________________
મધ્યકાલીન કાવ્ય કૃતિઓમાં એક કરતાં વધુ કાવ્ય સંજ્ઞાનો પ્રયોગ થયો છે તે દૃષ્ટિએ વિચારીએ તો ‘નિર્વાણ’ કાવ્ય માટે રાસ શબ્દ પ્રયોગ થયો છે. દા.ત. : ‘વીર નિર્વાણ રાસ' આ કૃતિ કવિ પંડિત વીરવિજયજીના જીવનના પ્રસંગોને અનુલક્ષીને ચરિત્રાત્મક નિરૂપણ કરતી કૃતિ છે. તેમાં કવિના જીવનના પ્રસંગો અને નિર્વાણ (કાળધર્મ) સુધીની વિગતોનો સમાવેશ થયો છે. આ પ્રકારની રચનાઓ ગુરુ મહિમા - ગુરુ ભક્તિ અને ગુરુ ઉપકારની ભાવનાથી પ્રેરાઈને રચાઈછે. અધ્યાત્મ માર્ગમાં વિકાસ કરવા માટે ગુરુનિશ્રા, આશીર્વાદ, કૃપા અને માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા જણાય છે એટલે શિષ્યપ્રશિષ્યોએ ગુરુ પ્રત્યેની ભક્તિ ભાવનાથી નિર્વાણ સંજ્ઞાવાળી કૃતિઓ રચી છે. રાસ યુગના સંદર્ભમાં આ પ્રકારની રચનાઓ પ્રાપ્ત થાય છે.
‘નિર્વાણ’ નો મૂળભૂત અર્થ નીચે મુજબ છે. સકળ કર્મબંધનમાંથી કાયમી છૂટકારો (મુક્તિ). ‘નિર્વાણ’ પામ્યા પછી આત્મા જન્મ, જરા અને મરણના ચક્રમાં પુનઃ કર્મબંધનમાં આવતો નથી. નિર્વાણ એટલે સિદ્ધિપદની પ્રાપ્તિ. તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણક હોય છે. તેમાં પાંચમું ‘નિર્વાણ’ કલ્યાણક છે કે જેમાં ભગવાનના જીવનનો અંતકાળ – મોક્ષ પ્રાપ્તિનો ઉલ્લેખ મળે છે. તીર્થંકરો પછી ગણધરો અને મુનિ ભગવંતો માટે પણ નિર્વાણ શબ્દ પ્રયોગ થયો છે. સામાન્ય રીતે સાધુઓ માટે જીવનનો અંતકાળ (મૃત્યુ) દર્શાવવા માટે કાળધર્મ શબ્દ પ્રયોગ થાય છે. તો વળી શાસન પ્રભાવક આચાર્ય કે મુનિ મહાત્મા માટે ‘સ્વર્ગારોહણ' શબ્દ પ્રયોગ પણ પ્રચલિત છે. મૂળભૂત રીતે તો નિર્વાણ શબ્દનો ઉચિત પ્રયોગ તો મોક્ષપ્રાપ્તિ સાથે જ છે એમ સ્પષ્ટ અર્થબોધ સ્વીકારવો જોઈએ. નિર્વાણ સંજ્ઞાવાળી કૃતિઓ જીવનચરિત્ર પ્રકારની છે. નિર્વાણ કૃતિમાં દીક્ષા પ્રસંગનું વર્ણન હોય છે. આ પ્રકારના વર્ણનમાં સંસારમાંથી ‘નિર્વાણ’ મુક્ત થવાનો સંદર્ભ રહેલો છે અને સંયમ જીવન દ્વારા મોક્ષ પુરૂષાર્થની સાધનાને મોક્ષ પ્રાપ્તિ થાય તે રીતે પણ નિર્વાણમાં અર્થ સૂચિત થાય છે.
નિર્વાણ સંજ્ઞક કૃતિઓનો અભ્યાસ કરતાં જાણવા મળે છે કે રાસ, ભાસ અને માત્ર નિર્વાણ એવા શબ્દ પ્રયોગ થયા છે.
Jain Education International
૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org