________________
કથાઓ જૈન સાહિત્યનો અમરવારસો છે. કથાનુયોગના અનુસંધાનમાં આ પ્રાકૃત કથાઓ અને તેનો અનુવાદ જૈન સમાજને માટે કથા દ્વારા તત્ત્વપ્રાપ્તિનો સુવર્ણ અવસર ગણાય છે. કથા સાહિત્યની વિવિધતામાં પર્વકથાઓ, વ્રતકથાઓ, દૃષ્ટાંતકથાઓ, તત્ત્વબોધકથાઓ પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કથા એક સાધન છે. સાધ્ય તત્ત્વબોધ છે એ લક્ષથી કથાનું શ્રવણ-આસ્વાદ આત્મોન્નતિકારક છે. ૨૦મી સદીમાં પ્રાકૃત ભાષાના વારસાને મૂર્તિમંત રાખવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કરનારા સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ કસ્તુરસૂરીશ્વરજીનું નામ પ્રથમ કક્ષાનું ગણાય છે. પૂ.શ્રીએ “પાઈ વિરાણ કહા” ગ્રંથની રચના કરીને પ્રાકૃત ભાષામાં કથાઓની સાથે સ્વયં સર્જન કરેલી કથાઓનો તેમાં સંચય કરેલો છે. આ કથાઓ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારની છે. જૈન અને જૈનેત્તર સાહિત્યમાં કથાનો ભવ્ય વારસો સ્થાન ધરાવે છે. તેમાં ચરિત્રાત્મક નિરૂપણ એ પણ કથા સમાન પ્રચલિત બન્યું છે. અન્ય દર્શનની કથાઓમાં સત્યનારાયણની કથા, શ્રી સાંઈકથા, ભાગવત, રામાયણ, મહાભારત અને પવિત્ર શ્રાવણ માસમાં આખ્યાનોની કથા વગેરે ભારતીય સંસ્કૃતિના ધર્મના પાયામાં અને જીવનમાં એકરૂપ બની ગયેલ છે.
જૈન સાહિત્યની કથાઓનું વસ્તુ ચોવીસ તીર્થકરો, ગણધર ભગવંતો, પૂર્વાચાર્યો, શાસન પ્રભાવક આચાર્યો, ચક્રવર્તી રાજા, બળદેવ, વાસુદેવ, માંડલિક, અન્ય રાજા, શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, ચાર પુરૂષાર્થની સાધના, સેનાપતિ, ધૂર્ત, ઠગ, ચોર, વેશ્યા, પુણ્ય-પાપ, સુખદુઃખ જેવાં પાત્રો જીવનને સ્પર્શે છે.
વળી તેમાં ઉપકથા, સમસ્યા, સામાજિક, રાજકીય પરિસ્થિતિ અને વ્યવહાર સંબંધી વિગતો પણ સ્થાન ધરાવે છે એટલે આ કથાસાહિત્ય સર્વના જન સુલભ બની આનંદનો આસ્વાદ કરાવે છે. આ કથાઓમાં શૃંગારરસની સાથે શાંતરસની સૃષ્ટિ ધર્મકથાના યોગની સાર્થકતા દર્શાવે છે.
જૈન કથાઓ દીર્ઘતથા સંક્ષિપ્ત-લઘુકથા તરીકે સમગ્ર સાહિત્યમાં વિસ્તાર
(૨૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org