________________
છે. મધ્યખંડની રચના ધર્મસેન ગણિએ બે શતાબ્દી પછી ધર્મદાસ ગણિની જે રચના હતી ત્યાંથી આગળ વિસ્તાર કરીને ગ્રંથ રચના કરી છે. કર્તાએ પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે વસુદેવ રાજાએ ૧૦૦ વર્ષ સુધી ભ્રમણ કરીને વિદ્યાધરો અને માનવરાજાઓની ૧૦૦ કન્યાઓ સાથે વિવાહ સંબંધ કર્યો હતો. સંઘદાસ ગણીએ પોતાની રચનામાં વસુદેવ રાજાના ૨૯ વિવાહનો ઉલ્લેખ કર્યો છે. પ્રથમ ખંડમાં પ્રભાવતીની કથાનો સંક્ષિપ્ત ઉલ્લેખ થયો છે. જે અપૂર્ણ હોવાનો સંશય થાય છે. જયારે ધર્મસેન ગણિએ અંતમાં વસુદેવ અને સોમશ્રીના પુનર્મિલનનો પ્રસંગ જણાવીને કૃતિ પૂર્ણ કરી છે. ધર્મસેન ગણિ વિશે સમય અને અન્ય વિગતો પ્રાપ્ત થતી નથી. તેઓ જણાવે છે કે પૂર્વે લખાયેલી કથાને આધારે આગળ વધારીને કથા પૂર્ણ કરી છે. બંને મહાત્માઓની કૃતિનો સમય ત્રીજી કે ચોથી શતાબ્દીનો માનવામાં આવે છે. આવશ્યકચૂર્ણિમાં વસુદેવ હીંડીનો ઉલ્લેખ મળે છે. તે ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે છઠ્ઠી શતાબ્દી પહેલાની રચના છે.
ભાષા શૈલી અને રચનાની રીતે વિચારીએ તો પણ વસુદેવ હીંડી પ્રાચીન રચના છે એમ સ્પષ્ટ સમજાય છે.
શ્રુત સંશોધક મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજયે ૧૨ હસ્તલિખિત પ્રતોને આધારે વસુદેવ હીંડીનું પ્રકાશન કર્યું છે. (સંપાદન) તેમ છતાં તે કૃતિ પૂર્ણ હોય એમ જણાતું નથી. પ્રિયંગસુંદરી લમ્બ વિકૃત છે. તેમાં મહત્વપૂર્ણ ૧૯૨૦ માં લમ્બક પ્રાપ્ત થયા નથી. ઉપસંહાર પણ મળતો નથી. છઠ્ઠી અધિકારમાં ધમ્મિલ હીંડીનો ઉલ્લેખ મળતો નથી. ડૉ. જગદીશચન્દ્ર જૈન આ માહિતીને પ્રક્ષિપ્ત માને છે. વસુદેવ હીંડીમાં અંધકવૃષ્ટિણા વંશના વસુદેવ રાજાની કથાનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે. આ રચના મરાઠી પ્રાકૃતમાં રચાયેલી ૧૧ હજાર અને ૨૯ લમ્બકમાં વિભાજિત થઈ છે. વસુદેવ હીંડીના મધ્યખંડમાં ૭૧ લમ્બકમાં વિભાજિત ૧૭૦૦૦ શ્લોકો પ્રમાણ છે. આ ગ્રંથની રચના દૃષ્ટિવાદ અને ગંડિકાનુયોગમાંથી વસ્તુ સ્વીકારીને થઈ છે. તેમાં વિદ્યાધરો વિશે ઘણી વિગતો પ્રાપ્ત થાય છે અને એમના ૬૪ પ્રકારની પણ માહિતી દર્શાવી છે.
૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org