________________
પ્રણમી પદ અરિહંતના, સમરી શારદ માય,
વાત કહું શ્રી વજ્રની, સાંભળો ભલી ભાંત. ॥૧॥
મધ્યકાલીન કાવ્યોમાં ફળશ્રુતિનો કાવ્યને અંતે ઉલ્લેખ કરવામાં આવે છે. કવિએ આરંભમાં જ એનો ઉલ્લેખ કર્યો છે.
સાંભળતાં સુખ સંપજે, પાતિક દૂર પલાય, ગાતાં ગુણ ગિરુઆતણો, જનમ જનમ દુઃખ જાય. ॥૨॥
આખ્યાનને અંતે કળશરચનામાં ગુરુ પરંપરા અને રચના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિની યમક યુક્ત પંક્તિઓ કાવ્ય રચનાની વિશિષ્ટતા દર્શાવે છે.
૮. તરુપઢે પ્રીયુષ કીધિતિ, પીયૂષ પાણિ પાય
વચનામૃત જેના અમૃત સમ, વિજયામૃત સૂરિ રાયા રે. ॥૨॥ પુણ્ય વિજય મુનિ પુર્ણ વૈરાગી, તજી મમતાને માયા.
રચના સમયનો સાંકેતિક ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે
૯. સંવત પાંચ અધિક સહસદ્રય, માધવ માસ મનાયા
વદિ એકમ દિને શુક્રવાસરે, ભાવનગર સ્થિર કાયા રે. પ
સુનંદા પુત્રને જન્મ આપે છે તેની માહિતી આપતાં કવિના શબ્દોમાં પ્રસંગોચિત્ત આનંદ ઉલ્લાસનો પરિચય થાય છે.
૧૦. નવ મહીને શુભ તિથિ દિને, ઉત્તમ શુભ ગ્રહ યોગ, સુત જન્મ્યો સહુ જન ગમ્યો, સકળ સુકૃત સંયોગ. ॥૧॥ સખી જન હળીમળી હેતથી, ધવળ મંગળ ગીત ગાય, ભાગ્ય ભલું એ નારીનું, જસ કૂખ સુત સોહાય. ॥૨॥
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org