________________
છે.
૫. આખ્યાન
ગુજરાતી સાહિત્યમાં આખ્યાન કાવ્ય પ્રકારની માહિતી નીચે પ્રમાણે
રાસયુગના અંત પછી આખ્યાન કાવ્યનો પ્રારંભ થયો છે. રાસ સાથે સામ્ય ધરાવતો આખ્યાન કાવ્યપ્રકાર કેટલાંક લક્ષણોથી સ્વતંત્ર રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. આખ્યાનમાં વર્ણન સંક્ષિપ્ત અને મુદ્દાસર હોય છે. રાસમાં ધાર્મિક દૃષ્ટિકોણ હતો જ્યારે આખ્યાન ધાર્મિક દૃષ્ટિકોણની સાથે ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. તેનું વસ્તુ વ્યવસ્થિત અને સુગઠિત હોય છે. આખ્યાન રચના ગાઈ શકાય અને ગાવાથી સાંભળી શકાય એવી શ્રાવ્ય કલાનો પ્રકાર છે. એટલે તેમાં ગેય દેશીઓના પ્રયોગની સાથે વિવિધ રાગરાગિણીઓનો પ્રયોગ થાય છે.
આખ્યાનનું મૂળ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં જોવા મળે છે. ગુજરાતી ભાષામાં આખ્યાન રચનાઓ લોકરુચિને અનુરૂપ કેટલાક ફેરફારો સાથે રચાયાં છે. જૈન સાહિત્યમાં આખ્યાનોમાં આવો કોઈ ફેરફાર જોવા મળતો નથી. અપભ્રંશ સાહિત્યમાં કડવાબદ્ધ રચના થતી હતી. તેનું અનુસરણ કરીને ‘ફડવાબદ્ધ’ કૃતિ આખ્યાન છે એવી ઉક્તિ પ્રચલિત છે. અપભ્રંશમાં કડવાનો પ્રારંભવક, ધ્રુવી થી થતો હતો. ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં આખ્યાનનો પ્રારંભ થયો હતો. જૈન સાહિત્યનાં આખ્યાનો અપભ્રંશના પ્રભાવથી રચાયા છે. કવિઓએ ‘આખ્યાન’ સંજ્ઞા સાથે ‘રાસ’, ‘આખ્યાનક' સંજ્ઞાઓનો પ્રયોગ કર્યો છે.
આખ્યાન દ્વારા સમાજના લોકોની ધાર્મિક રુચિનું પોષણ આપવાની સાથે મનોરંજન, ઉપદેશ અને ભક્તિનો હેતુ પણ સિદ્ધ થાય છે.
ધર્મગ્રંથો, પુરાણો અને અન્ય ગ્રંથોમાં જે જ્ઞાન સંસ્કૃત ભાષામાં હતું તેને મધ્યકાલીન સમયમાં આખ્યાનના માધ્યમ દ્વારા જન સાધારણ સુધી પહોંચાડવાનું
Jain Education International
૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org