________________
કાવ્યપ્રકાર તરીકે તેની વિશિષ્ટ શૈલીથી લોકપ્રિય બન્યો હતો. આખ્યાનકાર પાત્રો પ્રસંગોનું વર્ણન કરીને શ્રોતાઓને તેનો સાક્ષાત્કાર કરાવે છે. જન હૃદયમાં પાત્રો વસી જાય એવી હૃદયસ્પર્શી અભિવ્યક્તિ આખ્યાનની લાક્ષણિકતા ગણાય છે. તેમાં રહેલી નાટ્યાત્મકતા લોકોને આકર્ષે છે.
હેમચંદ્રાચાર્ય એ કાવ્યાનુશાસનમાં જણાવ્યું છે કે આખ્યાનવ સંજ્ઞા તલમત્તે પદ્યાભિનયન્ ગાયનું
ગુજરાતી ભાષાના સાહિત્યમાં ઐતિહાસિક રીતે વિચારીએ તો ૧૫મી સદીના ત્રીજા તબક્કામાં ભક્ત કવિ નરસિંહ મહેતાનું “સુદામાચરિત્ર અને
ગોવિદ ગમન” લઘુ આખ્યાનના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. (સં. ૧૪૭૦ થી ૧૫૨૫)
કવિ ભાલણ સંસ્કૃત ભાષાનો પ્રકાંડ પંડિત હતો. આ કવિએ આખ્યાનો રચીને તેના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. ભાલણ, કર્મણમંત્રી, નાકર, વિષ્ણુદાસ જેવા કવિઓએ આખ્યાન રચનાઓ કરીને વિકાસ કર્યો છે. ત્યારપછી મહાકવિ પ્રેમાનંદે મોટી સંખ્યામાં આખ્યાનો રચીને સ્થાપેલો આખ્યાન કાવ્યનો સુવર્ણયુગ પ્રસિદ્ધ છે.
આખ્યાનકર્મણિ કોશની રચના પ્રાકૃત ભાષામાં નેમિચંદ્રસૂરિએ કરી છે. પૂ.શ્રીના શિષ્ય આપ્રદેવસૂરિએ આ ગ્રંથની ટીકા લખી છે. આ અંગેના શબ્દો નોંધવામાં આવ્યા છે.
સવૃત્તિકસ્ય આખ્યાનકસ્ય મણિકોશસ્ય વિષયાનુક્રમો ગ્રંથની મૂળ રચના પ્રાકૃતમાં છે તેની ટીકા સંસ્કૃત ભાષામાં છે.
પૂ. નેમિચન્દ્રસૂરિ ૧૨મી સદીના સુવિખ્યાત આચાર્ય હોવાની સાથે ઉચ્ચ કક્ષાના વિદ્વાન તરીકે સુખ્યાત હતા. એમની પાંચ કૃતિઓમાં આત્મબોધ કુલક' વિશેષ પ્રચલિત છે. પૂ. આમૃદેવઉપા. નેમિચન્દ્રસૂરિના દીક્ષાગુરુ હતા. આખ્યાનકમણિ કોશની રચના પ્રાકૃત ભાષામાં કરી છે અને તેની વૃત્તિ (ટીકા)
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org