________________
૧૮. સંવત આઠ અધિક શતમાંહે સિદ્ધગિરિ પર આવ્યા, જાવડ શાહ ઉદ્ધાર કરાવે વજસ્વામી મન ભાવ્યા મુનિવર. IIII
દુષ્ટ દેવના સંકટ સર્વે મંત્ર બળે દૂર કીધા,
સ્થાપી પ્રતિમા પ્રથમ જિણંદની લ્હાવા અનેરા લીધા મુનિવર. I૧૦ (પા. ૩૬ ૯-૧૦)
પાંચમી ઢાળના અંતમાં વજસ્વામીના અનશનના પ્રસંગનું નિરૂપણ કર્યું છે.
૧૯. એ મુનિવરના નામ સ્મરણથી, પાપ નાશ સહુ પામે, ધર્મ ધુરન્ધર મુનિ ગુણ ગાતાં, પૂર્ણ પુણ્ય બહુ જાગે. ૧૬॥
આખ્યાનમાં પ્રસંગોનું વર્ણન કરવાની પ્રણાલિકા છે. આ આખ્યાનમાં કવિએ પ્રસંગોનો મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. આકાશગામિની વિદ્યા, વજ્રસ્વામીની પરીક્ષા કરવાનો દેવનો પ્રસંગ, માહેશ્વરપુરમાંથી દેવની સહાય દ્વારા પુષ્પો લાવવાં, જેવા ચમત્કારિક પ્રસંગો શ્રોતાઓને આકર્ષક લાગે છે. શેઠ ધનવાહની દીકરીનું શબ્દચિત્ર આકર્ષક છે. આખ્યાનમાં શૃંગાર, કરૂણ અને શાંતરસનું નિરૂપણ હોવાની સાથે ચમત્કારના પ્રસંગોમાં અદ્ભુત રસ, કથાને રસિક બનાવવામાં પૂરક બને છે. પૂ. ધુરંધરવિજયજીની કવિત્વ શક્તિ, ઉચિત પ્રયોગ, વર્ણાનુપ્રાસ અને મિતાક્ષરી શૈલી નોંધપાત્ર છે.
આ આખ્યાન - કથા એવો શબ્દ પ્રયોગ થયો છે પણ આખ્યાન કડવાબદ્ધ કૃતિ કહેવાય છે. વર્ણનની વિશેષતા રહેલી છે તે દૃષ્ટિએ વિચારીએ તો કથા કહેવાય અથવા તો વજસ્વામીનાં ઢાળિયાં કે વજસ્વામીનું પંચ ઢાળિયું શીર્ષક ઉચિત લાગે છે. અર્વાચીન કાળમાં પૂ.શ્રીની આ કૃતિ રસિક અને આકર્ષક કથાની સાથે શાસનપ્રભાવના અને ધર્મનો જયજયકાર દર્શાવે છે.
Jain Education International
૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org