________________
તેમનાં વખતમાં બાર વર્ષ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. જેમાં તેમના પાંચસો શિષ્યો ગોચરી ન મળવાના કારણે અનશન કરી કાળ કરી ગયા હતા. તેઓ આર્યસિહગિરિના શિષ્ય હતા અને પ્રભુ મહાવીરના તેરમા પટ્ટધર હતા. દસમા પૂર્વધર તરીકે તેઓ છેલ્લા ગણાય છે. શાસન સેવાનાં અનેક કાર્યો કરી તેઓ અનશનપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
આઠ પ્રભાવક મુનિઓમાં પૂ.શ્રીએ વિદ્યા અને મંત્રના પ્રભાવથી શાસનની પ્રભાવના કરી હતી. ૮. શ્રી વજસ્વામી આખ્યાનની સમીક્ષા
શ્રી મહાવીર સ્વામી સંયમનો યુગ પ્રવર્તાવ્યો હતો. રાજા-મહારાજાઓ, શ્રેષ્ઠિઓ, મંત્રીઓ, યુવરાજો, રાજકુમારો, અમીરો-ગરીબો સૌ કોઈએ ભોગવિલાસમય જીવનનો ત્યાગ કરીને આત્માના કલ્યાણ માટે સંયમપથે પ્રયાણ કર્યું હતું. ભગવાન મહાવીર સ્વામીની પાટ પરંપરામાં ૧૩મા પટ્ટધર અને ૧૮મા યુગપ્રધાન હતા. વજસ્વામીના જીવનના પ્રસંગો વિશે સઝાયની રચના પ્રચલિત બની છે. ભરસરની સઝાયમાં એમનો નામોલ્લેખ થયો છે. પૂ. પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી ગણીએ વજસ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને આખ્યાન કાવ્યની રચના સં. ૨૦૦૭માં કરી છે.
મધ્યકાલીન સમયમાં આખ્યાન કાવ્યોની રચના થતી હતી. અર્વાચીન કાળમાં પૂ. ધુરંધરવિજયજીનું ઉપરોક્ત આખ્યાન પ્રાપ્ત થાય છે. •
આખ્યાનના આરંભમાં કવિએ જણાવ્યું છે કે આ શ્રી વજસ્વામીનું આખ્યાન છે, કથા છે.
કવિએ દુહાથી આખ્યાનનો આરંભ કર્યો છે અને વજસ્વામીના જીવનનો પાંચ ઢાળમાં પરિચય કરાવ્યો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે. કવિના શબ્દો છે :
४८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org