________________
એમ સ્પષ્ટ થાય છે. ૭. રાસ રચ્યો ખંતે કરી રે, સેરવટપુર માંહિ,
નરનારિ જે સાંભળે રે, તસ હોઈ અધિક ઉછાંહિ રે ૧૪ (૩/૧૮૮)
અઢારમી સદીના અંચલગચ્છના માણિજ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરજીએ શુકરાજ રાસ અથવા આખ્યાનની રચના સં. ૧૭૦૧માં ચારખંડ અને ૯૦૫ ગાથા પ્રમાણ કરી છે.
ગુરુ પ્રણમી સરસતિ નમી કહું શુકરાજ આખ્યાન. આ રાસને અંતે કવિ જણાવે છે કે દુહા દેસીને ચોપઈ સુભાષિત સહિત સુજાણે રે.
કવિએ આ રચનામાં કાવ્યને અનુરૂપ દુહા, છંદ, દેશી અને સુભાષિતનો પ્રયોગ કરીને વિશિષ્ટ પ્રકારની રચના કરી છે. કવિએ ગુરુકૃપા પોતાની અલ્પમતિ અને ઓછું-અધિકું લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડ નો પણ કાવ્યને અંતે ઉલ્લેખ કરીને પોતાની નમ્રતા અને વિનય ગુણનો પરિચય કરાવ્યો છે.
વજસ્વામીનો પરિચય
પૂ.શ્રીનો જન્મ તુંબવન ગામમાં, પિતા ઘનગિરિ અને માતા સુનંદા તેઓનો જન્મ થતાં પહેલાં જ પિતા ઘનગિરિએ દીક્ષા લીધી હતી. તેઓ એકવાર ભિક્ષા માટે પોતાના પૂર્વગૃહે આવ્યા ત્યારે બાળકના સતત રડવાથી કંટાળેલી માતાએ તે બાળકને મુનિ (પિતા) ને વહોરાવી દીધો! બાળકનું નામ ગુરુએ વજ પાડ્યું. થોડાં વર્ષો બાદ માતાએ બાળકને પાછો મેળવવા રાજકારે ઝઘડો કર્યો પણ રાજાએ બાળકની ઈચ્છા અનુસાર ન્યાય ચૂકવ્યો અને વજસ્વામી સાધુઓના સમૂહમાં કાયમ રહ્યા. બાલ્યવયમાં પણ તેઓએ પઠન-પાઠન કરતી આર્યાઓના મુખથી શ્રવણ કરાતાં પદાનુસારિણી લબ્ધિથી અગિયાર અંગો યાદ કરી લીધાં હતાં. તેમનાં સંયમથી પ્રસન્ન થયેલા મિત્ર દેવો પાસેથી તેમણે આકાશ ગામિની વિદ્યા અને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત કરી હતી.
૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org