________________
વાસ્તવિકતાનું નમૂનેદાર આલેખન થયું છે. આ કૃતિ ધર્મકથાની હોવાની સાથે તેમાં રાજા, સાર્થવાહ, ચોર, વેશ્યા, ધૂર્ત, ઠગ વગેરે પાત્રોનું ચિત્રણ પણ કલાત્મક છે. તેમાં કુતૂહલવાળી કથાઓ છે જેના દ્વારા સમકાલીન લોક સંસ્કૃતિનું વાસ્તવિક દર્શન થાય છે. તેમાં પ્રભુભક્તિ અને જૈન ધર્મના પ્રચારની માહિતી પ્રાપ્ત થાય છે. કથાની વર્ણનશૈલી રોચક છે.
સંઘદાસ ગણીની રચના “વસુદેવ હીંડી” જૈન કથા સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમાં સર્જકની સર્જનપ્રતિભાની સાથે કથાની રીતે નિરૂપણ કૃતિને આસ્વાદ્ય બનાવવામાં નિમિત્તરૂપ છે. સર્જકે આ ગ્રંથમાં જિનેન્દ્રભક્તિના નિરૂપણ દ્વારા જનતાને ધર્માભિમુખ કરવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. એમની વર્ણન શૈલી આકર્ષક છે. જૈન કાવ્ય પરંપરાનુસાર સર્જકે ગુરુવંદનાથી આરંભ કરીને જણાવ્યું છે કે શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને વસુદેવનું ચરિત્ર વર્ણવે છે. ત્રેસઠ શલાકા પુરૂષોનાં ચરિત્ર સમાન આ ચરિત્ર પ્રેરક છે.
જૈન સાહિત્યમાં સંઘદાસ ગણી નામના બે આચાર્યનો ઉલ્લેખ મળે છે. (૧) વસુદેવ હીંડી ના પ્રથમ ખંડમાં ઉલ્લેખ છે. તેમાં સંઘદાસ ગણીનો વાચક' પદથી સંદર્ભ મળે છે. (૨) બૃહત્ કલ્પ ભાષ્યમાં “ક્ષમા શ્રમણ' નામથી ઉલ્લેખ
મુનિ પુણ્યવિજયજી જણાવે છે કે ધર્મદાસગણિ નામના બે મહાત્મા જુદા છે. કારણ કે એક મહાત્મા વાચક પદ અને બીજા મહાત્મા ક્ષમાશ્રમણપદથી અલંકૃત છે. આ અંગે બીજો મત એ છે કે એક જ વ્યક્તિ વિવિધ પદવી ધારણ કરે છે. આ અંગે કોઈ નિશ્ચિત વિચાર નિર્ણય થઈ શકતો નથી. આચાર્ય જિનભદ્ર ગણિએ વિશેષણવતી ગ્રંથમાં અવારનવાર વસુદેવ હીંડીનો ઉલ્લેખ કર્યો છે એટલે વસુદેવ હીંડીના કર્તા જિનભદ્રગણિના સમય પહેલાના હતા એમ સમજી શકાય છે. ભાષા અને શૈલીની રીતે વિચારીએ તો પણ કર્તા (રચયિતા) બંને જુદા છે એમ સ્પષ્ટ થાય છે.
ગ્રંથની માહિતી જોઈએ તો વસુદેવ હીંડી બે વિભાગમાં પ્રાપ્ત થાય છે. પ્રથમ ખંડના કર્તા ધર્મદાસ ગણી અને બીજા ખંડના કર્તા ધર્મસેન ગણી મનાય
૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org