________________
એવું નામ સ્થાપ્યું તે અનુક્રમે મોટો થતાં અનેક કળાઓમાં નિપુણ થયો સાથે ધર્મશાસ્ત્ર પણ શીખ્યો અને ધર્મક્રિયામાં અત્યંત પ્રીતિવાળો થયો. માતા-પિતાએ જ નગરના ધનવસુ શેઠની યશોમતિ નામની કન્યા પરણાવી કે જે એક જૈન ગુરુ પાસે ભણતાં મ્મિલ પ્રત્યે અનુરાગવાળી થઈ હતી. બંને જણાં પોતાનો સંસાર-વ્યવહાર સુખ પૂર્વક ચલાવે છે પરંતુ થોડે કાળે ધમ્મિલકુમાર ધર્મવૃત્તિમાં અને અધ્યાત્મ રસમાં બહુ મગ્ન થવાથી સંસાર વ્યવહારથી વિરક્ત જેવો થયો. નવ પરણિત સ્ત્રીને પણ માયાજાળ સરખી ગણવા લાગ્યો. યશોમતિએ પોતાના પતિની વિમુખતા અને પોતાના દુઃખની વાત સખીઓને કહી અને સખીઓ પાસેથી ધમ્મિલની માતાએ વાત જાણી. માતા પાસેથી શેઠે જાણી. શેઠને ચિંતા થઈ કે પુત્ર વ્યવહારમાર્ગ જાણતો નથી અને લોકમાં તે મૂર્ખ ગણાય છે. તેથી તેના ઉપાય માટે શેઠની ઘણી મના છતાં શેઠાણીએ સંસારકુશળ થવા માટે ધમ્મિલને જુગારીઓને સોંપ્યો તેમાંથી અનુક્રમે વેશ્યાગામી થયો. માતા વેશ્યાને ત્યાં દ૨૨ોજ ધમ્મિલના મંગાવ્યા પ્રમાણે ધન મોકલે છે. અંતકાળે માતાએ પુત્રને તેડવા મોકલવા છતાં ઘરે ના આવ્યો. માતા-પિતા પુત્ર વિયોગમાં મૃત્યુ પામ્યાં અને યશોમતિને માથે સર્વ ધરભાર આવી પડ્યો. પોતાના પતિ ધન મંગાવે તે પ્રમાણે મોકલતાં યશોમતિ પણ સર્વથા નિર્ધન થવાથી પિયર ચાલી ગઈ.
હવે ધન પ્રાપ્તિ બંધ થવાથી વસંતલિકા પુત્રીનો અતિ પ્રેમ હોવા છતાં વસંતસેનાએ ધમ્મિલની દુર્દશા કરી ઘરમાંથી કાઢી મૂક્યો. તેને ભમતાં ભમતાં શ્રી અગડદત્ત મહામુનિ મળ્યા. તેમણે પોતાનું સવિસ્તર ચરિત્ર કહીને તે દ્વારા ઉપદેશ આપ્યો. તેથી પ્રતિબોધ પામ્યા છતાં ધમ્મિલકુમારે ગુરુ મહારાજને કહ્યું, ‘હે ગુરુ મહારાજ! મને હજી સંસારસુખની ઈચ્છા છે તે પૂર્ણ થાય એવો ઉપાય બતાવો પછી આપ કહેશો તેમ કરીશ.' ગુરુજીએ કહ્યું, ‘મુનિ સાંસરિક સુખનો ઉપાય બતાવે નહિ પણ આના પરિણામે આશ્રવ સંવર રૂપ થનાર છે માટે ઉપાય બતાવું કે છ માસ પર્યંત આયંબિલનો ચઉવિહાર તપ કરવો, દ્રવ્યથી મુનિ વેશ અંગીકાર કરવો, દોષરહિત ગોચરી કરવી, મુનિપણું મેળવવું અને નવકાર મંત્રના નવ લાખ જાપ ઉપરાંત ષોડષાક્ષરી મંત્ર હું બતાવું છું તેનો જાપ કરવો. આ પ્રમાણે છ માસ સુધી કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.’ (અહીં શ્રી
Jain Education International
૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org