________________
સિન્દુર શોભે શુભ સીમંતે કુમકુમ તિલક ભાલે, કર કંકણ ને કુંડલ કાને કંઠ શ્રીકાર છે હારે જગ. II કટિ મેખલા કટિ પર રાજે રત્નાભૂષણો શોભે ભર યૌવનથી વિકસિત અંગો નિરખી રતિમન લોભે જગ. //૪ો. નયનવદન સ્તન વક્ષસ્થળ ને ઉદરકટિ ભ્રકુટી, નાસા કર્ણ કપોલ ભાલને દંત અધર કર તૂટી જગ. પી. ચરણ નિતંબ પ્રમુખ સહુ અંગો એકએકથી શોભે કામી ને નિષ્કામી નયનો નિરખીને સ્થિર થોભે જગ. II૬ll.
શેઠ ધનાવહની ઈચ્છા પૂર્ણ થઈ નહિ. વજસ્વામીજીએ વૈરાગ્યમય વાણીમાં ઉપદેશ આપીને શેઠની દીકરીને વૈરાગ્યવાસિત કરી અને પુત્રી રૂકમણીએ પિતાની અનુમતિ લઈને સંયમનો રાજમાર્ગ ગ્રહણ કર્યો. કવિના શબ્દો છે : ૧૪. પ્રતિબોધ એ મૃગ નયનાને, મોહજાળથી મુકાવી,
દીક્ષા મહામહોત્સવથી આપી, ભવભ્રમણા ભૂલાવી. ૧રા વજ સ્વામીના પ્રભાવનું વર્ણન કરતી મિતાક્ષરી પંક્તિઓ નીચે મુજબ
૧૫. દુષ્કાળમાંથી ઉધ્ધ, સકળ સંઘ સમુદાય,
પુરી નગરીમાં સ્થિર કર્યો, વૈક્રિય લબ્ધિ સુહાય. ૧| પુરી નગરીનો નરપતિ, બૌધ્ધ ધર્મી કહેવાય, બુદ્ધ વિના બીજા તણી, પુષ્પપૂજા નવિ થાય. /રા (પા. ૩૨)
જૈનોને પુષ્પો મળે નહિ અને પ્રભુની પુષ્પપૂજા થાય નહિ, પૂજાનો નિયમ હોવાથી શ્રાવકો છેવટે વજસ્વામીને મળ્યા અને પુષ્પોની વૃષ્ટિ થઈ. (પ્રાપ્ત થયાં) કવિના શબ્દો છે :
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org