________________
કુલાનન્દાખ્યાનક નં. ૧૨૧ વૈવિધ્યપૂર્ણ વિચારો અને કવિત્વની દષ્ટિએ ઉત્તમ છે.
આખ્યાનકની શૈલી મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર સાથે સામ્ય ધરાવે
સમગ્ર રીતે વિચારીએ તો આખ્યાનકોમાંથી દેવ-ગુરુ અને ધર્મના વિચારો વિવિધ દષ્ટાંતો દ્વારા પ્રાપ્ત થાય છે. કથાનુયોગની એક નોંધપાત્ર રચના તરીકે આખ્યાનકર્મણિ કોશ ઐતિહાસિક, ધાર્મિક અને સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે.
જૈન સાહિત્યમાં આખ્યાન રચનાના સંદર્ભમાં આ પ્રાચીન ગ્રંથની માહિતી પૂર્વભૂમિકા રૂપે ગ્રંથની પ્રસ્તાવનાના આધારે પ્રગટ કરવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં જે આખ્યાનનું સ્વરૂપ છે તેનાથી ભિન્ન રીતે જૈન સાહિત્યનાં આખ્યાનો પરંપરાગત લક્ષણો સાથે રચાયાં છે.
અર્વાચીન કાળમાં ધર્મધુરંધરસૂરિ રચિત શ્રી વ્રજસ્વામી આખ્યાન-કથા પ્રાપ્ત થાય છે તેનો પરિચય આ વિભાગમાં આપવામાં આવ્યો છે.
૧૭મી સદીના પ્રથમ તબક્કામાં થયેલા કવિ નયસુંદરે સં. ૧૬૪૦માં પ્રભાવતી (ઉદયન) રાસ અથવા આખ્યાનની રચના કરી છે. કવિએ છેલ્લી ઢાળની ૨૮મી ગાથામાં આખ્યાન સંજ્ઞાનો ઉલ્લેખ કર્યો છે.
આખ્યાન એહ પ્રભાવતીનું, નૃપ ઉદાયિચરિત્ર પરમાદ પરહો પરિહરી, સાંભલો પુણ્ય પવિત્ર. ૨૮ લઘુ ગતિ ઉત્તરાધ્યયની, વળી ચૌદ સહસોં માંહી, અધ્યયન જોઈ અઢારમું, આખ્યાન રચ્યું ઉચ્છહિ. મુરા
૨૭મી ગાથામાં આખ્યાન રચવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે એટલે આ | કૃતિ સાચા અર્થમાં આખ્યાન છે.
૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org