________________
અગડદત્ત મુનિએ ધમ્મિલકુમારને વિશેષ વિધિ વિગેરે બતાવ્યો.)
ધમ્મિલકુમારે ગુરૂ મહારાજના કહેવા પ્રમાણે યથાર્થ રીતે છ માસ પર્યંત તપ-જપ વગેરે કરી મુનિવેશ તજી દીધો. ત્યારબાદ દેવની પ્રસન્નતાથી તેમજ પૂર્વભવમાં બાંધેલા અશુભ કર્મના ક્ષયથી રાજ્ય સ્રી પુત્રાદિકના વૈભવરૂપ અનેક પ્રકારના સાંસારિક સુખ પામ્યા.
અંતે ધર્મરૂચિ નામના ગુરુ મળ્યા તેમણે ઉપદેશ આપ્યો. પૂર્વભવ કહ્યો તેથી વૈરાગ્ય પામી રાજ્ય પુત્રને સોંપી પોતે સ્ત્રીઓ સહિત ચારિત્ર અંગીકાર કર્યું અને દીર્ઘકાળ પર્યંત ચારિત્રનું પાલન કરી અંતે એક માસનું અનશન કરી ધમ્પિલમુનિ અને બે સાધ્વી કાળ કરી બારમા અચ્યુત નામના દેવલોકમાં ઉત્પન્ન થયાં ત્યાંથી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પામી મોક્ષપદ પામશે.
ધમ્મિલ કુમારના જીવનમાં બનતા વિવિધ પ્રસંગો દ્વારા ભવભ્રમણની માહિતી પ્રાપ્ત થાય છે. આ રચનાને ‘હીંડી' સંજ્ઞા આપવામાં આવી છે.
વસુદેવ હીંડી એક વિસ્તૃત કથારૂપે પ્રાપ્ત થાય છે. જ્યારે ધમ્મિલ હીંડી કથા રૂપે મહત્ત્વપૂર્ણ ગણાય છે. હીંડી સ્વરૂપની કૃતિની દૃષ્ટિએ તેનું ઐતિહાસિક અને ગૌરવવંતુ સ્થાન છે. તેમાં ધમ્મિલ નામના સાર્થવાહના પુત્રની કથા છે. આ કુમાર સંસારમાં અને દેશ-વિદેશમાં પરિભ્રમણ કરીને ૩૨ કન્યાઓ સાથે લગ્ન કરે છે. તેમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, વસુદત્તાખ્યાન, રિપુદમન, નરપતિ વગેરે લોક કથાઓનું કલાત્મક આલેખન થયું છે. આ હીંડીના રચિયતા સંઘદાસ ગણિ છે.
કથા સાહિત્યના વિશિષ્ટ પ્રકારવાળી હીંડી રચના જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં નોંધપાત્ર છે. તેનાથી સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિનું દર્શન થાય છે.
સંદર્ભ :
૧. વસુદેવ હીંડી એક અધ્યયન ૨. વસુદેવ હીંડી
Jain Education International
३८
For Private & Personal Use Only
www.jainelibrary.org