________________
સંઘદાસ ગણિએ વસુદેવ હીંડીમાં શ્રી કૃષ્ણના પિતા વસુદેવની ધર્મકથાને સ્થાન આપ્યું છે. વસુદેવની વિદેશ અને ભારતમાં ભ્રમણના પ્રસંગોને ધ્યાનમાં રાખીને રચના કરી છે. તેમાં જૈન ધર્મનો પ્રભાવ દર્શાવતા પ્રસંગોનું પણ વર્ણન થયું છે. મહાત્માએ પોતાની કલ્પનાશક્તિથી બૃહત્કથાની કામકથાને લોકકથા અને ધર્મકથામાં રૂપાંતર કરીને સ્થાન આપ્યું છે. રાજા ઉદયનના પુત્ર નરવાહનદત્તની કુશળતાનું અંધકવૃષ્ણિના વસુદેવના જીવનમાં અનુસરણ થયું છે એમ કથામાં જણાવ્યું છે. આ કથા છ વિભાગમાં વહેંચાયેલી છે. (૧) કથોત્પત્તિ, (૨) પીઠિકા, (૩) મુખ, (૪) પ્રતિમુખ, (૫) શરીર, (૬) ઉપસંહાર.
હીંડી કાવ્ય પ્રકારની આ પ્રાચીન કૃતિ અને કાવ્ય વિશેની માહિતી “વસુદેવ હીંડી એક અધ્યયન” પુસ્તકને આધારે પ્રગટ કરવામાં આવી છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં હીંડી સંજ્ઞાવાળી વસુદેવ હીંડી અને ધમિલ હીંડી એમ બે કૃતિઓ ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યમાં આગમકાળ અને ત્યાર પછી કથા અને ચરિત્ર એક જ અર્થમાં પ્રયોજાયેલા શબ્દો જોવા મળે છે. વસુદેવનું ચરિત્ર એ કથા છે. કથામાં કલ્પનાનો વૈભવ હોય છે. ચરિત્રમાં જીવંત કે પૂર્વે થઈ ગયેલ વ્યક્તિના જીવનના પ્રસંગો મહત્ત્વના છે. આવા પ્રસંગોના વર્ણનના સંદર્ભમાં કથા શબ્દ પ્રયોગ થયો હોય એમ માનવામાં આવે છે. શૈલીમાં કથા સમાન વર્ણન, કલ્પના, રસ વગેરે હોય પણ વાસ્તવિક રીતે પાત્ર કે પ્રસંગ એ ચરિત્રનો વાસ્તવિક અંશ સમાન છે. એટલે વાસ્તવિકતા અને કલ્પનાના સમન્વયવાળી આવી અન્ય કથાઓ પણ રચાયેલી છે.
જૈન સાહિત્યમાં વસુદેવ હીંડી વધુ પ્રચલિત છે. ધમ્મિલકુમાર હીંડીની રચના પણ પ્રાપ્ત થાય છે. તેની માહિતી નીચે પ્રમાણે છે.
જંબુદ્વીપમાં દક્ષિણ ભરતક્ષેત્રમાં કુશાંત નામના નગરમાં સુરેન્દ્રદત્ત નામના શ્રેષ્ઠીને સુભદ્રા નામની સ્ત્રી હતી તેને સંતતિ ન હોવાથી બંને અતિ ચિંતાગ્રસ્ત રહેતાં પરંતુ ધર્મના પ્રસાદથી પુત્રપ્રાપ્તિ થશે એમ જાણી અત્યંત ધર્મારાધનામાં કાળ વ્યતીત કરે છે. કેટલાક કાળે પુત્રનો જન્મ થયો તેનું ધમ્મિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org