________________
સં. ૧૬૭૯માં ૨૭ ઢાળ, ૫૧૯ ગાથા પ્રમાણ રચના કરી છે.
અન્ય આખ્યાનોમાં આરંભ કે અંતમાં આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે. આ કૃતિમાં “રાસ” શબ્દ પ્રયોગ થયો છે. આખ્યાનનાં લક્ષણોમાં “કડવાબદ્ધ વસ્તુ વિભાજન માટે શબ્દ પ્રયોગ થાય છે તેનો અહીં સંદર્ભ મળે છે.
૨૮મી ઢાળમાં શબ્દો છે કડવાની જાતિ. ૫. એહ રાસ કીધો લાભ લીધો સાદું વાંછિત કાજ
જેહનઈ દાન દીધું હતું પ્રસિદું લીધું ત્રિભુવન રાજ. I૫૦૭ll કવિએ “સંબંધ” શબ્દ કરીને અમરસેન વયરસેનનો ઉલ્લેખ કર્યો છે. સરસતિ માત સાનિધિ કરી, રચ્યો સંબંધ રસિક પ્રકરણ પુષ્પમાલા તણી, ગાથા ભણી સુજાણિ, રસિક સંબંધ શ્રવણે સુણ્યો, રાસ રચું શુભવાણિ. /૧૬ll
કવિએ ખરેખર રાસ રચના કરી છે તેની સાથે “સંબંધ” સંજ્ઞા પ્રયોગ પ્રાપ્ત થાય છે. એટલે રાસ, સંબંધ, આખ્યાનક એમ ત્રણ સંજ્ઞાઓ વાળી આ રચના છે.
(૩/૧૫૫)
કવિ રાજસાગર ઉપાધ્યાય (સત્તરમી સદી) લવકુશ રાસ અથવા આખ્યાન અથવા રામસીતા શીલપ્રબંધક રાસની રચના સં. ૧૬૭રમાં પ૦૫ કડી પ્રમાણ કરી છે. કવિએ કાવ્ય રચનામાં કોઈ જગ્યાએ આખ્યાન શબ્દનો ઉલ્લેખ કર્યો નથી પણ “રાસ સંજ્ઞાનો પ્રયોગ થયો છે. ૬. સંવત સોળ વરસ બહુન્નરી, જેઠ સુદી બુધવાર,
તિથિ ત્રિજનિ દિનિ રાસ પૂરણ એવું મંગલકાર. //રા (૩/૧૭૦)
સત્તરમી સદીમાં કવિ ઉદયમંદિરે ધ્વજભુજંગ આખ્યાનની રચના સં. ૧૬૭૫માં કરી છે. કવિએ કાવ્યને અંતે જણાવ્યા પ્રમાણે આ કૃતિ “રાસ છે
૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org