________________
પુણ્યકાર્ય થયું છે. જૈન સાહિત્યમાં રાસાઓની જે લોકપ્રિયતા હતી તેવી જ લોકપ્રિયતા જૈનેત્તર સમાજમાં આખ્યાનની હતી. આખ્યાન માત્ર કથન શૈલીની કૃતિ નથી પણ કાવ્યકલાનાં લક્ષણો ધરાવે છે.
આલંકારિકોએ આખ્યાન વિશે જણાવ્યું છે કે “આક્યાન પૂર્વવૃત્તોતિ' એટલે પૂર્વ બની ગયેલા વૃત્તાંતનું કથન. આવી રચના ગદ્ય કે પદ્યમાં પણ હોય. આખ્યાન વિશે અન્ય સંદર્ભ જોઈએ તો આસમંતાતુ ખ્યાન - સર્વ રીતે વિસ્તારીને કથન કરવું.
ભોજના શૃંગાર પ્રકાશમાં આખ્યાનની વ્યાખ્યા નીચે પ્રમાણે પ્રાપ્ત થાય
છે.
આખ્યાન સંજ્ઞા તલમત્તે પદ્યાભિનયન પઠન ગાયના
જેને એક જ કથા વાંચનાર અભિનય કરીને, પાઠ કરીને અને ગાઈને એકત્રિત થયેલા શ્રોતાઓને સંભળાવે છે તે આખ્યાન છે. ઉપરોક્ત સંદર્ભ દ્વારા આખ્યાનની કથન શૈલી, અભિનય, ગેયતા અને તાલબદ્ધ અભિવ્યક્તિ જેવાં લક્ષણોનો આખ્યાન કાવ્યમાં સમાવેશ થાય છે.
સંસ્કૃત સાહિત્યમાં “ઉપાખ્યાન' શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે. તેનો અર્થ એમ છે કે મૂળ કથાવસ્તુના સંદર્ભમાં ગૌણ-આડ કથા તરીકે (અવાન્તર કથા) વસ્તુનો વિસ્તાર કરીને રસપ્રદ વાણીમાં રચના કરવી. મહાકાવ્યમાં વસ્તુના વિભાજન માટે “સર્ગ” શબ્દ પ્રયોગ થાય છે. આખ્યાન શબ્દ પણ સર્ગના પર્યાય તરીકે ઓળખાય છે. મનુસ્મૃતિમાં એવી માહિતી છે કે શ્રાદ્ધ વિધિ પૂર્ણ થયા પછી લોકોને આખ્યાનનું શ્રવણ કરવાનું હોય છે. ૧. સ્વાધ્યાયં શ્રાવયેત્ ફિયે ધર્મશાસ્ત્રાણિ પૈવ હિ
આખ્યાનાનિતિહાસાંશ્ચ પુરાણાનિઃ ખિલાની ચા મનુ. (પા. ૧૪૪)
આખ્યાન કથન શૈલીવાળી રચના હોવાથી તેમાં પાત્રો અને પ્રસંગોનું વર્ણન, રસસૃષ્ટિ મહત્ત્વની હોય છે. તે રીતે વિચારીએ તો આખ્યાન શ્રાવ્ય
( ૪૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org