________________
૧૬. વજસ્વામીને કરે વિનતિ, લબ્ધિવંત મુનિ મોટા,
ધર્મ સંકટ હરવા ફરવા, હણો મિથ્યા પરપોટા. ||૩|
વજસ્વામી જગન્નાથપુરીથી આકાશગામિની વિદ્યાના પ્રયોગથી માહેશ્વરપુરીમાં આવ્યા. અહીં બગીચાનો માળી ધનગિરિનો પૂર્વભવનો મિત્ર હતો એટલે પુષ્પો તૈયાર કરવા માટે સૂચના કરી. પછી વજસ્વામી હિમવર્ષ પર્વત ઉપર ગયા. ત્યાં લક્ષ્મીજીએ એમનું સ્વાગત કર્યું અને ત્યાંથી સહસ્ત્ર પાંખડીવાળું કમળ લીધું. પૂ.શ્રી હુતાશન વનમાં ગયા અને તે વનના માલિક તિર્યમ્ જાંબૂક દેવ પાસેથી ૨૦ લાખ પુષ્પો લીધાં. પછી દેવની સહાયથી બધાં પુષ્પો લઈને વિમાનમાર્ગે જગન્નાથપુરીમાં આવ્યા અને શ્રાવકોએ ઉત્સાહપૂર્વક પુષ્પપૂજાથી પ્રભુભક્તિ કરી હર્ષોલ્લાસ અનુભવ્યો. આ ઘટનાથી આશ્ચર્ય અનુભવીને બૌદ્ધ રાજા પ્રસન્ન થયો. અને રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. એટલા માટે જ વજસ્વામી શાસનપ્રભાવક કહેવાય છે. - કવિના શબ્દોમાં આ પ્રસંગની માહિતી નીચે પ્રમાણે છેઃ ૧૭. પુષ્પો સજ્જ કરવાનું કહીને ગયાગિરિહિમવંતે
શ્રીદેવીએ સરોજ સમર્થ્ય ગ્રહણ કર્યું ભગવંતે મુનિવર. પી. વિશ લાખ પુષ્યો પણ બીજા લીધા હુતાશન વનથી જાંભુક દેવની સાથે આવ્યા કાર્ય ક્યું તનમનથી મુનિવર. //દી મઘમઘતા દિવ્ય કુસુમથી અરિહંત ભગવંત પૂજ્યા સમકિતી જન મન ઉલસ્યાં વિકસ્યાં સુકૃત દુષ્કૃત ધ્રૂજ્યા. liા. (પા. ૩૫/પ-૭).
વિક્રમ સંવત ૧૦૮માં જાવડ શાહે શત્રુંજયનો ઉદ્ધાર કરાવ્યો હતો તે વખતે વજસ્વામીએ દુષ્ટદેવોનો ઉપદ્રવ દૂર કરાવીને મંત્રોચ્ચારપૂર્વક પ્રતિષ્ઠા કરાવી હતી.
(
૫ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org