાચક શબ્દોની વિશેષ માહિતી માટે હંસરત્ન મંજૂષા ભા. ૨, સંપાદક : શાસન કંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.સા. જૈન સૈધ્ધાંતિક શબ્દ પરિચય - સુનંદાબેન વોહરા જૈન પારિભાષિક શબ્દ કોષ – ધીરજલાલ મહેતા જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો – પા. ૧૨૩ (૧ ૧ ૮) Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧. અંતરંગ વિચાર સકલાડર્હત્ સ્તોત્રની આઠમી ગાથામાં પદ્મપ્રભ સ્વામીની સ્તુતિમાં અંતરંગ શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. ‘અંતરંગારિ મથને’ એટલે અભ્યન્તર શત્રુઓ, ચિત્તના હૃદયના આંતર ભાગમાં રહેલા શત્રુઓનો નાશ કરવો એટલે ‘અંતરંગ’ શબ્દ દ્વારા મનની અંદરના ભાવ, અશુભ પરિણામ, વિચારો અને આર્ત - રૌદ્ર ધ્યાન વગેરેનો નાશ કરવો અને મનથી શુભ ભાવના ભાવવી એમ સમજવાનું છે. ‘અંતરંગ વિચાર’ સ્વતંત્ર કાવ્ય પ્રકાર નથી પણ અન્ય કાવ્ય પ્રકારોની તુલનામાં તેનું પ્રયોજન આત્મલક્ષી - અંતરંગ દુર્ભાવ – શત્રુઓ રહેલા છે તેનો નાશ કરીને આત્મા સિદ્ધિપદ પામે એવો પરમોચ્ચ ભાવ રહેલો છે. ‘નમો અરિહંતાણં’ પદમાં અરિહંત શબ્દનો અર્થ બાહ્ય-આંતર શત્રુઓનો સર્વથા નાશ કરનારા એવા અરિહંતને નમસ્કાર કરવામાં આવે છે એટલે અંતરંગ શબ્દ સાથે જીવાત્માના અંતરના ભાવો પરિણામ – શુભ વિચારોની સ્થિતિ ઉદ્ભવે તેવા વિચારોવાળી કાવ્ય રચના એમ સ્પષ્ટ રીતે સમજાય છે. ૧. અંતરંગ સંધિ પૂ. રત્નપ્રભગણિએ અંતરંગ સંધિની રચના ઈ.સ. ૧૩૦૦ પૂર્વે કરી છે. સંધિ કાવ્યની વિચારોની દષ્ટિએ ‘અંતરંગ સુવિચાર સંધિ’ એવું નામ પણ યોગ્ય લાગે છે. સંધિ કાવ્યમાં બે વ્યક્તિ કે અન્ય કોઈ બે વસ્તુનો સંબંધ હોય છે. અહીં મોહસેના અને જિનસેનાનો સંબંધ દર્શાવ્યો છે. એટલે કે અંતરમાં ઉદ્ભવતા વિચારોનું નિરૂપણ. અહીં આ બંનેની સંધિ છે. મોહસેના સામે જિનસેનાનો વિજય થાય છે તેનું વર્ણન આ સંધિ કાવ્યમાં થયું છે. અભવ્યને ભવ્ય આત્મા યોગ્ય પ્રત્યુત્તર આપે છે. કુમતિ અને સુમતિને ભવ્ય-અભવ્ય જીવ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. કુમતિ એટલે મોહસેના અને સુમતિ એટલે ૧૧૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ જિનસેના. ઉપરોક્ત પાત્રો દ્વારા જીવ-શિવ બને તે અંગેના વિચારો રજૂ થયા છે. એટલે અંતરંગ વિચારોથી જીવાત્મા શિવપદ પામે છે એમ સમજાય છે. “અંતરંગ” શબ્દ પ્રયોગવાળી આ રચના આત્માના વિકાસમાં માર્ગદર્શક બને ૨. ચૌદમી સદીની અજ્ઞાત કવિ કૃત અંતરંગ રાસ રચના પ્રાપ્ત થાય છે. તેની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. આદિ: શ્રી જિનવર પાએ નમી પ્રહામી મુનિરાય, શરણાગત હું આવીઉં સ્વામી તહત પાયિ. વીર જિણેસર વીનવું કરઉ સેવક સહ(કાર), વાર વિલંબ ખમઈ નહીં તહમેં જગિ આધાર; વીર. અંત : સફલ હુક્યો મન વીનતી હોજ્યો સ્વામી સેવ, સશુરૂ પાએ સેવા પુજ્યો ભવિ ભવિ હવા દેવ. સત્તરમી સદીના કવિ નારાયણે “અંતરંગ રાસ' ની રચના કરી છે. ૩. અંતરંગ શબ્દનો વિશિષ્ટ રીતે પ્રયોગ કરીને રચાયેલી કૃતિ ત્રિભુવનદીપક પ્રબંધ કવિ જયશેખરસૂરિની છે. કવિએ ત્રિભુવન દીપક પ્રબંધ અથવા પરમહંસ પ્રબંધ અથવા પ્રબંધચિંતામણિ ચોપાઈ અથવા અંતરંગ ચોપાઈ એવી સંજ્ઞાઓ આપી છે. આ રચના જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે તેમ છતાં મુખ્યત્વે તો રૂપક કાવ્ય છે. કવિએ પ્રયોજેલાં વિવિધ રૂપકોનો હેતુ સમાજને ધર્મોપદેશ આપવાનો હતો. રૂપકોના પ્રયોગથી ઉપદેશનું તત્ત્વ સરળ-સચોટ બનીને આમ જનતાને સહજ રીતે આત્મસાત્ થાય છે. આત્મારૂપી પરમહંસ રાજાને માયાએ પોતાના રૂપમાં ફસાવીને તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો ૧૨) Page #140 -------------------------------------------------------------------------- ________________ પાડીને કાયાનગરીમાં વસાવી એમને કારભારી બનાવી દીધા - માયા રાણી સાથે ભોગવિલાસમાં ડૂબેલા રાજાને કેદમાં પૂરી મન સર્વ સત્તાધીશ બની બેઠું અને પોતાની માનીતી રાણી પ્રવૃત્તિના પુત્ર મોહને રાજા બનાવ્યો તથા અણમાનીતી નિવૃત્તિના પુત્ર વિવેકને દેશવટો આપ્યો. દેશવટામાં વિવેકે સુમતિ અને સંયમશ્રી જેવી પત્નીઓ અને પુણ્યરંગ પાટણનું નાનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. અંતે યુદ્ધમાં મોહનો પરાજય કરી તેનો વધ કર્યો. મોહના મૃત્યુથી પ્રવૃત્તિ ઝૂરીને મરી ગઈ અને મને વિવેકના ઉપદેશથી કષાયોને હણી શુ ધ્યાનરૂપી અગ્નિમાં પ્રવેશ કર્યો. આમ થતાં ચેતના રાણીએ અજ્ઞાત વાસમાંથી પરમહંસ રાજા પાસે આવી તેને પોતાનું પરઐશ્વર્ય ફરી હાથ ધરવાનું કહેતાં રાજાએ કાયાનગરીનો ત્યાગ કરી પોતાનું સ્વરાજય પુનઃ સિદ્ધ કર્યું. અહીં અંતરંગ વિચાર કથાના અંતર્ગત પ્રસંગોમાં નિહાળી શકાય છે. આત્મા સ્વસ્વરૂપને પ્રાપ્ત કરે એવો અંતરંગ વિચાર યથાર્થ રૂપે જાણવા મળે છે. ૪. અંતરંગ શબ્દ પ્રયોગવાલી એક રચના જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુ પ્રાપ્ત થાય છે. ૧૬મી સદીના પ્રતિભાશાળી કવિ સહજસુંદરની આ કૃતિમાં જંબુ સ્વામીના અંતરંગ વિચારને કેન્દ્રમાં રાખીને રચના થઈ છે. જંબુ સ્વામીએ યૌવનવયમાં સુધર્માસ્વામીની દેશના સાંભળી અને પ્રતિબોધ પામી સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ ઉદ્ભવ્યો. પછી દીક્ષા સ્વીકારીને આત્મ કલ્યાણ કરવાનો દઢ સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પના સંદર્ભમાં અંતરંગ શબ્દ પ્રયોગ યથાર્થ લાગે છે. જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે ( ૧ ૨ ૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ આદિઃ જંબુ અંતરંગ રાસ અથવા વિવાહલુ સરસતિ સામણિ પયનમી, ઢાલિસ ભવ દુહદાહ જંબુસ્વામી કેરડુ, ગાઈનું વર વિવાહ ધર્મવંત પુરિ તો લઈ, નવિ રાચઈ સંસારિ મુગતિવધૂ સિલું માન મિલઈ, અવર ગમઈ નવિ નારિ. આઠઈ નારી વીનવઈ, અબલા કિમઈ ન છોડિ ચતુર ચણોઠ્ઠી કારણઈ, માણિક પાય મ રોલિ. અંતઃ અજૂ અમર પતિ દેવતાએ સુખસંપત્તિ લહીઈ સિવતા એ, સંકટ જસ નામિ ટલ એ, વર આંગણsઈ સફલા ફલઈએ. અવિચલ થાનિક પામીઉં એ દનિ-દનિ લીલવિલાસ, સહિજ સુંદર મુનિવર ભણઈ, જયવંતુ સુખવાસ. (૧-૨૬૩) ૫. અંતરંગ કરણી અથવા જીવ અને કરણીનો સંવાદ લોંકા ગચ્છના નાથાજીના શિષ્ય માલ મુનિએ ઉપરોક્ત કૃતિની રચના કરી છે. તેમાં જીવ અને કાયા દ્વારા થતી કરણી (કૃત્યો, કાર્યો) વચ્ચેનો અંતરંગ સંબંધ દર્શાવ્યો છે. કવિએ હિન્દી ભાષામાં રચના કરી છે. અહીં અંતરંગ શબ્દ પ્રયોગ કાયા અને જીવના સંબંધથી સમજવાનો છે. વળી આ બે વચ્ચેના વાર્તાલાપનું નિરૂપણ હોવાથી સંવાદ શબ્દપ્રયોગ કર્યો છે. જૈન સાહિત્યમાં એકજ કૃતિને માટે એક કરતાં વધુ કાવ્યપ્રકારોનો સંબંધ જુદા અર્થમાં દર્શાવવામાં આવે છે. આ પ્રકારની અભિવ્યક્તિ મધ્યકાલીન જૈન સાહિત્યની લાક્ષણિકતા ગણાય છે. અંતરંગ કરણીની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ રચના સમયનો કોઈ ઉલ્લેખ કર્યો નથી પણ કવિનો સમય ૧૯મી સદીના પ્રથમ તબક્કાનો છે એમ આષાઢભૂતિ ચોઢાલિયું ઉપરથી જાણવા મળે છે. (૧ ૨ ૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ આદિઃ ગાવહિં કેઈ પ્રેમ સ્યું હો બિંદુલી મુરલી તાન, કરની હઉ તઉ ગાયસ્યુ હો, તુમ્હ સુણિ યહુ ચતુર સુજાણ. કરની સુખદાતાર કરની, કરની જગઆધાર કરની, કરની લહિય પાર કરની, કરની દુતર તાર કરની. જીવહુ કરની આપ મહિ હો, દુહુડી માંડ્યઉ વાદ, જાતિ વન ઉલા દેખિક, અરૂ પાલઈ હાર વિવાદ. જીઉ કહઈ હું પુરુષ હું હો, પુરુષ વડા સંસારિ, કરની તેરઉ નામુ હઈ હો ક્યાં તું બપુરિ નારી. અંત ઃ જીઉ પુરુષ હૈ ઉદ્યમી હો, કરણી હઈ તસુ નારિ, ભાગ્ય મિલઈ જઉ સાથિ, તઉ હો કાજ સરઈ સંસારિ. જે ગિ શુભ કરણી કારઈ સુદૃઢ વચન પ્રતિપાલ; સીમંધર સાખી સદા હો, પ્રણમઈ તિત્ત્વ મુનિ માલ. (૬/૪૧) ૬. ૨૦મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા પાર્શ્વચન્દ્ર ગચ્છના ઈન્દ્રઅન્દ મુનિના શિષ્ય વીરચંદે અંતરંગ કુટુંબ કબીલાનું ચોઢાલિયાની ૫૭ ગાથામાં સં. ૧૯૦૯માં રચના કરી છે. આરંભના દુહા અને નમૂનારૂપ પંક્તિઓ નીચે મુજબ છે. આદિ : વામા અંગજ પાસ પ્રભુ, હું પ્રણયૂં ધરિ હંસ, અશ્વસેન કુલ-દિનમણિ પુરૂષોત્તમ પર પૂંસ. અનુભવ ચિતામણિ રતન-દાયક જગત પ્રમાણ, દશશિ દિનકર સદ્ગુરૂ, સૂરિશિરોમણિ જાણ. ૧૨૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ અંત : દિશ પૂરવ પાવન અતિ પરતષ સોભિત સુંદર દેશ બંગલા પુરમકસૂદાબાદ અજીમગજમેં વીર યતીને બનાયા ચઉઢાલા સંવત ઉગણીસેનવ વરષ હિમઋતુ મિગસિર માસ સીયાલા શુક્લપક્ષ પરત મેં ગાયો મૌન એકાદશી દિન અણીઆલા અશ્વસેન વામાસુત સાચો ચિંતામણિ પ્રભુ પાસનિહાલા આધી વ્યાધી ઉપાધી ગમાઈ સાધી વંછિત જગ જયમાલા. ૭. અંતરંગ શૃંગાર ગીત હે બહિની મહારઉ જોયઉ સિણગાર હે બહિની નીકઉ સિણગાર; હે બહિની સાચઉ સિણગાર જિણ આજ્ઞા સિર રાખડી રે હાં. સિર સમથઉ વ્રત આંખડી રે હાં III હે બહિની II કાનઈ ઉગનિયા ઘમ વાતડી રે હે, સરવર સામાઈ ચુની રાતડી રે. કનક કુંડલ ગુરુ દેશના રે હાં, દાન ચૂડા પર દેશના રે. માલ મોરઈ હિય હારડી રે હાં, પદકડિ પર ઉપમારી રે. મુખિ તંબોલ સત્ય બોલણઉ રે હાં, પડિકમણઉ અંગિ લોલણઉ રે. જિણ પ્રણામ જાલિ ચંદલઉ રે હાં, નકફૂલી લાજ બિંદલઉ રે. નવકાર ગુણનઉ બીટી ગોલની રે હાં, જ્ઞાન અંગુઢી બહુ મોલની રે. ||૨|| III II૪ll IIપી . III. (૧ ૨૪) Page #144 -------------------------------------------------------------------------- ________________ In૮ ૧oil II૧ ૨I કહિ મેખલ સોહઈ ક્ષમા રે હાં, ગુપતિ વેણી દંડોયમા રે. નયણ કાજલ દયા દેખણી રે હાં, કિરિયા હાથે મંહદી રેખણી રે. ઈરિજા સમિતિ પાયે વીછિયારે હાં, સાધુ વેયાવચ્ચ બાંહે પુણછિયાં રે. દેવગુરુ ગીત ગલઈ દુલડી રે હાં, શીલ સુરંગઉ ઓઢઈ ચુનડી રે. /૧૧/ જીવ જતન્નપણે નેહરી રે હાં, સમકિત ચીર પહિરી નીસરી રે. નરનારી મોહી રહ્યા રે હાં, સમયસુન્દર ગીત એ કહ્યા રે. (પા. ૪પ૯) કવિ સમયસુંદરના ગીતોની વિવિધતામાં એક આકર્ષક અને અધ્યાત્મ સૌંદર્યના અંતરંગ વિચારને સાકાર કરતી રચના અંતરંગ શૃંગાર ગીત છે. કવિએ રૂપકાત્મક શૈલીમાં આધ્યાત્મિક પરિભાષાના પ્રયોગ દ્વારા આત્માના સૌંદર્ય - શણગારનું નિરૂપણ કર્યું છે. સ્ત્રીઓને શણગાર પ્રિય હોય છે એટલે બહેનોને ઉદ્દેશીને કવિ કહે છે કે આત્માનો સાચો શણગાર જિનાજ્ઞા પાલન છે. કાનથી ધર્મની વાણી સાંભળવી. કનક (સુવણી કુંડલ એ ગુરુદેશના છે. દાનવૃત્તિ ચૂડો છે. મુખમાં તંબોળ (પાન) સત્ય વચન છે. પ્રતિક્રમણ એ અંગ ઉપરનું લોલખું (પોલું વસ્ત્ર) છે. ભગવાનને પ્રણામ કરવા એ ચાંદલો છે. નિંદા ન કરવી પણ નવકારના ગુણગાન ગાવા. કુલ નથની રૂપ લાજ કાઢવી લે છે. જ્ઞાનરૂપી અંગુઠો છે, કટિમેખલાની શોભા ક્ષમા છે. ગુપ્તિ રૂપી વેણી શોભે છે. નયનમાં દયારૂપી કાજળ છે. ક્રિયારૂપી હાથની મહેંદી છે. ઈર્યા II૧૩ ( ૧ ૨ ૫) Page #145 -------------------------------------------------------------------------- ________________ સમિતિ પગના ઝાંઝર સમાન છે. દેવગુરુનાં ગીત એ ફૂલડાં ગળાના આભૂષણ રૂપ છે. સાધુ-વૈયાવચ્ચ એ બાજુબંધ સમાન છે. શીલરૂપી શણગાર રંગીન ચુંદડી સમાન છે. જીવોની જયણારૂપી નૂપુર આભૂષણ સમાન છે. બહેની સમકિત ચીર (વસ્ત્ર) પહેરીને નીકળે છે આવા અંતરંગ શૃંગારથી નર-નારીઓ મોહ પામે છે. (આકર્ષણ) કવિની અનોખી કલ્પના શક્તિના પરિપાકરૂપે આ અંતરંગ શૃંગાર ગીત ધર્મની મૂળભૂત પરિભાષામાં રચાયું છે. સ્ત્રીનો બાહ્યદેહ વિવિધ અલંકારોથી શોભે છે પણ સાચી શોભા કે સૌંદર્ય ધર્મના અંતરંગ વિચારોથી લહેરાતું જીવન હોય ત્યાં રહેલી છે. આવો એક અંતરંગ વિચાર આ રૂપકાત્મક ગીતમાંથી નિષ્પન્ન થાય છે. આ ભક્તિ પ્રધાન વિચારોવાળી રચના કવિની અપૂર્વ પ્રભુભક્તિ અને ધર્મ શ્રદ્ધાનું પ્રતીક છે તો વળી કવિપ્રતિભાનું પણ નમૂનેદાર દષ્ટાંત છે. ૮. અંતરંગ ગીતમ કહઉ કિમ તિણ ધરિ હુયઈ ભલીવાર કો કહની માનઈ નહીં કાર..|૧|| પાંચ જજ કુટુંબ મિલઉ પરિવાર જુજુઈ મતિ જુજુય અધિકાર. જીરા આપ સંપા હુયઈ એક લગાર તઉ જીવ પામઈ સુખ અપાર. Hall સમય સુંદર કહઈ સ નર નારિ અંતરંગ છઈ એહ વિચાર. જો (પા. ૪૭૩) “અંતરંગ વિચાર’ નો અર્થ કાવ્યના અંતર આત્મા સમાન મૂળભૂત વિચારનો કર્યો છે તે મહત્ત્વનો છે. આ કાવ્યમાં કવિએ કુટુંબમાં “સંપ' નો વિચાર વ્યક્ત કર્યો છે. વ્યવહારજીવનમાં “સંપ ત્યાં જંપ” એવી ઉક્તિ પ્રચલિત ૧૨૬) Page #146 -------------------------------------------------------------------------- ________________ છે. કવિ સમયસુંદરની વૈવિધ્યપૂર્ણ કવિતા કલાના નમૂનારૂપ આ પ્રકારની કાવ્યરચના છે. ટંકડ વનમાંહિ ટોડુ મીલીઉ પૂછઈ જાઈ લુગાઈ કહિ કરી નાક્ય અણઉ તેરે સાખિ કરઈ મન ભાઈ રે /૧ સોદિણઉ જાજામુખે સ્વામીનાથ અય્યારા લાલા રે, સોવિણ માનીતિણી તત્ત્વ દેખાઈ હોઈ ચતુર સુજાણ અરે પ્રીછે હાટ જાણત લેહીંગે ભલુ કીરાણઉ રાણું આણિઉ રે રા/ નાયક પૂજ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ રખવાલા જીવયોની ષકાયાથી દૂર અભયદાન દાતારી રે ૩ી જીરે કીયા વણિય માન્યાઉ સો કાકિણી ઉછિર લીયા અરે તૂલ વસ્તુ કાકહિ પાન વોઈ લાભ અલાભ તાડરે ૪ ધ્યાઈ કરજોડી પૂનઉ ઈમઈ તુમ્હ ચિંતિવસિલે સોઈ મહાવીર જિનવર પાઍ સેવણ અવર ન દૂજા કોઈ પી. | ઈતિ અંતરંગ વણઝ// (૧) લુગાઈ - સ્ત્રી, (૨) કીરીના - કરીયાણું, (૩) સંવેગ - દેવતા કે મનુષ્યોનાં સુખોને હૈયાથી દુઃખરૂપ માની એક શિવસુખની જે ઈચ્છા કરવા સ્વરૂપ ભાવ. (વૈરાગ્ય) વણઝારો ગામેગામ (એક ગામથી બીજે ગામ) ફરીને વેપાર કરે છે પણ ફરવા પાછળનો મૂળ ઉદ્દેશ તો ધંધો કરીને ધન પ્રાપ્ત કરવાનો છે. સાધુ જીવનના સંદર્ભમાં અજ્ઞાત કવિ કૃત “અંતરંગ વણઝરુ' ગીત પણ સાધુ જીવનના અંતરંગવિચાર પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, ષકાયના જીવોની રક્ષા - અભયદાન આપનારા છે. આવા પ્રભુ મહાવીરના અંતરમાં વિચારો રહેલા છે. પ્રભુના સંયમ જીવનની ઝાંખી કરાવતું આ ગીત સંયમમાર્ગમાં વિચરતા પ્રભુના અંતરંગ વિચારોનું દર્શન કરાવે છે. (૧ ૨૭) Page #147 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચી : ૧. સંધિ કાવ્ય સમુ. ૨. જૈન ગુ. કવિ. ૩. જૈન ગુ. કવિ. ૪. જૈન ગુ. કવિ. ૫. જૈન ગુ. કવિ. ૬. જૈન ગુ. કવિ. ૭. કુસુમાંજલિ ૮. કુસુમાંજલિ પા. ૭૨ પા. ૧૨૬ ૧૪૭ પા. ૧૨૬૩ . ૬/૪૧ પા. ૬/૩૫૮ ૪૫૬ ४७३ ૧૨૮) Page #148 -------------------------------------------------------------------------- ________________ -- ૧૨. પાર્શ્વનાથજીનો વિવાહલો -- વિવાહલો કાવ્ય પ્રકારની કવિ રંગવિજયની પાર્શ્વનાથજીનો વિવાહલો વિવાહ પ્રસંગનું માહિતીપૂર્ણ નિરૂપણ કરતી શૃંગાર રસની રેલમછેલ કરતી કવિની કલાની દૃષ્ટિએ ઉત્તમ કૃતિ છે. તેની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ વિવાહલોનું વસ્તુ ૧૮ ઢાળમાં વિભાજિત થયેલ છે. તેમાં શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાનના વિવાહનું રોમાંચક અને ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. કવિએ વિવાહ પ્રસંગની અતિ સૂક્ષ્મ વિગતો અને વ્યવહારનું વર્ણન કરીને વિવાહ પ્રસંગનો સાક્ષાત્કાર કરાવ્યો છે. કવિએ ૧૮મી ઢાળમાં રચના સમય, ગુરુ પરંપરા અને ફળશ્રુતિની મધ્યકાલીન પ્રણાલિકા જાળવી છે. અનુસાર ઉલ્લેખ કર્યો છે : પાસ પ્રભુનો વિવાહલો ભણશે સુણસે જેહરે, ટળશે વિરહ દુઃખ તેહનાં લહેશે ઈચ્છિત તેહ રે. પ્ર. ૭ સંવત અઢારસે સાઠનો ધન તેરશ દિન ખાસ રે, ભ્રગુપુર ચોમાસુ રહી કીધો એહ અભ્યાસ રે. પ્ર. ૮ શ્રી વિજયદેવસૂરીતણા લબ્ધિ વિજય વડભાગી રે, તેહના રત્નવિજય ગુણી જિન મતના અનુરાગી રે. પ્ર. ૯ માન વિજય ગણી તેહના વિવેક વિજય તસ શિષ્ય રે, અમૃતવિજય છે તેહના જેહને સબળ જગીશ રે. પ્ર. ૧૦ તસ પદ કમળ ભ્રમર સમો રંગ વિજય કહે રંગ રે, પાસ પ્રભુ ગુણ ગાઈયા ઉલટ આણિ અંગ રે. પ્ર. ૧૧ પાર્શ્વનાથ ભગવાન અને શારદાદેવીને ભાવપૂર્વક પ્રણામ કરીને એમના વિવાહના ઉત્સવને ગાવાનો ઉલ્લેખ કર્યો છે અને આચાર દિનકર ગ્રંથનો ૧૨૯) Page #149 -------------------------------------------------------------------------- ________________ આધાર લઈને વિવાહલોની રચના કરી છે એમ જણાવ્યું છે. જૈન સાહિત્યની વિશેષતા છે કે લગભગ બધા જ કવિઓ પૂર્વ કાલીન આચાર્ય ભગવંતોએ રચેલા ગ્રંથો કે અન્ય આગમ ગ્રંથોના આધારે રચના કરે છે અને તે રીતે શાસ્ત્ર વચન પ્રમાણભૂત ગણાય છે એટલે સ્વમતિને નહિ પણ શાસ્ત્રાધારને પ્રધાનપણે માનીને રચના કરે છે એટલે જૈન સમાજમાં અતિ સન્માનપૂર્વક સ્વીકારવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર પોડશ (૧૬) સંસ્કાર જીવનમાં મહત્ત્વના ગણાય છે તેમાં ૧૫મો સંસ્કારવિવાહનો છે જેને પવિત્ર માનીને હર્ષોલ્લાસપૂર્વક શાસ્ત્રીય વિધિ અનુસાર ઉજવવામાં આવે છે. મનુસ્મૃતિમાં વિવાહ સંબંધી ઉલ્લેખ પ્રાપ્ત થાય છે : બ્રાહ્મો દૈવસ્તર્વાષઃ પ્રાબાપત્યસ્તથાડસુરઃ. ગાન્ધર્વો રાક્ષસન્થવ પૈશાચશ્વાષ્ટમોડઘમઃ | ૨૧ બ્રાહ્મ, દેવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને આઠ મોઘઅમ પૈશાચ વિવાહ આ આઠ પ્રકારના વિવાહ શાસ્ત્રમાં કહ્યા છે. (પા. નં. ૧૩૬) કવિએ પ્રથમ ઢાળમાં વિવાહ પ્રસંગને અનુરૂપ આઠ પ્રકારના વિવાહનો ઉલ્લેખ કર્યો છે. (૧) બ્રહ્મ વિવાહ – બ્રાહ્મણ જ્ઞાતિમાં મંત્રોચ્ચાર પૂર્વક વિવાહ કરીને કન્યાને પરણાવવામાં આવે છે. (૨) પ્રજાપતિ વિવાહ - વિવાહ એ વંશવેલો વૃદ્ધિ માટેનો પવિત્ર સંસ્કાર છે. વિવાહને કારણે વંશવૃદ્ધિ થાય છે અને જગત અવિરતપણે ચાલે છે એટલે પ્રજાપતિ વિવાહ કહેવાય છે. (૩) આર્યવિવાહ-વનવાસી ઋષિ ગાયનું દાન કરીને દીકરીને પરણાવે છે. (૧૩૦) Page #150 -------------------------------------------------------------------------- ________________ (૪) ઋત્વજ વિવાહ - દીકરીને પરણાવીને ધનધાન્ય, દાયજો વગેરે આપીને વિવાહ કરવામાં આવે છે. (૫) ગાંધર્વ વિવાહ - રાજકુમાર અને રાજકુમારીનો વિવાહ આ પ્રકારનો છે. (૬) અસુર વિવાહ - કુટુંબને ખબર ન પડે તે રીતે ગુપ્ત રીતે યુવાનયુવતી લગ્ન કરે તે અસુર વિવાહ જાણવો. (૭) રાક્ષસ વિવાહ- સત્તા-પૈસાના બળથી કન્યાની ઈચ્છા ન હોય તો પણ પરાણે વિવાહ કરે તે રાક્ષસ વિવાહ જાણવો. (૮) પિશાચ વિવાહ - પિતાના ઘેરથી કન્યાનું અપહરણ કરીને વિવાહ કરે છે તે આ પ્રકારનો છે. આઠવિવાહમાં પ્રથમ ચાર ધર્મવિવાહ ગણાય છે. બાકીના ચાર અધર્મ વિવાહ છે તેનો ત્યાગ કરવો જોઈએ. પ્રજાપતિ વિવાહ આચરવા જેવો છે. તેનાથી ચારવર્ણની (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર) વૃદ્ધિ થાય છે. સંસારનું ચક્ર ચાલે છે. પાર્શ્વનાથ ભગવાનનો વિવાહ પ્રજાપતિ પ્રકારનો છે. રાજકુળની પ્રણાલિકા અનુસાર રાજા પોતાની રાજકુંવરીના વિવાહ માટે બીજા રાજાના રાજકુમાર સાથે સંબંધ બાંધવા માટે રાજદૂત દ્વારા સંદેશો મોકલાવે છે. લગ્નના આ પ્રસ્તાવનો રાજા સ્વીકાર કરે પછી વિવાહ ઉત્સવની ઉજવણી થાય છે. માતા-પિતા પાર્શ્વકુમારને વિવાહ માટે સમજાવે છે અને ભોગાવલી કર્મના ઉદયથી વિવાહ માટે સંમત થાય છે. ત્યારપછી શુભ દિવસે પાકુમારનો વિવાહ કરવામાં આવે છે અને પાન-સોપારી, ભોજન આદિથી કન્યાપક્ષના નેહીઓનું સન્માન કરવામાં આવે છે. ભોમવીતી જાણીને જિનજી વિવાહ વાત પ્રમાણીજી, જોડી સગાઈ શુભદિન જોઈ મનમાં ઉલટ આણી જી, (૧ ૩૧ ) Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રીફળ સોપારીને ઉપવિત દાઘ દુર્વાદિક દીધાં જી વેદમંત્રથી કુળ ઉચારે કારજ સઘળાં કીધાં જી. (૭) કન્યા પક્ષના સહુ લોકોને તાંબુળાદિક આપે જી તિમરર પક્ષી સર્વ જનને અન્યો અન્ય થાપે જી સામા સામા જોવા તેડ્યા વર વહુને તિહાં કરતાં જી વસ્ત્રાભરણ ગંધ બહુમાનેર્વિત ઘણું વાવ૨તાજી. (૮) વસંત ચઢાવવાની બહુ કરણી લોકમાંહિ પરસિદ્ધિ જી જોશી તેડી લગ્ન મંડાવ્યા લગ્ન પત્રિકા લીધિ જી જ્ઞાતિ ગોત્ર સગા સંબંધિ શેઠ પ્રમુખને તેડ્યા જી ચુઆ ચંદન અત્તર અરગજા શુદ્ધા અંગ લગાયાજી. (૯) આ રીતે સગાઈ વિધિ કરીને મંગળ-ધવલ ગીત ગાઈને આનંદ વ્યક્ત કરવામાં આવે છે. ઈમ વર કન્યા કરી સગાઈ, મંગલ કારજ સ્થાપ્યા જી મંગળરૂપે ધવલ ગવાતે, ઝવેરા વવરાવેજી. (પા. ૪) ભગવાનના વિવાહનો ઉત્સવ લૌકિક વિવાહ કરતાં જુદા પ્રકારનો છે. તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે સાતે કુળગર સોવનપાટે, થાપ્યો વરને ગેહેજી, મંત્ર ઉપચારી અષ્ટપ્રકારી, પૂજા અતિ સસનેહેજી. એ વિધાન જિનમતમાં બોલ્યું, આચાર દિનકર સાખીજી, સમકિતમાં દૂષણ નવિ લાગે, નવિ ચાલે તે પાપીજી. અહીં લગ્નનો પ્રસંગ ઉજવાય છે પણ લૌકિક રિવાજ પ્રમાણે ગણેશ સ્થાપના, કામદેવની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી નથી. આ રિવાજ મિથ્યાત્વનો છે. ૧૩૨ Page #152 -------------------------------------------------------------------------- ________________ આ વિવાહલોમાં લગ્નની તૈયારી, મંડપનો શણગાર, વર-કન્યાના શણગાર, જાનનું આગમન, ભોજનની સામગ્રી, વરઘોડાનું વર્ણન, લગ્નવિધિ, વર-કન્યાને શિખામણ, ઈન્દ્ર પોતાનો આચાર જાણીને પ્રભુના લગ્નમાં આવી સહાય કરે છે. ઈન્દ્ર અને વેવાણનો સંવાદ, લગ્નની પહેરામણી, વરકન્યાના ભોજન કરવાનો પ્રસંગ, કન્યા વિદાય અને લગ્નનો અભૂતપૂર્વ ઉત્સાહ વર્તી રહ્યો છે. મંગળ-ગીતો ગવાય છે વગેરે પ્રસંગોનું ચિત્તાકર્ષક શૈલીમાં શૃંગારરસની રમઝટ જમાવતું વર્ણન નજરે નિહાળી શકાય છે. કવિની વર્ણનકળા પ્રેમાનંદની વર્ણનકળા સમાન મૂર્તિમંત ચિત્રો આલેખે છે. અહીં કવિત્વ શક્તિનો પરિચય થાય છે. નમૂનારૂપે કેટલીક પંક્તિઓ અત્રે નોંધવામાં આવી છે. લગ્નના મંડપનું વર્ણન કરતી પંક્તિઓ ઃ (પા. ૮, ગા. ૧ થી ૬) કરે મંડપ રચવાવારૂ નવાખંડે રચ્યો રે દિદારૂં, ખંડે ખંડે નવા નવા રંગ મણિમય ચિત્રામ અભંગ. (૧) પાવડિયા તે બાંધ્યાં લગતાં કંચનમય ચિત્તુદિશે ફગતાં, ઈંદ્ર નીલમણિનું તળીયું માનું જલદ જબે આવી મળીયું. (૨) તે ઉપર ૨યણનાં થંભ, પુતળી કરે નાટારંભ, ફાટીકની ભાત વીરાજે પ્રતીબીંબ તે બેઠાં સમાજે. (૩) મોતીની ગુંથી છે જાળી જન જોવે નયણે નિહાળી, ચોબારો મંડપ સોહે જોતાં સુર નરનાં મન મોહે. (૪) તિહાં નીલરત્નમય પાન તોરણ બાંધ્યાં છે પ્રધાન, મણિયણનાં ઝૂમખા ઝુમે નિરખતાં લોચન જો. (૫) શોભે ચંદ્રોદય નવરંગી ચિત્રકારી વિચિત્ર અભંગી, પુવારા જળ ઉછળતા જોવા બહુલોક તે મળતાં. (૬) કન્યાને લગ્ન પ્રસંગે સાજ સજીને મંડપમાં પધરાવવામાં આવે છે તે પ્રસંગનું વર્ણન કરતી કવિની માહિતીપૂર્ણ પંક્તિઓ નીચે પ્રમાણે છે. સાતમી ૧૩૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ ઢાળમાં કન્યાના શણગારની સાથે વરના શણગારનું વર્ણન થયેલું છે. (પા. ૧૨, ગા. ૧ થી ૯) શુભતીરથ ઉદકે કુંવરીને નવરાવે વરચિવર મણીનો અલંકાર પહેરાવે પાએ નેઉર અણવટ વિછુંઆ કલ્લાંને કાંબી કટિમેખલા કેડે ઘુઘરી ધમાકેલાં છે. (૧) બાજુ બંધ બેરખાં ચુડલો કંકણ હાથે તિમ ચંદન ચડી વીંટી વેઢ સંગાથે. (૨) તુશી તનમનિયું કંઠે માદળિયાં સોહે હારચંદન નવસર ચમકાલએ મનમોહે રે મુક્તાફળમાળા કંઠે ઝુમણાં ઘાલે ઈમ કંઠા ભુષણ ઈંદ્રાણિવળી ચાલે નાકે નથપુલી ઝુલી અધરે આય કાને રવિમંડળ સમકુંડળ પહેરાય. (૩) વળિ પુલ અકોટી ધુલર પાનડી રાજે ઈમ કરણાભુષણ અમરી ઘાલે સમાજે વઈચદ પદામે શિર અંબોડો વાળે શિશ પુલ તે સોહે વદને પાનન લાટે. (૪) શિર ટીકો નિકો જડિત જાએ સહુલોક કરી તિલક કંકુનું ઉપર ચોટ્યા ચોખ આંજી આંખડલી તિલક કર્યું વળિગાલે પાનેતર કંચુક ઉજ્જવળ આલે. (૫) અમરી ઈંદ્રાણી એ ઈમ કન્યા શણગારિ વરને શણગારે કુળ વૃદ્ધિ મળી નારી તવ સોહમ ઈંદો ઔષધિજળને અણાવે સિંહાસન થાપી વિધિએ હવણ કરાવે. (૬) પહેરાવે ચીવર અલંકાર ધરાવે મણિરયણે જડિયો માથે ખુપ બંધાવે ખુપે ખાટલીયો મોગરા ફિતરાદીપે માંહે માણેક જડિયા તેજે તરણી જીયે. (૭) (૧૩૪ ૧૩) Page #154 -------------------------------------------------------------------------- ________________ ચળકંતા હીરા મુક્તાફળની જાળી સાસુને સસરો પુરજન હરખે નિહાળે કરી તીલક કંકુનું ચોખા સાઢે માત આંજી આંખલડી મુખ તંબોળ સુરાતા. (૮) પાનશ્રીફળ આણું હાથ ધરી વરરાય પગ પીલી ચઢિયા ગજ કંધે જિનરાયકુણે બહેન કુમારિ પાછળ લુણ ઉતારે સાજન મનરંગે મળીયા ભુપતિ દ્વારે. (૯) આઠમી ઢાળમાં વરઘોડાનું વર્ણન અને વરઘોડા જોવા જતી નારીઓની માહિતી આપતી પંક્તિઓ નીચે મુજબ છે. (પા. ૧૪, ગાથા ૧ થી ૪, ૮ થી ૧૩, (ઢાળ - ૮) (૧૭ થી ૨૧)) જીહો વરઘોડો વર સંચરયા બિહુ પાસે ચામર વિજાય જાદવજીની ઘોડલી, જીરે છત્ર ધરે સુરવર તદા ચમરેઢ તેવેજણોવાય જીયાવરની ઘોડલી. (૧) જીરે સોવન સાજે સોહતાહ પગયરથ પાપક કોડજી, જીરે દેવ દેવી નર નારિઓ ચાલે હરેખે હોડાહોડજી. જીરે દેવકુમાર સમદીપતા ચાલે છાખેલ શ્રીકારજી, જીરે નવનવ આડંબર કરી જોતાં સહુને ઉપજે પ્યારજી. જીરે કોઈ બેઠા સુખ પાળમાં કેઈ રાજવાહન ચકડોળજી, જીરે હયવર ગયવર રથવરે ઈમકુળ સુત કરતા કલોલજી. જીરે અષ્ટમંડળ આગમ વહે અસિકુંતફલત ધ્વજ સાર, જીરે વર્ધમાન પુરુષો વહે હાસ્યકાર ચાટ રતિકારજી. જીરે સુર ગંધર્વ મણી ઘણો વાય સુરમંડળડફ બીનજી, જીરે મુરજ માદળ ધૌકારથી ગાજે મધુરે ઈખરે લીનજી. જીરે ઢોળ નોબતો ગડગડે તેહમાં વિવિચ વાજે ટકોરજી, જીરે તાલના છંદના માનથી પડે એમ નગારાની ધોશજી. ૧૩૫ (૨) (૩) (૪) (૮) (૯) (૧૦) Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જીરે વાજતી ભુંગળ ભેરીયો વીણા વાંસળી ઈવકનિશાનજી, જીરે ચહહતી શરણાઈયો ફીરે ચહું દિશી કરતી ગાનજી. જીરે વામાએ મોહ બાંધીયો લેઈ નામણ દીવો હાથજી, જીરે ઈંદ્રાણી મુથ રથ ચઢે તમકુળવતિ નારિનો સાથજી. (૧૨) જીરે સરળે સાદે સાહેલા ગાય ઉલટ આણી આગજી, જીરે જાડિયો વળી પાછળે પહેરયા નવલા વેશ સુરંગજી. (૧૩) જીરે ઢળતા ઘીના ગાડુઆ મુકીને જોવા જાય, જીરે પીરસતી બાળ રમાડતી સખી બાળક લઈ પલાયજી. (૧૭) જીરે અવળી કંચુકી પહેરતી કેઈ અર્ધ સ્તનથી બાળજી, જીરે ચંદન પગે ચરચરતી કેઈ અળતો લગાવતી ભાલજી. જીરે ઓઢણું અવળું ઓઢતી કાટમેખલા ઘાલતી કંઠજી, જીરે હાથ ઝાંઝર પહેરતી પગે કંકણ ઘાલે ઉલ્લેઠજી. (૧૯) જીરે પુરવધુ ઈમ ઓરઢવ જુએ મનમાં આનંદ ન માયજી, જીરે મોતી સોવન પુલડે વધાવતી પ્રભુના ગુણ ગાયજી. (૨૦) જીરે પુરજન ઠાઠ મળી જુએ દોડીને ચોક બજારજી, જીરે પ્રભુ આવી ઊભા રહ્યાં ફરતાં મંડપ તોરણ દ્વારજી. (૨૧) આ વર્ણન કૃષ્ણની મોરલીના નાદથી મુગ્ધ થઈ ગોપીઓ અને અન્ય સ્ત્રીઓ શ્રી કૃષ્ણને જોવા ઘર બહાર નીકળી આવે છે તેની સાથે સામ્ય ધરાવે છે. અતિ ઉત્સાહ હર્ષમાં સ્વાભાવિક રીતે સ્ત્રીઓ વિવેક બુદ્ધિ રાખ્યા વગર બહાર જાય છે. લગ્નવિધિ શરૂ થઈ અને મંત્રોચ્ચાર પૂર્વક હસ્તમેળાપ અને વરકન્યાને પહેરામણી આપવામાં આવે છે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે (પા. ૨૨, ગા. ૨ થી ૮) ( ૧ ૩ ૬ ) Page #156 -------------------------------------------------------------------------- ________________ છે ક જમણા કરવર વહુ તણા રે મેળવે દેવી શકાશ બ. હસ્તબંધન મંત્રે કરી રે કસુંબી સુત્રે ત્રાસબ. મધુ પર્કપાસન કરે રે વાડવ બોલે વેદ બ. દેશાચાર વિદેશથી રે દશે નવનવ ભેદ બ. તિહાં સરોવરને દિપેરે ગાય યુગળનું દાન બ. કન્યાને ભુષણ દિયે રે તુમ કુળ રીત પ્રધાન બ. હવે વરપક્ષી વર રચે રે વેદી મંડપ માંહ બ. ચઉ વિદિશે ચિહું વંશથી રે કનક કળશ હવે તાંહ. રૂપ તામ્રમૃત કળસથી રે કઈ રચે વેદિકા સાર બ. સાત સાત કળસ હવે રે અથવા નવ નવ ધાર. બ. ચારે બારણે દીપતી રે ગુથે કુસુમની જાય છે. તોરણ ચિહું દિશે બાંધીયાં રે ચંદરૂઆ ચોસાળ બ. ઝુમે માણિક ઝુમખાં રે દીપે મોતી દામ બ. સરવ બિછાનાં સજ કરયાં રે જાણીએ સુરપાલઘામલ. લગ્નમાં ચાર મંગળ શુભ ગણાય છે તેનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે (પા. ૨૪, ગા. ૧ થી ૧૩) પહેલે મંગળ વરતિયે રે બહુ ફળની માળ એ ગુંજીયા ગુહિર નિશાન વર વહુ સુકુમાળ એ વાડવ વેદ વળી ઉચ્ચરે એ સુરવધુ કરે બહુમાન તો એ. (૧) અગ્નિને કરે પ્રદક્ષિણા રે લાજ વધુ હો જાતી જાય પ્રથમ મંગળ ઈમ વરતિયું રે વહુવર આસન ઠાય. વા. (૨) બીજાં મંગળ વરતિયું રે ગાજતાં દદુભી નાદ વા, સુરવધુ સોહલા ગાવતી રે વેદના થતે બહુ નાદ વા. છે ૧૩૭) Page #157 -------------------------------------------------------------------------- ________________ અગ્નિને દિયે પ્રદક્ષિણા રે લાજ વધુ હોમતી જાય વા, બીજું એ મંગળ વરતિયું રે વર વહુ આસન કાય વા. ત્રીજું એ મંગળ વરતિયું રે વાજતાં વિવિધ વાજિંત્ર વા, વેદ ઉચ્ચાર હોવે ઘણાં રે નારી ગામે ચિત્ર વા. આગાનનને પ્રદક્ષિણા દેઈ કરી રે લાજ વધુ હોમતી જાય, ત્રીજું એ મંગળ વરતિયું રે વર વહુ આસન ઠાય. વા. જેસુતા દાન દે તેહના રે હાથમાં આપે તવવિત્ત વા, તલ જવ કુસ દરો પાણીને રે કહેવરાવે રે મુખથી વિપ્રા. વા. અમુક તિથિ અમુક સંવત્સર રે દેઉં કન્યાતણું દાનવા, ઈમ કહી દંપતી હાથમાં રે પાણી મુકાવે ગુરૂનામ વા. વર કહે પ્રતિગ્રહ મેં કરયો રે ગુરૂ તદા દેવે આશિષ વા, વર તણો હાથ ઉપર કરે રે ગજ તુરંગ દે અહનીશ વા. આગળ વર પાછલ સુંદરી રે લાજ હોમ વધુ તામ, અગ્નિને દેઈ પ્રદક્ષિણા રે પ્રણમિયા પાસ પ્રભુ વામ. વા. ચોથું મંગળ એમ વતિયું રે વાજે વાજિત્રની ઠોરવા, મંગળ ચારે એમ વતિયાં રે નારીયો ગાયે બહુ સોરવા. વર વહુ આસન ફેરવે રે વામ પાસે વધુ થાય વા, મોં જોણાં લોક સહુ કરે રે ધન કણગરની માય વા. વાસ દુર્વાક્ષત કુઠ લેઈ રે મંત્ર પવિત્ર કરી તેહ વા, દંપતિને શિર થાપિયાં રે ધીર્ય વહે તામ ધરી નેહવા. ૧૩૮ (૪) (૫) (૬) (૭) (૧૩) લગ્નમાં સાસુ કંસાર જમાડે છે તે વિધિનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો ઃ (પા. ૨૬, ગા. ૧ થી ૭) : (૮) (૯) (૧૦) (૧૧) (૧૨) Page #158 -------------------------------------------------------------------------- ________________ જિન સાસુએ નિજ હાથે કર્યો પરિમળ સુગંધિત વિસ્તરો, મેવાની બદામ માંહે ભેળી પિસ્તાં નપજાં ચારોળી મળી. જાયફળ જાવંત્રી ને ભરી તિ લવિંગ એલચીશું ભરી દ્રાક્ષા સાકરના રવા ભેળ્યાં દ્રવ્યતે નવનવા સારા. (૨) નાળીયેળ અખોડ ઠળવળે ઘનસાર સુગંધી માંહે મળે, મૃગમદ પરિમલ બહુ મહમહે તિણે સુરપતિનું મનગહગહે. (૩) મણિ કંચન થાળ વિશાળમાં પિરસ્યો કંસાર રસાળમાં, ઉપર ગોધૃત ધારા ધણી કહે આરોગો ત્રિભુવન ધણી. (૪) જમો જમો જમાઈ કંસાર એ જમી સફળ કરો સંસાર એ વર વહુ બેઠા જમવા જદા ઈંદ્રાણી વાયુ નાંખે તદા. એક એકના મુખમાં કેવળ હવે સુરનર મિળિયા નિરખેસવે સોહાસણ સરળ સાદથી ગાય સોહેલા કોકિલનાદથી. સુરગંધર્વ ગાન કરે ઘણું ગેહે વરિયું વેવાઈનું આંગણું, ચલુ લઈ તંબોળ લિયે દંપતી પ્રભુ પરણીયાર રાણી પ્રભાવતી. (૭) અશ્વસેન રાજા, જાનૈયાનું સ્વાગત કરીને ભોજન કરાવતા પ્રસેનજિત રાજા - તે પ્રસંગનું વર્ણન કરતાં કવિ જણાવે છે કે : (પા. ૨૮, ગા. પ થી ૮, ગા. ૧૧ થી ૧૭). હવે અશ્વસેન વેવાઈ રે વળિ સાથે આવ્યા જમાઈ રે, મંત્રી શેઠ સામંત છે સંગી રે સહુ પરજન આવ્યાં ઉમંગી રે. (૫) વામા રાણી આજે સહુ નારિ રે આવ્યા ચીવર ભૂષણ ઘારિ રે, ગો રવ લેવાને તે આવ્યા રે સહુને આદર દઈ બોલાવ્યાં રે. સૌગંધિક તેલ ચોળાવે રે વળી ઉશ્નોદને નવરાવે રે, આસન બેસણ મંડાવ્યા રે આડણિ તકીયા ભલા ભાવ્યા રે. (૭) ૧૩૯) Page #159 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણના મુક્યા થાળ રે કચોળા તે ઝાકઝમાળ રે, પાંતિ બેસીને પિરસણ આવ્યા રે પાણી પાત્ર ભરીને આલ્યા રે. (૮) (૧૧) શશિ મંડળ સરચા ખાજાં રે જલેબીને ઘેબર તાજા રે, ઘણી જાતના લાડુ આવે રે માંહે સુરભિ દ્રવ્ય મિલાવે રે. સેવઈયા લાખડશાઈને દળિયાં રે મોતીચું રવળિમગ દળિયાં રે, ચુંટીયા લાડુ કસકસીયા રે, સિંહ કેસરીયા ખસખસીયા રે. (૧૨) (૧૩) (૧૪) રેશમી મરકીને ફેણી રે પુરી સાટા ને સુતરફેણી રે, પેંડા બરફી ને કોપરાપાક રે ગુંદવડા ગુંદર પાક રે. કળિ છુટીને દહિથરા ધારી રે ચણા દાળ નિવેટ મિસારી રે, શીરો લાપસી સેવ સુંવાળી રે દુધપાકને ખીર રસાળી રે. રાયણ કંદલી ઘી પોળી રે પીરસે રસ કેસરિયો ઘોળી રે, માવો બાસુદી ને શ્રીખંડ રે કરો ભોજન ભક્તિ અખંડ રે. સેવ ગાંઠીયા રાયતાં તીખાં રે ભજીયાં ને વડાં લાગે નીકાંરે મગ-ચણા-વટાણા ને વાલ રે મઠ ચણા મસુરની દાળ રે. લીલા શાકનો નાવે પાર રે કંકોડા કારેલા ગવાર રે, લીલુઆ બહુ જાતના વધાર્યાં રે ધૃત રાઈ મીરીએ સમાર્યા રે. (૧૭) (૧૫) (૧૬) પ્રસેનજિત રાજા કન્યાને વિદાય આપે છે. માતા-પિતા કન્યા વિદાયથી સહજ રીતે આંસુ વહાવે છે અને પુત્રીને શિખામણ આપવામાં આવે છે. તે પ્રસંગના કવિના શબ્દો છે : (પા. ૩૧, ગા. ૧ થી ૭) વચન સાંભળ પુત્રી તું મ્હારાં કાજ સકળ સહુ જેહથી, ત્યારા સહુ ખરા ધારજે વિતમા જીરે સુંદરી. લાજ કરજે સદા જેઠ સસરા તણિ પ્રાણ પ્રીતિ જાણજે, જેમ ત્રિભુવન ધણી આપણી તાજ વધારજે રે. ૧૪૦ (૧) (૨) Page #160 -------------------------------------------------------------------------- ________________ સાસુ નણંદ તણાં વચન પ્રતિ પાળજે પાછો પડુતરજી કેહિ વાળને ભાળજે દ્રષ્ટિ ભુમી ભણીજી. પારકાં પુરુષ શું વાત નવ કરીએ અધિક સર્વ બોલતાં, સર્વથી વરજીએ પીજીએ ચરણ જળ નાથનું જી. કોપજે મત કહાં ધરમને રોપજે ઉપજે શીળને મરમને રોપજે ગોપજે મલીન આચારજી. જાણજે સજ્જને ખેદ ચિતરાણને તાણજે હઠને તું વાતને છાણજે આણજે મન દયા સર્વનીજી. પીજીએ હે તવ ગુણ સદા લીજીએ દીજીએ દાન, બહુ નવિ ખીજીએ કીજીએ ઉચિત સહુ કામને જી. ઉપરોક્ત વર્ણનના પ્રસંગોથી લગ્નના પ્રસંગની બધી જ માહિતી મળે છે તદુપરાંત કવિની ઉપમા અને શબ્દ વૈવિધ્ય દ્વારા ચિત્રાત્મક અભિવ્યક્તિ કાવ્ય કલાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની કવિ પ્રતિભાનું દર્શન કરાવે છે. આ વર્ણન એવું મૂર્તિમંત રીતે આલેખાયેલું છે કે દૃષ્ટિ સમક્ષ લગ્ન પ્રસંગના દર્શનની અનેરી અનુભૂતિ થાય છે. પાર્શ્વનાથ ભગવાન ૩૦વર્ષગૃહસ્થપણે રહ્યા અને પછી સંયમ અંગીકાર કર્યો. ત્રીસ વરસ ગૃહવાસમાં, સુખ વિલસે સુખકારી રે, લોકાંતિક સુર કેણથી, સંજમ લે અધિકારી રે. ૪ ત્યારપછી પ્રભુને કેવળજ્ઞાન થયું. આયુષ્ય પૂર્ણ કરી મુક્તિ પામ્યા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રસંગોનો મિતાક્ષરી સંદર્ભ મળે છે. ચોરાશી દિવસ પ્રભુ પામ્યા, નિર્મળ કેવળ નાણ રે, સંઘ ચતુર્વિધ થાપીને વરતાવો નિજ આણ રે. પો. ૧૪૧) Page #161 -------------------------------------------------------------------------- ________________ સો વરસનું આઉખું પાળી, ટાળી કરમ વિપાક રે, સમેતશિખર ગિરિ ઉપરે પામ્યા પ્રભુ શીવ શર્મરે. llll પ્રભુના વિવાહ પ્રસંગે ઈંદ્ર-ઈંદ્રાણી પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરે છે. રાજકુળના પરિવારની સાથે નગરના નર-નારીઓ જાનમાં હોય તે તો સ્વાભાવિક છે પણ અહીં તો ઈંદ્ર-ઈંદ્રાણી આવીને લગ્નનો આનંદ માણે છે. સ્વર્ગમય સુખમાં રચ્યાપચ્યા રહેતા ઈન્દ્રને પ્રભુના વિવાહનો પ્રસંગ અતિ આનંદદાયક લાગે છે. સ્વર્ગમાં તો આવો વિવાહ પ્રસંગ નિહાળવાનો હોતો નથી એટલે આ વિવાહલો કાવ્ય નામ પ્રમાણે ગુણ ધરાવે છે. ત્રીજી ઢાળમાં વિવાહની તૈયારીનો ઉલ્લેખ થયો છે તેમાં અર્વાચીન કાળનો સંદર્ભ જોવા મળે વડીવડાવણ મૂકે વડિઓ, પાપડ ઘણા વણાએજી, પેંડા બેડા વિવિધ જાતનાં, બહુ પકવાન તલાયજી, દરજી શીવે નવ નવા વાઘવા, ઘાટ ઘડે સોનારજી. ભગવાનના વિવાહનો ઓચ્છવ જાણીને ઈંદ્ર-ઈંદ્રાણી પધારીને પ્રભુને ચરણે શીશ નમાવે છે અને કહે છે : તું પુરૂષોત્તમ જગજન પાવન, પૂરણાનંદવિલાસીજી તું અવિનાશી ભવ જીત કાશી, મુકુરાનંદન આભાસીજી. સ્વર્ગીય સુખમાં રાચતા ઈન્દ્ર વામા માતાને કહે છે કે તુજ સુતના કિંકર અમો એ જ અમારો નાથ વિવાહ જાણી આવીયો, અણછેડ્યો હું આજ. ફરમાવો મુજને તુમે જે અમ સરિખું કાજ. પ્રભુના વિવાહમાં ભુવનપતિ, વૈમાનિક વ્યંતરના હવે ઈંદ્ર સબર થઈ તિમ આવિને નમે પ્રભુ પદ અરવિંદ. વિવાહ પ્રસંગે સૂર્ય-ચંદ્ર પણ આવે છે અને માનવમેદની ઉભરાય છે. ૧૪૨) Page #162 -------------------------------------------------------------------------- ________________ સંકડામણ થઈ ગઈ છે એમ કવિ જણાવે છે. આ તો પ્રભુનો વિવાહ એટલે આવી સ્થિતિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી. ઈંદ્ર મહારાજાનો ભંડારી કિંમતી રત્નો અને અન્ય સામગ્રી લઈને આવી લગ્ન માટેના મંડપની રચના કરે છે. વિવાહ પ્રસંગે સ્ત્રીઓ ધવલ-મંગળ ગીત ગાય છે તેનો આ વિવાહલોમાં અવારનવાર ઉલ્લેખ થયો છે. લગ્ન પ્રસંગે વાજાં વાગે છે. બંદીવાનને મુક્ત કરવામાં આવે છે. દેવો નાટક કરે છે. અમારી પડહવગડાવીને બધાંને લગ્નમાં પધારવા માટે જાણ કરવામાં આવે છે. જીવોને અભયદાન આપવામાં આવે છે. પ્રભુના વિવાહની કેવી બલિહારી છે? લગ્નમાં પીઠી ચોળવાનો પ્રસંગ નોંધપાત્ર છે. કવિના શબ્દો છે: બે ચાર નિકાયની દેવી રે, પીઠી લઈ પ્રભુ પદ સેવિ રે, અન્યોઅન્ય હસતી બોલે રે, વરને પીઠી સહુ ચોળે રે. દી પીઠી ચોળ્યા પછી સ્નાન કરાવવા માટે તીર્થોદક લાવવામાં આવે છે. પ્રભુ હાથી પર બેસીને પરણવા જાય છે ત્યારે કુણે બહેન કુમારિ, પાછળ લુણ ઉતારે. બારમી ઢાળમાં ઈંદ્ર અને વેવાણ વચ્ચેના પ્રશ્નોત્તરને કાવ્યવાણીમાં સ્થાન આપવામાં આવ્યું છે. દષ્ટાંત રૂપે નીચેની પંક્તિઓ જોઈએ તો : જીરે પહેલું ધુસરું તે આદર્યું રે, જીરે ધુસરું ગાડલે હોય રે, ધુસરે કેમ? જીરે ધાન ઉપજે ઘણું છેહથી રે, જીરે મંગળ રૂપી તે જોય રે. //રા મુસળ આપે છે તેનાથી તંદુલ (ચોખા) થાય છે. રવૈયાથી ઘી મળે છે. (૧૪૩) Page #163 -------------------------------------------------------------------------- ________________ ત્રાકથી સૂતર નીકળે છે. અગ્નિખૂણામાં અગ્નિ સ્થાપન કરવામાં આવે છે. વર-કન્યા પૂર્વદિશા સન્મુખ લગ્ન મંડપની ચોરીમાં બિરાજે છે. છેડાગાંઠ બંધન કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતા કવિના શબ્દો છે : વેદ મંત્ર ભણીને ગુરુ રે, બોલે મુખથી એમ સુરનરની સાખે કરી રે, જોડ્યા સંબંધ એમ. l/૨૦ll ઈમ કહી છેડા બાંધિયા રે, મંગળ વર્તતા કાજ, ગુરુ કહે ફરો પ્રદક્ષિણા રે, આનંદ રંગે સમાજ. ર૧l પહેરામણીમાં કિંમતી વસ્ત્રો અને આભૂષણ આપવામાં આવે છે. ગામની અને સીમાડાની સ્ત્રીઓને પણ પટોળાં આપવામાં આવ્યાં હતાં. ગોરજીને અને બ્રાહ્મણને દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. ભિક્ષુકોને પણ દાન આપવામાં આવ્યું. પારસનાથ વિવાહલો કૃતિમાં વિવાહ પ્રસંગનું અક્ષરશઃ વર્ણન છે. નાની-મોટી બધી જ વિધિના આચારનું પાલન કરવામાં આવ્યું છે. વલી આ ભૌતિક વિવાહમાં ઈંદ્ર-ઇંદ્રાણી અને દેવ-દેવીઓનું આગમન એક આશ્ચર્યજનક ઘટના છે. આ દૈવીતત્ત્વનો પ્રયોગ કોઈ નવી વાત નથી. પ્રાચીન, ગ્રીક નાટકો અને અન્ય અંગ્રેજી કૃતિઓમાં પણ આવો સંદર્ભ મળે છે જે સુપરનેચરલ એલીમેન્ટ તરીકે ગણાય છે. સાહિત્ય કલામાં આ પ્રયોગ સાનંદાશ્ચર્ય દ્વારા કલાત્મક કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં પ્રયોજનોમાં “વ્યવહાર વિદે” નો ઉલ્લેખ કર્યો છે તેનો પરિપૂર્ણ સંદર્ભ આ વિવાહલોમાં ચરિતાર્થ થયો છે. આ કલાત્મક વિવાહલોનું શબ્દચિત્ર કર્ણપ્રિય, નયનરમ્ય અને હૃદયસ્પર્શી હોવાની સાથે રસ-ભાવના સમન્વયથી ઉત્તમ કક્ષાનું સ્થાન ધરાવે છે. આ કાવ્ય કૃતિમાં ભૌતિક, આધિ ભૌતિક – દૈવી વ્યવહારનો સુભગ ( ૧ ૪૪ ) Page #164 -------------------------------------------------------------------------- ________________ સમન્વય સધાયો છે. વિવાહ પ્રસંગનું માહિતી પ્રધાન વર્ણન કરતી આ રચના વસ્તુ નિરૂપણ, વર્ણન, રસ, સમાજ જીવનનો સંદર્ભ વગેરેથી ભાવવાહી બની છે. આરંભથી જ શૃંગારરસનું સેમ્પલ આપ્યા પછી વરકન્યા વિદાય થાય ત્યાં સુધીનું નિરૂપણ ઉત્તરોત્તર શૃંગારરસની ચરમ સીમાની અનુભૂતિ કરાવે છે. કથા વિદાયના પ્રસંગમાં સાહજિક કરૂણ રસનો અનુભવ થાય છે પછી શાંત રસ દ્વારા પ્રભુના નિર્વાણનો સર્વોત્તમ ભાવ રજૂ કરીને ભક્તિરસમાં લીન થવા પ્રેરક બને છે. જૈન સાહિત્યની આ સાંપ્રદાયિક વસ્તુવાળી રચના હોવા છતાં સાહિત્ય કલાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં સાહિત્ય કલા અને જીવનનો અપૂર્વભાવોલ્લાસ વ્યક્ત કરતી વસંતના વૈભવ સમાન આનંદદાયક બની છે. પારસનાથનો વિવાહલો (અજ્ઞાત) પાસકુંવર મહેમાલીનો ગુણ મણી રયણ ભંડાર વીવાનો અવસર જીન તણો કઈએ અતી સુકમાલએ આંકણી. દુહો. હાં રે સુભ મંડપ તોરણ સોહે, હાંરે જોતાં સુરનર મન મોહે; હાંરે મળીયું માજન મનોહાર, હાંરે રાય રાણી તણો નહીં પાર. ગા.૧ સજ્જન સંતોકી બેઉપરે અશ્વસેન ભૂપાલ સતી શણગારી સુંદરી પાસ કુંવર મહેમાઅ દુહે - હાં રે પાસ કુંવર ચડા વરઘોડો, હાંરે સીરકુંપ ભર્યા બેઉકોરે; હાં રે કાંને કુંડલને મુચ જોડે માનું રવી રસી આવ્યા દોડે, ગા. ૨ દુહો -ચંપકવરણી સુંદર નિલ વરણ પ્રભુ પાસ સોહિયે સુવરણ મુદ્રિકા પાસ કુંવર મહેમાય હાં રે જીન વર મુખ સોહંતા બોલે, હાં રે દીશે ઘણું ઝાકમ જોલે; હાં રે પરણી પરભાવતી રાણિ, હાંરે રૂપે અપછરા ઈંદ્રાણી. ગા. ૩ દુહો – દેવ ઉતારે આરતિ નરનારી ગુણ ગાય આવ્યા અતી આડંબરે | તોરણ શ્રી જીનરાજ ૧૪૫) Page #165 -------------------------------------------------------------------------- ________________ હાં રે જીન પરણીને નીજ ઘરે આવે, હાં રે જાચકને બહુ દાન દેવરાવે રે; હાં રે ગુણ ગાંધરવ રંગે, હાં રે દેવ કુસલને ઉલટ અંગે ગા. ૪ પારસનાથનો વિવાહલો અજ્ઞાત કવિકૃત પારસનાથનો વિવાહલો. વિવાહ પ્રસંગનો મિતાક્ષરી પરિચય કરાવે છે. ગીત કાવ્યની સાથે સામ્ય ધરાવતી વિવાહલોની રચના અનિ હાં રે... ની પ્રચલિત દેશી અને દુહા સાથે ૪ ગાથામાં રચાઈ છે. ‘વિવાહનો અવસર જીન તણો કઈએ અતિ સુકમાલ’ પાર્શ્વનાથના વિવાહમાં સાજન-મહાજન અને નર-નારીઓ મોટી સંખ્યામાં પધાર્યા છે. કવિ કહે છે ‘રાય રાણી તણો નહીં પાર'. કવિએ વરઘોડાનો ઉલ્લેખ કરીને પાર્શ્વકુમારના શણગારેલા દેહની માહિતી આપતાં જણાવ્યું છે કે હાં રે પાસકુમાર ચડા વરઘોડો, હાં રે સીર કુંપભર્યો બેઉ કો૨ે. હાં રે કાંને કુંડળને મુચ જોડે, માનું રવી શશી આવ્યા દોડે. કવિની ઉત્પ્રેક્ષા દ્વારા પાર્શ્વકુમારના દેહની અદ્ભુત શોભાનો લાક્ષણિક પરિચય થાય છે. પ્રભુએ સુવર્ણની મુદ્રિકા ધારણ કરી છે. આ માહિતી આપ્યા પછી પ્રભુએ લગ્ન કર્યા તેનો ઉલ્લેખ કર્યો છે. હાં રે પરણી પરભાવતી રાંણિ હાં રે રૂપે અપછરા - ઈંદ્રાણી. આ લગ્ન પ્રસંગે દેવો આરતી ઊતારે છે. નર-નારી એકત્ર થઈને પ્રભુના ગુણગાન કરે છે. પ્રભુ પરણીને સ્વગૃહે પધારે છે. ત્યારપછી કવિ જણાવે છે હાં રે જાચકને બહુ દાન દેવરાવે હાં રે ગુણ ગાંધરવ ગાવે રંગે આ રીતે ચાર ગાથામાં વિવાહનો પરિચય આપવાની સાથે કવિની કલ્પના અલંકાર યોજનાથી ચિત્રાત્મક અભિવ્યક્ત થઈ છે. પારસનાથ વિવાહલોની રચના એક લઘુ ગીત સમાન આસ્વાદ્ય છે. ૧૪૬ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩. હરિયાળી કાવ્ય સ્વરૂપની પૂર્વ ભૂમિકા વિશ્વની વિવિધ ભાષાઓમાં કાવ્યરચનાઓ અતિ સમૃદ્ધ છે. કાવ્યોની વિવિધતામાં નવી ભાત પાડતી રચના તરીકે સમસ્યા - પ્રહેલિકાનું સ્થાન ગૌરવવંતુ છે. કવિઓ કાવ્ય રચના કરે છે અને વિદ્વાનો-રસિકજનો તેનો અપૂર્વ આસ્વાદ કરે છે. ‘હરિયાળી’ કાવ્ય પ્રકારના સંદર્ભમાં સમસ્યા વિશેની વિગતો તેના વિકાસનું દર્શન કરાવે છે. સમસ્યા અર્થ ચમત્કૃતિવાળી કાવ્ય રચના છે. યા સમા સાર્થા પૂરણીયાર્થા કવિશકિતપરીક્ષર્ણાથમપૂર્ણતયૈવ, પદ્મમાણાર્થો વા સા સમસ્યા. સમસ્યામાં બંને પક્ષે સામસામે અર્થ પૂર્ણ કરવાના હોય છે. કવિઓની કવિત્વ શક્તિની પરીક્ષા કરવા માટે અપૂર્ણ અર્થવાળાં વાક્યો આપવામાં આવે છે. તે સમસ્યા છે. તેના દ્વારા કવિ થનારની તર્ક અને કલ્પના શક્તિ ઉપરાંત અર્થગંભીરતાનો પણ પરિચય થાય છે. ટૂંકમાં એમ કહેવાય છે કે સમસ્યાથી અસાધારણ કવિપ્રતિભાનું દર્શન થાય છે. શ્લોકબદ્ધ સમસ્યામાં એક ચરણ આપવામાં આવે છે. તે ઉપરથી બાકીનાં ત્રણ ચરણ પૂર્ણ કરવાનાં હોય છે. બે ચરણ આપીને બાકીનાં બે ચરણ પૂરા કરવાનાં હોય છે. ત્રણ ચરણ આપીને એક ચરણ પૂર્ણ કરવાનું હોય છે. આ સમસ્યા કહેવાય છે. કાવ્યશાસ્ત્રની રીતે વિચારીએ તો શબ્દ અને અર્થના ચમત્કારની સાથે વ્યંગ્યાર્થ ન હોય તો તે કાવ્ય નિમ્ન કક્ષાનું ગણાય છે. ૧. ‘ફૂટ પ્રશ્ન’ એ પ્રહેલિકાનો એક પ્રકાર છે. તેના પરથી ‘કોયડો' શબ્દ નિષ્પન્ન થયો છે. અંગ્રેજીમાં Riddle - રીડલ કહેવાય છે. જે કાવ્યનો ૧૪૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ અર્થ સરળતાથી સમજાય નહિ અને વિચાર કરનાર ગૂંચવાઈ જાય, મથામણ કરવી પડે, બુદ્ધિને કસોટીએ ચઢાવવી પડે તે કૂટ પ્રશ્ન છે. ધાર્મિક-પૌરાણિક કથાઓની રચનામાં આવો પ્રયોગ થાય છે. મધ્યકાલીન જ્ઞાન અને ભક્તિ માર્ગની કવિતામાં તેનો ઉલ્લેખ મળે છે. તેનું બીજું નામ અવળવાણી છે. હિન્દીભાષામાં ઊલટ બાંસી કહેવાય છે. પ્રહેલિકા વિશે માહિતી નીચે મુજબ છે. પ્રહેલિકા એ ઉખાણા સમાન સ્થાન ધરાવે છે. તેના દ્વારા તર્ક અને બુદ્ધિ શક્તિની પરીક્ષા થાય છે. પ્રહેલિકા દ્વારા અન્ય વ્યક્તિને સંદેહ-સંશયમાં રાખીને વસ્તુનું નામ ગુપ્ત રાખવામાં આવે છે તે શોધવાનું હોય છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં રાજકુમારરાજકુમારી-વરકન્યાની પસંદગીમાં આવી પ્રહેલિકા દ્વારા પરીક્ષા થતી હતી. આ પ્રવૃત્તિ જ્ઞાન સાથે ગમ્મતની પણ એક પ્રવૃત્તિ તરીકે સમાજમાં સ્થાન ધરાવતી હતી. પ્રહેલિકા નામ યથા પર સંદિહયતે તાદ્ર્શગુપ્તાભિધાનશ્યા ૨. પ્રહેલિકા એટલે બીજાને સંશય-સંદેહમાં નાંખે તેવું વર્ણનીય વસ્તુનું નામ. ગૂઢાર્થવાળી રચનાનું અતિ પ્રચલિત ઉદાહરણ કવિ સમયસુંદર (સં. ૧૬૪૬) ની રચના “રાજાનો દદ, સૌરવ્યમ્ છે. તેના આઠ લાખ અર્થ થાય છે એટલે અષ્ટલક્ષી રચના તરીકે પ્રસિદ્ધ છે. શહેનશાહ અકબરના રાજ દરબારમાં સં. ૧૬૪૯માં આ રચના વાંચવામાં આવી હતી. કવિ શામળ ભટ્ટની નંદબત્રીસીમાં આવી પ્રહેલિકાનો પ્રયોગ થયો છે. કવિ ગણપતિની રચના માધવાનલ કામકન્દલા પ્રબંધમાં આઘાક્ષરી, મધ્યાક્ષરી, અન્યાક્ષરી અને વિચિત્રાક્ષરી એમ ચાર પ્રકારની પ્રહેલિકાઓ સંવાદરૂપે પ્રયોજાયેલી છે. ૩. પ્રશ્ન : પુષ્ક પટારિ પદ્મિની લિખતી લીલ વિલાસ ચંપક વ્યાલકિશ્યા-ભણી પીઉ મોકલવા આસ? ૧૪૮) Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર: પવન પીઈ પન્નગ વલી ચંપક ભ્રમર નિવાર મન્મથ ડરઈ મહેશથી ઈમ ચતવિતી નારી. કવિ ઋષભદાસે હીરવિજયસૂરિ રાસની રચના સંવત ૧૬૮૫માં કરી ૪. આદિ અક્ષર વિણ બીબઈ જોઈ મધ્યવિના સહુકીની હોઈ અંત્ય અક્ષર વિણ ભુવન મઝારિ દેખી નગર નામ વિચારી. (ભાતિ; ખંતિ; ખંભા; ખંભાતિ) (પા.૫૭) લોકવાર્તામાં પ્રહેલિકા એક લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે તેને માટે હરિયાળી, ઘાવ, વર, જેવા શબ્દપ્રયોગ થયા છે. આ શબ્દો પ્રહેલિકાના અર્થ સૂચક છે. માણિક્યચંદ્રસૂરિએ પૃથ્વીચંદ્રચરિતની રચના સં. ૧૪૭૮માં કરી છે તેમાં બુદ્ધિ ચાતુર્યની ૬૪ કલાની સાથે પ્રહેલિકાનો વિજ્ઞાનમાં સમાવેશ કર્યો મહાભારતના ભીષ્મપર્વમાંથી કૂટપ્રશ્નનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ચર્તુમિશ્વ ચર્તુમિશ્વ દ્રામ્યાં પક્ઝમિરેવ ચ હૂયતે ન પુનદ્રામ્યાં સમે વિષ્ણુ પ્રસીદતુ (પા. ૫૯) ૫. શ્લોકનો કૂટ શબ્દાર્થ ચારથી ચારથી અને બેથી અને વળી પાંચથી તથા બે થી જેને માટે હવન થાય છે તે વિષ્ણુ મને પ્રસન્ન થાઓ. એવો છે આ મહાભારત અનુસ્મૃતિમાંનો ભીષ્મપિતામહનો ૩૦મો શ્લોક છે. તેનો સ્પષ્ટાર્થ ઋત્વિજ ઋગ્વદી), અધ્યય્ (યજુર્વેદી), આગ્નીવ્ર (અગ્નિને આમંત્રણ કરવાની ઋચાઓ બોલનાર) અને હોતા (હવન કરનાર) એ ચારથી તથા કાર્યયજ્ઞાદિક ધર્મ હવન (ક્રિયા) સાધન (કાષ્ઠાદિ) અને મંત્રોએ ચારથી અને બ્રહ્મા મંત્રની ભૂલચૂક તપાસનાર અને દષ્ટા ક્રિયામાં થતી ભૂલચૂક ૧૪૯) Page #169 -------------------------------------------------------------------------- ________________ જોઈ સુધારનાર ઓળેથી અને વળી મંત્રો બોલવા તે ૐ શ્રાવયા તમે સાંભળો અસ્તુ શ્રી પાટ યજ અને યેયજા મહે એ ચાર ચાર બે અને પાંચ અક્ષરોનાં મંત્રોવાળાં વચનો સાથે તથા યજી અને વોષટ એ બે પાદાન્તવાળાં વચનો સાથે જ વિષ્ણુને માટે હવન થાય છે. તે વિષ્ણુ મને પ્રસન્ન થાઓ. શ્રીમદ્ ભાગવત, સ્કન્ધ - ૨, અધ્યાય - ૯, શ્લોક ૬ માં ફૂટ શૈલીનો પ્રયોગ થયો છે. ઈશ્વરને ઓળખવા માટે શું કરવું? તેના પ્રત્યુત્તર રૂપે તપ-તપ એમ જવાબ મળ્યો હતો. બ્રહ્માએ આકાશમાંથી ક-ચ-ત-ટ-૫ એમ પાંચ વર્ગમાં ૨૫ અક્ષરો છે તેમાં ૧૬ અને ૨૫ મો અક્ષર લેતાં ‘તપ’ થાય છે. તપની સાધનાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે એમ અર્થબોધ સમજવો. વક્રોક્તિ એ કાવ્યનું એક લક્ષણ છે. કુંતકનો આ મત કાવ્યમાં વક્રોક્તિને મહત્ત્વનું ગણે છે. કાવ્યમાં વક્રોકિતનો પ્રયોગ વિશેષ કોટિનો કાવ્યાનંદ પ્રાપ્તિમાં ઉપયોગી નીવડે છે. વક્રોકિત એક અલંકાર છે. જેમાં વક્તા એક આશયથી વાક્ય બોલે છે. તેનો બીજો શ્લોક બીજા જુદા અર્થથી વક્તાને નિરૂત્તર કરે છે. ત્યાં વક્રોકિત થાય છે. આ અંલકારમાં શ્લેષ જોઈએ તો જ સાર્થક બને છે. દા.ત. : ‘સંધવ’ શબ્દના બે અર્થ છે. ઘોડો અને મીઠું. તેમાં ભોજનના સંબંધમાં મીઠું અર્થ અને રાજ દરબારના સંદર્ભમાં ઘોડો અર્થ સમજવાનો છે. અઢારમાં શતકના અંતકાળમાં થયેલા કવિ કાંતિવિજયે ૩૨ છપ્પામાં હીરાબોધ બત્રીસીની રચના કરી છે. તેમાં મંદોદરી રાવણને શિખામણ આપે છે તે વસ્તુ કેન્દ્ર સ્થાને છે. ઉદાહરણ રૂપે નીચેનો છપ્પો પ્રગટ કરવામાં આવ્યો છે. ૬. રાજનગર સમ એહ નારી, કાં આદરી આણો સાચો રહિં જસવાલિ રાણમંડલ મહિ સાણોઃ જૂનોગઢ મતિ ખોય સીખ રાખિ અકલેસિર રામપરાણે પાજિ બાંધિ લેસ્ચે ફતેપુરઃ વાસણે એમ સુરતિ તણે વડે ખોઈસ તું તાહરી: ૧૫૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ કવિ કહે કાંતિ દસસિર પ્રતેં ભણતિ એમ મંદોદરી. ૧ હે રાજન ગર વિષ સમાન એહ સીતા નારી તેહને તું આદરી કીમ આણે છે? છાંડિ સાચો રહી જસ રોપિ જગમાં તું રાણાઓના મંડલમાંહિ રયાણો છઉં માટે સીખ તું છું જૂનો લંકાગઢ ખોઈ મા એ માહરી સીખ અકલને સિરે માથે રાખિ જાણતો નથી શ્રી રામચંદ્ર પરાણે બલાત્કારે પાજ લાંધીને એ પુર લંકાની ફતેહ કરિ લેસ્થે એહ સીતાને સૂરત ને વાસવે ઈમ વડાઈ ખોઈસ તું તાહરી કવિ કાંતિ કહે રાવણ પ્રતે કહઈ છઈ મંદોદરી. ઈહાં રાજનગર આદિરઆણં સાચોર વાવિ રાણપુર, માંડલ, મહિસાણો, જૂનોગઢ, રામપુરો, ફતેપુર, વાસણા, સુરતિ, વૈડિ, એતલા ગ્રામ નામ જાણવા. શામળ ભટ્ટની એક સમસ્યાનું ઉદાહરણ નીચે મુજબ છે. નારી નીરખી નીચ, જુઓ લક્ષણ કહું જેનાં, અંગે ઉજળી આપ, બાપ મા કાળાં તેનાં. નહીં હાથ નહીં પાગ, કુલક્ષણ તેની કાયા મુખ નાસા છે નેણ, નહીં મમતા કે માયા, તે નહીં પશુ પક્ષી માનવી, નહીં જીવા જોવી જદા, શામળ કહે સુમતિ સલક્ષણા, તે શોધી જોશે સદા. જ્વાળ-લવણ (મીઠું) (કાવ્ય દોહન પા. ૧૭૬) પ્રાકૃત ભાષાની સુપ્રસિદ્ધ ‘કુવલયમાળા કથા' ની રચના. આ. ઉદ્યોતનસૂરિએ કરી છે. તેમાં પ્રહેલિકાનો પ્રયોગ થયો છે. પ્રહેલિકા કવિની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિની કળા - ચમત્કાર છે તો શ્રોતાઓને માટે શિષ્ટ અને બુદ્ધિયુક્ત મનોરંજનનું એક સાધન છે. મૂળ પ્રાકૃત કથાના ગુર્જરાનુવાદમાંથી પ્રહેલિકા પ્રગટ કરવામાં આવી છે. ૧૫૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૭.પ્રહેલિકાઓમાં વહન કરાય છે. અંત્યાક્ષરી, બિન્દુમતી, અષ્ટપિટક, પ્રશ્નોત્તર, ગૂઢ ઉત્તર, પઢઢ, અક્ષરો ઊડી ગયા હોય, માત્રા ઊડી ગઈ હોય, બિંદુઓ (અનુસ્વાર) ઊડી ગયાં હોય, ચોથો પાદ ગૂઢ હોય, ભણિએવિયા, હૃદયગાથા, પોન્ડ, સંવિધાનક, ગાથાર્થ ગાથારાક્ષસ અને પ્રમાક્ષરની રચના. બીજા પણ મહાકવિઓએ કલ્પલા અને કવિઓને દુષ્કર એવા પ્રયોગો છે. કુવલયમાળાએ કહ્યું, “હે આર્યપુત્ર! તમે જે આ લક્ષણ કહ્યાં તેનું શું સ્વરૂપ છે?'કુમારે કહ્યું, “હે ચતુર! સાંભળ. અંતિમ અક્ષર વહન કરનારી પ્રહેલિકા (અંત્યાક્ષરી-અંતકડી) ગોવાળો અને બાળકોમાં પણ પ્રસિદ્ધ છે અને તે જાણી શકાય છે. બાકીનું સ્વરૂપ સાંભળ. જેમ કે જયાં અક્ષરો હોય ત્યાં બિંદુઓ મૂકવા, પહેલા અને છેલ્લાંને છોડીને. વળી તેના અર્થ કહેવામાં આવે તે બિન્દુમતિ કહેવાય છે. તે આ પ્રમાણે : તં ૦ ૦ 9 ૦ ૦ ૦ ૦ ooિ d ૦િ 0િ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦ વી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૬૦૦ િ.. જયારે તે બરાબર સમજાય ત્યારે આ પ્રમાણે કહેવી - તંમિ મહં વહુજણવલ્લભહંસિ તં કિપિ કણસુ સહિ જેણ અસઈયણ કણપરંપરાએ કિર્તી સમુચ્છલઈ | અર્થાત્ હે સખી! ઘણાં જનને વહાલા એવા તેને માટે કંઈપણ કરી છૂટ જેથી અસતીજનની કર્ણપરંપરાથી કીર્તિ ઊછળે. બત્રીસ ખાનાં કર્યા હોય અથવા વસ્ત્રની બત્રીસ ગડી કરી હોય અથવા બત્રીસ કોડિયાં ગોઠવ્યાં હોય અને તે દરેકમાં શ્લોકનો એક એક અક્ષર મૂકવો તે અષ્ટપિટક કહેવાય છે, અષ્ટપિટક નીચે પ્રમાણે લખવું : ૧૫૨) Page #172 -------------------------------------------------------------------------- ________________ સ | મ | લ | ગ | સ | ક | ણ પ્ર | ન | ર્વ | ર્મા | જે | જ | તિ | સ ર્વ | ગ | માં | લ્ય | 4 | લ્યા | કા | શું | ધા | સ | ઘ | ણાં | ન | ય | શા | ન | જયારે બુદ્ધિથી શ્લોક જાણી શકાય ત્યારે તેનો પાઠ બોલી જવોઃ સર્વ - મંગલ -માંગલ્ય સર્વ - કલ્યાણ - કારણ.. પ્રધાન સર્વ ધર્માણાં જૈન જયતિ શાસન ચતુર પુરુષને બે, ત્રણ અથવા ચાર પ્રશ્નો પૂક્યા હોય અને એ બધાનો ઉત્તર એક જ પદમાં આવી જાય તો તેને પ્રશ્નોત્તર કહે છે. જેમ કે, “જીવોનું જીવિત શું છે? વિદગ્ધ પુરુષોને વારણ કરવામાં કયો શબ્દ હોય છે? અને જળમાં ભમરાનું રક્ષણ કરનાર મંદિર કયું તે કહો!” જો, જાણીએ તો “કમળ' કહેવું. આ પ્રશ્નોત્તર પણ, હે પ્રિયા! ઘણાં ભેદવાળો છે. જેમ કે એક સમાન અર્થવાળો, બીજો જુદા અર્થવાળો અને ત્રીજો વળી મિશ્ર હોય. કોઈ આલાપક હોય, કોઈ લિંગભેદવાળો હોય, કોઈ વિભક્તિભેદવાળો હોય, કોઈ કાલભેટવાળો હોય, કોઈ કારકભિન્ન હોય, કોઈ વચનભિન્ન હોય, કોઈ વળી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, પૈશાચી, માગધી, રાક્ષસી, મિશ્ર, કોઈ વળી આદિ - ઉત્તર તો કોઈ બહિર - ઉત્તર હોય. આ સમગ્ર સમસ્યાઓ કહેવા માટે કોણ સમર્થ છે? હવે ગૂઢ ઉત્તરવાળી કહું છું. પ્રશ્નમાં જ ઉત્તર ગૂઢ રહેલો હોય, બીજાને ઠગવામાં જે ચતુર હોય તે “ગૂઢ ઉત્તર' કહેવાય છે. જેમ કે – કમલાણ કર્થી જમ્મુ કાણિ વાવિયસંતિ પાંડયરીયાઇ ! કે કામ સરાણિ ચંદ-કિરણ-જોહા-સમૂહેણું II કમળનો જન્મ ક્યાં? પુંડરીક (કમળ) ક્યાં વિકાસ પામે છે? ચંદ્રીકરણ સહિત જ્યોત્સના સમૂહ સાથે કામબાણો ક્યાં? અહીં શ્લોકમાં જ ઉત્તર રહેલો છે. કમળનો જન્મ ક્યાં? ક એટલે પાણીમાં. પુંડરીક ક્યાં વિકાસ પામે છે? (૧૫૩) Page #173 -------------------------------------------------------------------------- ________________ સરણિ એટલે સરોવરમાં અને બાણો ક્યાં? તો એને સાથે ગોઠવવાથી ઉત્તર મળશે કેસરાણિ - કેસરાઓ. જે પૂછવામાં આવે તેનો જવાબ આપવામાં આવે પણ અંધની જેમ ન જાણે એવી પ્રગટ અને ગૂઢ રચનાને “પઢઢું કહેવામાં આવે છે. જેમ કે, આ સર્વ કોણ કર્યું? કોના વડે અધિષ્ઠિત થઈ દેહ વહન કરાય છે? કોનાથી જીવો જીવે છે? જે તને પૂછ્યું તેનો જવાબ કહે. જો જાણતો હોય તો કહે કે કોણે આ સર્વ કર્યું? પ્રજાપતિએ. પ્રજાપતિ કોને કહેવાય? કઃ એટલે આત્મા કહેવાય; ક પટેલ પાણી કહેવાય. માટે તેણે સર્વ કરેલું છે. જેમાં એક અક્ષર ઓછો થાય તો શ્લેષ ઊડી જાય પણ જોડીને અક્ષર અંદર ગોઠવાય તો બરાબર થઈ જાય તે અક્ષરપ્રુત કહેવાય છે. તે આ પ્રમાણે, તાજા ધૂપની ગંધયુક્ત, દેવસમૂહો વડે સેવાતી, ગ્રીષ્મમાં પણ શિશિર માફક ઠંડક આપનાર તે વકુલાવલિ મનોહર છે. જો જાણતી હોય તો કહે. જવાબ - તે દેવકુલાવલિ મનોહર છે. જેમાં ક્રિયાનો લોપ થાય અને માત્રાના સભાવથી તભાવ રહે તો માત્રાટ્યુત કહેવાય. એવી જ રીતે બિંદુટ્યુત પણ સમજવી. પ્રવાસેથી પાછો આવેલો મુસાફર શરદઋતુના જળ જેવાં પ્રિયાનાં સ્વાભાવિક ઉજ્જવળ (પઈ) ચપળ અને સ્વચ્છ વચનોની તૃષ્ણાવાળો બને છે. હવે અહીં ઊડી ગયેલી ઈ માત્રા ગોઠવીએ (પથઇ ને બદલે પછી તો શરદઋતુના જળની માફક વચનપાન કરે છે એમ અર્થ થાય. હવે બિંદુમ્રુત આ પ્રમાણે : અશુચિમાં અશુચિ, દુર્ગધીમાં દુર્ગધી, હજારો ડાહ્યાઓએ નિંદિત એવા જગલ' (મદિરાનો નીચેનો પદાર્થ) ને કોણ ખાય? અહીં જો બિંદુ મૂકવામાં આવે તો જંગલ' (અર્થાત્ માંસ) થાય. (૧૫) Page #174 -------------------------------------------------------------------------- ________________ ગૂઢ ચોથો પાદ” એ નામલક્ષણવાળી સમસ્યામાં પ્રથમ ત્રણ પાદમાં | ચોથો પાદ છુપાયેલો હોય છે. ગૂઢ ચોથો પાદ આ પ્રમાણે : સુણો ભામિએસો આસણં મધુલિંગ-પત્તો હં. કર્ણદે સુણવયણે. શૂન્ય ભણું છું, મૃત્યુનાં ચિહ્નો નજીક જણાય તેવો બન્યો છું. તું કાન દે અને વચન સાંભળ. આમાં ચોથો ગૂઢ પાદ કયો છે? સુભએ આલિંગણ દેસુ હે સુભગ! તું આલિંગન આપ. બાકીની સમસ્યાઓનું લક્ષણ પણ નામથી જ જાણવું. “ભણિએવિયા' આ પ્રમાણે જાણવી. એક બુદ્ધ ભિક્ષુકે કહ્યું કે કારમાં રહીને ભિક્ષા આપ તો હે હાલિકપુત્રી! તું શેરીમાં જલદી કેમ નીકળી? અહીં ભિક્ષા માટે નીકળેલા ભિક્ષુએ મઠમાં આવવા સંકેત કર્યો. હિયયં ગાથા આ પ્રમાણે : વહેલી સવારે હાલિકપત્ની પ્રથમ ઘરના બારણાંમાંથી બહાર નીકળી ત્યારે કલંબપુષ્પ દેખીને દુઃખી થયેલી રડવા લાગી. અહીં કલંબપુષ્પ સ્થાપન કરીને પ્રિયતમે નક્કી કરેલા સંકેતનો ભંગ કર્યો એવો અર્થ છે. પોહ' આ પ્રમાણે : હું કદાપિ શયનમાં રમી નથી. તેમજ સુજનમાં કોઈ વખત વસવાટ કર્યો નથી. નામ પણ મેં ગ્રહણ કર્યું નથી. કેમ? કારણ કે પ્રિયતમ પરદેશ ગયા છે તેને યાદ કરું છું. આ પ્રમાણે પણ પોસ્ડ' થાય - (૧૫૫) Page #175 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે જ મેં રમણ કર્યું છે. તેના વક્ષસ્થળમાં વાસ કર્યો છે. હું એને પ્રિય કહેતી હતી. એ જ મારું ભરણપોષણ કરો. ગાથાર્ધ આ પ્રમાણે : લજ્જાનો ત્યાગ કરી મને કંઠમાં ગ્રહણ કર એ તેં સાંભળ્યું ન હતું? ચંદ્રની જેમ કલાના સ્થાન જેવો પ્રિય અભ્યર્થના કરો. ગાથાર્થ આ પ્રમાણે : નયનને આનંદ આપનાર, શાંતિ ઉત્પન્ન કરનાર, કિરણો પ્રસરાવનાર (અથવા હાથ લંબાવનાર), કળાસ્થાન જેવો પ્રિય અભ્યર્થના કરવા છતાં મેળવી શકાતો નથી. ‘સંવિધાનક' આ પ્રમાણે :-- અરે, તે નિર્લજ્જને કહેજે કે આવું પરલોક વિરુદ્ધ કાર્ય કરીને તો અંધકારવાળી ઘો૨ નરકમાં સંબલિવનમાં જવું પડે છે. અહીં સંવિધાનક છે. કોઈએ પ્રાર્થના કરવા દૂતીને મોકલી ત્યારે કોપેલી નાયિકા તેને જવાબ આપે છે. ૫૨દારગમન કરવાથી નિશ્ચિત નરકમાં ફૂટ સંબલિવનમાં ફેંકાય છે. પરંતુ અહીં તેણે સંકેત આપ્યો. પરલોક એટલું પારકું માણસ અર્થાત્ દૂતી. આ કાર્ય માટે તારે સંબલિવનમાં જવું. કયે વખતે? અંધકાર સમયે. હે પુરુષ! તારે ત્યાં આવવું. હું પણ ત્યાં આવીશ. આ પ્રમાણે સંવિધાનક. ગાથારાક્ષસ આ પ્રમાણે : આટલું જ માત્ર કહેતાં પથિક મૂર્છા પામ્યો. આ પાછળનું અર્ધું ચરણ છે. આગળનું ચરણ કયું? ‘તેને રાક્ષસ જેવું સર્વત્ર લાગે છે.’ ‘પ્રથમાક્ષરની રચના' આ પ્રમાણે : દાન, દયા અને દાક્ષિણ્યવાળી, સર્વ તત્ત્વ પ્રત્યે સૌમ્ય પ્રકૃતિવાળી અને હંસી માફક શુદ્ધ પક્ષવાળી હોવાથી તું દર્શનીય છે. અહીં પાદના પ્રથમ અક્ષરો લેવાથી ‘દાસોડહં' એ પ્રમાણે તેની ૧૫૬ Page #176 -------------------------------------------------------------------------- ________________ અભિલાષા કરનારે લખી મોકલ્યા. ૮. કવિ જયવંતસૂરિની શૃંગારમંજરી-શીલવતી રાસની રચનામાં અજિતન અને શીલવતી વચ્ચેના વાર્તાલાપમાં સમસ્યાનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન કાવ્યોમાં આ પ્રકારનું એક લક્ષણ કાવ્યમાં આકર્ષણ જમાવે છે. જિજ્ઞાસાપૂર્તિથી પરિતોષ અનુભવાય છે. નમૂનારૂપે રાસની સમસ્યાઓની માહિતી નીચે પ્રમાણે છે. અજિતસેન-શીલવતીના બુદ્ધિચાતુર્યનો પણ તેનાથી પરિચય થાય છે. વર્ણનાત્મક હરિયાળીઓની રચનાના મૂળમાં સમસ્યા રહેલી છે. અજીત ઉવાચ : કુણ નિષેધા રથ હવઈ, કુણ પશ્ચિમ દિશિ સ્વામિ ગોરી કમલા-નાહ કુણ, કુણ હવઈ ધરણી નામ. ૩૮૫ શીલવતી ઉવાચ : ................. અજીત ઉવાચ : ધન ધન સ્તન પીન યુગ, નિર્જિત નવનિ કુરંગિ, નનનન મમમન અહઈ અહ, કુણ કહઈ પહિલઈ સંગિ. ૩૮૬ શીલવતી ઉવાચ - નવવધૂ, વર્ણોતરજાતિ. ૧૭ અજીત ઉવાચ :લંપટ શિર પીયુષ-પ્રિય, અશ્રુચી ભૂચર નામ, વસંગ ઉત્તમ ભય કુહુ, કેહવું ભમર સુજાણ. ૩૮૭ શીલવતી ઉવાચઃ જાતીસુમનસિસાદર, અષ્ટદલકમલજાતિ. ૧૮ ક h (૪ (૧૫૭) Page #177 -------------------------------------------------------------------------- ________________ અજીત ઉવાચ :જગમાં અશ્રુચિ કિસિઉ હવઈ, કોમલ સિંઉ કમલાહ. દમયંતિ વરનામ તન, નામ કિસિઉ કટકાંહ. ૩૮૮ સરલ કિસિ૬ પંકજ-નલિ, કુંણ રખુઈ નગરાંત, કિસિફે જણાવઈ આચરણ, કવણ સહાય ખલાહ. ૩૮૯ કુણ નિષેધા રથ હવઈ, બ્રાહ્મણ વલ્લભ કોઈ, મુખમંડન કેહવુ નીંચ જન, વિરહી કેહવું જોઈ. ૩૯૦ શીલવતી ઉવાચ : મદનવેદનાસાકુલ, ૧૮, મંજરીસનાથજાતિ ૧, અષ્ટદલકમલ ૨, ગોમુત્રિતા ૩, વ્યસ્તસ્મત ૪, બહિર્વાધિકા ૫, દ્વિચિત્રગર્ભિત ૧૮. ना सा Eas અજિત ઉવાચ :જલ અભિ માનસ કુસુમ-સર, મહેરવ મઝિમ કલેશ, સુખ ભય ગહવર નામ કુણ, ગોરી ઉત્તર દિસિ. ૩૯૧ શીલવતી ઉવાચઃ કંદર્પ ૧, કંદલ ૨, કંદર૩, કાકપદોત્તરજાતિ. ૧૯ સ ૧૫૮) Page #178 -------------------------------------------------------------------------- ________________ અજિત ઉવાચ:સસિ ઉપમ્પ નિવેદ્ય કુણ, વન-વૈરી કુણ હોઈ, રતિવર જલચર ઠાય કુણ, ભય વિચિ અક્ષર કોઈ. ૩૯૨ શીલવતી ઉવાચઃ વદન, મદન, મંથારજાતિ. ૨૧ અજિત ઉવાચ: મરણ થકી કુણ દોહિલ ૧, ઓર કિસિ૬ કરિ જાઈ ૨, અહિવર વાસ ૩, એકાંત વચ ૪, વૈરીમ્મર ૫, તિમિરાહ ૬, ૩૯૩ કષ્ટનાંમ ૭, વર્ણાત્ય કુણ ૮, શ્રીબીચી કેહવુ માર૯, પંખી ૧૦, દિવસહ નામ કુણ ૧૧, બલિભદ્ર આયુધસાર ૧૨. ૩૯૪ ગોરી રતિવર નામ કુણ ૧૩, ગોરસથી મ્યું હોઈ ૧૪, કમલાપતિ ૧૫ કહેવું દોહિલ, હરિણ વિભાસી જોઈ. ૩૯૫ સંખહ વઇરી કુણ હવઈ ૧૭, સુંદરી મનસું જોઈ, સતર પ્રશ્ન મઈ પૂછીયાં, એક પદિ ઉત્તર દેઈ. ૩૯૬ શીલવતી ઉવાચ - સર્વતોભદ્રજાતિ ૨૨. | ૨ | વિર હર | બિ | હ | હર રવિ વિહ હ | વિ વિહ હ૧ |વિર | ૩ | ૪ | ૫ | ૬ | લ૭ ૮ | ૨૯ અહ| હલ | વિ હવિ અઃ | વિહ૨ | ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ | ૧૫૯) Page #179 -------------------------------------------------------------------------- ________________ અઢારમી સદીના મધ્યકાળમાં કવિ શામળ ભટ્ટની પદ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે તેમાં આ કવિની પદ્યવાર્તાઓ વિશેષ લોકપ્રિય છે. તેમાં સમસ્યાઓનું નિરૂપણ થવાથી આવી વાર્તાઓ સર્વસાધારણ જનતાને વધુ પ્રિય લાગે છે. એમની રંગદર્શી શૈલીનું આકર્ષણ સમસ્યાઓ છે - નાયક-નાયિકા અને ગૌણ પાત્રો ચતુર-હોંશિયાર છે એમ સમસ્યા ઉપરથી જાણવા મળે છે. “રાસ' રચનામાં પણ સમસ્યાનો પ્રયોગ થયો છે. સ્ત્રી-પુરૂષ એકબીજાને સમસ્યા પૂછે છે અને તેનો પ્રત્યુત્તર મેળવે છે. સમસ્યાના પ્રત્યુત્તરમાં પાત્રના બુદ્ધિચાતુર્યનો વિશિષ્ટ ગુણ જાણવા મળે છે. કવિ શામળ ભટની નંદબત્રીસી અને પદ્માવતી કૃતિમાં આ સંદર્ભ પ્રાપ્ત થાય છે. તે સમસ્યા અર્થચમત્કૃતિવાળી લઘુ રચના છે. તેમાં એકબીજાને કહેવામાં આવેલી પંક્તિથી અન્ય પંક્તિઓ દ્વારા અર્થ પૂર્ણ કરવાનો હોય છે. કવિત્વ શક્તિનું એક વિશિષ્ટ લક્ષણ આ પ્રકારની રચનાઓમાં દષ્ટિગોચર થાય છે. તેમાં પ્રથમ ચરણને આધારે બાકીનાં ત્રણ ચરણ પૂર્ણ કરવાનાં હોય છે. અર્વાચીન કાળમાં “પાદપૂર્તિ શબ્દ પ્રયોગ થયો છે. તેવી જ આ સમસ્યાપૂર્તિની રચના છે. એટલે ત્રિચરણ સમસ્યા એવું નામ આપવામાં આવ્યું છે. છૂટાં વાક્યો આપીને બીજા વાક્યો દ્વારા અર્થ પૂર્ણ વાક્યની રચના કરવામાં આવે છે તે વાક્ય સમસ્યા છે. સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં “પાદપૂર્તિની રચના એ સમસ્યાનો જ પર્યાય છે. સમસ્યા એટલે ચમત્કૃતિવાળી કાવ્ય રચના એમ સ્પષ્ટતા થાય છે. ગુજરાતી ભાષામાં પાદપૂર્તિ કવિ સંમેલન અને મુશાયરામાં પ્રચલિત છે. યુવક મહોત્સવમાં સાહિત્ય વિભાગની પ્રવૃત્તિમાં પાદપૂર્તિ દ્વારા સ્પર્ધકોને કાવ્ય રચના કરવા માટે આહ્વાન આપવામાં આવે છે. આ પણ સમસ્યાના પર્યાયરૂપે ગણાય છે. તેના દ્વારા સભામાં શ્રોતાઓનું મનોરંજન કરવાનો હેતુ હોવાની સાથે આ પ્રવૃત્તિથી કોઈવાર ઉત્તમ કાવ્યકૃતિ પણ પ્રાપ્ત થાય છે. પ્રહેલિકાનો એક પ્રકાર કૂટ પ્રશ્ન છે. અંગ્રેજીમાં તેને પઝલ કહે છે. જે રચનાનો અર્થ સમજાય નહિ, ગૂંચવણમાં પડી જવાય અને અન્ય દ્વારા કે સ્વ-પુરુષાર્થથી સાચો અર્થ સત્ય જાણી શકાય તે કૂટ પ્રશ્ન કહેવાય છે. તેમાં ૧૬) Page #180 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક કે ઐતિહાસિક પાત્રોથી અભિવ્યક્તિ થાય છે. મધ્યકાલીન સાહિત્યની જ્ઞાન અને ભક્તિ માર્ગની કેટલીક રચનાઓમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ધીરા ભગતની અવળવાણીનાં પદો આ પ્રકારનાં દષ્ટાંતરૂપ છે. પ્રો. હીરાલાલ આર. કાપડિયાએ હરિયાળી વિશે શ્રી સિદ્ધચક્રમાસિકના ૧૨મા વર્ષના ત્રીજા અંકમાં કેટલીક વિગતો પ્રગટ કરી છે તેની માહિતી આ સ્વરૂપના સંદર્ભમાં પ્રગટ કરવામાં આવી છે. પ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિના સહયોગથી પ્રો. કાપડિયાએ હરિયાળીઓના અર્થ આત્મસાત કર્યા હતા અને હરિયાળીઓની રચના પણ કરી છે. જૈન સાહિત્યમાં એક માત્ર પ્રો. કાપડિયાનું હરિયાળી કાવ્ય પ્રકારમાં ઐતિહાસિક ગૌરવ પ્રદાન કરાવે તેવું છે. પ્રાકૃત સંદર્ભ: જય વલ્લભ કૃત હિયાલી- વજીનાં ૧૪ પદો પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મણ ગણિ કૃત – સુપાસના ચરિત્રમાં પ્રહેલિકાનો પ્રયોગ થયો શ્રી જ્ઞાનવિમલસૂરિના પ્રાકૃત અને સંસ્કૃતમાં શ્રીપાળ ચરિત્રમાં હરિયાળીઓ સ્થાન ધરાવે છે. કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત કાવ્યાનુશાસનથી પ્રહેલિકા પ્રાપ્ત થાય છે. રત્નશેખરસૂરિ રચિત ‘આચાર પ્રદીપ' ગ્રંથમાં હરિયાળીઓનો સમાવેશ થયો છે. કવિ દંડિના કાવ્યાદર્શનમાં ૧૬ પ્રહેલિકાઓ છે. સરસ્વતી કંઠાભરણ ગ્રંથમાંથી પ્રહેલિકાઓ પ્રાપ્ત થાય છે. સુભાષિત રત્ન ભાંડાગારમાં ૩૯ પ્રહેલિકાઓનો સંચય થયો છે. (૧૬ ૧) (૧૬ ૧) Page #181 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાચીન સંદર્ભો ઉપરથી હરિયાળીની ભૂમિકા જાણી શકાય છે અને કાવ્ય તરીકે પણ પ્રાચીન છે. મૂળ સંસ્કૃત-પ્રાકૃત અને પછી ગુજરાતીમાં હરિયાળીઓ રચાઈ છે. હિન્દી, અંગ્રેજી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં આ પ્રકારનાં કાવ્યોનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યની આ ચમત્કારપૂર્ણ અને બુદ્ધિચાતુર્યવાળી હરિયાળીઓ કાવ્ય વિશ્વમાં ગૌરવપ્રદ સ્થાન ધરાવે છે. હરિયાળી સ્વરૂપ અને વિભાવનામાં હરિયાળી વિશે સાર્થ માહિતી પ્રગટ કરી છે તે પુસ્તકને આધારે હરિયાળીઓ વિશે અજબ-ગજબની માહિતી પ્રાપ્ત થાય તેમ છે. આ ભૂમિકા હરિયાળી સમજવા માટે ઉપકારક નીવડે તેવી છે. સંદર્ભ સૂચી: ૧. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૫૦ ૨. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૫૫ ૩. ગુજ. સાહિત્ય સ્વ. પા. પર ૪. ગુજ. સાહિત્યસ્વ. પા. ૨૭ ૫. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૨૯ ૬. ગુજ. સાહિત્ય સ્વ. પા. ૬૬ ૭. કુવલયમાળા પા. ૨૪૫ થી ૨૪૮ ૮. શૃંગારમંજરી પા. ૩૧ થી ૩૩ (૧ ૬ ૨) Page #182 -------------------------------------------------------------------------- ________________ – ૧૪. ભાસ - ભાસ લઘુ કાવ્યપ્રકાર હોવાની સાથે ચરિત્રાત્મક નિરૂપણવાળી દીર્ઘકૃતિઓ પણ પ્રાપ્ત થાય છે. કવિ સમયસુંદરની ‘ભાસ' રચનાઓ ભક્તિ પ્રધાન છે તેના દ્વારા કવિની અભૂતપૂર્વ પ્રભુભક્તિનો પરિચય થાય છે. અત્રે અન્ય ભાસ રચનાઓનો પરિચય આપવામાં આવ્યો છે તે ઉપરથી મધ્યકાલીન સમયના અલ્પપરિચિત ભાસ કાવ્ય વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થાય છે. શત્રુંજય ભાસ અથવા ઉનારડા ધવલ ૧૬મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા શ્રી શાંતિસૂરિએ શત્રુંજય ભાસની ૧૧ ગાથામાં રચના કરી છે. રચના કાળ સં. ૧૫૩૫ પહેલાંનો સંભવે છે. “ભાસ' સંજ્ઞાવાળી ઉપરોક્ત કૃતિ ભક્તિગીત સમાન છે. કવિ સમયસુંદરે પ્રભુ ભક્તિ અને તીર્થ વિષયક ભાસની રચના કરી છે એટલે “ભાસ” એ ભક્તિ ગીતના એક પ્રકાર તરીકે પણ પ્રાપ્ત થાય છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે : આદિ - કરિ કવિ જણણિ પસાઉં, હંમઈ સરસતિ રદઈમ્ વયણલાં એ ગાયસ તીરથરાઉ હંમઈ સેત્રજ સેત્રજ ભવસાયર તણઉં એ. (૧) અંત - દૂરિ થિકઉ નહીં દૂરિ હંમઈ જઈ કિમ જઈ કિમ ઊજમ ઉપજઈએ ઈમ બોલાઈ શાંતિસૂરિ હંમઈ સેત્રુજ શેત્રુજ હઈ ધરિ આંગણઈએ. (૧-૧૫૫) ભાસ ૧. કલ્પસૂત્ર વ્યાખ્યાન તથા કાલકસૂરિ ભાસ આ ભાસની રચના પીંપલગચ્છના આ. ગુણરત્નસૂરિના શિષ્ય Page #183 -------------------------------------------------------------------------- ________________ આણંદમેરુએ કરી છે. રચના સમયની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી પણ આ. ગુણરત્નસૂરિનો પ્રતિમા લેખ સં. ૧૫૧૩નો છે તે ઉપરથી કૃતિનો સમય આ સંવતની આસપાસનો હોવાનો સંભવ છે. કૃતિના આરંભમાં નીચે મુજબ માહિતી પ્રાપ્ત થાય છે. ‘મહાવીર કલ્પે પ્રથમ વ્યાખ્યાને ભાસ' કુલ આઠ વ્યાખ્યાન છે અને નવમા વ્યાખ્યાનમાં કાલિકસૂરિ ભાસનું વૃત્તાંત છે. (પા. ૧-૧૦૫) ૨. થાવચ્ચાકુમાર ભાસ અથવા ગીત ૧૬મી સદીના પ્રારંભકાળમાં કવિ દેપાલ વિદ્યમાન હતા. કવિએ ચરિત્રાત્મક માહિતી આપીને રચના કરી છે. સજ્ઝાય માળામાં આકૃતિ પ્રગટ થઈ છે. ‘ભાસ’ નામની સંજ્ઞા આપી છે પણ સજ્ઝાય તરીકે વધુ પ્રચલિત છે. (પા. ૧-૧૩૮) ૩. ગજસુકુમાળ ઋષિ-રાસ અથવા ચોઢાળિયું ઢાળિયાં - ભાસ કવિ શુભવર્ધનશિષ્યની આ રચના સં. ૧૫મીના સમય પહેલાની છે. કવિએ ૫૭ ઢાળમાં ગજસુકુમાળના જીવનનો વિસ્તૃત પરિચય આપ્યો છે. કવિએ રાસ-ઢાળિયાં અને ભાસ એવો શબ્દ પ્રયોગ કર્યો છે. હકીકતમાં તો આ કૃતિ રાસ સંજ્ઞા માટે વધુ અનુકૂળ છે. (પા. ૧-૩૧૯) ૪. અઢાર પાપસ્થાનક પરિહાર ભાષા - ભાસ - સોળમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા બ્રહ્મ મુનિ - આ. વિનયચંદ્રસૂરિ નામથી વિખ્યાત હતા. પૂ. શ્રીએ અઢાર પાપ સ્થાનક પરિહાર ‘ભાષા’ - ‘ભાસ’ એવી સંજ્ઞા આપીને કાવ્યરચના કરી છે. સજ્ઝાય માળા ભા. ૧, સં. ૧૯૭૮માં પ્રગટ થયેલ છે, તેમાં કોઈ જગ્યાએ ભાસનો નામોલ્લેખ થયો નથી પણ સજ્ઝાય-સ્વાધ્યાય એવા શબ્દપ્રયોગો થયા છે. કાવ્યના અંતર્ગત વિચારો જોતાં સજ્ઝાય નામ ઉચિત લાગે છે. કારણ કે સઝાયમાં ત્યાગ-વૈરાગ્ય ભાવની પુષ્ટિ થાય તેવા વિચારો મહત્ત્વના ગણાય છે. જીવાત્મા ૧૮ ૧૬૪ Page #184 -------------------------------------------------------------------------- ________________ પાપસ્થાનકની પ્રવૃત્તિમાંથી મુક્ત થાય અને શુભ ભાવમાં પ્રવૃત્ત થઈ આત્મવિકાસ કરે તે દૃષ્ટિએ સઝાય નામ ચરિતાર્થ થાય છે. કવિની આ પ્રકારની બીજી કૃતિ - ઉત્તરાધ્યયન ૫. ૩૬ અધ્યયન ગીત અથવા સઝાય અથવા ભાસ એ નામથી સં. ૧૫૯૯ પહેલાંનો રચનાસમય હોવાનો સંભવ છે. કવિએ દરેક અધ્યાયના વિચારોને દેશીબદ્ધ કાવ્ય રચનામાં સ્થાન આપ્યું છે. સઝાયમાળા ભા. ૧ માં આ ૩૬ અધ્યાયની સજઝાયો પ્રગટ થઈ છે. ૩૬મા અધ્યયનમાં “ભાસ' શબ્દ પ્રયોગ થયો છે. એ ભાસ સંખેપેઈ સારી રે, છત્રીસ અધ્યયન વિચારી, શ્રી બ્રહ્મ કહે છે જેને ભણસ્પેરે, તે મંગલ કમલા લહસ્ય.” ૨૧ (પા. ૧-૩૧૭) ૬. દશાર્ણભદ્ર ભાસ ૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા કવિ ઉમાશંદે દશાર્ણભદ્ર ભાસ પ૬ કડીની રચના સં. ૧૫૬૮માં કરી છે. કવિના શબ્દો છે : ભાસ હેમાણંદ મુનિ કહી પ્રવચન વચન જગીસરે.” (પા. ૨-૨૪૩) ૭. સોળ સતી ભાસ: પાર્શ્વચન્દ્રગચ્છના શ્રવણ ઋષિના શિષ્ય કવિ મેઘરાજે સોળ સતીના ભાસની રચના કરી છે. કવિએ ભાસ અથવા સઝાય અથવા “રાસ” એમ ત્રણ કાવ્યસંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે. દરેક સતી વિશે એક ભાસ-સઝાયની રચના કરી છે. કવિએ ચરિત્રાત્મક નિરૂપણ દ્વારા સતીઓના સતીત્વ અને શીલનો મહિમા ગાયો છે. જૈન સાહિત્યની રચનાની એક વિશેષતા છે કે મુનિ કવિઓએ રચનાના આધારભૂત ગ્રંથનો પણ કાવ્યમાં ઉલ્લેખ કર્યો છે. કવિના શબ્દો છે: (૧૬૫) Page #185 -------------------------------------------------------------------------- ________________ “શ્રી શીલોપદેશ માલાદિક ગ્રંથે સોલ સતી ગુણ કહીએજી, ભણતાં ગુણતાં જેહને નામે અષ્ટ મહા સિદ્ધિ લહીએજી.” સઝાયમાળા ભા. ૧ પા. ૧૬૬માં સોળ સતીઓની સઝાય-ભાસ પ્રગટ થયેલ છે. (પા. ૩-૬) ૮. કવિ મેઘરાજાની બીજી રચના જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયની સઝાયભાસ પ્રકાશિત થયેલ છે. ૧૯મા અધ્યયનની પુંડરીક-કંડરીક સઝાયની ત્રીજી ઢાળમાં ‘ભાસ'નો પ્રયોગ થયો છે. દેવ ગુરુ કેરી સાનિધ્યેએ એમ કીધી ભાસ કે, નરનારી અહોનિશ ભણોએ પૂરો મનની આસરે.” ૧૫ (પા. ૩-૬). ૯. વયરસ્વામી ઢાળ બંધ - સઝાય અથવા ભાસઃ અઢારમી સદીના શાંતિષ ઉપા.ના શિષ્ય જિનહર્ષ (જસરાજ)ની વયરસ્વામીની સઝાય ભાસની રચના ૧૫ ઢાળમાં સં. ૧૭૫૯ની પ્રાપ્ત થાય છે. કવિએ કાવ્યને અંતે ઢાળનો ઉલ્લેખ કર્યો છે. થઈ ઢાલ પન્નર ઉલ્લસિંરે, ભણતાં સુણતાં સુખ થાસ્ય રે.” પાર્થચન્દ્ર ગચ્છના બ્રહ્મમુનિ, મહામહોપાધ્યાય મેઘરાજ, જિનહર્ષની રચનાઓમાં સજઝાય સંજ્ઞાની સાથે ભાસ'નો પ્રયોગ વિશેષ રીતે થયો છે. ૧૦. ૧૧ અંગની સઝાય અથવા ભાસ ૧૮મી સદીના અમરકીર્તિને વરેલા ઉપા. યશોવિજયજીની સંસ્કૃત અને ગુજરાતી ભાષાની કૃતિઓ જૈન સમાજમાં વિશેષ લોકપ્રિય છે. જૈન દર્શનના સિદ્ધાંતોને કાવ્યવાણીમાં પ્રગટ કરીને સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્ય કરનાર પૂ. શ્રીએ ૧૧ અંગની સઝાયની રચનાને ‘ભાસ” સંજ્ઞા આપી છે. સં. ૧૭૨૨ની આ રચના દ્વારા આચારાંગ આદિ ૧૧ અંગ સૂત્રોનો Page #186 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી ભાષામાં મિતાક્ષરી પરિચય પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ આગમ ગ્રંથોનો અભ્યાસ કરીને વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ દ્વારા સર્વ સાધારણ જનતાને જૈન દર્શનના મૂળભૂત જ્ઞાન વારસાનું આત્મોપયોગી જ્ઞાન પ્રદાન કરવાનો પ્રશસ્ય અને પ્રેરણાદાયી પુરૂષાર્થ કર્યો છે. (પા. ૪-૨૦૭). ૧૧. જ્ઞાતા સૂત્ર ૧૯ અધ્યયન ભાસઃ અઢારમી સદીના બીજા તબક્કામાં થયેલા તપગચ્છના હર્ષવિજયના શિષ્ય મુનિ પ્રીતિવિજયજીએ જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન-સઝાયની રચના કરી છે અને સક્ઝાય સાથે “ભાસ' સંજ્ઞાપ્રયોગ કર્યો છે. (પા. ૪-૩૮૧) ૧૨. કલ્પસૂત્ર વ્યાખ્યાન, ભાસ અથવા ઢાળબદ્ધ : ૧૮મી સદીના પ્રારંભકાળમાં થયેલા પૂ. આ. જ્ઞાનવિમલસૂરિની ‘ભાસ” સંજ્ઞાવાળી કૃતિ કલ્પસૂત્રના વ્યાખ્યાનના વિચારોને કેન્દ્રમાં રાખીને ૧૭ ઢાળમાં રચાઈ છે. કવિના શબ્દો છે : જ્ઞાનવિમલ વષણિ, સુણે ભવિ જણ જાંણ, હોઈ કોડી કલ્યાણ. હો. રાજી. ઈતિ અઠાઈદિન ભાસ. કવિએ પ્રથમ વ્યાખ્યાનના અંતે પણ ભાસ શબ્દ પ્રયોગ કર્યો છે. ઈતિ કલ્પ વ્યાખ્યાનાધિકારે પ્રથમ વ્યાખ્યાન ભાસ.” દરેક વ્યાખ્યાનને અંતે ઉપર પ્રમાણે વિષયનો ઉલ્લેખ કરીને અંતમાં ભાસ” શબ્દનો પ્રયોગ કરીને “ભાસ” સંજ્ઞાવાળી કૃતિ છે એમ સ્પષ્ટતા કરી છે. (પા. ૪-૪૦૪) ૧૩. પર્યુષણ પર્વ વ્યાખ્યાનની સઝાય અથવા ભાસ (કલ્પસૂત્ર) તપગચ્છના સમાવિજયના શિષ્ય માણિક્યવિજયે ઉપરોક્ત “ભાસ Page #187 -------------------------------------------------------------------------- ________________ કૃતિની ૧૧ ઢાળમાં રચના કરી છે. આ રચના જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહમાં પ્રકાશિત થઈ છે. કવિએ કલ્પસૂત્રના વ્યાખ્યાનના વિચારોને કેન્દ્રમાં રાખીને ભાસ રચના કરી છે. માણિજ્ય વિજયજી અઢારમી સદીના મધ્યકાળમાં થયા હતા. (પા. ૫-૪૨) ૧૪. ૧૪ ગુણ સ્થાનક ભાસ - સઝાય - સ્તવનઃ ૧૮મી સદીમાં વિજયપ્રભસૂરિના સમયમાં થયેલા મણિવિજયજીએ ઉપરોક્ત ભાસની રચના કરીને ૧૪ ગુણ સ્થાનક જેવા કઠિન વિષયના વિચારો કાવ્યવાણીમાં વ્યક્ત કર્યા છે. ભાસ પ્રકારની રચનાઓ ચરિત્રાત્મક પ્રાપ્ત થાય છે. પણ આ કવિએ જૈન દર્શનમાં આત્મવિકાસના ક્રમનું નિરૂપણ કરીને કાવ્યરચના કરી છે. એટલે આ રચના જૈન દર્શનના મહત્ત્વના સિદ્ધાંતોના એક ભાગરૂપે છે. કવિએ સઝાય-સ્તવનની સાથે “ભાસ' સંજ્ઞાનો પ્રયોગ કર્યો છે. આ કાવ્યકૃતિ જિનેન્દ્ર ભક્તિપ્રકાશમાં પ્રગટ થઈ છે. (પા. પ-૭૦) ૧૫. ગુરુ ભાસઃ અઢારમી સદીના મધ્યકાળમાં થયેલા ઉદયરત્નજીની કૃતિઓ ત્યાગ, વૈરાગ્ય અને ભક્તિ ભાવનાથી સમૃદ્ધ છે. ગુરુ ભાસની રચના ગુરુ પ્રત્યેના સમર્પણશીલ ભક્તિની પ્રતીક છે. હીરરત્નસૂરિ ભાસ, જયરત્નસૂરિ ભાસ, ભાવરત્નસૂરિ ભાસ, દાનરત્નસૂરિ ભાસ - ઉપરોક્ત ચાર ભાસનો માણેકમુનિનાં ચોપડામાં સંચય થયો છે. “ભાસ' રચનાઓમાં વિષય વૈવિધ્ય અને નવીનતાની દૃષ્ટિએ મુનિ ઉદયરત્નનું પ્રદાન નોંધપાત્ર છે. (પા. ૧૧૪) ૧૫. સાધુ ગુણ માસ : કવિ લાવણ્યચંદ્રએ ઉપરોક્ત ભાસની રચના ૪ ઢાળમાં સં. ૧૭૩૪ના સમયની આસપાસ કરી હતી. (૧ ૬૮) Page #188 -------------------------------------------------------------------------- ________________ આ ભાસ કૃતિઓના શીર્ષકમાં સ્તવન-સજ્ઝાય અને ઢાળનો પ્રયોગ થયો છે. વિષયવસ્તુ તરીકે આગમ ગ્રંથો, પૂર્વે થઈ ગયેલા મહાત્માઓ અને જૈન દર્શનના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. બધી જ કૃતિઓમાં વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે. ૧૬મી સદીથી ભાસ રચનાઓનો પ્રારંભ થયો હતો અને અઢારમી સદી સુધીમાં ભાસ કૃતિઓ રચાઈ છે. લગભગ ૩૦૦ થી ૩૫૦ વર્ષના સમય દરમ્યાન ભાસ રચનાઓ થઈ છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર કવિઓએ રચના સમય, મહિનો, તિથિ, સ્થળ, ગુરુપરંપરા અને ફળશ્રુતિ, સરસ્વતી, ગુરુવંદના વગેરે લક્ષણોનો પ્રયોગ કર્યો છે. ભાસ કાવ્યો ભાષા વિકાસની દૃષ્ટિએ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગી અને આધારભૂત સાધન છે. જૈન સાહિત્યની અલ્પ પરિચિત ‘ભાસ’ કાવ્ય અંગેની માહિતી જ્ઞાનપિપાસુવર્ગને જ્ઞાનપ્રાપ્તિની સાથે સાહિત્ય સમૃદ્ધિનું દિગ્દર્શન કરાવવામાં ઉપયોગી નીવડે તેમ છે. ૧૬. શ્રી ધર્મલક્ષ્મીમહત્તરા ભાસ : જૈન સાહિત્યમાં મોટાભાગની કાવ્ય કૃતિઓના વિષયોમાં દેવ-ગુરુ અને ધર્મનો વિશેષ પ્રયોગ થયો છે. ગુરુ વિષયક કૃતિઓમાં સંયમ જીવનનો સ્વીકાર કરીને શાસનની પ્રભાવનાનો આદર્શ વ્યક્ત થયો છે. ધર્મલક્ષ્મી મહત્તરા ‘ભાસ’ નો વિષય ધર્મલક્ષ્મી મહત્તરાના જીવનનું ચરિત્રાત્મક નિરૂપણ સાત ઢાળમાં કરવામાં આવ્યું છે. આ ભાસની રચના ઓશવાળ વંશના આનંદમુનિએ સં. ૧૫૭૭માં કરી છે. ખંભાતના સોની સિંહ (સીહુ) અને તેની પત્ની રમાદેવીની પુત્રી મેલાઈએ રત્નાકરગચ્છના સ્થાપક રત્નાકર સિંહસૂરિ પાસે સં. ૧૪૯૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. આ ખંભાત ગામની મેલાઈ પુત્રી એ સંયમ દીક્ષા અંગીકાર કરીને ધર્મલક્ષ્મી સાધ્વી તરીકે રત્નત્રયીની આરાધના કરી હતી. તેણીએ અંગ, ભાષા-લિપિ અને પ્રકરણ ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. બાલ બ્રહ્મચારિણી સાધ્વીજીને સં. ૧૫૦૧માં મહત્તરાપદ પ્રદાન કરવામાં આવ્યું હતું અને અપૂર્વ ૧૬૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસથી વૈભવ યુક્ત પદપ્રદાન મહોત્સવ ઉજવાયો હતો. ઉપરોક્ત વિષયને અનુલક્ષીને કવિએ ધર્મલક્ષ્મી મહત્તરા ભાસની રચના સાત ઢાળમાં કરી છે. કવિએ સાતમી ઢાળની ૫૦મી કડીમાં ‘ભાસ’ શબ્દ પ્રયોગ થયો છે. મધ્યકાલીન કવિઓએ જે તે કાવ્ય પ્રકારનો પોતાની કૃતિમાં આરંભ કે અંતમાં ઉલ્લેખ કરેલ છે. છે. ‘શ્રી મુહત્તરા એ ભાસ કરેસિ, ઓસવંસિ આનંદમુનિ.’ ઉપરોક્ત ભાસ ચરિત્રાત્મક નિરૂપણના દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવ્યા ૧૭. સીમંધર સ્વામી ભાસ સીમંધર સામી સુણેઈ એક મો૨ઈ મનિ આરિત હોઈ અચરત મુજ હૃદય ભીતરિ સ્વામી તું વસિઈ વસઈ । એ લોક માંહિ ઈમ કહીજે મહા વિદેહે છઈ તે કિસીઈ એહ સંદિહ પૂછઉ શ્રી સીમંધર સામીયા ભગત ભોલી ભણી કહ ઈસઉ હીયડ લઈ વિશ્વાસીયા. ૧ જિમ રવિ વિરલઉ કમલા વિકાસઈ નિમતિમ પ્રભુ તું મુજ મનિ ઉલ્લાસઈ ઉલ્લાસ કિરઉ અનંત બલ તુમઈ બલિગ્રહિઉ આપણેઈ જાણીપ્રિઈ જઉ નીસઈ મુજ મનીથી કઉ માટી પમઈ ચઉતીશ અતિશય સહી સ્વામી બાર પરષદ સોહએ તું વિહરમાણ મહા વિદેહ તું શ્રિણી ત્રિભુવન મોહએ. ૨ આજ ઉદયવંત પ્રભુ તું કેવલી પરતષિ પેખુતવ પૂજઈ મનરુલી. મુજ ફલિ પૂરઉ કમ્મ ચૂરઉ અનંત અનંતો ભવતણાં તુમ્હ નામ લેતા, પાપનાસઈ કીયા છઈજે અમ હર્ષ ધણી, ઇહારછુકા સમરઉ સ્વામી તુમ્હ નઈ જ્ઞાનબલી જાણેઈ સીઉં ધરમ લાભ જિમ હું શીતલઉ તિમ ન દીઉં તે ૧૭૦ Page #190 -------------------------------------------------------------------------- ________________ કારણ કીસીઉ સ્વામી તુમ્હારઈ પરિસરિ કિસદા અહિં હિીં હવન એહલી સંપદા || સંપદા નહિ તે અહિં નહિ હિતી વિચીડત પતિથઈ હવિ ॥ ગુરુ યાતિ સહિજિ ગુણ કરઈ નઈ કિર્તી પ્રભુ પરિજ્જુઈ એક જંબુદ્વીપ માંહિ સ્વામી સહૂઈ કો વસઈ? કિસી કારણ ઓહીન દીપ્તકાય ધનસંશય પાછ૨ઈ મારગ મુગતિનો છે વહઈ બહુ તુમ્હે કહુઈ ઈંહા નહિ મોલાવડઉ અહિઆ અસંભવ પેખિવા નઈ સ્વામી તું સવણે સુણેઉ ઈમ ભણઈ ખીમઉ સેવ માગઉ, મયા કરી મુજ વિનતી સુણઉ II ।। ઈતિ સીમંધર સ્વામી ભાસ ।। સીમંધર સ્વામી ભાસની રચના ઉદયવંત મુનિએ કરી છે. ભાસ એક ભક્તિ પ્રધાન કાવ્ય કૃતિ છે. સમયસુંદરની આ પ્રકારની ભાસ કૃતિઓ કુસુમાંજલિમાં સંચિત થઈ છે. તેવી જ આ ભક્તિ પ્રધાન રચના છે. ભલાભોલા હૃદયથી આપની ભક્તિ હૈયામાં વસી ગઈ છે. સૂર્ય કમળને વિકસાવે છે તેમ ભક્તિથી મારું હૈયું હર્ષોલ્લાસ અનુભવે છે. સીમંધર સ્વામી ભગવાન ૩૪ અતિશય યુક્ત છે. બાર પષંદામાં દેશના આપતા બિરાજમાન છે. પ્રભુ મહાવિદેહમાં વિચરી રહ્યા છે. પ્રભુ કેવળજ્ઞાની છે અને ત્રિભુવનમાં એમનો મહિમા અપરંપાર છે. આવા પ્રભુને નિરખીને હૈયું આનંદ અનુભવે છે. આપના નામ સ્મરણથી પાપનો નાશ થાય છે. ભક્ત ભરતક્ષેત્રમાં છે. ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં છે. હે પ્રભુ! આપને ત્યાં મુક્તિનો માર્ગ છે. અમે મહાવિદેહમાં આવી શકતા નથી. જ્ઞાનમાં આપનાં દર્શન થાય છે. આપની સેવા-ભક્તિ-પૂજા કરવાની હૈયામાં તીવ્ર ભાવના પૂર્ણ થાય એવી આપશ્રીને વિનંતી કરું છું. મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા શ્રી સીમંધર સ્વામીને વિનંતીરૂપે આ ભક્તિગીતની રચના થઈ છે. ભક્તહૃદયમાં પ્રભુ વસી ગયા છે અને ૧૭૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ ભક્તિભાવથી એમનો મહિમા ગાવામાં આવ્યો છે. જૈન સાહિત્યમાં મધ્યકાલીન ગીતોની રચના મોટી સંખ્યામાં છે. ગીત કાવ્યના નમૂનારૂપે સીમંધર સ્વામી ભાસની રચના ભાવવાહી છે. સામાન્ય રીતે છેલ્લી કડીમાં કવિના નામનો ઉલ્લેખ હોય છે. આ માસમાં ભાસની મધ્યમાં “આજ ઉદયવંત પ્રભુ પંક્તિને આધારે કવિનું નામ ઉદયવંત સમજાય છે. સંદર્ભસૂચિ: ૧. જૈન ગુર્જ. કવિ પા. ૧૧પપ જૈન ગુર્જ. કવિ પા. ૧/૧૦૫ જૈન ગુર્જ. કવિ પા. ૧/૧૩૮ ૪. જૈન ગુર્જ. કવિ પા. ૧૩૧૯ સઝાય સંગ્રહ જૈન ગુર્જ. કવિ પા. ૧/૩૧૭ પા. ૨૨૪૩ ૮. જૈન ગુર્જ. કવિ પા. ૩/૫ જૈન ગુર્જ, કવિ પા. ૩/૬ ૧૦, જૈન ગુર્જ. કવિ પા. ૪/૧૩૨ ૧૧. જૈન ગુર્જ. કવિ પા. ૪૨૦૭ ૧૨. જૈન ગુર્જ. કવિ પા.૪/૩૮૧ ૧૩. જૈન ગુર્જ. કવિ પા. ૪/૪૦૪ ૧૪. જૈન ગુર્જ. કવિ પા. ૫૪૨ ૧૫. જૈન ગુર્જ. કવિ પા. ૫/૭૦ ૧૬. જૈન ગુર્જ. કવિ પા. પ/૧૧૪ ૧૭. જૈન ગુર્જ. કવિ પા. ૨૧૫ જૈન ગુર્જ. કવિ પા. juo vyo Page #192 -------------------------------------------------------------------------- ________________ કવિ સમયસુંદરનાં ભાસ કાવ્યોનો પરિચય જૈન સાહિત્યમાં ભક્તિ માર્ગની વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ સર્જાઈ છે તેમાં ૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા ખરતરગચ્છના કવિ સમયસુંદરની આ પ્રકારની કૃતિઓ ભાસ-સ્તવન-ગીત-સજઝાય, ખ્યાલ, પદ અને તર્જ પ્રસિદ્ધ છે. ભાસ રાજસ્થાની છંદ છે. કંડખા છંદનું માળાન્તર છે. ભાસની રચના જૈન કાવ્ય પ્રકારના વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે. ભાસ' નો અર્થ પ્રકાશ, ઝાંખી, આભાસ, પ્રકાશ પાડવો, બોલવું અથવા કહેવું થાય છે. સાહિત્યની દૃષ્ટિએ શબ્દોના માધ્યમ દ્વારા કહેવાનો અર્થ સમજવાનો છે. જૈન સાહિત્યમાં ભાસ રચનાઓથી મુનિજીવન, સતીઓના જીવનની યશગાથા, આચાર્યોના જીવનના પ્રસંગો, ગુરુમહિમા વગેરે વિષયોની પ્રાપ્તિ થાય છે. “ભાસ' લઘુકાવ્ય પ્રકાર છે તેમ છતાં દીર્ઘ રચનાઓ ભાસ' સંજ્ઞાથી પણ રચાઈ છે. કવિ સમયસુંદરની ભાસ કૃતિઓ વિશેષ રીતે ભક્તિમાર્ગનું અનુસંધાન કરે છે. કવિ સમયસુંદરની ભાત રચનાઓનો સંગ્રહ “ભાસ શતકમ્ નામથી સં. ૧૬૯૭માં પ્રગટ થયો છે. “કુસુમાંજલિ' ભા. ૧ માં કવિની વિવિધ ભાસ રચનાઓનો સંચય થયો છે. | વિનયસાગર મહામહોપાધ્યાય કુસુમાંજલિ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવે છે કે કવિ સમયસુંદરે લોકોને કાવ્ય માટે આકર્ષણ થાય તે માટે ગેય કાવ્ય પદ્ધતિનો આશ્રય લીધો હતો. ગેયતા સિદ્ધ કરવા માટે કવિએ પ્રસિદ્ધ દેશીઓ, ખ્યાલ, તર્જનો પ્રયોગ કર્યો હતો. આ પ્રકારનાં કાર્યો આમ જનતા સુધી પહોંચીને હૃદયસ્પર્શી બન્યા છે. સંગીત શાસ્ત્રમાં છ (૬) મુખ્ય રાગ અને ૩૬ રાગ-રાગિણીનો ઉલ્લેખ મળે છે. રાગના ભેદની સાથે પ્રાંતીય ભાષામાં તેનું વૈવિધ્ય જોવા મળે છે. કાવ્યની ગેયતામાં સંગીત શાસ્ત્રના રાગ વૈવિધ્યનો પણ પ્રભાવ નોંધપાત્ર સ્થાન ધરાવે Page #193 -------------------------------------------------------------------------- ________________ સમયસુંદરની ભાસ રચનાઓ લઘુપદ્યખંડ જેવી છે. કવિએ આ રચનાઓમાં ગીતમ્ શબ્દ પ્રયોગ કરીને કાવ્યની ગેયતાનું મહત્વ દર્શાવ્યું છે. (ભાસગીતમ્). સમયસુંદરની ઉપલબ્ધ ખાસ રચનાઓ ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન કરે છે. કવિહૃદયમાં રહેલી પ્રભુભક્તિ અને ગુરુભક્તિને ‘ભાસ દ્વારા પ્રગટ કરવામાં આવી છે. કવિની ભાત રચનાઓનો પરિચય નીચે પ્રમાણે કવિને પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે અપૂર્વશ્રદ્ધા અને ભક્તિ છે. ચિંતામણી પાર્શ્વનાથ દેવકી પાટણ મંડન પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, ફલોધિપાર્શ્વનાથ, ભાભા અને ભીડભંજન પાર્શ્વનાથ, શંખેશ્વર અને શેરીસા પાર્શ્વનાથ, કંસારી અને ખંભાયત (સ્થંભન) પાર્શ્વનાથ અને ગોડીજી પાર્શ્વનાથ નામના ભાસની કૃતિઓ રચી છે. આ કૃતિઓમાં ભક્તિની સાથે કવિ હૃદયની પ્રભુ પ્રત્યેની આત્મીય ભાવનાનો પરિચય થાય છે. ૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભાસ: ચિંતામણિ મ્હારી ચિંતા ચૂરિ, પારસનાથ મુઝ વાંછિત પૂરિ./૧ જાગતઉ દેવ તૂ હાજિર હજારિ, દુઃખ દોહગ અલગ કરિ દૂરિ. //રા ૨. અજાહરા પાર્શ્વનાથ : આવઉ દેવ જુહારઉ અજાહર પાસ પૂરઈ મનની આસ. તીરથ માંહિ મોટી રે, ત્રિભુવન માંહિ, જાગતી મહિમા જાસ. રા ૩. દેવકા પાર્શ્વનાથ જાત્ર કરણ સંઘ આવઈ ઘણા સનાત્ર કરઈ જિનવર તણા. દઉલિત આવઈ દાદઉપાસ, સમયસુંદર પ્રભુ લીલ વિલાસ. //// ભાસ” રચનામાં ભક્તની આંતરભાવનાનું દર્શન થાય છે. દુઃખ દૂર થાય, પ્રભુનો મહિમા ગાવાની ભાવના પ્રગટ થાય. અંતરની અભિલાષા પૂર્ણ થાય, પ્રભુપૂજા-ભક્તિ-યાત્રા-સ્નાત્ર દ્વારા ભક્તિમાં તલ્લીનતા સધાય જેવા વિચારો મિતાક્ષરી શૈલીમાં પ્રગટ થયા છે. આ રચનાઓ ભાસ નામની છે પણ (૧૭) Page #194 -------------------------------------------------------------------------- ________________ પદ સમાન સ્થાન ધરાવે છે. કવિએ તીર્થ અને તીર્થના મૂળનાયક ભગવાનના વિષયને લગતી ભાસ કૃતિઓ રચી છે. નાદુલાઈ મંડન નેમનાથ, પુરિમતાલ મંડન આદિનાથ, શત્રુંજય મંડન આદિનાથ, શૌરિપુરી મંડન નેમિનાથ, વગેરે કૃતિઓ રચી છે. નમૂનારૂપે શત્રુંજય આદિનાથની પંક્તિઓ જોઈએ તો તેમાં શત્રુંજયનો મહિમા ગાવામાં આવ્યો છે. ૪. ચાલઉ સખિ રે શેત્રુંજ જઈવઈ રે, તિહાં ભેટીઈ રિષભ જિર્ણદઈ રે. નરગ તુલંચ ગતિ રૂંધાયઈર, મુઝ મતિ અતિ પરમાનંદ ૧ તેવીસ તીર્થંકર સમોસર્યા રે, ઈણ મુગતિ નિલઈ નિરકંખ રે, પાંચ પાંડવ શિવ ગયા રે, ઈમ મુનિવ કોડિ અસંખ રે. //૪l. ગિરનાર તીર્થ વિશે કવિના શબ્દો છે. દૂર થકી મોરી વંદણા, જાણે ક્યો જિનરાય. નેમિજી, ઉમાહિઉ કરિ આવિયઉં, પણિ કોઈ અંતરાય. નેમિજી. તૂ સમરથ ત્રિભુવન ધણી અંતરાય સવિ મેટી-નેમિજી, સમયસુંદર કહઈ નેમિજી, વેગી દેજ્યો ભેટિ. નેમિજી. નેમનાથ ભગવાનનો વિશેષણયુક્ત ઉલ્લેખ કરીને પ્રભુને ભેટવાની ભાવના વ્યક્ત કરી છે. અષ્ટાપદ તીર્થ ભાસમાં અષ્ટાપદ પર નિર્વાણ પામેલા આદીશ્વર ભગવાન, ભરત મહારાજાએ ૨૪ જિનેશ્વરોની પ્રતિમાના મંદિરની કરેલી સ્થાપના, તીર્થની આશાતનાના રક્ષણ માટે ખાઈ બનાવી અને યોજન પ્રમાણ આઠ પદ (પગથિયાં) બનાવ્યાં. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિથી અષ્ટાપદ આરોહણ કર્યું વગેરે ઐતિહાસિક માહિતી દ્વારા તીર્થપરિચય કરાવ્યો છે. કવિના રાગ વૈવિધ્યના નમૂનારૂપ અહીં મેરે લાલ દેશીનો પ્રયોગ કર્યો છે. ૬. મારું મન અષ્ટાપદ શું મોહ્યું? ફટિત રતન અભિરામ.મેરે લાલ... (૧૭પ) Page #195 -------------------------------------------------------------------------- ________________ ભરતેસર જિહાં ભવન કરાયઉં, કીધું ઉત્તમ કામ. મેરે લાલ... II૧il સુરનર કિન્નર નઈ વિદ્યાધર સેવા સારઈ અમ. મેરે લાલ રૂા. તે અષ્ટાપદને પણ નિરખી, સીધા વાંછિત કાજ. મેરે લાલ... સમયસુંદર કહે ધન્ન દિવસ તે, તિહાં ભેટું જિનરાજ. મેરે લાલ ૬ll કવિએ તીર્થ ભાસમાં એક એક કડીમાં શત્રુંજય, ગિરનાર, આબુ, રાણકપુર અને ફલોધિ પાર્શ્વનાથનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. ગહુલીના રાહથી ભાસની રચના કરે છે. ૭. સખિ ચાલઉરે, ચાલઉરે, હે ચતુર સુજાણ, ભાઈ રે આપે ભાવઈ – તીરથ ભેટસ્યા. સખિ વાસ હે સખિ વાસ કે ગઢ ગિરનારિ ઉંચા હે આપે ઉંચા હે ટુંક નિહાલ રૂપ, સખિ નમિસ્યા હે નમિસ્યાં નેમિનિણંદ પશિ પગિ કે આપે પગિપગિ પાપ વખાલસ્યા. / રા કવિની પ્રાસયુક્ત રચનાથી લયબદ્ધ ભાસ હૃદયસ્પર્શી અને ભાવવાહી બનીને ગીત કાવ્યનો અનેરો આસ્વાદ કરાવે છે. કવિએ ઉપરોક્ત ભાસ ઉપરાંત ચંદ્રપ્રભ સ્વામી, ચોવીશ તીર્થકર, વિમલનાથ, ભાસની રચના કરી છે. સમયસુંદરની “ભાસ” રચનાઓ આ કાવ્ય પ્રકારના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. આ અલ્પ પરિચિત કાવ્ય પ્રકારની માહિતી સમય સુંદરની જ સિદ્ધિ નથી પણ સમગ્ર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની નવીનતાનું દર્શન કરાવે છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં ભાસ વિશે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકશે. (પા. ૩૩) જૈન સાહિત્યની ભક્તિ પ્રધાન કૃતિઓમાં નવી ભાત પાડતી ભાસ ની સમૃદ્ધિનો પરિચય આમ જનતાને ભક્તિમાર્ગમાં રસિકતાનો અનુભવ કરવા માટે પ્રેરક નીવડે તેમ છે. નમૂના રૂપે ભાસ કાવ્યો પ્રગટ કરવામાં આવ્યા છે. ૧૭૬) Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧. નલાલ પાર્શ્વનાથ ભાસ: પદ્માવતી સિર ઉપરિ પારસનાથ પ્રતિમા સોહઈ રે, નગર નલાલઈ નિરખતાં, નર નારીના મન મોહઈ રે. ૧ મુંદરા માંહિ અતિ ભલી મહાવીર પ્રતિમા માંડી રે, ભગતિ કરઉ ભગવંતની મોક્ષ મારગ નીએ દાંડી રે. રા. લોક જાયઈ યાત્રા ઘણા પદ્માવતી પરતાં પૂરઈ રે, સમયસુંદર કહઈ જિનબેઉતે આરતિ ચિંતા ચૂરઈરે. ૩l (પા. ૧૭૦) ૨. ચિંતામણી પાર્શ્વનાથ ભાસઃ ચિંતામણિ હારી ચિંતા ચૂરિ, પારસનાથ મુક્ત વંછિત પૂરિાની જાગતઉ દેવ તૂ હાજર હજૂરિ, દુ:ખ દોહગ અગલાં કરિ દૂરિ..રા સદા જુહારું ઉતંગઈ સૂરિ સમયસુંદર કહઈ કરિ તૂ પડરિ. //all ૩. શત્રુંજય મંડણ ભાસ: સામી વિમલાચલ શિણગારજી, એક વિનતડી અવધાર જી, સરણાગત નઈ સાંધાર જી મુક્ત આવાગમણ નિવારી જી. //l. સામી એ સંસાર અસાર જી, બહુ દુ:ખ તણઉ ભંડાર છે, તિણ મઈ નહીં સુખ લગારજી, હું ભમ્યઉ અનંતીવાર જી. /રા ચિંતામણિ જેમ ઉદાર જી, માનવભવ પામ્યઉ સાર છે, ન ધરયઉ જિન ધર્મ વિચાર જી, ગયઉ આલિ તેણ પ્રકાર જી. //૩ી. મુક્ત નઈ દિવ તૂ આધાર જી, તુલ્ક સમઉ નહિ કોય સંસાર જી, તોરી જાઉં હું બલિહાર જી, કરુણા કરિ પાર ઉતારિ જી. ૪ો. આજ સફલ થયઉ અવતાર જી, ભેટઉ પ્રભુ હરખ અપાર છે, મરુદેવી માત મલ્હાર જી, સમયસુંદર નઈ સુખકાર જી. //પા (૧૭૭) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૪. સોરીમંડણ ભાસઃ સૌરીપુર જાત્રા કરી પ્રભુ તેરી જન્મ કલ્યાણ ભૂમિકા ફરસી મન આસ્થા ફલી મેરી. //// ધન ધ્યાવક નેમિજિઈ જનમે, ધન ખેલણ કી સેરી, જરા સંઘ વિરતાવ વસાવી દ્વારિકા નગરી નવેરી. રા/ નેમિ અનિ રહનેમિ સહોદર મૂરતિ રાજુલ કેરી, ભાવ ભગતિ રિકરી માંહિ ભેટી જિન પ્રતિમા બહુતેરી. ૩ જાત્ર રાવત હમ બઈઠ જમુના જલકી બેરી, સમય સુંદર કહઈ અઠ નેમીસર રાખિ સંસારકી ફેરી. //૪ો. પ. કંસારી ત્રંબાવતી પાર્શ્વનાથ ભાસઃ ચાલી સખી ચિત ચાહસું –બાવતી નગરી તથિ રે, કંસારી કેરઉ જાગતઉ, તીરથ છઈ જેથિ રે. //// ભીડભંજન સામી ભેટિયઉ સખી પ્રહ ઉગમતઈ સૂરિ રે, પારસનાથ ભેટિયઈ દુઃખ દોહગ જાયઈ દૂરિ રે. રા/ સખિ આરતિ ચિંતા અપહરઈ વિછરયા વાઘેંસર મેલઈ રે, રોગ સોગ ગમાઈ, કીનર દુસમિણ નઈ ઠેલહઈ રે. IIall સખિ સ્નાત્ર કીધાં સુખ સંપજઈ, ગુણ ગાતાં લાભ અનંત રે, સમય સુંદર કહઈ સુણઉભય ભંજણ શ્રી ભગવંતરે.ll૪ (પા. ૧૬૦) ૬. શ્રી પુરિમતાલમંડણ - આદિનાથ ભાસઃ ભરત નઈ ઘઈ ઓલંભડા રે, મરુદેવી અનેક પ્રકાર રે, મ્હારઉ બાલુયલા બાલુડઉનયણિ દિખાડિ રે, મ્હારઉનાન્ડડિયા આંકણી ! ૧૭૮) Page #198 -------------------------------------------------------------------------- ________________ તું સુખ લીલા ભોગવઈ રે, ઋષભ ની ન કરઈ સાર રે. ૧/ પુરિમતાલ સમોસર્યા રે, ઋષભ જી ત્રિભુવન રાય રે, ભરત કેયર સુ પરિવરી રે, મરુદેવી વાંદણા જાય રે. રાઈ ઋદ્ધિ દેખી મન ચીંતવઈ રે, એક પખઉ હાર રાગ રે, રાત દિવસ હૂંઝૂરતીરે ઋષભનું મન નીરાગ રે.//૩ પુત્ર પહિલી મુગતિ ગયી રે, શિવવધૂ જોવા કાજ રે, સમયસુંદર સુપ્રસન્ન સદા રે આદીસર જિનરાજ રે. llઝા (પા. ૮૧) ૭. શ્રી દ્રૌપદી ભાસઃ પાંચ ભરતારી નારી દ્રુપદી રે, તઉ પણિ સત્તીય કહાય રે, નારી નિયાણ કીધું ભોગવઈ રે, કરમ તણી ગતિ કાઈ રે..૧ યુધિષ્ઠિર નઈ પાસઈ હુંતી રે, દેવતા આણી દીઘ રે, પદમના ભાઈ ઘણું પ્રારથી રે, પણિ સત સાહસ કી ધરે. રા છમ્માસ સીમ આંબિલ કિયા રે, રાખ્યું સીલ રતન્ન રે, પાછી આણી બલિ પાંડવે રે, પણિ શ્રી કૃષ્ણ જતન્ન રે. .lal સીલ પાલી સંજમલિયઉરે, પાંચમઈ ગઈ દેવલોકિ રે, મહાવિદેહ મઈ સીમ્ફર્ચાઈ રે, સીલ થકી સહુ થોકરે. ll૪ll દ્રુપદ રાય તણી તણયા રે, પાંચ પાંડવની નારિ રે, સમય સુંદર કહઈ દ્રુપદી રે, પહુતી ભવ તણઈ પારિ રે../પા (પા. ૩૪૨) સંદર્ભ સૂચિઃ ૧. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૭૧ ૨. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૧૭૨ ૩. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૭૭ ૪. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૩૦ ૫. કુસુમાંજલિ ભાગ – ૧, પા. ૧૧૦ ૬. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૬૧ ૭. કુસુમાંજલિ ભાગ - ૧, પા. ૧૪૪ (૧૭૯) Page #199 -------------------------------------------------------------------------- ________________ –૧૫. હુંડી - જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં નવી ભાત પાડતી રચના “હુંડી' ની છે. વ્યવહાર – વેપાર ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં “હુંડી' શબ્દપ્રયોગ થાય છે. મુખ્યત્વે નાણાંનો વ્યવસાય કરનાર ‘શ્રોફ” દ્વારા હુંડીનું ચલણ હતું. બેંકના અસ્તિત્વથી હુંડીનો ઉપયોગ થતો નથી. અંગ્રેજીમાં તેને Bill of Exchange નાણાંકીય વિનિમય પત્ર કહેવામાં આવે છે. “હુંડી' કાવ્યના સંદર્ભમાં કેવળીભાષિત વચનનો સમર્થન કરીને અન્ય મતવાળાને તેનો સ્વીકાર કરવા માટેનો અનુરોધ કરવામાં આવે છે. હુંડીમાં જિનમત – જિનવાણીનું સમર્થન કરીને કેવળી ભાષિત વચન પ્રગટ કરવામાં આવે છે. મુખ્યત્વે સ્થાનકવાસી અને દિગંબર મતવાળાને હુંડીના વિચારો વિચારવા યોગ્ય છે એમ પ્રાપ્ત હુંડીને આધારે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન ક્ષેત્રમાં મતભેદ હોય એ સ્વાભાવિક છે તેમ છતાં જિનેશ્વર દેવની વાણીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. આવાં જિનવચનનો સ્વીકાર કરીને ભવ્યાત્માઓ આરાધના દ્વારા આત્માનું કલ્યાણ કરે છે. દૃષ્ટાંતરૂપે યશોવિજયજી ઉપા. ખરતરગચ્છના મુનિ શાંતિવર્ષ અને અંચલગચ્છના ગજલાભ ગણિ અને મૂલા ઋષિની હુંડીઓનો પરિચય આપવામાં આવ્યો છે. ૧. મહાવીર હુંડી (સ્તવન) યશોવિજયજી ઉપા. આ કાવ્યરચના મૂળભૂત સ્તવનરૂપે પ્રગટ થઈ છે પણ તેના અંતર્ગત વિચારોને અનુલક્ષીને હુંડી-વીનતી શબ્દ પ્રયોગ થયો છે. કવિએ હુંડી સ્તવનની રચના સં. ૧૭૩૩માં ૧૫૦ ગાથામાં કરી છે. આરંભમાં વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે તે નીચે મુજબ છે. પ્રણમી શ્રી ગુરૂના પયપંકજ, પણશુ વીર નિણંદ, (૧૮) Page #200 -------------------------------------------------------------------------- ________________ E 7 ઠવણ નિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી બહું પ્રારંરે. જિનજી તુજ–ાણા શિરવહીણ, તુજશા સનનય શુદ્ધયરુપણ ગુણથી શિવસુખ બહિણરે. હુંડી એટલી વીનતી. વેપાર ધંધામાં નાણાંકીય વ્યવહારમાં હુંડીનું ચલણ હતું. કવિએ ઢંઢક મતવાળાને સ્તવનની હુંડી દ્વારા વિતરાગની વાણી-આગમ ગ્રંથોનું જે જ્ઞાન છે તેનો આધાર દર્શાવીને પ્રતિમા સ્થાપના પૂજાનો અધિકાર શારામ સંમત છે એમ જણાવ્યું છે એટલે આ સ્તવનરૂપ હુંડી ઢંઢક મતવાળાએ સ્વીકારવી જોઈએ એમ સમજાય છે. સત્યવિચાર ગ્રહણ કરવાથી આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય છે. હુંડીનો પર્યાયવાચી શબ્દ વિનંતીને લીધે ભક્તો પ્રભુને વીનતી કરીને ઉદ્ધારની ભાવના વ્યક્ત કરે છે એટલે આ પ્રકારની પ્રતિમા પૂજન દ્વારા મૂર્તિપૂજા) ના મતનું સમર્થન કરવા માટે આગમના ગ્રંથોનો સંદર્ભ આપીને ઢંઢક મતના સંશયોનો પ્રતિકાર કરવામાં આવ્યો છે. મૂર્તિપૂજા એ કોઈ ફળદ્રુપ ભેજાની કલ્પના નથી પણ પ્રભુ ભક્તિના પ્રકાર માટેની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે. કવિના શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. કોઈ કહે જિન પૂજાતાજી | જે પટકાય આરંભ | તે કેમ શ્રાવક આચરેજી | સમકિતમાં થિરથંભ | સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ / ટેકાના અર્થ : કોઈ કહે જિન પૂજતાં કે કોઈક તો ઢુંઢીયા એમ કહે જે પરમેશ્વરની પૂજા કરતાં થતાં જે પટકાય આરંભ કે તન કાયની જે હિંસા થાય તે તો કે તે પૂજા કેમ શ્રાવક આચરે કે શ્રાવક ષટું કરે? સમકિતમાં થિરથંભ કે સમકિત દઢ બને તે શ્રાવક સકાયની હિંસાનો હેતુ જે જિનપૂજા તે ધર્મવાસ્તે કેમ કરે ઈતિ પ્રથમ ગાથાર્થ સુખદાયક કે હે સુખદાયક સુખના દેણહાર તોરી આણા કે તમારી આજ્ઞા તે મુજ સુપ્રમાણ કે મહારે પ્રમાણ રે અથવા પ્રભુજી સ્તવના તો કરે જ જે માટે પ્રભુને કહે રે જે સુખદાઈ જે તમારી આજ્ઞા તે મારે પ્રમાણ તે એટલે એ ભાવ જે તમારી આજ્ઞા તે પ્રમાણે તે પણ કુયુક્તિ કરવી તે પ્રમાણે નથી. (૧૮૧) Page #201 -------------------------------------------------------------------------- ________________ તેહને કહીએ જતના ભક્તિા કિરિયામાં નહીં દોષ | પડિકમણે મુનિદાનવિહારે II નહીં તો હોય તસ પોષ સુI અર્થ તેહને કહીએ કે જે પૂજામાં હિંસા બતાવે તે તેમને કહીએ શું કહીએ? તે કહેવું જતના ભક્તિ કે એક જતના બીજી ભક્તિ કરિયામાં કે જે ક્રિયામાં હોય એટલે જે ક્રિયામાં જતના તથા ભક્તિ હોય નહીં દોષકે. તે ક્રિયામાં દોષ નથી તથા કદાચિત તેહમાં પણ હિંસા કહીને દોષ દેરવાડીએ તો પડિક્કમણે પડિકમણામાં મુનિ દાન કે મુનિને દાન દેતાં વિહાર કે મુનિને વિહાર કરતાં નહીં તો કે જીતના ભક્તિએ પણ કરતાં દોષ કહીએ તો હોય તસ પોષકે તે પ્રતિક્રમણ પ્રમુખમાં પણ હિંસાની પુષ્ટિ થાશે એટલે એ એ ભાવ જે પ્રતિક્રમણ કરતાં ઉઠ બેસ કરતાં વાયુકાય હણાય મુનિ દાનમાં પણ ઉન્હી બીક નીકજે. તથા દાન દેવા ઉનતાં પણ જીવઘાત થાય વલી મુનિને વિહાર કરતાં પણ પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ વલી ત્રસ બેઈંદ્રિયાકનો પણ ઘાત થાય તે માટે એ પણ ન કરવાં એમ કહેવું પડશે તે માટે જતના ભક્તિ ક્રિયામાં દોષ નથી. આસ્તવનમાં શુદ્ધ તાત્ત્વિક વિચારોનો સમન્વય સધાયો છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ કોટિની રચના તરીકે સ્થાન ધરાવે છે. કવિએ ઢંઢક મતવાળા વિચારોનો પ્રતિકાર કરીને આગમના પાઠ આધાર સાક્ષી તરીકે વિચારો દર્શાવીને સત્ય દર્શન કરાવ્યું છે. યશોવિજય ઉપા-ની આ જ્ઞાન ગર્ભિત વીર સ્તવના ઉત્તમ કૃતિ ગણીએ તેની સાથે ચતુર્વિધ સંઘને પણ આગમસાક્ષીએ સત્ય સમજાવીને ધર્મશ્રદ્ધા દઢ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે તેવી છે. આ સ્તવનના વિચારો ગુરુગમ વગર આત્મસાત્ થઈ શકે તેમ નથી એટલે આત્માર્થી જનોએ આગમની વાણી સમજવા માટે ગુરુની નિશ્રામાં પુરૂષાર્થ કરવો ઈષ્ટ છે એમ કવિએ જણાવ્યું છે. અહીં હુંડી શબ્દનું અર્થઘટન ઢંઢક મતવાદી જિનવાણી-જિનાગમરૂપી હુંડી સ્વીકારી આત્માનું કલ્યાણ કરે એમ સમજવાનું છે. મહાવીર હુંડી બાલાવબોધની રચના કવિ પદ્મવિજયજીએ સં. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૯માં કરી છે. હુંડીના મૂળ કર્તા યશોવિજયજી ઉપા. છે. (૬-૭૦) આ રચનાના ઢેઢક મત ખંડન દ્વારા પ્રતિમાસ્થાપના વિચાર વિશે શાસ્ત્રીય પ્રશ્નોત્તરની માહિતી પ્રાપ્ત થાય છે. ૨. જિન પ્રતિમા દઢીકરણ હુંડી ખરતરગચ્છના શાંતિષ મુનિના શિષ્ય જિનહર્ષની રચના જિનપ્રતિમા દઢીકરણ હુંડી અથવા રાસની રચના ૬૭ ગાથા પ્રમાણ સં. ૧૭૨૫માં કરી છે. તેમાં મુખ્યત્વે જિનપ્રતિમાપૂજન વિશેના શાસ્ત્રીય આધાર દર્શાવવામાં આવ્યા છે અને જિનપ્રતિમાપૂજનના વિચારોનું સમર્થન કર્યું છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છેઃ આદિસુઅદેવી હિયડેધરી સદગુરૂ વયણ રયણ ચિતધારકે રાસભણું રળિયામણો સૂત્ર જિનપ્રતિમા અધિકાર કે. કુમતિ કદાગ્રહ પરિહરો મન હઠ મકરો મૂઢગિમારકે હથ મિથ્યાત વખાણીયે મિથ્યાતે વાઘે સંભાર કે. અંત: મુજ મન જિનપ્રતિમા રમી જિનપ્રતિમા માહરે આધાર મેં સદ્ધહણા મુઝ એહવી જિનવર જિનપ્રતિમા આકારમેં સતરેસે પચવીસે સમેં હિમરતસીલત મૃગશિર માસÁ રાસકીયો રળિયામણો જિનવર નમતાં લીલવિલાસ મેં શ્રી ખરતરગચ્છ ગહગë શ્રી જિનચંદ સૂરીસ મહંત મેં વાચક શ્રી સોમગણિ તણે સુપસાર્યે જિનહર્ષ કહેત કે. ૩. જિનાજ્ઞા હુંડી અથવા અંચલગચ્છની હુંડી સોળમી સદીના અંચલગચ્છના મુનિ ગજલાભની ઉપરોક્ત હુંડી રચના પ્રાપ્ત થાય છે. જિનશાસનમાં “આજ્ઞા એ મહાન ધર્મ છે એ સૂત્ર સર્વપ્રથમ (૧૮૩) Page #203 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે. મન્ડજિણાણની સઝાયમાં શ્રાવકનાં કૃત્યોની માહિતીના સંદર્ભમાં સર્વપ્રથમ જિનાજ્ઞાપાલન છે. જિનાજ્ઞાપાલન એ જૈનનું પ્રથમ લક્ષણ છે. અત્રે અંચલગચ્છની હુંડી તે ગચ્છના સંદર્ભમાં જિનાજ્ઞાપાલનની માહિતી પ્રાપ્ત થાય શ્રી જિનાજ્ઞા વિધિપક્ષ (અંચલ) ગચ્છની હુંડી ઢાળ પહેલી સિરોહી મુખમંડણો જી રે, ભેટ્યો આદિ નિણંદ; તુમ દરશન દેખી કરી જી રે, પામ્યો પરમાનંદ રે. જીવડા, આરાધો જિન આણ. ૧ આણ વિના જીવ અતિ રૂલ્યોજી, મેલ્યું મતનું માણ રે. જીવડા... ૨ અરિહંત દેવ, ગુરુ સાધુજી રે, કેવળી ભાષિત ધર્મ; ત્રિણ તત્ત્વ સુદ્ધાં ધરો જી, સુણજો તેહનો મર્મરે. જીવડા... ૩ જિન પ્રતિમા સૂત્રે કહી જી રે, નિક્ષેપે ચિહું જાણ; ઠવણસચ્ચા તે થાપના જી, તેહની ભ્રાંતિ મ આણ રે. જીવડા... ૪ સાતમે અંગે સમું જુઓ જી, આનંદને અધિકાર; વંદી અંબડ શ્રાવકે જી, ઉવવાઈ સૂત્ર મજાર રે. જીવડા... ૫ શરણ કરીને ઉતપને જી, સોહમ, અસુર કુમાર; તિહાં જિનપ્રતિમા નિ પરે જી, શણાગત સાધારરે. જીવડા... ૬ જંઘાહર વિદ્યાહરુ જી, ચેત્યે વંદન જાય; ભગવતી સૂત્ર ભાખીયો જી, ઉત્થાપી તે કાંઈ રે. જીવડા... ૭ દશમે અંગે પ્રતિમા તણો, પ્રગટ વૈયાવચ્ચ જોઈ; ફલ તીર્થંકર ગોત્રનું જી, ઉત્તરાધ્યયને હોય રે. જીવડા... ૮ ૧૮) Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂજા પણ સૂત્રે કહી જી, રાયપસણી ઉવંગ; સત્તરભેદ સોહામણા જી, કરી સૂર્યાભ સુયંગ રે. જીવડા... ૯ જ્ઞાતાધર્મ પૂજા કહી જી, દ્રૌપદીને અધિકાર; વિજયદેવ પ્રમુખ ઘણે જી, પૂજા મોક્ષદ્વાર રે. જીવડા... ૧૦ સિદ્ધારથ રાજા વળી જી, પૂજા સહસ્સ ઠામ, કલ્પસૂત્રે એમ ભાખીઓ જી, ઉત્થાપો શું કામ રે. જીવડા...૧૧ ઈમ સૂત્રે સંદૂહવિ સહી જી, જિનપ્રતિમા વંદનિક; મોક્ષતણાં ફૂલ તેહ કહે દુર્ગતિ લહે નિંદનિક રે. જીવડા..૧૨ દેવતત્ત્વ એણી પરે જી, દાખ્યો સૂત્રધાર; તે ગુરુ સુધાં જાણજો જી, અવર કુગુરુમન ન ધાર રે. જીવડા...૧૩ દેવ અને ગુરુ દોહી કહ્યા છે, ધર્મત અધિકાર; કહે ગજલાભ તમે સુણો જી, સૂત્રતણે અનુસાર રે. જીવડા...૧૪ ઢાળ બીજી (રાગ કેદારો) વીર જિનેશ્વર ભાખીઆ રે, ધર્મના દોય પ્રકાર; યતિ શ્રાવકના જાણજો રે, ઉવવાઈ સૂત્ર મજાર. જીવડા દષ્ટિરાગ સવિ મૂકો...૧ સૂત્ર આધારે ધર્મ આરાધો, ચિંતામણિ કાં ચૂકો રે. જીવડા... ૨ પંચ મહાવ્રત સાધુને રે, શ્રાવકને વ્રત બાર; આપ આપણા સાચવો રે, કિમ કહીએ એક આચાર રે? જીવડા...૩ રજોહરણ ને મુહપતિ રે, લિંગ સાધુનું દાખું; પૂજે શ્રાવક નવિ ધરે જી, મહાનિશીથે ભાખ્યું રે. જીવડા...૪ (૧૮૫) Page #205 -------------------------------------------------------------------------- ________________ દેવ અને ગુરુવંદન વેળા, ઉત્તરાસંગ કહીએ સાચો; આવશ્યક ને પૌષધ વેળા, કાંઈ કરો પંથ કાચો રે. જીવડા...૫ પંથ નહીં વળી સાધુનો રે, માળારોપણ કરો; ઉપધાન નામ લેઈ કરી જી, કાંઈ કરો ભવફેરો રે. જીવડા...૬ દ્રવ્યપૂજા ન હોય સાધુને રે, સૂત્રમાંહે જૂઓ જાચી; સાધુ પ્રતિષ્ઠા નવિ કરે રે, તે શ્રાવક વિધિ સાચી રે. જીવડા...૭ અણસહિત જે કરણી કીજે, તે સુખદાયક દીસે; કહે ગજલાભ મુજ આજ્ઞા ઉપર હરખે હીયડું હસે રે. જીવડા...૮ ઢાળ ત્રીજી (રાગઃ આશાવરી) વીર જિણેસર શ્રીમુખ ભાખે, શ્રાવકનાં વ્રત બાર; નવમું વ્રત સામાયિક કેરું, ઉભયકાળ અધિકાર. સુણો રે સુણો તુમે ભવિયણ પ્રાણી, સાચી જિનવર વાણી રે... ૧ સદ્દણા સવિશુદ્ધિ આણી, કરજો સૂત્રે જાણી રે. સુણો...૨ વારંવાર સામાયિક કરતાં; દશમું મૂલ વ્રત નાશે રે; પંદર દિવસનું માન તેહનું, આવશ્યકચૂર્ણ ભાખી રે. સુણો...૩ આઠમ ચઉદસ પૂનમ અમાવાસ, માસમાસ ચોપરવી રે; મુલગી તિથિ મૂકી કરીને, ક્યાં દીઠી પંચપરવી રે. સુણો...૪ પર્વતિથિ જે પોસહ કીજે, તે ઠામઠામ સૂત્રે સાખી; સઘળા દિવસ કેમ સરખા ગણીએ, ચોપરવી જિને ભાખી રે. સુણો...૫ ચોવિહાર પોસહ જિને ભાખ્યો, આગમ અંગે ઉવંગે; અન્ન ઉદગ લેઈ કાંઈ વિરાધો, તે વંચ્છી આવી ભંગે રે. સુણો...૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ આણસહિત સામાયિક પોષહ, કરતાં સવિ સુખ હોય રે; કહે ગજલાભ ચોખે ચિત્ત પુણજો, રીશસૂમ કરશો કોઈ રે. સુણો...૭ ઢાળ ચોથી (રાગઃ ધનાશ્રી) જંબુદ્વીપ પન્નત્તિ માંહે દોય પખ ભાખ્યા છે; છ તિથિ વરસે પડતી બોલી, છ માસ ઓગણત્રીસા દાખ્યા છે. ૧ ધનધન જિનવર વચન સોહામણો, સગુરુશ્રી સવિ લહીએ જી; મુજ મન એહમતિ ખરી બેઠી, જિનઆજ્ઞા મસ્તક વહીએ જી. ધન...૨ માસ અરધ તે પક્ષ વખાણ્ય, પક્ષ અરધ તે અષ્ટમી છે; ઈણિ પેરે આઠમ પાખી કીજે, કહે કેવળીમતિ સમી જી. ધન...૩ પાખીદિન દશ ન હોવે, આઠમ, પંચ ન ભાખી જી; તેરી, સોલી સૂત્રે ન ભાખી, એમ પ્રતિક્રમણે દાખી જી. ધન...૪ ઉદીક ચઉદસ તે તુમ મૂકી, તેરસ કાં કરો પાખી; થોડી મતિ તમે સઘળી રાખી, સાચી સહણા નાખી છે. ધન...૫ પાંચમે પર્વ પજૂ@ બોલ્યું, જગતમાંહે સહુ જાણે જી; કાલિકસૂરિએ કારણે કીધું, ચોથે સહુ કો વખાણે છે. ધન...૬ આજ કહો કિસ્યું કારણ પડિયું, ઊંડું જૂઓ આલોચીજી; શાશ્વતા વચનને લોપી કરો છો, તે તમે કિસી કરણી જી. ધન...૭ અધિક માસ વળી વીસુ પજૂસણ, કલ્પનિયુક્ત ભાખ્યું છે; વીશ ને પચ્ચાશું મૂકી, એંસીકું ક્યાં દાખ્યું છે. ધન...૮ તે સાચું વળી સૂત્રે નિશૈકીય, જે જિનવર પ્રકાશ્ય જી; ગૌતમ આગળ વીર જિનેશ્વર, ભગવતી સૂત્રે ભાખ્યું છે. ધન...૯ ૧૮૭) Page #207 -------------------------------------------------------------------------- ________________ એહવાં વચન મૂકીને માને, આપ ચાપણી આણા જી; તે કિમ મોક્ષતણાં ફલ પામે, ભવભવ તેણે ફિરણા જી. ધન...૧૦ મુજ મન મતનો નથી કદાગ્રહ, જિનઆજ્ઞા કેરો દાસ જી; કહે ગજલાભ સાચું સદહજો, જિનઆજ્ઞા પૂરે આશ જી. ધન. ૧૧ વીસું પંજોસણ હુંડી અંચલગચ્છ અને ખરતરગચ્છના સંઘવાળા આરાધકો બે શ્રાવણમાસ હોય ત્યારે પ્રતિક્રમણ (ફાગણ માસને ફાગણ માસ ન ગણતાં) ૫૦ દિવસે ચૌમાસી સંવત્સરી કરે છે. જ્યારે તપાગચ્છના સંઘવાળા ૮૦મા દિવસે સંવત્સરી કરે છે. લોક વ્યવહારમાં ફાગણ માસ ગણાય છે. એટલે વીસું પજોસણ હુંડી નામ આપવામાં આવ્યું છે. ૧૭મી સદીની વાચક મુલાની આ રચનાની ભાષા સરળ છે અને હુંડીના વિચારો વ્યક્ત કર્યા છે. વીસું પંજોસણ હુંડી ઢાળ પહેલી (ચતુર ચોમાસું હો સદ્ગુરુ આવિયા - એ દેશી) જિન બંધુ, હે વાસુપૂજ્ય ભાવશું, મન સરસ્વતી માય; આગમ વાણી રે સાચી જાણજો, જે ભાખે જિનરાય. ૧ કુમતિના વાહ્યા રે પ્રાણી બાપડાં, કિમ પામે ભવ પારે? વિધિશું જાણો રે, વિધિ મારગ ખરો, જે તારે સંસાર. વિધિશું...૨ કલ્પસૂત્ર રે બોલે જગગુરુ, સાધુ સમાચારી મજાર; દિન પચ્ચાસે રે પ૨વ પન્નુસણ, સૂત્રે ઘણે સુવિચાર. વિધિશું...૩ નિશીથ ચૂર્ણે રે પચ્ચાસે કહીયું, પ૨વ પજૂસણ જોય; ચોમાસાથી રે જેમ પડિક્કમે, તે વિધિ સૂત્રની હોય. વિધિશું...૪ ૧૮૮ Page #208 -------------------------------------------------------------------------- ________________ આષાડ ચોમાસું રે પૂનમ પડિક્કમી, સુદિ પાંચમ દિન સાર; ભાદ્રવ માસે રે પર્વ પજૂસણ, કીજે સૂત્ર આધાર. વિધિશું...૫ કલ્પચૂર્ણ અરિહંત ઉપદેશે રે, પચ્ચાસ કે ઓગણપચ્ચાસ; ચંદ સંવત્સરે સવિ દાખીઓ, જોજો હૃદય વિમાસ. વિધિશું.... ૬ ઢાળ બીજી (જંબુદ્વીપ પન્નતિ માંહે - એ ચાલ) કલ્પસૂત્રે શ્રી અરિહંતવાણી, અંતરે એવું કીજે જી; આશીરવાદિક કારણ એ કહ્યાં, અધિક માસ તે કહીએ જી. ધન ધન...૧ ધન ધન ભદ્રબાહુ ગુરુ વાણી, સુણજો ભવિયણ પ્રાણીજી; પર્વ પજુસણ વીસું કરીએ, સુધી સહણા આણીજી, ધન ધન...૨ કલ્પ નિયુક્ત સોળમી ગાથા, ચૌદ પૂરવ ધર ભાખે છે; અભિવર્ધિક સંવત્સરે કરવા, વસું પજોસણ દાખે છે. ધન ધન...૩ પાંચ સંવત્સરે યુગ ભણીને, માસ બાસઠ યુગલ કહીએ જી. ધન ધન...૪ સંવત્સર જે માસ વાધે, તે ગ્રીષ્મ માંહીં ગણીએ જી; નહીં કલ્પિત કેહની, કેહની નિશીથ ચૂર્વે ભણીએ જી. ધન ધન...૫ એણી પરે માસ વધે તે જાણી, શ્રીગુરુ પર્વે કરીએ જી; શ્રાવણ સુદ પાંચમી દિન રૂડો, મનુષ્ય જન્મ ફલ લીજે જી. ધન ધન...૬ ઢાળ ત્રીજી (કડવાની દેશી) વડું ભાષ્ય શ્રી કલ્પતરું છે, વીશા કેરું ઠામ જી; અંતરાય વિણ હોય પચાસે, એસીયાનું નહીં નામ જી. જુઓ જુઓ ભવિયણ હૃદય વિચારી. ૧ (૧૮૯) Page #209 -------------------------------------------------------------------------- ________________ જુઓ જુઓ ભવિયણ હૃદય વિચારી, સૂત્ર તણી વિધિ સારી જી; વીસુ પર્વ પજૂસણ કરીએ, દુર્મતિ દૂર નિવારી જી. જુઓ...૨ શ્રાવણે પજુસણ કાર્તિક ચોમાસું દિન સો અંતરે લેવાજી; કલ્પચૂર્ણિ ને કલ્પ નિર્યુક્ત, અક્ષર પ્રગટ કહેવા રે. જુઓ...૩ ભાદ્રવ માસે પર્વ સંવત્સર, સદા નિરંતર કીજે જી; માસ વધે શ્રાવણ પછવાડે, કલ્પ ભાષ્ય હુંડી દીજે જી. જુઓ...૪ સુગુરુ વખાણે વીસું પજૂસણ, નિશીશ ચૂર્ણ નામ જી; એહવું જાણી કરજો ભવિયણ, જો તુમ સૂત્રે કામ જી. જુઓ...૫ ઢાળ ચોથી (ધન સુપન્ન - એ ચાલ) અમ વીસું પજૂસણ કરવાની વિધિ દાખે; એ સદા નિરંતર સૂત્ર સાતની સાખે. ૧ અતિ આનંદ આણી આણી આરાધો જિન આણ; વહતાં સવિ સાધો, પામો શિવપુર ઠાણ. ૨ મિલી દેવો ચોસઠ, એ દિન આવે સાર; અઠ્ઠાઈ મહોત્સવ જીવાભિગમ વિચાર. ૩ વીસું પચ્ચાસું કરવાની વિધિ સાચી; અસ્સીએ દિન કીજે તે વિધિ દીસે કાચી. ૪ પાંચ ભરત, અઈરાવત, પાંચ મહાવિદેહ હેવ; એમ પર્વતણી વિધિ સીમંધર દેવ. ૫ જિન વચન જે માને જાણ શિરોમણિ તેય; ઋષિ મૂલો જંપે સંપત્તિ સુખ પામેય. ૬ ૧૯) Page #210 -------------------------------------------------------------------------- ________________ આઠમ પાખી વિશે ગાથાઓ છઠ્ઠ, ન અઠ્ઠમી તેરસી, સહિયં ન પક્ખિયં હોઈ; પડવે સહિયં કયાવિ ઇય જિણવરિંદેહિ. ૧ પણ૨સમી દિવસે, કાયવ્યું પકિખયં તુ પાયેણ; ચઉદસીસ સહિયં કયાવિ ન હુ તેરસ સોલસમે દિવસે. ૨ અઠ્ઠમી વિહિ ય સાહિયં કાયવ્વા અઠ્ઠમી ય પાયેણ; અહવા સત્તમી ય નવમે, છઢે ન કયાઈંવિ. ૩ પખે સુદ્ધા અક્રમી માસઢે પકિખયું હોઈ; સોલસમે દિવસે પકિખયં ન કાયવ્યું હોઈ યાવિ. ૪ પકિખય પડિકમણાઓ સઠ્ઠી પુહરમ્મિ અઠ્ઠમી હોઈ; તત્થવ પચ્ચખાણ કઠ કરંતિ, પવ્વસુ જિણવયાણં. ૫ જઈયા હો અઠ્ઠમી લગ્ગા, તઈયા હુંતિ પકિખસંધીસું; સદ્દી પુહરંમિ નેયા કરંતિ, તહિં પકિખ-પડિક્કમણં. ૬ ઈત્યાવશ્યચૂર્ણે આષાડે ચ ભાદ્રપદે કાર્તિકે પોષણવ૨, (પૌષધપ૨) ફાલ્ગુને, માધવે (માઘ માસે) ચાતિ રાત્રે નાન્યેસ કર્દિચિત. ૧૮મી સદીના મધ્યકાળના મેઘવિજય ઉપા. ની હુંડી સંજ્ઞાવાળી કૃતિ કુમતિ નિરાકરણ હુંડી સ્તવન ૭૯ ગાથા પ્રમાણ રચનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ હુંડી દિગંબર મતના વિરોધરૂપે લખાઈ છે. સિદ્ધાંત હુંડી ગીતા અજ્ઞાત કવિ કૃત સિદ્ધાંત હુંડી ગીતામાં કેવળીભાષિત જિનવાણીનો ઉલ્લેખ થયો છે. વ્યવહાર જીવનમાં વિશેષ રીતે વેપારમાં હુંડીનું ચલણ હોય છે. હુંડી સ્વીકારીને વ્યક્તિને નાણાં (રક્ષા) મળે છે. ધર્મના વ્યવહારમાં જિનવાણી-જિનાજ્ઞારૂપી હુંડીનો સ્વીકાર કરવાથી આત્માની સમૃદ્ધિ પ્રાપ્ત થાય ૧૯૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ છે એટલે ધર્મની રીતે હુંડી શબ્દ પ્રયોગ ઉચિત લાગે છે. કવિએ ગીતા શબ્દ પ્રયોગ પણ કર્યો છે. જિનવાણી એ ગીતા સ્વરૂપ છે. કેવળી ભાષિત વાણી એ ગીતા નામથી પણ ઓળખાય છે.ગીતામાં જિનવાણી છે. હુંડીમાં જિનવાણીની સ્વીકૃતિ છે એટલે ‘સિદ્ધાંત હુંડી ગીતા’ શીર્ષક યથોચિત છે. હુંડીના મુખ્ય વિચારો નીચે પ્રમાણે છે : કવિએ આરંભમાં ભગવાન બાર પર્ષદા સમક્ષ દેશના આપે છે તેની માહિતી આપી છે. પૂરવ દિશ દાન પંચ વિધ, ભવિક આગલ ઉ૫દિસઈ. ૨ અભય સુપાત્રય દાન સોહામણો એ, દોઈ આપઈ સુખ શિવપદ તણાં. ૩ દીનાનુકંપા ઉચિત કીતિ દાન દિઈસુખ લોગનાં. અથના દુર્બલ દાન દુષ્કૃત પ્રતિઈ અનુકંપા કરિ. અરિહંત અન્ન સુવન્ન કેરું, દાન દીઈ સંવત્સરી. ૪ દાનના પાંચ પ્રકાર બતાવ્યા પછી કુમતિ છોડીને સુમતિથી વિચારી આ હુંડી સ્વીકારવી જોઈએ. કવિના શબ્દો છે : પરિહરી સંગતિ કૂડ કુમતિ તણી, નિસુણી હુંડી સાચી શ્રુત તણી. ૫ કવિએ પ્રાચીન આગમના આધારે હુંડીના વિચારો દર્શાવ્યા છે. ૧૯૨ Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શ્રી આચારાંગઈવલી, લહી સાતમઈ શ્રી અંગ માંહિ. ૬ પ્રગટ પણઈ છેદ આગમ ભણઈ. ૧૨ ઈમ ભણઈ ગણધર છેદ સૂત્ર સકલ ઉપધાનહ તણાં તપ કરીય. વિધિસંઉ સૂત્ર ભણિવા. પ્રતિક્રમણ, ગુરુવંદન, ગુરુનો વિનય અને બહુમાન કરવાં જોઈએ. અનુકંપા દાનને નહિ માનનારા અધમ અને અજ્ઞાની છે. આવો આત્મા ભવભ્રમણની વૃદ્ધિ કરે છે. ઉવવાઈ સૂત્રમાં દાનની રીતિનો ઉલ્લેખ મળે છે. મુનિભગવંતને દાન આપવું જોઈએ. સાધર્મિક ભક્તિ કરવી જોઈએ. ભગવતી સૂત્રમાં તેનો ઉલ્લેખ થયો છે. ઉપધાન તપ કરીને વિધિ સહિત સૂત્રોનો અભ્યાસ ક૨વો જોઈએ તે અંગે કવિના શબ્દો છે : શ્રી ઉપધાનહ વિધિ શ્રાવક તણઈ. જ્ઞાનની આશાતના કરવી નહિ વગેરેની જિનવાણી માહિતી પ્રાપ્ત થાય છે. કવિ જણાવે છે કે ઃ ભૂલી મ ભોલા આપ મતિહિં કરી, શ્રી જિનવાણી માની તત્તિ કરી. ૧૪ આ જિનવચનને માને નહિ અને કુમતિથી આશાતના કરે તે જીવો નરક અને તિર્યંચ ગતિ પામી ભ્રમણ કરે છે. જિનશાસનમાં સર્વ પ્રકારનાં દુઃખોના નિવારણનો ઉપાય જણાવતાં કાવ્યપંક્તિ જોઈએ તો : ૧૯૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ દુખ જેહ થઈ ટલઈ તે શુદ્ધ શ્રી અરિહંત આજ્ઞા પાલના. સુખ સવિ મિલઈ. ૧૫ સિદ્ધાંત હુંડી ગીતાના વિચારોનો સાર જિનાજ્ઞા એ જ સર્વોત્તમ ધર્મ છે. દાનધર્મ અને ઉપધાનનો મહિમા દર્શાવતી હુંડીમાં શ્રાવક ધર્મનું નિરૂપણ થયું છે. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયેલ હસ્તપ્રતને આધારે આ હુંડીની માહિતી પ્રગટ કરવામાં આવી છે. આત્માના કલ્યાણ માટે હુંડીના વિચારોનું અનુસરણ અવશ્ય શાશ્વત સુખદાયક નીવડે છે. સંદર્ભ સૂચીઃ ૧. પ્રકરણ રત્નાકર ભા. ૩, પા. ૩૨ જૈન ગુર્જર કવિઓ ભા. ૬/૭૦ ૨. જૈન ગુર્જર - કવિઓ ભા. ૪૮૮ ૩. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૧ ૪. શ્રી આર્યકલ્યાણ ગૌતમ સ્મૃતિ ગ્રંથ પા. ૨૩૫ ૫. જૈન ગુર્જર કવિઓ ભા.૪/૨૬૦ ૬. હસ્તપ્રતને આધારે માહિતી (કોબા) ૧૯૪ Page #214 -------------------------------------------------------------------------- ________________ T – ૧૬. સ્વાધ્યાય ) જૈન સાહિત્યમાં સઝાય-સ્વાધ્યાય એમ બે સંજ્ઞાવાળી કાવ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે. સજઝાય શબ્દનું મૂળ સંસ્કૃત ભાષાનો સ્વાધ્યાય શબ્દ છે. તે ઉપરથી પ્રાકૃતમાં સજઝાય શબ્દની રચના થઈ છે. સઝાયનો મૂળભૂત અર્થ આત્મા અંગેની સઘન વિચારણા-ચિંતન કરવાના સંદર્ભમાં રહેલો છે. ચતુર્વિધ સંઘની આવશ્યક ક્રિયા પ્રતિક્રમણના અંતે સજઝાય બોલવાની પ્રણાલિકા ચાલે છે. સઝાય તો સાધુની એવી લોકોકિત પણ જનસમાજમાં પ્રચલિત બની છે કારણ કે ત્યાગ અને વૈરાગ્યમય જીવનને સમર્પિત થયેલા સાધુના મુખેથી સઝાયનું શ્રવણ શ્રાવકોના જીવનમાં ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારોનું બીજારોપણ કરે છે. તેમાં વૃદ્ધિ કરે છે અને આસક્તિની ભાવના-માત્રા ઘટાડવાનું કાર્ય કરે છે એટલે સજઝાયની સફળતા સાધુ જીવનના અવનવા પ્રસંગો, ત્યાગ-વૈરાગ્ય અને ધર્મભાવનામાં વૃદ્ધિકારક છે. સઝાય જૈન સાહિત્યનો અનેરો આનંદ છે. જૈન સાહિત્યમાં નાની મોટી સઝાય રચનાઓ એક હજાર કરતાં પણ વિશેષ પ્રાપ્ત થાય છે. તેમાં વિષય વૈવિધ્ય પણ અજબ-ગજબનું છે. જેમ જેમ સજઝાયની પંક્તિઓ-અર્થના વિચારમાં ઊંડા ઊતરીએ તેમ તેમ અદ્ભૂત વૈરાગ્ય રસની અનુભૂતિ થાય છે. પ્રતિક્રમણના અંતે પૌષધમાં પ્રયોજાતી સજઝાયની સાથે સવારનાં રાઈ પ્રતિક્રમણમાં ભરફેસરની સઝાય વિશેષ પ્રચલિત છે. પ્રાચીન જૈન સાહિત્યના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરતાં “સઝાય' સંજ્ઞાવાળી કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે તેની માહિતી નીચે પ્રમાણે છે. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચયમાં શ્રી આણંદવિમલસૂરિ સ્વાધ્યાય, શ્રી તેજરત્નસૂરિ સ્વાધ્યાય, શ્રી સંયમરત્નસૂરિ સ્તુતિ, શ્રીમતી ઉદયચૂલા સ્વાધ્યાય, શ્રી ગુણનિધાનસૂરિ સ્તુતિ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. સજઝાયના પર્યાયરૂપે સ્વાધ્યાય અને સ્તુતિ શબ્દ પ્રયોગ થયો છે. વર્તમાનમાં સક્ઝાયનો જે અર્થ છે તેના મૂળમાં ચરિત્રાત્મક નિરૂપણ - ગુણ વર્ણન કે ગુણગાન દ્વારા Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુરુ મહિમા ગાવાની પ્રણાલિકા સ્થાન ધરાવે છે. ઢાળબદ્ધ સઝાયમાં આ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. તેનું મૂળ આ પ્રકારની કૃતિઓમાં નિહાળી શકાય છે. શિષ્ય-પ્રશિષ્ય અને ભક્તોના કલ્યાણ માટે ગુરુનો મહિમા ગુણગાન અને જીવનનું સ્મરણ મહાન ઉપકારક છે એ વાત સર્વ સામાન્ય રીતે સ્વીકૃત છે અને કલ્યાણમિત્ર સમાન ગુરુના જીવનનું ગુણાનુરાગથી કોઈ પ્રકારની કાવ્ય કૃતિમાં નિરૂપણ થાય તો તે યથાર્થ લેખાશે એટલે “સ્તુતિ' શબ્દ પ્રયોગ પણ ગુરુગુણ ગાવાનો સંદર્ભ પૂરો પાડે છે. આ પ્રકારની કૃતિઓમાં મુખ્યત્વે તો ગુરુના સંયમની આરાધના, તપશ્ચર્યા, શાસન પ્રભાવનાનાં કાર્યો અને ગુરુના જીવનનો પ્રભાવ દર્શાવવામાં આવે છે. એમનું જીવન આત્મા તપ-ત્યાગ અને વૈરાગ્યના ત્રિવેણી સંગમમાં સદાબહાર કાર્યરત હોવાથી અર્વાચીન સજઝાયના ભાવને ચરિતાર્થ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. નમૂનારૂપે સજઝાય પ્રકારની કૃતિઓની માહિતી નીચે પ્રમાણે છે. (૧) શ્રી આણંદવિમલસૂરિ સ્વાધ્યાય : શ્રી આણંદવિમલસૂરિ ૧૬મી સદીના તપગચ્છના પટ્ટધર આચાર્ય, મહાન તપસ્વી અને શાસન પ્રભાવક આચાર્ય હતા. એમના ગુરુ હેમવિમલસૂરિ હતા. કવિએ સ્વાધ્યાયના આરંભની પ્રથમ ગાથામાં સરસ્વતી, ગુરુ ગૌતમ સ્વામીને પ્રણામ કરીને ગુરુ આણંદવિમલસૂરિના ગુણો ગાવાના વિષયનો નિર્દેશ કર્યો છે. ગોયમ ગણહર પ્રણમું પાય, સરસતિ સામિણિ સમરૂં પાયા હું ગાઉં શ્રી તપગચ્છરાય, શ્રી આણંદવિમલસૂરિ પ્રણમું પાય. (૧) દૂસમકાલિં ગુણહાનિધાન, મઈ પામિઉ તું યુગહ પ્રધાન, સુવિહિત મુનિવર કેરુરાય, શ્રી આણંદવિમલસૂરિ પ્રણમું પાય. (૨) (ગા. ૧, પા. ૧૯૩) કવિએ દીક્ષા અને એમની તપશ્ચર્યાની માહિતી આપતાં જણાવ્યું છે કે ૧૯૬) Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉગ્રચારિત્ર નઈ ઉગ્રવિહાર, તે તુહે કીધઉ સુધ્ધ આચાર, વલી ઉગ્ર તપ કીધઉ ઘણઉ, તેહું બોલું ભવીઅણ સુણું. (૬) શ્રી જિનપ્રતિમા આગલિ રહી, પાપ સવે આલોયા સહી સુ(?) એકાસી ઉપવાસ કરી સંયમ કમલા રુડી વરી. (૭) વસ સ્થાનક તપ વસવીસ વાર, ચઉથે કરી તુહે કીધઉ સાર, ઓરિસઈ ચુથ તુહે પૂરા કરિયા, વીસબોલતે મનમાહિ ધરિયા. (૮) વલી સ્થાનક તપ બીજી વાર છઠ્ઠ કરી તુણ્ડ કીધઉ સાર, ઓરિસઈ છઠ્ઠ તે પૂરા કરિયા, વલી વિહરમાન જિન હીઅડઈધર્યા. (૯) (ગા. ૬ થી ૮) પૂજ્યશ્રીના વિહારના સ્થળોની માહિતી જોઈએ તો : ગૂર્જર માલવ વાગડ દેસિ, મેદપાટિ મારુડિ વિદેસિ સોરઠ કાન્હમ દમણનઈ દેસિ, શ્રી પૂજ્ય દીધા ઉપદેશ. (૧૩) ઠામિ ઠામિ તે મહોત્સવે ઘણા, મનોરથ પૂરિયા શ્રી સંઘ તણા, ચઉવિત સંઘ મિલ્યાતે બહુ, ધર્મવંત તે હરખિયા સ. (૧૪) (ગા. ૧૩-૧૪) પૂજયશ્રીનો જન્મ સં. ૧૫૪૭, દીક્ષા સં. ૧૫૭૦, આચાર્ય પદપ્રાપ્તિ સં. ૧૫૮૨ અને નિર્વાણ સં. ૧૫૯૬. ચૌદ વર્ષ સુધી સતત તપની આરાધના કરીને અંત સમયે છઠ્ઠ તપ દ્વારા અતિચારની આલોચના કરીને અનશન દ્વારા સમાધિમરણ થયું હતું. કવિના શબ્દો છે : પન્નર વ્યાસીઈ સાધુ પંથ લિઈ, સંવત છન્નઈ અણસણ કિધ્ધ થ્યારિ શરણ મનમાંહિ ધરી, શ્રી પૂજ્ય પુહુતા દેવનીપુરી. (૧૬) અહમદાવાદ હૂઉ નિર્વાણ, માંડવી મહોચ્છવ અતિહિમંડાણ, ચઉવિહસંઘ ઘણા તપ કરઈ, શ્રી પૂજ્યનામહીઆમાહી વરઈ. (૧૭) Page #217 -------------------------------------------------------------------------- ________________ (ગા. ૧૬ - ૧૭) કાવ્યને અંતે કવિના શબ્દો છે: શ્રી હેમવિમલસૂરિસર રાય વિનય ભાવ પ્રણમી પાય, શ્રી આણંદવિમલસૂરિ કેરૂ સીસ, સંઘ તણી પૂરવું જગીસ. (૧૮) (ગા. ૧૮) કવિ વિનયભાવ વિજયજીએ આ કાવ્યની રચના કરીને ગુરુ ગુણ ગાવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. સંયમ જીવનની પ્રેરણા આત્મ કલ્યાણ માટે મહાન નિમિત્ત છે અને પૂ. ગુરૂદેવની તપશ્ચર્યા તથા સંયમ જીવનનું સ્મરણ એ પણ માનવજીવનમાં સંયમ પ્રત્યેનો સદ્ભાવ અને ભવાંતરમાં સંયમ પ્રાપ્તિની અભિલાષા પ્રગટ કરાવે તેવી અભિવ્યક્તિવાળો સ્વાધ્યાય એ અર્વાચીન કાળની સજઝાયની સાથે પૂર્ણતઃ સામ્ય ધરાવે છે. (૨) તેજરત્નસૂરિ સઝાયઃ ૧૭મી સદીના પ્રારંભકાળમાં અમદાવાદ શહેરના રાજપુર વિસ્તારમાં જન્મેલા તેજપાલ (સંસારી નામ) ભાવરત્નસૂરિના ઉપદેશથી વૈરાગ્ય પામીને એમની પાસે સંવત ૧૬૨૯ના અષાઢ સુદ ૧૦ને દિવસે સિદ્ધિયોગમાં દીક્ષિત થયા હતા. પૂ. ભાવરત્નસૂરિએ સં. ૧૬૩પમાં વૈશાખ સુદ પાંચમ ને દિવસે અંચલગચ્છના ગચ્છાચાર મુજબ આચાર્ય પદવી પ્રદાન કરીને પોતાના પટ્ટધર તરીકે સ્થાપના કરી હતી. આ મંગલમય પ્રસંગે બિરાજના પુત્ર કુંવરજીએ સંપત્તિનો સદ્વ્યય કરીને લાભ લીધો હતો. આ માહિતીનો સમાવેશ તેજરત્નસૂરિ સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે એટલે સજઝાયને અનુરૂપ દીક્ષા અને આચાર્યપદવીની વિગતોવાળી આ લઘુ રચનામાં સંયમ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. નમૂનારૂપે માહિતી નીચેની પંક્તિઓ દ્વારા જાણવા મળે છે. કાવ્યનો આરંભ પરંપરાગત દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિથી કરીને વિષયવસ્તુનો નિર્દેશ કર્યો છે. ૧૯૮) Page #218 -------------------------------------------------------------------------- ________________ સયલ જિસેસર પયનમે વિસરસતિ સમરવિ ગણહર ગોયમસામિનામ નિયચિતિ ધરેવી. (૧) (ગાથા ૧, પા. ૨૧૦) રાજપુરમાં ભાવરત્નસૂરિનું આગમન અને પૂ.શ્રીની અમૃતસમ મધુર વાણીથી વૈરાગ્ય વાસિત થઈને તેજપાલ દીક્ષા અંગીકાર કરે છે. કવિના શબ્દો છે : તાસ કુખિ સરિ રાજહંસ સમહૂઉ કુમાર, નામ નિરુપમ તેજપાલ શુભલક્ષણ સાર સોમગુણે શશિ અવતર્યું તેજિઈ કરી ભાણ વાંદયા ભાવર સૂરિ આગમના જાણ. (૪) અમીય સમાણી વાણિ તામ, સહિ ગુરુની દીઠી, જાણે સાકર-સેલડી દ્રાખહથી મીઠી. કામક્રોધ મદ મોહ માયણ, તેથી મન ભાગુ એહ સંસાર-અસાર જાણિ, ગુરૂ ચલણે લાગુ. (૫) સંવત સોલ ઓગણત્રીસઈ વસીઉ વઈરાગ માસ આષાઢિ દસ મિ દિવસ ચારિત્ર તું લાગ પક્ષ અજૂઆલઈ સોમવારિ ઉત્તમ સિદ્ધિ યોગિઈ ઉચ્છવ સાહુ વાધરે પુન્યનઈ સંયોગિઈ. (૬) (ગા. ૪-૫-૬) દીર્ઘકાવ્યને અંતે “કળશ” રચનાનું અનુસરણ થાય છે એવી મધ્યકાલીન પ્રણાલિકા છે તેમ છતાં લઘુકાવ્ય કૃતિમાં પણ કળશ દ્વારા સમાપ્તિ વચન સમાન અહીં “કળશ” રચનામાં તેજરત્નસૂરિના ગુણોનો ઉલ્લેખ થયો છે. ઈય જણહ મંડણ દુરિય ખંડણ કુમતિ માણ હિંડણો મદ આઠ ગંજણ સભારંજન ગછઅંચલ મંડણો (૧૯૯) Page #219 -------------------------------------------------------------------------- ________________ સોભાગ સુંદર નિત પુરંદર સુરગણે જિમ અલંકરિઉં. તમ જ્ય તેજરત્ન મુનિપતિ, સયણ સંઘ પરિવરિઉ. (૧૧) (કળશ, પા. ૨૧૧) સજઝાય-સ્વાધ્યાય અને સ્તુતિ પ્રકારની રચનાઓમાં સંયમ જીવનનો મહિમા ગાવામાં આવ્યો છે. સ્તુતિ પ્રકારની રચના “સંયમ રત્નસૂરિ'ની પ્રાપ્ત થાય છે. આગમગચ્છના વિનયમરૂસૂરિના શિષ્ય કવિ ધર્મહંસે તેની રચના કરીને સંયમરત્નસૂરિના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવ્યો છે. પૂ. સંયમરત્નસૂરિ અમદાવાદ-સરખેજમાં આગમનચ્છની ગાદી પર બિરાજમાન હતા. આ સ્તુતિ મૂલક ઐતિહાસિક કાવ્ય રચનાનો આરંભ આશાવરી રાગમાં થયો છે. જેમાં સરખેજમાં આવેલી આગમગચ્છની ગાદી તથા નગરની માહિતી પ્રાપ્ત થાય છે. સરસતિ સામિણિ વિનવું, પ્રણમું જિનવર દેવ, હંસવાહન ગજગામિની, સુરનર સારઈ સેવ. (૧) નયર નિરૂપમ રૂઅડું સરખિજ નામ રસાલ, ઘણકણકંચણ નહીં મણા, તિહાં દેહરા પોસાલ. (૨) પટ્ટક્ષેત્ર પુહવિ ભલું, આગમગચ્છ અહિ ઠાંણ, પાટઘણા અહીઈ હવા, સૂરિપદ ચડ્યાં પ્રમાણ. (૩) વિદ્યમાન ગચ્છના નાયકં શ્રી સંયમરત્નસૂરિંદ તાસ તણા ગુણ બોલિમ્યું, વેલિ બંધ આનંદિ. (૪) ક્રિયા સંપ્રતિ જેણિ ઉદ્ધરી, ઉધ્ધર્યા જનમ એક, સૂરિ મંત્ર સાચાહવા, ધનધન તુઝ વિવેક. (૫) (ગા. ૧ થી ૫, પા. ૨૧૨) સં. ૧૫૯૫માં સંયમરત્નસૂરિનો જન્મ થયો હતો અને લઘુ બંધુ ૨૦) Page #220 -------------------------------------------------------------------------- ________________ વિનયમેરૂએ ગચ્છના પટ્ટધર સ્થાપીને વિહાર કર્યો હતો. કવિના શબ્દોમાં ઉપરોક્ત માહિતી જોઈએ તો : ધનધન તુઝ વિવેક નઈં રે, સૂરિરયણ દાતાર, સંયમરતનતઈં આદરઉં રે, ધનધન તુઝ અવતાર. (૬) આરિ પંચમ તુહ છઈં રે, કલિયુગ તુંજ ઘન્ન, સંવત પન્નર પંચાણવઈં રે, પ્રગટિઉં પરૂષ રતન્ન. (૭) લઘુ બંધવ શ્રી વિનયમેરૂ, સૂરિ તસ સરિ સુપી ભાર, આર્ષિ આપજ બુઝવઈ રે, શ્રી પૂજ્ય કરિ વિહાર. (૮) (ગા. ૬-૭-૮) પૂ. સંયમરત્નસૂરિએ પ્રથમ ચાતુર્માસ પાટણમાં કર્યું હતું. પૂ.શ્રીની વાણી વિશે લોકોકિત છે કે નવ ૨સ સરસ વખાણ કરતાં, ભવિય જનમન મોહઈં. (ગા. ૧૨) કવિએ દૃષ્ટાંત અલંકાર દ્વારા મુનિનો મહિમા દર્શાવતાં જણાવ્યું છે મુનિ જીવન ચારિત્રથી શોભે છે. આ લઘુ કાવ્ય કૃતિમાં કવિત્વના લક્ષણો નિહાળી શકાય છે. કવિની અલંકાર યોજના દ્વારા સંયમનો મહિમા પ્રગટ થયો છે. નવિ સોભઈ જિન હાથીઓ રે, દંત વિના ઉત્તુંગ, રુપ બલિ કરી આગલુ રે, ગતિ વિના તુરંગ. (૧૩) ચંદ્ર વિના જિમ રાતડી રે, ગંધ વિના જિમ ફૂલ જલ વિના જિમ સર તણું રે, કુણ કિર તે મૂલ. (૧૪) છાયા હીન જિમ તરુ ભલું રે, ગુણ વિના જિમ પુત્ર, દેવ વિના જિમ દેહ, પંડિત વિણ જિમ છાત્ર. (૧૫) મુનિવર ચારિત્ર હીણતિમ, નવિ સોભઈં ગુણચંગ સર્વવિરતિ તિણ સોહતી, પાલિ મન નિરંગી. (૧૬) ૨૦૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ (ગા. ૧૩ થી ૧૬) શ્રી સંયમરત્નસૂરિના ગુણો વિશે માહિતી આપતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. સકલ શાસ્ત્ર પ્રવીણ પ્રસીદ્ધી મહી મંડલિ જયવંતુ, પ્રાગવંશ કુલિ કમલ દિનકર, જસુ પિતા વ્યવદતું. (૨૨) ધન ધન તુઝ માડલી રે, કૂંખ રયણ મલ્હાર, ધન સહિગરૂ જેણિ દીખીયા રે, તપ જપ જ્ઞાન ભંડાર. (૨૩) ધરમ મૂરતિ વલી તુમ્હ તણી રે, જન અંબુજ બોધ હંસ શ્રી સંયમરત્નસૂરિ ચિરર્યું રે, સાધુ મંડલિ અવસ. (૨૪) (ગા. ૨૨ થી ૨૪) પૂ. સંયમરત્નસૂરિની રચના આગમગચ્છના પટ્ટધરની ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ છે. ૧૬મી સદીની આ પ્રકારની રચના દ્વારા સંયમનો અને તેની સાથે આગમગચ્છના પટ્ટધરનો મહિમા ગાવામાં આવ્યો છે. (૪) સ્તુતિ પ્રકારની અન્ય રચના પૂ. ગુણનિધાનસૂરિ સ્તુતિઃ અચલગચ્છના કોઈ શિષ્ય કરી હોય એમ અનુમાન કરવામાં આવે છે. નવ કડીની આ રચનામાં કવિ નામનો ઉલ્લેખ નથી પણ જન્મ-દીક્ષા સૂરિપદ અને ગુણાનુવાદનો સમાવેશ થયો છે. પૂ. શ્રી અંચલગચ્છના ૬૨મા પટ્ટધર હતા. એમનો જન્મ પાટણમાં સં. ૧૫૪૮માં થયો હતો. સંસારી નામ સોનપાલ હતું. પૂ. સિદ્ધાંતસાગરજી મહારાજ વિહાર કરીને પાટણ પધાર્યા હતા ત્યારે પિતાશ્રીએ પૂ.શ્રીની વાણીથી પ્રભાવિત થઈને સોનપાલને દીક્ષા આપવા માટે વિનંતી કરી અને સોનપાલ વજસ્વામીની માફક બાલ્યાવસ્થામાં સં. ૧૫૫૨માં દીક્ષિત થઈને શાસ્ત્રાભ્યાસમાં પારંગત થયા હતા. સં. ૧૫૬૫માં ભાવસાગરસૂરિએ જંબુસરમાં (૨૦૨) Page #222 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપદ પ્રદાન કર્યું હતું. સં. ૧૫૮૪માં અંચલગચ્છના ગચ્છાધિપતિ પદે સ્થાપના કરવામાં આવી હતી. પૂ.શ્રીના ગુણોની માહિતી આપતી પંક્તિઓ નીચે પ્રમાણે છેઃ નયર તંબાવઈ માગવંસજૂઓ સાહવિજ્જાફરો બીવ યાદવ જૂઉ ગચ્છનાયકપલંદાવયે જાવઉ જાણ ચઉરાસીઈ કઈ જુગ્ગોઆગઉ.(૭) ગુણનિહાણમિહા સુહમ સમ ગણહરાં ગંગજલ વિમલકલકિત ધવલધરા, પુવરસ સરસિ સુહસંત રસ સાયરા; બહૂઅવર સાણવિહરત સૂરી સરા. (૮) ઈય અઈસય ભાજસિરિ જિનશાસન કાનન પંચાનન પવર; વિબુહાવલિ બોહણ ગુણમણિ રોહણ, ગુણનિધાન ગુરુજયઉચિ(૯) (ગા. ૭ થી ૯, પા. ૨૨૩) સ્તુતિ મૂલક બે કૃતિઓ પટ્ટાવલી એટલે કે ગચ્છ. ગુરુપરંપરાના સંદર્ભમાં ઐતિહાસિક વિગતો પૂરી પાડવાની સાથે દીક્ષા અને ગુરુના ગુણોનો વૈભવ પ્રગટ કરીને ગુરુ મહિમા ગાવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. તેમ છતાં તેના પાપમાં ત્યાગ પ્રધાન - સર્વ વિરતિ યુક્ત જીવન હોવાથી સજઝાયના પર્યાય તરીકે પણ સંદર્ભ પૂરો પાડે છે. શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય સ્વાધ્યાય પ્રકારની કૃતિઓમાં ચરિત્રાત્મક નિરૂપણ હોવાની સાથે સ્વાધ્યાયનો અર્થ ચરિતાર્થ કરતી ઉપા. યશોવિજયજીની કૃતિમાં પ્રતિક્રમણ વિશેના આત્મશુદ્ધિ માટેના વિચારો દર્શાવ્યા છે. આ સ્વાધ્યાયની રચના ૧૯ ઢાળોમાં સં. ૧૭૨૨માં થઈ છે. આરંભના દુહા જોઈએ તો: શ્રી જિનવર પ્રણમી કરી, પામી સદ્ગુરુ પસાય; હેતુગર્ભ પડિક્કમણનો, કરશયુ સરસ સજઝાય ૧ ૨૦૩) Page #223 -------------------------------------------------------------------------- ________________ સહજ - સિદ્ધ જિન વચન છે, હેતુ- રૂચિને હેતુ દેખાડે મન રીઝવા, જે છે પ્રવચન કેતુ રા જસ ગોઠ હિત ઉલ્લસે, તિહાં કહીજે હેતુ રીઝે નહિ બૂઝે નહિ, તિહાં હુઈ હેતુ અહેતુilal હેતુ યુક્તિ સમજાવીએ, જે સાછોડી સવિ ધંધ; તેમજ હિ તુમે જાણજો, આ અપવર્ગ સંબંધ સા (પા. ૩૭૫) આસ્વાધ્યાયમાં નીચેના વિષયોની માહિતી છે. પ્રતિક્રમણના પ્રકાર એટલે સામાયિક, ચવિસત્થો, વંદન, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચખાણ. અતિચારની શુદ્ધિ (અતિચારની આઠ ગાથા), દેવસિ, રાઈ, પફખી, ચઉમાસી પ્રતિક્રમણની વિધિનો સંક્ષિપ્ત નામોલ્લેખ. પ્રતિક્રમણના પર્યાય સાયણા, વાયણા, નિંદા, ગહ, નિવૃત્તિ, શુદ્ધિશોધન વગેરેની માહિતી દર્શાવી છે. તેમાં દૃષ્ટાંતનો નામ નિર્દેશ કર્યો છે. પ્રતિક્રમણના આઠ પર્યાય અને બાર અધિકારની માહિતીનો ઉલ્લેખ થયો છે. પ્રતિક્રમણનો અર્થ દર્શાવતી નવમી ઢાળ નીચે પ્રમાણે છે. નિજ થાનકથી પર થાનકે મુનિ જાએ પ્રમાદે જેહ મેરે લાલ, ફિર પાછું થાનકે આવવું પડિક્કમણું કહિયે તેહ મેરે લાલ. (૧) પડિક્કમ જો આનંદ મોજમાં ત્યજી ખેદાદિક અડદોષ મેરે લાલ, જિમ જિમ અધ્યાત્મ જાગશે તિમ તિમ હોયે ગુણ પોષ જો. (૨) પડિક્કમ જો મોજમાં એ આંકણી, પડિક્કમણું મૂલપદે કહ્યું અણ કરવું પાપનું જેહ મેરે લાલ, અપવાદે તેહનું હેતુ એ અનુબંધ તે રામ-રસ-મોહ મે. (૩) પ્રતિક્રમકને પ્રતિક્રમણ કરી અધ-પ્રતિ કર્તવ્ય અત્રાણ મે, શબ્દાર્થ સામાન્ય જાણીએ નિંદા સ્વર પચ્ચખાણ મે. (૪) ૨૦૪) Page #224 -------------------------------------------------------------------------- ________________ * પડિક્કમણું ને પચ્ચખાણ છે ફલથી વર આતમ નાણ મે તિહાં સાધ્ય-સાધન વિધિ જાણજો ભગવઈ અંગ સુજસ પ્રમાણ મેરે લાલ પિડે. (૫) અંતમાં કવિએ જણાવ્યું છે કે (૧૯મી ઢાળ) ગર્ભ પૂરો હુઓ રે પહોતા મનના કોડ વૈરાગ બલ જીતીયું રે, દલિત તે દુર્જન દેખતાં રે વિઘ્નની કોડાકોડ વૈરાગ બલ જીતીયું. (૧) ગઈ આપદા સંપદા રે આવી હોડા હોડિ વૈ, સજ્જન માંહે મલપતા રે ચાલે મોડામોડિ વૈ. (૨) જિમ જિન વરસી દાનમાં રે નર કરે ઓડા ઓડિ વૈ, તિમ સદગુરૂ ઉપદેશમાં રે વચન વિચારસું છોડી વૈ. (૩) લીયો લીયો ઘેરમાં મોહરાય રે હરવ્યો મુંછ મરોડ વૈ, અશુભ પ્રકૃતિ સેના દલી રે શુભની તો નહીં ખોડિ વૈ. (૪) કર્મ વિવર પર પોલિઓ રે પોલિ દિએ છે છોડી વૈ, વખત વખત હવે પામરૂં રે હુઈ રહી દોડાદોડી વૈ. (૫) સુરત ચોમાસું રહી? વાચક જસ કર જોડી વૈ, યુગ યુગ મુનિ વિધુ વત્સરે રે દેજો મંગલ કોડી વૈ. (૬) કેટલાક પારિભાષિક શબ્દોની માહિતી નીચે પ્રમાણે છે. સાયણાશિખામણ આપવી. વાયણા - વાચના આપવી. નિંદા - આત્મસાક્ષીએ પાપની નિંદા કરવી. ગર્હા - ગુરુ સાક્ષીએ પાપની ગર્હા કરવી. પ્રતિક્રમણમાં નામજિન, દ્રવ્યજિન, ભાવજિન, ચૈત્યજિન, વીશ ૨૦૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિહરમાન, પુખરવરદી, સિદ્ધાર્ણ, બુદ્ધાણં વગેરે દ્વારા વંદના થાય છે. પ્રતિક્રમણની મહત્તા જાણવા અને ભાવથી આ ક્રિયા કરવા માટે ઉપા. યશોવિજયજીની સ્વાધ્યાય રચના આત્મદષ્ટિએ ઉપયોગી નીવડે તેવી છે. આ સ્વાધ્યાય સાચો છે અને આત્મશુદ્ધિનો અમોઘ ઉપાય દર્શાવે છે. સંદર્ભસૂચી: ૧. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૧૯૩ ૨. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૧૦ ૩. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૧૨ ૪. જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા. ૨૨૩ ૫. પંચ પ્રતિક્રમણ સૂત્રો પા. ૭૩૫ ૨૦૬) Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૭. વર્ણક મધ્યકાલીન ગદ્ય સાહિત્યમાં “વર્ણક વિશિષ્ટ પ્રકારની રચના ગણાય છે. વર્ણક જૂની ગુજરાતી ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે. વર્ણક એટલે વર્ણન. કોઈ એક વિષય કે પ્રસંગનું પરંપરાગત નિશ્ચિત શૈલીમાં વર્ણન કરવાની પદ્ધતિને વર્ણન સાથે સંબંધ છે. અનુપ્રાસયુક્ત પદ્યરચના પણ વર્ણનમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કથાકારો શ્રોતાઓના મનોરંજન માટે પણ આ પ્રકારના વર્ણનનો આશ્રય લે છે. ભારતીય સાહિત્યમાં સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ભાષાઓમાં પરંપરાગત વર્ણનનો મૂળ આધાર રહેલો છે. આગમ ગ્રંથોમાં મહાપુરુષોનાં ચરિત્રોનો સમાવેશ થયો છે. તેમાં કથાનુયોગનું સ્થાન સર્વસાધારણ જનતાને સન્માર્ગે દોરવા માટે ઉપકારક બને છે. આ પ્રકારની રચનાઓમાં પાત્રો અને પ્રસંગોનું વર્ણક-વર્ણન સ્થાન પામ્યું આગમ ગ્રંથો ગ્રંથારૂઢ થયા ત્યારે તેમાં જાવ, જહા, અંક, વર્ણાગ્ય જેવા શબ્દોનો ઉલ્લેખ મળે છે. તીર્થકર, શ્રમણ, રાજા, નગર, ચૈત્ય વગેરે વર્ણનો એક કરતાં બીજા આગમોમાં પણ પ્રાપ્ત થાય છે. પ્રો. હીરાલાલ રસિકલાલ કાપડિયા જણાવે છે કે આગમોના પ્રણેતાઓએ નીચે દર્શાવેલા કોઈ વિકલ્પને આધારે વર્ણન કર્યું હોય એમ સંભવે છે. (૧) નવેસરથી અન્ય વર્ણન કરવું. જો આ વિકલ્પ સાચો હોય તો ધર્મપ્રધાન આગમોમાં આવાં વર્ણન બહુ ઉપયોગી નહિ ગણાય. (૨) પહેલાં કરેલા વર્ણનમાં યથાયોગ્ય પરિવર્તન કરી વર્ણન કરવું. (૩) પહેલાં કરેલા વર્ણનને બંધબેસતું કરવાની ભલામણ કરવી પરંતુ એવું વર્ણન તૈયાર ન કરી આપવું. (૪) પહેલાં કરેલું વર્ણન કોઈપણ ફેરફાર વિના રજૂ કરવું. ૨૦૭) Page #227 -------------------------------------------------------------------------- ________________ (પ) પહેલાં કરેલું વર્ણન રજૂ ન કરતાં તે જ જોવાની ભલામણ કરવી. ઉપલબ્ધ આગમોમાં તો ફરીથી મૂળ કે ખાસ પરિવર્તકનું વર્ણન ન આપતાં પહેલાંનું વર્ણન જોવાનું સૂચન કરાયેલું જોવાય છે. આવું કોઈ કોઈ વર્ણન બંધબેસતું અન્યત્ર નથી હોતું. ડૉ. પી. એલ. વૈદ્ય (ઉપાસક દસાંગ, ટિપ્પણી - પા. ૨૦૫). વષ્ણગ્ન શબ્દનું મૂળ સંસ્કૃત વર્ણક એટલે કે બીબાઢાળ વર્ણન. આ પ્રકારના વર્ણન માટે અંગ્રેજી ભાષામાં ‘stereoytyped description” અથવા “clide” કહેવાય છે. આગમોની ભાષા આર્ષ પ્રાકૃત છે એટલે વર્ણન પણ તે જ ભાષામાં છે. વર્ણન માટે પ્રાચીન શબ્દ પ્રયોગોનો સંદર્ભ નીચે પ્રમાણે છે. વર્ણકનું વર્ણન ન કરતાં વર્ણનરૂપ આરંભના એક બે શબ્દોનો પ્રયોગ કરીને વર્ણનનું સૂચન થાય છે. દા.ત. જાવ શબ્દ પ્રયોગ, દા.ત. વર્ણકનું પ્રાચીન ગૂર્જર ભાષાનું ઉદાહરણ માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્ર ચરિત છે. (ઈ.સ. ૧૪૨૨). પૈઠણના રાજા પૃથ્વીચંદ્ર અયોધ્યાના રાજા સોમદેવના પુત્રી રત્નમંજરીને પરણે છે. ઘણો કાળ વીત્યા પછી ધર્મનાથ ભગવાનની દેશના સાંભળી પોતાના પુત્ર મહિધરને રાજય સોંપીને રાજા દીક્ષા અંગીકાર કરે છે. આ કથાવસ્તુને આધારે ઉત્તમ વર્ણક ગદ્યકાવ્યની રચના થઈ છે. પૃથ્વીચંદ્રચરિતને “વાગ્વિલાસ” ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉવાસગ્ગદસા - મહાવીરેણ જાવ આ જ આગમમાં “જહા નો પ્રયોગ મળે છે. “જહા પૂરાણો નાયાધમ્મકહા માં વર્ણન માટે ‘વણય' શબ્દ પ્રયોગ નાયાધમ્મકહામાં યમ્યા નામ નગરી હોલ્યા વણઓ. ૨૦) Page #228 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વર્ણન સૂચક જાવ-જહા અને વણઅનો સંદર્ભ આગમમાંથી પ્રાપ્ત થાય છે. ૪-બી વર્ણનના વિષયોમાં રાજા, રાણી, નગર, ઉદ્યાન, ચૈત્ય, પ્રભાત, દેવ, દીક્ષિત, છ ઋતુ, હાથી, પ્રાસાદ, સમુદ્રયાત્રા, મેઘ વગેરેનો સમાવેશ થાય છે. પુણ્ય લગઈ પૃથ્વીપીઠિ પ્રસિદ્ધિ પુણ્ય લગઈ મનવાંછિત સિદ્ધિ; પુણ્ય લગઈ નિર્મલ બુદ્ધિ લગઈ, ઋદ્ધિ વૃદ્ધિ; પુણ્ય લગઈ શરીર નીરોગ પુણ્ય લગઈ, અભંગુર ભોગ પુણ્ય લગઈ કુટુંબ પરિવાર તણા સંયોગ, પુણ્ય લગઈ પલાણી થઈ તુંરંગ પુણ્ય લગઈ નવનવા રંગ, પુણ્ય લગઈ ધરિ ગજઘટા ચાલતાં દીજઈ ચંદન છટા પુણ્ય લગઈ નિરૂપમ રૂપ અલક્ષ્ય સ્વરૂપ; પુણ્ય લગઈ વસિવા પ્રધાન આવાસ, તુરંગમ તણી લાસ પૂજંઈ મન ચીંતવી આસ; પુણ્ય લગઈ આનંદ દાયિની મૂર્તિ અભૂત ર્તિ પુણ્ય લગઈ ભલા આહાર અદ્ભૂત શૃંગારઃ પુણ્ય લગઈ સર્વત્ર બહુમાન ઘણું કહીયઈ પામીયઈ કેવલજ્ઞાન. આ ચરિતમાં વિવિધ વર્ણનોનો ઉલ્લેખ થયો છે. દ્વીપ, ક્ષેત્ર, નગર, રાજસભા, ઋતુ, સ્વયંવર, વન, સૈન્ય (ચતુરંગ), હાથી, ઘોડા, રથ, પાયદળ, અટવી, સામૈયું, લગ્નમહોત્સવ, ભોજન સમારંભ, સ્નાન વગેરેનાં વર્ણનમાં અલંકારયુક્ત શૈલીની સાથે પ્રાસાદિકતાનો પણ ઉત્તમ સમન્વય સધાયો છે. ઋતુવર્ણનની માહિતી નીચે પ્રમાણે છે: ઈસિઈ અવસર આવિ આષાઢ, ઈતર ગુણિ સંબાઢ કાટઈયઈ લોહ ધામ તણી નિરોહ; છાસિ ખાટી પાણી વીયાઈ માટી; વિસ્તરિઉ વર્ષાકાલ, જે પંથી તાણુઉ કાલ નાઠઉ દુકાલસ; જીણઈ વર્ષાકાલિ મધુર ધ્વનિ મેહ ગાજઈ, દુર્મિક્ષ તણા ભય ભાઈ જાણએ સુભિક્ષ ભૂપતિ આવતાં જયઢક્કા વાજઈ ચિહું દિસિ વીજ ૨૦૯) Page #229 -------------------------------------------------------------------------- ________________ ઝલહલઈ, પંથી ઘર ભણી પુલઈ; વિપરીત આકાશ, ચંદ્ર સૂર્ય પારિયાસ; રાતિ અંધારી, લવઈ તિમિરી; ઉતરની ઉનયણ છાયઉ ગયણ, દિસિ ઘોર નાચંઈ મોર, સઘર વરસઈ ધારાધર, પાણી તણા પ્રવાહ પલહલઈ વાડજિ ઉપરિ વેલા વલઈ ચીખલિ ચાલતાં શકટ અલંઈ લોક તણાં મન ધર્મ ઉપરિવલંઈ, નદી મહાપૂરિ આવઈ પૃથ્વીપીઠ પ્લાવઈ નવા, કિસલય ગહગહંઈ વલ્લીવિતાન. લહલહઈ કુટુંબી લોક માસઈ મહાત્મા બઈઠાં પુસ્તક વાંચઈ પર્વતત નીઝરણ વિફ્ટઈ ભરિયાં સરોવર ફૂટંઈ. (પા. ૨૮૧) આગમ ગ્રંથોમાં વિશિષ્ટ પ્રકારનાં વિવિધ વર્ણનોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૨ મા અધ્યયનમાં ગા. ૮ થી ૧૩ માં નેમકુમાર લગ્નના મંડપ પ્રતિ આવી પહોંચે છે તે પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે છે. હવે યાચના કર્યા બાદ તે રાજીમતીના પિતાએ મહર્દિક વાસુદેવને કહ્યું કે ખુશીથી અરિષ્ટ નેમિકુમાર અહીં પધારો કે જેથી તેમને વિવાહ-વિધિપૂર્વક મારી રાજીમતી કન્યા પરણાવું. આ પ્રમાણે ઉગ્રસેનના કથન બાદ બંને કુલમાં વધામણાં થયા. કોષ્ટકી જોષીએ આપેલ નજીકના વિવાહ મુહુર્ત જેમણે જયાવિજયા ઋર્કિવૃદ્ધિ વગેરે સર્વ ઔષધિઓથી સ્નાન કર્યું છે, જેમણે લલાટમાં મુશલનો સ્પર્શ આદિ કૌતુક અને દહીં અક્ષત વગેરે મંગલો કર્યા છે જેમણે દિવ્ય-દેવદૂષ્યની જોડીનું પરિધાન કર્યું છે અને જેઓ બરાબર ભૂષણોની વિભૂષાવાળા છે એવા અરિષ્ટ નેમિકુમાર વાસુદેવના જયેષ્ઠ પટ્ટ હાથી ઉપર આરૂઢ થયેલા મસ્તકમાં રહેલા ચૂડામણિની માફક અત્યંત શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધરાયેલ છત્રથી અને બંને બાજુએ વીંઝાતા ચામરોથી શોભતા, સમુદ્રવિજયાદિ વાસુદેવ પર્વતના દસ ભાઈઓ રૂપ દશાહથી યુક્ત સઘળા પરિવારથી પરિવરેલા, ક્રમસર ગોઠવાયેલી ચતુરંગી સેના સહિત આકાશવ્યાપી દિવ્ય વાંજિત્રોના સુંદર ધ્વનિઓથી યુક્ત, ઉત્તમ દીપ્તિ સંપન્ન પૂર્વોક્ત સાહ્યબીના દબદબાપૂર્વક અને યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અરિષ્ટનેમિકુમાર પોતાના (૨૧૦) Page #230 -------------------------------------------------------------------------- ________________ રાજમહાલયમાંથી નીકળી ધામધૂમથી વાજતે-ગાજતે લગ્ન મંડપના નજીક પ્રદેશમાં આવી પહોંચ્યા. શ્રી ભગવતી સૂત્રમ્ સર્વ જ્ઞમીશ્વર મનત્તમસામયિT સાવી યમસ્મરમનીશમનીહમિદ્ધમ્ | સિદ્ધ શિવ શિવકર કરણવ્યપેતા શ્રીમસ્જિનંજિતરિયું પ્રયતઃ પ્રણૌમિ. (શ્રી ભગવતી સૂત્ર વૃત્તિ) આ રીતે શ્રી ભગવતી મહાશાસ્ત્રની અદ્ભુત પ્રસ્તાવના રચી છે, જેમાં શ્રી ભગવતી સૂત્રને જયકુંજરની ઉપમા આપીને જે તેવીસ વિશેષણો આપ્યાં છે તે હવે આપણે એક-એક વિશેષણોને ટૂંકમાં સમજીને હાથીની ઉપમા સમજવી - દ્વાદશાંગીની રચના શ્રી ગણધરદેવો દ્વારા ત્રિપદીની પ્રાપ્તિ દ્વારા કરાય છે. ને આપણે જાણીએ છીએ, તેમાંનું પાંચમું અંગ શ્રી ભગવતીસૂત્ર હોવાથી તે પંચમાંગ કહેવાય છે તે વાત પણ અહીં થયેલી છે. “ભગવતીસૂત્ર' એ તો પૂજ્ય તરીકે વપરાતો શબ્દ છે. તે આ મહાશાસ્ત્રનું ખરું નામ નથી, તેનું ખરું નામ તો “વિવાહપન્નતિ છે. જેને સંસ્કૃત ભાષામાં વિવાહપ્રજ્ઞપ્તિ કહેવાય છે જેના અનેક પ્રકારે અર્થ ટીકાકાર મહર્ષિએ કરેલા છે. સમુન્નત વિશેષણ કેમ? આ વિવાહપ્રજ્ઞપ્તિશાસ્ત્ર સમુન્નત જયકુંજર જેવું છે જય પમાડનાર એવો શ્રેષ્ઠ હાથી “સમુન્નત છે. હાથીને “જય પમાડનાર હોય તેવો કહ્યો તેનો અર્થ જ તે ઉત્તમ અથવા શ્રેષ્ઠ પ્રકારનો છે એમ નક્કી થાય છે. સામાન્ય હાથીઓની અપેક્ષાએ તેમાં ઘણી બધી વિશેષતાઓ રહેલી છે એમ જણાઈ આવે છે. તેના પગ, પૂંછ, કુંભસ્થળ, ઢ, દંતશૂળ, તેનો ગર્જાવ, તેનો વિશાળ દેહ, તેના દેહ પર રહેલી ઘંટીઓ આદિ બધું જ વિશેષ હોય છે. તો સમુન્નત વિશેષણ શું (૨ ૧ ૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ વૈશિષ્ટય બતાવે છે? યુવાવસ્થામાં નિરોગી કાયાવાળા જીવની બધી જ સ્પષ્ટ શક્તિઓનો આવિર્ભાવ હોય છે એથી એમ લાગે છે કે આ સમુન્નત શબ્દ દ્વારા બાળક કે વૃદ્ધ નહીં એવા નિરોગી કાયાવાળા જયકુંજરનું સૂચન હોઈ શકે. લક્ષણોની શ્રેષ્ઠતા કે અંગોપાંગની વિશિષ્ટતા બાળ કે વૃદ્ધવયે પણ તે હાથીમાં હોઈ શકે પણ બધી જ શક્તિઓનો આવિર્ભાવ તે વયમાં ન હોય જ્યારે યુવાવસ્થામાં હોય તેથી સમુન્નત જયકુંજર કહીને ટીકાકાર મહર્ષિ સ્વાસ્થ્ય સંપન્ન યુવાવસ્થામાં રહેવા જયકુંજરની સૂચના કરી રહ્યાં છે તે વિચારક્ષમ વાત છે. શ્રીપંચમાંગ ભગવતીસૂત્ર તત્વરમણ માટે જરૂરી તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે બહિર્ભાવમાં રમતા આત્માને આત્મરમણતા કરાવવા શક્તિમાન છે. જેમ હાથી આવા સુલક્ષણો આદિથી શોભાયમાન હોવાના કારણે આંગણે બાંધ્યો હોય તો ય શોભી ઊઠે આંગણું પણ શોભાવે. તેમ આ શ્રી ભગવતીસૂત્ર અહીં વંચાય છે કે અમે સાંભળીએ છીએ એટલા માત્રથી શોભા વધારનાર બને છે, સાંભળનારને પણ લાગે કે હૈં શું ત્યાં ભગવતી વંચાય છે ? ઓહો બહુ કે'વાય, આવું મહાશાસ્ત્ર તમે સાંભળો છો? હાથીજયકુંજર માત્ર જંગલમાં રખડતો નથી લેવાયો પણ અલંકારો આદિથી શોભાયમાન, અંબાડીથી યુક્ત હોવાને કારણે અત્યંત રમણીય દેખાય તેવો છે તેમ આ શ્રી ભગવતીજી વિશિષ્ટ શાહી આદિથી લખવાયેલી સ્વર્ણાદિમુદ્રાઓથી પૂજિત બહુમાનકારી પૂજા-ભક્તિ આદિ દ્વારા આદરપાત્ર કરાયેલ છે. પંડિતજનો અને દિગ્ગજ વિદ્વાનો પણ જેને આદરદૃષ્ટિથી જુએ ને પૂછે તેવું છે. શત્રુ સૈન્ય ઉપર વિજય મેળવવા જેમ રાજાઓ આદિ આવા શ્રેષ્ઠ વાહનોનો ઉપયોગ કરે છે. તેમ આ શ્રીભગવતીજી સૂત્રને આગમોક્તવિધિપૂર્વક વાંચનાર-સાંભળનાર તત્ત્વનું જ્ઞાન મેળવી અતત્ત્વથી આત્માને બચાવી કર્મ શત્રુઓનો નાશ કરવા માટે કર્મ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે આના બળે સમર્થ બને છે. ૨૧૨ Page #232 -------------------------------------------------------------------------- ________________ શોભતું, શોભાવર્ધક અને વિજય અપાવનાર આમ આ શ્રી ભગવતી મહાશાસ્ત્ર શોભાયમાન પણ છે. શોભાવર્ધક પણ છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરાવી આપનાર પણ છે જેમ આંગણે બાંધેલો હાથી એમને એમ પણ શોભે અને આંગણે પણ શોભાવે છે તેમ આ શાસ્ત્ર સ્વયં સુશોભિત છે, જે-તે સ્થાન વ્યક્તિની શોભાને સ્થાન-માનને વધારનાર બને છે. હાથીના બળે શત્રુ સૈન્યને પરાસ્ત કરી શકાય છે તેમ આ મહાશાસ્ત્રના બળે અહીં કષાયોની પરિણતી થવાથી આલોકમાં પણ દ્રવ્યભાવશત્રુઓ પર વિજય પ્રાપ્ત કરાવી આપે છે જે આગળ જતાં કર્મશત્રુઓનું બળ ઘટાડીને આત્મગુણોના વિજેતા બનાવનાર છે. ખરી વાત એવી છે કે જિનશાસન સ્વયં તત્ત્વરૂપ છે એટલે તેનું એકપણ વચન અતત્ત્વથી બચાવનાર અને તત્ત્વમાં રમાડનાર જ હોય તે નિઃસંદેહ વાત છે. શાસ્ત્રોને શાસન અને ત્રાણ કરનાર તરીકે જે સ્વીકારે તેના ઉપર તે શાસન કરી શકે છે ને તેનું ત્રાણ પણ કરી શકે છે. પણ જે બિચારા જીવો શાસ્ત્રોને શસ્ત્રરૂપે જ પરિણમાવે તેનું શું થાય? અન્ય આગમોમાં પણ વિવિધ વિષયને કેન્દ્રમાં રાખીને વર્ણનો પ્રાપ્ત થાય છે. વિવાહ વિજ્ઞપ્તિમાં અમરેન્દ્રનો ઉલ્લેખ (સૂ. ૩, ઉદ્દેશ ૨, સુત્ત ૧૪૪) પ્રાસાદ સુય ૧ અ. ૧ સુત્ત ૧૯ ધારિણીનું શયનગૃહ સુય ૧ અ. ૧ સુત્ત ૯ સ્વયંવર સુય ૧ અ. ૧૬ સુત્ત ૧૧૭-૧૨૦ નારદ સુય ૧ અ. ૧૬ સુત્ત ૧૨૨ વ્યાયામશાળા સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ શ્રેણિકનું સ્નાન ગૃહ સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ શ્રેણિકનો શણગાર સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ મેઘ (દોહદ) સુય ૧ અ. ૧ સુત્ત ૧૩ ૨૧) Page #233 -------------------------------------------------------------------------- ________________ પિશાચ સમુદ્ર યાત્રા નૌકા ભંગ પજ્જોસવણ કપ્પમાં ત્રિશલા માતાનું શયન ગૃહ, ચૌદ સ્વપ્ર, કચેરી, સ્નાનગૃહ, આભૂષણો, મહાવીર સ્વામીનું નિષ્ક્રમણ વગેરે વર્ણનો છે. વર્ણનનાં દૃષ્ટાંતો પ્રાચીન કાળના સાહિત્યિક દૃષ્ટિનો સંદર્ભ દર્શાવે છે. પી સૂત્રમાં વર્ણન સંજ્ઞક તં જહા શબ્દ પ્રયોગ થયો છે તેની માહિતી નીચે મુજબ છે. સુય ૧ અ. ૯ સુત્ત ૬૯ સુય ૧ અ. ૯ સુત્ત ૬૯ સુય ૧ અ. ૯ સુત્ત ૮૦ સે પાણાઈવાએ ચઉવિહે પન્નતે તં જહા દવઓ ખિતઓ કાલઓ ભાવઓ દવઓણ પાણાઈવાએ સવ્વ દન્વેસુ ખિત્તઓણં પાણાઈવાએ સવ્વલોએ કાલઓછું પાણાઈવાએ દિઆ વા રાઓવા ભાવએણં પાણાઈવાએ રાગેણ વા દોસેણવા. તેં જહા અરિહંત સક્રિખઅં સિદ્ધ સક્રિખરું સારૂં ક્રિખઅં દેવસક્રિખઅં અય્ય સક્રિખએ એવં ભવઈ ભિક્ખવા. ભિક્ષુણિવા સંજય વિરય પડિહય પચ્ચક્ખાય પાવકમ્મે દિઆ વા રાઓવા એગઓવા પરિસાગઓવા સુત્તેવા જાગરમાણેસુ વા એસખલુ પાણાઈ વાયસ્ય વેર મણેહિએ સુહેખમેં નિસ્સેસિએ આખુગામિએ પારગામિએ. સંદર્ભ સૂચીઃ ૧. ૨. ૩. ૪. ૫. ગુજ. સા. ઈતિ. પા. ૨૮૦ ગુજ. સા. ઈતિ. પા. ૨૮૧ ઉત્તરા... ભાગ ૩ પા. ૫૩ શ્રી આત્માનંદ પ્રકાશ, વર્ણકો અને વર્ણનો લેખ (પ્રો. હીરાલાલ કાપડિયા) પકૂખી સૂત્ર ૨૧૪ Page #234 -------------------------------------------------------------------------- ________________ - ૧૮, ઓ ક્તક - ઔક્તિક એટલે ઉક્તિ અથવા ભાષા વિશેની રચના. ગુજરાતી માધ્યમ દ્વારા સંસ્કૃત ભાષાના વ્યાકરણ શીખવા માટેની રચનાઓ ઔક્તિક કહેવાય છે. તેમાં શબ્દ ભંડોળ, શબ્દોના અર્થ વિસ્તાર અંગેની મહત્ત્વની વિગતો પ્રાપ્ત થાય છે. શ્રીમાળ વંશીય ઠક્કર કુરસિંહના પુત્ર સંગ્રામસિંહ કૃત ‘બાલશિક્ષા (ઈ.સ. ૧૨૮૦) પ્રાચીન ઔકિતકના નમૂનારૂપે ઉપલબ્ધ થાય છે. આ સમયની ગુજરાતી ભાષા દ્વારા સંસ્કૃત વ્યાકરણ શીખવા માટે તેની રચના થઈ હતી. બાલશિક્ષા આઠ વિભાગમાં રચાઈ છે. સંજ્ઞા પ્રક્રમ, સંધિપ્રક્રમ, સ્વાદિપ્રક્રમ, કારકપ્રક્રમ, સમાસ પ્રક્રમ, અન્યોક્તિવિજ્ઞાનપ્રક્રમ, સંસ્કારપ્રક્રમ અને ન્યાદિપ્રક્રમ. ૧૪મી સદીમાં સોમપ્રભસૂરિ કૃત ઔક્તિક, એક અજ્ઞાત લેખકની ષકારક રચના પ્રાપ્ત થાય છે. પૂ. દેવચન્દ્રસૂરિના શિષ્યગુણરત્નસૂરિએ ક્રિયારત્નસમુચ્ચય ધાતુકોશ' રચ્યો છે. તેમાં ક્રિયાના પ્રયોગનાં તત્કાલીન સમયનાં દૃષ્ટાંતો છે. અજ્ઞાત બ્રાહ્મણકૃત ઉક્તિપ્રક્રમ” ઈ.સ. ૧૪૨૮ ઑક્તિક પ્રાપ્ત થાય છે. ઔક્તિકોની રચનાઓ પણ મોટી સંખ્યામાં થઈ છે. તેનાથી સંસ્કૃત ભાષાના ગ્રંથોના અધ્યયનમાં પ્રવેશ કરવાની ભૂમિકા પ્રાપ્ત થાય છે. ધાર્મિક અને દાર્શનિક અભ્યાસ કરવા માટે આવી રચનાઓ ઉપકારક નીવડી છે. ઔક્તિકનું ઉદાહરણ - આ. ગુણરત્નસૂરિએ ઈ.સ. ૧૪૧૦માં ક્રિયારત્નસમુચ્ચય ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં કરી છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણનો અભ્યાસ કરવા માટે આ પ્રકારની કૃતિઓની રચના થઈ છે. કલિકાલ સર્વજ્ઞ આ. હેમચંદ્રસૂરિએ સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ત્યારપછી કેટલાક મુનિ ભગવંતોએ ઉપરોક્ત ગ્રંથને આધારે ૨૧૫) Page #235 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ ગ્રંથો રચ્યા હતા. પ.પૂ. મહામહોપાધ્યાય મેઘવિજયજીએ “ચંદ્રપ્રભા વ્યાકરણ' અને પ.પૂ. વિનયવિજયજીએ હેમલઘુપ્રક્રિયાની રચના કરી હતી. પ.પૂ. આચાર્ય હેમચંદ્રસૂરિએ વ્યાકરણ ગ્રંથને સરળ અને સુગ્રાહ્ય બનાવવા માટે મધ્યમવૃત્તિ, બૃહદવૃત્તિ, લઘુન્યાસ અને બૃહદ ન્યાસની પણ રચના કરી હતી. બાળજીવોના બોધ માટે સંસ્કૃત મંદિરાન્ત પ્રવેશિકાની રચના ભંડારકરની પ્રાપ્ત થાય છે. શીવલાલ પંડિતની સંસ્કૃત પ્રવેશિકાની રચના પણ વ્યાકરણના અભ્યાસ માટે બહુ ઉપયોગી છે. આ ભૂમિકાના અનુસંધાનમાં પૂ. આ. ગુણરત્નસૂરિએ ઈ.સ. ૧૪૧૦માં ધાતુકોશની રચના સંસ્કૃતમાં કરી છે તે ઔક્તિકના નમૂનારૂપે છે. ક્રિયારત્નસમુચ્ચય ધાતુ પાઠના પઠન-પાઠન માટે બહુ ઉપયોગી રચના પ્રાપ્ત થાય છે. પ. પૂ. આ. લાવણ્યસૂરિએ ધાતુરત્નાકર નામના ગ્રંથના ૭ ભાગમાં રચના કરી છે. આ રીતે વ્યાકરણના અભ્યાસ માટેના ગ્રંથો રચાયા છે. આ. ગુણરત્નસૂરિએ કર્તરિ, કર્મણિ, ભાવે, કૃદંત વગેરે પ્રશ્નો દ્વારા વિવિધ પ્રકારના ધાતુ રૂપો બનાવીને રચના કરી છે અને તેના દ્વારા વ્યાકરણ વિશેનું જ્ઞાન સરળ અને સુગ્રાહ્ય બને છે. અત્રે નમૂનારૂપે માહિતી ગ્રંથને આધારે પ્રગટ કરવામાં આવી છે. સમ્મતિ જીવઘાત ન કરોતિ પરમણિ ન જલ્પતિ પરદારાનુ પરિહરતિ સુરાપાન વર્જયતિ. ઇતિ પ્રવૃત્તપરતો વર્તમાન ઈહ કુમારાઃ ક્રોડક્તિા ઈહ શ્રાદ્ધા પર્વણિ પૌષધ ગૃહ્યતા ઈહ ચ્છાત્રા અધીયતે | અરણ્ય કિરાતા વસ્ત્રાપ્યા દદતે ઈતિ વૃત્તાવિરતઃ રા આચાર્ક નદી વહતિ તિષ્ઠત્તિ પર્વતાઃ | તરણિસ્તમાંસિ તિરસ્કુરુતે. (૨૧૬) Page #236 -------------------------------------------------------------------------- ________________ હે સાગરોપમે શક્રઃ સામ્રાજ્ય કુરુતી હરિપ્રેરણયા બ્રહ્મા સૃષ્ટિ રચયતિ. અસુરાઃ સદા વેદમાર્ગ વિલુપ્પત્તિ ઇતિ નિત્યપ્રવૃત્તઃ | કર્થ તહિં તસ્યુઃ સ્થાસ્યત્તિ ગિરય ઇતિ.. ઉચ્યતે ભૂતભાવિના ભરતકલ્કિપ્રભૃતીનાં રાજ્ઞા યાઃ ક્રિયારૂદવચ્છેદન પર્વતાદિક્રિયામપ્યતીતાડનાગતત્વોપપત્તને ભૂતભાવિપ્રત્યયાનુપપત્તિદોષ lia કદા મૈત્રાડડગતોકસિા અયમાગચ્છામિ ! કદા મૈત્ર ગમિષ્યસિા એષ ગચ્છામિ | ઇતિ સામીપ્ય . અયં ચ “સત્સામીયે સદાદા' ઇત્યત્ર વિકલ્પેન વક્યતે II૪. હવે વર્તમાનકાળ ચાર પ્રકારનો છે, તે બતાવે છે. (૧) પ્રવૃત્તોપતિ, (૨) વૃત્તાવિરત, (૩) નિત્યપ્રવૃત્ત, (૪) સામીપ્ય. હમણાં જીવઘાત (જીવહિંસા) કરતો નથી. બીજાઓના મર્મ (ખાનગી વાત) બોલતો નથી. પરસ્ત્રીઓનો ત્યાગ કરે છે એ મુજબ પ્રવૃત્તોપરત વર્તમાનકાળ છે. અહીં કુમારો રમે છે. અહીં શ્રાવકો પર્વ દિવસોમાં પૌષધ ગ્રહણ કરે છે. અહીંછાત્રો (વિદ્યાર્થીઓ) ભણે છે. જંગલમાં ભીલ લોકો વસ્ત્રો લઈ લે છે એ મુજબ વૃત્તાવિરત વર્તમાનકાળ છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર છે ત્યાં સુધી નદી વહે છે, પર્વતો ઊભા રહે છે (સ્થિર રહે છે), સૂર્યનો પ્રકાશ અંધકારનો નાશ કરે છે, શક નામના ઈન્દ્ર મહારાજા બે સાગરોપમ સુધી સામ્રાજ્ય કરે છે (ભોગવે છે). હરિની પ્રેરણાથી બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે. અસુરો હંમેશા વેદમાર્ગનો નાશ કરે છે એ મુજબ નિત્યપ્રવૃત વર્તમાન કાલ છે. પર્વતો કઈ રીતે સ્થિર રહ્યા છે અને સ્થિર રહેશે તેના જવાબમાં કહે છે. ૨૧૭) ૨ ૧ ૭. Page #237 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં ભરત (ભૂતકાળ) કલ્કી (ભવિષ્યકાળ) વગેરે રાજાઓની જે ક્રિયા તેને આવરીને (તે મુજબ) પર્વત આદિની ક્રિયાઓ પણ ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં રહેલી ઘટી શકે છે માટે તેમાં દોષ નથી. મૈત્ર ક્યારે આવવાનો છે? આવ્યો છું? અર્થાત્ આવી જ રહ્યો છું. મૈત્ર ક્યારે જશે? આ ચાલ્યો. (હમણાં જ જઉં છું.) એ મુજબ સામીપ્ય વર્તમાનકાળ આ બાબત સત્સામીપ્ય સા' સૂત્રમાં વિકલ્પથી કહેવામાં આવશે. સંદર્ભ સૂચી: ૧. ગુજરાતી સાહિત્ય ઈતિહાસ ખંડ - ૧, પા. ૨૮૩ ૨૧૮) Page #238 -------------------------------------------------------------------------- ________________ - ૧૯. બાલાવબોધ – જૈન સાહિત્યની મૂળભૂત કૃતિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ હતી. ત્યારપછી મૂળગ્રંથોની ટીકા સંસ્કૃતમાં પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ માત્ર વિદ્વાન વર્ગને જ આસ્વાદયોગ્ય બને છે. આવી કૃતિઓનું વિવેચન અને અનુવાદની જૈન સાધુઓની પ્રવૃત્તિથી જૈન-જૈનેત્તર સમાજમાં ધાર્મિક જ્ઞાનપ્રાપ્તિ માટેનો એક નૂતન માર્ગ અસ્તિત્વમાં આવ્યો છે. બાલાવબોધ આ પ્રકારની રચનાઓનું ઉદાહરણ છે. બાલ-અવબોધની સંધિથતાં બાલાવબોધ શબ્દ રચાયો છે. બાલનો અર્થ બાળક નહિ પણ જ્ઞાનના અર્થમાં બાળક છે એમ સમજવાનું છે. અન્ય રીતે વિચારીએ તો બાળકને જ્ઞાન હોય તેવી રીતે ધર્મગ્રંથોમાં જે અગાધ જ્ઞાનનો વારસો છે તેનું જ્ઞાન નથી એવી વ્યક્તિ બાલ-બાળક છે. આવા બાલ જીવોને માટે અવબોધ માટે રચાયેલી કૃતિ બાલાવબોધ કહેવાય છે. ગદ્ય સાહિત્યની પ્રાચીન રચના તરીકે જૈન સાહિત્યના બાલાવબોધનું પ્રદાન ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જૈન સાહિત્યમાં બાલાવબોધ શબ્દ પ્રચલિત છે. ડૉ. ભોગીલાલ સાંડેસરા બાલાવબોધ વિશે જણાવે છે કે : બાલાવબોધ જૈન સાહિત્યનો શબ્દ છે તેમ છતાં અર્થ વિસ્તારથી વિચારીએ તો ભાગવત્, ભગવદ્ ગીતા, ગીતગોવિન્દ, ચાણક્યનીતિ શાસ્ત્ર, યોગવસિષ્ઠ, સિંહાસન બત્રીસી, પંચાખ્યાન, ગણિતસાર આદિ જે બીજી અનુવાદરૂપ રચનાઓ મળે છે તે માટે પણ સાહિત્યના ઈતિહાસમાં એ શબ્દ પ્રયોજી શકાય. આ બધા ગદ્યાનુવાદોનો ઉદ્દેશ એક જ છે. બાલાવબોધમાં મૂળ ગ્રંથનો અનુવાદ હોય છે તો કેટલીક વાર દષ્ટાંત કથાઓ કે અવાન્તર ચર્ચાઓ દ્વારા મૂળનો અનેકગણો વિસ્તાર કરેલો હોય છે. બાલાવબોધ ઉત્તરકાલીન પ્રકાર “સ્તબક” અથવા “ટબો' રૂપે ઓળખાય છે. બાલાવબોધ એક શિષ્ટ રચનાનો પ્રકાર છે. બાલાવબોધની રચનાઓ ૨૧૯) Page #239 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકલા, ભાષાવિકાસની સાથે ગદ્ય સાહિત્યના દષ્ટાંતરૂપે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. બાલાવબોધના પ્રાચીન ઉદાહરણ તરીકે બે દૃષ્ટાંત નોંધવામાં આવ્યાં બાલાવબોધ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. આગમ ગ્રંથો અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોને કેન્દ્રમાં રાખીને બાલાવબોધની રચના થઈ છે. સૂત્રકૃતાંગ, ચઉશરણપયન્ના, ઉત્તરાધ્યયન, જ્ઞાતાસૂત્ર, પડાવશ્યક, પ્રશ્ન વ્યાકરણ, નંદીસૂત્ર, દશવૈકાલિક, કલ્પસૂત્ર ઉપરાંત નવતત્ત્વ, સંગ્રહણી, વિવેકવિલાસ, ચાતુર્માસિક વ્યાખ્યાન, ક્ષેત્ર સમાસ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણ મંદિર, અજિતશાંતિ, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, નવકાર ઋષિમંડલ, સંબોધસત્તરી કર્મગ્રંથ દંડક, ઉપદેશમાલા, શીલોપદેશ માળા વગેરે બાલાવબોધ છે. આ સૂચિ મોટી છે. અત્રે નમૂનારૂપે બાલાવબોધનાં નામ આપ્યાં છે. આ પ્રકારની રચનાઓ મોટેભાગે અપ્રગટ અમદાવાદ-ખંભાત-પાટણ-લીંબડી-વડોદરા જેવા જ્ઞાન ભંડારોમાં સુરક્ષિત છે. ગદ્ય સાહિત્યના અભ્યાસની સાથે શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આધારભૂત સાધન છે. ૧. ઈ.સ. ૧૩૦૨માં લખાયેલું સર્વતીર્થ નમસ્કાર સ્તવન અને નવકાર વ્યાખ્યાન ગદ્ય રચનાના નમૂનારૂપે નીચે પ્રમાણે છે. માહરી નમસ્કાર અરિહંત હઉ. કિસા જિ અરિહંત; રાગદ્વેષરૂપિઆ અરિ વયરિ જેહિ હણિયા, અથવા ચતુષષ્ટિ ઈન્દ્રલંબધિની પૂજા મહિમા અરિહઈ; જિ ઉત્પન્નદિવ્યવિમલકેવલજ્ઞાન, ચત્રિીસ અતિશયિ સમન્વિત, અષ્ટમહાપ્રાતિહાર્ય શોભાયમાન મહાવિદેહિ ખેત્રિ વિહરમાન તીહ અરિહંત ભગવંત માહરઉ નમસ્કાર હઉ. III (૨૨) Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨. ઈ.સ. ૧૨૭૪ આશાપલ્લીમાં લખાયેલ ‘આરાધના ગદ્ય રચનાનું પ્રાચીન ઉદાહરણ નીચે પ્રમાણે છે. સમ્યકત્વપ્રતિપતિ કરહુ, અરિહંતુ દેવતા સુસાધુ ગુરુ જિનપ્રણીતું ધર્મે સમ્યકત્વદંડકુ સ્થિરહુ, સાગાર પ્રત્યાખ્યાનું ચિરહુ, ચઉહુ સરણિ પઈસરહુ, પરમેશ્વર અરહંતસરણિ સકલકર્મનિર્મુક્ત સિદ્ધસરણિ સંસાર પરિવાર સમુતરણયાન પાત્ર મહાસત્વ સાધુસરણિ સકલપાપપટલકવલન કલાકલિતુ કેવલિપ્રણીતુ ધમ્મસરણિ સિદ્ધ સંઘગણ કેવલિ શ્રત આચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ વ્રતિણી શ્રાવક શ્રાવિકા ઈહ જ કાઈ આશાતના કી હુંતી તાહ મિચ્છામિ દુક્કડં. સંદર્ભસૂચી: ૧. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ પા. ૮૮ ૨. પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ પા. ૮૬ ૨૨૧) Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦. ખ્યાલ – કાવ્યનો પરિચય જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની સૃષ્ટિવૈવિધ્ય પૂર્ણ છે તેમાં અલ્પ પરિચિત કાવ્ય પ્રકાર “ખાલ' વિશેના વિચારો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. તેનો સામાન્ય અર્થ કોઈ વસ્તુ કે પદાર્થ અંગેનો વિચાર એમ સમજાય છે પણ કાવ્ય પ્રકારની દષ્ટિએ વિશિષ્ટ અર્થ છે. શ્રી અંગરચંદજી નાહટાએ ‘પ્રાચીન કાવ્યો કી રૂપ પરંપરા' માં ખ્યાલ” સંજ્ઞાવાળા કાવ્યની માહિતી આપી છે. રાજસ્થાની શબ્દ કોશ પ્રથમ ખંડ પૃ. ૮૩૨માં નીચે પ્રમાણેની માહિતી છે. ખ્યાલ' એટલે તમાસા-નાચ-ગાન કા ખેલ. ઐતિહાસિક-પૌરાણિક પ્રેમગાથા સંબંધી વિભિન્ન રસયુક્ત આખ્યાન કે નૃત્ય-ગીત આદિ. અભિનય કે સાથ રાત્રિભરકા ગ્રામિણ જનતા દ્વારા મનોવિનોદ કે લિયે નાટક કે રૂપમેં ખેલા જાતા હૈ. ઐતિહાસિક કથાયે જિનકો રાજસ્થાનમેં ગ્રામીણ નૃત્ય આદિ અભિનય કે સાથ પદ્યરૂપમેં ગાઈ જાતી હૈયા ખેલી જાતી હૈ. આ માહિતીને આધારે ખ્યાલમાં નાટકનાં લક્ષણોનો સમાવેશ થયો છે એમ સ્પષ્ટ થાય છે. શ્રી નાહટાજીએ ખ્યાલ' કાવ્યના સંદર્ભમાં ભરતમુનિના નાટ્યશાસ્ત્રની માહિતી આપી છે. મનુષ્યની અનુકરણવૃત્તિના કારણે નાટકની રચના થઈ છે. વિવિધ પાત્રોનું અનુકરણ કરીને અભિનય-ગીત-વાણી દ્વારા મનોરંજનની સાથે અવનવી માહિતી પણ આપવામાં આવે છે. નાટકમાં અનુકરણ દ્વારા હાવભાવથી સુખ-દુઃખની અભિવ્યક્તિ આકર્ષક રીતે થાય છે. જનસાધારણના આનંદના હેતુથી નાટકની ઉત્પત્તિ થઈ છે તેમાં લોકહિતની ભાવના રહેલી છે. આ કાર્ય વિવિધ વિષયો દ્વારા થાય છે. તેમાં મુખ્યત્વે ચાર તત્ત્વો છે : સંવાદ, ગીત, અભિનય અને રસ. (૨૨ ૨) Page #242 -------------------------------------------------------------------------- ________________ સંગીત અને નાટક માનવ અને પશુ સૃષ્ટિને પણ આકર્ષક લાગે છે. નાટકનો પ્રાચીન સંદર્ભ આપતાં શ્રી નાહટાજીએ ભગવાન મહાવીરની ભક્તિરૂપે સૂર્યાભદેવ પ્રભુની આજ્ઞા લઈને પોતાની દૈવી શક્તિથી ૩૨ પ્રકારનાં નાટક કરે છે તે જણાવ્યું છે. ૧૨મીથી ૧૫મી સદીના સમયમાં રાસ-ચર્ચરીફાગુ જેવા કાવ્ય પ્રકારોમાં રસ-અભિનય અને નૃત્યનાં લક્ષણો જોવા મળે છે. સપ્તક્ષેત્ર રાસની પંક્તિઓ નીચે પ્રમાણે છે : બઈસઈ સહૂઈ શ્રમણ સંઘ સાવય ગુણવંતા, જોયઈ ઉચ્છાયુ જિનહ જુવરિવ મનિ હરય ધરંતા // તીછે તાલારસ પડઈ ભાડ પઢતા, અનઈ લકુટારસ જોઈ ખેલા નાચંતા ૪૮ સવિતું સરીખા સિણગાર સવિ તેવડ તેવડા, નાચઈ ધામીય રંભરે તઉ ભાવઈ રૂડા || સુલલિત વાણિ મધુરિ સાદિ જિન ગુણ ગાયંતા, તાલમાનું છંદગીત મેલુ વાજિંત્ર વાજંતા II (પા. ૧૩૮) જૈનાચાર્યોના નગર પ્રવેશ વખતે રાસ-ચર્ચરીની સાથે ધવલ-મંગલ ગીત ગવાતાં હતાં. પુર મધ્યે સ્થાને સ્થાને રંગભરેણ પ્રેક્ષણીયકે નિષ્પદ્યમાને દાને ચ વ્યાતિયમાને, દીનમાનાયાં, ધવલેષગીયમાનેશુ. (પા.૧૩૯) સં. ૧૩૩૭ બીજાપુર મેં વાસુપૂજ્ય જિનાલય કે મહોત્સવ પ્રસંગ પર લિખા ગયા હૈ. (પા. ૧૩૯) સં. ૧૩૩૭માં બીજાપુર શહેરના વાસુપૂજય સ્વામી જિનાલયના મહોત્સવમાંનો સંદર્ભ “ખાલ' વિશે માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. સ્થાને સ્થાને પ્રભુદિતજનેનદીમાનેષુપ્રધાનરાસસકેવુ નાનાવિયણિ માર્ગેવુ ગીય માનેશુ વિવિધ પ્રવર ચર્ચરી શ્રેણી શતેષા (પા. ૧૩૯) Page #243 -------------------------------------------------------------------------- ________________ આ ઉદાહરણને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે રાજસ્થાનમાં રાસ, ચર્ચરી, ફાગુ રમવા ખેલવાની પ્રણાલિકા ચાલુ હતી તે ઉપરથી રાસડા, ખેલ અને ખ્યાલની રચના થઈ હતી. સમ્રાટ પૃથ્વીરાજની સભામાં શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરીને જિનપતિસૂરિ પધાર્યા ત્યારે પૌષધશાળામાં રાસ-ચર્ચરી અને ધવલ ગીતો ગવાતાં હતાં. “ખ્યાલ સંજ્ઞાની ઉત્પત્તિ ૧૮મી સદીમાં થઈ હતી. ૧૫મી સદીમાં લઘુરાસ રચનાઓ થઈ હતી. તેનો ઉદ્દેશ રાસ ખેલવાનો અને આનંદ માણવાનો હતો. આ સદીના ઉત્તરાર્ધમાં ચરિત્રાત્મક-ધાર્મિક રાસ રચનાઓ પ્રાપ્ત થાય છે. ૧૮મી સદીની ખ્યાલ” સંજ્ઞાવાળી કોઈ કૃતિ પ્રાપ્ત થતી નથી. ૧૬મી સદીમાં રાજસ્થાનમાં તેનો પ્રયોગ થયો છે. લોકનાટક ખ્યાલ સંજ્ઞા સાથે સામ્ય ધરાવે છે. રાજસ્થાની લોક સાહિત્યમાં લોકનાટક મૂળભૂત રીતે સ્થાન ધરાવે છે તેના ઉપરથી ખ્યાલ કૃતિઓ રચાઈ છે. શ્રી નાહટાજીએ “ખાલ' સંજ્ઞાવાળી ૧૮૯ કૃતિઓની સૂચિ પ્રાચીન કાવ્યોની રૂપ પરંપરાના પૃ. ૧૪૧ ઉપર આપી છે. ખ્યાલના ઉદ્ભવતી પૂર્વભૂમિકામાં જૈન સાહિત્યનો સંદર્ભ તથા નાટકની ઉત્પત્તિ અંગભૂત મનાય છે. ગુજરાતી સાહિત્યમાં લોકનાટ્ય-ભવાઈ એ નાટકની પૂર્વ ભૂમિકારૂપે છે. ઉત્તર ભારતમાં રામલીલા-મહારાષ્ટ્રમાં તમાસાની પ્રવૃત્તિ જનમનોરંજન માટે સુખ્યાત છે. તેવી જ રીતે “ખ્યાલ સંજ્ઞાવાળી કૃતિઓ રાજસ્થાની સાહિત્યમાં સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યમાં કવિ ઉમેદચંદજી કૃત “ખાલ' કૃતિનો પરિચય અત્રે આપવામાં આવ્યો છે. કવિ સમયસુંદરની રચનાઓનો સંગ્રહ “કુસુમાંજલિ' નામથી પ્રગટ થયો છે. તેમાં ખ્યાલ' શબ્દ પ્રયોગ ગાવાની શૈલીના સંદર્ભમાં રાહ-ચાલના અર્થમાં પ્રયોજાયો છે. આ સંદર્ભમાં ખ્યાલ' નો અર્થ ગાવાની પદ્ધતિ કે રીતનો સંબંધ (૨૨) Page #244 -------------------------------------------------------------------------- ________________ દર્શાવે છે. અગરચંદજી નાહટાએ ખ્યાલ સંજ્ઞાવાળી રાજસ્થાની કૃતિઓની સૂચિ આપી છે તે નીચે પ્રમાણે છે: (૧) કેસર ગુલાબ કા ખ્યાલ, (૨) ખ્યાલ મારવાડી ગીત, (૩) રાસ લીલા ખ્યાલ, (૪) રામદેવકા ખ્યાલ, (૫) કેસરસિંહ બંસીધર, (૬) કુન્દનમલ, (૭) ખ્યાલ દસમસિયા. ઉપરોક્ત કૃતિઓ લોકનાટક સમાન મનોરંજન માટેની છે એમ સ્પષ્ટ સમજાય છે. તેમાં આવતાં ગીતો-ગાયનના સંદર્ભમાં પણ ‘ખ્યાલ” સંજ્ઞાનો અર્થ પ્રગટે છે. સ્થાનકવાસી સંપ્રદાયના કવિ ઉમેદચંદજી સ્વામીએ ખ્યાલ' સંજ્ઞાવાળી કૃતિઓની રચના કરી છે. જૈન ગૂર્જર કવિઓ ભાગ - ૬ માં આ અંગેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. કવિએ નેમરાજુલના “પખ્યાલ” ની રચના કરી છે. તેની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. આદિનવલ સનેહી નેમજી રે, જાદવ કુળના શણગાર જાદવ. રથ તોરણીયે આવીયો, રથ પશુડે માંડ્યો પોકાર, પશુડે. અંત - અંકુશ બચન સુણી કરી રે, દેવ રચિત થીર હાયફરીને જોગલીયો રે, તેમ મુને તમે તારજો રે ઉમેદચંદ ધરીધ્યાર ફરીને. અન્ય રચનાઓમાં ઉપદેશી ખ્યાલ, આધ્યાત્મિક ખ્યાલ, પાર્શ્વજીનનો ખ્યાલ, વીરજીનો ખ્યાલ ઉમેદચંદજી કૃત કાવ્ય સંગ્રહ ભા. ૧ થી ૪ માં પ્રગટ થયેલ છે. ઉમેદચંદજીના કાવ્યસંગ્રહ અંગે રાજકોટ, અમરેલી, બરવાળા, બોટાદ, ખંભાત, વડોદરાના સ્થાનિક ભંડારમાં તપાસ કરી પણ પ્રાપ્ત થયા નથી. ૨૨૫) Page #245 -------------------------------------------------------------------------- ________________ કવિની “ખ્યાલ' સંજ્ઞાવાળી કૃતિઓ રાગબદ્ધ ગેય સ્વરૂપની ભક્તિમાર્ગની વિચારધારાને સ્પર્શે છે. કવિએ ખ્યાલ ઉપરાંત ગઝલ, સજઝાય, ગરબો, કાફી, લાવણી, પ્રભાતી સ્તવન, બારમાસ, ચાબખા વગેરે કાવ્ય પ્રકારોમાં રચના કરી છે. અર્વાચીન જૈન સાહિત્યમાં ઉમેદચંદજીનાં કાવ્યો જ્ઞાન-ભક્તિ-અધ્યાત્મ અને બોધપ્રધાન છે. સંદર્ભ સૂચી: ૧. પ્રાચીન કાવ્યો કી રૂપ પરંપરા, પા. ૧૩૪ ૨. જૈન ગૂર્જર કવિઓ, પા. ૬/૩૭૯ (૨ ૨૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ધવલ - ધોળ મધ્યકાલીન સમયમાં પદ રચનાઓ વિવિધ પ્રકારની થઈ છે તેમાં બ્રહ્માનંદ સ્વામીએ ‘ધોળ’ નામથી પદો રચ્યાં છે. સ્વામીનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદ આબુ પાસે ખાણ ગામના મૂળ વતની હતા અને ભુજંગી પાઠશાળામાં પિંગલ-અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરીને કાવ્ય રચના કરી હતી. ત્યારપછી સહજાનંદ સ્વામીના શિષ્ય થયા હતા. જૈન સાહિત્યમાં લઘુ તેમજ દીર્ઘ કાવ્યો ‘ધવલ’ સંજ્ઞાવાળા પ્રાપ્ત થાય છે. કુલ શબ્દ ઉપરથી ધવલ-ધોળ શબ્દ નિષ્પન્ન થયો છે. બ્રહ્માનંદ સ્વામીનાં ‘ધોળ’ પદો ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે. જૈન સાહિત્યની સજ્ઝાય સાથે સામ્ય ધરાવતાં આ પદો માનવજન્મની સાર્થકતા માટે ત્યાગ પ્રધાન અને પ્રભુ ભક્તિના રંગે રંગાયેલા જીવનનો કેન્દ્રવર્તી વિચાર વ્યક્ત કરે છે. ‘નરદેહ દીધી તુંને નાથે રે, હોય ધન તો વાવર તારે હાથે રે.’ માનવ જન્મ પામીને જાતે જ દાનપુણ્ય કરવું જોઈએ. કવિએ વિવિધ ઉપમાઓના પ્રયોગ દ્વારા વેધક અસર ઉપજાવવાનો સફળ પ્રયોગ કર્યો છે. દેહની નશ્વરતા, પ્રભુભક્તિનો મહિમા, પરિવારના સભ્યો અંત સમયે કોઈ સહાયભૂત નથી. સમાજમાં સારા દેખાવાથી તારા આત્માનું શ્રેય સધાયું નથી. વૃદ્ધાવસ્થાની પરાધીનદશા વગેરે વિચારો વ્યક્ત કરીને ત્યાગ-વૈરાગ્ય ભાવને પોષક ‘ધોળ' ની રચના કરી છે. જૈનેતર ધર્મના સાહિત્યમાં ત્યાગ-વૈરાગ્યની ભાવના પણ આત્મસાધનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એનો અહીં પરિચય થાય છે. ‘ધવલ’ પ્રકારનાં જૈન સાહિત્યમાં ગીતો છે તો તેની સાથે ‘ધોળ’ જેવી રચનાઓ પણ કાવ્ય વિશ્વમાં સ્થાન ધરાવે છે. અત્રે બ્રહ્માનંદ સ્વામીનાં ૪ ધોળ પ્રગટ કરવામાં આવ્યા છે તે ઉપરથી તુલનાત્મક રીતે જૈન સજ્ઝાય સાથે સામ્ય ધરાવતી રચનાઓ વૈરાગ્યવર્ધક હોવાની સાથે કાવ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. ૨૨૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ધોળ - ૧ : પ્રભુ ભજ્યા વિના ગાફલ પ્રાણી, આમે ઉમર ખોઈ જી; મેડી મંદિર માલ ખજાના, કામ ન આવે કોઈ જી. માયા માયા કરતો મૂરખ, તૃષ્ણા માંહિ તણાણો જી; લોકતણી લજ્યાનો લેઈને, કોટે બાંધ્યો પાણો જી. જીવતણું કાંઈ જતન ન કીધું, મન માયામાં મોટું છે; રાત દિવસ તત્પર થઈ રળિયો, ઠાલું નીર વલોણું જી. લોક કુટુંબમાં મોટો થવા, કામ બગાડ્યું તારૂં જી; બ્રહ્માનંદ કહેરે પ્રાણી, હજી સમજ તો સારૂં જી. ધોળ - ૨ : આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી; અસંખ્ય ગયા ધન સંપતિ મેલી, તારી નજરો આગે જી. અંગે તેલ ફુલેલ લગાવે, માથે છોગાં ઘાલે જી; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે. જેમ ઊંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી; મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી. મનમાં જાણએ મુજ સરિખો, રસિયો નહિ કોઈ રાગીજી; બહારે તાકી રહી બિલાડી, લેતા વાર ન લાગી જી. આજ કાલમાં હું તું કરતા, જમુડા પકડી જાશેજી; બ્રહ્માનંદ કહે ચેત અજ્ઞાની, અંત ફજેતી થાશે જી. ધોળ - ૩ઃ મનુષ્ય દેહ ધરીને મૂરખ, કહે શી કરી કમાણી જી; થાનાણી પર ફરતો ડોલ્યો, બોલ્યો મિથ્યાવાણી જી. પેટ ભર્યાનો ઉદ્યમ કીધો, રાત દિવસ ધન રળિયો જી; ૨૨૮) Page #248 -------------------------------------------------------------------------- ________________ નરતનનું મહાતમ નવ જાણું, પશુ જાતિમાં ભળિયો જી. માતપિતા સુત બંધવ મેરી, અંત નહિ કોઈ તારાં જી; આવરદા હરવાને કાજે, સર્વ મળ્યાં ધૂતારાં જી. સગાં કુટુંબી સર્વ મળીને, લૂશી ચૂશી લીધો છે; છેલ્લી વારે સ્વારથ સાધી, જમને આગે દીધો છે. કાગળ ઘડી ઘડીના કાઢી, લેખાં જમડા લેશે જી. બ્રહ્માનંદ કહે સૌ વાંસેથી, કાંઈ ન માણ્યો કહેશે જી. ધોળ - ૪: જે તન દેખી છાક્યો ડોલે, તે તું દેખ વિચારી જી; નખશિખ સુધી નિંદ્યા જેવું, શી માંહિ વસ્તુ સારી જી. માંસ રૂધિર તે માંહિ ભરીને, ઉપર મઢિયું આળું જી; મોહતણે વશ થઈને મૂરખ, દેખે છે રૂપાળું જી. હાડતણા પગ હાથ બનાવ્યા, કટકા કટકા સાંધી જી; તેમાંઈ દઢ મમતા તુજને, એ શી આવી આંધી જી. ઉદરમાંઈ આંતરડાં ભરિયાં, આવે ગંધ નઠારી જી; રગ ૨ગમાં રોગે વીટાણું, મળ મૂતરની ક્યારી જી. ટળતાં એને વાર ન લાગે, આદ્ય અંતનું ખોટું છે; બ્રહ્માનંદ કહે એ સારું તેં, કામ બગાડ્યું મોટું જ. જુવાનપણું જુવતીમાં ખોયું, ધનને અરથે ધાયો છે; મનમાં સમજે મુજ સરીખો, નથી જગતમાં ડાહ્યો છે. વૃદ્ધપણામાં ચિંતા વાધી, હાથ પાય નવ ચાલે જી; ઘરનાં માણસ કહ્યું ન માને, તે દુઃખ અંતર સાલે જી. ભાળે નહિ રોગે ભેળાણો, પડિયો લાંબો થઈને જી; જમના કિંકર ગરદન ઝાલી, ચાલ્યા જોરે લઈને જી. ઠાલો આવ્યો ભૂલો વૂલ્યો, કાંય ન લે ગયો સાથે જી; બ્રહ્માનંદ કહે જમપુરિ કેરૂં, મહા દુઃખ લીધું માથે જી. (૨ ૨૯ Page #249 -------------------------------------------------------------------------- ________________ ધવલ” કાવ્ય પ્રકારની એક રચના કવિ સમયસુંદરની પ્રાપ્ત થાય છે. કવિએ વીશ વિહરમાન જિન ગીતમ્ (૨૦ ગીતો) ની રચના કરી છે તેમાં મધ્યકાલીન પરંપરાનુસાર દીર્ઘ કાવ્યને અંતે કળશ રચનાનો પ્રયોગ થાય છે તે મુજબ કવિની કળશ રચના ધન્યાશ્રી રાગ - ધવલ એવો શબ્દપ્રયોગ થયો છે. એટલે “ધવલ' નો અર્થ રાગના સંદર્ભમાં પ્રયોજાયો છે. ધન્યાશ્રી દેશીની સાથે સામ્ય ધરાવતો રાગ છે. એમ ફલિત થાય છે. કળશ” વીસ વિહરમાન ગાયા, પરમાણંદ સુખ પાયા, જીમ પવિત્ર વિણ કીધી, મિશ્રી દૂધસ્ય પીધી. |૧|| સમકિત પણિ થયું નિરમલ, પુણ્ય થયું મુક્ત પરિઘલ, સુણસ્થઈ તે પણિતરસ્ય, કાન પવિત્ર પણ કરચઈ. તેરી જંબુદ્વીપ મંચ્યાર મહાવિદેહ મકાર, ઘાતકી પુષ્કર જેથિ આઠ આઠ અરિહંત તેથિ. મસકતિ નું ફલ માંગુ વીતરાગ નઈ પાઈ લાગું, જીહાં હુઈ જિણધર્મસાર તિહાં દેખ્યો અવતાર. સંવત સોલહ સહત્રાણું માહ વદિ નવમી વખાણું, અમદાવાદ મક્કરિ શ્રી ખતરગચ્છસાર. શ્રી જિનસાગર સૂરિ પ્રતાઈ તેજ પહૂરિ, હાથી સાહની હૂંસે તીર્થકર સ્તધ્યા વીસે. ||૬ની શ્રી જિનચંદ સૂરીસ સકલચંદ તસુસીસ, તેહ તખઈ સુપસાયઈ સમયસુંદર ગુણગાયઈ. //ળી ઈતિ શ્રી વિદ્યમાન વિંશતિ તીર્થકર રાણાં ગેયપદાનિ. (પા. ૩૬) ||૩|| //૪ો. ૨૩૦) Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨. દેશીઓની સમીક્ષા મધ્યકાલીન સાહિત્યમાં જૈન અને જૈનેત્તર કવિઓએ દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ કરીને કાવ્ય સર્જન કર્યું છે. કાવ્યમાં ગેયતા એક લક્ષણ તરીકે સ્વીકૃત છે. કાવ્યની ગેયતાને સિદ્ધ કરવામાં દેશી સહાયક અંગ છે. જૈન સાહિત્યના સંશોધક મો. દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભા. ૮ માં નાની મોટી દેશીઓની સૂચિ આપી છે. તેમાં ૨૩૨૮ દેશીઓ છે. આ દેશીઓ વિશેના કેટલાક વિચારો અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. મૂળ શબ્દ ‘દેશ’ છે તેને આધારે દેશી શબ્દ રચાયો છે. એટલે કે દેશને અનુસરતું, દેશને લગતું સંબંધ ધરાવતું આ અર્થની દષ્ટિએ વિચારીએ તો દેશી કોઈ ‘દેશ’ સાથે સંબંધ ધરાવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સમયમાં દેશી રાજ્યો હતાં એટલે કે રાજાશાહીના યુગમાં નાનાં નાનાં રાજ્યો દેશ તરીકે ખ્યાતિ ધરાવતાં હતાં. સૌરાષ્ટ્ર દેશ, કચ્છ દેશ આવા નામથી ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ રાજાઓ વહીવટ કરતા હતા. એટલે દેશીના ઉદ્ભવ સ્થાન તરીકે આવો કોઈ દેશ હોવાનો સંભવ છે. કોઈ એક દેશીની રચના કોઈ દેશમાં થઈ હોય ત્યાર પછી તેનો પ્રચાર અન્ય દેશોમાં થયો હોય અને તે રીતે દેશી પ્રચલિત બનીને કાવ્યમાં પ્રયોજાયેલી હોય એમ અનુમાન કરવામાં આવે છે. દેશીઓનો પ્રયોગ સાહિત્યની સૃષ્ટિમાં માત્ર એક દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં અન્ય રાજ્યોની ભાષામાં પણ ઓછા વત્તા પ્રમાણમાં પ્રયોગ થાય છે. દેશી વિશેનો સંદર્ભ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. કવિ કનક સુંદર સં. ૧૬૯૭માં ‘હરિશ્ચંદ્ર રાસ' ની રચનાને અંતે જણાવ્યું છે કે ઃ રાગ છત્રીશે જૂજુવા, નવિ નવિ ઢાલ રસાલ, કંઠ વિના શોભે નહીં, જ્યું નાટક વિણ તાલ. ઢાલ ચતુર ચૂકશો, કહેજો સઘલા ભાવ, રાગ સહિત આલાપ જો, પ્રબંધ પુણ્ય પ્રભાવ. ૨૩૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ ઢાલ, વલણ, દેશી, આલ વગેરે શબ્દો દ્વારા દેશનો અર્થ બોધ થાય છે એટલે પર્યાયવાચી શબ્દો છે. ઢાલનો અર્થ રાગબદ્ધ ગાવું તેવી રીતે દેશી પણ ચોક્કસ રાગમાં ગાવાની છે. દેશીની રચનામાં માત્રામેળ છંદ શાસ્ત્રીય રાગ, લોકગીતની પ્રચલિત પંક્તિઓનો સમાવેશ થયો છે. પાછળથી દેશમાં પૂર્વાચાર્યોના સ્તવનની પંક્તિ, ગરબાની પંક્તિ પણ દેશી તરીકે સ્થાન પામી છે એટલે દેશીઓમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર ગણાય છે. કેટલીક દેશીઓ રાગ અને તાલ સાથે સંબંધ ધરાવે છે. રાગ પણ વિશિષ્ટ રીતે ગાવામાં આવે છે તેવી રીતે દેશી ગાવાની વિશિષ્ટ પ્રકારની ઢબ-રીત છે. તેના દ્વારા ગેયતાની સાથે તાલ-લયની સિદ્ધિ થયેલી છે. દેશીઓનો વિચાર કરતાં કવિતા અને સંગીતકલાનો સંબંધ નોંધપાત્ર છે. સંગીતમાં આલાપ છે, દેશમાં પણ લય અને તાલબદ્ધ રીતે ગાવાની પદ્ધતિ હોવાથી સંગીત સાથેનો સંબંધ સ્પષ્ટ સમજાય છે. આ પ્રકારની ગાવાની શૈલીથી કાવ્યગત ભાવનું સંક્રમણ થાય છે. આ રીતે દેશી મધ્યકાલીન કાવ્યમાં પદ્યની પ્રવાહી શૈલીના લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે. દેશીઓનો પ્રયોગ દીર્ઘ કાવ્ય પ્રકારો, રાસ, ધવલ, ભાસ, ફાગુ, આખ્યાન, વિવાહલો, વેલિ, ઢાળિયાં વગેરેમાં થયો છે. તદુપરાંત લઘુકાવ્ય પ્રકારો, સ્તવન, સઝાય, ગરબા, ગરબી, ગહુલી, હાલરડાં, છંદ, લોકો વગેરેમાં થયો છે એટલે દેશીઓ સમગ્ર કાવ્ય સૃષ્ટિમાં વિસ્તાર પામી છે. દેશીઓની પંક્તિઓમાં વિવિધતા રહેલી છે. દેશની પંક્તિનો અર્થ અને તેનો જે તે કાવ્યમાં પ્રયોગ એ બંને વચ્ચે કોઈ એકતા નથી. એટલે દેશીનો પ્રયોગ કાવ્યગત લય સાધવા માટે થયો છે. દેશીઓ માત્રામેળ છંદ અને રાગના મિશ્રણથી રચાઈ છે. દેશીઓના વર્ગીકરણમાં પણ વિષયોની નવીનતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રભુ, ઉપદેશ, કૃષ્ણભક્તિ, સ્થળ, નગર, પ્રણય, જિનવાણી, સામાજિક સંદર્ભ, ધાર્મિક માન્યતા, સંગીત વગેરે પ્રકારની દેશીઓ છે. ૨૩૨ ) Page #252 -------------------------------------------------------------------------- ________________ અત્રે નમૂનારૂપે દેશીઓની માહિતી પ્રગટ કરવામાં આવી છે. ૧. કૃષ્ણ ભક્તિ વિષયક દેશીઓઃ (જીવનના પ્રસંગોના સંદર્ભમાં) મધુવન મેં મેરે સાંવરીયા, કુબ્બાને જાદુ ડારા ઊભો રહેને ગોવાળિયા તારી તારી વાંસળી મીઠી વાય, અમે વાટ તુમારી જોતાં રે સાચું બોલો શામળિયા, કૃષ્ણ. અબોલડા શ્યાના લો છો હું તો મોહી ૨ નંદલાલ મોરલીને તારી, ગોપી મહિ વેચવા ચાલી મટુકીમાં ગોરસ ઘાલી, કહે કમલા ગોપાળ પ્રતે રે. ૨. સંગીતના રાગ સાથે સંબંધ ધરાવતી દેશીઓઃ પાસ જિવંદા પ્રભુ મેરે મન વસિયા - રાગ કહેરબા, તાલ હુમરી આઈ ઈંદ્રનાર - ઠુમરી ઝીંઝોરીની - તાલ પંજાબી જગત ગુરુહીરજી રે - રાગ મારૂં, ગિરૂઆ રે ગુણ તુમ તણા - રાગ ધનાશ્રી વિમળાચળ નિતું વંદીએ - રાગ દેશોખ અબ તો પ્રભુ મોહે લે લી શરણ - રાગ ભૈરવી નાથ ગજકા બંધ કેરો છુપાયા - વઢસ, એક દિવસ નિગોદમાં -રાગ ભીમપલાસ હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં - રાગ સારંગ તમે જો જો રે - રાગ સારંગ ૩. તત્ત્વજ્ઞાનના વિચારો દર્શાવતી દેશીઓઃ મિથ્યાત્વ વામીને કોસ્યા સમકિત પામી રે, બાળપણે યોગી હુઆ માઈ, ભિક્ષા દો ને દેખો ગતિ દેવની, ધન્ય ધન્ય જિનવાણી. ૪. તીર્થકર વિષયક દેશીઓ: નાભિરાયા ઘરે નંદન જનમીયા, મહાવીર પ્રભુ ઘેર આવે, Page #253 -------------------------------------------------------------------------- ________________ વીર નિણંદ જગત ઉપકારી, સહસાવનમાં એક દિન સ્વામી, વીરકુંવરની વાતડી કેને કહિએ, વંદો વીર નિણંદ રાયા, ચંદ્રપ્રભુ જિન ચંદ્રમા રે, પુરૂષોત્તમ રમતા છે તારા મનમાં, નાભિ રાજા કે દ્વાર, ઋષભનો વંશ રયણાયરું રે, આદિ જિણંદમયા કરો, વામાજીનો કુંવર લાડલો, અરનાથકુંસદા મોરી વંદના. ૫. ઉપદેશાત્મક દેશીઓઃ મ મ કર માયા કારમી રે, આદર ગુણ ક્ષમા જીવ, પરિગ્રહ મમતા પરિહરો, સુણ ગુણ રે ગૌતમ સમય મ કરીશ પ્રમાદ, મન માયાના કરનારા રે, જરા જોને તપાસી તારી કાયા. ૬. પ્રકૃતિ વિષયક દેશીઓ : મારા અંબાના વડલા હેઠે ભર્યા સરોવર લહલહેરી તાપી નાહ્યાનું પુણ્ય રે, આસો માસો શરદ પૂનમની રાત જો. વગેરે. ૭. સઝાયની દેશીઓ: ધોબીડા તું ધોજે મનનું ધોતિયું રે, આજ મહારે એકાદશી રે, ઝાંઝરિયા મુનિવર ધન ધન તુમ અવતાર, અરણિક મુનિવર ચાલ્યા ગોચરી ધારિણી મનાવે રે, મેઘકુમારને રે, મરૂદેવી માતા ઈમ ભણે, સાંભળજો મુનિ સંયમ રાગે વીરે વખાણી રાણી ચેલણા રે, કિસકે ચેલે કિસકે પૂત. (વૈરાગ્ય ભાવ) (૨ ૩૪) Page #254 -------------------------------------------------------------------------- ________________ ૮. લઘુ દેશીઓઃ રાસ ધારાકી, મુનિજન મારગ, રાજગીતાની સુરતી મહિનાની ચોપાઈ લલના બટાફલાની, વિવાહલો મનમોહન મેરે આ છે લાલ રસિયાની હમચડી ચંદ્રોવલા સાહેલડી વગેરે આ દેશમાં પંક્તિ કડીને અંતે લલકારવામાં આવે ૯. તીર્થ વિષયક દેશીઓ: વિમળાચલ વેગે વધાવો, ચૈત્રી પૂનમ અનુક્રમે, સુણ જિનવર શેત્રુજા. ધણીજી, રેવતગિરિ ઉપરે, નમો રે નમો શ્રી શત્રુંજયગિરિવર, નગર નામવાળી દેશીઓ – પાટણમાં પંચાસરો સોહેરે, ઈડર આંબા-આંબલી રે, નગરી અયોધ્યા વતીરે, ગુરૂ મહિમાની દેશી - પામી સુગુરુ પસાય, શ્રી ગુરુ પદ પંકજ નમીજી, રાજા વિશે – ધન ધન સંપ્રતિ સાચો રાજા. શેઠ વિશે ધવલ શેઠ લઈ ભટણું રે. નવપદ વિશે – ભવિકા સિદ્ધચક્ર પદ વંદો. દેશીની ગેયતા સાથે ટેક, અંચલી રાગનો પ્રયોગ પણ નોંધપાત્ર બને છે. ટેક - નિણંદ ચંદદેખકે આનંદ ભયો છું. અંચલી - પ્રીત લાગી હે, પ્રીત લાગી રે નિણંદશું. રાગ - અહો મતવાલે સાહિબા, પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા, ઘડી ઘડી સાંભળો સાંઈ સલૂણા. પ્રકીર્ણ દેશીઓ હવે રાણી પદ્માવતી, સતીય સુભદ્રાની દેશી, યોગમાયા ગરબે રમજો (ગરબાની), સેવો ભવિયણ જિન ત્રેવીસમો રે (ગહુલીની) વગેરે દેશીઓ છે. આદેશીઓમાં વિવિધતા જોવા મળે છે અને તેનાથી રાગબદ્ધ-લયાન્વિત રચના થઈ છે. મોટી દેશીઓ પણ આ પ્રકારની સિદ્ધિ દર્શાવે છે. અગરચન્દજી નાહટાએ દેશીઓની સૂચિ તૈયાર કરી હતી. તેમાં દેશીયો ભિન્ન ભિન્ન લિખતે એવા શબ્દોની સાથે ૧૦૭ દેશીઓની સૂચિ છે. અત્રે મોટી દેશના ઉદાહરણ રૂપે જોઈએ તો એકવાર પાટણ જાજ્યો પાટણની પટોલી લાવજ્યો, ૨૩૫) Page #255 -------------------------------------------------------------------------- ________________ મ્હારા સુગણ સોભાગી મારૂજી. મારું સોના રૂપા કેરું બેડલું રે હો રૂપા ઈઢોલામાં હાથ, મ્હારાં વાલાજી લો, હું ગઈથી મહીં વેચવા રે. દેશીઓનો વિચાર કરતાં એમ સ્પષ્ટ જણાય છે કે તેને ભાષા સાથે પણ સંબંધ છે. દેશીઓની અન્ય ભાષામાં રચના થઈ છે. તેમાં પ્રાદેશિકતા ગુજરાત, રાજસ્થાન, મારવાડ, કચ્છ વગેરેની ભાષાના શબ્દો પણ પ્રયોજાયા છે. એટલે દેશીઓમાં પ્રાદેશિકતાનો પ્રભાવ છે. દેશી સાથે ખ્યાલ, તર્જ જેવા શબ્દો સામ્ય ધરાવે છે. આ રીતે દેશીઓ વિવિધ પ્રકારની છે અને તેના દ્વારા સ્તવન, સઝાય, પૂજા, ઢાળિયાં અને અન્ય કાવ્યપ્રકારોમાં તેનો પ્રયોગ થયો છે. આજે પણ રાગ અને લય બદ્ધ કાવ્યપંક્તિઓ લોકગીત સમાન લોકજીભે રમતી જોવા મળે છે અને તેનાથી પ્રાચીન ધર્મ સાહિત્ય પ્રસંગોનું સ્મરણ થાય છે. લગભગ ૧૩મી સદીના સમયથી દેશીઓનો પ્રારંભ થયો અને તેનો વિકાસ થતાં તેમાં રાગ - ટેક - અંચલી – રાહ – ખ્યાલ - તર્જ જેવી દેશીઓ સમાન રચનાઓથી કાવ્ય સર્જન થયું છે. દેશીઓની આ માહિતી કાવ્યના આસ્વાદમાં ઉપયોગી થશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ - ૨૩. જેન કથા સાહિત્ય જૈન સાહિત્ય એટલે જૈનોના હસ્તે અને જૈનેત્તર સર્જકોના હસ્તે જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને સર્જાયેલું એવો અર્થ અભિપ્રેત છે. અન્ય ધર્મોના પ્રભાવથી પણ આ પ્રકારનું સાંપ્રદાયિક વિષય વસ્તુવાળું બૌદ્ધ સાહિત્ય - વૈદિક ધર્મનું સાહિત્ય પણ આ પ્રકારનું છે. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓના પાયામાં ધર્મ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. સમાજ અને રાજ્યમાં ધર્મનો અનન્ય પ્રભાવ હતો. એશિયા ખંડ ધર્મોની જન્મભૂમિ છે એટલે વિશ્વમાં ભૂતકાળ અને વર્તમાનમાં જધર્મની પ્રવૃત્તિ ચાલે છે તેના પાયામાં ધર્મોનો અપરંપાર પ્રભાવ છે. જૈન ધર્મના સિદ્ધાંતોમાં “અહિંસા પરમો ધર્મ નો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વિશ્વના ધર્મોમાં પ્રથમ કક્ષાનો ગણાય છે અને “જીવો અને જીવવા દો' નો મંત્ર ચરિતાર્થ થયો છે. એટલું જ નહિ પરંતુ મરીને પણ બીજાને જીવાડો – આવો મંત્ર બીજી જગ્યાએ નહિ મળે. ધર્મગ્રંથો માત્ર શુષ્ક વિચારોનો સંચય નથી, તેમાં સર્વસાધારણ જનતાને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે એટલે તેમાં કથા સાહિત્યનો એક અનોખો વિભાગ નોંધપાત્ર બન્યો છે. પ્રાચીન કથાઓમાં પંચતંત્ર – હિતોપદેશ, ઈસપની નીતિ કથાઓ, બૌદ્ધની જાતક કથાઓ, પરીકથાઓ, જૈન કથા સહિતબાર વગેરે કથા સાહિત્યના ઉદાહરણ રૂપે સુપ્રસિદ્ધ છે. કથા સાહિત્યનો લહેરાતો સાગર સમગ્ર વિશ્વમાં ભરતી સમાન માનવ સમુદાયને કથા રસની સાથે તત્ત્વનો આસ્વાદ કરાવે છે. કથા સાંભળવી અને કથા કહેવી – કરવી એ માનવ સમાજ માટે એક સાત્વિક પ્રવૃત્તિ છે. જૈન સાહિત્યનો આ વિષયના સંદર્ભમાં વિસ્તાર કરીએ તો નીચે પ્રમાણે માહિતી ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યના મુખ્ય અંગ તરીકે ૪૫ આગમ છે તેમાં અનુયોગ દ્વારનો સમાવેશ થયો છે. અનુયોગનો સીધો સાદો અર્થ એ છે કે ધર્મના પવિત્ર ગ્રંથોમાં જે જ્ઞાનનો ભવ્ય વારસો અગાધ સાગર સમાન રહેલો (૨૩૭) Page #257 -------------------------------------------------------------------------- ________________ છે તેને આત્મસાત્ કરવા માટેનો માર્ગ અનુયોગદ્વારના ચાર પ્રકાર અનુક્રમે દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણનુયોગ અને ધર્મકથાનુયોગ છે. દ્રવ્યાનુયોગમાં વિશ્વનું સ્વરૂપ, જીવાદિક નવ તત્ત્વ, જન્મ-મરણ-મોક્ષકર્મવાદ-ચાદ્વાદ આદિ જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું છે. એટલે આ વિભાગ જૈન દર્શન શાસ્ત્ર - તત્ત્વજ્ઞાનને સ્પર્શે છે. ગણિતાનુયોગમાં ગણિત (ગણતરી) ને આધારે સિદ્ધાંતો - વિચારોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ચરણકરણાનુયોગમાં મુખ્યત્વે સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આદિના આચાર સંબંધી માહિતી કેન્દ્ર સ્થાને છે. આચાર એ ધર્મનું પ્રથમ સોપાન છે. વિચાર-આચારમાં પરિણમે એટલે આત્મ વિકાસની યાત્રા શરૂ થઈ છે એમ સમજવું. ધર્મકથાનુયોગ એટલે ધાર્મિક વિષયો-સિદ્ધાંતોને સ્પષ્ટ – ચરિતાર્થ કરતી કથાઓનો સંચય. ધર્મકથાનુયોગમાં મહાપુરૂષોએ જીવનમાં શાસ્ત્રોક્ત આચાર પાલનથી મુક્તિ પ્રાપ્ત કરીને માનવ જન્મ સાર્થક કર્યો છે તેનો મૂલ્યવાન સંદર્ભ પ્રાપ્ત થાય છે. તીર્થકર ભગવંતો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરૂષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા, સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો તેના દ્વારા પ્રગટ થયા છે. ધર્મકથાનુયોગનો આર્યરક્ષિતસૂરિએ ઉદ્ધાર કર્યો હતો. તેની માહિતી નીચે મુજબ છે. દ્રવ્યાનુયોગ – ૧૨મું અંગ દૃષ્ટિવાદ - હાલ તેનો વિચ્છેદ છે. ચરણકરણાનુયોગ - ૧૧મું અંગ છેદ સૂત્ર મહાકલ્પ અને મૂળ સૂત્ર. સાધુ-શ્રાવકનો આચાર. ગણિતાનુયોગ – ચંદ્ર પ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિ. ધર્મકથાનુયોગ -ઋષિ ભાષિત - ઉત્તરાધ્યયન સૂત્ર. ૨૩૮) Page #258 -------------------------------------------------------------------------- ________________ કથાના માધ્યમ દ્વારા દાર્શનિક વિચારો સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી ધર્મ તત્ત્વ સમજાવવું. ૨. જૈન સાહિત્યના બે પ્રકાર છે. આગમિક અને અનાગમિક. આગમિક સાહિત્ય એટલ ૪૫ આગમ આદિ મૂળભૂત ગ્રંથોને આધારે સ્પષ્ટીકરણ રૂપે લખાયેલ ગ્રંથો. અનાગમિક એટલે આગમિક સાહિત્ય સિવાયની કૃતિઓનું સાહિત્ય. પૂર્વાચાર્યોએ પોતાના જ્ઞાનના ક્ષયોપશમના આધારે વિવિધ પ્રકારની ગદ્ય-પદ્ય સ્વરૂપની કૃતિઓ રચી છે તે અનાગમિક છે. અનાગમિક સાહિત્યના એક ભાગરૂપે ગદ્ય-પદ્યમાં રચાયેલું કથા સાહિત્ય ધર્મકથાનુયોગનું છે. સંસ્કૃત ભાષાનાં કથ' ધાતુ પરતી કથા એટલે કે જે કહેવામાં આવી છે અને પછી તેને ગ્રંથસ્થ કરવામાં આવી છે તે “કથા' એમ તે સ્પષ્ટ અર્થ થાય છે. કથા સાહિત્યના પ્રકાર અંગે નીચે પ્રમાણે વિગતો પ્રાપ્ત થાય છે. તિવિહા કથા ૫. ત. - અWકહા, ધમ્મકતા, કામકહા ! (ઠાણાંગ - અંગ – ૩, ઊ–રૂ સુત્ત ૧૮૯) એટલે કથાના ત્રણ પ્રકાર અર્થકથા, ધર્મકથા અને કામકથા. ઠાણાંગ ૮, ઉ. ૩, સુત્ત ૨૮૨માં ધર્મકથાના ચાર ભેદ દર્શાવ્યા છે તે નીચે પ્રમાણે જાણવા. અર્થકથા, ધર્મકથા, કામકથા અને સંકીર્ણકથા. કથા અર્થકથા ધર્મકથા કર્મકથા આકોપણી વિકોપણી સંવેદની ૧. આચાર ૧. સ્વ-પરસમય ૧. ઈહલોક ૨. વ્યવહાર ૨. પર-સ્વસમય ૨. પરલોક ૩. પ્રજ્ઞપ્તિ ૩. સમ્યકત્વ-મિથ્યાત્વ ૩. સ્વશરીર ૪. દષ્ટિવાદ ૪. મિથ્યાત્વ-સમ્યક્ત્વ ૪. પરશરીર નિવેદની ૧. ઈહલોક ૨. પરલોક ૩. દેવાદિ ૪. તિમંદિ ૨૩૯) Page #259 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય હરિભદ્રસૂરિએ સમરાઈચ્ચ કહા (ભવ-૧, પત્ર-૩)માં કથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. પૂ. ઉદ્યોતનસૂરિએ ધર્મ, અર્થ અને કામ કથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે. દશ વૈકાલિક સૂત્રમાં વર્ણનના વિષયને આધારે અર્થ, ધર્મ, કામ અને મિક્ષિત કથા એમ ચાર ભેદ જણાવ્યા છે. ઉદ્યોતનસૂરિએ કુવલયમાળા-કંડિકા-૭માં કથાના પાંચ પ્રકાર ગણાવ્યા છે. (૧) સકલ કથા, (૨) ખંડ કથા, (૩) ઉલ્લાપકથા, (૪) પરિહાસકથા, (૫) વરાકથા. આ પાંચ કથા સંકીર્ણકથા છે એમ સમજાય છે. સિધ્ધર્ષિગણિએ ‘ઉપમિતિ ભવ પ્રપંચ' ગ્રંથમાં આ રૂપકાત્મક અભિવ્યક્તિવાળા ગ્રંથના પ્રથમ પ્રસ્તાવમાં કથાના ચાર પ્રકાર દર્શાવ્યા છે. તેમાં ધર્મ, અર્થ, કામ અને સંકીર્ણ કથાનો સમાવેશ થયો છે. સિધ્ધર્ષિનો મત હરિભદ્રસૂરિની સાથે સામ્ય ધરાવે છે. અર્થકથા અને કામ કથા ત્યાગ કરવારૂપ છે. આ. હેમચંદ્રસૂરિના કાવ્યાનુશાસનમાંથી કથાના બારભેદની માહિતી પ્રાપ્ત થાય છે. (૧) આખ્યાયિકા, (૨) કથા, (૩) આખ્યાન, (૪) નિદર્શન, (૫) પ્રહલ્લિકા, (૬) મન્યાલ્લિકા, (૭) મણિકુત્થા, (૮) પરિકથા, (૯) ખંડકથા, (૧૦) સકલકથા, (૧૧) ઉપકથા, (૧૨) બૃહત્કથા. આ રીતે કથાના પ્રકારોની માહિતી પ્રાપ્ત થાય છે. કથાના પ્રકારના સંદર્ભમાં ‘વિકથા' પણ સ્થાન ધરાવે છે. તેના ચાર પ્રકાર - રાજકથા, ભક્તકથા, દેશકથા અને સ્ત્રીકથા. આ ચાર વિકથા અનર્થ દંડવાળી હોવાથી ત્યાગ કરવા લાયક ગણી છે. કથાઓના પ્રકારની માહિતી પછી સંક્ષિપ્ત નોંધ દ્વારા કથા વિશે વિગતો આપવામાં આવી છે તે નીચે જણાવ્યા પ્રમાણે છે. અર્થકથા ઃ માનવજીવનમાં ધન-સંપત્તિની આવશ્યકતા છે. તે વગર જીવન ચાલી શકે નહિ. આ અર્થવિશે નિરૂપણ કરતી કથાને અર્થ કથા કહેવામાં આવે છે. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે વિદ્યા, શિલ્પ, વિવિધ ઉપાય, ૨૪૦ Page #260 -------------------------------------------------------------------------- ________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ સાહસ, દાક્ષિણ્ય, સંચય, સામ, દામ, દંડ, ભેદ તથા અર્થ (ધન-સંપત્તિ)ની સિદ્ધિ દર્શાવનારી અર્થક્યા છે. આ. હરિભદ્રસૂરિએ અસિ, મસિ, કૃષિ, વાણિજ્ય, શિષ્ય, ધાતુ અને અર્થોપાર્જન હેતુ સામ, દામ, દંડ, ભેદ વગેરેથી યુક્ત અર્થકથા ગણાવી છે. કામકથાઃ આ કથામાં રૂપ-સૌંદર્યયુક્ત પાત્ર-પ્રસંગનું નિરૂપણ મહત્ત્વનું ગણાય છે. દાક્ષિણ્યતા, યૌન સંબંધ, મોહ, વિવાહ, ભોગ, સુખ, વેશભૂષા, કલાની શિક્ષા, દુર્જન, સંસ્કારી સજજનો વગેરે વિષયોને સ્પર્શે છે. ધર્મકથા: આ કથામાં ધર્મને લગતાં વિવિધ વિષયો જેવા કે દાન, શીલ, તપ, ભાવ, સંયમ, શીલ, પુણ્ય, પાપ, અધર્મ, જીવનમાં શુભાશુભ કર્મનો પ્રભાવ, મનુષ્યની પ્રકૃતિ, જીવનની સફળતા-નિષ્ફળતા અને આરાધનાની માહિતી કેન્દ્રસ્થાને છે. જિનદાસગણિએ મનુષ્યની સર્વશક્તિ – અહિંસાના સિદ્ધાંતોનું નિરૂપણ કરતી કથાને ધર્મકથા ગણાવી છે. આ. હરિભદ્રસૂરિએ દશ ધર્મ યુક્ત (યતિધર્મ) અને અણુવ્રતોવાળી ધર્મકથા કહી છે. મહાકવિ પુણ્યદત્તે અભ્યદય અને નિઃશ્રેયસની સંસિદ્ધિ અને સધર્મની પ્રરૂપણા કરતી ધર્મકથા ગણાવી છે. ઉદ્યોતનસૂરિએ મનુષ્યના વિભિન્ન પ્રકારના ભાવવિભાવનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ગણાવી છે. આગમ ગ્રંથોમાં ચાર પ્રકારના પુરૂષાર્થનું નિરૂપણ કરવાવાળી ધર્મકથા ચાર પ્રકારની દર્શાવી છે. (૧) આક્ષેપણ કથા જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે આકર્ષણ પેદા થાય અને શ્રોતાઓના મનને પણ અનુકૂળ આસ્વાદની અનુભૂતિ થાય તે આપણી કથા કહેવાય છે. (૨) વિક્ષેપણ કથા : પરમતના કથન દ્વારા સ્વમતનું મહત્ત્વ – મૂલ્ય પ્રતિપાદન કરતી કથા વિક્ષેપણી કહેવાય છે. (૩) સંવેદનકથા સંસારનાં દુઃખો, અસારતા, શરીરની અશુચિ, (૨ ૪૧ ) Page #261 -------------------------------------------------------------------------- ________________ અનિત્યતા વગેરે ભાવ દર્શાવતી વૈરાગ્ય પ્રેરક-વર્ધક કથા સંવેદન કથા ગણાય છે. (૪) નિર્વેદની કથા : કર્મોના અશુભ ફળના ઉદયથી દુઃખની પરંપરા ભોગવવી, સંસાર પ્રત્યે વૈરાગ્ય દ્વારા ત્યાગ કરવાની ભાવનાનું નિરૂપણ કરતી કથા નિર્વેદની કહેવાય છે. મિશ્રિત કથા – અધર્મકથા, કામકથા અને ધર્મકથાના મિશ્રણવાળી હોય છે. આ પ્રકારની કથાઓમાં મુખ્યત્વે વીર પુરૂષોનાં પરાક્રમ-શૌર્ય, વેપાર, શ્રેષ્ઠિઓની સાહસિકતા, સમુદ્રયાત્રા, દાન-શીલ-તપ-ક્રોધ-માન-માયા-લોભ આદિ ચાર કષાય માનવ સ્વભાવની વૃત્તિઓ અને દુરાચાર વગેરેનો ઉલ્લેખ થયેલો છે એટલે આ કથા મિશ્રિત-મિશ્રણ એમ કહેવાય છે. આ. હરિભદ્રસૂરિ લૌકિક અને ધર્મ હેતુ સાથે રચાયેલી કથાને મિશ્રકથા કહી છે. મિશ્રકથામાં અનુભૂતિની પૂર્ણતા પાત્રોની વિવિધ પ્રકારની અભિવ્યક્તિ, જીવનના વૈવિધ્યપૂર્ણ પ્રસંગો, સૌંદર્ય પ્રધાન સાધનો, જીવનનું રહસ્ય વગેરે પ્રગટ થાય છે. આ મિશ્રકથાનું અન્ય નામ સંકીર્ણ કથા છે અને કથા સાહિત્યમાં તે સ્થાન ધરાવે છે. સમરાઈચ્ચ કહામાં દિવ્યકથા, માનુષકથા અને દિવ્યમાનુષકથા એમ ત્રણ ભેદ દર્શાવ્યા છે. દિવ્ય કથા : દિવ્ય મનુષ્યોની ક્રિયા અને પ્રવૃત્તિઓથી કથા વસ્તુનો વિકાસ થાય છે. મનોરંજન, કૂતુહલ, શૃંગારરસ, નિર્બંધતા જેવા લક્ષણો દિવ્યકથામાં હોય છે. તેમાં સર્જનકની વર્ણનકળા અને કથનશૈલી પ્રભાવોત્પાદક હોય છે. તેમાં સર્જકની સ્વાભાવિકતા-કથાની મૌલિકતનું પ્રમાણ અલ્પ હોય છે. માનુષ કથા : આ કથામાં માનવ પાત્રોની પૂર્ણ માનવતાનું નિરૂપણ કરીને પાત્રો મૂર્તિમંત રીતે આલેખાયેલાં હોય છે. દિવ્ય માનુષ કથા : તેમાં કથા તત્ત્વ કલાત્મક રીતે કાર્યરત હોય છે. કોઈ ૨૪૨ Page #262 -------------------------------------------------------------------------- ________________ ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું આકર્ષક નિરૂપણ હોય છે. સાહસપૂર્ણ જીવનના પ્રસંગોનું વર્ણન, નાયક-નાયિકાનો પ્રકાર, પ્રણયની સૃષ્ટિ, (ગારરસયુક્ત નિરૂપણ) પ્રણયના પ્રસંગો, રૂપ અને સૌંદર્યનું અનેરું આકર્ષણ, વિવિધ રૂપ ધારણ કરવાં, જીવનલીલાનાં વિવિધરૂપ વાળી દિવ્યમાનુષ કથા છે. આ. ઉદ્યોતનસૂરિએ શૈલીને આધારે કથાના પાંચ ભેદ કહ્યા છે. (૧) સકલ કથા :- આ કથામાં ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશેના વિચારો મુખ્યત્વે સ્થાન ધરાવે છે. આ કથાના અંતમાં જીવાત્મા મનોવાંછિત-ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે તેવો સંદર્ભ રહેલો છે. (૨) ખંડ કથા:- વિષયવસ્તુ એકાદ પ્રસંગનું હોય છે અને તેના દ્વારા જીવનમાં કોઈ એક પ્રસંગનો નિર્દેશ કરવામાં આવે છે. (૩) ઉલ્લાપ કથા:- તેમાં સાહસપૂર્ણ પ્રસંગોનું નિરૂપણ મહત્ત્વનું લક્ષણ છે. તદુપરાંત ધર્મચર્ચાને સ્થાન આપવામાં આવ્યું છે. (૪) પરિહાસ કથા:- મનોરંજનયુક્ત, હાસ્ય ઉત્પન્ન કરવાવાળી વ્યંગ્યાત્મક શૈલીવાળી હોય છે. (૫) સંકીર્ણ કથા:- તેમાં ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરૂષાર્થનો સંદર્ભ રહેલો છે. કથા સાહિત્ય વિવિધ પ્રકારનું છે તેના દ્વારા આનંદની સાથે ધર્મતત્ત્વનો બોધ થાય છે. એટલે કથાનું માધ્યમ સર્વ સાધારણ જનતાને માટે ધર્મ તથા સાહિત્યના ક્ષેત્રમાં અનેરું આકર્ષણ જમાવવામાં સફળ નીવડ્યું છે. વિકથા વિશે જોઈએ તો તેમાં પાપહેતુભૂત સ્ત્રી-પુરૂષની કથા છે. એ જ રીતે રાજકથા, દેશકથા અને ભોજનકથાનો તેમાં સમાવેશ થાય છે. આ કથાનો આરાધક આત્માએ ત્યાગ કરીને ધર્મ કથાનો જ આશ્રય લેવો જોઈએ એમ શાસ્ત્રની વાણી છે. કથા સાહિત્યના ભેદ ઉપરથી સારભૂત લક્ષણ એ છે કે મોક્ષના પ્રયોજનથી ધર્માદિતત્ત્વોની કથા કહેવી – સાંભળવી તે સત્કથા એટલે કે ધર્મકથા છે. માનવજીવનમાં સૌથી ઉપયોગી એક માત્ર ધર્મકથા છે. તેમાં (૨૪૩) Page #263 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, શાસ્ત્રલક્ષણો, ત્યાગ, વૈરાગ્ય, વિરતિધર્મ, મોક્ષપ્રાપ્તિ જેવા માનવીના ઊર્ધ્વગમનનાં લક્ષણોનો સમાવેશ થયો છે. જૈન કથા સાહિત્યના પ્રાચીન સંદર્ભની વિગતો નીચે પ્રમાણે છે. જ્ઞાતા ધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી એવી શ્રુત પરંપરાથી માહિતી મળે છે. આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ મળતી નથી. વર્તમાનમાં ૧૯ કથાઓ ઉપલબ્ધ થાય છે. કથાનુયોગનું આ પ્રાચીન ઉદાહરણ કથા સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણયુગ સમાન છે. આ ગ્રંથના બે વિભાગ પ્રથમ શ્રુત સ્કંધ, જ્ઞાતા અને બીજા શ્રુત સ્કંધનું નામ ધર્મકથા છે. આ બેના જોડાણથી જ્ઞાતા ધર્મકથા નામ નિષ્પન્ન થયું છે. આ ગ્રંથમાં મહાપુરૂષોનાં અનન્ય પ્રેરક જીવનનાં સંદર્ભ સાથે ઔપદેશિક કથાનકો મહત્ત્વનાં છે. ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના પરમોચ્ચ ભક્ત દશ શ્રાવકોની જીવનકથાનો સંચય થયો છે. પ્રભુના બારવ્રતધારી શ્રાવકોની સંખ્યા ૧,૫૯,૦OOની હતી. તેમાંના આ દશ પડિમાધારી શ્રાવકોની કથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મહાવીર સ્વામીના ઉપાસક હોવાથી ઉપાસક દશાંગ સૂત્ર નામ રાખવામાં આવ્યું છે. રાયપરોણી સૂત્રમાં પ્રશ્નોત્તર દ્વારા લઘુકથાનો આસ્વાદ થાય તેવી રીતે કેશી મુનિ અને પ્રદેશ રાજાના પ્રશ્નોનો સમાવેશ થયો છે. આગમ કાળમાં કથા અને ચરિત્રોનું નિરૂપણ કથાનુયોગનું સર્વોત્તમ દષ્ટાંત છે. ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર, કલ્પસૂત્રમાં પણ પ્રસંગોચિત્ત નાની-મોટી કથાઓનો પ્રયોગ થયો છે. કથા સાહિત્યનો આગમનો વારસો જૈન ધર્મના તાત્ત્વિક વિચારોને ગ્રહણ કરવામાં મૂલ્યવાન ગણાય છે. તો વળી કથા સાહિત્યના ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. જૈનાચાર્યોએ પ્રભુ મુખે શ્રવણ કરેલી દિવ્ય વાણીને સૂત્રરૂપે ગૂંથી છે. અને તે ગ્રંથોના સ્પષ્ટીકરણરૂપે નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે ગ્રંથો રચાયા છે. આ ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયા છે. પ્રાકૃત ભાષામાં “પઉમચરિય”, ચઉપન્નમહાપુરૂષ ચરિય, વસુદેવ હીંડી, નેમિચંદ્રસૂરિની પ્રાકૃતમાં ઉત્તરાધ્યયન સૂત્રની કથાઓ, દ્રવ્યાશ્રય, મહાવીર ચરિય, સિરિસિરિવાલકહા, સમરાઈથ્ય કહા, કુદલયમાળા જેવી (૨૪૪) Page #264 -------------------------------------------------------------------------- ________________ કથાઓ જૈન સાહિત્યનો અમરવારસો છે. કથાનુયોગના અનુસંધાનમાં આ પ્રાકૃત કથાઓ અને તેનો અનુવાદ જૈન સમાજને માટે કથા દ્વારા તત્ત્વપ્રાપ્તિનો સુવર્ણ અવસર ગણાય છે. કથા સાહિત્યની વિવિધતામાં પર્વકથાઓ, વ્રતકથાઓ, દૃષ્ટાંતકથાઓ, તત્ત્વબોધકથાઓ પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કથા એક સાધન છે. સાધ્ય તત્ત્વબોધ છે એ લક્ષથી કથાનું શ્રવણ-આસ્વાદ આત્મોન્નતિકારક છે. ૨૦મી સદીમાં પ્રાકૃત ભાષાના વારસાને મૂર્તિમંત રાખવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કરનારા સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ કસ્તુરસૂરીશ્વરજીનું નામ પ્રથમ કક્ષાનું ગણાય છે. પૂ.શ્રીએ “પાઈ વિરાણ કહા” ગ્રંથની રચના કરીને પ્રાકૃત ભાષામાં કથાઓની સાથે સ્વયં સર્જન કરેલી કથાઓનો તેમાં સંચય કરેલો છે. આ કથાઓ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની છે. જૈન અને જૈનેત્તર સાહિત્યમાં કથાનો ભવ્ય વારસો સ્થાન ધરાવે છે. તેમાં ચરિત્રાત્મક નિરૂપણ એ પણ કથા સમાન પ્રચલિત બન્યું છે. અન્ય દર્શનની કથાઓમાં સત્યનારાયણની કથા, શ્રી સાંઈકથા, ભાગવત, રામાયણ, મહાભારત અને પવિત્ર શ્રાવણ માસમાં આખ્યાનોની કથા વગેરે ભારતીય સંસ્કૃતિના ધર્મના પાયામાં અને જીવનમાં એકરૂપ બની ગયેલ છે. જૈન સાહિત્યની કથાઓનું વસ્તુ ચોવીસ તીર્થકરો, ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો, શાસન પ્રભાવક આચાર્યો, ચક્રવર્તી રાજા, બળદેવ, વાસુદેવ, માંડલિક, અન્ય રાજા, શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, ચાર પુરૂષાર્થની સાધના, સેનાપતિ, ધૂર્ત, ઠગ, ચોર, વેશ્યા, પુણ્ય-પાપ, સુખદુઃખ જેવાં પાત્રો જીવનને સ્પર્શે છે. વળી તેમાં ઉપકથા, સમસ્યા, સામાજિક, રાજકીય પરિસ્થિતિ અને વ્યવહાર સંબંધી વિગતો પણ સ્થાન ધરાવે છે એટલે આ કથાસાહિત્ય સર્વના જન સુલભ બની આનંદનો આસ્વાદ કરાવે છે. આ કથાઓમાં શૃંગારરસની સાથે શાંતરસની સૃષ્ટિ ધર્મકથાના યોગની સાર્થકતા દર્શાવે છે. જૈન કથાઓ દીર્ઘતથા સંક્ષિપ્ત-લઘુકથા તરીકે સમગ્ર સાહિત્યમાં વિસ્તાર (૨૪૫) Page #265 -------------------------------------------------------------------------- ________________ પામી છે. દીર્ઘકથાઓમાં વર્ણન, પાત્ર-પ્રસંગ-આચાર, સામાજિક સ્થિતિ, યુદ્ધ, વિજય-પરાજય, સિદ્ધિ સફળતા આદિની માહિતી પ્રાપ્ત થાય છે. લઘુકથામાં માત્ર પાત્ર કે પ્રસંગ દ્વારા તત્ત્વબોધનો પરિચય થાય છે. જૈન સાહિત્યના ટીકા (વિવેચન) ગ્રંથોમાં કથાઓનો સમાવેશ થયો છે. દા.ત. : ધર્મદાસગણીની “ઉપદેશ માળા', હરિભદ્રસૂરિ “ઉપદેશપદ', જ્યકીર્તિની શીલોપદેશમાળા, હેમચંદ્રસૂરિનું પુષ્પમાળા પ્રકરણ, શાંતિસૂરિનું “ધર્મરત્ન પ્રકરણ” વગેરેમાં કથાઓનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. પ્રાકૃત ભાષામાં પણ આવી કથાઓ રચાઈ છે. હરિભદ્રસૂરિનાં ઉપદેશપદ પર વર્ધમાનસૂરિ અને મુનિચંદ્રસૂરિએ ટીકા લખી છે તેમાં મનુષ્યભવની દુર્લભતા અને ચાર પ્રકારની બુદ્ધિનો પ્રભાવ બતાવતી ૮૩ કથાઓનો સમાવેશ થયો છે. સોમતિલકસૂરિ રચિત “શીલતરંગિણી' વૃત્તિમાં ૩૯ કથાઓ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ ટીકામાં તીર્થકર ભગવંતો અને શ્રાવકોની કથાઓનો સમાવેશ થયો છે. નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. ૧૪૨૮માં સિરિવાલ કહાની રચના કરી હતી. તે ઉપરથી શ્રીપાળ ચરિત્ર રાસ આદિ રચનાઓ થઈ છે. કથાનુયોગ એ સર્વસામાન્ય જન સમૂહને માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે. કથાનાં પાત્રો દ્વારા જૈન દર્શનના કોઈ એક સિદ્ધાંત કે વિચારને ઉપનય તરીકે ઘટાવવામાં આવે છે. કથાનું માધ્યમ ધર્મોપદેશનું છે અને વર્તમાનમાં પણ આવી કથાઓ દ્વારા ધર્મબોધની પ્રવૃત્તિ ચાલે છે. કથા સાહિત્યનું પ્રયોજન મુખ્યત્વે ધર્મોપદેશ' નું છે. પાદલિપ્તની ‘તરંગવતી' ને આધારે રચાયેલી તરંગલીલા, હરિભદ્રસૂરિકૃત સમરાઈચ્ચ ગદ્ય કહા અને ધૂખ્યાન' સિધ્ધર્ષિગણિની ઉપમિતિભવ પ્રપંચ કથા (રૂપકાત્મક શૈલીની) ઉદ્યોત્નસૂરિકૃત “કુવલયમાળા', જયવંતસૂરિની “શૃંગારમંજરી', માણિક્યસુંદરની “પૃથ્વીચંદ્રચરિત્ર' ની ગદ્યકથા કથા સાહિત્યમાં નોંધપાત્ર (૨૪૬) Page #266 -------------------------------------------------------------------------- ________________ ગણાય છે. જૈન સાહિત્યમાં બાલાવબોધની રચનાઓ સાહિત્ય વિવેચનની દૃષ્ટિએ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. બાળના અવબોધ (જ્ઞાન) માટે થયેલી રચનાઓને બાલાવબોધ કહેવાય છે. આ પ્રકારની કૃતિમાં મૂળ ગ્રંથનું ભાષાંતર હોય છે તો વળી દૃષ્ટાંત કથાઓ દ્વારા મૂળ ગ્રંથના ભાષાંતરની સાથે વસ્તુનો વિસ્તાર હોય છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની કૃતિઓને લોકભોગ્ય બનાવવા માટે આ પ્રકારની રચનાઓ જૈન સાહિત્યમાં થઈ છે. તેમાંથી પણ જૈન કથાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ધર્મદાસ ગણિની પ્રાકૃત ભાષાની રચના ઉપદેશમાલાના બાલાવબોધમાં સોમસુંદરસૂરિએ નાની-મોટી ૮૩ કથાઓનો સંચય કરેલ છે. પુષ્પમાલા પ્રકરણ, ષડાવશ્યક સૂત્ર, ભવ ભાવના શીલોપદેશમાલા વગેર ગ્રંથોમાં આવી કથાઓનો સંચય થયો છે. આ. જયશેખરસૂરિ પ્રબંધ ચિંતામણિ નામના રૂપક કથાઓના ગ્રંથની રચના સંસ્કૃતમાં કરી છે. આ ગ્રંથને આધારે ત્રિભુવન દીપક પ્રબંધ ગ્રંથ સં. ૧૪૬૨માં રચાયો છે. આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય સોમદેવે કથા મહોદધિ ગ્રંથની રચના ગદ્યમાં કરી છે. તેમાં હિરષેણ કૃત કપૂર પ્રકરણમાં ૧૫૭ કથાઓ પ્રાપ્ત થાય છે. પૂ. હેમવિજયજીએ ૧૭મી સદીમાં કથા રત્નાકર ગ્રંથની રચના કરી છે તેના ૧૦ તરંગમાં ૨૫૦ કથાઓ છે. હરિષણનો બૃહત્કથાકોશમાં ૧૫૭ કથાઓ છે. આ કોશ પ્રાચીન છે. જિનસેનનું હરિવંશ પુરાણ, હેમચંદ્રાચાર્યનું ત્રિષ્ટિ સલાકા પુરૂષ ચરિત્ર, ભદ્રેશ્વર કૃત કથાવલિ, શુભશીલ ગણિની ભરતેશ્વર બાહુબળી વૃત્તિ, સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાળ પ્રતિબોધ', વિજયલક્ષ્મીસૂરિ કૃત ‘ઉપદેશ પ્રાસાદ’ વગેરે ‘કોશ’ સંજ્ઞાવાળી કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ કથાઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. આ કથાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ થયોછે. ૨૪૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યમાં વિવિધ કથાઓના સંદર્ભમાં વિચારીએ તો રાસયુગમાં ચરિત્ર નિરૂપણ દ્વારા કથા અને ઉપકથાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ફાગુ, બારમાસી, વિવાહલો, વેલિ, સજ્ઝાય (ઢાળબદ્ધ) વગેરે સ્વરૂપની રચનાઓમાં કથાઓનું સ્થાન રહેલું છે. જૈન સાહિત્યમાં ધર્મકથાઓનો વારસો વિપુલ પ્રમાણમાં છે તો સમાજના લોકોને કેન્દ્રમાં રાખીને લૌકિક કથાઓ પણ રચાઈ છે. તેમાં ગુણાઢ્યની ‘બૃહત્કથા’ નોંધપાત્ર છે. આ ગ્રંથ ઉપલબ્ધ નથી પણ તેને આધારે ક્ષેમેન્દ્રકૃત શ્લોકબદ્ધ ‘બૃહત્કથામંજરી' અને સોમદેવકૃત કથાસરિતસાગરમાં સંચય થયો છે. વર્ધમાનસૂરિ કૃત ‘મનોરમા કહા’, શુભશીલગણીકૃત વિક્રમાદિત્ય ચરિત્ર, વિજયભદ્રકૃત ‘હંસરાજ વધરાજ ચોપાઈ', હીરાણંદસૂરિ કૃત ‘વિદ્યાવિલાસ પવાડું’, મલયચંદ્રની સિંહાસન બત્રીસી ચઉપઈ, સિંહકુશળની મંદબત્રીસી ચઉપઈ, જિનહર્ષની ‘આરામ શોભા’, મતિસારની કર્પૂરમંજરી, કુશલલાભની માધવાનંદ, કામ કંદલા રાસ અને મારુ ઢોલા ચઉપઈ, હેમાણંદની વેતાલ પંચવિંશતિ, રત્નસુંદરની શુકબહોબેરી, કીર્તિવર્ધનની સધ્યવત્સ સાવલિંગા વગેરે કથા સાહિત્ય જૈન મુનિઓના હસ્તે સર્જાયું છે. તદુપરાંત હરજીમુનિ કૃત ભરડક બત્રીસી અને વિનોદ ચોત્રીસી ની કથાઓ પણ હાસ્ય અને વિનોદ યુક્ત પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં સ્તોત્ર રચનાની ઉત્પત્તિ અંગેની કથાઓ પ્રાપ્ત થાય છે. લઘુશાંતિ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિરની કથાઓ પ્રચલિત છે. પર્વ આરાધનાનો પ્રાપ્ત થતો લાભ દર્શાવતી વિવિધ પાની કથાઓમાં ચૈત્રી પૂનમ, મૌન એકાદશી, જ્ઞાનપંચમી, પર્યુષણમાં અઠ્ઠમ તપની આરાધના માટે નાગકેતુની કથા રોહિણી તપ, વીશ સ્થાનક તપ, શ્રાવકના બારવ્રતની કથાઓ વગેરે કથા સાહિત્યમાં અભિવૃદ્ધિ કરે છે. પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે તેના પ્રભાવની કથાઓ પણ પ્રચલિત છે. આ કથાઓ ધર્મ દ્વારા ચમત્કારના સંદર્ભમાં રચાઈ છે. મંત્ર શિરોમણિ નવકારના પ્રભાવથી કથાઓ નવકાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરાવીને તેના જાપ દ્વારા શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવા ૨૪૮ Page #268 -------------------------------------------------------------------------- ________________ અનુભવની પણ કથાઓ છે. એટલે જૈન કથાઓ વિષયની દષ્ટિએ વૈવિધ્યપૂર્ણ અને પ્રભાવોત્પાદક છે. કથા સાહિત્યનું પ્રયોજન કથારસની અનુભૂતિ, અપૂર્વઆનંદની પ્રાપ્તિ એ તો વ્યવહારથી ગણીએ તે સામાન્ય છે. ખરેખર પૂર્વના મહાત્માઓએ કથાઓ રચીને લોકોને ધર્મોપદેશ દ્વારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય અને આરાધનામાં જોડાય તેમાં વૃદ્ધિ થાય અને અંતે કથાઓના પ્રભાવથી આત્મા પ્રતિબોધ પામીને સંયમ (સર્વવિરતિ), દેશ વિરતિ (શ્રાવકનાં ૧૨ વ્રત) ધર્મ સ્વીકારીને ધર્મ પુરૂષાર્થની સાધનાથી અંતે જન્મ, જરા અને મરણના ત્રિવિધ તાપથી સર્વથા મુક્ત થાય. સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પામે એવો ઉચ્ચ આદર્શ સિદ્ધ થાય તે પ્રયોજન દર્શાવ્યું છે. સંસારના પૌલિક સુખની પ્રાપ્તિ ક્ષણિક છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ અવ્યાબાધ સુખ આપે છે. આત્મા સ્વ-સ્વરૂપમાં લીન બને એ જ પ્રયોજન જ ઈષ્ટ છે, અન્ય પ્રયોજનો ક્ષુલ્લક છે. સંદર્ભ સૂચી: કુવલયમાળા - દૃષ્ટિપાત વિભાગ આગમ પરિચય વાચના - પ્રસ્તાવના • વસુદેવ હિંડી એક અધ્યયન - જૈન કથા સાહિત્યકા ઉદ્દભવ, વિકાસ ઔર વસુદેવ હિંડી. દેવવંદન માળા - જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ પર્વદેશના સંગ્રહ -પૂ. સાગરાનંદસૂરિજી. પ્રબુદ્ધજીવન સં. ૨૦૬૫ અંક (મહા માસ) (૨૪૯) Page #269 -------------------------------------------------------------------------- ________________ Page #270 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય જન્મની દુર્લભતા સ્વપ્ન - મૂળદેવ નામે રાજપુત્ર દેવદતા વેશ્યામાં આસક્ત બની ધણો વખત રહાો હતો. નિર્ધન થતાં અક્કાએ કાઢી મૂકયો. તેને બેનાતટ આવતાં ત્રણ દિવસ અટવીમાં પસાર કરવા પડ્યાં. ત્યાં ખાવાપીવાનું મળ્યું નહિ. ચોથે દિવસે કોઈ ગામમાં ભિક્ષા માંગતાં રાંધેલા અડદ મળ્યાં તે કોઈ તપસ્વીને વહોરાવ્યા. આવું તેનું સાહસ જોઈ સંતુષ્ઠ થયેલી દેવીએ કહયું કે તારી ઈરછામાં આવે તે બે પદ માંગી લે. મૂળદેવે કહ્યું કે દેવદતા ગણિકા અને હજાર હાથી યુક્ત રાજ્ય આપો. દેવીએ તથાસ્તુ કહ્યાં. તે રાત્રીએ એક કુટિરમાં સુતેલા મૂળદેવે સ્વપ્નમાં પોતાના મોઢામાં પ્રવેશ કરતો ચંદ્ર જોયો. પડખે સુતેલા કાપડીને પણ તેવું જ સ્વપ્ન આવ્યું. પ્રભાતે ઉઠીને કાપડીએ ગુરુ પાસે જઈ સ્વપ્નની હકીકત કહી. ગુરુએ કહયું કે તેને ધી-ગોળ સહિત મોડો આહાર મળશે. મળદેવ ઉઠીને નગરમાં સ્વપ્ન પાઠકને ત્યાં ગયો અને ધણાં જ વિનયથી સ્વપ્નની હકીકત કહી ત્યારે સ્વપ્ન પાઠકે કહાં કે આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે, એમ કહી પોતાની પુત્રી પરણાવી. એ નગરનો અપુત્રીઓ રાજા મરણ પામતાં પંચદિવ્યપૂર્વક મૂળદેવને રાજ્ય મળ્યું. તેણે દેવદતા ગણિકાને બોલાવી. પટ્ટરાણી પદે સ્થાપના કરી. પેલો કાપડીએ મૂળદેવને રાજ્ય મળ્યું જાણી ફરીવાર તેવું સ્વપ્ન આવે એ આશાથી કુટિરમાં જઈ સૂઈ ગયો પણ ફરી સ્વપ્ન આવવું દુર્લભ થયું એમ મનુષ્યભવ મળવો અતિ દુર્લભ છે. અતિ દુર્લભ મનુષ્ય જન્મની સફળતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધના છે. સંદર્ભ : ઉત્તરાધ્યયન સૂત્ર ભા. 1 (અધ્યયન - 3, શ્લોક - 1, પા. 46) Jai Education international or Favale Personal Use Only www.amelibrary org