________________
૧૭મી સદીના પ્રારંભમાં થયેલા આચાર્ય જયવંતસૂરિએ સં. ૧૬૪૩માં ૫૬૨ ગાથા પ્રમાણ ઋષિદત્તા રાસ અથવા આખ્યાનની રચના કરી છે. કવિએ કાવ્યના આરંભના દુહામાં આખ્યાન શબ્દ પ્રયોગ કર્યો છે. ૩. ઋષિદત્તા નિર્મલ થઈ તે નિજ સત્યપ્રમાણ તસ આખ્યાન વષાણ વા દિઈ મુઝ નિર્મલ વાણિ કવિતા મહિમા વિસ્તરે ફલીઈ વક્તા આસ શ્રોતા અતિરંજે જિણે સો દિઈ વચન વિલાસ વિવિધ પરે કેલવણ નિજ રમતિ અનુસાર તુઝ પયકમલ પ્રસાદથી જગિ વાણી વિસ્તાર પૂર્વે છે સૂકવે કર્યા એહના ચરિત પ્રસિદ્ધ
તો હુઈ રસિકજના ગહે એ ઉધમ કીધ
કેવલ લહી મુક્ત ગઈ કલંકહ છેક
તે ઋષિદત્તા સુપચરિતં સુણયો સહુ વિવેક. (૨/૭૬)
સત્તરમી સદીમાં વડતપગચ્છ સમુદાયનાં સાધ્વી હેમશ્રીએ કનકાવતી આખ્યાનની રચના સં. ૧૬૬૪માં ૩૬૭ ગાથા પ્રમાણ કરી છે. આખ્યાનના અંતે રચના સમય, ફળશ્રુતિ અને આખ્યાન શબ્દ પ્રયોગ વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. અંતમાં ‘ઈતિ કનકાવતી આખ્યાન સમાપ્ત'.
૪.
કથા માંહઈ કહઉ રસાલુ કનકાવતી સંબંધ
કનકાવતી આખ્યાન રચઉ મઈ સૂઅણાં સરસ સંબંધ સંવત ૧૬ થુઆલઈ સંવચ્છરિ વૈશાષ વદિક જુવાર સાતમઈ દિન સૂભ મુહુરતઈ યોગઈ રચઉ આખ્યાન એસાર ભણઈ ગુણઈ સંલિ જેનાર તેહ ધર મંગલ ચ્યાર હેમશ્રી હરષઈ તે બોલઈ સુખ સંયોગ સૂસાર. (૨/૨૩૧)
સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં થયેલા તપગચ્છના હીરવિજયસૂરિના સમુદાયના શ્રી સંઘવિજયજીએ ‘અમરસેન વયરસેન રાજર્ષિ આખ્યાનક’ ની
Jain Education International
૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org