________________
૪. હીંડી
જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં હીંડી' પ્રકારની માહિતી નીચે પ્રમાણે છે. હીંડ - હેડવું (ગામઠી શબ્દ પ્રયોગ) ભ્રમણ કરવું, ફરવું એવો અર્થ છે. જીવાત્મા કર્માધીન સ્થિતિમાં ભ્રમણ કરે છે. હીંડી એટલે આત્માના ભ્રમણની કથા.
જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં રચાયેલો ગ્રંથ વસુદેવ હીંડી સુપ્રસિદ્ધ છે. અન્ય રચના ધમ્મિલ હીંડી પ્રાપ્ત થાય છે.
વસુદેવ હીંડીનો પરિચય ધમ્મિલ હીંડી
વસુદેવ હીંડીમૂળ ગ્રંથ પ્રાકૃતમાં હતો. પ્રો. ભોગીલાલ જે. સાંડેસરાએ તેનું ભાષાંતર કર્યું હતું. સં. ૨૦૦૩માં શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર તરફથી પ્રગટ થયેલ છે. આ ગ્રંથના આરંભમાં વસુદેવ હીંડી કથાની ઉત્પત્તિનો ઈતિહાસ વર્ણવીને વસુદેવની કથાનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. વસુદેવની કથાના અંતર્ગત ધમ્મિલ હીંડીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રેણિક મહારાજાએ ભગવાન મહાવીર સ્વામીની દેશનામાં તપનો મહિમા સાંભળ્યો પછી ભગવંતને વિનયપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું કે હે ભગવંત! કેટલા જીવો આ ભવમાં તપ કરીને તેનું ફળ આ ભવમાં જ પ્રાપ્ત કરે છે? કેટલા જીવો તપ કરીને પરભવમાં તેનું ફળ પ્રાપ્ત કરે છે?
ભગવંતે જવાબ આપ્યો કે તપ વડે આ ભવમાં સુખ-સૌભાગ્ય પામી આરાધક બનેલા શ્રી ધમ્મિલકુમાર છે અને પરલોકમાં દેવ અને મનુષ્ય લોક સંબંધી સુખ પ્રાપ્ત કરનાર વસુદેવ છે.
વસુદેવ હીંડીમાં વસુદેવ અને ધમિલની કથાનો સમાવેશ થયો છે. પ્રથમ ધમ્મિલ હીંડીની રચના પછી વસુદેવની કથાનો વિસ્તાર થયો છે.
સંદર્ભ : વસુદેવ હીંડી (ભાષાંતર) ખંડ - ૧ (પા. ૩૩) વસુદેવ હીંડી શૃંગાર પ્રધાન નયનરમ્ય કથા છે. તેમાં માનવ જીવનની
૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org