________________
૭.પ્રહેલિકાઓમાં વહન કરાય છે. અંત્યાક્ષરી, બિન્દુમતી, અષ્ટપિટક, પ્રશ્નોત્તર, ગૂઢ ઉત્તર, પઢઢ, અક્ષરો ઊડી ગયા હોય, માત્રા ઊડી ગઈ હોય, બિંદુઓ (અનુસ્વાર) ઊડી ગયાં હોય, ચોથો પાદ ગૂઢ હોય, ભણિએવિયા, હૃદયગાથા, પોન્ડ, સંવિધાનક, ગાથાર્થ ગાથારાક્ષસ અને પ્રમાક્ષરની રચના. બીજા પણ મહાકવિઓએ કલ્પલા અને કવિઓને દુષ્કર એવા પ્રયોગો છે. કુવલયમાળાએ કહ્યું, “હે આર્યપુત્ર! તમે જે આ લક્ષણ કહ્યાં તેનું શું સ્વરૂપ છે?'કુમારે કહ્યું, “હે ચતુર! સાંભળ. અંતિમ અક્ષર વહન કરનારી પ્રહેલિકા (અંત્યાક્ષરી-અંતકડી) ગોવાળો અને બાળકોમાં પણ પ્રસિદ્ધ છે અને તે જાણી શકાય છે. બાકીનું સ્વરૂપ સાંભળ. જેમ કે
જયાં અક્ષરો હોય ત્યાં બિંદુઓ મૂકવા, પહેલા અને છેલ્લાંને છોડીને. વળી તેના અર્થ કહેવામાં આવે તે બિન્દુમતિ કહેવાય છે. તે આ પ્રમાણે :
તં ૦ ૦ 9 ૦ ૦ ૦ ૦ ooિ d ૦િ 0િ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦ વી ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૬૦૦ િ.. જયારે તે બરાબર સમજાય ત્યારે આ પ્રમાણે કહેવી - તંમિ મહં વહુજણવલ્લભહંસિ તં કિપિ કણસુ સહિ જેણ અસઈયણ કણપરંપરાએ કિર્તી સમુચ્છલઈ |
અર્થાત્ હે સખી! ઘણાં જનને વહાલા એવા તેને માટે કંઈપણ કરી છૂટ જેથી અસતીજનની કર્ણપરંપરાથી કીર્તિ ઊછળે.
બત્રીસ ખાનાં કર્યા હોય અથવા વસ્ત્રની બત્રીસ ગડી કરી હોય અથવા બત્રીસ કોડિયાં ગોઠવ્યાં હોય અને તે દરેકમાં શ્લોકનો એક એક અક્ષર મૂકવો તે અષ્ટપિટક કહેવાય છે, અષ્ટપિટક નીચે પ્રમાણે લખવું :
૧૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org