________________
સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશમાં છે.
આ કોશમાં ૪૧ અધિકાર અંતર્ગત ૧૨૭ આખ્યાનકોનો સમાવેશ થયો છે. તેમાંથી કથાઓ ઉપરાંત ધર્મ વિષયક માહિતી પ્રાપ્ત થાય છે. દાન-શીલતપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મની માહિતીમાં આખ્યાનકો રચાયાં છે અને તેના દ્વારા ધર્મનો મહિમા પ્રગટ થયો છે.
૧૧૪ આખ્યાનક પ્રાકૃત ભાષામાં રચાયાં છે અને કવિએ ‘આર્યા’ છંદનો પ્રયોગ કર્યો છે. અન્ય આખ્યાનકોમાં સંસ્કૃત ભાષાના પ્રયોગ સાથે વસંતતિલકા છંદનો પ્રયોગ થયો છે. ૧૨૨ આખ્યાનકોમાં પ્રબોધિની છંદનો પ્રયોગ થયો છે. આ છંદની માહિતી વૃત્ત રત્નાકર ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
ભરતાખ્યાનકમ્ નં. ૨૩ અને ૪૨ સોમપ્રભાખ્યાનકની રચના અપભ્રંશ ભાષામાં થઈ છે. રૂકિમણી-મધ્વાખ્યાનકમ્ નં. ૨૦-૨૧ની રચના સંયુક્ત કથા તરીકે થઈ છે.
આખ્યાનકના વિષયોની પસંદગી પૂર્વાચાર્યોએ રચેલા જૈન સાહિત્યના પ્રભાવથી થઈ છે એટલે પૂર્વના સાહિત્ય સાથે તેનો સંબંધ છે.
બકુલાક્યાનકમ્ નં. ૩૨માં વિશેષ રીતે રત્નચૂડની કથા નોંધપાત્ર છે. આ ગ્રંથની કથાઓમાં પ્રાકૃત અને અપભ્રંશનો પ્રયોગ થયો છે.
કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો કવિએ વિરોધાભાસ, શ્લેષ, રૂપક અને પ્રહેલિકાના પ્રયોગથી કથાને રસિક અને આકર્ષક બનાવી છે. પ્રહેલિકાનો પ્રયોગ શ્રોતાઓને આનંદદાયક લાગે છે. મધ્યકાલીન સાહિત્યમાં આવી પ્રહેલિકાનો પ્રયોગ એક વિશિષ્ટતા ગણાય છે.
આખ્યાનકોમાં વિવિધ વિષયોનો સમાવેશ થયો છે. ચરિત્રાત્મક આખ્યાનકોની સાથે સાંપ્રદાયિક ઉપદેશાત્મક વિચારોને પ્રગટ કરતી રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. અહિંસા, સત્ય, દાન જેવા વિષયોના શાસ્ત્રોક્ત વિચારો વિવિધ દષ્ટાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.
Jain Education International
૪૨
For Private & Personal Use Only
www.jainelibrary.org