________________
ધર્મ, શાસ્ત્રલક્ષણો, ત્યાગ, વૈરાગ્ય, વિરતિધર્મ, મોક્ષપ્રાપ્તિ જેવા માનવીના ઊર્ધ્વગમનનાં લક્ષણોનો સમાવેશ થયો છે.
જૈન કથા સાહિત્યના પ્રાચીન સંદર્ભની વિગતો નીચે પ્રમાણે છે. જ્ઞાતા ધર્મકથા આગમમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી એવી શ્રુત પરંપરાથી માહિતી મળે છે. આજે આટલી મોટી સંખ્યામાં કથાઓ મળતી નથી. વર્તમાનમાં ૧૯ કથાઓ ઉપલબ્ધ થાય છે. કથાનુયોગનું આ પ્રાચીન ઉદાહરણ કથા સાહિત્યના ઈતિહાસમાં સુવર્ણયુગ સમાન છે. આ ગ્રંથના બે વિભાગ પ્રથમ શ્રુત સ્કંધ, જ્ઞાતા અને બીજા શ્રુત સ્કંધનું નામ ધર્મકથા છે. આ બેના જોડાણથી જ્ઞાતા ધર્મકથા નામ નિષ્પન્ન થયું છે. આ ગ્રંથમાં મહાપુરૂષોનાં અનન્ય પ્રેરક જીવનનાં સંદર્ભ સાથે ઔપદેશિક કથાનકો મહત્ત્વનાં છે.
ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના પરમોચ્ચ ભક્ત દશ શ્રાવકોની જીવનકથાનો સંચય થયો છે. પ્રભુના બારવ્રતધારી શ્રાવકોની સંખ્યા ૧,૫૯,૦OOની હતી. તેમાંના આ દશ પડિમાધારી શ્રાવકોની કથા
ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મહાવીર સ્વામીના ઉપાસક હોવાથી ઉપાસક દશાંગ સૂત્ર નામ રાખવામાં આવ્યું છે. રાયપરોણી સૂત્રમાં પ્રશ્નોત્તર દ્વારા લઘુકથાનો આસ્વાદ થાય તેવી રીતે કેશી મુનિ અને પ્રદેશ રાજાના પ્રશ્નોનો સમાવેશ થયો છે. આગમ કાળમાં કથા અને ચરિત્રોનું નિરૂપણ કથાનુયોગનું સર્વોત્તમ દષ્ટાંત છે. ઉત્તરાધ્યયનસૂત્ર, ભગવતીસૂત્ર, કલ્પસૂત્રમાં પણ પ્રસંગોચિત્ત નાની-મોટી કથાઓનો પ્રયોગ થયો છે. કથા સાહિત્યનો આગમનો વારસો જૈન ધર્મના તાત્ત્વિક વિચારોને ગ્રહણ કરવામાં મૂલ્યવાન ગણાય છે. તો વળી કથા સાહિત્યના ઈતિહાસનું સુવર્ણ પ્રકરણ છે. જૈનાચાર્યોએ પ્રભુ મુખે શ્રવણ કરેલી દિવ્ય વાણીને સૂત્રરૂપે ગૂંથી છે. અને તે ગ્રંથોના સ્પષ્ટીકરણરૂપે નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે ગ્રંથો રચાયા છે. આ ગ્રંથો પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં રચાયા છે. પ્રાકૃત ભાષામાં “પઉમચરિય”, ચઉપન્નમહાપુરૂષ ચરિય, વસુદેવ હીંડી, નેમિચંદ્રસૂરિની પ્રાકૃતમાં ઉત્તરાધ્યયન સૂત્રની કથાઓ, દ્રવ્યાશ્રય, મહાવીર ચરિય, સિરિસિરિવાલકહા, સમરાઈથ્ય કહા, કુદલયમાળા જેવી
(૨૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org