________________
ગુણ સુણી સાધૂ ઉદાયી કેરાં, નલો કર્મહ કાંથડી, આખ્યાન સુણી પ્રભાવતીનું, સુકૃત સંચો ગાંઠડી. ॥૪॥
ઈતિ શ્રી સુશ્રાવિકા પ્રભાવતી રાસો આખ્યાનં ચરમ રાજઋષિ ઉદાઈ સાધુ ચરિત સંપૂર્ણ । (૨/૯૯)
૧૭મી સદીના મધ્યકાળમાં થયેલા સકલચંદ્ર ઉપાધ્યાયે મૃગાવતી આખ્યાન અથવા રાસ ની રચના સં. ૧૬૪૩ની આસપાસ ૪૨૧ ગાથામાં કરી છે. કવિએ ૪૨૧મી ગાથામાં આખ્યાન નામનો નિર્દેશ કર્યો છે.
૨.
મૃગાવતી આખ્યાન સુણતાંતીર, પુણ્ય તણા ઘડા.
ઈતિ મૃગાવતી શીલવતી મહિમાવતી શીલ વર્ણન આખ્યાન સમાપ્તિમિતિ. (હસ્તપ્રતને અંતેનું લખાણ)
શ્રી ૧૬૭૦ વર્ષે શ્રાવણ માસિ કૃષ્ણ પક્ષે ગયાદેસી શનિવાસરે, શ્રી પૂર્ણિમ પટ્ટે, ચતુર્થ શાખામાં શ્રી શ્રી તીર્થોદ્વારક શ્રી શ્રી શ્રી પૂજ્ય શ્રી હર્ષસાગરસૂરિણા રિખવચંદજી લિખિતં.
સત્તરમી સદીના ત્રીજા તબક્કામાં ઉપા. સમયસુંદરે મૃગાવતી ચરિત્ર અથવા ચોપાઈ અથવા આખ્યાનની રચના સં. ૧૬૮૮માં ૩ખંડ, ૩૮ ઢાળ, ૩૪૪ ગાથા પ્રમાણ કરી છે. કવિએ આખ્યાનને અંતે ચઉપઈ ચરિત્ર શબ્દ પ્રયોગ કર્યો છે પણ આખ્યાન પ્રયોગ શીર્ષક સિવાય અન્યત્ર પ્રાપ્ત થતો નથી.
બ્રાહ્મી ચંદન બાલિકા, ઈત્યાદિક અભિરામ, તેણઈ કારણ ભગત ભણું, મૃગાવતી ચરિત્ર.
સોલ સઈ અડસઠ વરસેં, હુઈ ચઉપઈ ઘણે હરખે મોહનવેલિ ચઉપઈ સુણલાં, ભણતાં નઈ વલી ગુણતાં. (પ્રથમ ખંડ) ઉપરોક્ત પંક્તિઓમાં ચઉપઈ ચરિત્રનો ઉલ્લેખ છે.
Jain Education International
૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org