________________
–૧૫. હુંડી - જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોમાં નવી ભાત પાડતી રચના “હુંડી' ની છે. વ્યવહાર – વેપાર ધંધામાં નાણાંકીય લેવડ-દેવડમાં “હુંડી' શબ્દપ્રયોગ થાય છે. મુખ્યત્વે નાણાંનો વ્યવસાય કરનાર ‘શ્રોફ” દ્વારા હુંડીનું ચલણ હતું. બેંકના અસ્તિત્વથી હુંડીનો ઉપયોગ થતો નથી. અંગ્રેજીમાં તેને Bill of Exchange નાણાંકીય વિનિમય પત્ર કહેવામાં આવે છે. “હુંડી' કાવ્યના સંદર્ભમાં કેવળીભાષિત વચનનો સમર્થન કરીને અન્ય મતવાળાને તેનો સ્વીકાર કરવા માટેનો અનુરોધ કરવામાં આવે છે.
હુંડીમાં જિનમત – જિનવાણીનું સમર્થન કરીને કેવળી ભાષિત વચન પ્રગટ કરવામાં આવે છે. મુખ્યત્વે સ્થાનકવાસી અને દિગંબર મતવાળાને હુંડીના વિચારો વિચારવા યોગ્ય છે એમ પ્રાપ્ત હુંડીને આધારે જાણી શકાય છે. તત્ત્વજ્ઞાન ક્ષેત્રમાં મતભેદ હોય એ સ્વાભાવિક છે તેમ છતાં જિનેશ્વર દેવની વાણીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે છે. આવાં જિનવચનનો સ્વીકાર કરીને ભવ્યાત્માઓ આરાધના દ્વારા આત્માનું કલ્યાણ કરે છે.
દૃષ્ટાંતરૂપે યશોવિજયજી ઉપા. ખરતરગચ્છના મુનિ શાંતિવર્ષ અને અંચલગચ્છના ગજલાભ ગણિ અને મૂલા ઋષિની હુંડીઓનો પરિચય આપવામાં આવ્યો છે.
૧. મહાવીર હુંડી (સ્તવન) યશોવિજયજી ઉપા.
આ કાવ્યરચના મૂળભૂત સ્તવનરૂપે પ્રગટ થઈ છે પણ તેના અંતર્ગત વિચારોને અનુલક્ષીને હુંડી-વીનતી શબ્દ પ્રયોગ થયો છે.
કવિએ હુંડી સ્તવનની રચના સં. ૧૭૩૩માં ૧૫૦ ગાથામાં કરી છે. આરંભમાં વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે તે નીચે મુજબ છે.
પ્રણમી શ્રી ગુરૂના પયપંકજ, પણશુ વીર નિણંદ,
(૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org