________________
૩. નિર્વાણ
દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના બીજા ઉદ્દેશકમાં સાધુ માટે ‘નિર્વાણ’ શબ્દપ્રયોગ થયો છે.
૧. અતઠ્ઠા ગુરુઓ લુધ્ધો બહુ પાવું પકવ્વઈ દુતો સઓ ય સોહોઈ, નિવ્વાણું ચન ગચ્છઈ.
પોતાને માટે સારી સારી વસ્તુઓને ઈચ્છતો અને વિષયોમાં લુબ્ધ એવો ઘણું જ પાપ કરે છે તે દુસ્તોષી-અસંતોષી થાય અને મુક્તિને પામે નહિ.
નિર્વાણ કાવ્યના સંદર્ભમાં ઉપરોક્ત માહિતીમાં સાધુઓના નિર્વાણ અંત સમયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સાધુ જીવનનું લક્ષ એકમાત્ર મોક્ષની સાધના છે એટલે ‘નિર્વાણ’ શબ્દ યથોચિત છે અને કાવ્યમાં તેનો પ્રયોગ પણ સાધુજીવનની મહત્તા દર્શાવે છે.
નિર્વાણનો અર્થ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે.
નિષિધ્યન્તે નિરા ક્રિયન્તેઽસ્યાં કર્માણતિ નૈષેધિકી ।
-
જેના વડે સર્વ કર્મોનો નાશ – અંત આવે છે તે નૈષિધિકી તેનો અર્થ મોક્ષ પ્રાપ્તિ થાય છે.
અન્ય અર્થ જોઈએ તો સાધુના શરીરનો અંતિમ સંસ્કાર જે સ્થાન પર કરાય તે સ્થાનને નિસીહિયા કહેવાય છે.
નિર્વાણ કાવ્યના સંદર્ભમાં વિચારીએ તો સાધુઓના અંતિમ સંસ્કારની ક્રિયા યુક્ત રચના.
ઉપકાર ભાવનાની દૃષ્ટિએ વિચારીએ તો પંચપરમેષ્ઠિ ભગવંતો, જૈન શાસન, ગુરૂ ભગવંતો અને માતા-પિતા એ સર્વનો જીવાત્મા પર મહાન ઉપકાર છે. તેનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org