________________
વજ્રકુમારનો પરિચય આપતા દુહા જોઈએ તો ૧૧. દિન દિન દીપે તેજથી, વજકુવર મુનિરાજ,
ચાહે સર્વે સ્નેહથી, બાળક પણ શિરતાજ. ॥૧॥ ભદ્રગુપ્ત ગુરુથી ભણ્યા, આગમ અર્થ ઉદાર, દશ પૂરવધર એ મુનિ, જિનશાસન શણગાર. ॥૨॥
વજ્રસ્વામી વયમાં નાના હતા પણ જ્ઞાન અને સંયમ પાલનમાં ઉપયોગવંત હતા. એક દેવ ભક્તિભાવથી શ્રાવકનું રૂપ ધારણ કરીને પૂ.શ્રીને કોળાપાક વહોરાવવા માટે આવે છે ત્યારે દેવકૃત ભિક્ષા કલ્યે નહિ એમ પોતાના જ્ઞાન અને ઉપયોગથી ખબર પડતાં ભિક્ષા લેતા નથી. કવિના શબ્દો છે :
૧૨. વયર મુનિવર પોતે ચાલ્યા, યોગવંત ઉપયોગી,
નયન સ્થિર જોઈ શ્રાવકના, જાણે વાતએ જોગી હો. ॥૫॥ સુરકૃત ભિક્ષા કલ્યે નહિ એમ, વિચારી પાછા ફરીયા, વિકટ પ્રસંગે પણ સંયમમાં, સ્થિર રહે મુનિવરીયા હો. ॥૬॥ દેવ પ્રસન્ન થયો ને દીધી, વૈક્રિય લબ્ધિ સારો.
વજ્ર સ્વામીને આ રીતે વૈક્રિય લબ્ધિ પ્રાપ્તિ થઈ હતી. વજસ્વામી વિહાર કરીને એકવાર પાટલીપુત્ર પધાર્યા હતા ત્યારે શેઠ ધનાવહે પોતાની દીકરીનાં એમની સાથે લગ્ન કરવા માટે દઢ નિશ્ચય કર્યો હતો. કવિએ શેઠની દીકરીનું શબ્દચિત્ર આલેખતાં જણાવ્યું છે કે
૧૩. પાટલીપુર પધાર્યા એકદિન પરિવારે પરિવરિયા
રૂપ નિરુપમ અનુપમ વાણી સદ્ગુણ ગણનારિયા જગ. ॥૧॥
શેઠ ધનાવહ નિજ તનયાને સોળ અંગે શણગારે,
રૂમઝુમ રૂમઝુમ ઝાંઝર ઝમકે હાવભાવ અતિ ભારે જગ. ॥૨॥
Jain Education International
૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org